Posted on January 28, 2012 by gujaratikavitaanegazal
સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?
જીવવા માટે બહાનું જોઈએ.
એક જણ સાચું રડે તો બ્હૌ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?
એક પરપોટો ઘણો સુંદર હતો,
પણ હવાને ચાલવાનું જોઈએ.
સીમમાંથી ઘર તરફ પાછા જતાં,
આ ક્ષણે પંખી મજાનું જોઈએ.
વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,
જીવ, તારે ચોરખાનું જોઈએ.
આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે,
સાંભરણ એવી જગાનું જોઈએ.
તું કહે ત્યાં આવશે ‘ઈર્શાદ’ પણ,
એક ઢેફું આ ધરાનું જોઈએ.
…..ચિનુ મોદી
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ચિનુ મોદી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ચિનુ મોદી, સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 27, 2012 by gujaratikavitaanegazal

Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, હનીફ સાહિલ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મોત જ ઉપચાર, સમજે છે સો પ્રેમ ને રમત, સાહિલ, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 27, 2012 by gujaratikavitaanegazal
હું તારી HARD DISK ને તું મારી RAM,
તને કરું છું ERROR વગર નો પ્રેમ ,
તું શુકામ કરે છે મને HATE,
હું કરું છું SAVE ને તું કરે છે FORMAT..
મારી દિલ ની લાગણી નો તને કરું EMAIL,
તારા તરફ થી કેમ આવે DELIVARY REPORT FAIL;
DOWNLOAD થાય છે દિલ માત્ર તારી જ FILE ,
અને તું જ છે જે HIDE કરે છે તારી PROFILE.
મારા MEDIA PLAYER માં તારા જ ગીતો વગાડું .
આ લાગણી ની PEN DRIVE તને કેમ કરી પહોચાડું .
હા પાડી ને HACK કરી લે મારા દિલ ની SITE,
તારા વગર થઇ ગયો છું BIT વિના ની BYTE.
તારા પ્રેમ નો VIRUS મને કેવો નચાવે
કરું હું DELETE તો ફરી પાછો આવે .
તારા વિના PROCESSOR માં ‘હોશ’ ક્યાંથી આવે ,
DUALCORE ના જમાના માં P4 થી કામ ચલાવે!
-શ્રેયસ ત્રિવેદી ‘હોશ’
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, શ્રેયસ ત્રિવેદી ‘હોશ’ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, શ્રેયસ ત્રિવેદી ‘હોશ’, હું તારી HARD DISK ને તું મારી RAM, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 27, 2012 by gujaratikavitaanegazal
દીકરો છે મારો ફેશનેબલ ,
પછી ભલેને બાપા છે એના પેન્શનેબળ,
માંગે તે તો મોબાઈલ ને બાઈક,
પછી ભલે ને ના લાવતો રળીને કંઈક,
ફેરવે છે છોકરીઓ ને તેની બાઈક ની પાછળ,
પછી ભલે ને આવી જાય પોતાના જ બાપા બાઈક ની આગળ,
કરે છે અનેક કોલ ને મિસકોલ,
પછી ભલે ને મારી જાય કોઈ મિસ એને ધોલ,
પીવે છે સિગારેટ ને ચાવે છે મસાલા,
પછી ભલે ને નીકળી જાય ઘરના દેવાળા,
વાપરે એ તો પાણી ની જેમ નાણાં,
પછી ભલે ને આવી જાય રિજલ્ટ માં બે શૂન્ય ના પણા,
મિત્રો આગળ મારે એ મોટી મોટી વાતો ના તડકા,
પછી ભલે ને થઇ જાય એની ઝીંદગી માં મોટા મોટા ભડાકા,
આમ તો છે આ દીકરો મારો,
તો શું અભિપ્રાય છે એના વિષે તમારો ?????
- ત્રુષ્ટિ રાવલ
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, ત્રુષ્ટિ રાવલ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ત્રુષ્ટિ રાવલ, દીકરો છે મારો ફેશનેબલ, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 27, 2012 by gujaratikavitaanegazal
પતિ(પત્નીને) : ‘જો મને લોટરી લાગે તો તું શું કરે ?’
પત્ની : ‘હું અડધું ઈનામ લઈને હંમેશ માટે જતી રહું.’
પતિ : ‘બહુ સરસ ! મને 50 રૂપિયાની લોટરી લાગી છે. આ લે 25 રૂપિયા અને ચાલતી પકડ !’
***********
ટીચર : ‘જેના બન્ને હાથ ન હોય એને હિન્દી અને અંગ્રેજીમાં શું કહેવાય ?’
ટીનુ : ‘હિન્દીમાં ‘ઠાકુર’ અને ઈંગ્લીશમાં ‘હેન્ડ ફ્રી !’ ’
***********
રાતના બાર વાગે રસ્તે જઈ રહેલા એક માણસને પોલીસે પકડીને કીધું :
‘ચાલ પોલીસ સ્ટેશન.’
માણસ : ‘પણ મેં શું કર્યું છે ?’
પોલીસ : ‘કશું નહિ. પણ મને એકલા જતા બીક લાગે છે.’
***********
વિકીપીડીયા : ‘મારી પાસે બધું જ જ્ઞાન છે.’
ગુગલ : ‘મારી પાસે બધી માહિતી છે.’
ફેસબુક : ‘હું બધાને ઓળખું છું.’
ઈન્ટરનેટ : ‘એક મિનિટ, મારા વિના તમે બધા નકામા છો.’
ત્યાં તો દૂરથી ઈલેક્ટ્રીસિટી કંપની બોલી : ‘આવાઝ નીચે….’
***********
ચિન્ટુ નિશાળે જઈ રહ્યો હતો. રસ્તામાં એક પુલ આવતો હતો. પુલ પરથી ચિન્ટુએ જોયું કે એની સ્કૂલના પ્રિન્સિપાલ નદીમાં ડૂબી રહ્યા હતા….
ચિન્ટુ ઝડપથી દોડીને પુલ પાર કરીને, બજારના ચોકમાંથી નીકળી, શોર્ટ-કટની ગલીમાં ઘૂસીને, ત્રણ મકાનના છાપરા કૂદીને, ભાગતી ટ્રકમાં કૂદકો મારીને, આગળ એક બાઈકવાળાની સીટ પાછળ બેસીને, પછી દોસ્તની સાઈકલ ઝૂટવીને ધમધમાટ કરતા સાઈકલ ભગાવીને ફાયરબ્રિગેડના સ્ટેશન પાસે….. આવેલી સ્કૂલમાં દાખલ થઈને બૂમ પાડવા લાગ્યો, ‘એ બધા સાંભળો, કાલે રજા છે…..!’
***********
એક માણસે પોતાના ખંડમાં ચારે તરફ પ્રાર્થનાઓ ચોંટાડી હતી. એ જોઈ એના મિત્રએ પૂછ્યું :
‘તું દરરોજ આટલી બધી પ્રાર્થનાઓ કરે છે ?’
‘ના, ના. ભગવાનને પ્રાર્થના કરું છું કે આ બધી વાંચી લે. મને પ્રાર્થના કરવાનો બહુ કંટાળો આવે છે.’
***********
એક કોલેજિયન : ‘હું નારિયેળના ઝાડ ઉપર ચઢી જાઉં તો એન્જિનિયરીંગ કૉલેજની છોકરીઓને જોઈ શકીશ.’
બીજો કોલેજિયન : ‘હા, પણ ઉપર જઈને હાથ છોડી દઈશ તો મેડિકલ કૉલેજની છોકરીઓને પણ જોઈ શકીશ !!’
***********
સતીશ : ‘કાલે દસ જણાએ ભેગા મળીને મને એકલાને માર્યો.’
મનીષ : ‘પછી તેં શું કર્યું ?’ સતીશ : ‘મેં કહ્યું એક એક કરીને આવો.’
મનીષ : ‘પછી ?’
સતીશ : ‘પછી શું બધાએ એક એક કરીને ફરી મને માર્યો.’
***********
કોમેન્ટ્રેટર : ‘તેંડુલકર ઓન સ્ટ્રાઈક…. દેખતે હૈ અબ ક્યા હોતા હૈ….’
છગનબાપુ : ‘ટીવી બંધ કર અલ્યા. આજથી મેચ જોવાનું જ બંધ…. સચિન સ્ટ્રાઈક પર ગયો. આટલું કમાય તોય પાછા સ્ટ્રાઈક પર ?’
***********
સંતાની રોટલી પરથી ઉંદર દોડી ગયો.
સંતા : ‘હવે હું આ રોટલી નહીં ખાઉં.’
બંતા : ‘અરે ખાઈ લે યાર, ઉંદરે વળી ક્યાં ચંપલ પહેર્યા હતા !’
***********
પતિ : ‘મેં તને જોયા વગર જ લગ્ન કર્યાં ને ?’
પત્ની : ‘મારી હિંમતને દાદ આપો. મેં તો તમને જોયેલા હતા ને તોય લગ્ન માટે હા પાડી !’
***********
સંતાએ જિંદગીનું સૌથી સ્માર્ટ પગલું ભર્યું. એણે એના તમામ પાસવર્ડ આવા બનાવી દીધા : Incorrect. એટલે જ્યારે પણ એ ભૂલી જાય કે તરત જ કોમ્પ્યુટર એને યાદ કરાવે : ‘Your password is Incorrect.’
***********
પ્રશ્ન : ‘આળસ શું છે ?’
જવાબ : ‘થાકી જવાની ક્ષણો આવે એ પહેલાં જ આરામ કરી લેવાની કળા ! કારણ કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર !!’
***********
મકાનમાલિક : ‘હું તમને ત્રણ દિવસનો સમય આપું છું. જો ત્રણ દિવસમાં ભાડું ન આપ્યું તો મકાન ખાલી કરવું પડશે.’
ભાડૂઆત : ‘અચ્છા. તો પછી હું ક્રિસમસ, હોળી અને દિવાળીને એ ત્રણ દિવસ તરીકે પસંદ કરું છું.’
***********
સંતા : ‘અરે ડોક્ટર સાહેબ, મારા ઉપરના દાંતને જંતુ ખાઈ રહ્યા હતા, તમે તો નીચેનો દાંત કાઢી નાખ્યો ! આ શું કર્યું ?’
ડૉક્ટર ગરબડદાસ : ‘હા, પણ વાત એમ છે કે એ જંતુઓને ઊંચે પહોંચાતું નહોતું એટલે નીચેના દાંત પર ઉભા રહીને ઉપરનો દાંત ખાતા હતા, એટલે મેં નીચેનો દાંત જ કાઢી નાખ્યો !’
***********
બપોરના સમયે એક ભિખારી બાજુમાં પાટિયું રાખીને સૂઈ ગયો.
પાટિયા પર લખ્યું હતું : ‘સિક્કા નાખીને ઊંઘમાં ખલેલ કરવી નહીં…. નોટ મૂકજો !’
***********
બે મિત્રો પરીક્ષામાં નપાસ થઈને વાત કરી રહ્યા હતા.
એક મિત્ર : ‘કંટાળી ગયા યાર, ચાલ આત્મહત્યા કરી લઈએ….’
બીજો મિત્ર : ‘ચસકી ગયું છે ? આ બધું બાલમંદિરથી ફરી ભણવું પડશે… રહેવા દે !’
***********
કાળુભાએ કસ્ટમર કેરમાં ફોન કરીને પૂછ્યું :
‘મારી ભેંસ મારું સીમકાર્ડ ગળી ગઈ છે.’
કસ્ટમરકેરનો માણસ : ‘તો એમાં હું શું કરી શકું ?’
કાળુભા : ‘ના, એટલે મારે તો ફક્ત એટલું પૂછવું છે કે તમે કોઈ રોમિંગ ચાર્જ તો નથી લગાડતા ને ?’
***********
ભિખારી : ‘બેન થોડું ખાવાનું આલો બા.’
ગૃહિણી : ‘હજી જમવાનું થયું નથી.’
ભિખારી : ‘કંઈ વાંધો નહીં બેન, મારો મોબાઈલ લખી લો. ખાવાનું થઈ જાય એટલે એક મિસકોલ મારજો !’
***********
એક માણસ તરવાનું શીખ્યો નહોતો છતાં પાણીમાં કૂદી પડ્યો. ડૂબતાં ડૂબતાં એના હાથમાં એક માછલી આવી ગઈ. એણે માછલીને કિનારા ઉપર ફેંકીને કહ્યું : ‘કંઈ નહિ તો તારો જીવ તો બચાવી લઉં !’
***********
છગનબાપુને મગને પૂછ્યું : ‘બાપુ, તમે પરણ્યા તો ખરા. પણ ઘરવાળાનું નામ તો કહો.’
છગનબાપુ : ‘ગૂગલબા.’
મગન : ‘બાપુ, આવું નામ કાં ?’
છગનબાપુ : ‘તમે એક સવાલ પૂછો તો દસ જવાબ આપે છે, એટલે…’
***********
ભિખારી : ‘પહેલાં તમે દસ રૂપિયા આપતા હતા. પછી પાંચ કર્યા અને હવે ફક્ત એક જ રૂપિયો આપો છો. આવું કેમ ?’
શેઠ : ‘પહેલાં હું કુંવારો હતો. પછી લગ્ન કર્યા ને હવે છોકરા પણ છે. એટલે શું કરું દોસ્ત ?’
ભિખારી : ‘હમ્મ…… એટલે તમે મારા પૈસાથી જ ઘર ચલાવો છો, એમ ને ?’
***********
એક કિલ્લો બનાવવા માટે હજારો કારીગરો જોઈએ.
એક રાષ્ટ્રની રક્ષા કરવા માટે લાખો સૈનિકો જોઈએ.
પણ આખા ઘરને ઘર બનાવવા માટે એક સ્ત્રી જ બસ છે.
આવો આજે આપણે એનો આભાર માનીએ : થેન્ક યુ કામવાળી !!
***********
છોકરો : ‘વ્હાલી, તારા માટે મારા હૃદયના દ્વાર ખુલ્લાં છે.’
છોકરી : ‘સેન્ડલ કાઢું કે….’
છોકરો : ‘કંઈ જરૂર નથી. આ કંઈ મંદિર થોડું છે !’
***********
પતિ, પત્નીના ફોટા પર ચપ્પું ફેંકી રહ્યો હતો. અને દરેક વખતે ચૂકી જતો હતો.
અચાનક પત્નીનો ફોન આવ્યો : ‘હાય, શું કરે છે ?’
પતિએ પ્રામાણિકતાથી જવાબ આપ્યો : ‘Missing You.’
***********
રાત્રે બે વાગ્યાની ટ્રેનમાંથી ઉતરીને ગણપતલાલે ઘરે જવા રીક્ષા કરી. આગળ જમણીબાજુ વળવાનું હતું એટલે ગણપતલાલે રીક્ષાવાળાને ટપલી મારી. રીક્ષાવાળાએ બેલેન્સ ગુમાવ્યું અને રીક્ષા ફૂટપાથ પર ચડીને, ખોખાં ગબડાવી, કચરાના ઢગલાં પર ચઢીને, હવામાં ઉછળી સીધી થાંભલા સાથે ભટકાઈ ! પણ સારું થયું કે બંને જણાં બચી ગયા.
કપડાં ખંખેરતા રીક્ષાવાળાએ કહ્યું : ‘કાકા, કોઈ દિવસ આવું નહીં કરવાનું. હું તો જબરજસ્ત ડરી ગયો !’
ગણપતલાલ કહે : ‘પણ મેં તો ખાલી તારા ખભે ટપલી જ મારી હતી.’
રીક્ષાવાળો : ‘હા, પણ આ પહેલાં હું મડદાં લઈ જતી વાન ચલાવવાનું કામ કરતો હતો ને !
Filed under: જોક્સ | Tagged: જોક્સ, જોક્સ ટૂચકા રમૂજ હાસ્ય મજાક, ટૂચકા, મજાક, રમૂજ, હાસ્ય, gujarati jokes, gujaratikavitaanegazal, jokes | Leave a Comment »
Posted on January 26, 2012 by gujaratikavitaanegazal
પરણવા જનારને કઠણાઈ કોટિ આવશે ! શી ખબર
અર્ધાંગિની ને નામે, આંધી મોટી આવશે ! શી ખબર
કળી સમાન કન્યા ગોતી ને બંદો ફેરા ફરેલો ચાર
મોંઘી સાડીમા લપેટેલ લખોટી આવશે ! શી ખબર
કદના સંદર્ભમા અમે ગજબ છેતરાયા છીએ યારો
પીયાલી માગી’તી,ગાગર મોટી આવશે ! શી ખબર
ઘરના બારણા અમે તો કેટરિનાના માપે બનાવેલા
પરણેલ ભાર્યા ભારતી ભંભોટી આવશે ! શી ખબર
દારૂડિયા ને આશા હોય સે રમ વોડકા શેમ્પેઈનની
બાર ગર્લ એને ગંગાજળ લોટી આપશે ! શી ખબર
માલપવાના થાળ જોઇ ને લાલચની લાળો ટપકતી
ફુટ્યા નસીબમા લખેલ રામરોટી આવશે ! શી ખબર
લગ્નની હાથાજોડીમા હાથ ધરેલો “હિમ્મતે ” મિરાને
સરાહનાને બદલે કાંટાળી સોટી વાગશે ! શી ખબર
હિમ્મત પટેલ
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, હિમ્મત પટેલ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પરણવા જનારને કઠણાઈ કોટિ આવશે ! શી ખબર, હિમ્મત પટેલ, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 26, 2012 by gujaratikavitaanegazal
મા-બાપ રોજ ઠેસ ખાય છે ઉંબરે
દિકરા પુજવા જાય દેવ ને ડુંગરે
નથી ખપનુ કથા પારાયણ શ્રવણ
એ થોડુ નાસમજણનુ પાપ સંઘરે
માથુ ચડે તેને સમજે છે વળગણ
ને શ્રીફળ વધેરે હનુમાનને ગોંદરે
જાણે ન કશુ જુથબળ ને નિષ્ઠા મા
આ રામસેતુ ને કેમ બાંધ્યો વાંદરે
જાત્રા કરીને બાંધ્યુ પુણ્યનુ પોટકુ
હરખ મા ભુલી આવ્યો એને પાદરે
હિમ્મત કેવા એ ધનદાન આપે છે
પછી તક્તીના અનાવરણ આદરે
-હિમ્મત પટેલ
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, હિમ્મત પટેલ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મા-બાપ રોજ ઠેસ ખાય છે ઉંબરે, હિમ્મત પટેલ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 26, 2012 by gujaratikavitaanegazal
કોઈ કરતાં રહે કામ,
ને કોઈ ભોગવે આરામ;
તોયે જગતમાં નાક છે,
દેશ તો પ્રજાસત્તાક છે!
ગાંધીજીના આદર્શો રાખે,
ભ્રષ્ટાચારમાં દૂર નાખે,
છતાંયે નેતાની હાક છે,
દેશ તો પ્રજાસત્તાક છે!
વાંક-ગુના પરના કરે,
બાકી નાણાં ઘરનાં કરે;
છતાં પૈસે પણ રાંક છે,
દેશ તો પ્રજાસત્તાક છે!
ગુંડાની પાંચશેરી મોટી,
નિર્દોષની છીનવે રોટી;
ઘણાનો બગડે પાક છે,
દેશ તો પ્રજાસત્તાક છે!
ચૂંટણીના ચાકડા ચડે,
ઘણાય એમાં નીચે પડે;
મન મેલાં ધોળો પોશાક છે,
દેશ તો પ્રજાસત્તાક છે!
- ‘સાગર’ રામોલિયા
Filed under: 'સાગર' રામોલિયા, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, હઝલ | Tagged: 'સાગર' રામોલિયા, કોઈ કરતાં રહે કામ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, દેશ તો પ્રજાસત્તાક છે!, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal, hazal | Leave a Comment »
Posted on January 25, 2012 by gujaratikavitaanegazal
સૂની પડેલી સાંજને આવી સજાવ તું
ખાલી પડેલી વાવમાં પાણી નખાવ તું
જો શક્ય હો તો આંખની સામે જ આવ તું
શાને કરે છે આંખમાંથી આવજાવ તું
હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ
નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું
આ એ જ સપનું જે મને રાતે જગાડતું
કંઇ પણ કરીને આજ તો પાછું વળાવ તું
પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં
હોડી અમારી જ્યાં ડૂબેલી એ તળાવ તું
અંકિત ત્રિવેદી
Filed under: અંકિત ત્રિવેદી, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: અંકિત ત્રિવેદી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, સૂની પડેલી સાંજને આવી સજાવ તું, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 25, 2012 by gujaratikavitaanegazal
શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી યે જરૂર નથી;
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદૂર નથી?
હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી,
હું માંગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી.
આ આંખ ઉઘાડી હોય છતાં પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે -એમાં નૂર નથી.
તુજ જુલ્મો-સિતમની વાત સુણી દીધા છે દિલાસા દુનિયાએ;
હું ક્રૂર જગતને સમજ્યો’તો પણ તારી જેવું ક્રૂર નથી.
જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને;
એવા પાણી વિનાના સાગરની ‘નાઝિર’ને કશીયે જરૂર નથી
નાઝીર દેખૈયા
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, નાઝીર દેખૈયા | Tagged: કહેવાની કશી યે જરૂર નથી;, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, નાઝીર દેખૈયા, શા હાલ થયા છે પ્રેમીના, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 25, 2012 by gujaratikavitaanegazal
હે પ્રભુ મંજુર છે
લોકો તણા
પગ ચાટવા…
હર પળે તૈયાર છું
પગની તળે
કચરાવવા…
એવડા તે કઈ ગુનાની
રે સજા
ફરમાવવા…
તેં ચુંટ્યા અમને
આ બેશર્મીઓને
ફટકારવા…
જેમને તળીયા નથી
દોરી નથી
મ્હો બાંધવા…
માઈક દેખી
આદરે ગાળો બધાને
ભાંડવા…
ન્યાય ને નીતી
બધાને મન ફકત
છે ઝાંઝવાં…
કોઈનુ છાંડેલ પણ
છોડે નહીં એ
છાંડવા…
…
ના ભલે તકદીરમાં
મંદિર, મહેલ કે
માંડવા…
આ બધા
ઉપર પડી
અમ અંગને
અભડાવવા…!!!
અમ અંગને
અભડાવવા…???
ડૉ. જગદીપભાઈ નાણાવટી
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, ડૉ. જગદીપભાઈ નાણાવટી | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ડૉ. જગદીપભાઈ નાણાવટી, ફેંકાયેલા બુટની વ્યથા..., gujarati git, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 24, 2012 by gujaratikavitaanegazal
મુખ મચકોડ્યું, હલ્યું હાડકું,
લોક ગણે કે થયું ઠાવકું.
ગળે લગાડ્યું, ગણ્યું આપણું,
તો’ય હૃદય આ રહ્યું પારકું.
બળદ તજીને બદર જોતર્યાં,
હડિયાપાટી હવે કાય’કુ ?
રોજ સપનમાં થતી જાતરા,
રોજ ઓશીકું બને બાચકું.
પતઝડ, સાવન, શરદ, નિદાઘે,
ઝીલે ઝરે ના કૈં જ ટાલકું.
પંચમ શુક્લ
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, પંચમ શુકલ | Tagged: ગઝલ, ગુજરાતી ગઝલ, પંચમ શુક્લ, મુખ મચકોડ્યું, હલ્યું હાડકું, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 24, 2012 by gujaratikavitaanegazal
ધડ તો લડે કોઈ માથા વગર,
ક્યાં ટેકવું તીર ભાથા વગર?
તાંબૂલમાં છો ને મબલક ભર્યું,
ગોઠે ન એનેય કાથા વગર!
છો લાગતું ખૂબ નાનું તને,
નૈ ઊપડે તેય હાથા વગર!
વિસ્તારીને જો કહે તો સૂણું,
ગમતું નથી કૈં જ ગાથા વગર!
ક્યાં ચાલતું કોઈને પણ કદી?
નાણા વિનાના એ નાથા વગર!
એનો નશો જીરવી તો જુઓ,
ચક્કર નરાતાર આથા વગર!
પંચમ શુક્લ
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, પંચમ શુકલ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ધડ તો લડે કોઈ માથા વગર, પંચમ શુક્લ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 24, 2012 by gujaratikavitaanegazal
હે પ્રભુ,
સંજોગો વિકટ હો ત્યારે સુંદર કેમ જીવવું તે મને શીખવ.
બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,
હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા તે મને શીખવ.
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે શાંતિ કેમ રાખવી તે મને શીખવ.
કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે,ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું તે મને શીખવ.
કઠોર ટીકા ને નંિદાનો વરસાદ વરસે ત્યારે, તેમાંથી મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું તે મને શીખવ.
પ્રલોભનો, પ્રશંસા, ખુશામતની વચ્ચે તટસ્થ કેમ રહેવું તે મને શીખવ.
ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે, શ્રદ્ધા ડગુમગુ થઈ જાય, નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય,
ત્યારે ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી, તે મને શીખવ.
– કુન્દનિકા કાપડિયા
Filed under: કાવ્ય, કુન્દનિકા કાપડિયા, ગીત, ગુજરાતીકવિતા | Tagged: કુન્દનિકા કાપડિયા, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, સંજોગો વિકટ હો ત્યારે સુંદર કેમ જીવવું તે મને શીખવ., gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 23, 2012 by gujaratikavitaanegazal
ઓલ્યું… હિન્દીમાં કે’ છે ધીરે ધીરે યું બીત જાયે કારવાં,
તો પછી આ જિંદગીભર આંસુઓ શું સારવાં, જખ મારવા?
એ વખતમાં જો વિચાર્યું હોત તો સારું હતું, સુધરી જતે;
પણ હવે આ ઉંમરે કયાં બેસવું પાછું બધું વિચારવા?
હોય માથે પોટલું તો એ તરત ભફ દઈ અને પડતું કરું,
પણ સમયના પ્હાડ જેવા ભારને કઈ રીતથી ઉતારવા?
સાંભળ્યું છે માણસોનો સૌથી ઉત્તમ મિત્ર એ પોતે જ છે,
એમ માનીને અમે બેઠા અમારી પીઠને પસવારવા.
ખુશ થવાની કોશિશો મારી વ્યથા સામે સતત બળવો કરે,
આગિયાનું એક ટોળું નીકળ્યું છે સૂર્યને પડકારવા.
- અનિલ ચાવડા
Filed under: અનિલ ચાવડા, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: અનિલ ચાવડા, ઓલ્યું… હિન્દીમાં કે’ છે ધીરે ધીરે યું બીત જાયે કારવાં, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 23, 2012 by gujaratikavitaanegazal
પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ,
કેવી નાદાની સંજોગવત થઇ ગઇ.
હાર કે જીત જેવું કશું ના રહ્યું,
જિંદગી એક અમસ્તી શરત થઇ ગઇ.
નામ આવ્યું તમારું કે કિસ્સો ખતમ,
લાગણીઓ બધી એકમત થઇ ગઇ.
મારા દિલ પર વધુ ભાર એનો રહ્યો,
એમની જો કદી ‘હા’ તરત થઇ ગઇ.
જિંદગીએ હસીને કહ્યું મોત ને,
આપણી વચ્ચે કેવી રમત થઇ ગઇ.
સ્વપ્ન નો’તું – છતાં જઇને ભેટી પડ્યા,
‘સૈફ’થી ભૂલ કેવી સખત થઇ ગઇ
-‘સૈફ’ પાલનપુરી
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, સૈફ પાલનપુરી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ, સૈફ પાલનપુરી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 22, 2012 by gujaratikavitaanegazal
બેના રે
સાસરિયે જાતાં જોજો પાંપણ ના ભીંજાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે ભીંતો રડશે
બેના રે..
વિદાયની આ વસમી વેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
બેના રે..
તારા પતિનો પડછાયો થઈ રહેજે સદાય સાથે
સોહાગી કંકુ સેંથામાં કંકણ શોભે હાથે
બેના રે..
તારી આ વેણીનાં ફૂલો કોઈ દી ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
બેના રે..
આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એ તો કોઈ શક્યું ના જાણી
બેના રે..
રામ કરે સુખ તારું કોઈ દી નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
બેના રે..
દીકરી ને ગાય દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
બેના રે.. ઓ બેના…
અવિનાશ વ્યાસ
Filed under: અવિનાશ વ્યાસ, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: અવિનાશ વ્યાસ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, બેના રે, સાસરિયે જાતાં જોજો પાંપણ ના ભીંજાય, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 22, 2012 by gujaratikavitaanegazal
મંઝીલ બહુ દૂર હતી એમ તો નહોતું
આતો રસ્તા અમને થોડા એવા છળી ગયા
દુશ્મનો બહુ હતા એમ તો નહોતુ
આતો મિત્રો અમને થોડા એવા મળી ગયા
હોઠ હાલ્યા નહિં, બોલ ફૂટ્યો નહિં
આંખ થઇ ભીની અને અમે કળી ગયા
અંધારુ મારા ઓરડાનું ના ગયું તે ના ગયું
કંઇ કેટલાય સુરજ આવ્યા ને ઝળહળી ગયા
તમે આપ્યું’તું એ સ્મિત તો આમજ મને
તોય કંઇ કેટલાય્ શમણા સળવળી ગયા
પ્રેમ નો આ સોદો બહુ મોંઘો પડ્યો ‘પ્રણવ’
ખુશી ખરીદવા આવ્યા’તા અશ્રુ રળી ગયા
‘પ્રણવ’
Filed under: ‘પ્રણવ’, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: ‘પ્રણવ’, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મંઝીલ બહુ દૂર હતી એમ તો નહોતું, ghazal, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 22, 2012 by gujaratikavitaanegazal
મારુ મન બાળપણ ના એ દિવસો ખોળે છે.
જયાં બા કાંસકો લઇ મારા વાળ ઓળે છે.
કોઇ પણ ભુલે મારા બાપુજીનો એકજ ઠ્પકો
અલ્યા શું કામ મારુ નામ બોળે છે?
પાડોશી હ્ંમેશા ફરીયાદ લઇ ને આવતો
તમારો છોકરો વાડા ની બદામ તોડે છે.
મોંઘા ગાલીચાઓ માં ક્યાં ઊંઘ આવે છે.
પોઢવાની મજા તો બસ બા ના ખોળે છે.
ખાવામાં આડાઈ કરું તો બા બીક બતાવે,
“ખાઈલે બાકી બહાર બાવો તને ખોળે છે.
મરાસીમ તો હવે ગરજ ના રહ્યા બસ
સ્વાર્થ વગરના સંબંધ બાળપણ જોડે છે.
જય શાહ
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, જય શાહ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જય શાહ, મારુ મન બાળપણ ના એ દિવસો ખોળે છે., gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 22, 2012 by gujaratikavitaanegazal
રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ,
એમ ઊજળું મરણ કરી દઈએ !
હોય ત્રીજું ના આપણી વચ્ચે,
રોજ એવું સ્મરણ કરી દઈએ.
જાણવું શક્ય છે તમસને પણ,
રાતભર જાગરણ કરી દઈએ.
દશ્યમાં આવને બતાવી દે,
તે મુજબ અનુકરણ કરી દઈએ.
બંધ હો મન પ્રદેશની સરહદ,
ના, અમે અતિક્રમણ કરી દઈએ.
જિંદગી ગોઠવાય ના સમુચિત,
તો રમણ ને ભમણ કરી દઈએ !
યાદનું વૃક્ષ ફાલતું અંદર,
છમ્મલીલું પરણ કરી દઈએ.
સાદ કર આપણા, પરાયાને,
બાદ વર્ગીકરણ કરી દઈએ !
– આબિદ ભટ્ટ
Filed under: આબિદ ભટ્ટ, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: આબિદ ભટ્ટ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 22, 2012 by gujaratikavitaanegazal
જીવનભર સુખ અને દુઃખમાં કરી મેં બંદગી તારી
કદી ઈશ્વર, કદી અલ્લાહ કહી માળા જપી તારી
વસે છે દિલમાં તું મારા અને દુનિયા ની રજ રજ માં
નજર જ્યાં જ્યાં પડી ત્યાં ત્યાં મેં જોઈ છે છબી તારી
આ દોરી શ્વાસની મારી અને આ દિલના ધબકારા
મેં આ ઘટમાળમાં જોયું, કરામત છે ભરી તારી
ગયો મંદિરોમાં ને હું ગયો મસ્જિદોમાં ભગવંત
ગયો ગુરુદ્વારા, ગિરજામાં, કરી ત્યાં બંદગી તારી
પહાડો જંગલો દરિયા, સરોવર વાદળો રણમાં
નઝારા જ્યાં મેં જોયા ત્યાં, કરી છે આરતી તારી
મળી છે પ્રેમમાં તારા નવી દ્રષ્ટિ પ્રભુ પ્યારા
હરેક સતસંગમાં તેથી મળી મોજુદગી તારી
પુજારી કે નમાજી ના દિલોમાં પ્રેમ પેદા કર
કે ધર્મોમાં પૂરી થઈ જાય, જ્યાં જ્યાં છે કમી તારી
પ્રભુ તરબોળ તારા ઈશ્કમાં છે આતમા મારો
હવે હરપળ ‘સૂફી’ કરતો રહે છે બંદગી તારી
‘સૂફી’ પરમાર
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, સૂફી પરમાર | Tagged: 'સૂફી' પરમાર, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જીવનભર સુખ અને દુઃખમાં કરી મેં બંદગી તારી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 22, 2012 by gujaratikavitaanegazal
ભુલો ભલે બીજુ બધું,પાકીટને ભુલશો નહીં
અગણિત છે ઉપકાર,જ્યાં સુધી સાચવશો અહીં
પાકીટના ખાના મહીં, ડૉલર શોભતાછે દીઠા
એકએક ડૉલર ગણતા રહી,દસપંદર થયા અહીં
બીજા ખાનામાં જોતાં ભઇ,ડ્રાયવર લાયસન્સ છે દીસે
કાર ચલાવતાપહેલા અહીં,હંમેશા જોઇએસાથે ભઇ
પૈસો મારો પરમેશ્વર,બેંક કાર્ડ જોતાં લાગે અહીં
નામ ગામને પુછે ન કોઇ,જોતાં બેંકમાં પૈસા ભઇ
ક્રેડીટ કાર્ડની જોતાં સૌ,ના જુએ લાયકાત અહીં
બેંકના નાણા વાપરો ખોબે,ભલે બનો નાદાર તમે
મમડેડની જોબ ચાલતી,ને સવારસાંજ પડે વહેલી
સંતાનના ના કોઇતાલ જીવનમાં એકલાહાથે થતીપહેલી
લાગણી અન્યોઅન્યની અહીં,મળતાં આનંદે હરખાય
ઘેર પહોંચી જતાં અહીં,માનવ જીવન છે બદલાય
પ્રદીપ બ્રહ્મભટ્ટ
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, પ્રદીપ બ્રહ્મભટ્ટ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પાકીટને ભુલશો નહીં, પ્રદીપ બ્રહ્મભટ્ટ, ભુલો ભલે બીજુ બધું, gujarati git, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 22, 2012 by gujaratikavitaanegazal
પ્રભુથી પ્રેમ છે તારો, ખુદાથી ઈશ્ક છે મારો
તું મારો દોસ્ત છે પ્યારો, ભલે જે ધર્મ છે તારો
ઘણાછે બહુજ પ્યારા દોસ્ત મારા આજ દુનિયામાં
નથી પુછ્યું મેં કોઈ દોસ્તને શું ધર્મ છે તારો
અમે ચર્ચા કરી આધ્યાત્મની ને દુનિયાદારીની
પરંતુ ધર્મની વાતોનો ન આવ્યો કદી વારો
કર્યું કલ્યાણ ધર્મોએ પ્રભુના પંથ બતાવીને
હવે કઈ શિક્ષા માનવને બનાવીદે છે હત્યારો?
ઘણી પાયા વગરની માન્યતાના રોગ છે જગમાં
આ પોકળ માન્યતાઓથી પ્રભુ આપોને છુટકારો
ભયંકર મોડ પર આવી ઉભું છે આ જગત આજે
નવો રંગ ધર્મનો કંઇ ના બને જગ નષ્ટ કરનારો
મને દેખાયછે ઇનસાન ના કે હિંદુ શીખ મુસ્લિમ
હૃદયની આંખથી દેખાય છે બસ પેદા કરનારો
‘સૂફી’નું મન કરો વિશુદ્ધ ઓ ઈશ્વર, પ્રભુ પ્યારા
રહું ના અંધ શ્રદ્ધામાં, જીવનભર હું ભટકનારો
‘સૂફી’ પરમાર
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, સૂફી પરમાર | Tagged: 'સૂફી' પરમાર, ખુદાથી ઈશ્ક છે મારો, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, પ્રભુથી પ્રેમ છે તારો, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 22, 2012 by gujaratikavitaanegazal
વિચારો ક્રાન્તિકારી લઈ અસ્વસ્થ થઈ ફરૂં છું હું
જે હાલત છે જમાનાની બહુ તેથી ડરું છું હું
ઘણી વાતો કરું હું ઉગ્રતાવાદી જગતને પણ
જે દિલમાં છે તે બોલું તો વિનાં વાંકે મરું છું હું
વિચિત્ર માન્યતાની બેડીઓ લાગેલી છે પગમાં
કલમથી તોડવા તેને કલમબાજી કરું છું હું
વિના ધર્મોની દુનિયાની કરું છું કલ્પના જ્યારે
નવા રૂપ્ રંગમાં આ ધરતીના દર્શન કરું છું હું
સમર્થન ક્યાં મળે મારા વિચારોને કલિયુગમાં
હું તો છું એકલો તેથી જમાના થી ડરું છૂ હું
પ્રગતિશીલ વિચારોના શિકારીથી ડરીને હું
જમાનાને પસંદ આવે છે તે વાતો કરું છું હું
વિચારોને કબરમાં લઈ જવાના પાપથી બચવા
વિચારોને ઇશારાઓમાં વ્યક્ત કરતો ફરું છું હું
મેં જોયા રંગ દુનિયાના બદલતાને બગડતા પણ્
અધર્મ, ધર્મ થઈ ચમકે તો આહ ઊંડી ભરું છું હું
પ્રભુથી પ્રેમ છે મારો, મને છે પ્રેમ પંથ પ્યારો
પવિત્ર પ્રેમથી ભરપૂર ધર્મ હૈયે ધરું છું હું
નહીં ધર્મોમાં પણ સુકર્મોમાં છે મોક્ષનો રસ્તો
‘સૂફી’ કહેછે કે શાસ્ત્રોમાં કહી વાતો કરું છું હું
‘સૂફી’ પરમાર
Filed under: આધ્યાતમિક, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, સૂફી પરમાર | Tagged: 'સૂફી' પરમાર, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, વિચારો ક્રાન્તિકારી લઈ અસ્વસ્થ થઈ ફરૂં છું હું, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 22, 2012 by gujaratikavitaanegazal
પીઓ ખાંડ વિના ચા મોળી,
ભૈ, આપણે તો ભાવવધારાની હોળી.
આગ, લૂંટફાટ, વાતવાતમાં ગોળી,
જ્યાં જુઓ ત્યાં આતંકવાદની હોળી.
ખુલ્લા તન, ગઇ સાડી, ચણિયા-ચોળી,
આઇટમગર્લની જ્યાં જુઓ ફેશન હોળી.
વાયદા, વચનના વેપાર, જનતા છે ભોળી,
રામરાજના સપનાને પી ગયા છે ઘોળી.
ખિસ્સાં ખાલી, ખાલી સદા છે ઝોળી,
ઘરઘરમાં રોજેરોજ પ્રગટે છે હોળી.
ગમે ત્યાંથી ‘બાપુ’ને લાવો ખોળી,
આ તારા વારસદારોમાં રોજ હૈયાહોળી.
-સવિતા શાહ
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, સવિતા શાહ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પીઓ ખાંડ વિના ચા મોળી, સવિતા શાહ, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 22, 2012 by gujaratikavitaanegazal
ચેહરા પર ચહેરો,એક તમસ એક ઉજાશ,
ઉજાશ અજવાળૅ તમસ છે રકાસ,
ચેહરા પર ચેહરો,એક નિખાલસ એક મર્માળ,
નિખાલસ દરિયો,મરુસ્થલ મર્માળ,
ચેહરા પ ચેહરો,એક શિશુ એક યુવાન,
યુવાન અણઘડ,શિશુ સાકાર,
ચેહરા પર ચેહરો,એક કોયડૉ એક સવાલ,
કોયડૉ સહેલો,જટિલ સવાલ,
ચેહરા પર ચેહરો,એક સુરિલો એક ઘોંઘાટ,
ઘોંઘાટ દે ત્રાસ,સુરિલો હાશ,
ચેહરા પર ચેહરો,એક વામન એક બ્રહ્માંડ,
બ્રહ્માંડ વિસ્તાર,વામન ખચકાટ.
‘અજ્ઞાત’
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: એક તમસ એક ઉજાશ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ચેહરા પર ચહેરો, gujarati git, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 22, 2012 by gujaratikavitaanegazal
સત્ય સાથે બાથ પાછી ભિડવાની વાત છે
હોલિકા ના ખોળે જૈને બેસવાની વાત છે
વાત પાણી ભરવાની ચંડાળ ના આવાસે જૈ
જાત ને ઉભી બજારે વેચવાની વાત છે
વાત છે પાતાળ માં પંહોચી જવાની છેવટે
ત્રીજું પગલું શશી ઉપર ઝીલવાની વાત છે
વાત છે પહેલાં કે સામે ચાલીને જુગટું રમો
ને પછી વરસો વરસ વન વેઠવાની વાત છે
છાતી માં ગોળી ને “હે રામ” નાં શબ્દો પ્રથમ
ટ્રેઇન માં થી બહાર ફેંકાઇ જવાની વાત છે
- શૈલેશ દેસાઇ
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, શૈલેશ દેસાઇ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, શૈલેશ દેસાઇ, સત્ય સાથે બાથ પાછી ભિડવાની વાત છે, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 21, 2012 by gujaratikavitaanegazal
તમારા પ્રેમની ચોપાટમાં લો,ચાંદ પણ હારી ગયા;
ને જાત કોરાણે મુકી આખી ય પરબારી ગયા.
હજારો સૂર્ય ઓગાળી બનાવ્યો એક પડછાયો,
અને એ એટલો નક્કર થયો,કે જાત પર વારી ગયા.
તમારા એક હિસ્સાની હજુયે સાંજ રાખી છે;
અને હમણાં જ ઠંડાગાર હાથો તાપણું ઠારી ગયા.
હથેળીમાં ઘણાં બરછટપણાનાં વન ઉગાડ્યાં છે;
સમયનાં દોરડાં સાલ્લાં છતાં આબાદ પડકારી ગયા.
હજુ ’ફિરદૌસ’!આજે પણ નથી છાંડી ખુમારી પણ,
બધા એ રોફ સરકારી ગયા,એ ઠાઠ દરબારી ગયા.
ડો.ફિરદૌસ દેખૈયા
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ડો.ફિરદૌસ દેખૈયા | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ચાંદ પણ હારી ગયા;, ડો.ફિરદૌસ દેખૈયા, તમારા પ્રેમની ચોપાટમાં લો, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 21, 2012 by gujaratikavitaanegazal

પાયોજી મેં ને, રામ રતન ધન પાયો .. (૨)
પાયોજી મેં ને…
વસ્તુ અમૌલિક, દી મેરે સત્ ગુરુ .. (૨)
કિરપા કર, અપનાયો ..
પાયોજી મેં ને ..
કિરપા કર, અપનાયો ..
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો … (૨)
જનમ જનમ કી, પુંજી પાઈ .. (૨)
જગ મેં સભી ખોવાયો ..
પાયોજી મેં ને ..
જગ મેં, સભી ખોવાયો ..
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો … (૨)
ખર્ચે ન ખૂંટે, ચોર ન લૂંટે .. (૨)
દિન દિન બઢત, સવાયો ..
પાયોજી મેં ને ..
દિન દિન બઢત, સવાયો ..
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો ..
સત્ કી નાઁવ, ખેવટીયાઁ સત્ ગુરુ .. (૨)
ભવ સાગર, તર આયો ..
પાયોજી મેં ને ..
બહવ સાગર, તર આયો ..
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો … (૨)
મીરાં કે પ્રભુ, ગિરિધર નાગર .. (૨)
હરખ, હરખ જશ ગયો .. (૨)
પાયોજી મેં ને ..
હરખ હરખ જશ ગયો ..
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો …(૨)
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો …
મીરાંબાઈ
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, ભજન, મીરાંબાઈ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, પાયોજી મેં ને, ભજન, મીરાંબાઈ, રામ રતન ધન પાયો ..., bhajan, gujarati git, gujarati kavita, gujaratibhajan | Leave a Comment »
Posted on January 20, 2012 by gujaratikavitaanegazal
જેની પૂંઠે હોય પત્નીનો હાથ બકા
એની જ લાગી જાય છે વાટ બકા
સરકારી નોકરીમાં જોડાય પછી,
બુદ્ધિને લાગી જાય છે કાટ બકા.
સગ્ગો ભાઈ તારો પોલીસમાં હશે
એનો જ આ દેખાય છે ઠાઠ બકા.
પત્ની‘ને પ્રેયસીના નામમાં કદી
ઊંઘમાં પણ કરાય ન બફાટ બકા.
ના કહી’તી, તોયે તું નેતા થયો !
હવે તારું જ થૂંકેલું, તું ચાટ બકા.
અધીર અમદાવાદી
Filed under: અધીર અમદાવાદી, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: અધીર અમદાવાદી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જેની પૂંઠે હોય પત્નીનો હાથ બકા, gujarati git, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on January 20, 2012 by gujaratikavitaanegazal
એક ટહુકો પામવા અહેસાનમાં,
લાગણી આપી રહી છું દાનમાં.
આભથી ધરતી લગી એ વિસ્તરી,
વાત કહેવાની હતી જે કાનમાં.
ફૂલદાનીનો હશે મોભો કબૂલ,
ફૂલની શોભાય છે વેરાનમાં.
કેટલા પયગંબરો આવી ગયા,
કાં ફરક પડતો નથી ઇન્સાનમાં ?
જ્યાં કિનારાની અભિલાષા કરી,
નાવ સપડાઇ ગઇ તોફાનમાં.
શબ્દ સાથે હાથ મેળવવો હતો,
આ ગઝલ તેના અનુસંધાનમાં.
- પૂર્ણિમા દેસાઇ
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, પૂર્ણિમા દેસાઇ | Tagged: એક ટહુકો પામવા અહેસાનમાં, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, પૂર્ણિમા દેસાઇ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on January 20, 2012 by gujaratikavitaanegazal
તને મળવાં અમીટ આંખે, રાહ હવે હું જોયાં ન કરું,
ફકત કરું બંધ આંખ, ‘ને સપનામાં તને મળ્યાં કરું,
સાંભળવા તુજ આહટ કાને, આતુર હવે થયાં ન કરું,
કરું યાદ તુજ આંખ, ‘ને મૌનની ભાષા સાંભળ્યાં કરું,
ધબકાવાં દિલ તુજ ધડકને, ઉતાવળો હું થયાં ન કરું,
થીજાવી દઉં યાદો, ‘ને સમાધિમાં તારો સાથ અનુભવ્યાં કરું,
જલબીન માછલી છો, તુજબીન એમ હવે તરફડ્યાં ન કરું,
વહાવું ગંગા યાદોની, ‘ને લાગણીનાં પૂર એમાં ઉમટાવ્યાં કરું,
તું આવે તો સારું, ન આવે તો તને હું શોધ્યાં ન કરું,
કર ન શંકા તારાં જડવાની, હું શોધું તો ઇશ્વરને મળ્યા કરું..
- ડૉ. જગદીપભાઈ નાણાવટી
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ડૉ. જગદીપભાઈ નાણાવટી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ડૉ. જગદીપભાઈ નાણાવટી, તને મળવાં અમીટ આંખે, રાહ હવે હું જોયાં ન કરું, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 20, 2012 by gujaratikavitaanegazal
એક-બે ઘટના ઘટી’તી એ પછીની વાત છે,
જિંદગી ટલ્લે ચડી’તી, એ પછીની વાત છે.
એમનું મળવું અને ચાલ્યા જવું છણકો કરી,
જીદ મારી પણ નડી’તી, એ પછીની વાત છે.
એ અલગ છે કે ચડી ગઇ લોકજીભે વારતા,
બે’ક અફવા પણ ભળી’તી, એ પછીની વાત છે.
આમ તો બેફામ ઉભરાતી પ્રસંગોપાત, એ
લાગણી ઓછી પડી’તી, એ પછીની વાત છે
વળ ચડ્યા તો સાવ નાજુક દોર પણ રસ્સી બની,
ગાંઠ, છેડે જઇ વળી’તી એ પછીની વાત છે
સાવ સુક્કુંભઠ્ઠ લાગ્યું છેવટે હોવાપણું,
જાત આખી ખોતરી’તી,એ પછીની વાત છે…
ડો.મહેશ રાવલ
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ડૉ.મહેશ રાવલ | Tagged: એક-બે ઘટના ઘટી’તી એ પછીની વાત છે, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ડો.મહેશ રાવલ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on January 19, 2012 by gujaratikavitaanegazal
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને
એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને
તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને
- મનોજ ખંડેરિયા
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મનોજ ખંડેરિયા | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને, મનોજ ખંડેરિયા, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on January 19, 2012 by gujaratikavitaanegazal
વળી એક ચાદર વણી મેં કબીરા
ભર્યું ડગ તમારા ભણી મેં કબીરા
અરીસો ચીરી સૌ પ્રતિબિંબ છોડ્યા
થઇ ત્યાગ હીરાકણી મેં, કબીરા
પયમ્બરને પૂછું કે મયકશને પૂછું
બરોબરની કક્ષા ગણી મેં કબીરા
તમારીજ સંવેદનાઓ લખી મેં
ગઝલ તો કદી નાં ભણી મેં કબીરા
ન બાકી હતો કોઈ પણ બાળવામાં
કહ્યું તોયે ખમ્મા ઘણી મેં કબીરા
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ડૉ. જગદીપભાઈ નાણાવટી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ડૉ. જગદીપભાઈ નાણાવટી, વળી એક ચાદર વણી મેં કબીરા, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 19, 2012 by gujaratikavitaanegazal
સ્પર્શની ભાષા અમે જાણી ગયા
તે પછી વાતો અને વાણી ગયા
ઝાંઝવાના સ્વપ્ન આવે જ્યારથી
ત્યારથી આંખો મહી પાણી ગયા
હું નહિ, મારા સ્મરણનો રવ હતો
ઘૂમટો અમથો તમે તાણી ગયા
તાશના મહેલો ધરાશાયી થતાં
કેટલા રાજા અને રાણી ગયા
આગિયા માફક અમે કમ-ભાગિયા
ખુદ જલી અજવાસને માણી ગયા
ડો.નાણાવટી
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ડૉ. જગદીપભાઈ નાણાવટી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ડો.નાણાવટી, સ્પર્શની ભાષા અમે જાણી ગયા, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on January 19, 2012 by gujaratikavitaanegazal
છેલ્લે તો આપણે બે જ હોઈશું…
ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,
એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર–ચશ્માં) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.
હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે,
ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
ઘુંટણ જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,
એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
‘અજ્ઞાત’
Filed under: ‘અજ્ઞાત’, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: અજ્ઞાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, છેલ્લે તો આપણે બે જ હોઈશું…, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 15, 2012 by gujaratikavitaanegazal
અલગ રીતે હવે ઓ જીવ દુનિયાથી જુદા પડીએ,
હ્રદયમાં કોઇને રાખી અમારાથી જુદા પડીએ.
આ ઝાકળ થઇને ફૂલે મ્હાલવું શું બે ઘડી માટે?
બને તો ચાલને આવા અભરખાથી જુદા પડીએ.
મને ટોક્યો નહીં,વાર્યો નહીં ને જાતમાં રાખ્યો,
ખુશામતખોર આ દર્પણની ઘટનાથી જુદા પડીએ.
કોઇ રોકાઇ જા બોલે,કોઇ ખેંચાઇ જા બોલે,
હવે આ મન હ્રદયનાં બેઉ રસ્તાથી જુદા પડીએ.
આ ભરતી ઓટ જોયા પણ હવે કરનાર જોવો છે,
અમારો જીવ જળમાં છે શું દરિયાથી જુદા પડીએ?
ગૌરાંગ ઠાકર
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ગૌરાંગ ઠાકર | Tagged: અલગ રીતે હવે ઓ જીવ દુનિયાથી જુદા પડીએ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગૌરાંગ ઠાકર, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 15, 2012 by gujaratikavitaanegazal
હવે રસ્તો બદલ ઓ દિલ, કે એનું ઘર નહીં મળશે;
અને મળશે તો પહેલાના સમો આદર નહીં મળશે.
નહિ મળશે કોઈ પ્રેમાળ મારા જેટલો તમને,
મને કોઈ તમારા જેટલાં સુંદર નહીં મળશે.
ચૂંટી લીધા છે એણે એટલે તો ખાસ ભક્તોને;
એ સૌનો છે ભલે, પણ સૌને કઈ ઈશ્વર નહીં મળશે.
હજારો એમ તો ઠોકર રૂપે મળવાના રસ્તામાં,
જો ઘર ચણવું હશે તો એક પણ પથ્થર નહીં મળે.
જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
સદા માટે સુવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.
-બેફામ
Filed under: બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: કે એનું ઘર નહીં મળશે;, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બેફામ, હવે રસ્તો બદલ ઓ દિલ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 15, 2012 by gujaratikavitaanegazal
તમે જો સાથ દેશો તો સ્વપ્ન મારું ફળી જાશે,
નહીં જો સાથ દેશો તો ભરમ મારો ટળી જાશે.
જીવનની આ સફર સીધી તમારા સાથ પૂરતી છે,
તમે જાશો પછી એ કોઈ પણ રસ્તે વળી જાશે.
ભલેને એના ઘરના બારણાં છે બંધ, એથી શું?
હશે કિસ્મતમાં મળવાનું તો રસ્તામાં મળી જાશે.
મને એ દુઃખ કે મારી વાત સાંભળતું નથી કોઈ,
તને એ ડર કે તારી વાત કોઈ સાંભળી જાશે.
કથામાં રૂપની ને પ્રેમની ખોટી જ વાતો કર,
ખરી વાતો અગર કરશે તો દુનિયા ખળભળી જાશે.
જરૂરત વીજની શી છે?તણખલાનો તો માળો છે,
કોઈ એમાં તિખારો મુકશે તો પણ બળી જાશે.
રહી જાશે પ્રહારો ઝીલનારો એકલો ઊભો,
ને પથ્થર ફેંકનારો તો ટોળામાં ભળી જાશે.
સભામાં એમની બેફામ એવી ગૂંગળામણ છે,
નહિ હું નીકળું તો જીવ મારો નીકળી જાશે.
-બેફામ
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, તમે જો સાથ દેશો તો સ્વપ્ન મારું ફળી જાશે, બેફામ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 15, 2012 by gujaratikavitaanegazal
નથી એ દોસ્ત પણ થાતા,કે દુશ્મન પણ નથી થાતાં,
મને સમજાય એવા એના વર્તન પણ નથી થાતાં.
અમારા ભાગ્ય જેમ જ થઇ ગયા છે ભાવ પણ નોખા,
ઉભયના એક જીવન તો શું કે એક મન પણ નથી થાતાં.
જુદાઈથી તો વધારે દુઃખ મને જાગરણનું છે,
મિલન એનું ભલે ન થાય,દર્શન પણ નથી થાતાં.
પ્રણયમાં છુટી શકીએ એવી મુક્તિ તો નથી મળતી,
મગર છુટા ન પડીએ એવાં બંધન પણ નથી થાતાં.
તને ખોયાનું દુઃખ છે કિન્તુ આંસુ કોણ લૂછવાનું?
નથી તું મારી પાસે એથી રુદન પણ નથી થાતાં.
પીવું છે ઝેર શંકર જેમ કિન્તુ કેમ મેળવવું?
જગતના એવાં મૃગઝળ છે કે મંથન પણ નથી થાતાં.
કર્યું પારસ સમું પથ્થર હૃદય બેફામ તોયે શું?
કે સ્પર્શી જાય છે એવાં જે કંચન પણ નથી થાતાં.
-બેફામ
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: કે દુશ્મન પણ નથી થાતાં, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, નથી એ દોસ્ત પણ થાતા, બેફામ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 15, 2012 by gujaratikavitaanegazal
આ રૂપ અને રંગના વહાલ મેલ, મન!
જોયું ઘણું જોયા તણા ખયાલ મેલ,મન!
જો રંગની જ હોય મઝા તો બીજા નથી?
હોળી ગઈ વીતી હવે ગુલાલ મેલ,ન!
સાગર સમા થવું છે કિન્તુ ખાર લાધશે,
મોટા થઇ જવાની આ ધમાલ મેલ,મન!
ઉજ્જડ જીવનની રાત, સફરનો ન ધ્રુવ કો,
તું દૂરદર્શીતાની આ મશાલ મેલ,મન!
પામે ન ફૂલ ડાળનોય આશરો સદા,
આલંબને જીવી જવાનો ખ્યાલ મેલ,મન!
પાછળ ગયું શું?ને શું આવશે હવે પછી?
તું ચાલ,વ્યર્થના બધા સવાલ મેલ,મન!
જોયું જશે કદીક સ્વપ્ન જો મળે મધુર,
જાગ્યા પછી હવે શું?!આશ હાલ મેલ,મન!
-હેમંત દેસાઈ
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, હેમંત દેસાઈ | Tagged: આ રૂપ અને રંગના વહાલ મેલ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મન!, હેમંત દેસાઈ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 15, 2012 by gujaratikavitaanegazal
લુંટી લીધી બધાએ એ રીતે કઈ જિંદગી મારી,
જીવું છું તોય લાગે છે મને જાણે કમી તારી.
કરી ગઈ ભેદ સૌ ખુલ્લા ભલે દીવાનગી મારી,
છતાં યે છે ઘણી વાતો હજી યે ખાનગી મારી.
જુઓ તન્હાઈ કે ફૂટી ગઈ છે આરસી મારી,
અને મળતી નથી ભૂતકાળની કોઈ છબી મારી.
દિવસ ઊગવા છતાં અંધકારમાં રહેવું પડે મારે,
તો બહેતર છે કે સોંપી દઉં સૂરજને રોશની મારી.
હૃદય બહેલાવવાના તો અહીં લાખો બહાના છે,
મને કિન્તુ ખબર ક્યાં છે કે શેમાં છે ખુશી મારી?
નિહાળી નીર, રાખું છું પ્રતિષ્ઠા ઝાંઝવાની હું,
નથી આ પ્યાસ મારી,આ તો છે દરિયાદિલી મારી.
મને બરબાદ કરવામાં એ બંને એકસરખાં છે,
જગતના લોકનું ડહાપણ અને દીવાનગી મારી.
સિકંદર તો હતો નાદાન કે એ જીતવા નીકળ્યો,
હું તો પહેલેથી જાણું છું કે આ દુનિયા નથી મારી.
દિવસ કઈ એટલા માથા મળ્યા છે કે ક્ષમા કરજે,
તને અર્પણ કરી શકતો નથી હું જિંદગી મારી.
જીવ્યો છું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મુકીને ન કરજો મશ્કરી મારી.
-બેફામ
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બેફામ, લુંટી લીધી બધાએ એ રીતે કઈ જિંદગી મારી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 15, 2012 by gujaratikavitaanegazal
એકેક કરી ભ્રમ બધા ભાંગે છે નિરંતર,
આ કાળ, જૂનો ચાકળો સાંધે છે નિરંતર.
રાત્રીના ગહન પોત ઉપર દર્દના બુટ્ટા,
એની એ કથા, કોણ આ માંડે છે નિરંતર.
અનુભૂતિનો પટ, ઘટ્ટ વણાયા જ કરે છે,
ઝીણાથી યે ઝીણું કોઇ કાંતે છે નિરંતર.
જાણે છે ઉતારો અહીં થોડો જ વખત છે,
એ ક્યારનો એક ગાંસડી બાંધે છે નિરંતર.
ભાષામાં ચમક એમ અમસ્તી નથી આવી,
શબ્દોને ‘સહજ’ મૌનથી માંજે છે નિરંતર.
-વિવેક કાણે ‘સહજ’
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, વિવેક કાણે ‘સહજ’ | Tagged: એકેક કરી ભ્રમ બધા ભાંગે છે નિરંતર, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, વિવેક કાણે ‘સહજ’, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 15, 2012 by gujaratikavitaanegazal
જુઓ જાહેરમાં તો ખાય છે એ સૌ દયા મારી,
કરી છે ખાનગીમાં જેણે જેણે દુર્દશા મારી.
કરી દીધી છે મેં કુરબાન એના પર મજા મારી,
કે મારી વેદના છે આખરે તો વેદના મારી.
વહાવે છે ગગન બસ ત્યારથી વરસાદના આંસુ,
યુગો પહેલા મેં સંભળાવી હતી એને વ્યથા મારી.
ગમે તેવા પ્રસંગો દઈ બગાડી નાંખી દુનિયાએ,
હતી નહિ તો બહુ સારી જીવનની વાર્તા મારી.
ભલેને આજ મારી હાજરીમાં ચૂપ છે લોકો;
નહીં હું હોઉં એ વખતે બધા કહેશે કથા મારી.
ધરું છું હાથ હું ઇન્સાનને બદલે ખુદા સામે,
હવે મારી બધી ઈચ્છા બની ગઈ છે દુઆ મારી.
જીવનના શ્વાસ એથી મુક્ત રીતે લઇ શકું છું હું,
જગતમાં આવીને મેં બાંધી દીધી છે હવા મારી.
હૃદયનો રોગ છે આ, અન્યને રસ હોય શું એમાં?
તમે આવો તો હું તમને બતાવી દઉં દવા મારી.
તમે તો ફેરવી દીધી નજર,તમને ખબર ક્યાં છે?
ખરેખર તો હવે જોવા સમી થઇ છે દશા મારી.
નિહાળી મારી પાગલતા જમા થઇ જાય છે લોકો,
હવે તારી સભા જેવી જ થઇ ગઈ છે સભા મારી.
જો મંઝીલ એક છે, તો આ બધાએ ભેદભાવો શા?
બધા યે માર્ગ છે મારા,બધીયે છે દિશા મારી.
હસી લેજો જરા મારી કબર પર વ્યંગમાં બેફામ,
જગત છોડી ગયો હું એ પછી થઇ છે જગા મારી.
-બેફામ
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જુઓ જાહેરમાં તો ખાય છે એ સૌ દયા મારી, બેફામ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 13, 2012 by gujaratikavitaanegazal
કોક તો પડકારનારો જોઈએ;
મોતને પણ મારનારો જોઈએ !
એ હિમાલયમાં રહે કે હાથમાં;
ભાગ્યને સમજાવનારો જોઈએ !
કાળજું કોરી અને રાખી શકું,
શબ્દ પણ કોરો કુંવારો જોઈએ !
સાવ કોરો પત્ર હું કયાં મોકલું ?
મોકલું તો વાંચનારો જોઈએ !
‘દાન’ તારી વાતમાં છે વીજળી;
મેઘ જેવો ઝીલનારો જોઈએ !
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, દાન વાઘેલા | Tagged: કોક તો પડકારનારો જોઈએ;, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, દાન વાઘેલા, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 13, 2012 by gujaratikavitaanegazal
ગુફ્તગૂમાં રાત ઓગળતી રહી;
ને શમાઓ સ્પર્શની બળતી રહી.
સ્વપ્નમાં એકાંતનો પગરવ હતો,
રાતરાણી ગીત સાંભળતી રહી.
વૃક્ષની ડાળેથી ટહુકાઓ ગયા,
પાનખરની પાંખ સળવળતી રહી.
ઊંટનાં પગલાંમાં હું બેસી રહ્યો,
જીભ એ મૃગજળની સળવળતી રહી.
હાથમાં અવસર તણું દર્પણ હતું,
ને નજર વેરાનમાં ઢળતી રહી.
હું કોઈ સંબંધનું આકાશ છું,
શબ્દની રેખાઓ ઓગળતી રહી.
-મનહરલાલ ચોક્સી ‘મુનવ્વર’
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મનહરલાલ ચોક્સી ‘મુનવ્વર’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુફ્તગૂમાં રાત ઓગળતી રહી;, મનહરલાલ ચોક્સી ‘મુનવ્વર’, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 13, 2012 by gujaratikavitaanegazal
કોરું હૈયું કૈં જ ભીંજાયું નહીં ?
કેમ તેં વરસાદમાં ગાયું નહીં ?
માટીમાંથી મ્હેક ઊઠે છે ભીની,
સાવ જે છલકાય તે, પાયું નહીં ?
વાયુ ને વરસાદ પાગલ થઈ ગયા,
ભીની મોસમમાં કોઈ ડા’યું નહીં ?
ગાંડી વર્ષાની ઝડી, પાગલ પવન,
તારા હૈયે કૈંજ ભટકાયું નહીં ?
ફૂલ શું, આ લીલું લીલું ઘાસ પણ,
કોણ છે એવું, જે હરખાયું નહીં ?
ભીની મોસમને ભરી લે પ્રાણમાં,
બીજ કરશે શોક : ‘ફણગાયું નહીં !’
રંજ એવો દિલને દેવો ના ઘટે;
પર્વ, લીલું પર્વ ઉજવાયું નહીં.
કાળજે ઘુમરાય છે ભીનો અનિલ,
એટલે શબ્દોથી રહેવાયું નહીં !
-રતિલાલ ‘અનિલ’
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: કોરું હૈયું કૈં જ ભીંજાયું નહીં ?, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, રતિલાલ ‘અનિલ’, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 13, 2012 by gujaratikavitaanegazal
કાં લાગણી, કે વિરહ,કાં હોય છે વેદના,
મે તો ગઝલમાં મુકી છે. માત્ર સંવેદના.
થાતો નથી તે થકી ના હક ૫સ્તારવો મને,
જો કે હતાં તે સબંઘ ઉડી ગયેલ છેદના.
છોડી જરા જો, તું માયા આ દર્પણની ૫છી,
જાણી જશે ચેહરા છે કેટલા ભેદના.
આજે અહી આવ કાં પુછવા ખબર મુજ તણી,
તારી કને હોય છે કારણ ઘણા ખેદના.
છોડી શકો ના તમે “અકબર” રજડતી બઘે,
દિલને દુ:ખાવે ભલેને દિલ તણી વેદના.
- અકબર મામદાની
Filed under: અકબર મામદાની, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: અકબર મામદાની, કાં લાગણી, કાં હોય છે વેદના, કે વિરહ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ghazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on January 13, 2012 by gujaratikavitaanegazal
કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને ?
વિચારું છું: કદાચ ઓળખીય જાઉં મને.
વિલુપ્ત થાય અહીં ગાનતાન મૌન મહીં,
અને કદાચ કહીં એ જ ગાનતાન બને.
ગમ્યું છે ખૂબ કહીં જાઉં કોઈ કાન મહીં,
ગમે છે ખૂબ હસીને કહી રહું ગમને.
સહીશ આંસુ રુદન દોસ્ત બધા હું તારાં,
હસી પડે જો જરા વ્યર્થ ઊંચક્યા વજને.
મજાક બે’ક કરી લઉં થતું સ્મશાન મહીં,
વદું પરંતુ વિના પ્રાણ હું ક્યા વદને !
હરેક પળમાં જીવ્યો’તો એ ખૂબ પ્રાણ ભરી,
છતાંય ચાહતો હતો સદા ચિરંતનને.
ચાલો,આ વાત વધારી જવામાં માલ નથી,
તને ખબર છે બધી, મૌનમાં કહી છે તને.
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મકરંદ દવે | Tagged: કદાચ આજ મરી જાઉં તો, કહો, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મકરંદ દવે, શું બને ?-મકરંદ દવે, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »