ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી
કેમ કરી વાંચશું ?

માનો કે હોઠ સહેજ મ્હોરી ઊઠ્યા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠયાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ કયાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

– જગદીશ જોષી

અમે કાગળ લખ્યો તો પહેલ વહેલો

અમે કાગળ લખ્યોતો પહેલ વહેલો છાનો છપનો કાગળ લખ્યોતો પહેલ વહેલો
કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળયાતા ફાગણ જ્યાં મલક્યોતો પહેલો…. છાનો છપનો

સંબોધન જાણે કે દરિયાના મોજાઓ આવી આવી ને જાય તૂટી
સંબોધન છોડીને કાગળ લખ્યો ભલે કાગળમાં એક ચીજ ખુટી
નામજાપ કરવાની માળા લૈ બેઠાને પહેલો મણકો જ ના ફરેલો ..છાનો છપનો

પહેલા ફકરાની એ પહેલી લીટી તો અમે જાણી બુજીને લખી ખાલી
બીજામાં પગરણ જયાં માંડ્યા તો લજ્જાએ પાચે આંગળીઓને જાલી
કોરો કટ્ટાક મારો કગળ વહી જાય બેક લાગણીના ટીપા તરસેલો…છાનો છપનો

ત્રીજામા એમ થયુ લાવ લખી નાખીએ અહિયાં મજામાં સહુ ઠીક છે
તો અદરથી ચૂંટી ખણીને કોઇ બોલ્યુ કે સાચુ લખવામા શુ બીક છે
હોઠ ઊપર હકડેઠઠ ભીડ હતી શબ્દોની ચોકિયાત એક ત્યા ઉભેલો…છાનો છપનો

લખિતંગ લખવાની જગ્યાઅએ ઓચિંતુ આંખેથી ટપક્યુ રે બિંદુ
પળમા તો કાગળ પર માય નહી એમ જાણે છલકેલો લાગણીનો સિંધુ
મોગરનુ ફૂલ એક મૂકીને મહેકંતા શ્વાસ સાથ કાગળ બિડેલો. છાનો છપનો

– મુકેશ જોષી

ના કર સાસુ દીકરા દીકરા, હવે તો હસબન્ડ મારો છે

ના કર સાસુ દીકરા દીકરા, હવે તો હસબન્ડ મારો છે
જ્યારે પહેરતો બાબાસૂટ, ત્યારે દીકરો તારો હતો
હવે તો પહેરતો થ્રીપીસ સૂટ, હવે તો ડાર્લિંગ મારો છે
જ્યારે પીતો બોટલમાં દૂધ, ત્યારે ગગો તારો હતો
હવે તો પીતો ગ્લાસમાં વ્હીસ્કી, હવે તો મીસ્ટર મારો છે
જ્યારે લખતો ક્કા કીકી, ત્યારે નાનકો તારો હતો
હવે તો કરે SMS, હવે તો પતિ મારો છે
જ્યારે ખાતો ચોકલેટ આઈસ્ક્રીમ, ત્યારે વ્હાલો તારો હતો
હવે તો ખાય પીઝા પાસ્ટા, હવે તો હસબન્ડ મારો છે
ના કર સાસુ દીકરા દીકરા, હવે તો હસબન્ડ મારો છે
હવે તો જાય ગોલ્ફ રમવા, હવે તો ચેમ્પિયન મારો છે
ના કર સાસુ દીકરા દીકરા, હવે તો હસબન્ડ મારો છે

પલ્લવી મિસ્ત્રી

એક હાસ્યલેખીકા છે અને મુંબઇ રહે છે. તેમનો સંપર્ક http://www.facebook.com/profile.php?id=601831225 પર કરી શકશો.)

http://gujarati.speakbindas.com/sasu-dikra/

સખી તારી વાતડીમાં પતંગો ઊડે,

સખી તારી વાતડીમાં પતંગો ઊડે,
પતંગો ઊડે આભ-ધરતીને સાંધે,
સખી તારી…
ખાલી મનમાં નવો ઉમંગ ભરવા,
મીઠી મીઠી વાતોથી મનને હરવા,
લાગણીથી લાગણીના તંતુને બાંધે,
સખી તારી…
તલસાંકળી, મમરાના લાડુ લીધા,
ખુશ રહીને ખુશીનાં અમૃત પીધાં,
બધે માનવતાનાં મિષ્ટાન્ન રાંધે,
સખી તારી…
સંપનો બાગ કેવો લાગે અનેરો,
સહકારના આયનામાં ખીલે ચહેરો,
પછી ઉકેલ મળી જાય વાંધે-વાંધે,
સખી તારી…

– ‘સાગર’ રામોલિયા

http://sagarramolia.wordpress.com/2011/01/14/%e0%aa%aa%e0%aa%a4%e0%aa%82%e0%aa%97%e0%ab%8b-%e0%aa%8a%e0%aa%a1%e0%ab%87-%e0%aa%b8%e0%aa%96%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/

તમે ડોકટરાણી છો ?- જયકાંત જાની (USA)

મારો હાથ લઇ તેના હાથમા
પ્રેમ નથી કરતા, પલ્સ ગણે છે.

ટેથોસ્કોપીક હાથ મુકી છાતીએ
કહે, આમા કેટલો કફ ખણ ખણે છે

મારી આખ મા આખ પરોવી કહે
આંખની ફીક્કાશ સ્વાસ્થને હણે છે.

આચર્યમા જીભ ભુલથી બહાર
નિકળી જાય તો કહે પીત્ત છે

ડોકટર ની પત્ની બની કંટાળી છુ
એ મને પત્ની નહી પેશન્ટ ગણે છે.

સવાર બપોર અને સાંજ સાહેબ
પ્રેમ પણ હવે ડોઝમા કરે છે .

ભુલે જમવા સાથે થ ઇ ગયા તો
કેટલોય કેલેરીનો કકળાટ કરે છે.

જો આ ન ખવાય આ ખવાય
ડોકટર અવો રોજ ઉકળાટ કરે છે

……તો સ્વર્ગ મળે છે જીવનમાં.

રમતાં રમતાં બે હાથ મળ્યા ને સ્પંદન જાગ્યાં તનમનમાં,
યૌવનનો થોડો ઝાઝેરો અહેસાસ કર્યો તો બચપનમાં.

કામ મળે જો પ્રિતમાં તો તડપાવે,દોઝખ-શું લાગે,
જો હોય પવિત્ર પ્રેમ અગર તો સ્વર્ગ મળે છે જીવનમાં.

હું દિવ્ય પ્રણયનો માલિક છું જ્યાં ઉમ્ર કરે ના કોઈ અસર,
ઘડપનમાં હસે,બચપનમાં હતી,મસ્તી જે રહી છે યૌવનમાં.

હો પ્રીતભરી એકાદ નઝર,તો યાદ રહે છે જીવનભર,
હું લાખ નઝરનો માલિક છું,જે રહેશે હરદમ અંજનમાં.

સ્વાર્થભરી દુનિયામાં ‘સુમન’સંબંધ બધાયે સુખના છે,
ખ્વાબોના યાદોના સાથી તો સાથ રહે છે હરપળમાં

જયસુખ પારેખ ‘સુમન’

કોણ કે’છે કે નમાલી છે પ્રજા ગુજરાતની ?

કોણ કે’છે કે નમાલી છે પ્રજા ગુજરાતની ?
શૌર્યની ઈતિહાસમાં વાંચો કથા ગુજરાતની.

ગર્વ લેવા જેવી છે કૈં કૈં કથા ગુજરાતની
કઈ કહું ? કઈ ના કહું ? મોંઘી મતા ગુજરાતની.

આ અમારું ભોળું ઉર ને એ જ ભોળા ઉર મહીં
ભોળી ભોળી ભાવનાઓ છે અહા ! ગુજરાતની.

મશ્કરી મારી તમે કરશો તો હું સાંખી લઈશ,
પણ નહીં સાંખી શકું નિર્ભર્ત્સના ગુજરાતની.

છે ભલે ને માળવાની મેંદી તેથી શું થયું ?
રંગ હા લાવી શકે એ તો કલા ગુજરાતની.

રહી ગયેલી પુણ્યવંતા પૂર્વજોની એક દી’
એષણા પૂરી અમે કરશું કદા ગુજરાતની.

આ હૃદયના ટાંકણા પર કોતરીને રાખશું
રક્તથી જેણે જલાવી જ્યોત આ ગુજરાતની.

આ વિરંચીએ રચેલી સૃષ્ટિ સૌ ખૂંદી વળો
ક્યાંય નહીં જડશે તમોને જોડ આ ગુજરાતની.

એ ખરા ગુજરાતીઓ બાકી બધા તો નામના
પ્રાણથી પ્યારી કરી જેણે ધરા ગુજરાતની.

ઝાઝું તો હું શું કહું સુરભૂમિથી પણ અધિક
વહાલી વહાલી છે મને આ ભોમકા ગુજરાતની

એમની પાસેથી હું ‘દિલદાર’ માગું શું બીજું ?
સ્થાપજો સેવા મને કરવા સદા ગુજરાતની.

મનહર દિલદાર

ગુજરાતીમાં આ બ્લોગ પોસ્ટ શેફાલીબેને મૂકી હતી
http://gujaratikavitaanegazal.ning.com/group/comehearthisisgujrat

ના જડ્યું

ના જડ્યું

આભ જેવું ઊંચેરું કોઈ ના મળ્યું

મન જેવું ઊંડેરું કોઈ ના જડ્યું

પુષ્પ જેવું રુપાળું કોઈ ના મળ્યું

હાસ્ય જેવું મધુરું કોઈ ના જડ્યું

વૃક્ષ જેવા દાતા કોઈ ના મળ્યા

પંચેન્દ્રીય જેવું રત્ન કોઈ ના જડ્યું

જળ જેવું ઝીલનારું કોઈ ના મળ્યું

માત જેવું મોંઘેરું કોઈ ના જડ્યું

પવન જેવું પાતળું કોઈ ના મળ્યું

પ્રેમ જેવું સુંવાળું કોઈ ના જડ્યું

કૂંપળો જેવું નાજુક કોઈ ના મળ્યું

દરિયા જેવું દિલદાર કોઈ ના જડ્યું

જ્યાં જુઓ ત્યાં મળ્યો પણ ના મળ્યો

સત્ય જેવું જગે સુંદર કોઈ ના જડ્યું

રમેશ પટેલ(આકાશદીપ)

..વેસ્ટન વિચાર શ્રેણી

અદેખાઇથી તમારી ઊર્જા શક્તિ મા દેખીતો વઘારો થાય છે અને અપેક્ષા અને આંકાક્ષા
જન્મે છે. તમારી જે સ્થિતિ છે એને વઘારે બહેતર કરવાનુ ઝનુન પ્રક્ટે છે.
અદેખાઇ થી માણસ કર્મશીલ બને છે.
@@ વાસના એ મુલાયમ પાપ છે જે સામાન્યત હાનીકારક નથી.
વાસનાનુ મિકેનિઝમ સમજીએતો વાસના ક્ષેત્ર વિચાર છે. આચાર નહી.
આમા ફેન્ટ્સી હોય છે આમા સ્મ્રુતિની જાહોજલાલી હોય છે.
.લ્પનાને અનુભવમા ઉતારવાની વાત છે ,
@@@ ક્રોધ એ શોર્ટ ટર્મ મેડ્નેસ છે ઇન્દ્રિયો છે એટલે ઇચ્છાઓ જ્ન્મે છે
અને ઇચ્છાઓ સ્ંતોષાતી નથી એટલે ક્રોધ જન્મે છે.
@@@@ એન્ગર એ શરીરનો એક્ઝોસ્ટ વાલ છે એ બાળક ને આવતા ઓડકાર (બર્પિગ)
જેવો છે જે અંદર ન રહેવો જોઇએ બહાર નીકળવો જોઇએ.

@@@@@ જીભ ના ૯૦૦૦ સ્વાદ અંકુરોનો સ્વાદ ભોગવીને ૭૦ વષે મરવુ
અને કેલેરી ગણીગણી ને ભુખે મરી મરીને સો વરસ જીવવા કરતા બહેતર છે.

@@@@@@ વેસ્ટ્ન ઘર્મ નીતિ મા સાત પાપો નીચે પ્રમાણે ગણાવ્યા છે.
૧ સ્લોથ એટલે આળસ અને એદી પણુ
૨ એન્વી ઍટલે ઇર્ષા
૩ પ્રાઇડ એટલે અભિમાન
૪ લસ્ટ એટલે લોલુપતા
૫ ગ્રીડ અટલે લોભ
૬ ગ્લટની એટલે અંકરાતિયાપણુ ખા ખા કરવાની વ્રુતિ
૭ એન્ગર

-જયકાંત જાની (USA)

ગુજરાતીમાં -જયકાંત જાની (USA) બ્લોગ પોસ્ટંમાંથી

મહા માટલુ

સાસુની વાત કાંઇ સોસાયટીમા કરાય નહી
લોકો ખોટી કાન ભ્ંભેરણી કરી રજ નુ ગજ કરી મુકે

સસરાની વાત વાત કાઇ સાસુ ને કહેવાય નહી
સાસુ ઉઠીને સસરાને ઉઘડા લઇ નાખે

ન્ંણદી ની નબળાઇઓ કાંઇ દિઅરને કહેવાય નહી
દિઅર કાલે ઉઠીને મોટો હોબાળો મચાવે

દિઅર ના દખ કાંઇ પરણ્યાને કહેવાય નહી
પરણ્યો દિઅર ને પુછે તો આબરૂ ના ઘજાગરા થાય

સાસરીયા ના દુખો કાંઇ પિયરમા ગવાય નહી
પિયરીયા ખોટી ચિંતા કરી અડ્ઘા થ ઇ જાય

મહામાટલા જેવા પેટ્મા બઘી વાતો સ્ંઘરવી
આ નાની વાત સમજતા મને વીસ વર્ષ થયા

જયકાંત જાની (USA)

ભૂલો ભલે વેલેન્ટાઇનટ ડે, મઘર ડે ભૂલશો નહિ

ભૂલો ભલે વેલેન્ટાઇનટ ડે, મઘર ડે ભૂલશો નહિ
મઘર ડે છે ના માતમને, મન થી વિસરશો નહિ

બીલો ભર્યા ડોક્ટર તણા, ત્યારે તમે અવતર્યા
એ માયાળુ મા ના મુખ ને , મુખવટા થી છેતર્શો નહિ

બેબી ફુડ બાય કરી, મ્હોંમાં દઈ મોટા કર્યા
આ હેત ભર્યા મુખ સામે, મોઢુ મચકોડ્શો નહિ

રમકડે લડાવ્યાં લાડ તમને, રમકડા ઘર ઉભુ કર્યુ
એ રમકડા વહુ આવ્યા પછી, માત ને ભૂલશો નહિ

લાખો ડોલર હો ભલે, ડોલર બઘા સુગ્ંઘ હીના
એ ડોલર નહિં પણ ગાર્બેજ છે, એ માનવું ભૂલશો નહિ

જીવન મા સુખ શાંતિ ચાહો, મા બાપ ની સેવા કરો
જેવું આપશો તેવું પામશો, એ ગીવ અન્ડ ટેક ભૂલશો નહિ

ભો પર સૂઈ પોતે અને, સોફે સુવડાવ્યા આપને
એ અમી કોશી આંખને, ભૂલીને ભીંજવશો નહિ

રેડ કાર્પૅટ બિછાવી પ્રેમથી, જેણે તમારા વોક વે પર
એ સાન્ટાક્લોઝ ના રાહ પર, હડ્લ કદી બનશો નહિ

મોટા મોલ મા મળશે બધું, પેરન્ટ મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ

– Jaykant Jani (USA)

નથી થવાતુ

ઘગશ વગર ઘનવાન નથી થવાતુ
અકર્મીઓ નુ નસીબ જલ્દી નથી પલ્ટાતુ

વિશાળ ફલક પર ઉભા રહી ને જુઓ
કુવાના દેડ્કા રહી ને વિશ્વ નથી જોવાતુ

પગે ઘુંઘરૂ બાંઘી કોઇ વાર નાચી તો જુઓ
મીરાની જેમ મુકત મને નથી નચાતુ

હૈયાથી હોઠ સુઘી શબ્દો લાવી ગાઇ જુઓ
સત્સગ વગર ભાવ ગીત નથી ગવાતુ

અહમ ઓગાળીને દુશ્મનોને નમી જુઓ
આકાશની જેમ ઘરતી પર નથી ઝુકાતુ

કાવા દાવા અને કપટ થી જીવનારાથી
સહજ અને સરળ બની નથી જીવાતુ

બચી શકો કદાચ બઘા પ્રલોભનોથી
સ્ંસારની મોહ માયાથી નથી બચાતુ

– જયકાંત જાની (USA)

ગુજરાતી માંથી

હરિ ઉવાચ્

ભક્તો તમને હાથ જોડુ
મ્ંદીર હવે ન બનાવશો
માનવ ઘર્મ પ્રમુખ ગણીને,
માણસાઇના દિવા પ્રગટાવશો

તહેવારોની ઉજવણી નિમિતે
અન્નકુટ ન ઘરાવશો
દિન દુખયા ભુખ્યા જનોને
પ્રેમથી જમાડ્શો

મને ઘરાવેલ પ્રસાદ બાબતે
પૈસાને વચ્ચે ન લાવશો
યથાશક્તિ ભેટ ઘરે તેને
સરખો પ્રસાદ આપજો

તમારા સ્ંતાનો ને સાથે લઇને
ઘર્મ તરફ વાળજો
જ્ઞાન બોઘની ક્ષિક્ષાપત્રી
જીવનમા પાળજો

માનવદેહ મળ્યો મારા થકી
દિર્ઘાયુષી જીવી ઉજાળશો
ધર્મના ચાર પગથિયા ચડીને
જીવને મોક્ષ તરફ વાળજો.

-જયકાંત જાની (USA)

ગુજરાતી માંથી

અમે પરદેશ ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

અમેરીકાતો છે સ્વર્ગનગરી મનમા એવો વહેમ
એક અમારૂ મન જાણે છે અહીયા દિવસો નીકળે છે કેમ
અમે પરદેશ ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

સુવા,ખાવા,પીવામા જાણૅ એક જાતનો દોર
દિવસ આખો કામના ઢ્સડા જાણે આપણે ઢોર
અમે પરદેશ ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

ડોલર અમારે છે ક્ંકુ ચોખા અને વ્રજ અમારે છે કાશી
ડોલરના આ દરિયા વચ્ચે ભારતીય મીન છે પિયાસી
અમે પરદેશ ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

નાગપુરનો નગીન અમારે થયો છે અહીંયા નાઇઝીન
ભીખારા જેવા જીન્સ પહેરી બદલે રોજ નવા સીન
અમે પરદેશ ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

અહીંની બઘી સિસ્ટમ ઉઘી આખુ અમેરીકા ઉઘે પાટે
જોબમા બઘાના ટાઇમ ઉઘા તલસે બઘા વિકએન્ડ માટે
અમે પરદેશ ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

હાય હાવ આર યુ નો ટહુકો રોજ કરે છે મીરા માસી
ભેળસેળયુ મીરા માસી નુ અગ્રેજી સાંભળી તમેય જાવ ત્રાસી
અમે પરદેશ ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

-જયકાંત જાની (USA)

ગુજરાતી માંથી

તંદુરસ્ત જન તો તેને રે કહીયે

મિતાહારી તો તેને રે કહીયે, જે નિરોગી રહી જાણે રે.
એવો કઠોર પરિશ્રમ કરે જોયે, ચરબી શરીરે ન આણે રે.

સકળ સલાડ ડીશમાં ભરીને, ચાહના ન કરે કેની રે.
સોલ્ટ ઓઇલ સુગર ત્યાગ્યા , ધન ધન જીભડીમેવા તેની રે.

મેવા મિ્ઠાઇ ની તૃષ્ણા ત્યાગી, ફાસ્ટફુડ જેને ઝેર રે.
રસથાળ જોઇને મુખ ન ખોલે, પરમાટી નવ ઝાલે હાથ રે.

સ્વાદ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ જીભબંઘી જેના મનમાં રે.
ફિટ્નેસ ની જેને લગની રે લાગી, સકળ ચપળતા તેના તનમાં રે.

એદીપણા ને આળસ રહિત છે, કડવા કોલેસ્ટ્ર્રોલ નિવાર્યા રે.
જૈન ઉપવાસ અઠ્વાડિએ કરતા, રોગ ઈકોતેર તાર્યા રે

– જયકાંત જાની (USA)

ગુજરાતી માંથી

સારી રીત નથી

એવુય નથી કે વતન માટે મને પ્રિત નથી
હુ એય જાણૂ છુ કે અમેરીકા રહેવામા મારુ હીત નથી

ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખુ તમને
શુ લખુ ? અહીયા સ્ંસ્કાર કે સ્ંસ્ક્રુતિ સ્ંકલિત નથી.

મને ઘણૉ થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે,
હિમાલય છોડીને સ્નોના ઢગલા મેળવામા કાઇ જીત નથી.

અમેરીકન રેપ સોંગ સાંભળીને કાન ને એઠા કરવાના
અહીંયા નરસિંહ અને મીરા ના પ્રભાતિયા કે ભજન સ્ંગિત નથી.

સ્ંતાનો ના ઉછેરીકરણ નોય અહીંયા હોય છે હિસાબ કિતાબ
અહીયા ભરતીય માબાપ જેવુ ઉદારીકરણ ગણિત નથી

બદલાતી ફેશનના નખરા અહીંયા હોય છે નિત્ય નવા
સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટ્લુ આંતરીક સૌદર્ય ચકચકીત નથી.

પ્રેમ , વિસ્વાસ અને અનુકુલીન આઘરીત સ્ંબઘો નથી
ઇન્ડીયન કલ્ચર જેવુ લગ્નજીવન અહીંયા વ્યવસ્થિત નથી

દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયા મા હે પ્રભુ
મનને મારીને જીવ્યાકરવુ એ સારી રીત નથી

– જયકાંત જાની (USA)

ગુજરાતી માંથી

પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ – (પ્રતિકાવ્ય)

દાઝે ભરેલા ને કડ્વા વેણલા રે લોલ
એથી છુટી તેની જીભડી રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

પિયરમા એ પ્રેમતણી પૂતળી રે લોલ
સાસરીએ જૂદેરી એની જાત રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

અગન ભરેલ એની આંખડી રે લોલ
વડ્કા ભરેલાં એના વેણ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

કાળાજુ કઠણ્ એના હાડ્મા રે લોલ
જીવ છપનીયો દુકાળ્ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

ભાઇઓ ને બહેન એનાં દોહ્યલા રે લોલ
સાસુએ સિંચેલ એની સોડ્ય રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

રીમોટ આધાર એની આંગળી રે લોલ
કાળજામાં કૈંક ભરી દાઝ
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

ચિત્તડું પિયર એનું ચાકડે રે લોલ
પિયરે જોડેલ એના ફોન રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

જીભે બડ્બડ રોજ બબડ્તી રે લોલ
બોલતા ખૂટે ન એની લવારી રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

પતિને એ હશે ધ્રૂજાવતી રે લોલ
ભવોભવ ન મળે આવી બાય રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

નયનો નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ આસુનો પ્રવાહ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

વરસે ઘડીક વ્હેમ વાદળી રે લોલ
લાડીનો વ હે મ બારે માસ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

ઢળતી ચ હે રે દીસે રોશની રે લોલ
એની નહિ ટુકાય ટીપટાપ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

જયકાંત જાની (USA)

ગુજરાતી માંથી

નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું – રમેશ પટેલ ‘આકાશદીપ’

નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું
એક બે ત્રણ વદું તો, બા દાદાને લાગે વાહલું
વન ટુ થ્રી કહું તો,મમ્મી પપ્પાને હસતા ભાળું
ખુશી ખુશી હું બોલું

બા દાદા કહે વારતા, શિયાળ કાગડો પુરી
મોમ કહે હોલ્ડ માય હેન્ડ નહીં તો પડશે ભૂલી
રમતાં રમતાં ઊંઘું,ઊઘમાં હસું થોડું થોડું
ખુશી ખુશી હું બોલું

બા બનાવે મારા માટે રોજ રોટલી શાક
મોમ ડેડી સાથે ભાવે મુજને પ્યારા પિત્ઝા ને કોક
ખાઉ થોડું બગાડું ઝાઝું,તોય વહાલ કરે રુપાળું
ખુશી ખુશી હું બોલું

બા કહે ફ્રોક પહેરી ,તું મજાની ઢીંગલી જેવી લાગું
શોર્ટ ટી ~શર્ટ પહેરી, મમ્મી સાથે હાઈ ફાઈ માં ભાગું
રોજ રોજ નાવલી વાતું, હસતી રમતી માણું
ખુશી ખુશી હું બોલું

બા ગવડાવે માના ગરબા, દાદા શીખવે હાથ જોડીને રામ
મમ્મી પપ્પા ઊપડે કામે, બોલાવી બાય બાયના જાપ
હસી હસી હું રમું ભમું,થાકી દાદા પાસે દોડું
ખુશી ખુશી હું બોલું

વાત કહી મેં મારી છાની ,બોલો તમને કેવી હું લાગું
નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું

– રમેશ પટેલ ‘આકાશદીપ’

મફતનાં કામણ

મફત મફતના મંત્રોથી ગુંજે, નવયુગનો દરબાર

મફતના પાઠ રટી હોઠે , આજ થઈ જાઓ તૈયાર

નામા મારું છે મફતલાલ, કહું ગમતી મફતની વાત

એક ખરીદો વસ્તુ લાલા, મળશે બીજી મફતમાં આજ

સદીઓ પહેલાં મફત લેવામાં, લાગતી શરમ અપાર

પણ નવા જમાને ‘ મફત’ ચલાવે દુનિયાના વ્યવહાર

મફતનો અજંપો લાગે ના માટે નવાજાતી શિષ્ટાચારી

સેવાની કદર કરી શેઠજી, ભાવે આપજો બોણી અમારી

લાંચ શબ્દ છે અણગમતો , પણ બક્ષિસ પ્રેમે ખપે

રોકડ સોગાદ બંગલા ગાડી દેખી આજના મુનીવર ચળે

મફતનો મહિમા ના જાણી,વાંઢાજી કચકચ ના થાજો કાજી

મફત માયલેજ મળે વિમાને ને અમારે ઘરવાલી છે રાજી

રાચ રચીલું નોકર-ચાકરથી શોભે ‘મફત’ મહેલ ચૌટા વચ્ચે

સમજી જાજો શાણા થઈ, મફત મફતમાં કોણ કોને લૂંટે

મફત મફતમાં ભેગું કરેલું, સમય આવે મફતમાં સરી જાય

પુરુષાર્થે રળી દાન દઈએતો , જાણજો સાચે જ સુખી થવાય

રમેશ પટેલ(આકાશદીપ)

એક દિવસ…

એક દિવસ શેરડી ના સાંઠાને એક વિચાર આવ્યો, કે હું આટલો તંદુરસ્તી ભર્યો, રસ ભર્યો, ગુણ ભર્યો, લોકોનાં માનપાન મેળવનારો, સર્વગુણ સુંદર અને મારો ઉપયોગ લોકો કરી જાય? મને કચડીને નીચોવીને બધા મઝા કરે? એ કેમ ચાલે?
એણે નક્કી કર્યું કે …‘હવે થી આ લોકો માટે મારી યુવાનીનું ગળું હું નહી જ ટુંપું.
સમય તો આવે અને જાય છે. સહુનો…
શેરડી ના સાંઠા નો પણ સમય પુરો થયો.
એમાં હવે રસ કસ રહ્યો ના હતો.
બધા જ ગુણ નષ્ટ થયા.
લોકો એ એને સળગાવી દીધો. કોઇ કશું જ ના બોલ્યું

બળેલા સાંઠા એ વિચાર્યું કે
આના કરતાં તો સારું હતું કે મારી યુવાની ભલે કચડાતી હતી,
લોકો મારા રસ કસ નો આનંદ લેતા હતા,
મારી જિંદગી નો પરિશ્રમ બધામાં ભળી જતો હતો,
પરંતુ
પરંતુ
અંતે લોકો કહેતા હતા કે
“અરે વાહ વાહ ભાઇ શેરડી ખૂબ જ મિઠી હતી એટલે જ એનો રસ મીઠો છે.”
કદાચ આ જ જીવન ની સાચી સાર્થકતા હોઇ શકે.
કાશ ઇન્સાન આટલું સમજતો હોત.

વિચાર કરાવે એવી વાત
એક સિગારેટ સળગતી હતી
એક અગરબત્તી સળગતી હતી.
ઘટના એક સરખી જ છે.
બંન્ને સળગે છે.
બંન્ને એના સળગાવનાર ને આનંદ આપે છે.
બંન્ને આદત છે.
બંન્ને વ્યસન છે.
છતાં…
છતાં…
બંન્ને ની સમાજ પર અસર ભિન્ન ભિન્ન પડે છે.
કારણ ??????
બંન્ને ની બનાવટ અને પદાર્થો અલગ અલગ છે.
બંન્ને ની રચના પાછળ હેતુ અલગ છે.
એક બાળે છે.
એક અજવાળે છે.
એક તરફ નફરત છે.
એક તરફ આસ્થા છે.
શું જોઇએ છે હવે???? એ આપના સંસ્કાર પર નિર્ભર છે.
મદદ માટે સજ્જન વ્યક્તિ નો સાથ લો.
શુભેચ્છા સહ

“નિર્મળ ભટ્ટ” (મિધામિનિ કોમ્યુનીટી દ્વારા)

તું કેમ કોરો ?

રંગો ની આ મહેફિલ માં પુછે છે સઘળા લોકો મને,
ગુલાલ ની તો ડમરી ઉડે છે, છતાં તું કેમ કોરો ?

કદાચ, મારામાં જ હશે કઇંક ખામી, કારણ
રંગમય થવાનું તો બહુ જ મન છે, છતાં પણ છું હું કોરો.

દોડી ને કહું છું તેમને, રંગો મને, રંગો મને,રંગો મને,
પ્રતિસાદ આપે છે એ, તું તો લાયક જ છે રહેવા ને કોરો.

…કરું શું હું બનવા લાયક, કે તે રંગે મને,

હા, પ્રગટાવો મને હવે, પછી છાંટશે એ ગુલાલ નું પાણી,
ઠારશે મને અને કહેશે, લે બસ, તું હવે નથી કોરો નથી કોરો.

ચૈતન્ય મારુ

વિચારધારા હાસ્ય રસ

કમપ્યુટર શીખો

..ચાલો ત્યારે થાવ તૈયાર.

સહુથી પહેલા કમપુટરની બધી ચાવી સમજવી પડશે.

તૈયાર

જો જીવનમાં હોય

ખુશી SAVE

ગમ DELETE

સંબંધ DOWNLAD
દોસ્તી FAVORITE

દુશ્મની ERASE

સત્ય KEY BOARD

જૂઠ SWITCH OFF

ચીંતા BACK SPACE

પ્યાર INCOMING ON

નફરત OUTGOING OFF

વાણી CONTROL

હંસી HOME PAGE

ગુસ્સો HOLD

મુસ્કાન SEND

દિલ WEB-SITE

આંસુ ALT

ધિક્કાર SPAM

સવારથી સાંજ ચીટકી રહો NET WORK

ઘરનાને ઘેલુ લગાવો VIRUS
શરૂઆત માં આટલું પૂરતું છે. જો આમાં તમે પાકા

થઈ જાવ તો બીજો અંક ફરી મળીએ ત્યારે.

ચાલો ત્યારે યાદ રાખવા બેસી જાવ.
વિદ્યાર્થિની ભાષામાં કહું તો ‘ગોખવા’ માંડો.

પ્રવિણાની વિચાર ધારા હાસ્ય રસ

(POSTED IN GUJARATI BY KAMALBHAI BAROT)

સુવિચાર-30 દિવસમાં તંદુરસ્તી

30 દિવસમાં તંદુરસ્તી

30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ માટે

* ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.

* ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે.

* તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા.

* લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.

* પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.

* સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.

* થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.

* એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.

* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.

* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.

* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.

* વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.

* ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.

* પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.

* સુખની પાછળ દોટ ન મૂકો – એ તમારી પાસે જ છે.

* સમય ન વેડફો – મહામૂલી જણસ છે.

* અંધકારથી નિરાશ ન થશો – બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.

* દરેકને પ્રેમ કરો – તમને બમણો પ્રેમ મળશે.

* શ્રદ્ધા રાખો – તમે બધું જ કરી શકો છો.

* વર્તમાન ક્ષણનો આનંદ મેળવો – ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.

* વ્યવહારુ બનો – સુખનો રાજમાર્ગ છે.

* ગુસ્સો સંયમિત કરો – એ ભયાનક બને છે.

* મૃદુભાષી બનો – દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.

* ઊંચું વિચારો – ઉન્નતિના શિખરે લઈ જશે.

* અથાક પરિશ્રમ કરો – મહાન બનવાનો કિમિયો છે.

* સર્જનાત્મક બનો – મુખાકૃતિ સુંદર લાગશે.

* હસતા રહો – પડકારનું તકમાં રૂપાંતર થશે.

* તમારી ભાષા પર કાબૂ રાખો – તમારા ચારિત્ર્યનું દર્પણ છે.

* ભય ન રાખો – ઈશ્વર હંમેશા સાથે જ છે.

* રોજ ચિંતન કરો – આત્માનો ખોરાક છે.

દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.

વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…

Radha_Krishna[1][1]

વાગે છે રે વાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…

તેનો નાદ ગગનમાં ગાજે છે,
વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…

વૃંદા તે વનને મારગડે જાતાં,
દાણ દહીંના માગે છે. વૃંદાવન…

વૃંદા તે વનની કુંજગલીમાં,
રાધા ને કૃષ્ણ બિરાજે છે. વૃંદાવન…

પીળાં પીતાંબર જરકસી જામા,
વહાલાને પીળો તે પટકો સાજે છે. વૃંદાવન…

કાને તે કુંડળ, મસ્તકે મુગટ,
વહાલાના મુખ પર મોરલી બિરાજે છે. વૃંદાવન…

વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
થૈ થૈ થૈ થૈ નાચે છે. વૃંદાવન…

અમે સૂતાં’તાં ભર નિદ્રામાં,
નણદલ વેરણ જાગે છે. વૃંદાવન…

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
દર્શનથી ભીડ ભાગે છે. વૃંદાવન…

મીરાંબાઈ

તારા વિના શ્યામ મને એકલડું લાગે,

image002

તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ…. (2)

શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
તારા વિના શ્યામ…. (2)

ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (2)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…

લોક્ગીત

રુક્મિણી નો પત્ર શ્રી કુષ્ણ ને( કવિતા રૂપે)

શ્રોતા તણા શ્રવણ દ્વારથી શ્યામ પેસી,

પ્રત્યંગના સકળ તાપ હરો ગુણોથી;

ને દર્શને સકલ મંગળ સિધ્ધ હેતુ ,

આવી જજો છુપી રીતે લૈઇ સૈન્ય સાથે

માની પતિ મનથકી વરી આપને હું,

આત્મા સમર્પણ હરે કરી હું ચુકી છું;

રે, સિંહ ભાગ શિશુપાલ સમો શૃગાલ,

સ્પર્શી ન જાય ધરજો કમલાક્ષ ખ્યાલ.

કીધેલ હોય નિયમે વૃત પુન્ય લેશ,

પૂજેલ હોય ગુરૂદેવ દ્વિજ પરેશ;

તો આવી આંહિ ગ્રહજો મુજ પાણિ કૃષ્ણ,

થાજો ન આપ વિણ રે, શિશુપાલ સ્પર્શ.

શ્રીમદ્ ભાગવત

ઢોલીડા ઢોલ ધીમો, ધીમો વગાડ મા

ઢોલીડા ઢોલ ધીમો, ધીમો વગાડ મા
ધીમો વગાડ મા, નોરતાની રાતનો,
જો જે રંગ જાયના…………(2)
ધ્રુજે ના ધરતી તો રમઝટ કહેવાય ના,
નોરતાની રાતનો જો જે રંગ જાયના…….ઢોલીડા
બજ્યો છે રાસને મચાવે શોર,
થનગનતાં હૈયામાં નાચે છે મોર,
પૂનમની રાતના દર્શન ભૂલાયના,
ઢોલે રમતાં માડી રાત વીતી જાય ના…….ઢોલીડા
વાઘની સવારી ને હાથ હજારનાં,
મોગરાની માળાને ફૂલડાંનો હાર,
સોળે શણગાર ને દર્શન ભૂલાય ના…….ઢોલીડા
ગરબે રમે છે માડી નર ને નાર,
રૂદિયો ખોલીને કરું છું પોકાર,
ઘાયલ રૂદિયાને રોક્યું રોકાય ના……..ઢોલીડા
ગાવું ગવરાવવું એવી આશમાં,
દાસ દોડીને આવે છે પાસમાં,
દર્શન દઈને મા પાછા જવાય ના,
ઢોલે રમતાં માડી રાત વીતી જાય ના……ઢોલીડા

-લોકગીત

વા વાયા ને વાદળ ઊમટ્યા

વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે મળવા ન આવો શા માટે
તમે મળવા ન આવો શા માટે
ન આવો તો નંદજીની આણ
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે છો સદાયના ચોર
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે કાળી તે કામળી ઓઢંતા
તમે કાળી તે કામળી ઓઢંતા
તમે ભરવાડણના ભાણેજ
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા
તમે વ્રજમાં તે વાંસળી વાજંતા
તમે ગોપીઓના ચિત્તચોર
મળવા આવો સુંદિરવર શામળિયા

મેતા નરશીના સ્વામી શામળિયા
મેતા નરશીના સ્વામી શામળિયા
અમને તેડી રમાડ્યા રાસ
મળવા આવો સુંદિરવર શામળિયા

વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળિયા

અજ્ઞાત

હો કાન ક્યાં રમી આવ્યા

મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા
સાડી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

નાકની નથણી ક્યાં મૂકી આવ્યા
વાળી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

ડોકનો હારલો ક્યાં મૂકી આવ્યા
માળા તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

હાથની પહોંચી ક્યાં મૂકી આવ્યા
કંગન તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

પગનાં ઝાંઝરા ક્યાં મૂકી આવ્યા
સાંકળા તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

પીળુ પીતાંબર ક્યાં મૂકી આવ્યા
સાળુ તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

કાનના કુંડળ ક્યાં મૂકી આવ્યા
એરિંગ તે કોના ચોરી લાવ્ચા
હો કાન ક્યાં રમી આવ્યા

મુખની મોરલી ક્યાં મૂકી આવ્યા
ખંજરી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

મનડું તમારું ક્યાં મૂકી આવ્યા
સુધબુધ તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

અજ્ઞાત

આ નભ ઝુક્યું તે કાનજી

આ નભ ઝુક્યું તે કાનજી

ને ચાંદની તે રાઘા રે,

આ સરવર જલ તે કાનજી

ને પોયણી તે રાઘા રે,

આ બાગ ખીલ્યો તે કાનજી

ને લ્હેરી જતી તે રાઘા રે,

આ પરવત શિખર તે કાનજી

ને કેડી ચડે તે રાઘા રે,

આ ચાલ્યાં ચરણ તે કાનજી

ને પગલી પડે તે રાઘા રે,

આ કેશ ગુંથ્યા તે કાનજી

ને સેંથી પુરી તે રાઘા રે,

આ દીપ જલે તે કાનજી

ને આરતી તે રાઘા રે,

આ લોચન મારાં કાનજી

ને નજરું જુવે તે રાઘા રે,

પ્રિયકાન્ત મણિયાર

મણિયારો હે મણિયારો

મણિયારો હે મણિયારો
તે હલુ હલુ થઈ વિયો રે કે મુજા દલડા [2]
ઉદાસીમાં હોય રે
છેલ મુજો હાલારી મણિયારો
છેલ મુજો વરણાગી મણિયારો

હાઁ….. અણીયારી ગોરી તારી આંખડી રે [2]
ને કાંય હું રે આંજેલ એમાં મેશ રે
છેલ મુજો હાલારી મણિયારો
છેલ મુજો વરણાગી મણિયારો
-છેલ મુજો

હાઁ….. મણિયારો રે કડાયેલ મોરલો [2]
કાંય હું રે [2] ઢળકંતી ઢેલ રે
છેલ મુજો હાલારી મણિયારો
છેલ મુજો પરદેશી મણિયારો
-છેલ મુજો

હાઁ….. પનિહારીનું ઢળકંતુ બેડલું રે [2]
કાંય હું રે છલકંત એમાં નીર રે
છેલ મુજો હાલારી મણિયારો
છેલ મુજો વરણાગી મણિયારો
– છેલ મુજો

હાઁ….. મણિયારો રે અડાબિલ આંબલો રે [2]
કાંય હું રે [2] કોયલડીનો કંઠ રે
છેલ મુજો હાલારી મણિયારો
છેલ મુજો પરદેશી મણિયારો
– છેલ મુજો

લોકગીત

અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં

અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

મથુરાની વાટ મહિ વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે.. મારે દાણ દેવા, નઇ લેવા,
મૈયારા રે… ગોકુળ ગામના..

યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે.. મારે જાગી જોવું ને જાવું,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

માવડી જશોદાજી કાનજીને વાળો
દુ:ખડા દી એ હજાર નંદજીનો લાલો
હે.. મારે દુ:ખ સહેવા, નઇ કેહવા,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવા,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

નરસિંહ મેહતા

ખરાં છો તમે.

ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.
ઘડીમાં મનાવું, ખરાં છો તમે.

ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.

કૈલાસ પંડિત

રહું છું યાદમાં

રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !
ફરક રેખા હું ક્યાં દોરું? પ્રણય ક્યાં છે,હવસ ક્યાં છે !
ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને,
પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે .
સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા’તા,
હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યા છે !
અહીં તો એક ધારી જિંદગી વીતી છે વર્ષો થી,
તમે માનો કે જીવનના બધા સરખા દિવસ ક્યાં છે.

મરીઝ

ચક્રવાત

.તાજેતરમાં અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં એટલન્ટા અને જેક્શનવીલની
આસપાસ ટોર્નેડોની ચેતવણી વેધર ચેનલો પર ધમધમી ઉઠી.અંધારપટ
વૃક્ષોનું ધરાસાયી અને ઉડતાં છાપરાનાં દૃશ્યો જાણે વિનાશની આંધી.
અમારા ધરની પાછળ,તળાવ કિનારે નવજાત બચ્ચાંને લઈને
કુદરતના કોપથી અજાણ માતા ફરી રહી હતી.
અમને સૌને દૂરદર્શન ઘરના સૌથી નીચેના ભાગમાં ઈમર્જીન્સી
કીટ સાથે આશ્રય લેવા માહિતી આપી રહ્યું હ્તું….શું થશે? પણ
વ્યથાનો સારો અંત એટલે ‘ચક્રવાત’

ચક્રવાત
કલમ ઉપાડી કવિ નીકળ્યા
બસ કુદરત ખોળે રમશું
નર્તન કરતી જોઈ વનરાજી
ટહૂંકે ટહૂંકે ભમશું
જળચર પંખી સરવર ર્તીરે,
ચણ દઈ બોલાવશું
રેશમ પીંછે સ્પર્શ કરીને,
બાળા પંખી રમાડશું
મસ્ત ઘટાઓ છાયી ગગને
હરખે કવિ મસ્તાના
વાહ! કુદરત તારી કરીશ્મા
પાવન તારા શરણા
ત્યાંતો ચેતવણીના સૂરો ગૂંજ્યા
ચક્રવાત ધાયે વિકરાળા
ઉડશે છાપરા અંધારા થાશે
ધમરોળશે વિનાશના ઓળા
ભાગ્યા કવિ સૌની આગળ
અંતરિયાળ થયા કલ્પન ખટોલા
સૌની સાથે છૂપાયા ખુણે
વિચારે કેમ જીવશે પંખી રુપાળા
શરમ મૂકીને સૌને ગજબ દોડાવે તું કિરતાર
કુદરત તાંડવ આગળ દીઠા સૌને રે લાચાર
કવિ કહે ઓ નિષ્ઠુર વિધાતા
આ બાળા પંખી શું જાણે
ચેતવણીથી અમે ખૂણે ભરાણા
દિધા પંખીને ઘર ,વૃક્ષ ટોચે શું અજાણે?
સુણી સંવેદના મારી જાગ્યો ભગવંત દૂર ગગને
તાંડવ લીલા સંકેલી હાલી નીકળ્યો સાગર વાટે
ખુમારીથી કવિએ કલમ ઉપાડી
ખુશ થયા ટોર્નેડોને ભગાડી
ધીરે ધીરે છાયાં ગગને મસ્ત ઘટાથી વાદળ
બાળા પંખી નાનાં બે ઘૂમતાં કેવાં માની પાછળ

રમેશ પટેલ(આકાશદીપ)

કૃષ્ણ – સુદામાનો મેળાપ: પ્રેમાનંદ

SudhamaAકૃષ્ણ – સુદામાનો મેળાપ: પ્રેમાનંદ

“મારો બાળસ્નેહી સુદામો રે,
હું દુખિયાનો વિસામો રે;”
ઊઠી ધાયા જાદવરાય રે,
નવ પહેર્યાં મોજાં પાય રે.

પીંતાબર ભૂમિ ભરાય રે,
રાણી રુક્મિણી ઊંચાં સાય રે;
અતિ આનંદે ફૂલી કાય રે,
હરો દોડે ને શ્વાસે ભરાય રે.

પડે-આખડે બેઠા થાય રે,
એક પળ તે જુગ જેવી જાય રે;
સ્ત્રીઓને કહી ગયા ભગવાન રે,
“પૂજાથાળ કરો સાવધાન રે.

હું જે ભોગવું રાજ્યાસન રે,
તે તો એ બ્રાહ્મણનું પુન્ય રે;
જે કોઇ નમશે એના ચરણ ઝાલી રે,
તે નારી સહુપેં મને વહાલી રે.”

તવ સ્ત્રી સહુ પાછી ફરતી રે,
સામગ્રી પૂજાની કરતી રે;
સહુ કહે, માંહોમાંહી, “બાઇ રે,
કેવા હશે શ્રીકૃષ્ણના ભાઇ રે?

જેને શામળિયાશું સ્નેહ રે,
હશે કંદર્પ સરખો દેહ રે;”
લઇ પૂજાના ઉપહાર રે,
રહી ઊભી સોળ હજાર રે.

“બાઇ લોચનનું સુખ લીજે રે,
આજ જેઠનું દર્શન કીજે રે;”
ઋષિ શુક્રજી કહે સુણ રાય રે,
શામળિયોજી મળવા જાય રે.

છબીલાજીએ છૂટી ચાલે રે,
દીધી દોટ તે દીનદયાળે રે;
સુદામે દીઠા કૃષ્ણદેવ રે,
છૂટ્યાં આંસુ શ્રાવણનેવ રે.

જુએ કૌતુક ચારે વર્ણ રે,
ક્યાં આ વિપ્ર? ક્યાં આ અશરણશર્ણ રે;
જુએ દેવ વિમાને ચડિયા રે,
પ્રભુ ઋષિજીને પાયે પડિયા રે.

હરિ ઉઠાડ્યા ગ્રહી હાથ રે,
ઋષિજી લીધા હૈડા સાથ રે;
ભુજ-બંધન વાંસા પૂંઠે રે,
પ્રેમનાં આલિંગન નવ છૂટે રે.

મુખ અન્યોન્યે જોયાં રે,
હરિનાં આંસુ સુદામે લોયાં રે,
તુંબીપાત્ર ઉલાળીને લીધું રે,
દાસત્વ દયાળે કીધું રે.

“ઋષિ, પાવન કર્યું મુજ ગામ રે,
હવે પવિત્ર કરો મુજ ધામ રે,”
તેડી આવ્યા વિશ્વાધાર રે,
મંદિરમાં હરખથી અપાર રે.

જોઇ હાસ્ય કરે સૌ નારી રે,
આ તો રૂડી મિત્રચારી રે!
ઘણુ વાંકાબોલા સત્યભામા રે,
“આ શું ફૂટડા મિત્ર સુદામા રે!

હરિ અહીંથી ઊઠી શું ધાયા રે!
ભલી નાનપણની માયા રે;
ભલી જોવા સરખી જોડી રે,
હરિને સાંધો, એને સખોડી રે!

જો કોઇ બાળક બહાર નીકળશે રે,
તે તો કાકાને દેખી છળશે રે;”
તવ બોલ્યાં રુક્મિણી રાણી રે,
“તમે બોલો છો શું જાણી રે?”

વલણ

શું બોલો વિસ્મય થઇ? હરિભક્તને ઓળખો નહિ;
બેસાડ્યા મિત્રને શય્યા ઉપર, ઢોળે વાયુ હરિ ઊભા રહી.

– પ્રેમાનંદ ( ‘સુદામાચરિત્ર’ પુસ્તક )

ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
નવી ફેશનની ધૂન બધે લાગી,
નવી ફેશનની ધૂન બધે લાગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.
તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
વરણાગી વીરાની વરણાગી વહુ બનો,
થોડુ બંગાળી ને અંગ્રેજી બહુ ભણો,
મારા ભાઈ કેરો ભ્રમ જાય ભાંગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.
તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો
જુઓ લટકાણી લલનાઓ જાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
કુમકુમનો ચાંદલો આવડો તે હોય મોટો
ઊંચો ઊંચો સાડલો પહેર્યો છે સાવ ખોટો
હવે જુના બધા વેશ દ્યો ત્યાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
બંગાળી સાડીના લેહરણીયા લેહરાવો
ઊંચી ઊંચી એડીની બૂટજોડી મંગાવો
હવે નવયુગની વાંસલડી વાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

અવિનાશ વ્યાસ

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
હે સાસરિયામાં મ્હાલવું રે
પિયરીયામાં છૂટથી રે
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા પગ કેરાં કડલાં રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા હાથ કેરી ચૂડલી રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારી ડોક કેરો હારલો રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા નાક કેરી નથણી રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
હવે સાસરિયે જાવું રે
પિયરીયામાં મહાલી રહ્યાં
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

અજ્ઞાત

ઊંચી મેડી તે મારા સંતની રે,

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

મેંદી તે વાવી માળવે ને

મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે

નાનો દિયરડો લાડકો જે,
કંઇ લાવ્યો મેંદીનો છોડ રે … મેંદી …

વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે … મેંદી …

હે… લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી છેલછબીલો ગુજરાતી
હે.. તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભોળો, હું છેલછબીલો ગુજરાતી

હાથ રંગીને વીરા શું રે કરું?
એનો જોનારો પરદેશ રે … મેંદી …

મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે.

અજ્ઞાત

આ વગડાનો છોડ

આ વગડાનો છોડ
ગૃહ મંદિરે ફૂલ છાબ ધરીને,બેઠો પ્રભુને દ્વાર
વંદુ ચરણે પુષ્પ સમર્પી,હરખે અંતર અપાર
પ્રસન્ન ચીત્તે ભાવ ભરીને, થઈ ગર્વિલો ગાઉં
ધૂપ દીપથી મંગલ શક્તિને, કેવો હું વધાવું

જોડાયા તારને થયો ઝણઝણાટ ,અંતરયામી બોલ્યો
ભક્ત મારા જા, પૂછ છોડને,કેમકરી ખીલવ્યાં ફૂલો?

ખૂલ્લા દેહે ઝીલ્યાં છોડવે, બહું થંડી બહું તાપ
ત્રિવિધ તાપે તપિયાં ત્યારે,આ ફૂલડાં આવ્યાં પાસ

બોલ હવે મોટો તું છે કે આ વગડાનો છોડ?
ને હાથ જોડી હું શરમાયો, સુણી પ્રભુનો તોડ

જય જવાન જય કિસાનને આજ વંદતો દાસ
મહેંકાવી જીવનચર્યાથી જઈશ પ્રભુની પાસ

દિધી દાતાએ શક્તિ તનમને, ઉપકારી બડભાગી
ધરી નિઃસ્વાર્થ શ્રમ સુગંધ ,થાશું પ્રભુ ચરણે યશભાગી

રમેશ પટેલ(આકાશદીપ)

આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક

આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક
વાવો મહાભારત અને ગીતા નીકળે

છે આ કાલિદાસ ને ભોજના ખંડેરો
જરાક ખોતરો ત્યાં કવિતા નીકળે

હજુ ક્યાંક ધબકે છે લક્ષમણ રેખા
રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે

કૃષ્ણના ટેરવાં જો આવીને ફંફોસે
તો વાંસળીના ટુકડાં સંજીતા નીકળે

ગૂરૂ દત્ત જેવાની જો ફૂંક જાય લાગી
તો ધુણા ગીરના હજુ ધખીતા નીકળે
શુ તાસીર છે આ ભુમી ની હજી રાજા
જનક જેવા હ્ળ હાકે તો સીતા નીકળે

-કવિ દાદ

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

કાળજાની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે
પોતાના જ પંથે પોતના વિનાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

આપણે અંહી એકલા ને કિરતાર એકલો
એકલા જીવોને એનો આધાર એકલો
વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે
એકલા રહીને બેલી થવું રે બધાનાં
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

બરકત વિરાણી ‘બેફામ’

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.

થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.

કૈલાસ પંડિત

બહેન એટલે

બહેન એટલે
ભાઈને લીલોછમ રાખતી
નિર્મળ પ્રેમની નદી

બહેન એટલે
ભાઈને સંગીતથી ભીંજવતો
કોયલનો ટહુકો

બહેન એટલે
માઁની મમતા-મૂર્તિમાંથી પ્રગટેલું
સ્નેહનું મનોહર શિલ્પ

બહેન એટલે
ભાઈના અંતરને અજવાળતી
ઝળહળ દીવાની જ્યોત

બહેન એટલે
ભાઈના કોયડા ઊકેલતી
કુદરતી બોલતી-ચાલતી કવિતા

ચંદ્રેશ શાહ

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે.

મારા બાલુડાં ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ,
હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણ
કાઢી કાળવજ્રનુ બાણ, લેજો પલમાં એના પ્રાણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સત્યતણે હથિયાર,
મારા કોમળઅંગ કુમાર, એને ત્યાં જઈ દેજો માર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ત્રીજે કોઠે અશ્વસ્થામા, એને મોત ભમે છે સામા,
એથી થાજો કુંવર સામા, એના ત્યાં ઉતરવજો જામા…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રુજે ધરણ,
એને સાચે આવ્યાં મરણ, એનાં ભાંગજે તું તો ચરણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
પાંચમે કોઠે દૂર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી,
એને શિક્ષા સારી આપી, એના મસ્તક લેજો કાપી…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
છઠ્ઠે કોઠે મામો શલ એ તો જન્મોજનમનો ખલ,
એને ટકવા નો દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
સાતમે કોઠે એ જયદ્રથ ઈ તો લડવૈયો સમરથ,
એનો ભાંગી નાંખજે દત, એને આવજે બથ્થમબથ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

 

પાપ તારું પરકાશ જાડેજા ! ધરમ તારો સંભાળરે,

પાપ તારું પરકાશ જાડેજા ! ધરમ તારો સંભાળરે,
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે ! એમ તોરલ કહે છે જી.

વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી !
વાળી ગોંદરેથી ગાય રે,
બહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રે !-એમ જેસલ કહે છે જી..

પાદર લૂંટી પાણિયાર, તોળી રાણી !
પાદર લૂંટી પાણિયાર રે,
વનના મોરલા મારિયા, તોરલ દે રે !—એમ જેસલ કહે છે જી0

ફોડી સરોવર પાળ, તોળી રાણી !
ફોડી સરોવર પાળ રે,
વનકેરા મૃગલા મારિયા તોરલદે રે !—એમ જેસલ કહે છે જી0

લૂંટી કુંવારી જાન, તોળી રાણી !
લૂંટી કુંવારી જાન રે,
સતવીસું મોડબંધા મારિયા, તોરલદે રે !—એમ જેસલ કહે છે જી0

હરણ હર્યાં લખચાર, તોળી રાણી !
હરણ હર્યાં લખચાર રે,
એવાં કરમ તો મેં કર્યાં, તોરલદે રે !—એમ જેસલ કહએ છે જી

જેટલા મથેજા વાળ, તોળી રાણી,
જેટલા મથેજા વાળ રે,
એટલા કુકરમ મેં કર્યાં, તોરલદે રે !—એમ જેસલ કહે છે જી

પુણ્યે પાપ ઠેલાય, જાડેજા !પુણ્યે પાપ ઠેલાય રે,
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે !—એમ તોરલ કહે છે જી

પનબાઇ
PANBAI

ગુજરાતી છોગાળા

ગુજરાતી છોગાળા
અમે તમારા તમે અમારા
વિશ્વે રમીએ થઈ રુપાળા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા
દીધું દાતાએ ભરી તિજોરી
હરખે કરીએ મહેમાન નવાજી
વહે દાન પૂણ્યની ધારા
છીએ અમે ભાઈ ગુજરાર્તી છોગાળા
રાષ્ટ્ર પ્રેમથી ધરણી છલકે
વલ્લભ ગાંધી વદતાં મલકે
સિંહની ધરણીના અમે લાલા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા
પૂણ્ય ભુમિ સુખ દુખના સંગાથી

સપ્ત સમંદર સવારી અમારી

આયખે સાહસના સથવારા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા
ધરતી મેઘના મિલન મધુરાં
એવા સ્નેહના બંધન અમારા
ફતેહના ડંકા સદાએ દેતા
જન્મ ભૂમિના રતન રુપાળા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા

રમેશ પટેલ(આકાશદીપ)

શ્રાવણી પૂનમ

શ્રાવણી પૂનમે હસતા ઉપવન
સ્નેહ સુમનથી મહેંકે આંગણ
આંખ ધરે પ્રેમ મોતીના થાળા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
ફૂલ હસે ને હસે બહેનડી
તારા હસે ને હસે ભાઈલો
સ્નેહે છલક્યા સરોવર સારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
ઝરમર વરસે મેઘ આભલે
બહેનનાં હૈયાં હરખે હેતે
મીલન મધુરાં મોંઘાં ભાળ્યાં
કે આજ ખીલ્યાં પૂનમનાં અજવાળા
રેશમનો દોરો સ્નેહનો ગોટો
ભાલે તીલક કરી હેતે બાંધ્યો
આરતી કરે સ્નેહ ફૂવારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
ખોલ રે મુખ, ઓ મારા ફૂલ
આશીષ પ્રસાદે ઓવારું સુખ
જુગજુગ જીવજો ભાઈલા મારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
મંગલ જોડી ભાઈ બહેનની
વીરો પૂરસે આશડી તારી
છલકાવું અમર પ્રેમના પ્યાલા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

રમેશ પટેલ ‘આકાશદીપ’

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

– અરદેશર ફરામજી ખબરદાર