પાનાની કોર

આજ હું મારા મોતનો ચોર છું,
ખુદ વિશે ખિલેલો હું મોર છું.

હતી ભીનાશ તમારી,જીવનમાં,
નયનના અશ્રૃમાં તરબોળ છું.

લખેલો પત્ર પ્રેમથી તમારો,
એ પાનાની આજે કોર છું.

ચીતર્યો તમે મને વાદળ સમો,
પાછલા જગતનો હું પહોર છું.

ઊભુ છે મન,યાદોમાં તમારી,
ચારે દિશાએ ઊભેલો ચોક છું.

ઉદાસી ભરેલી “પ્રિત” તમારી,
જાત વિશે બનેલો હું ઝોક છું.

– વિનોદ એસ.”પ્રિત”