સમયને હાથ જોડ્યા તોય, પાછો ક્યાં વળે છે..જો .!
અને, માંગ્યા વગર પીડા બધી આવી મળે છે.. જો..!
કદી વાસંતી સપનાં આંખમાં રોપ્યા હતાં એથી ,
હવે તો પાનખર પણ , થઈ ગુલાબી ને ફળે છે..જો..!
હથેળી બંધ છે ને , કાલ પણ એમાં સલામત છે ,
છતાંયે બીક રાખી , આજ કેવી સળવળે છે..જો..!
છલોછલ બારમાસી લાગણી કેરા સરોવરમાં ,
અધૂરી ઝંખના, ટોળે વળીને ટળવળે છે..જો..!
સમય, સંજોગને ગ્રહોતણાં. માંડીને વરતારા ,
તું મનગમતી કરીને વાત, ખુદને પણ છળે છે..જો..!
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, લક્ષ્મી ડોબરિયા | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, પાછો ક્યાં વળે છે..જો .!-, લક્ષ્મી ડોબરિયા..., સમયને હાથ જોડ્યા તોય, ghazal, gujarati gazal, gujarati git, gujaratikavitaanegazal | Leave a comment »