અરીસામાં જવાની જોઈને, હરખાય છે આંખો,

અરીસામાં જવાની જોઈને, હરખાય છે આંખો,
બુઢાપામાં અરીસો એ જ, ને કરમાય છે આંખો.

પ્રણયમાં તો પ્રથમ મળતા નયન, ને દિલ પછી મળતા
બિડાયેલી ભલે પાંપણ, છતાં પરખાય છે આંખો.

વિરહમાં દિલ બળે તો, આગ ક્યાં દેખાય છે યારો,
અગન એ, ઠારવા માટે જ, તો છલકાય છે આંખો.

જરા નમણાશ ભાળે ત્યાં, હૃદય ધબકાર ચૂકે છે,
દશા દિલની બરાબર જાણતી, મલકાય છે આંખો.

નજર નજરાઈ જાતા કોણ, ‘સુસ્તી’ રાખશે દિલમાં,
નશો આખીય આલમનો, ભરી ઉભરાય છે આંખો\

– વજુભાઈ પુનાણી ‘સુસ્તી’