સદ્દભાવના

સદ્દભાવના છે મારી , મજબૂરી ના સમજશો ,
નમું છુ પ્રેમ થી , તેને કમજોરી ના સમજશો ,
દિલ જીતવા ને આવ્યો , છુ સપનાનો સૌદાગર ,
સાકાર કરું છુ સપનાં , બિનજરૂરી ના સમજશો ,
પ્રેમ થી વધાવું સહુ ને , ઉન્નતી ને કાજ ,
શિખર પર જરૂર પહોચીશ , યાત્રા અધુરી ના સમજશો ,
દેશ દાઝ છે મારી એ મારા લોહી માં વસે છે ,
સેવા છે સર્વજનોની , તેને મજૂરી ના સમજશો ,
પહાડ થી એ પડછંદ , તો ફૂલ થી એ કોમળ ,
સેવક છુ ધર્મ છે સેવા , જીહજૂરી ના સમજશો ,
સદ્દભાવના છે મારી , સદ્દભાવના ને સમજો ,
આ દરગુજર છે મારી , દાનતખોરી ના સમજશો ,
સુકાની છુ , સમર્થન છે સહુ નું ખુબ ન્યારું ,
પ્રગતિ ને કાજ પ્રાથું , અવિચારી ના સમજશો ,
સોનાનો સુરજ ઉગશે , જળહળશે ગુજરાતી ,
નમશે તે સહુ ને ગમશે , અધિકારી ના સમજશો ,
અમિત પંડ્યા”ઘાયલ બીજો”.

નરેન્દ્ર છે આ મોદી

amit