દિનચર્યા

આ વર્ષ શરૂ થતાં માનવતા ના પાયાના ગુણોને અનુસરવાનો નિશ્ચય કરીએ.

દરરોજ ભૂલો કર્યાં પછી માફી માગ્યા પછી પણ, વર્ષો જુનો(અમુક લોકોને નાનપણથી) રાગ-દ્વેષ  નથી છુટયો, તેવા અવગુણને આ વર્ષે મક્કમતા પૂર્વક અને ખરા હ્રદયથી ક્ષમા માંગી ને, રાગ-દ્વેષ મુક્ત થાવું છું.

હું ગુણો થી વડીલ થઈશ, ઉમ્મર થી નહિ.

આપણાં દોષો છુપાવવા, બીજાના દોષોની નીંદા નહી કરીને મિથ્યાત્વના પાપ થી દૂર રહીશ.

લોકોને આપેલી મદદને વધુ પડતી નહી બતાવતા, સ્વમાનભેર લોકોને જીવવા દઈશ.

જે ઉમ્મર અને ગુણમાં નાના છે, તે સર્વેને ખરા હ્રદયથી ક્ષમા આપીશ.

જે ઉમ્મર અને ગુણમાં મોટા છે, તે સર્વેનો આદર સન્માન કરી ખરા હ્રદયથી ક્ષમા માંગુ છું.

પાછળથી બોલીએ એ નીંદા છે, એકલામાં મોઢે કહેવું એ જ્ઞાન આપ્યા બરોબર છે.

લોકોના હક્કો છીનવી લેવા એ સંપત્તિ વાસના છે, આવી વાસનાથી દૂર થઈશ.

સંપત્તિ હોવા છતાં, બીજાનું પુરતું મહેનતાણું ન આપી અપાર વાસના થી દૂર થઈશ.

ઘરમાં તથા કામના સ્થળે લોકો વચ્ચે સંપની ભાવના જગાડીશ અને કૂટનીતી ને તિલાંજલી આપીશ.

માફી માગતી વખતે, કમ્મરેથી નમવાને બદલે હ્રદયથી નમીશ.

મા-બાપ/સાસુ-સસરાની હું સેવા કરીશ (જાત ઘસીને), હું વાતો કરીને દેખાડો નહી કરૂં.

મા-બાપ/સાસુ-સસરા પ્રેમના ભૂખ્યા છે, પૈસાથી તો સારામાં સારા નોકર મળી રહે છે.

આવા ઉત્તમ ગુણોના પાલન દ્વારા, હું એક સુદ્રઢ અને સાત્વીક સમાજ રચવાનો પ્રયત્ન કરીશ,

આમ કરવાથી સકળ વિશ્વનું કલ્યાણ થાશે.

કયો કાળ ભાઈ કયો કાળ!!!!!!

કયો કાળ ભાઈ કયો કાળ!!!!!!

હું મુંજાયેલો છું કે આ કયો કાળ ચાલે છે

જ્યાં જમાઈ શ્રવણ છે, તો દિકરો દૂર્યોધન છે…કયો કાળ ભાઈ કયો કાળ ?

છતાંપણ માબાપ દિકરાના જન્મની ઇચ્છા ધરાવે છે…કયો કાળ ભાઈ કયો કાળ ?

દિકરો મંદિરનો ઘંટ છે, કોઈપણ વગાડી જાય…કયો કાળ ભાઈ કયો કાળ ?

કાયદો કહે છે સંપત્તિ માં દિકરા અને દિકરીનો સરખો ભાગ…કયો કાળ ભાઈ કયો કાળ ?

માજ કહે છે માબાપની જવાબદારી ફક્ત દિકરાની…કયો કાળ ભાઈ કયો કાળ ?

જ્યાં વહુને દિકરીની ઉપમા અપાય છે, પણ કહેવાય છે પારકીજયણી…કયો કાળ ભાઈ કયો કાળ ?

માઈ પોતાના માબાપને છોડી ને સાસુ-સસરાની ચિંતા કરે છે…કયો કાળ ભાઈ કયો કાળ ?

દિકરી સાસુ-સસરાને તરછોડી માબાપની ચિંતા કરે છે (સેવા નહી)…કયો કાળ ભાઈ કયો કાળ  ?

જ્યાં દિકરો-વહુ જાત ઘસીને માબાપની સેવા કરે છે, છતાંપણ બીજા ભાઈભાંડુ એમની ભુલોની ટીકા કરે  છે…કયો કાળ ભાઈ કયો કાળ ?

છતાંપણ માબાપ કહે છે મારે બધા સંતાન સરખા (ફક્ત સંપત્તીમાં)…કયો કાળ ભાઈ કયો કાળ ?

આને તટસ્થ પ્રેમ કહેવાય કે પ્રોફેશલન અપ્રોચ,…કયો કાળ ભાઈ કયો કાળ ?

જ્યાં સગી જનેતા પૈસા માટે દિકરીને વેચે છે,…કયો કાળ ભાઈ કયો કાળ ?

જ્યાં સગી જનેતા સત્તા માટે દિકરાનો ભોગ લઇલે છે…કયો કાળ ભાઈ કયો કાળ ?

જ્યાં સગી જનેતા પૈસાના ત્રાજવે સંતાનોને તોલે…કયો કાળ ભાઈ કયો કાળ ?

જ્યાં વહુ ને કામવાળીની ઉપમા અપાય અને દિકરાને બળદની ઉપમા અપાય છે…કયો કાળ ભાઈ કયો કાળ ?

આને શું કહેવાય આને જ તો અપવાદ કહેવાય પણ કળયુગ ન કહેવાય…કયો કાળ ભાઈ કયો કાળ ?

કારણ કે મા તે મા બીજા બધા વગડાના વા…કયા કાળ ની આ કહેવત છે ?

 

હું હજી પણ મુંજાયેલો છું, ગુંચવાયેલો છુ કે આ કયો કાળ છે ?

કળયુગ  ?

સતયુગ  ?

ઘોર કળયુગ  ?

નિલેશ મેહતા……www.itdesksolutions.com