થોડા સફેદ વાળ પ્રિયે ! આજે તારા જોયા,
અફસોસ થયો એવો, કેટલા વર્ષો ખોયા !
થોડા વીખરાયા, થોડી જાતને સંભાળી,
લડતાં-ઝધડતાં આપણે કેટલાં સપના જોયા !
મુકામો કેટલાં ને વિસામા પણ કેટલાં?
નીતરતી આંખોએ કેટલા અવગુણ ધોયા !
ચાલ આજથી ક્ષણો બધી ભરી દઉં-
તારી સુગંધથી, કાળના લેખ કોણે જોયા?
ઉજ્જવલ ધોળકીયા
Filed under: ઉજ્જવલ ધોળકીયા, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: ઉજ્જવલ ધોળકીયા, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, થોડા સફેદ વાળ પ્રિયે ! આજે તારા જોયા, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a comment »