આવે નહી સાગરમાં, ભરતી સાવ અમસ્તી,
જરૂર તમારી, કોઈક કિનારે તો હાજરી હશે.
કહી કહીને થાક્યો, કે નથી પીતો હું શરાબ,
કદાચ નજરના નશાની અસર આવી હશે,
ન કોઈ ગમ મૃગજળની પાછળ દોડવાનો,
જીવવા માટે, એક આભાસ પણ જરૂરી હશે.
બનાવે કોઈ યાદી, દૂનીયાભરના દિવાનાની,
તો યાદીમાં, અમારું નામ સહુંથી પહેલું હશે.
-ધડકન
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ધડકન | Tagged: આવે નહી સાગરમાં, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ધડકન, ભરતી સાવ અમસ્તી, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a comment »