આ મોહબ્બતની રાહ લાગે છે, ત્યાગમાં પણ ગુનાહ લાગે છે.

આ મોહબ્બતની રાહ લાગે છે,
ત્યાગમાં પણ ગુનાહ લાગે છે.

પ્રેમપંથે શિખામણો છે ગલત,
એજ સાચી સલાહ લાગે છે.

એમ લાગે છે સૌ જુએછે તને,
સૌમાં મારી નિગાહ લાગે છે.

આંખ તારી ઉપર ઠરી ના શકી,
દિલમાં ભરપૂર ચાહ લાગે છે.

તેથી અપનાવી મેં ફકીરીને,
તું ફકત બાદશાહ લાગે છે.

આશરો સાચો છે બીજો શાયદ,
સૌ અધૂરી પનાહ લાગે છે.

કેમ કાંઠો નઝર પડેછે ‘મરીઝ’?
કાંઈક ઊલટો પ્રવાહ લાગે છે.

– મરીઝ

સુવિચાર-બરાબર સમજી રાખો :

બરાબર સમજી રાખો :

અનાયાસે પ્રાપ્ત થયેલી લક્ષ્મી,
પરિશ્રમ તથા પુરુષાર્થ વગરનું જીવન,
અને સાચી ભુખ વિનાનું ભોજન,
… આ ત્રણેય ભલે થોડો આનંદ આપે………………..

પણ સરવાળે તે હાનિકર્તા છે

તું શિખરે, હું તળિયે

તું શિખરે, હું તળિયે :
આપણ એવો જાગ જગવીએ,
કેવળ ઝળહળીએ, ઝળહળીએ !
તું
મસ્તીલો પવન, પુષ્પ હું
ખૂણે નહીં ખીલેલું ;
તું આવે તો સકળ ધરી દઉં
તને
સુવાસ ભરેલું !
લહર લહર લ્હેરાતાં આપણ
અરસપરમાં ઢળીએ !-
તું આકાશે હંસ
ઊડતો,
હું માનસ જલબિન્દુ !
તારા સ્પર્શે ઊગશે અંદર
મુક્તારસનો ઇન્દુ
!
ઊછળી ઊંચે, ઊતરી ઊંડે
મરજીવિયે મન મળીએ !
તું તો આવે ગગન-ઘટા
લૈ,
ઘટમાં કેમ સમાશે ?
તારી વીજ શું પતંગિયાના
પાશ મહીં બંધાશે ?


પલકારામાં પ્રગટે પૂનમ,
વાટે એવી વળીએ !

– ચંન્દ્રકાંત શેઠ

માગું હું તે આપ, પ્રભુજી !

માગું હું તે આપ, પ્રભુજી !
માગું હું તે આપ.

ના માંગુ ધન વૈભવ
જે મન દેખી મલકાય,
ભલે રહું હું દીન તોય લઉં ના ગરીબ કેરી હાય !
એવું હૈયાનું બળ આપ, પ્રભુજી ! … માગું

ઉંચા નીચા ભેદ ન જાણું, સૌને ચાહું સમાન
સૌને આવું હું ખપમાં મુજ કાયા વજ્ર સમાન
એવું શરીરનું બળ આપ, પ્રભુજી ! … માગું

કરતાં કાર્ય જગે સેવાનાં જો કદી થાકી જવાય
કાયા થાકે મન નવ થાકે જીવતર ઉજળું
એવું મનનું બળ તું આપ, પ્રભુજી !

માનો પોલીસને મિત્ર ભાગ- ર

વાહનચોરી અટકાવવા વાહનમાલિકોએ ઘ્યાન પર લેવાની તકેદારીરૂપ બાબતો
• વાહનના પાર્કિંગ માટેની નિયત જગ્યામાં જ પાર્ક કરો.
• ૯૦ ટકા વાહનચોરી લોક કર્યાં વિનાનાં વાહનોની જ થાય છે. વાહનચોરી અટકાવવા માટે વાહનનું લોક કરવું તે અતિઆવશ્યક છે. વાહનને પાર્ક કરતી વખતે હંમેશા તેને લોક કરો. તેમ જ લોક થયાની ખાતરી કર્યા બાદજ આગળ વધો.
• વાહન નો પાર્કિંગ ઝોન, રોડ પર અડચણરૂપ રીતે. કે છૂટુંછવાયું ક્યારેય પાર્ક ન કરો.
• રાત્રીના સમયે પોતાનું વાહન કમ્પાઉન્ડ વોલ કે પાર્કિંગમાં મૂકી વાહનને લોક કરવા ઉપરાંત કમ્પાઉન્ડ વોલનો દરવાજો પણ લોક કરવાનો આગ્રહ રાખો.
• ટુ વ્હિલરમાં સ્ટિયરિંગ અને ઇગ્નિશન લોક ઉપરાંત ચેઈન લોક પણ લગાવી શકાય છે. જે વધારાની તકેદારી લેવામાં સંકોચ ન અનુભવો.
• વાહનચોરો વાહનની ચોરી કરી તત્કાલ નંબર પ્લેટ બદલે છે અને કેટલાક કિસ્સામાં વાહન છૂટું પાડી વેચે છે અથવા બોગસ રજિસ્ટ્રેશનના કાગળો બનાવી વેચે છે. ચોરી કરેલ વાહનનો અહીં જણાવેલ રીતે સરળતાથી નિકાલ ન થાય તે માટે આપના વાહનનો રજિસ્ટ્રેશન નંબર તેના સ્ટિયરિંગ, વાહનની રિંગો, ચેસીસ, એન્જિન વગેરે પર એમ્બ્રોસ કરાવો.
• આપની કારમાં કે ટુ વ્હિલરની ડેકીમાં રોકડ નાણાં કે કીમતી દસ્તાવેજો, લાઇસન્સવાળું હથિયાર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે છોડીને ન જાઓ.
• હાલમાં ન.ચક (વાહનનું લોકેશન દર્શાવતા) ઉપકરણો અને રિમોટ કન્ટ્રોલ/કોકથી વાહનના ઇગ્નિશન બંધ કરી શકાય તેમ જ વાહનને ચાવી વિના ચાલુ કરવામાં આવે તો વાહનમાલિકને વાહન શરૂ થયાની જાણ થાય તે પ્રકારના અદ્યતન સિક્યોરિટી ડિવાઇસ બજારમાં ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરવો.
• વીમો ઉતરાવ્યા વિના વાહનનો ક્યારેય ઉપયોગ ન કરો. વીમાની મુદ્દત પૂરી થતાં પહેલાં બિનચૂક પ્રીમિયમ ભરો.
• જૂનું વાહન ખરીદતાં પહેલાં તેની માલિકીના દસ્તાવેજની સંપૂર્ણ ખરાઈ કરો
સ્ત્રીઓમાટેસલામતીનાંસૂચનો
જાગૃતિ
• સ્ત્રીઓએ આસપાસનું વાતાવરણ અને જ્યાં જવાનાં હોય ત્યાંની જગ્યા અને ત્યાં કોઈની મદદ મળશે કે નહીં તે જાણવું જોઈએ અને નીચેના ત્રણ મોટામાં મોટાં જોખમી પરિબળો ઘ્યાનમાં રાખવાં જોઈએ.
• એકલતાની જગ્યા કે અંધારાની અથવા બંને
• બહાર નીકળવાના રસ્તા
• અજાણી જગ્યા કે જ્યાં કોઈની મદદ ના મળી શકે ત્‍યાં સિસોટી કે સ્વબચાવ માટે એલાર્મ સાથે રાખો.
• તમે તમારી કીચેઇનમાં સિસોટી લગાવી રાખો જે તમને અણધારી એકલ જગ્યાએ કામ આવશે. આ વગાડવાથી લોકોનું ઘ્યાન ખેંચાશે
• એકલવાયી જગ્‍યાએ વધુ સમય રોકાવવુ નહી
ઘ્યાનરાખો
• ખુલ્લી ઠંડા પીણાની બોટલ કે વસ્તુ કોઈ પણ પાસેથી ક્યારેય ન સ્વીકારો. પોતે જ બોટલ ખોલવાનો આગ્રહ રાખો.
• પ્રસંગ કે પાર્ટીમાં તમને જો ખાતરી ના હોય તો તમે જાતે નવું પીણું લઈ લો.
• પ્રસંગ કે પાર્ટીમાં અજાણ્‍યા ઇસમ પાસેથી કોઇપણ ખાધ્‍ય વસ્‍તુ લેવી નહી કે પીણુ પીવુ નહી.
• અજાણી જગ્યાએ કાળજી લઇ વાહનમાં મુસાફરી કરવી
વ્યક્તિગત તકેદારીનાં પગલાં
• હંમેશા થોભો અને જોખમ વિશે વિચારો.
• દરવાજો ખોલતાં પહેલાં મુલાકાતીને ઓળખો.
• નાનાં બાળકોને મુલાકાતી માટે દરવાજો ખોલવાનું કદી ના કહો.
• સેલ્સમેન પાસે હંમેશા ઓળખપત્ર માગો.
• રાત્રે એકલા ચાલવા જવાનું ટાળો.
• નિર્જન જગ્યાએ ચાલવા જવાનું ટાળો.
ઘરની સુરક્ષા અને સાવધાની માટેનાં પગલાં (Home Safety)
• ઘરના મુખ્ય દરવાજા અને પાછળના દરવાજા તેમ જ બારી અને તેની ગ્રિલો અતિ મજબૂત બનાવવાનો અને અંદરથી ફિટ કરવાનો આગ્રહ રાખો. ગ્રિલ, બારીબારણામાં મજબૂત સ્ક્રૂનો ઉપયોગ કરો.
• મકાનમાં સરળતાથી પહેલા માળે કે ગેલેરીમાં ચઢી ન શકાય તે માટે જરૂરી ગ્રિલ કે અવરોધો બનાવો. મકાન નજીક વૃક્ષ કે ઇલેક્ટ્રિક તેમ જ ટેલિફોનના થાંભલા ઉપરથી ઘરમાં પ્રવેશ શક્ય હોય તો ધાબાના દરવાજા સહિત જ્યાં જરૂર જણાય ત્યાં ગ્રિલ બનાવી જરૂરી તકેદારી લો.
• ઘરના મુખ્ય દરવાજા ઉપરાંત જાળીવાળો દરવાજો પણ અચૂક બનાવો જેથી અજાણ્યા મુલાકાતીને ઘરમાં પ્રવેશ આપતાં પહેલાં ઓળખાણ કે ઓળખની ખરાઈ થઈ શકે.
• ઘરમાં મુખ્ય દરવાજામાં આઇગ્લાસ, ડોરચેઇન ઉપરાંત શક્ય હોય તો વીડિયોડોર ફોન અને બહુમાળી મકાનમાં સિક્યોરિટી વ્યવસ્થા સાથે ઇન્ટરકોમની વ્યવસ્થા પણ રાખો. તાળાં ઊંચી ગુણવત્તાનાં અને મજબૂત પ્રકારનાં જ પસંદ કરો.
• ઘરના મુખ્ય દરવાજા અને રસોડાના/પાછળના દરવાજામાં બહારથી તાળાં ઉપરાંત ઇન્ટર્નલ લોક પણ રાખો. અહીં બારીબારણાંના નકૂચા સ્ક્રૂથી નહીં પણ નટ-બોલ્ટથી ફિટ કરાવો.
• દરેક એપાર્ટમેન્ટ, સોસાયટી તેમ જ બંગલાના આયોજનના તબક્કેથી જ સિક્યોરિટી હેતુથી અદ્યતન આયોજન કરો. મકાનની સલામતી માટે ઉપલબ્ધ મેગ્નેટિક સેન્સર, સ્મોક સેન્સર, અપપ્રવેશની કોશિશ કે અપપ્રવેશ રોકતાં એલાર્મ બંધ ઘરમાં પ્રવેશતાં માલિક-પોલીસ સહિત અમુક વ્યક્તિને જાણ કરતી સર્કિટ/ડિવાઇઝ વગેરે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરો.
• દરેક સોસાયટી અને એપાર્ટમેન્ટ તેમ જ ઓફિસ કોમ્પ્લેક્સ અને ગોડાઉન વિસ્તારમાં શિફટમાં વોચમેન રાખો. બહારથી આવતા મુલાકાતી માટે વિઝિટર્સ બુક રાખો. તેઓના વાહનના નંબર લખવાની પ્રથા અપનાવો.
• ઘરમાં નોકર રાખતાં પહેલાં તેની સાચી ઓળખ નક્કી કરો. તેના ફોટા સાથેનો રેકર્ડ (સંપૂર્ણ વિગત) અને તેની ભલામણ કરનારનું નામ વગેરે નોંધી રાખવું. તેના સંપર્કની વિગત પણ નોંધી રાખો. જરૂર જણાયેથી તેનું પોલીસ સ્ટેશન મારફત ચારિત્ર વેરિફિકેશન કરાવવું.
• ઘરમાં રિપેરિંગ (લાઇટ ફિટિંગ,પ્લમ્બિંગ વગેરે) જાણીતા માણસો/એજન્સી પાસે જ કરાવો. ઘરમાં રિપેરિંગ ચાલુ હોય ત્યારે ઘરની એક વ્યક્તિ કે નોકર હાજર રહો. ચેનલ/કેબલ, ઇન્ટરનેટ પ્રોવાઇડર, મોબાઇલ ફોન સેવા પૂરી પાડનાર, સેલ્સમેન, ફેરિયા વગેરેને ઘરમાં પ્રવેશ ન આપો. તેની ઓળખની ખાતરી કર્યા બાદ જ તેની સાથે વ્યવહાર કરો.
• મકાનના કમ્પાઉન્ડ અને સ્ટેરકેસમાં રાત્રી દરમ્યાન લાઇટની વ્યવસ્થા કરો. રાત્રે દૈનિકક્રિયા માટે જ્યારે પણ જાગવાનું થાય ત્યારે મકાન આસપાસ નજર કરવાની ટેવ પાડો.
• ઘરફોડ ચોરી કે લૂંટફાટ કરનાર ઘરમાં પ્રવેશની પહેલા કે પ્રવેશની સાથે ટેલિફોન તાર કાપી નાખવાની ટેવ ધરાવતા હોય છે. આપનો મોબાઇલ ફોન સૂવાની જગ્યાએ સાથે રાખો અને પોલીસ હેલ્પલાઈન (સ્થાનિક પોલીસ સ્ટેશન તેમ જ જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમના નંબર અવશ્ય રાખો. મુશ્કેલીના સમયે મદદ માટે સંકલન કરે તેવા મિત્રોની મદદ પણ લો. પરસ્પર મદદ માટે આપ પૂર્વ નિર્ધારિત સમયે મિત્ર સાથે રિહર્સલ પણ કરી શકો છો.
• ઘરના મહત્ત્વના કારોબાર તેમ જ કીમતી દાગીના વગેરે અંગે તેમ જ બહાર રહેતાં સગાં-સંબંધી અંગે અજાણ્યા માણસો સામે રૂબરૂમાં ચર્ચા ટાળો.
• મકાનની ચાવી મકાન બંધ કરતી વખતે મકાન આસપાસ છુપાવવાનું ટાળો. તેમ જ મકાનની ચાવી ભરોસાપાત્ર પાડોશી સિવાય અન્યને ક્યારેય ન આપો. ઘરના નોકરોના હાથમાં ચાવી આવે તે રીતે ચાવીઓ ન રાખો. જ્યારે ઘર બંધ કરીને બહાર જવાનું થાય ત્યારે પાડોશીને તકેદારી લેવા જાણ કરો.
• પાડોશી સાથેના સંબંધો સારા રાખો અને મિલકત સંબંધિત ગુના સંબંધે પરસ્પરની તકેદારી લેવાના સંબંધો રાખો.
• ઘરના સભ્યોને ઘર બહાર જવાનો સમય અલગ અલગ હોય અને વચ્ચે ઘર બંધ રહેતું હોય તો દરેક સભ્ય પાસે ચાવીનો અલગ સેટ રાખો. ચાવી અડોશપડોશમાં આપવાનું ટાળો. જો પ્રસંગોપાત્ત ચાવી આસપાસમાં આપવાનું થતું હોય કે નોકરોના હાથમાં ચાવી જતી હોય તો તાળાં અવારનવાર બદલતા રહો.
• કીમતી દાગીના-રોકડ વગેરે સુરક્ષિત રાખવા ઘરમાં મજબૂત કબાટ/સેફ રાખો, જેની ચાવી ક્યાંય આસપાસમાં કે ટીવી કેબિનેટ-ફોન નીચે છુપાવવાની ટેવ ન રાખો. શક્ય હોય ત્યાં સુધી દાગીના-રોકડ બેન્ક લોકર/બેન્કમાં જમા રાખો.
• સોસાયટીના આંતરિક રોડ પર સોસાયટી પ્રમુખ કે સિક્યોરિટીના માણસો મારફત ફેરિયાઓનો પ્રવેશ રોકી શકાય છે. આપની સોસાયટી અને એપાર્ટમેન્ટમાં જેના ચારિત્ર અંગે ખરાઈ કરેલ છે તેવા જ સ્વીપર, ધોબી, શાકભાજીવાળા, છાપાવાળા અને અન્ય ફેરિયાને પ્રવેશ આપો. ગેસ રિપેર કરનાર, પ્લમ્બર અને અન્ય રિપેરિંગ કરનાર પણ માન્ય અને જાણીતી વ્યક્તિઓ પાસે જ કામ કરાવો. આવા તમામનાં નામ-સરનામાં અને ફોનથી વાકેફ રહો.
• અનાથાશ્રમ, ઘરેણાં ધોઈ સાફ કરી આપનાર, સેલ્સમેન, બાળભિખારી વગેરે ઓળખ સાથે બપોરના કે એકાંતના સમયે આવનારથી ખાસ ચેતતા રહો. એકલી મહિલા કે વૃદ્વ સાથે તેઓ દ્વારા છેતરપિંડી કે ગુનો કરવાની શક્યતા હંમેશા ઘ્યાન પર લો.
• બાળકોના મિત્રો, શાળા/સ્કૂલનાં વાહનો તેમ જ અગત્યના અન્ય સંપર્કોની વિગત હાથવગી રાખો.
• આપનું મકાન વિકાસ પામી રહેલા વિસ્તારમાં આવેલું હોય, આપના મકાન પાસે કોઈ ખાલી પ્લોટ હોય કે મકાન છેવાડાના વિસ્તારમાં આવ્યું હોય તો તે જગ્યાએ મિલકત વિરુદ્ધના ગુના થવાની વિશેષ શક્યતા છે. આવા વિસ્તારમાં દિવસ દરમ્યાન મજૂરો, ભિખારી, સાધુબાવા વગેરેના સ્વાંગમાં ફરતા અજાણ્યા માણસો ઉપર ખાસ નજર રાખો. તેમ જ જ્યારે આપનું ઘર બંધ રહેનાર હોય તે વખતે ખાસ તકેદારી રાખો, જેમાં બિનજરૂરી રીતે કીમતી જણસ બંધ ઘરમાં ન રાખો અને પાડોશી તેમ જ સ્થાનિક પોલીસ સ્ટેશનને આપનું ઘર બંધ રહેવા અંગે ખાસ જાણ કરો.
• આપ ઘરમાં એકલા હોય ત્યારે આપને બેઘ્યાન બનાવવા અને ટેન્શનમાં મૂકી ચીલઝડપ કે ચોરી/ગુનો કરવાના આશયથી ગુનેગારો અકસ્માત અથવા તુરંત ઘર બહાર નીકળેલ સગાંસંબંધી તકલીફમાં છે તેવી માહિતી આપી બહાર બોલાવે છે, અકસ્માતમાં કોઈ સગાંવહાલાંને પૈસાની જરૂર છે વગેરે ખોટા સમાચાર આપે છે. જ્યારે પણ અજાણી વ્યક્તિ દ્વારા આવા સમાચાર મળે ત્યારે સ્વસ્થતાથી સાંભળી યોગ્ય પ્રતિભાવ આપો અને પાડોશી તેમ જ પોલીસની મદદ લો.
• આપના રહેઠાણ બહાર રોડ પર કે ગલ્લા વગેરે પર ટપોરી એકઠા થતા હોય તો પોલીસના ઘ્યાન પર મૂકો. તેઓની ત્રાસદાયક વર્તણૂકથી છુટકારો મેળવવા હંમેશા પોલીસની મદદ લો.
• આપે આપની મિલકતની ચોરી/લૂંટફાટ કરનાર સામે વાજબી પ્રતિકાર કરી તે ઘટના રોકવા વાજબી બળ વાપરવાનો આપને અધિકાર છે. આવા પ્રસંગે આમ કરતાં પહેલાં તક મળે તો પોલીસ અને અન્ય મિત્રોની મદદ લેવાનો પ્રયાસ કરો.
જ્યારે પણ મિલકત વિરુદ્ધના ગુના માટે ગુનેગાર નજરે પડે ત્યારે પ્રથમ પોતે અને આસપાસના રહીશો સતર્ક થઈ તત્કાલ પોલીસને જાણ કરો અને ગુનેગારને પડકારવાને બદલે તેની હરકત પર નજર રાખી પોલીસની મદદ માટે સ્થાનિક પોલીસ સ્ટેશન ઉપરાંત જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ પર જાણ કરો.

સલામતી માટે જરૂરી
વાહનની યાંત્રિક ખામીઓ (બ્રેક ખરાબ હોવી, હેડ લાઇટ ખરાબ હોવી, તીવ્ર પ્રકાશવાળી લાઇટ હોવી, વાહનમાં એન્જિન કે અન્ય ભાગમાં ડ્રાઇવરના જજમેન્ટને થાપ આપે તેવી ખામી હોવી), રોડની ખામીઓ (સાંકડા અને ખરાબ રોડ, સાઇડ શોલ્ડરમાં ખામી હોવી, અવરોધરૂપ વૃક્ષો હોવાં, ખરાબ વળાંકવાળા રસ્તા હોવા, શેડ ડિઝાઇનમાં ખામી હોવી, શેડ સાઇન અને રિફલેક્ટર ન હોવા) અને વાહનચાલક કે રોડ વપરાશ કરનારની વ્યક્તિગત ભૂલો (નશો કરેલી સ્થિતિમાં વાહન ચલાવવું, દૃષ્ટિની ખામી હોવી, ટ્રાફિક નિયમો અને સૂચનાનું ઉલ્લંઘન કરવું, બેઘ્યાન કે બેફામ રીતે વાહન ચલાવવું, રાહદારીની ભૂલ) વગેરે એક કે વધુ પરિબળોના કારણે રોડ અકસ્માત બને છે. રોડ અકસ્માતમાં કોઈ એકની ભૂલના કારણે અનેક નિર્દોષ નાગરિકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભોગ બને છે. દર વર્ષે વિશ્વમાં આશરે માણસો રોડ અકસ્માતમાં પ્રાણ ગુમાવે છે. અને મોટી સંખ્યામાં ગંભીર કે સામાન્ય ઈજા પામવા સાથે અબજો રૂપિયાનું નુકસાન થાય છે. માત્ર ભારતમાં જ દર વર્ષે એક લાખથી વધારે લોકોને રોડ અકસ્માત નડે છે, જેમાં મૃત્યુ, ઈજા, વાહન સહિત અન્ય મિલકતને નુકસાન, ઈજાના કારણે ભવિષ્યવર્તી અસર અને સારવારખર્ચ વગેરે સાથે નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આશરે પપ,૦૦૦ કરોડ જેટલી સામાજિક કિંમત (સોશ્યિલ કોર્ટ) આપણે ચૂકવીએ છીએ. આ બાબત કોઈ મોટી માત્રામાં રાષ્ટ્રીય નુકસાન અને દુ:ખએ વાજબી છે ?
તમામ સ્તરે ઉપરોક્ત બાબતે ગંભીરતાથી વિચારણા સાથે થોડી જાગૃતિ દાખવી તકેદારી લેવામાં આવે તો રોડ અકસ્માતની માત્રામાં અસારધારણ ઘટાડા સાથે અનેકના પ્રાણ અને લાખોની વ્યથા/દુ:ખ ઘટાડી શકાય તેમ છે. આપ સૌને રોડ અકસ્માત ઘટાડવા નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવા, વ્યક્તિગત અને સામૂહિક તકેદારી લેવા આ બાબતે જનજાગૃતિના પ્રયાસો કરવા અનુરોધ છે.
ટ્રાફિક સંબંધિત કાયદાઓ અને નિયમો આપની રોડ સલામતીને કેન્દ્રસ્થાને રાખી આ વિષયના ગહન અઘ્યયન બાદ ઘડવામાં આવ્યા છે. તેની મૂળભૂત જાણકારી રાખો, તેનો હેતુ સમજો અને તેનું સંપૂર્ણપણે પાલન કરો.
આ નિયમો વિરુદ્ધ અવિચારી, મૂર્ખતાપૂર્ણ અને ખોટું જનમાનસ ઊભું કરી સસ્તી લોકપ્રિયતાના પ્રયાસ કરનારના પ્રભાવમાં આવ્યા વિના હંમેશાં રોડ સલામતી અને જાહેર વ્યવસ્થાની બાબતે જ પ્રાધાન્ય આપી સ્વભાવગત રીતે ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરો. ટ્રાફિક નિયમો સંબંધિત જનજાગૃતિ લાવવાના પોલીસ અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રયાસોની સરાહના કરી તેનો વ્યાપ વધારવા વ્યક્તિગત યોગદાન સાથે ઉત્સાહભેર ભાગ લેવા ભારપૂર્વક અનુરોધ છે.

અમે તો જવાના……

અમે તો જવાના……

લોકો કહે છે,શું લઇને આવ્યા’તા,શું લઇને જવાના,
હું કહીશ….
પ્રેમ કરવા આવ્યા’તા,પ્રેમ કરીને જવાના,પણ થશે એવું કે,
તમારા થઇને, તમારાથી હંમેશાં દૂર જવાના……………….

લોકો કહે છે,પ્રેમનો મારગ છે શુરા નો,નહીં કાયરનું કામ,
અઢળક પ્રેમ કરીને અમે તો,પાદર પાળીયા થઇને જવાના.

લોકો કહે છે, મોહબ્બત જતાવવા ની ના હોય….એટલે જ,
જશું ત્યારે, આખરી ધબકારો તમારા નામનો લઇને જવાના.

અવાજ સતત રણકતો રહે છે તમારો,હૃદયના એક ખુણામાં,
હવેતો એ જ સૂર ના સથવારે,ગાતા ગાતા અમે જવાના…..

ચૈતન્ય મારૂ.
૨૭/૦૫/૨૦૧૦.

પતંગીયુ બની ઉડે હૈયું ગગન માં

પતંગીયુ બની ઉડે હૈયું ગગન માં
પછી પાંખો ની
શી જરુર?
મન મક્કમ જો દરિયો તરવા
પછી વહાણ ની શૂ જરુર?
રેલાય જો
અમ્રુત એક ઝાકળ તણા બુંદ થી જ
તો સરોવર અને સરિતા ની શી જરુર?
ફુટે જો પાનખર માં પણ કુપણ તો વસંતની શી જરુર?
લાગણી ભીના સબંધો હોય તો
“શબ્દો” ની શી જરુર?

-શૂન્યમનસ્ક

મેરા ભારત મહાન -જયકાંત જાની (USA)

કોઇ એ મને પુછેલુ ; ઇન્ડીયા અને અમેરીકામા શુ ફર્ક છે ?

મારો જવાબ હતો ઇન્ડીયા સ્વર્ગ છે અને અમેરીકા નર્ક છે.

કોઇ એ મને પુછેલુ ; તમારો અમેરીકામા રહેવા નો શુ તર્ક છે ?

મારો જવાબ હતો અમેરીકામા વર્ક એડીકટ ડોલરીઑ અર્ક છે.

કોઇ એ મને પુછેલુ ; અમેરીકામા કેમ કાર્ય ક્ષમતા કરતા વધારે વર્ક છે ?

મારો જવાબ હતો અમેરીકા જોબ ચાલ્યા જવાના વઘારે જર્ક છે

સૌથી મોટો રૂપિયો

સૌ કહે છે મારો મારો પણ કોઈનો નથી આ રૂપિયો
આજ મારો અને કાલે બીજાનો કોઈનો નથી રૂપિયો

ભાઈ ભાઈ થી વેર કરાવે સગો નથી કોઈનો રૂપિયો
દોસ્તી અને યારીમાં બસ સૌનો સગો છે આ રૂપિયો

લાચ રૂસ્વત અને ભ્રષ્ટાચાર ની ભાષા છે રૂપિયો
એનાથી સૌ કામ કરે છે સૌથી મોટો બન્યો રૂપિયો

કાલીયા ને પણ સુંદરી અપાવે રૂપાળો આ રૂપિયો
રૂપિયાનું તું રૂપ જોઇલે સૌથી રૂપાળો આ રૂપિયો

એના વગર સઘળું અધારુ ચળકાટ છે આ રૂપિયો
માન અને સાન અપાવે સ્વાભિમાની આ રૂપિયો

મદિરમાં ભગવાન પાસે પેટી માં પડ્યો છે રૂપિયો
ભગવાનની સાથે સાથે પૂજનીય બન્યો છે રૂપિયો

સબધ,લાગણી,પ્રેમ કઈ નથી જોતો આ રૂપિયો
ક્લયુગમાં સૌ બોલે છે કે સૌથી મોટો રૂપિયો

-ભરત સુચક

હરિ ઉવાચ્

ભક્તો તમને હાથ જોડુ
મ્ંદીર હવે ન બનાવશો
માનવ ઘર્મ પ્રમુખ ગણીને,
માણસાઇના દિવા પ્રગટાવશો

તહેવારોની ઉજવણી નિમિતે
અન્નકુટ ન ઘરાવશો
દિન દુખયા ભુખ્યા જનોને
પ્રેમથી જમાડ્શો

મને ઘરાવેલ પ્રસાદ બાબતે
પૈસાને વચ્ચે ન લાવશો
યથાશક્તિ ભેટ ઘરે તેને
સરખો પ્રસાદ આપજો

તમારા સ્ંતાનો ને સાથે લઇને
ઘર્મ તરફ વાળજો
જ્ઞાન બોઘની ક્ષિક્ષાપત્રી
જીવનમા પાળજો

માનવદેહ મળ્યો મારા થકી
દિર્ઘાયુષી જીવી ઉજાળશો
ધર્મના ચાર પગથિયા ચડીને
જીવને મોક્ષ તરફ વાળજો.

-જયકાંત જાની (USA)

ગુજરાતી માંથી

નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું – રમેશ પટેલ ‘આકાશદીપ’

નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું
એક બે ત્રણ વદું તો, બા દાદાને લાગે વાહલું
વન ટુ થ્રી કહું તો,મમ્મી પપ્પાને હસતા ભાળું
ખુશી ખુશી હું બોલું

બા દાદા કહે વારતા, શિયાળ કાગડો પુરી
મોમ કહે હોલ્ડ માય હેન્ડ નહીં તો પડશે ભૂલી
રમતાં રમતાં ઊંઘું,ઊઘમાં હસું થોડું થોડું
ખુશી ખુશી હું બોલું

બા બનાવે મારા માટે રોજ રોટલી શાક
મોમ ડેડી સાથે ભાવે મુજને પ્યારા પિત્ઝા ને કોક
ખાઉ થોડું બગાડું ઝાઝું,તોય વહાલ કરે રુપાળું
ખુશી ખુશી હું બોલું

બા કહે ફ્રોક પહેરી ,તું મજાની ઢીંગલી જેવી લાગું
શોર્ટ ટી ~શર્ટ પહેરી, મમ્મી સાથે હાઈ ફાઈ માં ભાગું
રોજ રોજ નાવલી વાતું, હસતી રમતી માણું
ખુશી ખુશી હું બોલું

બા ગવડાવે માના ગરબા, દાદા શીખવે હાથ જોડીને રામ
મમ્મી પપ્પા ઊપડે કામે, બોલાવી બાય બાયના જાપ
હસી હસી હું રમું ભમું,થાકી દાદા પાસે દોડું
ખુશી ખુશી હું બોલું

વાત કહી મેં મારી છાની ,બોલો તમને કેવી હું લાગું
નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું

– રમેશ પટેલ ‘આકાશદીપ’

દિવાળી

મારું નાનકડું ગામ ,જાણે ગોકુલિયું ધામ
રુડી સરોવરની પાળ,ઝૂલે વડલાની ડાળ
હસે પનઘટના ઘાટ.ગાગર છલકે રે વાટ
દોડી કરીએ દિવાળીએ સ્નેહે સન્માન
કે મારા …આંગણાના થાજો મહેમાન

લાલી છાઈ આકાશ, વરતાય હૈયે ભીંનાશ
માવતરનાં મીઠાં છે ગાન,,ધરે જીવન પ્રસાદ
આદરનાં ઉભરાયે પૂર,મલકે વડીલોનાં ઉર
પ્રકાશ પર્વના છલકે છે પ્રેમ ભર્યા પૂર
ઝીલો ઝીલો હૈયે દોડી આજ ઉમંગી નૂર

શુભ સંકલ્પની જ્યોતી,ભાઈબીજની રે ખુશી
હૈયાને હરખે હીંચોળી, પૂરીએ રુડી રંગોળી
ફટાકડાએ દે જો નવરંગોથી દિવાળી ઉજાળી
ને વધાવીએ નવ વર્ષને વેરઝેર ડુબોડી
કે આજ મીઠી લાગે મારી રુપલી દિવાળી
રમેશ પટેલ(આકાશદીપ)

ગીતા સુધા

bhagavadgita210x300ભગવાનના શ્રીમુખે સંસારના સર્વ સંશયો વિરમી જાય

એવી અલૌકિક દિવ્યવાણીની,સંસારને ભેટ ધરી ઋષિવર

શ્રીવેદવ્યાસજીએ.

ગુજરાતી સાહિત્યમાં કવન રુપે ‘ગીતા સુધા’ પ્રસાદી સૌ પામે ,માટે

ચીંતન, મનન અને અનેક મેઘાવી મહાનુભાવોના દર્શન ઝીલતાં

ઝીલતાં,ગીતા જયન્તી એ ,મા ગુર્જરીના ચરણોમાં પુષ્પ સમર્પિત

કરતાં અહોભાવથી વંદન.

ગીતા સુધા

અઢાર અક્ષૌહિણી સેનાના રક્તથી ભીંજાશે અવની અંગ
કેવો આ મહાસંગ્રામ પિતામહ ગુરુ સ્વજનોને સંગ
હે કેશવ! ન જોઈએ આ રાજ લઈ મહા હત્યાનું પાપ
ગાંડીવ સરે મમ કરથી નથી હૈયે યુધ્ધની હામ

ક્ષાત્ર ધનુર્ધર પાર્થ વદે વિષાદથી વિહ્વળ વાણી
યુધ્ધ અવસરે કાયર થઈ પૂછે , ઓ ચક્રપાણી!
રક્ત રંજિત યુધ્ધ ખેલી શાને કરવો મહા સંહાર
પાપ મોહ અહંકારથી કેમ મણવો વિજયશ્રીનો ઉપહાર

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે છે દિન માગસર સુદ એકાદશી
શ્રીકૃષ્ણ મુખે વહી દિવ્ય જ્ઞાન ગીતા અવિનાશિની
પ્રબોધ્યું દર્શન પાર્થને અઢાર અધ્યાયે સાતસો શ્લોકમાં
છેદ્યાં સંશય , ઉઘડ્યાં દ્વાર ભક્તિ કર્મ બ્રહ્મ યોગનાં

ધર્મ સંકટ નિહાળું હું , ન સમજાય વિધિની વક્રતા
મનમાં સંશય રમે આ જીવનની કેવી વિંટબણા
સમજ મારી દીઠી કુંઠિત, ભાવિના ભણકારા કરતા રુદન
સુખ દુઃખ જય પરાજયના પડઘા ભાસે ગુંજાવતા ગગન

શ્રી કૃષ્ણ વદે, સુણ અર્જુન સખા, ગીતા છે મમ હૃદય
સોંપી લગામ પ્રભુને હાથ આવી જા તું મમ શરણ
આત્માને અમર જાણ દેહની નશ્વરતાને પહેચાન
થાતું મુક્ત મોહ માયાથી લઈ ગીતાનું જ્ઞાન

સુણ પાર્થ, જીવન મરણને જાણ પૂર્ણ પુરુષોત્તમ હાથ
થા માત્ર નિમિત્ત, કરવાં સઘળાં કલ્યાણી ઈશ્વરીય કામ
અર્પણ કર કર્તાને સર્વ કર્મનાં બંધન, કર્તવ્ય ધર્મ નિભાવ
ત્યજી આસક્તિ, યોગ સ્થિત થઈ લે ગાંડીવ તુ જ હાથ

આતતાયીઓ છે દમનકારી,શિક્ષામાં વિલંબ ન કર પળવાર
જીવન મરણ કલ્યાણ અકલ્યાણનો નથી તુ જ અધિકાર
થઈ નિર્વિકારી , થા અનાસક્ત , આજ તું સ્વધર્મ સંભાળ
નથી પવિત્ર જ્ઞાન સમ આ સંસારે , નિશ્ચયે તું જાણ

થયો મૂઢ પાર્થ, પરિસ્થિતિથી પ્રભાવિત,દીઠો કર્તવ્ય વિમુખ
પરમ લીલાને પ્રગટ કરતાં, શ્રી કૃષ્ણે ધરિયું વિશ્વ સ્વરુપ
તું છે મારો ભક્ત સખા ને , જ્ઞાન વીર ધીર ભૂપ
હું જ કાળ, હું જ નિયંતા, નીરખ પાર્થ મમ મહાકાળનું રુપ

અનંત ઐશ્વર્ય મહાકાળ રુપ જોઈ વિશુધ્ધ થયો અર્જુન
હાથ જોડી નત મસ્તકે અરજ ગુજારે ક્ષમા કરો ભગવંત
છે પારસમણિ જ્ઞાન ગીતાનું , પામ્યો પ્રેરણા પાન
દુવૃત્તિ સામે ઝુકાવવું જંગે , એ જ સમજાઈ જીવનની શાન

જાણ નિશ્ચયે, કહે કેશવ,મારું વચન સાંભળ ઓ પાર્થ
રક્ષીશ સાધુ સંત ભક્તોને છોડી વહાલું વૈકુંઠ ધામ
આ પૃથ્વીપટે અવતરીશ યુગેયુગે, ધર્મ રક્ષવા કાજ
સમય આવિયો,ધર્મ પક્ષે,કર હવે શંખ દેવદત્તનો નાદ

યોગેશ્વર છે સારથિ કુંતેય,લઇ ગાંડીવ નાખ સિંહની ત્રાડ
હૈયે પૂરી પહાડશી હામ , પ્રભુએ પૂર્યા પાર્થમાં પ્રાણ
લઈ ગાંડીવને હાથ , ઉભો થયો માત કુંતાનો ભાણ
સાધુના કરવા છે પરિત્રાણ, વરસાવ જગ કલ્યાણે બાણ

કર ગાંડીવ સર સંધાણ ,ધનુર્ધર યુધ્ધ એ જ કલ્યાણ
જુ એ રથી મહારથી વાટ , યુધ્ધે કર આજ પાર્થ પ્રયાણ
અર્જુન ગજાવ અંબર આણ,મહાભારત માણે શૌર્ય પ્રમાણ
કંડાર પાર્થ વિજયનો પાથ, તારા સારથિ શ્રીજય જગન્નાથ
જય સંગ્રામે દિસજે પહાણ, ધનુર્ધર યુધ્ધ એ જ કલ્યાણ

ધર ધનુષ્ય કર ટંકાર, ક્ષાત્ર ધર્મ કરે પુકાર
લઈ ગાંડીવ કર હુંકાર, છે આણ કુંતેય કુમાર
ધા ધરમની વહાર, બિરાજે ધ્વજે કપિકુમાર
ધન્ય ધન્ય શૂરવીરો, દુઆ દે વસુધા અપાર

તૂટ્યા મોહ કર્મનાં બંધન , ગદ ગ દ્ થઈ પાર્થ ઉવાચ
કર્તવ્ય ધર્મ નિભાવવા દેજો , દૈવી શક્તિ મમ હાથ
ગહન જ્ઞાન લાધ્યું,આત્મા પરમાત્માનો જાણ્યો ભેદ જ્ઞાનેથી
જીવાત્મા છે અક્ષર પણ અભિભૂત મોહ માયા બંધનથી

સત્ ચિત્ત આનંદથી સર્વ જીવ દિસે એકરુપ ને વ્યક્ત
અક્ષરથી ઉત્તમ પૂર્ણ પુરુષોત્તમ નિર્બંધ અખંડ અનંત અવ્યક્ત
જીવન દર્શન જાગ્યું તવ પ્રતાપે ,મોહ નષ્ટ થયો મમ અંતર
શિર જાશે પણ નહીં જાય શાન,મહાભારત ખેલવું મારે યોગેશ્વર

થા અર્જુન તું મહા યુધ્ધનો નાયક , હું છું એનો વિધાતા
તુજ રથ ધ્વજાએ બિરાજે હનુમંત ,થા અગ્રેસર અર્જુન ભ્રાતા
ગુરુ ઢ્રોણનો તું ધનુર્ધર શિષ્ય,વિનયથી લે ભીષ્મપિતાના આશીર્વાદ
હણી અન્યાય અધર્મ ધારકો , ધરણીએ ગજાવ સત ધર્મનો નાદ

આર્પણ તુજને તારી છાયા , પૂરજો હૈયે હામ
શંખનાદથી ગાજ્યું કુરુક્ષેત્ર , ધર્મ ધજા લઈ હાથ
તુજ શરણમાં ચરણે ધરવા , સર્વ કર્મનો ભાર
કર્તવ્ય ધર્મ બજાવવા પાર્થે જોડ્યા પ્રભુને હાથ

તામ્રવર્ણ દિશે અર્જુન , રક્તની છાયી લાલીમા નયન
ક્ષાત્રભૂજા સળવળી થઈ સર્પ , કીધો ધનુષ્ય ટંકાર ગગન
વ્યોમે ગાજ્યા દુંદુભી નાદ, નક્કી હવે ઊતરશે અવની ભાર
શંખનાદે ગુંજ્યા આકાશ, જગદીશ્વરનું મુખ મલક્યું અપાર

સમર્પી આજ જીવન તવ ચરણે , હવે ખેલવો મહા સંગ્રામ
તું છે કર્તા તુંજ ભર્તા , તુજ વિશ્વાસે કરવું મહા નિર્માણ
પાર્થે કીધું સર સંધાણ , જગદીશ્વર ભાખે યુગ કલ્યાણ

‘આકાશદીપ’અરજ ગુજારે ગાજો સાંભળજો ગીતાનો આ મહાતોલ
હૃદયે ઝીલજો યોગેશ્વરના બોલ , પામશો જીવન સુધા અણમોલ

રમેશ પટેલ(આકાશદીપ)

એજ ગુલાબી ગુલાબ અમને ગમતું ,એજ તમને ગમતું,ગમતું એજ ગુલાબી ગુલાબ

તમે ચૂંટી ,અમને દીધું, પ્રેમપાશનું કામણગારું વહાલ

નયનો ઢાળી,ઝીલી આનંદ ને ખીલી સંધ્યાની લાલી

મોગરો મહેંકે ,કેશ ફરકે,વસંતની વાયરી લાગે વહાલી

કોરા કાગળે ઉરમાં મધ્યે,એક સ્નેહલ શબ્દ તમે દાબ્યો

સાગર ઉછળે,સોમ દર્શને, મારા ઉરમાં જઈ ને લાગ્યો

લજ્જા લહરે,કોમળ અંગે,પ્રસન્નતાના મંગલ ત્રિકોણમાં ઝાંખું

નયનોમાં નચાવી તસવીર તમારી,પવન પાવડી લઈ પોંખું

ગામને પાદરે નાના ઉપવને, તમે કેસરિયા ફૂલ થઈ શોભો

વ્યોમ અટારીએ ઉષા રાણીને,કાયાના રંગ કસુંબલે શરમાવો

તકદીર બનીને આંગણે પધારી,શ્રાવણ ઝૂલે ઝુલાવ્યા બેફામ

પ્રેમ પાલવડે ગુલાબી ગાલે,શમણે શમણે અમે થયા બેહાલ

મીઠા બોલે ગુંજી ગલી, અંતરમાં ગુંજ્યો મધુર મલકાટ

પ્રેમ પારેવાં રમાડે દિલડાં, ગુલાલે રમે જિંદગીનો તલસાટ

રમેશ પટેલ(આકાશદીપ) Tags: GUJARATI, આકાશદીપ’, રમેશપટેલ, ‘

વિશ્વ તારું જટીલ

કુદરતની સમીપે જઈ,તેની વિવિધતા,

ગૂઢતા અને અસ્ત્-ઉદયનું ચક્ર વિસ્મય પમાડે છે

આ ચીંતનને ગઝલમાં વણ્યું છે

છંદ વિધાન..ગાગાગાલ ગાગાલગા ગાગાગાલ ગાગાલગા

વિશ્વ તારું જટીલ

વિધાતા વિશ્વ તારું જટીલસું કૌતુકોથી મઢ્યું

અલોપાય તત્ત્વે સમાઈ સહજ મહારવ તટે

ઊષા ને મધ્યાન્હ સંધ્યાના છે ભીન્ન વેશો અતિ

મસ્તીથી ઢળે રાતને શીતળતા તું નીરવ રમે

તપ્યો જલધિ તું વિસરવા જગનો ખાર દરિયા દિલે

સંવરે સૃષ્ટિ ઐશ્વર્યથી ને વૈભવ ગુંજારવ કરે

ખર્યા પાન શૂષ્ક થઈ ત્યાંતો સજતી આ કૂંપળો

ખીલ્યાં પૂષ્પ ને બીજ પોષે વિશ્વને ગૌરવ ઋણ્રે

હું જ વામન હું જ વિરાટનો દે દાખ વૃક્ષ બીજનો

થા જે સરળ, મંત્ર જપતું અટ્ટહાસ્યનું પગરવ ધમે

અસ્ત ગૂઢ ને ઉદયના ચક્રે તું હિતૈષી દિસે

ને આ ‘દીપ યાત્રા , ધરે અવિરત કલરવ જગે

રમેશ પટેલ(આકાશદીપ)

મથુરામાં ખેલ ખેલી આવ્યા

image001

મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા
સાડી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

નાકની નથણી ક્યાં મૂકી આવ્યા
વાળી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

ડોકનો હારલો ક્યાં મૂકી આવ્યા
માળા તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

હાથની પહોંચી ક્યાં મૂકી આવ્યા
કંગન તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

પગનાં ઝાંઝરા ક્યાં મૂકી આવ્યા
સાંકળા તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

પીળુ પીતાંબર ક્યાં મૂકી આવ્યા
સાળુ તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

કાનના કુંડળ ક્યાં મૂકી આવ્યા
એરિંગ તે કોના ચોરી લાવ્ચા
હો કાન ક્યાં રમી આવ્યા

મુખની મોરલી ક્યાં મૂકી આવ્યા
ખંજરી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

મનડું તમારું ક્યાં મૂકી આવ્યા
સુધબુધ તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

unknown

વ્હાલું રતન મારું ગુર્જર વતન

MainPage_30

પહેલી મે એ પથરાયા અજવાળા
પધાર્યા રવિ આકાશે કંકુવરણા
પ્રગટાવે દીવડા રવિશંકર મહારાજા
રાજ ગુજરાતની હરખે ગાઓ ગાથા

બાંધતી ગુર્જરી પાવન બંધન
ખીલ્યું ગગન ને સાગર ઢોળે પવન
પંખીડાં ગીત ગાઈ કરતાં રંજન
શુભ દિન પહેલી મે એ ગાશું કવન

સાત સાગરે ધર્યા પ્રેમના સ્પંદન
સંપદાથી શોભતાં વગડાં ને વન
પાવન સરીતાને કરી એ વંદન
વહાલું રતન મારું ગુર્જર વતન

સંતોને વીરોની ભૂમિ આ મહાન
ધરતીના કણકણમાં રમતું શૂરાતન
પ્રાણથીય પ્યારી પુનિત ધરતી મંગલ
કરશું વંદન શીરે બાંધી કફન

નવયુગના ઝૂમે આજ સ્વપ્નો ગગન
અહીંસા આદરથી રેલાવીએ અમન
ગાંધી સરદાર અમારી વિભૂતીઓ મહાન
માત ગુર્જરીને કરીએ ભાવે વંદન.

વતન અમારું પ્યારું ન્યારું, અમે બહૂરંગી ફૂલ
પ્રેમ ધરમે રમાડે હૈયાં માનવતાનાં મૂલ

Ramesh Patel(Aakashdeep)

અંજની જાયો

હનુમાનજીનું હાલરડું – રમેશ પટેલ ‘આકાશદીપ’
રાષ્ટીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના કાવ્ય ’શીવાજીનું હાલરડૂં’ ના પરથી પ્રેરણા લઈ દાદા હનુમાનજીનું હાલરડું ની મજા માણીએ.

અંજની જાયો

પારણે પોઢેલ બાળ મહાવીર ને સિંહણ જાયો છે વીર
જડે નહીં જગતે જોટો , અવનીયે અવતરીયો મોટો

ઉર પ્રસન્ન ને આંખ મીંચાણી, અંજની માને સપનું દેખાણું
ભાગ્યવંત મા ભારતની ભૂમિ,પવનદેવે દીધું લાખેણું નઝરાણું

માત થાશે ,તારો લાલ બડભાગી, દેવાધી દેવની દેવ પ્રસાદી
ધર્મપથી, શક્તિ ભક્તિની મૂર્તિ, પરમેશ્વરની બાંધશે પ્રીતિ

શ્રેય કરી જગ ભય હરશે, ધર્મ પથે ધર્મ યુધ્ધ ખેલશે
જગ કલ્યાણે જગદીશ રીઝવશે,રામ ભક્તિથી ભવ સાગર તરશે

ભવ કલ્યાણી અંજની નીરખે, હરખે ઉર આનંદે મલકે
કેસરીનંદને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે

પોઢંતો પ્રતાપી, વજ્રની શક્તિ,મુખની લાલી ને આભા છે પ્યારી
જડી બુટ્ટી રામની જાણશે જ્યારે, ચારે યુગનો થાશે કલ્યાણી

ભક્ત ભગવાનનાં મિલન થાશે,ભગવદ શક્તિનો સથવારો થાશે
વીર કેસરી ગર્જના કરશે , દશે દિશાઓ હાંકથી કંપશે

દેવી કલ્યાણી અંજની નીરખે, અમીરસ અંતરે ભાવે ઉછળે
કેસરી નંદને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે

લાલ તારો લાંધશે જલધિ, પવનવેગી ગગન ગામી ઘૂમશે અવની
હિમાળેથી સંજીવની લાવશે ઊડી, અવધપૂરી ગાશે ગાથા રુડી

પનોતી પાસ ન ઢૂંકવા દેશે, રામ ભક્તિથી અમર થાશે
કેસરીનંદને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે

રમેશ પટેલ ‘આકાશદીપ’

રમીએ રાસ

3fa5ffdf4e5d1311
દીઠો એક ચાંદલિયો રમતો આભ

બીજો ચાંદલિયો રમે સરોવર પાળ

આવો ને ભેરુ રંગે રમીએ રાસ

મને ગમે એક ફુમતું તારે પાઘ

એના સંગે રમતી મારી આંખ

આવોને સખીઓ ગરબે ઘૂમીએ આજ

મારા મહેલે ઝૂલે હાથીડાની હાર

જુએ મારા હૃદયાની રાણીની વાટ

આવોને ભેરુ રમીએ રંગે રાસ

એક પતંગ ઊડે ઊંચે આકાશ

સાથે સરકે લઈ દિલડાની આશ

આવો ને સખીઓ સાથે રમીએ રાસ

મારે આંગણિયે હરખે મોગરાનું ફૂલ

વાલમની વેણીનાં કોણ કરશે મૂલ

આવોને ભેરુ બારણે લટકાવીએ ઝૂલ

મારે મંદિરિયે બેઠી પારેવાંની જોડ

મારા મનમાં રમે કોડીલા રે કોડ

આવોને સખીઓ માથે મૂકીએ મોડ

ખીલ્યું એક કેસરિયું ફૂલ રે વાટ

બીજો કેસૂડો મોહર્યો યમુનાજીને ઘાટ

વહાલો ચાંદલિયો ખીલ્યો આકાશ

આવો ને ભેરુ રંગે રમીએ રાસ

રમેશ પટેલ(આકાશદીપ)

રંગ ભરી રમશું રાસ

18sl4

રંગ ભરી રમશું રાસ, સહિયર મોરી

રંગ ભરી રમશું રાસ

રાધા રાણી ને રમાડે કામણગારો કાન

બંસરીના નાદે ઘેલું ગોકુળિયું ગામ

સહિયરમોરી,મીઠડી કરશું વાત(૨)

હાલોને રંગભરી રમીએ રાસ

ગોવાળ ગોકુળના હાંકે ગાવલડી

ગોપીઓ છલકાવે વહાલ

ઢોલીડા જમાવે તાલીઓના તાલ

સહિયરમોરી,ચાંદની ચમકી આકાશ(૨)

હાલોને રંગભરી રમીએ રાસ

શોભતા મોર પીંછે મનમોહનજી

ખળખળ વહે યમુનાજીની ધાર

ચૂંદડીએ ચમકે તારલાની ભાત

સહિયરમોરી,શરમાવે શામળના સાથ(૨)

હાલોને રંગભરી રમીએ રાસ

ભાવે રમાડે દિલડાં હરખાવે

નટખટ નંદજીનો લાલ

ઝીલે ગોપીઓનાં ભીંના વહાલ

સહિયરમોરી, ઝાંઝરીના રણકે નાદ(૨)

હાલોને રંગભરી રમીએ રાસ

પ્રભુ સંગ ઝૂમે ભક્તોના ભાવ

સહિયરમોરી,રાધાજી છલકાવે લાડ

હાલો હાલો રંગભરી રમીએ રાસ(૨)

સહિયરમોરી,રંગભરી રમીએ રાસ

રમેશ પટેલ(આકાશદીપ)

જીવન હો તો હો એવું !

બીજાના જીવનને હરદમ પ્રકાશ ધરનારું,
શાંત થઇને અન્ય જનોને પ્રશાંત કરનારું;
ઉન્નત કરે અન્યને ત્યારે શોભે તે કેવું ! .

અનાથનો આધાર બને તે તપ્તતણી છાયા;
મૈત્રી રાખી સર્વ પર છતાં કરે નહીં માયા;
મુક્ત થઇને મુક્ત કરે એ જીવન મધુ જેવું!

પીડે ના કોઇને દુભવે, મંગલમય તે હો;
સત્ય ન્યાય ને નીતિ ન છોડે, આલિંગે સૌ કો;
તરુવરસમ એની છાયામાં ગમે પડી રે’વું …

( શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ ‘પ્રસાદ’ માંથી)

વહાલી દીકરી

વહાલી દીકરી

મમતાએ મઢી
સંસ્કારે ખીલી
વહાલી દીકરી
ભર બપોરેદોડી
બારણું ખોલી
ધરે જળની પ્યાલી
વહાલી દીકરી
હસે તો ફૂલખીલે
ગાયે તો અમી ઝરે
ગુણથી શોભે પૂતળી
વહાલી દીકરી
રમે હસતી સંગસખી
માવતર શીખવે પાઠ વઢી
સૌને હૃદયે તારી છબી જડી
વહાલી દીકરી
વીતીઅનેક દિવાળી
જાણે વહી ગયાં પાણી
સોળે કળાએ ખીલી જાણે રાણી
વહાલીદીકરી
પૂજ્યાં તે માત પાર્વતી
પ્રભુતામાં માંડવા પગલી
લેવાયાં લગ્નઆંગણિયે
મહેંકે સુગંધ તોરણિયે
દિન વિજયા દશમી
વહાલે વળાવું દીકરી
વાગેશરણાઈ ને ઢોલ
શોભે વરકન્યાની જોડ
વિપ્ર વદે મંગલાષ્ટક
શોભે કન્યા પીળેહસ્ત
આવી ઢૂંકડી વિદાય વેળા
માવતર ઝીલે છૂપા પડઘા
વ્યથાની રીતિ નાસમજાતી
વાત કેમ કહેવી બોલે દીકરી
ઝીલ્યા વડીલોના મોંઘા બોલ
વગર વાંકેખમ્યા સૌના તોલ
દીકરીની વ્યથા ઉરે ઉભરાણી
કેમ સૌ આજ મને દો છોડી
આવી રડતીબાપની પાસે
બોલી કાનમાં ખૂબ જ ધીરે
કોને બોલશો-વઢશો પપ્પા હવે
હું તો આજસાસરિયે ચાલી
કેવું અંતર વલોવતા શબ્દો બોલી
જુદાઈની કરુણ કેવી કથની
થયોરાંક લૂંટાઈ દુનિયા મારી
આજ સંબંધની સમજાણી કિંમત ભારી
આંખનાં અશ્રુ બોલેવાણી
નથી જગે તારા સમ જીગરી
તું સમાઈ અમ શ્વાસે દીકરી
તારા શબ્દો ટપકાવેઆંખે પાણી
ઓ વહાલી દીકરી
ઘર થયું આજ રે ખાલી

રમેશ પટેલ(આકાશદીપ)

પ્રગટ દેવ

પ્રગટ દેવ
પરબ્રહ્મ પરમેશ્વરે જગતને આપેલું અણમોલ નઝરાણું એટલે
પ્રત્યક્ષ દેવ માતાપિતા.આજ ભાવ શ્રી પ્રિયકાન્ત મણિયારની
,’આ નભ ઝૂક્યું તે કાનજી’ ની રચના સાથે રમ્યા અને
માતપિતાનું ઋણ સ્વીકારતાં આ કવન ગૂંજ્યું.

પ્રગટ દેવ
આ પૂષ્પ ખીલ્યું તે પિતાજી
ને સુગંધી તે માતારે
આ ઊંચા પહાડ તે પિતાજી
ને સરવાણી તે માતારે
આ અષાઢ ગાજ્યા તે પિતાજી
ને ધરતી મ્હેંકે તે માતા રે

આ સાગર ઉછળે તે પિતાજી
ને ભીંની રેત તે માતા રે
આ ત્રિપુંડ તાણ્યું તે પિતાજી
ને ચંદન લેપ તે માતા રે
આ કવચ કૌવત તે પિતાજી
ને મમતા ઢળી તે માતા રે

આ ઢોલ વાગ્યું તે પિતાજી
ને શરણાયું તે માતા રે
આ ધ્રુવ તારો તે પિતાજી
ને અચળ પદ તે માતા રે
આ પ્રગટ દેવ તે પિતાજી
ને પ્રભુ પ્યાર તે માતા રે

રમેશ પટેલ(આકાશદીપ)

આભલું નીરાળું

આભલું નીરાળું

નથી ઘૂંઘટ કે લાગે શરમાળું

તોય મારું આભલું કેટલું રુપાળું

નથી ફૂલડું કે રેશમ રુપાળું

તોય નભ નમણું લાગે નીરાળું

ના મુગટ કુંડલ ખન ઝાંઝરું

તોય રાધાના કાન જેવું સાંવરું

ઉડે પંખી ભરતા મસ્તી આભલે

મેઘ ધરે સાત ધનુષ કોટડે

ઢળે સંધ્યા કે ખીલતું પ્રભાતજી

વ્યોમ હાટડે વેચતા આનંદજી

સજે ગગનને રવિ સોહામણું

માણું પાવન દર્શન તને ઢૂંકડું

ઝૂમે તરુ ગાય પંખીડાં ગીતજી

પામી દર્શન લાગું પાય નાથજી

રમેશ પટેલ(આકાશદીપ)

ઓ ભાભી તમે

ઓ ભાભી તમે(૨)
થોડા થોડા થાજો ગામડાના ગોરી

આ ફેશનની દુનિયા દીઠી નઠારી
નિત નવા નખરાથી લોભાવે નારી
એના સંગમાં(૨)
જોજો ના જાઓ લપેટાઇ, ઓ ભાભી તમે(૨)

દૂર દર્શને ચમકીલી ફેશન ગાજશે
ભપકાથી ભોળવી હળવે ખંખેરશે
દેખાદેખીના જમાને(૨)
ભૂલી ઉમ્મર ના જાશો જોતરાઇ, ઓ ભાભી તમે(૨)

થોડાં થોડાં રહેજો ગામડાનાં ગોરી
જાહેરાતનો જમાનો જગને ભરમાવશે
જલસા બતાવી જીવડાને બાળશે
ભોળા ભાઈને(૨)
આંખે રમાડી દેજો ના ભરમાવી, ઓ ભાભી તમે(૨)

નિત નવા સ્વાદોના ચટકાથી ચેતજો
દવાનાં બિલોના ઢગલા ના ઢાળજો
ઘરની રસોઇની માયા(૨)
જોજો ભૂલી ના જાય મારા ભાઈ, ઓ ભાભી તમે(૨)

થોડાં થોડાં રહેજો ગામડાનાં ગોરી
ભાઈ મારા છે ભોળા ભાભલડી
દેશે પગારની હાથમાં થોકલડી
સંભાળજો સાચવીને(૨)
ઉધારના શોખે દોડે ના ખોટે પાટે ગાડી, ઓ ભાભી તમે(૨)

થોડાં થોડાં થાજો..રહેજો ગામનાં રે ગોરી

રમેશ પટેલ ‘આકાશદીપ’

જીવનપંથ પથરાળ

હરિ તમે ,દેજો અમને ઓથ,
વહાલું તારું શરણું ને સંગાથ
સમય આવે,કરજો રે સાવધાન
અમારી અધૂરી ના રહે આશ
ગાડું મારું હાલક ડોલક થાય
હરિ દીઠો , જીવન પંથ પથરાળ
ટમટમ્યા, શ્રધ્ધા દીવડા અણમોલ
માગું હરિ, જીવન ઝગમગ સમતોલ
જીવન મારું, દોડે અધ્ધર તાલ
રાતલડી લાંબી લાગે રે સરકાર
હરિતમે, હંકારો નૈયા મઝધાર
તારા વિણ દીઠો ના આધાર
ના માગું તારલિયાની ભાત
માગું એક ચાંદલિયો સરતાજ
હરિ મારે, પામવો પૂર્ણ પ્રકાશ
ઝાલી હાથ,પહોંચાડજો મંગલ ધામ
હરિ જોઉં, ઉષાની આયખે વાટ
ઉલેચવાં અંધારાં આ અવતાર
હરિ મારે, હૈયે પ્રગટ્યા ભાવ
ફૂલડે વધાવી નમીએ રે કિરતાર

રમેશ પટેલ(આકાશદીપ)

યુગ કલ્યાણી

આધ્યાત્મિક ક્ષેત્રે ક્રાન્તિના સર્જક,ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન કવનમાંથી વહેતી સત્સંગની પાવન ગંગા આ પૃથ્વી પટે, સંસ્કાર, સહિત્ય અને કલાને સંગીતના અમૃત માધ્યમથી ભીંજવી રહીછે. ગુરુ પરંપરાથી, આધુનિક સમાજના વિશ્વકર્મા સમ વિશ્વસંત,પ.પૂ.પ્રમુખ
સ્વામીના ચરણ કમળમાં ,તેમના યુએસએ ના વિચરણ સમયે,સેવામાં સમર્પિત રચના.
યુગ કલ્યાણી

જગ કલ્યાણે જગે અવતરીયા,જય મંગલ વર્તે છપૈયા
તીર્થ ભૂમિના જાગ્યા સ્પંદન,જ્યાં ચરણ ચૂમ્યા સવૈયા

ગુરુવર રામાનંદજીએ નામજ ધરીઆ,શ્રી સહજાનંદ સ્વામી નારાયણમુનિ
ગુર્જર પંથે ઘરઘર ગૂંજે,જયશ્રી સ્વામિનારાયણની સ્તુતિ

ભૂલી પથ ગુણીજન ઘૂમે,વરતે વિષમ કાળની છાયા
હરિસંતો હરખે અંતર અજવાળે,હેલે ચઢી ભક્તિની માયા

ભગવંત શ્રી સહજાનંદ રંગે ઉમંગે,પૂણ્યે જાગ્યા સૌભાગ્ય અનેરા
સરળ નમ્રતા સાધુતા શોભે,પથપથ પ્રગટે ગ્યાનના ડેરા

મંદિર ગુરુકુળ અક્ષરધામથી,વહે સંસ્કાર ઝરણાં આનંદે
ગુરુ પરંપરા રમે જનહીતે, પાવન દર્શને શીશ રે વંદે

વનવાસીને કર્યા સદાચારી,વિશ્વસંતની ક્રુપા અનેરી માણી
હરિમાળામાં દીઠું પ્રભુ શરણું,તપધારી સંતો દિસે યુગ કલ્યાણી

કર જોડી ‘આકાશદીપ’ વંદે,ગ્યાન ભક્તિથી અવની છે શણગારી
પ્રમુખ સ્વામીને ચરણે શરણે, ઝીલશું કરુણા વાણી હિતકારી

રચિયતા–રમેશચન્દ્ર જ. પટેલ(આકાશદીપ)-September,2007

શ્રાધ્ધ

ભાદરવાના કૃષ્ણ પક્ષે પુનિત ‘ મહાલય’ શ્રાધ્ધ

ને છે ખ્યાત દેવ પૂજા શુક્લ પક્ષે આ દેશ

દઈએ પીંડ દાન અમરકંટક પર્વતે ધરતા ભાવ

સદા વરસે શીશે , પિતૃઓની પ્રીતિ વિશેષ

લઈ ખોબામાં તલ પુષ્પ ને કરું આજ સંકલ્પ

સ્મરું શ્રધ્ધાથી નામ ગોત્ર ને તમ દિવ્ય સ્વરુપ

ત્રિકાળ સ્નાન સંધ્યાથી કરું ભાવે આજ પિતૃ પૂજન

થાય અમારું શ્રાધ્ધ ફળદાયી, કૃપા કરો અમ સ્વજન

જાશું ગંગાજી કે નર્મદાજી તટે કે જાશું સરોવર તીર

ગયા, સિધ્ધપુર સરસ્વતીએ નમી અર્પીએ શ્રધ્ધા તર્પણ નીર

પધારો પિતૃલોકથી પંચમહા યજ્ઞે વિશ્વદેવોને સંગ

ઉતારીએ પિતૃ ઋણ ને પામીએ સંસારે સર્વ આનંદ

રમેશ પટેલ(આકાશદીપ)

જીવન-जिवनको पाया हे प्रभु बस जिवन जीना सिखलादे

जिवनको पाया हे प्रभु बस जिवन जीना सिखलादे
ये जिवन है अणमोल प्रभु बस मोल मुझे बतलादे

જીવન પૂર્ણ થાય છે જ્યારે શ્વાસ થમી જાય છે

આશા, નિરાશામાં પરિણમે છે જ્યારે આત્મવિશ્વાસ ડગે છે.

પ્રેમનો અંત આવે છે, જ્યારે બીજા પ્રત્યે સહાનુભૂતિ ન હોય.

મિત્રતા ખંડિત થાય છે ,જ્યારે ‘વહેંચીને’ખાવાની ભાવના સૂકાય છે.

જીવન શરૂ જન્મ સાથે.

જીવનનો અંત મૃત્યુ ટાણે.

જીવન દરમ્યાનના સંબંધ આપણી જવાબદારી.

જીવનની સિધ્ધિઓ આપણી મૂડી.

આપણો આત્મા, આપણું પુણ્ય.

આપણું મગજ કુદરતની દેણ.

આપણા વિચારો વિભુની કૃપા.

આપણી હસ્તી,સદવિચાર અને ચારિત્ર્ય.

મિત્રો જીવનનું ભાથું.

જીવનના ઘરેણાં,સહનશીલતા અને ધૈર્ય.

જીવનની બગિયાના ફૂલો, “બાળકો”.

જીવન વિનાશક ‘ચીંતા’.

જીવનમા સંતોષ,’કોઈના કામમા આવવું.’

જીવન મૂલ્યહીન, ‘આશા’વિણ.

જીવનમા હાથની શોભા,’દાન’.

નિષ્ફળ જીવન,’સ્વાર્થ યુક્ત’.

જીવનમા આવશ્યક્તા,’ઉત્સુક્તા અને ઉમંગ.’

સુંદર વાર્તાલાપનું વાહન,’પ્રાર્થના.’

‘મુખપર રેલાતું સ્મિત’, સુંદર પરિધાન.

જીવનમા અજોડ અને બેનમૂન સ્થાન,’ ઈશ્વર’.

ચિંતન લેખ માથી
Posted by kamal barot in gujarati

સગાં સગાં સૌ શું કરો છો ?

સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે,
સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.

છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે,
દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.

ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો,
બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.

મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી,
કહે છે હું મરીશ પણ પાછળથી કોઇ મરતું નથી.

જુએ છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતું નથી,
અરે, આગમાં તો શું પડે એની રાખને પણ કોઇ અડતું નથી.

પંખી સમજે છે કે ચમન બદલાયું છે,
સિતારા સમજે છે કે ગગન બદલાયું છે,
પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કે
છે લાશ એની એ જ, ફકત કફન બદલાયું છે.

-unknown- અજ્ઞાત

પૈસો બોલે છે

મારા મરણ વખતે બધી નોટો અહિં પધરાવજો,
મારી નનામી સાથે કોરી ચેક-બુકો બંધાવજો,
ડાઘુઓમાં સંઘરાખોરોને પ્રથમ બોલાવજો,
કોઇ ચૌદશિયાને પેલા દોણી દઇ દોડાવજો,
માલને મુડી બધી મુકી દઇને જાઉ છું
બંગલા અને મોટરો પણ અહિંયા જ મુકતો જાઉ છું,
લખપતિ કહેવાઉં, પણ ખાલી હાથે જાઉ છું,
શું કરૂં લાચાર છું, બસ એકલો હું જાઉ છું,
જીવ મારો ધન મહિં છું, એટલું ના ભુલશો,
ભુત થઇ પાછો આવીશ એ કહીને જાઉ છું,
છેતર્યો નિજ આત્માને, છેતરી સરકારને,
છેતર્યા કંઇક ગરીબો, છેતર્યા લાચારને,
કોઇ વિધવાઓને રડાવી, લઇ લીઘા ફુલ હાર મેં,
ભરબજારે શેઠ થઇ લુંટી લીધા શણગારમેં,
દીઘો દગો મિત્રો સંબંધીઓ બધાનાં પ્યારને,
મેં છેતરી કુદરતને, છેતર્યો સંસારને,
લાખો મુકીને જાઉ છું, દમડી રહી સાથે નથી,
જાઉ છું તો વાલની વીંટીએ પણ હાથે નથી,
ભરબજારે ચોકમાં, ખાંતી તમે ખોદાવજો,
એ પુણ્યનો પૈસો નથી, એ દાનમાં દેશો નહિં,
ને લખપતિ કાલો ગયો, એ લેખ માહિ લખાવજો,
હેવાનના પૈસા, કોઇ ઇન્સાન ને દેશો નહિં.

-unknown (અજ્ઞાત)
Posted by PRASHANT SHAH in gujarati

આવું કંઇક કરજો!

..જીભમાં મીઠાશ લાવજો, અંતરમાં કરૂણા લાવજો,
મનને સ્વચ્છ સુંદર બનાવજો, દરેકૃ પ્રત્યે સમભાવ કેળવજો,
ધોળા ઉપર કાળુ કરવાની કુટેવ છોડજો, વાત્સલ્યની પ્રભાથી જીવનને સુશોભિત બનાવજો,
હ્ર્દયને કરૂણાવંત બનાવજો, સમસ્ત જગત પ્રત્યે સદવિચારો કેળવજો.
-પ્રશાંત
Posted by PRASHANT SHAH in gujarati

જીવનના સાત પગલા

જીવનના સાત પગલા
1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
(2) બચપન——-મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે
તરિયો છે.
(3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની
અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
(4)યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના
થવાની ઉમ્મીદો છે,..કૂરબાની ની આશાઓ છે,
લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
(5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ
ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.
(6) ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર
છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
(7)મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે,
પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે,
સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે.

સાત પગલા પૂરા થશે…..
રશ્મિકા ખત્રી
Posted by kamal barot in gujarati

ઘડિકમાં તને ભુલી જવાની

ઘડિકમાં તને ભુલી જવાની
ચીઠી ફાટશ ઉપરવાળાની, વેળા થાશે તારે જાવાની,
સગું કુટુંબ ભેગુ મળીને, ચમચી પાણી પાવાની,
લોટ પાણીનો લાડવો મુકશે, જરૂર હશે નહિં તારે ખાવાની,
પાંચ-પચ્ચીશ ભેગા થઇને, કરશે ઉતાવળ કાઢવાની,
લાકડાં ભેગો બાળી દેશે, જરૂર હશે એને નાવાની,
હાડકાં લઇને હાલતા થશે, રાખ તારી ઉડી જવાની,
બાર દીની મોકાણ કરી, પછી મિષ્ટાન ખાવાની,
સ્વાર્થની છે સગી આ દુનિયા, ઘડીકમાં તને ભુલી જવાની
અજ્ઞાત
posted by prashant shah in gujarati

વિદાય હંમેશાં લાગણી ભીંની હોયછે.

વિદાય હંમેશાં લાગણી ભીંની હોયછે.
કન્યા વિદાય અને શ્યામનું ગોકુળ છોડવાના
પ્રસંગો દિલને હચમચાવી જાય છે. આવો
સાથે અનુભવીએ..

અવળા વાયરા વાયા
આ વિરહની વેદનાન શૂળ
કેમ કરી સહેશે ગૉકુળ
રોતી આંખલડીએ દેખાય મને ઝાંખું
શું સાચે જ શ્યામ, જાયછોડી ગોકુળ આખું?

કહી માખણ ચોર કિધી ભૂલ
નહીં માગીએ માખણના મૂલ
દ્રવતું અંતર ને રુંધાયા છે કંઠ
શું સૌનો માધવ, ત્યાગે વૃન્દાવન?

ના સંભળાયે મોરલાના બોલ
ભાંભરવાનું ભૂલી રડે ગૌ
યમુનાજીએ ઘોળી પીધો છે રંગ શામળો
કેમ કરી માનું! છોડે જશોદાનો લાડલો

કેમ કિધી વાતો ઠાલી ઠાલી
કે હું રાધાનો ને રાધા છે મારી
નાથ ચરણો ને આધાર આપી હરખતું
જોને કેવું રડે છે આ કદમ હીબકતું

ઠાલો કહેતો હતો કે હું વૈકુંઠ ને વ્રજનો
આજ દિઠો તને જતો થઈ મતલબનો
કેમ કરી ભૂલશું તારી બંસરીની માયા
હાય! આજ ગોકુળમાં અવળા વાયરા વાયા

રમેશ પટેલ(આકાશદીપ)

રામ કૃષ્ણ પરમહંસના પ્રેરણાપ્રદ વચન

01. પુત્ર નથી, ધન નથી સ્વાસ્થ્ય નથી નાં રોદણાં રડતા ઘણાં લોકો જોવા મળે છે. પરંતુ ભાગ્યેજ એવા વિરલા રડતા જોવા મળશે જે રોદણું રડતા હોય કે પ્રકાશ નથી, ભગવાન નથી, સત્કર્મ નથી. જો આના માટે લોકો રડવા લાગે તો એમને કોઇ જ વાતની કમી ન રહે.
02. ભીનો, કાચો વાંસ આરામથી વાળી શકાય છે. પણ સૂકાઇ ગયા પછી તેને વાળી શકાતો નથી પણ તૂટી જાય છે. કાચી ઉંમરમાં મનને સંભાળીને સુધારી શકાય છે. ઘડપણમાં વાળવાથી તેને જડતા જકડી લે છે એટલે ન તો તેની આદતો બદલાય છે કે ન તો ઇચ્છાઓ સુધરે છે.

03. પતંગીયાને દીવાનો પ્રકાશ મળી જાય તે, પછી તે અંધારામાં પાછું ફરતું નથી પછી ભલે ને તે દીવાની આગમાં પ્રાણ ગુમાવવો પડે. જેને આત્મબોધનો પ્રકાશ મળી જાય છે તે અજ્ઞાનના અંધકારમાં ભટકતો નથી, પછી ભલે તેને ધર્મના માર્ગમાં પોતાનું સર્વસ્વ ગુમાવવું પડે.

04. વાસના વગરનું મન સૂકી દિવાસળી જેવું છે, જેને એક વખત ઘસવાથી જ આગ ઉત્પન્ન થઇ જાય છે. વાસનામાં ડૂબેલું મન ભીની દિવાસળી જેવું છે જેને વારંવાર ઘસવાથી પણ કંઇ કામ થતું નથી. ભજનની સફળતા માટે મનને સાંસારિક તૃષ્ણાઓની ભીનાશથી બચાવવું જોઇએ.

05. પથ્થરો વર્ષો સુધી નદીમાં પડેલો રહે તો પણ તેની અંદર ભીનાશ નથી પહોંચતી, તોડીએ તો અંદરથી સૂકો જ નીકળે છે; પરંતુ માટીનું થોડૂક જ પાણી પડતા એને શોષી લે છે અને ભીનું થઇ જાય છે. ભાવનાશીલ હ્રદય થોડા ઘણા ઉપદેશોને પણ હ્રદયંગમ કરી લેઅ છે. પણ આડંબરમાં ડૂબેલા રહેનારનું જ્ઞાન જીભ સુધી જ મર્યાદિત રહે છે. તે એને અંદર ઉતારતા નથી. પરિણામ સ્વરૂપ તેઓ ફકત બકવાસ કરવાવાળા જ બની રહે છે.

06. ભીની માટીથી જ રમકડાં; વાસણ વગેરે બને છે. પકવેલી માટીથી કશું જ બનતું નથી. તેવી જ રીતે લાલસાની આગમાં જેની ભાવનારૂપી માટી બળી ગઇ, તે ન તો ભકત બની શકે છે કે ન તો ધર્માત્મા બની શકે છે.

07. રેતી સાથે બળેલી ખાંડમાંથી કીડી ફકત ખાંડ જ ખાય છે અને રેતી છોડી દે છે. તેવી જ રીતે આ ભલાઇઅ બુરાઇ ભરેલા સંસારમાંથી સજ્જન ફકત ભલાઇ ગ્રહણ કરે છે ને ભુરાઇઅ છોડી દે છે.

08. દોરામાં ગાંઠ લાગેલી હોય તો તે સોયના કાણામાં ઘૂસી શકતો નથી અને તેનાથી સિવાતું નથી. મનમાં સ્વાર્થસભર સંકીર્ણતાની ગાંઠ લાગેલી હોય તો તે ઇશ્વરમાં લાગી નથી શકતું અને જીવનનું લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શકતું.

09. સાપના મોઢામાં ઝેર રહે છે, પગમાં નહીં. યુવાન સ્ત્રીઓનો ચહેરો નહીં પરંતુ ચરણ જોવા જોઇએ તેનાથી મનમાં વિકાર ઉત્પન્ન થતો નથી.

10. બાળક ગંદકીમાં રગંદોળાવાનો કેટલોય પ્રયત્ન કરે પણ માતા એની મરજી ચાલવા દેતી નથી અને જબરજસ્તી પકડીને નવડાવી દે છે. પછી ભલે બાળક રડતું કકળતું રહે. ભગવાન ભકતને મલિનતાથી છોડાવીને નિર્મળ બનાવે છે. એમાં ભલે પછી ભકત પોતાની ઇચ્છામાં અવરોધ પેદા થયેલો જોઇને રડતો કકળતો રહે.

11. ચુંબક પથ્થર પાણીમાં પડેલો રહે તો પણ તેનો લોખંડને આકર્ષવાનો અને ઘસતાં જ આગ પેદા કરવાનો ગુણ ખલાસ નથી થતો. વિષમ પરિસ્થિતિમાં ઘેરાયેલા રહેવા છતાં સજ્જન પોતાના આદર્શો છોડતા નથી.

રામ કૃષ્ણ પરમહંસ
Posted by kamal barot in gujarati

પવિત્રતા-આજ ની વિચારધારા

આપણે દરેક એક સમયે શાંતિસભર અને પવિત્ર હતા. પરંતુ પવિત્ર બનવું અર્થાત શું ? અને આપણે કેવી પ્રવૃત્તિ કરતા હતા ?
અપવિત્રતા સાંકળ છે .અપવિત્રતા શાપ સમાન છે .જે બુદ્ધિહીન બનાવે છે . અને આપણને અંધકારમાં જ રાખે છે અજ્ઞાનતામાં રાખે છે, અને બેભાન બનાવે છે .પવિત્રતા આપણને સ્વત્રંતા આપે છે .જે આપણને જ્ઞાન, શાંતિ ,સુખ ,શક્તિ અને પ્રભુ પ્રાપ્તિ ની ચાવી આપે છે
પવિત્રતાનું મૂલ્ય અસામાન્ય છે .જે એટલું બધું દુર્લભ અને શક્તિશાળી છે કે તેના માટે આપણે મારી મીટવું જોઈએ .આપણે જુનવાણી વિચારોનો નાશ કરવો જોઈએ .પુરાણા વિકારો અને અહંકાર જે આ પાંચ વિકારો ના નામ છે .
પવિત્રતાના તેજ થી આપણે રંગભેદ ,લિંગભેદ ,જાતિભેદ ,ધાર્મિક માન્યતાઓ ના બંધનો ની મર્યાદા ઓથી પર રહીએ છીએ .અને દરેક માનવજાત ને આપણા ભાઈ તરીકે જોઈ અનુભવીએ છીએ .પવિત્રતા ની શક્તિ એટલી બધી છે કે વિષયવાસના ,ક્રોધ અને દુર્ગુણો ની અગ્નિ બુઝાવે છે .અને તેની જગ્યાએ પવિત્ર શીતળ પ્રેમ જગાવે છે .પવિત્રતાનો અધિકાર એ છે કે આપણે ખરેખર પરમાત્માની નજીક આવી શકીએ છીએ ,

===પવિત્ર દિવસ માટેના વિચારો ===

***શુક્રવાર ***

>>>પ્રેમ નથી ત્યાં શાંતિ હોય શકે નહિ .જ્યાં પવિત્રતા નથી ત્યાં પ્રેમ હોય શકે નહિ ,

>>>જેમ ગૌરવ અહંકાર માંથી જન્મે છે .તેમ ખોટી આશાઓ મોહ માંથી જન્મે છે ,

>>>જો પ્રમાણિકતાઅને સત્યતા મારા તરફ ચાલતા હશે તો પ્રભુનો પ્રેમ પણ સહજ મારા તરફ આવતો હશે

>>>નામ અને કીર્તિ ની અપેક્ષા સાથે અપાયેલા હજારો રૂપિયા કરતા વધારે પ્રમાણિક અને સ્નેહ પૂર્વક અપાયેલા મુઠ્ઠીભર ચોખા વધારે મહાન છે ,

>>>જેમ વધારે ખામીયો બીજાની જોશો તેમ તેમ વધારે ચેપી બનશો .બીમારી એક જાતનો ચેપ છે ,

>>> “સ્વ ‘ ની શોધ “સ્વ ‘ તરફના સત્યથી થઇ શકે

>>>તમારું અંતકરણ (વિવેક બુદ્ધિ )તમારો સાચો મિત્ર છે,તેને વારંવાર સંભાળો ,

>>>જો તમારા મનમાં રહેલી શંકા સ્પષ્ટ નહિ કરો તો તે કેન્સરની માફક વધી જશે ,

>>>જો તમારા સંકલ્પો પવિત્ર હશે તો તમો શું વિચારો છો અને શું બોલશો તે કહેવું સહેલું બનશે ,

>>>જો તમારી દ્રષ્ટી શુદ્ધ રાખશો તો મસ્તક સ્વત:ઉચ્ચ જશે,

==(મેનેજીંગ તંત્રી શ્રી રોબર્ટ બેસ્ટ તથા એડવોકેટ બાર્બેડોઝ દ્વારા તૈયાર થયેલી અંગ્રેજી પુસ્તિકા “થોટ ફોર ટુડે ” નું ગુજરાતી અનુવાદ તથા ભાવનુંવાદ ભાવનગર નાં બ્રહ્માકુમાર રમેશભાઈ પ્રજાપતિ એ કર્યો છે તે પુસ્તિકા નું નામ `આજ ની વિચારધારા ` તરીકે રજુ કરેલ છે )==
Posted by Dhaval Navaneet in gujarati

દયા

દુનિયાની દ્રષ્ટીએ ખૂન કરાનારાને દોષ આપવામાં આવે છે .એટલે ખૂનીમાં દયા નથી એમ કહેવાય . ખૂન કરનાર એમ મને છે કે દુનિયાને દયા નથી .અને જે થી કરીને માનવની માનવ સાથે ની અમાનવતાની લાંબી અને મજબુત સાંકળ શરુ થાય છે .આ મનુષ્યનાતાના સાથી મનુષ્ય માટેના નિર્ણય ની જ વાત છે .અર્થાત સાર રૂપે એ જે વિચારે છે. તે તેના કર્મની ચુકવણી બરાબર છે .
અત્યારના જમાનામાં દયા બતાવી એ ચારિત્ર્યની નબળાઈનું ચિહ્ન છે .પરંતુ તે સત્ય નથી જોકે તે મહાન શક્તિ અને ડાહ્યાપણાનું ચિહ્ન છે દયા બતાવી અર્થાત જીવનની પરિસ્થિતિની પૂરે પૂરી સમજ બતાવવી જે બહાર ની દ્રષ્ટીએ સત્ય અને પુરાવાઓથી પર છે .દયાળુ બનવું તે ઉન્નત સમાનતાનું સુચન કરે છે .દયાળુ સ્થિતિ એટલી બધી ઉંચી છે કે વિરોધ અને ખરાબ કર્મો હોવા છતાં આપની પાસે કહેવાની એ શક્તિ છે કે હું સમજુ છું અને ક્ષમા આપું છું .

===દયાળુ દિવસ માટે નાં વિચારો ===

****શનિવાર **** જો હું બીજાની કમજોરીઓ મગજમાં રાખીશ તો તેજ ઘડીએ તેઓ મારા મગજનો એક ભાગ બની જશે .

>>>જયારે,જ્યારે મન થાકી જાય છે ત્યારે ,દરેક કામ કરવા માટે મોટા પ્રયત્નો કરવા પડે છે ,

>>>દુનિયામાં ઘણા લોકો ભૂખે મારી જાય છે .જે બીજાના લોભને કારણે .જો આપણે જાણીશું કે આપણે કેવી રીતે વહેચવું તો તો સમસ્યાનું સમાધાન થઇ જશે ,

>>>તમને મળેલી તકને બદલવા કરતા મળેલી તકોનો ઉપયોગ કરી સ્વય બદલવાનું ઘણું સારું ,

>>>જે પોતાની જાત ને ભૂલી જી માનવ સેવા કરે છે તે જ આપણા બધામાં રાજકુમાર છે .

>>>બીજાની ભૂલને સહન કરવી એ એક ચીજ છે અને તેને ક્ષમા આપવી તે વધારે મહાન ચીજ છે ,

>>>સહયોગ આપવો એનો અર્થ એ નથી કે તેના ગુલામ બનેલ છો,

>>>જયારે,જ્યારે સત્તા જરૂરી હોય ત્યારે દ્રઢ બનો.પરંતુ સત્તા નું સંચાલન કરતા મધુર અને વિનમ્ર બનો ,

>>> સ્વય ની પ્રગતિ માટે સદાય પ્રયત્નશીલ રહો .સ્વય ને નીચે ન લઇ જાઓ .સ્વય જ સ્વયના મિત્ર છો .અને સ્વય જ સ્વય નાં દુશ્મન છો .

==(મેનેજીંગ તંત્રી શ્રી રોબર્ટ બેસ્ટ તથા એડવોકેટ બાર્બેડોઝ દ્વારા તૈયાર થયેલી અંગ્રેજી પુસ્તિકા “થોટ ફોર ટુડે ” નું ગુજરાતી અનુવાદ તથા ભાવનુંવાદ ભાવનગર નાં બ્રહ્માકુમાર રમેશભાઈ પ્રજાપતિ એ કર્યો છે તે પુસ્તિકા નું નામ `આજ ની વિચારધારા ` તરીકે રજુ કરેલ છે )==
Posted by Dhaval Navaneet in gujarati

વેદ નો અભ્યાસ

તેના અભ્યાસથી અંતરમા શાંતિ અને આનંદ પ્રવર્તે છે.
વેદાંતના પઠનથી જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે.
વેદનો અભ્યાસ સફળતા અને પ્રગતિને પંથે પ્રયાણ કરાવે છે.
એ બંનેના સમન્વયથી આપણી ભૌતિક અને આધ્યાત્મિક ભૂખ સંતોષાય છે.
વેદાંતનો અભ્યાસ એટલે પધ્ધતિસર જીવન જીવવાનો સફળ પ્રયાસ.
“હું” કોણ? એ પ્રશ્નનો ઉત્તર વેદાંત આપે છે.
વેદે તેની છણાવટ કરી આપણી સમક્ષ પૂરાવા સાથે દર્શાવ્યું છે. સુખ , શાંતિ અને આનંદના ત્રિવેણી સંગમમા વેદ આપણને સ્નાન કરાવી શુધ્ધ બનાવે છે.
વેદ વિચારોને પ્રેરે છે.
પોતાની જાતનું પૃથક્કરણ કરી તેને જાણવી અને શુધ્ધ કરવામા વેદનો અભ્યાસ સહાય કરે છે. વેદ વૈજ્ઞાનિક પધ્ધતિથી આપણને ધર્મ વિષે ઉંડુ જ્ઞાન આપે છે.
‘વેદ’ની સાર્થકતા ખુદ વેદ છે. વેદનો અભ્યાસ જીવન જીવવા માટે અતિ આવશ્યક છે.
વેદ અને શાસ્ત્રનો ઉંડો અભ્યાસ કદાચ કંટાળા જનક લાગે. કિંતુ વેદનો સારાંશ ‘વેદાંત’ સંક્ષિપ્તમાં ખૂબ ચીવટથી આપણને સમજાવવામા સફળ થયું છે.
ઝીણવટપૂર્વકનું તેનું અવલોકન જીવન જીવવાનો રાહ બતાવે છે. વિચાર કરવો, પણ કઈ રીતે , કઈ દિશામા તે માર્ગદર્શન વેદાંત પૂરુ પાડે છે. એ એક કળા છે. પાયા વગરના ઉપદેશ અને સિધ્ધાંતો પામેલ માનવી દિશા ભૂલી જ્યાં ત્યાં ગોથા ખાય છે.
ચિંતન લેખ ,
posted by kamal barot gujarati

શું અપનાવશો?

જે આદરના અધિકારી છે. માતા પિતા

જેને આદરની પરવા નથી. કૂતરા- બિલાડા

જે હરપળે વિંધાય છે. હ્રદય

જેને વિંધવું શક્ય નથી. શબ

જે આવે છે તે જવા માટે. યુવાની

જે જાય છે આહિસ્તા આહિસ્તા. ઘડપણ

જે શરીરનું આભૂષણ છે. મૌન

જે ઘણીવાર વ્યર્થ છે. વાણી

જેના પર સંયમ આવશ્યક છે. જીભ

જે સ્વતંત્ર અને દૃઢ છે. સદવિચાર

જે કાપવા જેવું છે તે વધારે છે. નખ

જે વધારવું જોઈએ તે કાપે છે. વાળ

જે સહુથી ઊંચી છે. પ્રેમ સગાઈ

જે જગમાં નીંદનીય છે. તિરસ્કાર

જે કાજલ કરતાં કાળું છે. કલંક

જે પાણી કરતાં પતળું છે. જ્ઞાન

જે શસ્ત્ર કરતાં પણ કાતિલ છે. કટુવાણી

જે મલમ કરતાં મુલાયમ છે. મધુર શબ્દ

જે ભૂમિથી ભારી છે. ક્રોધ

જે સહુને આકર્ષે છે. સ્મિત

જે કરવાથી બંને પક્ષ પાપના ભાગીદાર છે. નિંદા

જે બંને પક્ષ માટે લાભદાયી છે. પ્રશંશા

જેનાથી હાથ શોભે છે. દાન

જે હરહંમેશ આવકાર્ય છે. પ્રેમ

જેની પ્રેમ નિતરતી આંખો છે, માતા

જે મૌન દ્વારા પ્રેમ રેલાવે છે. પિતા

જે નિરંતર સ્મરણીય છે. પ્રભુનામ

જે હંમેશ કરવો આવશ્યક છે. સત્સંગ

ચિંતન લેખ
Posted by kamal barot in gujarati

ગણપતિબાપા ના જીવન પ્રતીકો

ganeshchaturthiwallpaper2_B

ગણ-પતિ એટલે સમૂહના પતિ..એટલે કે નેતા.નેતા પાસે બાહ્ય રૂપ ન હોય તો ચાલે પણ આંતરિક રૂપ…અર્થાત .ગુણો હોવા જરૂરી છે જ.અને કયા ગુણો તે તેમનું વિશિષ્ટ રૂપ દ્વારા દર્શાવ્યું છે. ગણપતિનું મસ્તક હાથીનું છે.હાથી ના જીવનમાં તેજસ્વિતા છે.તે બુધ્ધિમાન છે.હાથી પોતે ખાતા પહેલાં પ્રથમના બે-ત્રણ કોળિયા આમતેમ ઉડાડે છે.કારણકે રાજા જેવો ગજરાજ જમતો હોય ત્યારે બીજા જીવજંતુઓનું પેટ ભરાવું જોઇએ.એવી ઉદાર વ્રુતિ છે.આમ નેતામાં અન્યને ખવડાવીને ખાવાની વ્રુતિ હોવી જોઇએ..એવું સૂચન છે.
ગણપતિના કાન પણ હાથીની જેમ સૂપડા જેવા છે.સૂપડાની જેમ સાર રાખીને ફોતરા ઉડાડી દેવા જોઇએ .એવું સૂચન અહીં સમાયેલું છે.વળી મોટા કાન ઉત્ક્રુષ્ટ શ્રવણ-ભક્તિ સૂચવે છે.
ગણેશજીની હાથી જેવી ઝીણી આંખો માનવીને જીવનમાં સૂક્ષ્મ દ્રષ્ટિ રાખવાની પ્રેરણા આપે છે.
હાથીની જેમ ગણપતિનું મોટું નાક દૂર સુધીનું સૂંઘવા સમર્થ છે.અર્થાત નેતામાં દૂરદર્શિતા હોવી જરૂરી છે.
ગણપતિને બે દાંત છે.એક આખો અને બીજો અડધો..આખો દાંત શ્ર્ધ્ધાનો અને અડધો બુધ્ધિનો સૂચક છે.જીવનમાં બુધ્ધિ કદાચ થોડી ઓછી હોય તો ચાલે પણ શ્ર્ધ્ધા તો સંપૂર્ણ જ હોવી જોઇએ.
ગણપતિ ને ચાર હાથ છે.એક હાથમાં અંકુશ,બીજામાં પાશ,ત્રીજામાં મોદક અને ચોથો આશીર્વાદથી સભર છે.અંકુશ દર્શાવે છે કે વાસના,વિકારો પર જીવનમાં અંકુશ..અર્થાત સંયમ હોવો જરૂરી છે.જયારે પાશ સૂચવે છે કે..જરૂર પડે ત્યારે ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્ય પણ હોવું જોઇએ.મોદક એટલે મોદ કરાવે અર્થાત..આનંદ કરાવે તે.બીજાને ખુશી આપવાનું સૂચન અહીં સમાયેલ છે.ચોથો હાથ આશીર્વાદ નું પ્રતીક છે.
તેઓ લંબોદર કહેવાય છે.બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ ઉદરમાં સમાવી દેવી એનું સૂચન છે.સાગરની માફક નેતા બધી વાતોને પોતાની અંદર સમાવી દેવા સમર્થ હોવો જોઇએ.
તેમના પગ નાના છે.તેથી તેઓ જલ્દી દોડી શકતા નથી.”ઉતાવળા સો બાવરા,ધીરા સો ગંભીર”નું સૂચન કરી રહ્યા છે.પ્રુથ્વી પ્રદક્ષિણાની શરતમાં માતા-પિતાની પ્રદક્ષિણા કરી ને,બુધ્ધિ નો ઉપયોગ કરીને પોતાના ભાઇ કાર્તિકેય આગળ શરત જીત્યા હતા તે વાત થી આપણે સૌ પરિચિત છીએ જ.
વળી તેમનું વાહન ઉંદર છે.જે સહેલાઇથી દરેક ના ઘરમાં પ્રવેશી શકે.અર્થાત મહાપુરૂષોના સાધનો એવા નાના અને નમ્ર હોવા જોઇએ કે જે ઘરઘરમાં પ્રવેશ પામી શકે.
ગણેશને દુર્વા પ્રિય છે.લોકોને મન જેનું કોઇ મહત્વ નથી એવા ઘાસને તેમણે પોતાનું માન્યું ને તેની કિંમત વધારી.અર્થાત નાના લોકોની અવગણના કરવાને બદલે તેમને પણ યોગ્ય સન્માન આપવું જોઇએ.
તેમને લાલ ફૂલ પ્રિય છે.લાલ રંગ ક્રાંતિ નો સૂચક છે.નેતાને હમેશા ક્રાંતિ પ્રિય હોવી જોઇએ.તેમને આપને અક્ષત અર્થાત ચોખા ચડાવીએ છીએ.અક્ષત એટલે જે અખંડ છે.દેવ પ્રત્યે આપણી ભક્તિ અખંડ હોવી જોઇએ.
ગણપતિને વક્રતુંડ કહે છે.આડે અવળે ચાલનાર ને જે દંડ આપે છે તે વક્રતુંડ.
ગણેશ ચતુર્થી ને દિવસે આપણે જે ગણપતિ લાવીએ છીએ તે ગણપતિનું વિસર્જન આપણે અનંત ચર્તુદશી ને દિવસે કરીએ છીએ.અર્થાત જે શાંત છે તેને અનંતમાં,સાકાર ને નિરાકારમાં અને સગુણ ને નિર્ગુણમાં વિલીન કરીએ છીએ.જીવનમાં પણ અંતે નિરાકાર એટલે કે ઇશ્વર તરફ પ્રયાણ કરવાનું સૂચન સમાયેલ છે.
આવી વિઘ્નહર્તા ગણપતિના જીવન નો સાચો સંદેશ સમજીને જીવનમાં ઉતારી શકીએ તો જીવન સાર્થક બની શકે.આજે આ નવી દ્રષ્ટિ થી ગણપતિના દર્શન કરીશું?
કોટિ કોટિ નમન ગણપતિબાપાને! અંતે ગણપતિ બાપા મોર્યા …કહેશું ને?

નીલમ દોશી
Posted by kamal barot in gujarati

ભક્તિ

ભક્તિની શક્તિ અજબ ગજબ ની છે.
શબ્દમાં ભક્તિ ભળે તો સ્તવન/ભજન બને,
ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ બને,
પથ્થરમાં ભક્તિ ભળે તો મુર્તિ બને,
ચાલવામાં ભક્તિ ભળે તો યાત્ર બને, અને
આત્મામાં ભક્તિ ભળે તો ‘પરમાત્મા’ બને.

-પ્રશાંત શાહ ના સુવિચાર સગ્રહમાંથી

‘મા’

પ્રેમને સાકાર થવાનું મન થયું ને ‘મા’નું સર્જન થયું.

પ્રભુને પણ અવતરવું પડે છે, ને મા ની ગોદમાં રમવું પડે છે,
મા એ તો મા છે… બધાને ત્યાં વિરમવું પડે છે.

રડવું હોય તો ખભો કોઇનોય મળે, પણ ખોળો તો મલકમાં ‘મા’નો જ મળે.

‘મા’ ગંગા કરતાં પણ મહાન છે,
ગંગા સુકાય, મા નહિં.

મા એ પૂર્ણ શબ્દ છે ગ્રંથ છે, યુનિવર્સીટી છે,
મા મંત્ર બીજ છે પ્રત્યેક સર્જનનો આઘાર છે મા,
મંત્ર તંત્ર ને યંત્રની સફળતાનો મુલાધાર છે મા.

જેને કોઇ ઉપમા આપી ન શકાય એનું નામ છે ‘મા’,
જેની કોઇ સીમા નથી તેનું નામ છે ‘મા’.

મારે ખરી, પણ… માર ખાવા ન દે એનું નામ “મા”.

શિવની જટામાં માત્ર ગંગા જ અવતરી છે, પરંતુ
માના જીગરે તો કંઇક ગંગા અને મહાસાગરો ઉમટયા છે.

પૃથ્વી પરનો સૌથી મહાન, સૌથી પવિત્ર શબ્દ છે “મા”.

બાળકને રાહ બતાવે તેનું નામ ગુરૂ પરંતુ,
બાળકની રાહ જુએ તેનું નામ માતા.

મા ના પ્રેમમાં કદી રૂકાવટ હોતી નથી.
મા ના વિચારમાં કદી મિલાવટ હોતી નથી.

“મા”નું મૂલ્યાંકન થઈ શકે તેવી કોઇ વ્યક્તિ કે શબ્દો નથી, માટે જ કહેવાય છે કે
“મા તે મા, બાકી બધા વગડાના વા”.

-પ્રશાંત શાહ ના સુવિચાર સગ્રહમાંથી

એક દિવસ…

એક દિવસ શેરડી ના સાંઠાને એક વિચાર આવ્યો, કે હું આટલો તંદુરસ્તી ભર્યો, રસ ભર્યો, ગુણ ભર્યો, લોકોનાં માનપાન મેળવનારો, સર્વગુણ સુંદર અને મારો ઉપયોગ લોકો કરી જાય? મને કચડીને નીચોવીને બધા મઝા કરે? એ કેમ ચાલે?
એણે નક્કી કર્યું કે …‘હવે થી આ લોકો માટે મારી યુવાનીનું ગળું હું નહી જ ટુંપું.
સમય તો આવે અને જાય છે. સહુનો…
શેરડી ના સાંઠા નો પણ સમય પુરો થયો.
એમાં હવે રસ કસ રહ્યો ના હતો.
બધા જ ગુણ નષ્ટ થયા.
લોકો એ એને સળગાવી દીધો. કોઇ કશું જ ના બોલ્યું

બળેલા સાંઠા એ વિચાર્યું કે
આના કરતાં તો સારું હતું કે મારી યુવાની ભલે કચડાતી હતી,
લોકો મારા રસ કસ નો આનંદ લેતા હતા,
મારી જિંદગી નો પરિશ્રમ બધામાં ભળી જતો હતો,
પરંતુ
પરંતુ
અંતે લોકો કહેતા હતા કે
“અરે વાહ વાહ ભાઇ શેરડી ખૂબ જ મિઠી હતી એટલે જ એનો રસ મીઠો છે.”
કદાચ આ જ જીવન ની સાચી સાર્થકતા હોઇ શકે.
કાશ ઇન્સાન આટલું સમજતો હોત.

વિચાર કરાવે એવી વાત
એક સિગારેટ સળગતી હતી
એક અગરબત્તી સળગતી હતી.
ઘટના એક સરખી જ છે.
બંન્ને સળગે છે.
બંન્ને એના સળગાવનાર ને આનંદ આપે છે.
બંન્ને આદત છે.
બંન્ને વ્યસન છે.
છતાં…
છતાં…
બંન્ને ની સમાજ પર અસર ભિન્ન ભિન્ન પડે છે.
કારણ ??????
બંન્ને ની બનાવટ અને પદાર્થો અલગ અલગ છે.
બંન્ને ની રચના પાછળ હેતુ અલગ છે.
એક બાળે છે.
એક અજવાળે છે.
એક તરફ નફરત છે.
એક તરફ આસ્થા છે.
શું જોઇએ છે હવે???? એ આપના સંસ્કાર પર નિર્ભર છે.
મદદ માટે સજ્જન વ્યક્તિ નો સાથ લો.
શુભેચ્છા સહ

“નિર્મળ ભટ્ટ” (મિધામિનિ કોમ્યુનીટી દ્વારા)

ચિંતન

માણસ દિવસે ને દિવસે પ્રકૃતિ થી દુર થતો જાય છે અને આથી જ તે અશાંત ,શુષ્ક ,સંકુચિત ,અને અંદર થી ખાલીખમ થતો જાય છે .એની પાસે ઘણું છે પણ અંતર ઠરે તેવી કશુક ખૂટે છે .
પ્રકૃતિ ‘માં’ ની શીતળ ગોદ જેવી છે આથી જે પ્રકૃતિ ને સમજી ને તેના સાનિધ્યમાં જીવે છે તેનામાં બાળસહજ નિર્દોષતા ,કોમળતા અને હળવાશ આવી જવી સ્વાભાવિક છે ,

પ્રદુષણ ઓકતા કારખાના ,મોટા મોટા મકાનો ,વાહનો ની દોડાદોડ ,ઘોંઘાટ ,ટેન્શન આ બધાની વચ્ચે ક્યારેક શાંતિનો શ્વાસ લઇ શકાય એ માટે નદી ,પહાડ ,લીલાછમ જંગલો સુંદર મજાના વૃક્ષો અને હરિયાળી થી મઢેલા નૈસર્ગિક સ્થળો નું હોવું જરૂરી છે .ખળખળ વહેતા ઝરણાં ,ઘૂંઘવાતો સમુન્દ્ર પક્ષીઓનો કલરવ અને આકાશનો તારા મઢ્યો વૈભવ વ્યક્તિના હૃદય ને ભીનું ભીનું ,કોમળ અને સ્નેહસભર રાખી શકે છે .

જેને પણ રંગબેરંગી ,સુકોમળ પુષ્પો ગમતા હોય ,જે ખડખડ વહેતી નદી કે ઝરણા ને જોઇને નિર્દોષ બાળક જેવા બનીજાતા હોય ,પશુપક્ષી સાથે પણ જે આત્મીયતાનો અનુભવ કરતા હોય, વનસ્પતિ પ્રત્યે પણ જેને પ્રેમ હોય તે શું કોઈની છાતીમાં ખંજર ભોંકી શકશે ? કોઈનું કશું છીનવી ને ખુશ થશે ? કોઈનું અહિત કરીને આનંદ માણી શકશે ? !….જો નહિ, તો ઠેર ઠેર માણસ ને નિસર્ગ નું સાનિધ્ય મળી શકે તેવા સ્થળો વધવા અને વિકસાવવા જોઈએ જેથી આ ‘કહેવતો માણસ ‘એક સારો અને સાચો માણસ બની શકે

પ્રકૃતિ એ પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે .
પ્રાથના,ધ્યાન કે મનની શાંતિ માટે પ્રકૃતિનું સાનિધ્ય જરૂરી છે
પ્રકૃતિ માણસને સુકોમળ, શાંત અને સુવિશાળ બનવાની પ્રેરણા આપે છે

= વૈધ વત્સલ વસાણી
Posted in gujarati by Dhaval Navaneet

તું કેમ કોરો ?

રંગો ની આ મહેફિલ માં પુછે છે સઘળા લોકો મને,
ગુલાલ ની તો ડમરી ઉડે છે, છતાં તું કેમ કોરો ?

કદાચ, મારામાં જ હશે કઇંક ખામી, કારણ
રંગમય થવાનું તો બહુ જ મન છે, છતાં પણ છું હું કોરો.

દોડી ને કહું છું તેમને, રંગો મને, રંગો મને,રંગો મને,
પ્રતિસાદ આપે છે એ, તું તો લાયક જ છે રહેવા ને કોરો.

…કરું શું હું બનવા લાયક, કે તે રંગે મને,

હા, પ્રગટાવો મને હવે, પછી છાંટશે એ ગુલાલ નું પાણી,
ઠારશે મને અને કહેશે, લે બસ, તું હવે નથી કોરો નથી કોરો.

ચૈતન્ય મારુ

હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું

હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
ધરમ-કરમના જોડ્યા બળદીયા ધીરજની લગામ તાણું

સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય
કદી ઉગે આશાનો સુરજ કદી અંધારુ થાય
મારી મુજને ખબર નથી કંઇ ક્યાં મારું ઠેકાણુ, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…

પાપણ પટારે સપના સંઘર્યા, ઉપર મનની સાંકળ વાસી
ડગર ડગરીયા આવે નગરીયા, નાય આવે મારુ કાશી
ક્યારે વેરણ રાત વિતે ને ક્યારે વાયે વાણું, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…

ક્યાંથી આવું, ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનુ
અગમ-નીગમ નો ખેલ અગોચર, મનમાં મુંઝાવાનું
હરતું ફરતું શરીરતો છે પિંજર એક પુરાણું, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…
ફિલ્મી ભજન
(POSTED IN GUJARATI BY KAMALBAROT)

ઝટ જાઓ ચંદનહાર લાવો

ઝટ જાઓ ચંદનહાર
..ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહિ ખોલુ હું
મને લાગ્યો છે હારનો નેડલો, કંથ નહિ બોલુ હું

હે નહિ ચડે ચુલે રોટલી….
ને નહિ ચડે તપેલી દાળ…. સમજ્યા કે…
હારનહિ લાવી દીયો તો તો પાડિશ હું હડતાળ રે
ઘુઘુંટ નહિ ખોલુ હું….
ઝટ જાઓ ચંદનહાર લાવો…

નાણાં ના નખરા બધા….
ને નાણાં ના સહુ નાદ…. સમજી ને..
માંગવાનુ તુ નહિ મૂકે હે મને મુકાવીશ તું અમદાવાદ રે
ઘુંઘટ ઝટ ખોલો ને….
ઝટ જાઓ ચંદનહાર લાવો….

હે વડોદરી લાહવો લઉ ને કરું સુરતમાં લેહર
હાર ચડાવી ડોકમાં, મારે જોવું છે મુંબઇ શહેર રે
ઘુંઘટ નહિ ખોલુ હું…
ઝટ જાઓ ચંદનહાર લાવો….

અરે ભાવનગર ભાગી જઇશ….
કે રખડીશ હું રાજકોટ…. કહિ દઉ છું હા…
પણ તારી સાથે નહિ રહું, મને મંગાવીશ તું તો લોટ રે
ઘુંઘટ ઝટ ખોલો ને….

ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહિ ખોલુ હું
મને લાગ્યો છે હારનો નેડલો, કંથ નહિ બોલુ હું

ચીમનલાલ જોશી

વિચારધારા

૧. જીંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો.

૨. તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છો
માલિક નહીં.

૩. દુનિયામા દરેક માણસ એમ સમજે છે પોતે
ચાલાક છે. કુદરતની ચાલાકીની ખબર છે?

૪. જો તમને પહેરવા કપડા, રહેવા ઘર, બે વખત
ખાવા અન્ન મળતું હોય તો ખરા દિલથી ઉપરવાળાનો
આભાર માનજો.

૫. એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ.
દરેક માણસનો અંત તો એક સરખો જ છે. ‘મૃત્યુ.’
મહત્વની વાત એ છે કે કોણ કેટલું સાથે લઈ જઈ શક્યો.

૬. આજે કરેલા કર્મનું ફળ કદાચ કાલે મળે કદાચ વર્ષે, બે વર્ષે
કે પાંચ વર્ષે મળે. કદાચ આ જન્મે નહી તો આવતા જન્મે
મળે. કર્મની ગતિ અતિ ગહન છે.

૭. એક દિવસ બધું મૂકીને ચાલ્યા જવું પડશે. આ વાત જો
સાચી હોય તો જરૂર કરતાં વધારે ભેગું કરવાની શી જરૂર છે?

શું સુંદર વાત છે . આપણા બધિર કાન તેં કેમ સાંભળતા નથી.
હવે વિચાર કરી અમલ કરવાની ઘડી આવી ગઈ છે. ૬૦ વર્ષની ઉમર
વટાવી ચૂકેલા સર્વે માટે ખાસ.
” હવે કાઢ્યા એટલા નથી કાઢવાના.”
અમેરિકામા ગ્રીનકાર્ડ અને નાગરિકત્વ જોઈએ. ઉપર જવા માટે
કોઈ લાગવગ ચાલતી નથી.
મજાક ખાતર લખ્યું છે. કિંતુ સનાતન સત્ય છે.

પ્રવિણાની વિચાર ધારા
POSTED IN GUJARATI BY KAMALBAROT

વિચારધારા હાસ્ય રસ

કમપ્યુટર શીખો

..ચાલો ત્યારે થાવ તૈયાર.

સહુથી પહેલા કમપુટરની બધી ચાવી સમજવી પડશે.

તૈયાર

જો જીવનમાં હોય

ખુશી SAVE

ગમ DELETE

સંબંધ DOWNLAD
દોસ્તી FAVORITE

દુશ્મની ERASE

સત્ય KEY BOARD

જૂઠ SWITCH OFF

ચીંતા BACK SPACE

પ્યાર INCOMING ON

નફરત OUTGOING OFF

વાણી CONTROL

હંસી HOME PAGE

ગુસ્સો HOLD

મુસ્કાન SEND

દિલ WEB-SITE

આંસુ ALT

ધિક્કાર SPAM

સવારથી સાંજ ચીટકી રહો NET WORK

ઘરનાને ઘેલુ લગાવો VIRUS
શરૂઆત માં આટલું પૂરતું છે. જો આમાં તમે પાકા

થઈ જાવ તો બીજો અંક ફરી મળીએ ત્યારે.

ચાલો ત્યારે યાદ રાખવા બેસી જાવ.
વિદ્યાર્થિની ભાષામાં કહું તો ‘ગોખવા’ માંડો.

પ્રવિણાની વિચાર ધારા હાસ્ય રસ

(POSTED IN GUJARATI BY KAMALBHAI BAROT)