જમાનામાં કેટલાની ઈચ્છાઓ ફળી છે,

જમાનામાં કેટલાની ઈચ્છાઓ ફળી છે,
મારી લાગણીને કરચલીઓ વળી છે.

ફૂલ બની જશે એમ કળીને જોતો રહ્યો,
લાગે છે મને ફક્ત ઈંતેઝારી મળી છે.

અધૂરા અરમાનો ક્યાં સુધી સાચવું?
રહેવા દે ફરી એ વાત કાં ઉખેળી છે?

મારું જે થવાનું હશે તે તો થશે જ ,
તારી આંખો આજ કાં ઝળઝળી છે?

મારી નજરે સવાલ કર્યો જીવવાને,
તારી નજર કાં નકારમાં ઢળી છે?

રેતની જેમ સરકી ગયાં અરમાનો,
રહી ગઈ આજે આ ખાલી હથેળી છે.

-ચંદ્રકાંત માનાણી