તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ- – મુકુલ ચોક્સી

તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ…

તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

તમે જો હોવ તો વાતાવરણ કેવુ સરસ લાગે
અરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે
તમો ને જોઇને પાણીને પોતાને તરસ લાગે
તમારી યાદમાં વીતે.. એક એક પળ.. વરસ લાગે ..

અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

ગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને
બે ગઝલની વચ્ચે ના ગાળામાં ચૂમી છે તને
સાચુ કહો તો આ ગણિત અમથું નથી પાકુ થયુ ‘મુકુલ ‘
બે ને બે હોઠો ના સરવાળામાં ચૂમી છે તને

બનું હું રાત તો શમ્મા તમારું નામ થઇ જાશે
તમે સાકી બનો તો મારુ હૈયું જામ થઇ જાશે
તમારા રૂપની ઝળહળ જો સુબહો શામ થઇ જાશે
સૂરજ ને ચાંદ બન્ને જણ બહુ બદનામ થઇ જાશે

બનું હું ફૂલ તો બનશો તમે શબનમ… તમારા સમ
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

તો કે’ટો ની. -જયકાંત જાની (USA)

તો કે’ટો ની. જયકાંત જાની (USA)
…………………………..

(મનિષ ભાઇ કાં ઇ ભુલ થૈ જાય તો કેતા નહી)

હારીને પહતાય તો કે’ટો ની.
ડીપોઝીટ જો ડુલથાય તો કે’ટો ની.

ઢંઢેરામા તો કે’ટો તો કે મોધવારી ઊંચકી લૈસ.
પછી બોલ્યુ ફરી જાય તો કે’ટો ની.

અમના તો વોટ જાણે ડારુની થેલી.
પીધા પછી વોટ ફરી જાય તો કે’ટો ની.

”એની સ્પીચમાં ઠાલા વચનો ના વરસાદ…”
પછી ચુટણી ની છત્રી કાગડૉ થૈ જાય તો કે’ટો ની.

નેતા, જનતા ઔર લોકશાહી, બધું ડીંડક મારા ભાઇ
પછી ટોપી ઉડી જાય તો કે’ટો ની.

મને ગમે છે – જયકાંત જાની (USA)

શ્રી ઘાયલ સાહેબની ગઝલ પર થી  પ્રતિગઝલ જેવુ જ કઇક વ્યંગ કાવ્યા

ઝાંઝવાભર્યા જીવનનાં રણ મને ગમે છે,
લગ્નની બરબાદીના તારણ મને ગમે છે.

ક્રોધથી ભમેલી પાંપણ મને ગમે છે,
આપે છે ઝેર જીવનને,સાપણ મને ગમે છે.

કુવારા અને પરણ્યા ની હરક્ષણ મને ગમે છે,
એ સુડી હોય અથવા સારણ મને ગમે છે.

ખોટી કે મોટી પ્રેમપારાયણ મને ગમે છે,
લુછવા આ આસુ ટીસ્યુપેપેર પણ મને ગમે છે.

રડવું સદાય રડવું, સાસરે અચૂક હસવું,
પરણ્યા પછીનુ આ ડહાપણ મને ગમે છે.

આવે ઘર જો સાસુ, પુછો નહીં ભલા થઇ,
પોખ્યો કૈ ચોઘડીએ આપોંખણ મને ગમે છે.

વાપરે છે શ્રીમતીજી રૂપિયા ખોબો ભરી ભરીને,
છે ખૂબ મતલબી વ્હાલણ, મને ગમે છે

સાળી શું હવે હું પાછી વહુ પણ નહીં દઉં,
સાળી પણ મને ગમે છે, રૂપાળી પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
ભાર લગ્ન જીવનના! ડાકણ મને ગમે છે.

ભેટ્યો છું ટાઇમ બોંબ ને કૈં વાર સાસરીયામાં!
આ જીવતા વાયરો જેમ ઝણઝણ મને ગમે છે!

પરણીતો , તમને મુબારક આ પ્રતિકાવ્ય મારાં,
મેં બ્લોગપર મુક્યા છે, એ અવતરણ મને ગમે છે.

એક ઓળખ પત્ર – જયકાંત જાની (USA)

નેતાઓના ઠાલા વચનો તમે કેટલા સાખી શકો ?
એકલવ્ય જેમ ભસતા કુતરા નુ મુખ બાંધી શકો ?

પ્રજા બહુ બહુ તો કરીએ શું શકે ભાવ વધારા વિશે ?
બંધ જેવા બંધ થી મોઘવારી ને નાથી શકો !

લાંચની લાલચ, લુટારૂ મન ને ખોરી હોય દાનત,
તો નાલાયક નેતા ને ભલા કઈ રીતથી માપી શકો ?

રાવણ જેવા નેતાઓ પાછા રામ રાજ્યની વાતો કરે છે
પુછો એને શબરી ના એઠા બોર તમે ચાખી શકો !

જો, ફરી ચુટણી સમય આવી ગયો છે રાજ્યમા
ગાંડા હાથીને બાંધી શકો તો ક્યાં સુધી બાંધી શકો.

હે મમ્મી ,-જયકાંત જાની (USA )

હે મમ્મી ,

તે મને પારકા ઘરે જઇ બીજા ને પોતાના કરવા માટે મોકલી હતી,
તે હું કરી ના શકી.
તે મને વ્યહવાર ના વાવાઝોડામા ધકેલીને,
ગુનાતીત થઇ બહાર આવવા કહ્યું,
પણ હું તો વહેવારના વંટોળમા વધારે ફંગોળાતી ગઇ .

તે મને પતિ ને પરર્મેશ્વર બનાવીને ઇશ તત્વ શોધવા કહ્યું,
પણ હુ તો પતિના અવગુણો શોધવા વ્યસ્ત રહી.
તમે મને સાસરીયામા દુધમા સાકરની જેમ ભળવા કહ્યું હતુ ,
હું પાણી મા તેલની જેમ તરતી રહી પણ કોઇ સાથે ભળી ના શકી.
અને હા, તમે મને જીભથી સંયમ પુર્વક બોલીંગ કરવા કહ્યુ હતુ ,
ઊલટાનું મેતો સાસરીયાના સ્ટપડા ઉડાવી દીધા.
મમ્મી હુ ખુબજ દિલગીરી છુ,
મમ્મી મને માફ કરજે

દિકરી ને જ્ઞાન બોધ – જયકાંત જાની (USA )

કરકસરનો કક્કો અને બચતની બારખડી જાણીએ
દિકરી ,પતિની પછેડી પ્રમાણે સોડ તાણીએ

ચાહતના ચોઘડીએ પતિ સાથે મજા માણીએ
દિકરી ,પરણ્યા પછી પતિને પરમેશ્વર જાણીએ

પેન્ડોરા બોક્ષમાં જીંદગીના બધા દુખો પધરાવી એ
દિકરી ,આપણા સુખદુખનો હિસાબ કોઇને ન જણાવીએ

પિયરના લાડ્ની લિજ્જત ક્રમશ મનથી ભુલાવી એ
દિકરી ,સાસરીયાનું સિલેબર્સ સહજ સ્વીકારીએ.

આ સઘળાં વ્રુક્ષોને કહી દો ડાયપરીયા લગાવે-જયકાંત જાની (USA)

આ સઘળાં વ્રુક્ષોને કહી દો ડાયપરીયા લગાવે
પાનખરને પણ કહી દો પાંદડા તેમા ખેરવાવે

મનફાવે ત્યાં ડગલાઓને આમ નહીં ફરવાનુ
તિઓલી પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું

દરેક પવન દેવને વેક્યુમ ફરજિયાત શીખવાનું
લખી જણાવો વિન્ડ ફિન્ડ ને તુર્ત જ ક્લિન અપ કરવાનુ

આ વરસાદને સમજાવો ચોમાસા મા આવે
સ્નોફોલને પણ કહી દેવું ના ખાબકે મનફાવે

અમથું કંઇ આ વિન્ટરને સમર વેકેશન દેવાનું ?
ડોનેશનમાં ઠંડુ ઠંડુ એઇર કન્ડીશન લેવાનું

એક નહીં પણ અહીં ચાલે છે સો સો વેઘર ચેનલો
આઉટડેટ થયેલો હવામાન શાસ્ત્રી કાઢે ખોટી ભૂલો !

પત્ની ઉપાસક – જયકાંત જાની (USA)

પત્ની ઉપાસક – જયકાંત જાની (USA)

રાગ ; (થોડા થોડા ઓ ભાભી તમે થોડા થાવ વરણાગી)

હવે વેલ્હા વેલ્હા, તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી

ઓ ભાઇ! તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી

લગ્નની ઘર ઘર શરણાઇ ઓ વાગી,

ઓ ભાઇ! તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી.

બીબીકા બિંદાસ ગમતા ગુલામ બનો,

રોજ કપડા પોતા ને વાસણ ઘસો,

કુવારાપણા નો ભ્રમ જાય જલ્દી ભાગી,

ઓ ભાઇ! તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી.

શીખો થોડુ થોડુ રાંઘતા ને જુઓ સ્વાદ ઇન્ડિયા વેબ સાઇટ

જુઓ કેવા તમે ઘર કામ મા જાવ લાગી

ઓ ભાઇ! તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી

હવે વેલ્હા વેલ્હા, તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી

ઓ ભાઇ! તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી

પતની ઉપાસના થી નથી ઘ ર મ કોઇ મોટો

જોરુ કા ગુલામ નો નહી જડે કાંઇ જોટો

હવે ખોટી બઘી શ ર મ દ્યો ત્યાગી

ઓ ભાઇ! તમે વેલ્હા વેલ્હા થાવ પ્રણાગી

હવે વેલ્હા વેલ્હા, તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી

ઓ ભાઇ! તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી

બ્યુટી પાર્લર ના ટેબલીયા મંડાવો

પાટણ શહેર ના પટોળા મંગાવો

પત્ની ના રુપની વાંસલડી વાગી

ઓ ભાઇ! તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી.

હવે વેલ્હા વેલ્હા, તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી

ઓ ભાઇ! તમે વેલ્હા વેલ્હા થાવ પરણાગી

કારણ કે હુ મા છુ -જયકાંત જાની (USA)

જે દિકરાને નવ મહિના પેટમા રાખ્યો તે, લગ્ન પછી

નવ મહિનામા તેની વહુ ને લઇ જુદો થઇ ગયો,

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ

તેનો નવમા દિવસે ફોન આવ્યો, પુત્રવઘુને સારી

જોબ મળી છે. મે પુછ્યુ તમારુ જમવાનુ ?

તેણે કહ્યુ ” ટિફીન મંગાવીએ છીએ, હુ સમસમી ગઇ

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ

નવરાત્રી ના દિકરાનો ફોન આવ્યો પુત્ર વધુ

પ્રેગનન્ટ છે તમે સુવાવડ કરવા આવશો ને ?

મે હા કહી.

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ

પુત્રવધુ એ પુત્રને જન્મ આપ્યો , પ્રપૌત્રનો

ચહેરો જોઇ હુ રડી પડી, પુત્રે પુછ્યુ

મમ્મી આ હર્શ ના આસુ છે ?

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ

દિકરા એ પુછ્યુ , તમે તમારા ઘરે અમારા

દિકરા નુ બેબી સિટિંગ કર્શોને ?

હુ આ સાંભળી હસી.

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ

પછી ………

પ્રપોત્રે એક દિવસ પુ્છ્યુ ” મોટીબા તમે

અમારાથી કેમ જુદા રહો છો ?

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મોટી મા છુ.

સ્હેજ પણ સહેલું નથી -જયકાંત જાની (USA)

જાતને સુધારવાનુ સ્હેજ પણ સહેલું નથી,
કુટેવોને છોડવાનુ સ્હેજ પણ સહેલું નથી.

વિચારોની ભીડમાં એક કુવિચાર આવ્યા પછી,
કુવિચારને કાઢવાનુ સ્હેજ પણ સહેલું નથી.

છાતીએ ભાર વેઢાડી ક્યાં સુધી ફરવું ભલા !
મૌન જીભે બોલવાનું સ્હેજ પણ સહેલું નથી.

ક્યાં છે અઘરું જતા કરવું સાચી સમજણ રાખીને,
અહમને છોડતા જવાનું સ્હેજ પણ સહેલું નથી

ટેન્શન.કોમ-જયકાંત જાની (USA )

મે ટેન્શન મુકત થવા રેડવાઇન પીધો
મગજ નુ ટેન્શન હ્રદય તરફ વળ્યુ

મે ટેન્શન મુકત થવા ધુમ્રપાન કીધુ
ધુમાડા બહાર નીકળ્યા અંદર કઇક બળ્યુ

મે ટેન્શન મુકત પ્રેમ પ્રયોગ કીધો
પ્રેમ મા મન વાસના તરફ ઢ્ળ્યુ

મે ટેન્શન મુકત થવા વ્રત તપ કર્યા
તાણ મુકત થવા એક તપ ના ફળ્યુ

મે ટેન્શન મુકત યોગ પ્રાણાયમ કીધા
ટેન્શન ન ઘટ્યુ આખુ શરીર ગળ્યુ

ગણિત એટલે શુ ? જયકાંત જાની (USA)

પરસ્પર પ્રેમ ના ગુણાકાર થી પ્રેમ બેવડાય છે ?
કે ગેર સમજણ ના સરવાળા થી પ્રેમ ગુચવાય છે

શ્ંકા કુશ્ંકા ની નિશાની થી જીવન નથી પૂરું થતું
હરક્ષણે ભય ના ભાંગાકા થી કાળજે શુળ ભોંકાય છે

ચાલ, પ્રેમ સંબંધોનું કોઇ અંક ગણિત શોધીએ
કે, હ્ર્દય માથી પ્રેમ ની બાદબાકીથી શુ થાય છે

સ્વાર્થ ના બીજગણિત થી સ્ંબધ તૂટી જતા વાર શી
મિત્રતાના અપુર્ણાક પછી દુશમની સુધી લંબાય છે

શરીરમાથી જીવ ની બાદબાકી મોત ની શેષ છે,
મોક્ષનુ સમીકરણ ભાવ શૂન્યતાથી બંધાય છે

પ્રેમ નિતરતો પ્રેમ પત્ર લખી ને મોકલાવ- જયકાંત જાની (USA)

પ્રેમ નિતરતો પ્રેમ પત્ર લખી ને મોકલાવ
હલ્લો હાવ આર યુ નો ખાલી કાગળ ન મોકલાવ

મન મુકી ને નાહીએ એવો ગાંડો વરસાદ મોકલાવ
ખાલી ગગડતા ખાલી ખમ વાદળ ન મોકલાવ

તારી આંખો નુ મોહિની વશીકરણ મોકલાવ
આંખોથી ખરી ગયેલુ કાળુ કાજળ ન મોકલાવ

જે જે સ્થળે એઠા કર્યા થા હોઠ તેની સ્મ્રુતિ મોકલાવ
પ્રેમ કરતા અટક્યા તેના થી આગળ ન મોકલાવા

શતરંજ ની રમતના શબ્દ ચેક યોર કીંગ મોકલાવ
વજીર અને ખોટા નકામા પાયદળ ન મોકલાવ

સમજણ નુ સુખ – જયકાંત જાની (USA)

આસ્તિક બનવુ કે નાસ્તિક એ મનસુફી ની વાત છે
અંધશ્રધાળુ બનવુ એ તો અધપતનની શરુઆત છે

દિવાની મીરાએ ઝેર તો પીઘા હતા જાણી જાણી
ઝેર નુ અમ્રુત કરી દે તે શ્રી ક્રુષ્ણની ઓકાત છે

કલ્યાણકારી અભિગમન ક્યા અપનાવી શકે છે લોકો
અહમમા ઓગળી ગયેલી આળવિતરી માનવ જાત છે

લખ ચોરાસી ફેરામા જન્મો જન્મથી આ જીવ અથડાય છે
જીવની અધોગતિ એ માનવ જીવ માટે મહાપાત છે

કેટલા જન્મોના પુણ્યકર્મો પછી આ માનવદેહ મળૅ
માનવ દેહ એ પ્રભુની ઉત્તમમોત્તમ સોગાત છે

મેડિટેશન કરવા જરા આંખો બંધ કરી જુઓ
વિચરો મા બધી ભોગ વિલાસ ની આયાત છે

આ વળી શુ છે ? – જયકાંત જાની (USA)

રાધા એ એક દિ પુછ્યુ હતુ કાન ને
વાલા આ વેલેન્ટાઇન ડૅ વળી શુ છે ?
પોચુ પોચુ હસી કુષ્ણે કહ્યુ હતુ રાધાને
પ્રેમીઓ ના પ્રેમના ખોટા દેખાડા છે

સુદામા એ એક દિ પુછ્યુ હતુ શામળાને
સખા આ ફ્રેન્ડશીપ ડૅ વળી શુ છે ?
મરક મરક હસી કુષ્ણે કહ્યુ હતુ સુદાને
મિત્રો ના મૈત્રી જાળવાના અખાડા છે

દિકરા એ એક દિ પુછ્યુ હતુ માત ને
મા આ મધર ડૅ વળી શુ છે ?
ખંધુ હસી ને માતાએ કહ્યુ હતુ દિકરાને
માતાનુ ઋણ ચુકવાના ખોટા બખાડા છે

દિકરા એ એક દિ પુછ્યુ હતુ બાપને
બાપા આ ફાધર ડૅ વળી શુ છે ?
રહસ્યમય હસી બાપે કહ્યુ હતુ દિકરાને
દુર્યોધન માથી શ્રવણ બનવાના ભવાડા છે

જનતા એ એક દિ પુછ્યુ હતુ નેતા ને
નેતાજી આ ઇન્ડીપેન્ડસ ડૅ વળી શુ છે ?
રાજ ભર્યા હાસ્યે નેતાએ કહ્યુ હતુ પ્રજાને
નેતાઓ ના મત પડાવા ના દહાડા છે

નેતા જ્યારે જન્મે છે ત્યારે તેની ખોપરીનુ વજન-જયકાંત જાની (USA)

નેતા જ્યારે જન્મે છે ત્યારે તેની ખોપરીનુ વજન
નહીવત હોય છે.
અને જ્યારે ચુટણી જીત્યાબાદ
તેની ખોપરીનું વજન રાવણ ની ખોપરી કરતા વધારે જ હોય છે.
જિંદગીનું પહેલું નાણુ જેનું નામ કાળુ નાણુ,
જેનો હિસાબ ન હોય
જે કાળુ નાણુ સ્વીસબેન્ક મા સ્થિરથાય,
એમાંય નામ ન હોય.
તો વચગાળાની ચુટણી માટે આટલી ઉપાધિ શા માટે?
આટાલા દગા અને પ્રપચ શા માટે?
લોહી ચુસતા માંકડ મછર નેતા ક્યા ગ્રુપ ચેક કરે છે,
પૈસા દેતા જરાક ચેક કરશો,
એ કયા પક્ષનો છે?
કોગ્રેસી? ભાજપી છે? કે અપક્ષ નો છે?
અને ખોટા નેતાને પૈસા આપતા પહેલા જ
આજે દેશ માં અશાંતી,ક્લેશ,કકાસ છે.
હરામનો ને હાયનો પૈસો,
ચુટણી ને રમખાણ,ક્લબો ને બારમાં,
પૂરો થઇ જશે.
…ને જનતાનેય પૂરો કરી જશે..!
સ્વિસ બેન્ક બેલેન્સ વધે પણ જો પક્ષનુ બેલેન્સ ઓછું થાય,
તો સમજવું કે પૈસો વધારે નેતાઓ લુટશે.

તો કે’ટો ની.- જયકાંત જાની (USA)

હારીને પહતાય તો કે’ટો ની.
ડીપોઝીટ જો ડુલથાય તો કે’ટો ની.

ઢંઢેરામા તો કે’ટો તો કે મોધવારી ઊંચકી લૈસ.
પછી બોલ્યુ ફરી જાય તો કે’ટો ની.

અમના તો વોટ જાણે ડારુની થેલી.
પીધા પછી વોટ ફરી જાય તો કે’ટો ની.

”એની સ્પીચમાં ઠાલા વચનો ના વરસાદ…”
પછી ચુટણી ની છત્રી કાગડૉ થૈ જાય તો કે’ટો ની.

નેતા, જનતા ઔર લોકશાહી, બધું ડીંડક મારા ભાઇ
પછી ટોપી ઉડી જાય તો કે’ટો ની.

મને ગમે છે – જયકાંત જાની (USA)

શ્રી ઘાયલ સાહેબની ગઝલ પર થી
પ્રતિગઝલ જેવુ જ કઇક વ્યંગ કાવ્યા

ઝાંઝવાભર્યા જીવનનાં રણ મને ગમે છે,
લગ્નની બરબાદીના તારણ મને ગમે છે.

ક્રોધથી ભમેલી પાંપણ મને ગમે છે,
આપે છે ઝેર જીવનને,સાપણ મને ગમે છે.

કુવારા અને પરણ્યા ની હરક્ષણ મને ગમે છે,
એ સુડી હોય અથવા સારણ મને ગમે છે.

ખોટી કે મોટી પ્રેમપારાયણ મને ગમે છે,
લુછવા આ આસુ ટીસ્યુપેપેર પણ મને ગમે છે.

રડવું સદાય રડવું, સાસરે અચૂક હસવું,
પરણ્યા પછીનુ આ ડહાપણ મને ગમે છે.

આવે ઘર જો સાસુ, પુછો નહીં ભલા થઇ,
પોખ્યો કૈ ચોઘડીએ આપોંખણ મને ગમે છે.

વાપરે છે શ્રીમતીજી રૂપિયા ખોબો ભરી ભરીને,
છે ખૂબ મતલબી વ્હાલણ, મને ગમે છે

સાળી શું હવે હું પાછી વહુ પણ નહીં દઉં,
સાળી પણ મને ગમે છે, રૂપાળી પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
ભાર લગ્ન જીવનના! ડાકણ મને ગમે છે.

ભેટ્યો છું ટાઇમ બોંબ ને કૈં વાર સાસરીયામાં!
આ જીવતા વાયરો જેમ ઝણઝણ મને ગમે છે!

પરણીતો , તમને મુબારક આ પ્રતિકાવ્ય મારાં,
મેં બ્લોગપર મુક્યા છે, એ અવતરણ મને ગમે છે.

વ્રુધ્ધાશ્રમ સમાજનુ બેરોમિટર – જયકાંત જાની (USA)

દિકરાના ઓશિયાળા રોટલા કરતા
વ્રુધ્ધાશ્રમના રોટ્લે અમારે લીલા લહેર છે.

નહી વહુ નો ટકટ્કાટ ,બડ્બડાટ કે લવલવાટ્
વ્રુધ્ધાશ્રમના ઓટલે અમારે શાંતિ ચોમેર્ર છે.

વ્રુધ્ધાશ્રમમા પ્રવેશ નુ હવે વેઈટીંગ લિસ્ટ છે.
અમદાવાદ હવે એવુ સુધરેલ શહેર છે.

શ્રવણ હોય કે દુર્યોધન દિકરો અ દિકરોજ છે.
સબંધમા લહેણ દહેણ ઈશ્વરની મહેર છે.

ઘરડા ના ઘડ્પણ સાચવે એજ ખરા દિકરા
ઘણા કુળ દિપક ના અજવાળે અંઘેર છે.

વ્રુધો વ્રુધ્ધાશ્રમનીજ ખરી શોભા છે
સુઘરેલા સમાજમા આ નવી લહેર છે

લગણી ઘેલા વડીલો મગજથી વીચારે
લાગણી નુ પ્રદુષણ એ ધીમુ ઝહેર છે..           

નથી થવાતુ – જયકાંત જાની (USA)

ઘગશ વગર ઘનવાન નથી થવાતુ
અકર્મીઓ નુ નસીબ જલ્દી નથી પલ્ટાતુ

વિશાળ ફલક પર ઉભા રહી ને જુઓ
કુવાના દેડ્કા રહી ને વિશ્વ નથી જોવાતુ

પગે ઘુંઘરૂ બાંઘી કોઇ વાર નાચી તો જુઓ
મીરાની જેમ મુકત મને નથી નચાતુ

હૈયાથી હોઠ સુઘી શબ્દો લાવી ગાઇ જુઓ
સત્સગ વગર ભાવ ગીત નથી ગવાતુ

અહમ ઓગાળીને દુશ્મનોને નમી જુઓ
આકાશની જેમ ઘરતી પર નથી ઝુકાતુ

કાવા દાવા અને કપટ થી જીવનારાથી
સહજ અને સરળ બની નથી જીવાતુ

બચી શકો કદાચ બઘા પ્રલોભનોથી
સ્ંસારની મોહ માયાથી નથી બચાતુ

ક્યા સુઘી – જયકાંત જાની (USA)

પારકા પરદેશ સાથે પ્રીત ક્યા સુઘી ?
વતનનુ વ્હાલ ન સમજાય ત્યા સુઘી

પરદેશમા ઘોળીયાની ગુલામી ક્યા સુઘી
દેશની સ્વત્ંતત્રાનુ મુલ્ય ન સમજાય ત્યા સુઘી

અમેરીકાનો ભોગ- વિલાસ ક્યા સુઘી
ધર્માચરણ ની કીંમત ન સમજાય ત્યા સુઘી

ટીનોજરો મા સ્વત્ંત્રતાની સ્વચ્છ્દતા કા સુઘી
આત્મસ્ંયમનુ ખરુ ભાન ન થાય ત્યા સુઘી

વ્સસન નુ ઘોડાપુર જીવનમા ક્યા સુઘી
શરીર રોગ થી ઘેરાય છે તેવી જાગ્રુતિ ન થાય ત્યા સુઘી

ડૉલર પાછળ આંઘળી દોટ ક્યા સુઘી
પગની ઢાંકણીયુ ઘસાઇ નહી ત્યા સુઘી

ભૂલો ભલે વેલેન્ટાઇનટ ડે, મઘર ડે ભૂલશો નહિ-જયકાંત જાની (USA )

ભૂલો ભલે વેલેન્ટાઇનટ ડે, મઘર ડે ભૂલશો નહિ
મઘર ડે છે ના માતમને, મન થી વિસરશો નહિ

બીલો ભર્યા ડોક્ટર તણા, ત્યારે તમે અવતર્યા
એ માયાળુ મા ના મુખ ને , મુખવટા થી છેતર્શો નહિ

બેબી ફુડ બાય કરી, મ્હોંમાં દઈ મોટા કર્યા
આ હેત ભર્યા મુખ સામે, મોઢુ મચકોડ્શો નહિ

રમકડે લડાવ્યાં લાડ તમને, રમકડા ઘર ઉભુ કર્યુ
એ રમકડા વહુ આવ્યા પછી, માત ને ભૂલશો નહિ

લાખો ડોલર હો ભલે, ડોલર બઘા સુગ્ંઘ હીના
એ ડોલર નહિં પણ ગાર્બેજ છે, એ માનવું ભૂલશો નહિ

જીવન મા સુખ શાંતિ ચાહો, મા બાપ ની સેવા કરો
જેવું આપશો તેવું પામશો, એ ગીવ અન્ડ ટેક ભૂલશો નહિ

ભો પર સૂઈ પોતે અને, સોફે સુવડાવ્યા આપને
એ અમી કોશી આંખને, ભૂલીને ભીંજવશો નહિ

રેડ કાર્પૅટ બિછાવી પ્રેમથી, જેણે તમારા વોક વે પર
એ સાન્ટાક્લોઝ ના રાહ પર, હડ્લ કદી બનશો નહિ

મોટા મોલ મા મળશે બધું, પેરન્ટ મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.  

ગુણવત્તાની પ્રતિજ્ઞા- જયકાંત જાની (USA)

જે કાંઇ બનાવું સારુ બનાવુ
એવી ભાવના નિત્ય રહે.
ગુણવત્તામા પ્રથમ રહીએ તો
આપણી નામના નિત્ય રહે.

સમયસર માલ પહોચાડી ગ્રાહકોને
તો ઘ્ંઘા આપણા ઘીકતા રહે
ગુણવત્તાના બળપર આપણા
હરીફો ભલે તુટ્તા રહે

વ્યાજબી કિંમતે ને ટ્કાઉપણાથી
ઉચી ગુણવત્તા બન્યા કરે
બઘા ગ્રાહકોને આપણી સેવાથી
સ્ંતોષ નિત્ય રહ્યા કરે

મહા માટલુ – જયકાંત જાની (USA)

સાસુની વાત કાંઇ સોસાયટીમા કરાય નહી
લોકો ખોટી કાન ભ્ંભેરણી કરી રજ નુ ગજ કરી મુકે

સસરાની વાત વાત કાઇ સાસુ ને કહેવાય નહી
સાસુ ઉઠીને સસરાને ઉઘડા લઇ નાખે

ન્ંણદી ની નબળાઇઓ કાંઇ દિઅરને કહેવાય નહી
દિઅર કાલે ઉઠીને મોટો હોબાળો મચાવે

દિઅર ના દખ કાંઇ પરણ્યાને કહેવાય નહી
પરણ્યો દિઅર ને પુછે તો આબરૂ ના ઘજાગરા થાય

સાસરીયા ના દુખો કાંઇ પિયરમા ગવાય નહી
પિયરીયા ખોટી ચિંતા કરી અડ્ઘા થ ઇ જાય

મહામાટલા જેવા પેટ્મા બઘી વાતો સ્ંઘરવી
આ નાની વાત સમજતા મને વીસ વર્ષ થયા

અમેરીકાની વેબસાઈટ- જયકાંત જાની (USA)

ફાસ્ટ ફુડ્ ડૉટ કૉમ, ફ્રોઝન ડૉટ કૉમ, ડૉટ કૉમ અમેરાકા આખું,
ખાવ ઘર ગલીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
અમેરીકાની વેબસાઈટ

ધારો કે સબ વે ડૉટ કૉમ રાખીએ તો ટાકો રિસાય એનું શું ?
પિઝા અને બર્ગર મા સોસ રેડીએ ને ક્યાંક ડીશ ભીંજાય એનું શું ?
હનીની આ પ્લેટમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
અમેરીકાની વેબસાઈટ…

સ્મોકીગ ડૉટ કૉમ એકલું છોડવા માં ઊકલી ગઈ અમેરીકન ની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ જાણે આ સિગારેટ ની વાત.
ટી.બી કેન્સર, અસ્થમા, બ્રોન્કાટીસ, ડિઝીઝ ગણીએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
અમેરીકાની વેબસાઈટ…

એ જ ફક્ત્ સ્વાઇન ફ્લુ મોકલી શકે છે જેના ખોરાકમા લોહી કલર .
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં સ્વાદ પૂરી આપે બટલર ?
દેશ પરદેશ થી એ થનગનતો આવે, હું કોઈ દિવસ ફ્લુ શોટ વાખુ .
અમેરીકાની વેબસાઈટ

તુ રંગાઇ જાને રંગમાં -જયકાંત જાની (USA)

રંગાઇ જાને રંગમાં…..
અમેરીકન તણા કલ્ચરમાં
વિદેશ તણા તુ રંગમાં…..રંગાઇ…..

આજે રળશુ શુ , કાલે રળશુ,
રળશુ લાખો દામ, ક્યારે બનશુ બિરલા ઘનશ્યામ,
સગા લુટશે, કોઇ કુટશે, કોઇ નહીં રે તારા સ્ંગમાં…..રંગાઇ…..

દારૂડીયો જાણતો ઝાઝું ઢીંચશું, પિવુ છે આ તમામ,
દેવદાસ નુ અમર કરી લઉં નામ,
રોગ આવશે, અલ્સર જાણજે, ખોવુ પડશે લાલ ર્ંગમાં…..રંગાઇ…..

એન આર આઇ કહેતા વતન જઇશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
ડોલર પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, એન આર આઇ કહેતા વ્યંગમાં…..રંગાઇ….

તેજી આવશે ત્યારે લઇશુ, સોના ચાંદી તમામ,
પછી ફરીશું દીકરી ના લગન ઘુમ ધામ,
દિકરી એક દિન ભાગી જાશે, તુ ઘોરતો રહેજે પલંગમાં…..રંગાઇ…..
ફાસ્ટ ફુડીયા ભોજન જમતાં, બિયર ના ભર્યા છે જામ,
એમાં ક્યાંથી સાંભરે ગામ,
માદરે -વતન થી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ…..

સિટિજનશિપ ક્યારે મળશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
મા ભોમકા આનંદે જીવતર અખંડ છે, આવ તું વતનના સંગમાં…..રંગાઇ…..

સાસુ ઉવાચ – જયકાંત જાની (USA)

સાસુ કહે: આ સમાજમાં, વિચીત્ર સ્વભાવ વાળાં ભૂંડા;
ઇરશાળુ અને અદેખા પુરુષો ને બયરાઓ અપાર છે;

વહુ અમારી મીઠાની તાણ, ઘરની કરે બહાર જાણ;
દિકરાના સ્વભાવનો નો, વહુ ઘેલો વિસ્તાર છે.

વેવાણ અમારી મ્ંગળ મીઠડી, સમાજ મા ઉડાવે ઠેકડી;
વેવાઇનીતો દાનત ખોરી, દીકરી નેઆપવા મા આંખ કોરી.

આ સાંભળી દીકરો બોલ્યો , સાચુ હવે સાંભળો માત;
“અન્ય ના દોષ ઘણા હશે, આપનાં તો અપાર છે

અમે કાચા પડ્યા- જયકાંત જાની (અમેરીકા )

પ્રેમ ના પ્રમેય ઉકેલવામા, અમે કાચા પડ્યા

સંબધોના સરવાળા કરવામા,અમે કાચા પડ્યા.

ભ્રમના ભાંગાકાર મા ભાંગતો રહ્યો હુ જીંદગી

ધનિસ્ટાના ધનમુળ શિખવામા , અમે કાચા પડ્યા

એ કહેતા એ બધુ અમે સાચુ માની ચાલવા લાગ્યા

વાહિયાત વાતોનુ વર્ગમુળ સમજવામા, અમે કાચા પડ્યા.

જીવન આખુ તેને સમજવા અને સમજાવા મા ગયુ

બહેંશની બાદબાકી કરવામા,અમે કાચા પડ્યા .

અંગના આકડા શાસ્ત્રમા રચ્યા પચ્યા એવા રહ્યા કે

તેના ગુણના ગણિત ઉકેલવામા, અમે કાચા પડ્યા,

ઇનામ- જયકાંત જાની (અમેરીકા)

હુ પરણ્યો અને સાસુએ લાડી આપી ઇનામ મા

જાણે દુકાળમા કોઇએ લીલી વાડી આપી ઇનામ મા

 

છુટક દુધ મળતુ હોય તો ભેંસ બાંધવાની શુ જરુર

ભેંસ બાંધશો તો ભેંસ આપશે પાડી ઇનામ મા.

 

ક્ષણના આન્ંદ માટે આન્ંદ નો દરિયો ગુમાવ્યો

દરિયા દિલ ખારવાને જુઓ ખાડી મળી ઇનામ મા

 

મને દેખાય તે બધુ તેને દેખાય નહીં તેવી ટુકી નજર

ચતુર નર ને જુઓ કેવી બાડી મળી ઇનામમા.

 

સાથે ચાલવા કોઇ હમસફર હોય તો રસ્તો ઘટે

મને સાસરેથી છંલાગ ગાડી મળી ઇનામમા.

ગણિત એટલે શુ ? જયકાંત જાની (USA)

પરસ્પર પ્રેમ ના ગુણાકાર થી પ્રેમ બેવડાય છે ?
કે ગેર સમજણ ના સરવાળા થી પ્રેમ ગુચવાય છે

શ્ંકા કુશ્ંકા ની નિશાની થી જીવન નથી પૂરું થતું
હરક્ષણે ભય ના ભાંગાકા થી કાળજે શુળ ભોંકાય છે

ચાલ, પ્રેમ સંબંધોનું કોઇ અંક ગણિત શોધીએ
કે, હ્ર્દય માથી પ્રેમ ની બાદબાકીથી શુ થાય છે

સ્વાર્થ ના બીજગણિત થી સ્ંબધ તૂટી જતા વાર શી
મિત્રતાના અપુર્ણાક પછી દુશમની સુધી લંબાય છે

શરીરમાથી જીવ ની બાદબાકી મોત ની શેષ છે,
મોક્ષનુ સમીકરણ ભાવ શૂન્યતાથી બંધાય છે

મારે પાછા ટીનેઝર થઇને મળીવુ છે-જયકાંત જાની (USA)

હાથ મા સુવાળૉ હાથ લઈને, બિદાંસ નવ નિરાત લઈને,
કાન મા કહેલી ની એક વાત લઈને ચાલ પાછા ટીનેઝર થઇને મળીએ
આથમતી સ્ંધ્યા ની લાલાશ લઈને, ર્ંતુમડો અજવાસ લઈને,
કુવારા સપના સાત લઈને ચાલ પાછા ટીનેઝર થઇને મળીએ

તુ કદાચ ભૂલી ગઇ છો, કદી આપણે દરિયા ઉપર,
પગ પર ભીની રેતી દાબીને બનાવ્યુ હતુ ધર, ને ઉપર સજાવ્યા હતા છીપલા;
સુના રેતી ના ધરને વધારે સજાવા, સરસર કરવા,
દરિયાનો ઘુઘવાટ લૈને ચાલ પાછા ટીનેઝર થઇને મળીએ

તપાસ તારી કરતાં કરતાં મજનુ જેમ રખડ્યો છું હું, ખખડ્યો છું હું,
વામન ના ત્રણ પગલા થઈ ને પગલાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અથડાયો જ્યાં પછડાયો, તે સઘળા પ્રેમ મારગ ને
વિયોગનો એ સઘળો બળાપ લઈને ચાલ પાછા ટીનેઝર થઇને મળીએ

ક્યારેક તો જીદ ને છોડી દે ભીતર ના ભય ને ભુલીદે,
દિલ ના દ્વાર જરા ખોલી દે, હસતા તો ‘હા’ બોલી દે;
‘હા’ બોલ તો હાથમાં ગુલાબ ગઝરો લઈને ચાલ પાછા ટીનેઝર થઇને મળીએ

ટેન્શન.કોમ

મે ટેન્શન મુકત થવા રેડવાઇન પીધો
મગજ નુ ટેન્શન હ્રદય તરફ વળ્યુ

મે ટેન્શન મુકત થવા ધુમ્રપાન કીધુ
ધુમાડા બહાર નીકળ્યા અંદર કઇક બળ્યુ

મે ટેન્શન મુકત પ્રેમ પ્રયોગ કીધો
પ્રેમ મા મન વાસના તરફ ઢ્ળ્યુ

મે ટેન્શન મુકત થવા વ્રત તપ કર્યા
તાણ મુકત થવા એક તપ ના ફળ્યુ

મે ટેન્શન મુકત યોગ પ્રાણાયમ કીધા
ટેન્શન ન ઘટ્યુ આખુ શરીર ગળ્યુ

જયકાંત જાની (USA )

લવ સ્ટોરી -૨ જયકાંત જાની -(USA)

ચાલ રે સખીરી પ્રેમ પ્રેમ બિંદાસ થઇ રમીએ

હળીએ,મળીએ, ને એક બીજા ને ગમીએ

 મારી પાસે પ્રેમ રસાયણ તારી પાસે પ્રેમ અમ્રુત

પ્રેમ કરી ચાલ રે સખીરી અંગ અંગ કરી એ જંક્રુત

તારા નયન ના પ્રવેશ દ્વારથી હુ આવીશ અંદર

તારા મારા આસુ ઠલવી તરસુ પ્રેમ સંમંદર

તારા હોઠ ના અમ્રુત ચુમી કરશુ સોળ વરસી વ્હાલ

ચુંમનીયા વરસાદમા ભીંજાય આપણે ગાશુ પ્રેમ મલ્હાર

તારી યુવા ધડકન ગણવા મુકુ વ્રુક્ષસ્થળ પર કાન

જેમ પ્રેમ ઘેલી રાધાની ધક ધક ગણતા કુવર કાન

ભરત ઉવાચ -જયકાંત જાની (USA)

ભરત ઉવાચ -જયકાંત જાની (USA)
…………………………
જો જો ભરમાતા નહી નેતા ની વાત થી!, મતદાન કરવા જરૂર જજો!
જો જો શરમાતા નહી નેતા ની લાંચ થી!, મતદાન કરવા જરૂર જજો!
જો જો અટવાતા નહી નેતા ની પ્ંચાત થી!, મતદાન કરવા જરૂર જજો!
જો જો અભડાતા નહી નેતા ની જાત થી!, મતદાન કરવા જરૂર જજો!
જો જો વટલાતા નહી નેતા ની વ્ંશાત થી!, મતદાન કરવા જરૂર જજો!
જો જો લલચાતા નહી નેતા ની સૌગાતથી!, મતદાન કરવા જરૂર જજો!
જો જો ડરતા નહી નેતા ના વજ્રપાત્ થી!, મતદાન કરવા જરૂર જજો!
જો જો ભરમાતા નહી નેતા ની વાત થી!, મતદાન કરવા જરૂર જજો!

તે જો જો -જયકાંત જાની (USA)

તમારા કિંમતી મતથી ખરા ચુટાય તે જો જો

તમારા કિંમતી મતથી દેશ ન લુટાય તે જો જો

ચુટણી એ મત્સવેધ સ્વયંવર છે મતાઅર્જુન નો

અર્જુન ,ફરી કાબાધારી નેતાઓથી ન લુટાય તે જોજો

ભિષ્મપિતાના મૌનથી દ્રોપદીના ચીર ખેંચાયા

તમારા મૌનથી લોકશાહી ની લાજ ન લુટાય તે જોજો

તમારા એકમતમા કેટલો પાવર છે તે જાણી લ્યો

ગુજરાતની અમીરાત અંધારી આલમરાત ન થાય તે જોજો

તમારા એક મતથી શુ સારુ નરસુ થાય તે જાણી લ્યો

પ્રગતિ પંથે ચડેલુ ગુજરાત અધોગતિએ ન જાય તે જોજો

તમારો મત મેળવા નેતાઓ ઘણા બકવાસ કર્શે ઢંઢેરામા

બકવાસી નેતાઓ બકાસુર રાક્ષસ ન થાય તે જોજો

લોકશાઃહી મા ઘાર્યુ બધુ લોકોથી થાય લોકો વડે

તમારી ઓળખ્નો અંગુઠો લૈ અંગુઠો ન બતાવી જાય તે જોજો

તમારા મત ના મુલ્યને સાચી રીતે મુલવજો મતદારો

ભષ્ટનેતા પાંચ વરસ ગુંદર ચીટકાવી ન જાય તે જોજો

પોપટીયા વાણી- જયકાંત જાની (USA)

પોપટીયા જ્યોતિષીએ, મારુ

પેરોટ કાર્ડ વાંચી , કહ્યુ હતુ

સાહેબ,

હવે સોનાનો સુરજ ઉગશે

તમારે કાળી મજુરી નહી કરવી પડે

ગામ ગામ ના પાણી પીવા ના દિવસો ગયા…

મોટુ હાઉસ સ્વીમીંગ પુલ..નોકર..ચાકર

સુવા સો મણની તળાઇ ..

સ્વર્ગ જેવા સુખમા દિવસો ટુકા લાગ્શે..

ડ્રાઇવે મા લક્ષરીયસ કાર પડી હશે

રાજકુવર જેવો બ્રેકફાસ્ટ અને રાજાશાહી ભોજન..

અમ્રુત ના ઓડકાર ખાશો..

અમેરીકામા આવુ કાંઇ નથી..

હવે અહી ગ્રહણીયો સુરજ ઉગે છે

મારે ઘોળી મજુરી અને કાળી બળતરા કરવી પડે છે

ગટર અને પાણી ના બીલ ભરતા પરશેવો વળી જાય છે…

મોટુ હાઉસ સ્વીમીંગ પુલ ને બદલે સ્ટૂડીયા મા ટુટ્યુ વાળી પડ્યા છીઍ

..નોકર..ચાકર ..રામો.. ઘરઘાટી જે ગણૉ તે હુ જ છુ

સુવા સો મણની તળાઇ .. મા સુવાનો ટાઇમ ક્યા છે ?

સ્વર્ગ જેવા સુખમા દિવસો સ્વર્ગ વાસી જેવા લાગે છે .

ડ્રાઇવે મા લક્ષરીયસ કાર પડી હશે.. હપ્તા.. ઇન્સ્યોરન્સ

ભરી ભરી બેકાર થૈ જાવ ….

ભીઃખારી જેવો બ્રેકફાસ્ટ અને પ્રેત ભોજન..

કરી કરી ..ગેસ ના ઓડકાર ખાવ છુ…

હવે

મારે પોપટીયા જોષી ને

ગોતવો ક્યા……

છોડૉ પ્રેમમા- જયકાંત જાની

કરી શકાતું હોય તો બસ આટલું કરો પ્રેમ મા
પ્રેમ આપી પ્રેમ પામવાનુ વલણ છોડો પ્રેમમા

આખુ આકાશ મ્ંડળ્ પ્રેમ કરતા શિખવે છે
બધા સ્ંબ્ંધ મા,પૂર્વગ્રહનું ચલણ છોડો પ્રેમમા

ક્રુષ્ણ બની પ્રેમ વલોવવો પડશે પ્રેમમા
ક્રુષ્ણ મય બનો,અણગમા નુ શરણ છોડૉ પ્રેમમા

મીરા જેમ રાજપાટ છોડવા પડશે પ્રેમમા

રાગી નહી ત્યાગી બનો,મારાપણા નુ પણ છોડૉ પ્રેમમા

તુ સફળ પ્રેમી છો ખબર કેવી રીતે પડશે ભલા
સોનાની દ્વારકા સામે છે હવા મહેલ ચણવાનુ છોડ પ્રેમમા

તો તમે પ્રેમ મા પડો- જયકાંત જાની (USA)

તો તમે પ્રેમ મા પડો- જયકાંત જાની (USA)

હસતા હોઠ રાખી મનમા રડતા આવડે છે ?

ઉઘં ઉડે, આકાશ ના તારા ગણતા આવડે છે ?

તો તમે પ્રેમ મા પડો

પ્રેમીની આંખ મા ખોવાઇ જઇ

દિલમાથી નિકળતા આવડે છે ?

વેલી જેમ વ્રુક્ષ ને ભીસે તેમ

પ્રેમી ને ભીંસ્તા આવડે છે ?

તો તમે પ્રેમ મા પડો

કંકુ વિટિની રમત મા

વિટિ જીતતા આવડે છે ?

રાઘા ક્રુષ્ણ જેવા રિસામણા અને

મનામણા આવડે છે ?

તો તમે પ્રેમ મા પડો

કાચ સામે ઉભારહી

જાત સાથે લડતા આવડે છે ?

ટેરવાના સ્પર્શથી પ્રેમી ના પ્રેમની

બારખડી ઉકેલતા આવડે છે

લૈલા ની જેમ ઝુરી ઝુરી

જીવતા આવડે છે ?

તો તમે પ્રેમ મા પડો

તમે ડોકટરાણી છો ?- જયકાંત જાની (USA)

મારો હાથ લઇ તેના હાથમા
પ્રેમ નથી કરતા, પલ્સ ગણે છે.

ટેથોસ્કોપીક હાથ મુકી છાતીએ
કહે, આમા કેટલો કફ ખણ ખણે છે

મારી આખ મા આખ પરોવી કહે
આંખની ફીક્કાશ સ્વાસ્થને હણે છે.

આચર્યમા જીભ ભુલથી બહાર
નિકળી જાય તો કહે પીત્ત છે

ડોકટર ની પત્ની બની કંટાળી છુ
એ મને પત્ની નહી પેશન્ટ ગણે છે.

સવાર બપોર અને સાંજ સાહેબ
પ્રેમ પણ હવે ડોઝમા કરે છે .

ભુલે જમવા સાથે થ ઇ ગયા તો
કેટલોય કેલેરીનો કકળાટ કરે છે.

જો આ ન ખવાય આ ખવાય
ડોકટર અવો રોજ ઉકળાટ કરે છે

લાલચ ની ચુંગાલ – જયકાંત જાની (USA)

બધી સુખ સાહેબી થી અમે દુરભાગી આવ્યા,
ઉકળતી એ જગાઓથી અમે દુરભાગી આવ્યા.

ઘનવાન ,કિર્તિવાન ના આશિર્વાદ વરસાવે છે એ,
માયાળુ માનો આંચલ છોડી અમે દુરભાગી આવ્યા.

તુ ફ્રી છો તો બેસવા આવુ એવા ફોન કરતા મિત્રો ના,
લાગણી સભર ઉમળકા છોડી અમે દુરભાગી આવ્યા.

નવરાત્રી,દીવાળી,ઉતરાણ,બળેવ જેવા ધબકતા
ઉત્સવો ના તોરણ ઉતારીને અમે દુરભાગી આવ્યા.

અમદાવાદ મારુ અમેરીકા કરતા સવાયુ બન્યુ ત્યારે,
અમદાવાદની અમીરાત મેલીઅમે દુરભાગી આવ્યા.

બહેન ,રાખડી બાંધવાની રાહ મા સ્વર્ગ વાસી થ ઇ ગ ઇ,
બહેનના ભાત્રુપ્રેમથી મોં ફેરવીઅમે દુરભાગી આવ્યા ‘

એક ડોલરની લાલચ મા ઢગલો દુખો ના સોદા કર્વા,
ભારત માતાની છત્ર છાયા છોડીઅમે દુરભાગી આવ્યા.

અમેરીકન લગ્ન ગીત- જયકાંત જાની

ઘરમાં નો’તો સ્વીમીંગપુલ ત્યારે શીદ મારી’તી હુલ ?
મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પીઝણ છે

બેઇઝમેન્ટમાનો’તો બાર ત્યારે શીદ કર્યો પરણાવા વિચાર ?
મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પીઝણ છે
ઘરમાં નો’તા વેબ કેમ ત્યારે પરણાવા આવ્યા કેમ ?
મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પીઝણ છે

ઘરમાં નો’ કુતરા બિલાડા ત્યારે શીદને કર્યા ધમ પછાડા ?
મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પીઝણ છે

ઘરમાં નો’તી પ્લેટીનમ ડીસુ ત્યારે શીદ પાડ્યુ થુ ચીસુ ?
મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પીઝણ છે

ઘરમાં નો’તા ગોલ્ડ બિસ્કીટ ત્યારે શીદ માંડી થી કિટ કિટ્ ?
મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પીઝણ છે
ઘરમાં નો’તા હોમ થિએટર ત્યારે શીદ લખ્યા’તા લેટર ?
મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પીઝણ છે

ઘરમાં નો’તા નિઓન દીવા ત્યારે શીદ માંડ્યા’તા વીવા ?
મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પીઝણ છે

ઘરમાં નો’તું એકવેરીયમ ત્યારે શીદ છેડ્યા હાર્મોનિયમ ?
મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પારાવાર પીઝણ છે

અમેરીકન love.com -જયકાંત જાની (USA)

રોજ આઇ.લવ.યુ નો લવારો સાંભળી કાને પડ્યા છે કીડા
હેત વગરની હગ કરવા પ્રસારેલા હાથ હવે રહે છે અબીડા
ફ્રેશ ફ્લાંઇગ કીસ ના તીડ ના ઝુંડ્ ચકરાવા લે છે માથે થી
કોઇ મને સમજાવો ઓશો બની, પ્રેમ સમાધી છે કે પીડા

સુર્ય સ્નાન ના ઉચાળા -જયકાંત જાની (USA)

સુર્ય સ્નાન ના ઉચાળા -જયકાંત જાની (USA)

બિચપર

નગ્નત્વ ઓઢીને

પડેલી સ્ત્રી ને જોઇને

સુર્ય શરમથી વાદળામા ઢંકાઇ ગયો….

દરિયો તેની લાજ ઢાંકવા

પાણીની ચાદર ઓઢાડી આવ્યો….

દરિયા ની ઠંડી રેતી ..

ગરમ થ ઇ ને તેના અનાવરણ દેહ ને

ચીટીયા ભરવા મંડી

આકાશે ઘીમે થી

સુર્યને પુછ્યુ

અમેરીકન બ્યુટી , સમરમા કેમ આટલી નિર્લજ

થૈ જાય છે ?

ત્યારે સુરજે કહ્યુ

આખા વરસ નો તડકો

શરીર મા એક દિવસમા

ભરીલેવાના ઉચાળા છે

તો સારુ – જયકાંત જાની (USA)

તો સારુ – જયકાંત જાની (USA)

હુ તેણે પહેરેલી મગ માળા પર આંગળી ફેરવતો તો કહેતી
હવે આ ઉમ્ંરે તુલસી માળા હાથ મા લ ઇ ફેરવો તો સારુ
હુ તેની ઉલઝાયેલી લટો સુલઝાવવા વાળ પર આંગળી ફેરવતો તો કહેતી
હવે આ ઉમ્ંરે કામમા ઉલઝાયેલા મન ને ભક્તિ રસથી સુલઝાવો તો સારુ
હુ કપડા પહેરી તૈયાર થૈ પરફ્યુમ છાટતો તો કહેતી
હવે આ ઉમ્ંરે અંતર આતમ ને પમરવા દો તો સારુ
હુ તીખા તમતમતા લસણ ડુગળી વાળા ભજિયા ખાવ તો કહેતી
હવે આ ઉમ્ંરે તામસી ભોજન ત્યજી ને સાત્વીક ભોજન લ્યો તો સારુ
હુ નવા બહાર પડેલા પિક્ચર જોવા જઇએ તેમ કહેતો તો કહેતી
હવે આ ઉમ્ંરે મ્ંદીર દેવ દર્શન કર્વા જૈએ તેમ કહો તો સારુ

પરદેશી લેપરદેશીજાના નહી ….જયકાંત જાની (USA)

મારા વતન પ્રેમ હાયે રે શિકાર કરીને
લઇ ગયા લુખ્ખુ ગ્રીન કાર્ડ ઘરી કરીને
એન આર આઇ કરીને, મારા વતન પ્રેમ નો…

મેં વિનવ્યું વારંવાર વતન મા વાસ કરી લ્યો
કંઇ ફુલ હો ડોલર નુ તો તેની સુવાસ ઘરી લ્યો
હાય કહી, વતન ને બાય કહી, વિસા હાથ ધરીને,

લઇ ગયા લુખ્ખુ ગ્રીન કાર્ડ ઘરી કરીને
એન આર આઇ કરીને, મારા વતન પ્રેમ નો …

એના ડોલર પર મેં મારી જિંદગી વારી
એ વિદેશી કયાંથી કદર હોય અમારી?
આ જોઈને, ને રોઈને દિલ મારું કહે છે,
શું પામ્યા જિંદગી ભર વાહ ! કરીને?
લઇ ગયા લુખ્ખુ ગ્રીન કાર્ડ ઘરી કરીને
એન આર આઇ કરીને, મારા વતન પ્રેમ નો …

છોને થયા પરદેશી હજુ દેશ બાકી છે
બન્ને દિલોમાં પ્રેમનો આવેશ બાકી છે,
સંસારનાં વહેવારનો સ્ંદેશ બાકી છે,
બન્ને દિલોનાં મળવા હજુ તાર બાકી છે,
ડોલર માં ફુલાઇ ગયાં, જોયું ના ફરીને,

લઇ ગયા લુખ્ખુ ગ્રીન કાર્ડ ઘરી કરીને
એન આર આઇ કરીને, મારા વતન પ્રેમ નો …

મોર્ડન મોમ નો ઇ-મેઇલ – જયકાંત જાની (USA )

મોર્ડન મોમ નો ઇ-મેઇલ – જયકાંત જાની (USA )
ઇન્દુલાલ ગાંધી નો આંધળી માના કાગળ પર થી પ્રેરણા

અમેરીકા ક્યા સ્ટેટ મા રહે તુ , નથી કોઇ ડીટેઇલ ,
સાઇબર કાફે જ ઇ ને દિકરા કરુ છુ ઇ-મેઇલ ,
નગીન મારો અમેરીકા ગામે;
હવે ત્યા ના ઇ ઝી ન નામે.

મેઇલ મા શુ લખુ દિકરા ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પેની
મેઇલ બોક્ષ મા એક મે ઇ લ પણ, તને લખવા ન દે જેની !
ન્યુઝ ત્યાના સાંભળી તારા,
આંખે મારી આવે અંઘારા

તારા ફ્રેન્ડ ઇ મેઇલ મા લખે છે કે, નાઇઝીન રોજ મને ભેળો થાય,
દિવસ આખો જાય જોબ મા રાતે ટાકો બર્ગર ખાય ,
નિત નવાં જીન્સ પ્હેરે
પાણી જેમ ડોલર વેરે.

ઝ્ંક ફુડ ઝાઝું ખાઇશ મા, રાખજે ચરબી-કેલેરીનું માપ,
મેડીકલ ઇન્સોરન્સ ના ડોલર આપણે કાઢશું ક્યાંથી, બાપ !
ફીટનેસ તારી રાખજે રૂડી,
અમેરીકાની ઇ જ છે મૂડી.

બ્ંગલા વેચ્યા ને સોનુ વેચ્યું, અમેરીકામાં કર્યો તે વાસ,
પિઝાનો રોટલો પચે નહિ તે દી પીવો પડે બિયર નો ગ્લાસ ,
તારે ફ્રોઝન નું ભાણું,
મારે નિત ગરમ ખાણું.

જુવાની હતી તે દી જોબમ અપડાઉ ન કરતી ગમોગામ,
ગટસ વિનાનાં ગઢીયા ને હવે કોઇ ન આપે કામ,
તારે અમેરીકા ડોલર દીવા,
મારે આંહીં અંધારાં પીવાં.

ઇ મેઇલ તારી પાંગળી માનો વાંચજે દૈ ધ્યાન
એકે રહી નથી હૈયા ધારણ, ઘર છે સુમસાન.
હવે નથી જીવવા મજા,
આવ હવે લૈ ને રજા

કારણ કે હુ મા છુ -જયકાંત જાની (USA)

જે દિકરાને નવ મહિના પેટમા રાખ્યો તે, લગ્ન પછી

નવ મહિનામા તેની વહુ ને લઇ જુદો થઇ ગયો,

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ

તેનો નવમા દિવસે ફોન આવ્યો, પુત્રવઘુને સારી

જોબ મળી છે. મે પુછ્યુ તમારુ જમવાનુ ?

તેણે કહ્યુ ” ટિફીન મંગાવીએ છીએ, હુ સમસમી ગઇ

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ

નવરાત્રી ના દિકરાનો ફોન આવ્યો પુત્ર વધુ

પ્રેગનન્ટ છે તમે સુવાવડ કરવા આવશો ને ?

મે હા કહી.

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ

પુત્રવધુ એ પુત્રને જન્મ આપ્યો , પ્રપૌત્રનો

ચહેરો જોઇ હુ રડી પડી, પુત્રે પુછ્યુ

મમ્મી આ હર્શ ના આસુ છે ?

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ

દિકરા એ પુછ્યુ , તમે તમારા ઘરે અમારા

દિકરા નુ બેબી સિટિંગ કર્શોને ?

હુ આ સાંભળી હસી.

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ

પછી ………

પ્રપોત્રે એક દિવસ પુ્છ્યુ ” મોટીબા તમે

અમારાથી કેમ જુદા રહો છો ?

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મોટી મા છુ.

મેરા ભારત મહાન -જયકાંત જાની (USA)

કોઇ એ મને પુછેલુ ; ઇન્ડીયા અને અમેરીકામા શુ ફર્ક છે ?

મારો જવાબ હતો ઇન્ડીયા સ્વર્ગ છે અને અમેરીકા નર્ક છે.

કોઇ એ મને પુછેલુ ; તમારો અમેરીકામા રહેવા નો શુ તર્ક છે ?

મારો જવાબ હતો અમેરીકામા વર્ક એડીકટ ડોલરીઑ અર્ક છે.

કોઇ એ મને પુછેલુ ; અમેરીકામા કેમ કાર્ય ક્ષમતા કરતા વધારે વર્ક છે ?

મારો જવાબ હતો અમેરીકા જોબ ચાલ્યા જવાના વઘારે જર્ક છે

ડોસી ડૉટ.કોમ-જયકાંત જાની (USA)

ડોશી ડોસા ને અમેરીકા લાવી : ડોસો રહે સુનમુન.
ડૉસી રોજ ગુન ગુને : અભી તો મૈ જવાન હુ ની ધુન.
ડોસી ડોસા ને ગીત મા કહે સુન સાહેબ્જી સુન
ડોશી ડોસા ને અમેરીકા લાવી : ડોસો રહે સુનમુન

ડોસી આખો દી લવલવે : ડોસો રહે ચુપ
ડોસી ગટગટાવે સ્લિમફાસ્ટ : ડોસો પીવે સુપ
ડોસી સેલની ડાઇ લાવે : કાળા વાળ મા લાગે સલુણી.
ડોસા નુ માથુ ધોળુ ધબ જાણે રૂ ની પુણી .

ડોશીના ભાવે પિઝા : ડોસો ને દાંત નુ કાચુ.
ડોસી ને ખાવાનો ભડભડીયો ડોસો બગાડે ડા્ચુ.
ડોસી લિપ્સ્ટીકથી હોઠ રંગે ગુલાબી.
ડોસો જાણે મૌની બાબા ડોસી હાજર જવાબી

બન્નેના સ્વભાવ જુદા : પણ બન્ને ને વિદેશ ની ઘુન
એક બીજા થી બારમે ચંદર : નથી હવે હની કે મુન

ડોશી ડોસા ને અમેરીકા લાવી : ડોસો રહે સુનમુન.
ડૉસી રોજ ગુન ગુને : અભી તો મૈ જવાન હુ ની

હળવાશ- જયકાંત જાની (USA)

 સ્કુલબેગ ઉપાડી મારા ખભા રહી જાતા

મારા દાદ્દા એ કહ્યુ ” પેંડા નુ પેકેટ હાથ મા હોય તો વજન લાગે

 પેટ્મા હોય તો ન લાગે “

 પછી સ્કુલ બેગની ચોપડીઓ ખોપડીમા ઉતારી

 મે સ્કુલ બેગ હળવી કરી નાખી.

 ટેક્ષ્સચોરી કરુ તો ઇન્કમટેક્ષ્સ નો ભય રહેતો

મારા દાદ્દા એ કહ્યુ ” ટેક્સચોરી એ દેશ દ્રોહ છે “

 પછી બે નંબરના ચોપડા વૈતરી નદીમા પધરાવી

મે ચિંતા હળવી કરી નાખી.

-જયકાંત જાની (USA)