ખોલ સપનું લગાર તો માનુ

ખોલ સપનું લગાર તો માનુ
નીકળી આવ બહાર તો માનુ

ફેણ ને ડંખ ને ફુંફાડા ને
કાંચળી ની જેમ ઉતાર તો માનુ

તુ જ તારી ઉપર ઝિંકાયો છે
ચુકવે આ પ્રહાર તો માનુ

ભાત નથી ઉઠતી વણાયો પણ
થા ફરી તાર તાર તો માનુ

ચાલ વરસાદ જેવું બહાનુ દઉં
તું છલક બેય પાર તો માનુ

સાવ તિતાલિયા “અભિ” ઉપર
રાખ દારોમદાર તો માનુ

-અભિજીત શુકલ