આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક
વાવો મહાભારત અને ગીતા નીકળે
છે આ કાલિદાસ ને ભોજના ખંડેરો
જરાક ખોતરો ત્યાં કવિતા નીકળે
હજુ ક્યાંક ધબકે છે લક્ષમણ રેખા
રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે
કૃષ્ણના ટેરવાં જો આવીને ફંફોસે
તો વાંસળીના ટુકડાં સંજીતા નીકળે
ગૂરૂ દત્ત જેવાની જો ફૂંક જાય લાગી
તો ધુણા ગીરના હજુ ધખીતા નીકળે
શુ તાસીર છે આ ભુમી ની હજી રાજા
જનક જેવા હ્ળ હાકે તો સીતા નીકળે
-કવિ દાદ
Filed under: કવિ દાદ | Tagged: આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક, કવિ દાદ, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રેમ, ભરત સુચક, gujarati gazal, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati shayari, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, kavita, love, prem | Leave a comment »