માડી ! તારી કેટલા જનમની કમાણી રે?-દુલા ભાયા કાગ

માડી ! તારી કેટલા જનમની કમાણી રે?
-નંદરાણી ! તારાં આંગણાં રે જી…..જી

મુરારિ કહે છે મુખથી માજી…
તારે હુકમે ભણે છે હાજી હાજી…
બાપુ બધાનો તારો બેટો રે…
માતાજી ! તારાં માગણાં રે જી.. માડી !…ટેક

ઊભેલી અજાણી નારી, લખમી લોભાણી…;(2)
એને પ્રીતેથી ભરવાં છે તારાં પાણી… રે.માતાજી0 1

કરમાં લઇ કુલડી ને ઊભી ઇંદ્રાણી…;(2)
ભીખ છાશુંની માગે છે બ્રહ્માણી રે…માતાજી0 2

જેના મોહ બંધણમાં દુનિયા વીંટાણી; (2)
એની દેયું તારી દોરડીએ બંધાણી રે …માતાજી0 3

બેઠી જુગ જુગ માડી! ચોપડા તું બાંધી,(2)
(આજ) તારી બધી પતી ગઇ ઉઘરાણી રે …માતાજી0 4

’કાગ’ તારા ફળિયામાં રમે અડવાણો (2)
તારે પગથિયે સરજ્યો નંઇ હું એક પાણો રે…માતાજી0 5

આવકારો મીઠો આપજે

તારે
આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
આવકારો મીઠો…આપજે રે જી…

તારે કાને
કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું…
કાપજે રે જી…

માનવીની પાસે
કોઈ… માનવી ન આવે…રે…,
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે – આવકારો
મીઠો…
આપજે રે…જી…
કેમ તમે આવ્યા છો ? …એમ નવ કે’જે રે…,
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે – આવકારો મીઠો…
આપજે રે…જી…

વાતું
એની સાંભળીને… આડું નવ જોજે… રે…,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે –
આવકારો મીઠો…
આપજે રે…જી…

‘કાગ’ એને પાણી પાજે.. સાથે બેસી
ખાજે…રે….,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે – આવકારો મીઠો…
આપજે
રે…જી…

-દુલા ભાયા ‘કાગ’

ક્યા હંસ તૂ પાગલ ભયા, ચુનચુન કે કંકરી ખાત હૈ?

ક્યા હંસ તૂ પાગલ ભયા, ચુનચુન કે કંકરી ખાત હૈ?
યહ સરોવર તો સૂખ ગયા, અબ ક્યોં ન તૂ ઊડ જાત હૈ?

ભૂખા રહા પિંજર ભયા, અબ ક્યોં ન માનતા હૈ કહા?
સંગી તિહારે ચલ ગયે, કિસ સ્વાદસે ઈસ ઠાં રહા અબ. ૧

ચલ તૂ હમારે સંગમેં, લાખોં મરાલ સુ જહ વસે;
દિલદાર્ સરકા યાર વહ, હંસા તભી મનમેં હસે . અબ. ૨

“તૂમ ક્યા પિછાનો પ્યાર કો, હમ ના કભી ઇસકો હને;
મેરે લિયે યહ ફટ ગયા, વહ છોડના કૈસે બને? અબ. ૩

મોતી વ ખાને કો દિયો, પાની જિસી કા મૈં પિયા;
જબ ‘કાગ’ ઉસકો છોડ દૂંગા, ના મેરા જિયા. અબ ૪

દુલા ભાયા કાગ