માગું હું તે આપ, પ્રભુજી !

માગું હું તે આપ, પ્રભુજી !
માગું હું તે આપ.

ના માંગુ ધન વૈભવ
જે મન દેખી મલકાય,
ભલે રહું હું દીન તોય લઉં ના ગરીબ કેરી હાય !
એવું હૈયાનું બળ આપ, પ્રભુજી ! … માગું

ઉંચા નીચા ભેદ ન જાણું, સૌને ચાહું સમાન
સૌને આવું હું ખપમાં મુજ કાયા વજ્ર સમાન
એવું શરીરનું બળ આપ, પ્રભુજી ! … માગું

કરતાં કાર્ય જગે સેવાનાં જો કદી થાકી જવાય
કાયા થાકે મન નવ થાકે જીવતર ઉજળું
એવું મનનું બળ તું આપ, પ્રભુજી !

“પ્રેમ” કાવ્ય સ્પર્ધા

પ્રિય સભ્યો,
આપ સૌનું ગુજરાતીઓ-સ્પર્ધા પર હાર્દિક સ્વાગત છે. સહર્ષ જણાવવાનું છે કે ગુરુપુર્ણીમા નાં શુભદિવસથી આપણી આ વેબસાઈટમાં માસિક સ્પર્ધા નું આયોજન કરવામા આવ્યું હતું તે માટે નો વાચકમિત્રો એ જે ઉત્સાહભર્યો અને અતિ સુંદર પ્રતિભાવ દાખવ્યો તે માટે આપ સૌ નો ખુબ ખુબ આભાર .
હવેથી આ સ્પર્ધા દર વખતે અલગ અલગ વિષય આધારિત રાખવાનું નક્કી કર્યું છે , તો આપ સૌ મિત્રો ને તેમાં ભાગ લેવા ભાવભર્યું આમંત્રણ છે. ખાસ કરીને આ સ્પર્ધાનો હેતુ નવોદિત સર્જકોને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે .
ગુજરાતી ભાષાના પ્રચાર માટે હવેથી નિયમિત રીતે સ્પર્ધાનું આયોજન કરવામા આવશે આથી, જેઓ લેખન ક્ષેત્રે પ્રથમ પગલું ભરી રહ્યાં હોય તેમને માટે આ સ્પર્ધા સુવર્ણતક સમાન છે.આ સ્પર્ધા આજના તારીખ ૧ ૬ જાન્યુઆરી … પોષ સુદ અગિયારસ ના શુભદિવસથી શરુ થાય છે.
આ વખતની સ્પર્ધાનો વિષય છે પદ્ય અને “પ્રેમ” ….પ્રેમ કાવ્ય / ગઝલ / ગીત / સોનેટ …. કે પ્રેમ અંગેની આપ કોઈ પણ પદ્ય રચના મૂકી શકો છો.
પ્રેમ નો પ્રકાર કોઈ પણ હોઈ શકે …. માતૃ પ્રેમ, પિતૃ પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, મિત્ર કે સખી નો પ્રેમ , દામ્પત્ય પ્રેમ , કે પ્રેમીજનો નો પ્રેમ !
પ્રેમની ના કોઈ પરિસીમા,
પ્રેમપંથમાં ના કાંઈ પારાવાર.
પ્રેમ પરસ્તીનો, પરવશ પરવરદિગાર,
પ્રેમપંથનો પ્રણેતા જ પ્રભુ પરમેશ્વર!
પારૂ કૃષ્ણકાંત “પિયુની”
આપ સૌ આપની પોતાની રચના આજના શુભ દિવસથી નીચેની લીંક ક્લિક કરીને બ્લોગ

પર મૂકી શકો છો અને ઇનામ જીતી શકો છો.

http://www.gujaratio.com/profiles/blog/new
પ્રથમ ઇનામ રૂ. ૫૦૧, દ્રીતિય ઇનામ રૂ. ૨૫૦,ત્રીજું ઇનામ રૂ.૧૦૧ આપવામાં આવશે
(આ ઇનામ”પરાર્થે સમર્પણ “ની રકમ માતૃશ્રી “સુરજબા” ના સ્મરણાર્થે …” સુરજબા મેમોરીયલ પબ્લિક ટ્રસ્ટ જેસરવા “મુ. જેસરવા. તા. પેટલાદ , જીલ્લો આણંદ – ૩૮૮૪૫૦ દ્વારા “સ્વપ્ન ” જેસરવાકર અને ચીમનભાઈ પટેલ તેમજ પરીવારનાસહયોગથી ………..)

આ સ્પર્ધાના નિયમોઃ
બધાજ સભ્યોને વિનતી છે કે નિયમ વાંચીને જ રચના બ્લોગ પર મુકે. તમારી રચનાનાં અંતમાં તમારૂ પુરુ નામ , સરનામું , કોન્ટેક્ટ નંબર અને રચના લખ્યાની તારીખ લખવી જરૂરી છે.

૧) રચના સ્વરચિત હોવી જોઇએ.અને સ્પર્ધામાં ભાગ લેવા તમે તમારી રચના સીધી બ્લોગ પર મૂકી શકશો જે આ સ્પર્ધાના નિયમ મુજબની હોવી જરૂરી છે (તમને બ્લોગ પોસ્ટ મુકતા તકલીફ પડે તો આ લીંક ક્લિક કરાવી
http://gujaratikavitaanegazal.ning.com/group/Help
૨) વધુ માં વધુ ૫ રચનાઓ બ્લોગ પર મૂકી તમે સ્પર્ધામાં ભાગ લઇ શકો છો.
૩) તમે તમારી રચનાનાં અંતમાં તમારૂ પુરુ નામ, સરનામું , કોન્ટેક્ટ નંબર અને અને રચના લખ્યાની તારીખ લખવી જરૂરી છે .
૪) રચના આ અગાઉ ક્યાંય પ્રસિધ્ધ થઇ હોવી ના જોઇએ.બીજે પ્રસિધ્ધ થયેલી રચના અહી મુકવી નહિ.
૫) અહી પોસ્ટ કરેલ બધી યોગ્ય રચના ગુજરાતી ગ્રુપની વેબસાઈટ પર મુકવામાં આવશે અને તેને પુસ્તક સ્વરૂપે પણ મુકવાનો વિચાર છે.
૬)આ સ્પર્ધાની આખરી તારીખ ૨૮.૨.૨૦૧૧
૭)સ્પર્ધાના નિર્ણાયકો ટુંક સમય માં જાહેર કરવામાં આવશે.
૮)સ્પર્ધામાં મુકેલ રચના ૩ મહિના સુધી બીજા બ્લોગો કે વેબસાઈટ કે બીજા કોઈ માંધ્યમમાં મુકવી (પબ્લીશ) કરવી નહિ
વિશેષમાં કોઇ સલાહ-સુચન કે સુધારા કરવા જેવુ લાગે તો જરુર કહેજો. તમારો અભિપ્રાય અમારે માટે બહુ કિમતી છે.

જય જય ગરવી ગુજરાતી

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

માનો પોલીસને મિત્ર ભાગ- ર

વાહનચોરી અટકાવવા વાહનમાલિકોએ ઘ્યાન પર લેવાની તકેદારીરૂપ બાબતો
• વાહનના પાર્કિંગ માટેની નિયત જગ્યામાં જ પાર્ક કરો.
• ૯૦ ટકા વાહનચોરી લોક કર્યાં વિનાનાં વાહનોની જ થાય છે. વાહનચોરી અટકાવવા માટે વાહનનું લોક કરવું તે અતિઆવશ્યક છે. વાહનને પાર્ક કરતી વખતે હંમેશા તેને લોક કરો. તેમ જ લોક થયાની ખાતરી કર્યા બાદજ આગળ વધો.
• વાહન નો પાર્કિંગ ઝોન, રોડ પર અડચણરૂપ રીતે. કે છૂટુંછવાયું ક્યારેય પાર્ક ન કરો.
• રાત્રીના સમયે પોતાનું વાહન કમ્પાઉન્ડ વોલ કે પાર્કિંગમાં મૂકી વાહનને લોક કરવા ઉપરાંત કમ્પાઉન્ડ વોલનો દરવાજો પણ લોક કરવાનો આગ્રહ રાખો.
• ટુ વ્હિલરમાં સ્ટિયરિંગ અને ઇગ્નિશન લોક ઉપરાંત ચેઈન લોક પણ લગાવી શકાય છે. જે વધારાની તકેદારી લેવામાં સંકોચ ન અનુભવો.
• વાહનચોરો વાહનની ચોરી કરી તત્કાલ નંબર પ્લેટ બદલે છે અને કેટલાક કિસ્સામાં વાહન છૂટું પાડી વેચે છે અથવા બોગસ રજિસ્ટ્રેશનના કાગળો બનાવી વેચે છે. ચોરી કરેલ વાહનનો અહીં જણાવેલ રીતે સરળતાથી નિકાલ ન થાય તે માટે આપના વાહનનો રજિસ્ટ્રેશન નંબર તેના સ્ટિયરિંગ, વાહનની રિંગો, ચેસીસ, એન્જિન વગેરે પર એમ્બ્રોસ કરાવો.
• આપની કારમાં કે ટુ વ્હિલરની ડેકીમાં રોકડ નાણાં કે કીમતી દસ્તાવેજો, લાઇસન્સવાળું હથિયાર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે છોડીને ન જાઓ.
• હાલમાં ન.ચક (વાહનનું લોકેશન દર્શાવતા) ઉપકરણો અને રિમોટ કન્ટ્રોલ/કોકથી વાહનના ઇગ્નિશન બંધ કરી શકાય તેમ જ વાહનને ચાવી વિના ચાલુ કરવામાં આવે તો વાહનમાલિકને વાહન શરૂ થયાની જાણ થાય તે પ્રકારના અદ્યતન સિક્યોરિટી ડિવાઇસ બજારમાં ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરવો.
• વીમો ઉતરાવ્યા વિના વાહનનો ક્યારેય ઉપયોગ ન કરો. વીમાની મુદ્દત પૂરી થતાં પહેલાં બિનચૂક પ્રીમિયમ ભરો.
• જૂનું વાહન ખરીદતાં પહેલાં તેની માલિકીના દસ્તાવેજની સંપૂર્ણ ખરાઈ કરો
સ્ત્રીઓમાટેસલામતીનાંસૂચનો
જાગૃતિ
• સ્ત્રીઓએ આસપાસનું વાતાવરણ અને જ્યાં જવાનાં હોય ત્યાંની જગ્યા અને ત્યાં કોઈની મદદ મળશે કે નહીં તે જાણવું જોઈએ અને નીચેના ત્રણ મોટામાં મોટાં જોખમી પરિબળો ઘ્યાનમાં રાખવાં જોઈએ.
• એકલતાની જગ્યા કે અંધારાની અથવા બંને
• બહાર નીકળવાના રસ્તા
• અજાણી જગ્યા કે જ્યાં કોઈની મદદ ના મળી શકે ત્‍યાં સિસોટી કે સ્વબચાવ માટે એલાર્મ સાથે રાખો.
• તમે તમારી કીચેઇનમાં સિસોટી લગાવી રાખો જે તમને અણધારી એકલ જગ્યાએ કામ આવશે. આ વગાડવાથી લોકોનું ઘ્યાન ખેંચાશે
• એકલવાયી જગ્‍યાએ વધુ સમય રોકાવવુ નહી
ઘ્યાનરાખો
• ખુલ્લી ઠંડા પીણાની બોટલ કે વસ્તુ કોઈ પણ પાસેથી ક્યારેય ન સ્વીકારો. પોતે જ બોટલ ખોલવાનો આગ્રહ રાખો.
• પ્રસંગ કે પાર્ટીમાં તમને જો ખાતરી ના હોય તો તમે જાતે નવું પીણું લઈ લો.
• પ્રસંગ કે પાર્ટીમાં અજાણ્‍યા ઇસમ પાસેથી કોઇપણ ખાધ્‍ય વસ્‍તુ લેવી નહી કે પીણુ પીવુ નહી.
• અજાણી જગ્યાએ કાળજી લઇ વાહનમાં મુસાફરી કરવી
વ્યક્તિગત તકેદારીનાં પગલાં
• હંમેશા થોભો અને જોખમ વિશે વિચારો.
• દરવાજો ખોલતાં પહેલાં મુલાકાતીને ઓળખો.
• નાનાં બાળકોને મુલાકાતી માટે દરવાજો ખોલવાનું કદી ના કહો.
• સેલ્સમેન પાસે હંમેશા ઓળખપત્ર માગો.
• રાત્રે એકલા ચાલવા જવાનું ટાળો.
• નિર્જન જગ્યાએ ચાલવા જવાનું ટાળો.
ઘરની સુરક્ષા અને સાવધાની માટેનાં પગલાં (Home Safety)
• ઘરના મુખ્ય દરવાજા અને પાછળના દરવાજા તેમ જ બારી અને તેની ગ્રિલો અતિ મજબૂત બનાવવાનો અને અંદરથી ફિટ કરવાનો આગ્રહ રાખો. ગ્રિલ, બારીબારણામાં મજબૂત સ્ક્રૂનો ઉપયોગ કરો.
• મકાનમાં સરળતાથી પહેલા માળે કે ગેલેરીમાં ચઢી ન શકાય તે માટે જરૂરી ગ્રિલ કે અવરોધો બનાવો. મકાન નજીક વૃક્ષ કે ઇલેક્ટ્રિક તેમ જ ટેલિફોનના થાંભલા ઉપરથી ઘરમાં પ્રવેશ શક્ય હોય તો ધાબાના દરવાજા સહિત જ્યાં જરૂર જણાય ત્યાં ગ્રિલ બનાવી જરૂરી તકેદારી લો.
• ઘરના મુખ્ય દરવાજા ઉપરાંત જાળીવાળો દરવાજો પણ અચૂક બનાવો જેથી અજાણ્યા મુલાકાતીને ઘરમાં પ્રવેશ આપતાં પહેલાં ઓળખાણ કે ઓળખની ખરાઈ થઈ શકે.
• ઘરમાં મુખ્ય દરવાજામાં આઇગ્લાસ, ડોરચેઇન ઉપરાંત શક્ય હોય તો વીડિયોડોર ફોન અને બહુમાળી મકાનમાં સિક્યોરિટી વ્યવસ્થા સાથે ઇન્ટરકોમની વ્યવસ્થા પણ રાખો. તાળાં ઊંચી ગુણવત્તાનાં અને મજબૂત પ્રકારનાં જ પસંદ કરો.
• ઘરના મુખ્ય દરવાજા અને રસોડાના/પાછળના દરવાજામાં બહારથી તાળાં ઉપરાંત ઇન્ટર્નલ લોક પણ રાખો. અહીં બારીબારણાંના નકૂચા સ્ક્રૂથી નહીં પણ નટ-બોલ્ટથી ફિટ કરાવો.
• દરેક એપાર્ટમેન્ટ, સોસાયટી તેમ જ બંગલાના આયોજનના તબક્કેથી જ સિક્યોરિટી હેતુથી અદ્યતન આયોજન કરો. મકાનની સલામતી માટે ઉપલબ્ધ મેગ્નેટિક સેન્સર, સ્મોક સેન્સર, અપપ્રવેશની કોશિશ કે અપપ્રવેશ રોકતાં એલાર્મ બંધ ઘરમાં પ્રવેશતાં માલિક-પોલીસ સહિત અમુક વ્યક્તિને જાણ કરતી સર્કિટ/ડિવાઇઝ વગેરે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરો.
• દરેક સોસાયટી અને એપાર્ટમેન્ટ તેમ જ ઓફિસ કોમ્પ્લેક્સ અને ગોડાઉન વિસ્તારમાં શિફટમાં વોચમેન રાખો. બહારથી આવતા મુલાકાતી માટે વિઝિટર્સ બુક રાખો. તેઓના વાહનના નંબર લખવાની પ્રથા અપનાવો.
• ઘરમાં નોકર રાખતાં પહેલાં તેની સાચી ઓળખ નક્કી કરો. તેના ફોટા સાથેનો રેકર્ડ (સંપૂર્ણ વિગત) અને તેની ભલામણ કરનારનું નામ વગેરે નોંધી રાખવું. તેના સંપર્કની વિગત પણ નોંધી રાખો. જરૂર જણાયેથી તેનું પોલીસ સ્ટેશન મારફત ચારિત્ર વેરિફિકેશન કરાવવું.
• ઘરમાં રિપેરિંગ (લાઇટ ફિટિંગ,પ્લમ્બિંગ વગેરે) જાણીતા માણસો/એજન્સી પાસે જ કરાવો. ઘરમાં રિપેરિંગ ચાલુ હોય ત્યારે ઘરની એક વ્યક્તિ કે નોકર હાજર રહો. ચેનલ/કેબલ, ઇન્ટરનેટ પ્રોવાઇડર, મોબાઇલ ફોન સેવા પૂરી પાડનાર, સેલ્સમેન, ફેરિયા વગેરેને ઘરમાં પ્રવેશ ન આપો. તેની ઓળખની ખાતરી કર્યા બાદ જ તેની સાથે વ્યવહાર કરો.
• મકાનના કમ્પાઉન્ડ અને સ્ટેરકેસમાં રાત્રી દરમ્યાન લાઇટની વ્યવસ્થા કરો. રાત્રે દૈનિકક્રિયા માટે જ્યારે પણ જાગવાનું થાય ત્યારે મકાન આસપાસ નજર કરવાની ટેવ પાડો.
• ઘરફોડ ચોરી કે લૂંટફાટ કરનાર ઘરમાં પ્રવેશની પહેલા કે પ્રવેશની સાથે ટેલિફોન તાર કાપી નાખવાની ટેવ ધરાવતા હોય છે. આપનો મોબાઇલ ફોન સૂવાની જગ્યાએ સાથે રાખો અને પોલીસ હેલ્પલાઈન (સ્થાનિક પોલીસ સ્ટેશન તેમ જ જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમના નંબર અવશ્ય રાખો. મુશ્કેલીના સમયે મદદ માટે સંકલન કરે તેવા મિત્રોની મદદ પણ લો. પરસ્પર મદદ માટે આપ પૂર્વ નિર્ધારિત સમયે મિત્ર સાથે રિહર્સલ પણ કરી શકો છો.
• ઘરના મહત્ત્વના કારોબાર તેમ જ કીમતી દાગીના વગેરે અંગે તેમ જ બહાર રહેતાં સગાં-સંબંધી અંગે અજાણ્યા માણસો સામે રૂબરૂમાં ચર્ચા ટાળો.
• મકાનની ચાવી મકાન બંધ કરતી વખતે મકાન આસપાસ છુપાવવાનું ટાળો. તેમ જ મકાનની ચાવી ભરોસાપાત્ર પાડોશી સિવાય અન્યને ક્યારેય ન આપો. ઘરના નોકરોના હાથમાં ચાવી આવે તે રીતે ચાવીઓ ન રાખો. જ્યારે ઘર બંધ કરીને બહાર જવાનું થાય ત્યારે પાડોશીને તકેદારી લેવા જાણ કરો.
• પાડોશી સાથેના સંબંધો સારા રાખો અને મિલકત સંબંધિત ગુના સંબંધે પરસ્પરની તકેદારી લેવાના સંબંધો રાખો.
• ઘરના સભ્યોને ઘર બહાર જવાનો સમય અલગ અલગ હોય અને વચ્ચે ઘર બંધ રહેતું હોય તો દરેક સભ્ય પાસે ચાવીનો અલગ સેટ રાખો. ચાવી અડોશપડોશમાં આપવાનું ટાળો. જો પ્રસંગોપાત્ત ચાવી આસપાસમાં આપવાનું થતું હોય કે નોકરોના હાથમાં ચાવી જતી હોય તો તાળાં અવારનવાર બદલતા રહો.
• કીમતી દાગીના-રોકડ વગેરે સુરક્ષિત રાખવા ઘરમાં મજબૂત કબાટ/સેફ રાખો, જેની ચાવી ક્યાંય આસપાસમાં કે ટીવી કેબિનેટ-ફોન નીચે છુપાવવાની ટેવ ન રાખો. શક્ય હોય ત્યાં સુધી દાગીના-રોકડ બેન્ક લોકર/બેન્કમાં જમા રાખો.
• સોસાયટીના આંતરિક રોડ પર સોસાયટી પ્રમુખ કે સિક્યોરિટીના માણસો મારફત ફેરિયાઓનો પ્રવેશ રોકી શકાય છે. આપની સોસાયટી અને એપાર્ટમેન્ટમાં જેના ચારિત્ર અંગે ખરાઈ કરેલ છે તેવા જ સ્વીપર, ધોબી, શાકભાજીવાળા, છાપાવાળા અને અન્ય ફેરિયાને પ્રવેશ આપો. ગેસ રિપેર કરનાર, પ્લમ્બર અને અન્ય રિપેરિંગ કરનાર પણ માન્ય અને જાણીતી વ્યક્તિઓ પાસે જ કામ કરાવો. આવા તમામનાં નામ-સરનામાં અને ફોનથી વાકેફ રહો.
• અનાથાશ્રમ, ઘરેણાં ધોઈ સાફ કરી આપનાર, સેલ્સમેન, બાળભિખારી વગેરે ઓળખ સાથે બપોરના કે એકાંતના સમયે આવનારથી ખાસ ચેતતા રહો. એકલી મહિલા કે વૃદ્વ સાથે તેઓ દ્વારા છેતરપિંડી કે ગુનો કરવાની શક્યતા હંમેશા ઘ્યાન પર લો.
• બાળકોના મિત્રો, શાળા/સ્કૂલનાં વાહનો તેમ જ અગત્યના અન્ય સંપર્કોની વિગત હાથવગી રાખો.
• આપનું મકાન વિકાસ પામી રહેલા વિસ્તારમાં આવેલું હોય, આપના મકાન પાસે કોઈ ખાલી પ્લોટ હોય કે મકાન છેવાડાના વિસ્તારમાં આવ્યું હોય તો તે જગ્યાએ મિલકત વિરુદ્ધના ગુના થવાની વિશેષ શક્યતા છે. આવા વિસ્તારમાં દિવસ દરમ્યાન મજૂરો, ભિખારી, સાધુબાવા વગેરેના સ્વાંગમાં ફરતા અજાણ્યા માણસો ઉપર ખાસ નજર રાખો. તેમ જ જ્યારે આપનું ઘર બંધ રહેનાર હોય તે વખતે ખાસ તકેદારી રાખો, જેમાં બિનજરૂરી રીતે કીમતી જણસ બંધ ઘરમાં ન રાખો અને પાડોશી તેમ જ સ્થાનિક પોલીસ સ્ટેશનને આપનું ઘર બંધ રહેવા અંગે ખાસ જાણ કરો.
• આપ ઘરમાં એકલા હોય ત્યારે આપને બેઘ્યાન બનાવવા અને ટેન્શનમાં મૂકી ચીલઝડપ કે ચોરી/ગુનો કરવાના આશયથી ગુનેગારો અકસ્માત અથવા તુરંત ઘર બહાર નીકળેલ સગાંસંબંધી તકલીફમાં છે તેવી માહિતી આપી બહાર બોલાવે છે, અકસ્માતમાં કોઈ સગાંવહાલાંને પૈસાની જરૂર છે વગેરે ખોટા સમાચાર આપે છે. જ્યારે પણ અજાણી વ્યક્તિ દ્વારા આવા સમાચાર મળે ત્યારે સ્વસ્થતાથી સાંભળી યોગ્ય પ્રતિભાવ આપો અને પાડોશી તેમ જ પોલીસની મદદ લો.
• આપના રહેઠાણ બહાર રોડ પર કે ગલ્લા વગેરે પર ટપોરી એકઠા થતા હોય તો પોલીસના ઘ્યાન પર મૂકો. તેઓની ત્રાસદાયક વર્તણૂકથી છુટકારો મેળવવા હંમેશા પોલીસની મદદ લો.
• આપે આપની મિલકતની ચોરી/લૂંટફાટ કરનાર સામે વાજબી પ્રતિકાર કરી તે ઘટના રોકવા વાજબી બળ વાપરવાનો આપને અધિકાર છે. આવા પ્રસંગે આમ કરતાં પહેલાં તક મળે તો પોલીસ અને અન્ય મિત્રોની મદદ લેવાનો પ્રયાસ કરો.
જ્યારે પણ મિલકત વિરુદ્ધના ગુના માટે ગુનેગાર નજરે પડે ત્યારે પ્રથમ પોતે અને આસપાસના રહીશો સતર્ક થઈ તત્કાલ પોલીસને જાણ કરો અને ગુનેગારને પડકારવાને બદલે તેની હરકત પર નજર રાખી પોલીસની મદદ માટે સ્થાનિક પોલીસ સ્ટેશન ઉપરાંત જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ પર જાણ કરો.

સલામતી માટે જરૂરી
વાહનની યાંત્રિક ખામીઓ (બ્રેક ખરાબ હોવી, હેડ લાઇટ ખરાબ હોવી, તીવ્ર પ્રકાશવાળી લાઇટ હોવી, વાહનમાં એન્જિન કે અન્ય ભાગમાં ડ્રાઇવરના જજમેન્ટને થાપ આપે તેવી ખામી હોવી), રોડની ખામીઓ (સાંકડા અને ખરાબ રોડ, સાઇડ શોલ્ડરમાં ખામી હોવી, અવરોધરૂપ વૃક્ષો હોવાં, ખરાબ વળાંકવાળા રસ્તા હોવા, શેડ ડિઝાઇનમાં ખામી હોવી, શેડ સાઇન અને રિફલેક્ટર ન હોવા) અને વાહનચાલક કે રોડ વપરાશ કરનારની વ્યક્તિગત ભૂલો (નશો કરેલી સ્થિતિમાં વાહન ચલાવવું, દૃષ્ટિની ખામી હોવી, ટ્રાફિક નિયમો અને સૂચનાનું ઉલ્લંઘન કરવું, બેઘ્યાન કે બેફામ રીતે વાહન ચલાવવું, રાહદારીની ભૂલ) વગેરે એક કે વધુ પરિબળોના કારણે રોડ અકસ્માત બને છે. રોડ અકસ્માતમાં કોઈ એકની ભૂલના કારણે અનેક નિર્દોષ નાગરિકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભોગ બને છે. દર વર્ષે વિશ્વમાં આશરે માણસો રોડ અકસ્માતમાં પ્રાણ ગુમાવે છે. અને મોટી સંખ્યામાં ગંભીર કે સામાન્ય ઈજા પામવા સાથે અબજો રૂપિયાનું નુકસાન થાય છે. માત્ર ભારતમાં જ દર વર્ષે એક લાખથી વધારે લોકોને રોડ અકસ્માત નડે છે, જેમાં મૃત્યુ, ઈજા, વાહન સહિત અન્ય મિલકતને નુકસાન, ઈજાના કારણે ભવિષ્યવર્તી અસર અને સારવારખર્ચ વગેરે સાથે નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આશરે પપ,૦૦૦ કરોડ જેટલી સામાજિક કિંમત (સોશ્યિલ કોર્ટ) આપણે ચૂકવીએ છીએ. આ બાબત કોઈ મોટી માત્રામાં રાષ્ટ્રીય નુકસાન અને દુ:ખએ વાજબી છે ?
તમામ સ્તરે ઉપરોક્ત બાબતે ગંભીરતાથી વિચારણા સાથે થોડી જાગૃતિ દાખવી તકેદારી લેવામાં આવે તો રોડ અકસ્માતની માત્રામાં અસારધારણ ઘટાડા સાથે અનેકના પ્રાણ અને લાખોની વ્યથા/દુ:ખ ઘટાડી શકાય તેમ છે. આપ સૌને રોડ અકસ્માત ઘટાડવા નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવા, વ્યક્તિગત અને સામૂહિક તકેદારી લેવા આ બાબતે જનજાગૃતિના પ્રયાસો કરવા અનુરોધ છે.
ટ્રાફિક સંબંધિત કાયદાઓ અને નિયમો આપની રોડ સલામતીને કેન્દ્રસ્થાને રાખી આ વિષયના ગહન અઘ્યયન બાદ ઘડવામાં આવ્યા છે. તેની મૂળભૂત જાણકારી રાખો, તેનો હેતુ સમજો અને તેનું સંપૂર્ણપણે પાલન કરો.
આ નિયમો વિરુદ્ધ અવિચારી, મૂર્ખતાપૂર્ણ અને ખોટું જનમાનસ ઊભું કરી સસ્તી લોકપ્રિયતાના પ્રયાસ કરનારના પ્રભાવમાં આવ્યા વિના હંમેશાં રોડ સલામતી અને જાહેર વ્યવસ્થાની બાબતે જ પ્રાધાન્ય આપી સ્વભાવગત રીતે ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરો. ટ્રાફિક નિયમો સંબંધિત જનજાગૃતિ લાવવાના પોલીસ અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રયાસોની સરાહના કરી તેનો વ્યાપ વધારવા વ્યક્તિગત યોગદાન સાથે ઉત્સાહભેર ભાગ લેવા ભારપૂર્વક અનુરોધ છે.

મારે પાછા ટીનેઝર થઇને મળીવુ છે-જયકાંત જાની (USA)

હાથ મા સુવાળૉ હાથ લઈને, બિદાંસ નવ નિરાત લઈને,
કાન મા કહેલી ની એક વાત લઈને ચાલ પાછા ટીનેઝર થઇને મળીએ
આથમતી સ્ંધ્યા ની લાલાશ લઈને, ર્ંતુમડો અજવાસ લઈને,
કુવારા સપના સાત લઈને ચાલ પાછા ટીનેઝર થઇને મળીએ

તુ કદાચ ભૂલી ગઇ છો, કદી આપણે દરિયા ઉપર,
પગ પર ભીની રેતી દાબીને બનાવ્યુ હતુ ધર, ને ઉપર સજાવ્યા હતા છીપલા;
સુના રેતી ના ધરને વધારે સજાવા, સરસર કરવા,
દરિયાનો ઘુઘવાટ લૈને ચાલ પાછા ટીનેઝર થઇને મળીએ

તપાસ તારી કરતાં કરતાં મજનુ જેમ રખડ્યો છું હું, ખખડ્યો છું હું,
વામન ના ત્રણ પગલા થઈ ને પગલાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અથડાયો જ્યાં પછડાયો, તે સઘળા પ્રેમ મારગ ને
વિયોગનો એ સઘળો બળાપ લઈને ચાલ પાછા ટીનેઝર થઇને મળીએ

ક્યારેક તો જીદ ને છોડી દે ભીતર ના ભય ને ભુલીદે,
દિલ ના દ્વાર જરા ખોલી દે, હસતા તો ‘હા’ બોલી દે;
‘હા’ બોલ તો હાથમાં ગુલાબ ગઝરો લઈને ચાલ પાછા ટીનેઝર થઇને મળીએ

મારે પણ એક ઘર હોય,

હા…. મારે પણ એક ઘર હોય,

આપું વિસામો મારા મન ને

તેવું મારું પણ એક રહેઠાણ હોય,

હા… મારે પણ એક ઘર હોય

જ્યાં છત મારા શમણા ઓ ની

અને

મારી હકીકત ની જમીન હોય,

જ્યાં દિવાલો મારા વિશ્વાસ ની

બારણું મારી લાગણી ઓ નું હોય

જ્યાં બારી ઓ મારા હાસ્ય ની હોય

હા… મારે પણ એક ઘર હોય

સરનામું જેનું સ્વાભાવિકતા નું,

અને આંગણ જેનું ખુશી ઓ નું હોય,

ક્યારા માં હોય જેના હાસ્ય ના ફૂલો,

ભલે સિંચ્યા તે આંસુ ઓ એ હોય…

હા… મારે પણ એક ઘર હોય

જ્યાં થાય ભક્તિ પ્રેમ ની ઉત્સવ માણુ સુખી સંજોગો ના,

જ્યાં દરેક દિવસ રંગો ની હોળી અને દરેક રાત હોય દિવાળી

જ્યાં મોસમ હોય ફક્ત ચેન અને સુકુન ની,

હા… મારે પણ એક ઘર હોય

– મિત્તલ

“મુક્તકો ”

————————પ્રિય મિત્રો—– આપણા દેશની અત્યારની પરિસ્થિતિને

અનુરૂપ થોડા “મુક્તકો ” મુકું છું. આશા છે આપને ગમશે .

મુક્તકો

( ૧) ગરજતી ને વરસતી આ ચુંટણી સભા જોવા દે ,

આક્ષેપબાજી ને નારા દ્વારા વ્યક્ત થતી વ્યથા જોવા દે

સળગી રહી છે સરહદો ને, વિલાઈ દયું છે “સ્વપ્ન”,

આઝાદ હિન્દુસ્તાન ની થયેલ આ દુર્દશા જોવા દે .

——————===========————————-

( ૨) કૌભાંડો ને ગોટાળા જેવું રાજકારણ છે આપણું,

લોકો ભલે પાડતા બુમો, પણ આ રાજ છે આપણું,

ચુંટણી ટાણે દઈ ભેટ અને વચનોનું “સ્વપ્ન “

પાંચ વરસ ચરી ખાવાનું આ ખેતર છે આપણું

——————–============————————

.

( ૩) સરવાળો કર્યો છે એમણે હમેશાં કૌભાંડોનો ,

ગુણાકાર ગણ્યો છે એમના બેનામી ખાતાઓનો,

ભાગકારનું “સ્વપ્ન” છે એમનું આ દેશની સરહદોનું ,

બાદબાકીમાં ગણી લીધું છે એમને આપેલા વચનોનું .

=======================================

( ૪) હિન્દી ને રાષ્ટ્રભાષાના ગૌરવભર્યા સ્થાને જુઓ ,

વિજ્ઞાનને વિશ્વનામના ના અગ્રેસર સ્થાને જુઓ ,

ઈતિહાસને યાદ કરોને આઝાદીના આગણે જુઓ ,

ભૂગોળ ને ભૂમિતિ ને અખંડીતાતાના તાંતણે જુઓ,

ગણિત ગણો પણ લોક કલ્યાણના નાદ ને જુઓ

વ્યાકરણમાં વીટરાઈ ને માનવતાને આબાદ જુઓ ,

રમત રમશો નહિ કદી કચ્છ કે કાશ્મીરના “સ્વપ્ન” પર

ભાગલા છે ભાષાના પણ મરશું અખંડ હિંદના નામ પર

=========================================

સ્વપ્ન જેસરવાકર

ગોવિદભાઇ પટેલ

ઈશ્કમાં તો ભલભલા બદનામ છે.

ખૂબ સારાં ખૂબ મોટાં નામ છે,
ઈશ્કમાં તો ભલભલા બદનામ છે.

પ્રીત છે એક પુષ્પ નાજુકીભર્યું,
મૂલવોના શ્વેત છે કે શ્યામ છે.

દિલની બારીને ઉઘાડી રાખજો,
કો’ક દિ વસ્તીમાં નિકળે રામ છે.

એક ટીપું પણ હવે બાકી નથી,
દિલ લૂટાવું પ્રેમમાં એ હામ છે.

દિવ્ય મસ્તી ઉમ્રભર રહી યાદની,
એક પળના કામનું શું કામ છે.

સાવ મામુલી ‘સુમન’ તું આદમી,
કૈક હસ્તી એ બગાડ્યાં નામ છે.

જયસુખ પારેખ ‘સુમન’

એ સ્વર્ગના સૌંદર્યને સંસારમાં શોધ્યા કરું.

તુજ હસ્ત હો મુજ હસ્તમાં એ સાથ તો મળશે નહીં,
રાહ પર હું આપની થઈ ફૂલ પથરાયા કરું.

દીદાર પણ મુશ્કેલ તમારા બાહ માં શું આવશો,
વાદળ બની વરસું હું તુજ પર નીર થઈ સરક્યા કરું.

ભૂલી ગયો હું ચાંદ-શાં દિસતાં હતાં કે ફૂલ-શાં?
ચાંદને ચુમી સકું નહીં,ફૂલને સુંઘ્યા કરું.

સ્વપ્નમાં જોયાં હતાં કે ભ્રમ થયો મુજને હશે,
એ સ્વર્ગના સૌંદર્યને સંસારમાં શોધ્યા કરું.

લાખો નિગાહો હુસ્નની નીરખ્યા કરે મુજને ભલે,
આંખો કરી લઊં બંધ ને હું આપને જોયા કરું.

જયસુખ પારેખ ‘સુમન’

તમે ડોકટરાણી છો ?- જયકાંત જાની (USA)

મારો હાથ લઇ તેના હાથમા
પ્રેમ નથી કરતા, પલ્સ ગણે છે.

ટેથોસ્કોપીક હાથ મુકી છાતીએ
કહે, આમા કેટલો કફ ખણ ખણે છે

મારી આખ મા આખ પરોવી કહે
આંખની ફીક્કાશ સ્વાસ્થને હણે છે.

આચર્યમા જીભ ભુલથી બહાર
નિકળી જાય તો કહે પીત્ત છે

ડોકટર ની પત્ની બની કંટાળી છુ
એ મને પત્ની નહી પેશન્ટ ગણે છે.

સવાર બપોર અને સાંજ સાહેબ
પ્રેમ પણ હવે ડોઝમા કરે છે .

ભુલે જમવા સાથે થ ઇ ગયા તો
કેટલોય કેલેરીનો કકળાટ કરે છે.

જો આ ન ખવાય આ ખવાય
ડોકટર અવો રોજ ઉકળાટ કરે છે

અમેરીકન લગ્ન ગીત- જયકાંત જાની

ઘરમાં નો’તો સ્વીમીંગપુલ ત્યારે શીદ મારી’તી હુલ ?
મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પીઝણ છે

બેઇઝમેન્ટમાનો’તો બાર ત્યારે શીદ કર્યો પરણાવા વિચાર ?
મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પીઝણ છે
ઘરમાં નો’તા વેબ કેમ ત્યારે પરણાવા આવ્યા કેમ ?
મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પીઝણ છે

ઘરમાં નો’ કુતરા બિલાડા ત્યારે શીદને કર્યા ધમ પછાડા ?
મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પીઝણ છે

ઘરમાં નો’તી પ્લેટીનમ ડીસુ ત્યારે શીદ પાડ્યુ થુ ચીસુ ?
મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પીઝણ છે

ઘરમાં નો’તા ગોલ્ડ બિસ્કીટ ત્યારે શીદ માંડી થી કિટ કિટ્ ?
મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પીઝણ છે
ઘરમાં નો’તા હોમ થિએટર ત્યારે શીદ લખ્યા’તા લેટર ?
મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પીઝણ છે

ઘરમાં નો’તા નિઓન દીવા ત્યારે શીદ માંડ્યા’તા વીવા ?
મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પીઝણ છે

ઘરમાં નો’તું એકવેરીયમ ત્યારે શીદ છેડ્યા હાર્મોનિયમ ?
મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પારાવાર પીઝણ છે

સ્હેજ પણ સહેલું નથી -જયકાંત જાની (USA)

જાતને સુધારવાનુ સ્હેજ પણ સહેલું નથી,
કુટેવોને છોડવાનુ સ્હેજ પણ સહેલું નથી.

વિચારોની ભીડમાં એક કુવિચાર આવ્યા પછી,
કુવિચારને કાઢવાનુ સ્હેજ પણ સહેલું નથી.

છાતીએ ભાર વેઢાડી ક્યાં સુધી ફરવું ભલા !
મૌન જીભે બોલવાનું સ્હેજ પણ સહેલું નથી.

ક્યાં છે અઘરું જતા કરવું સાચી સમજણ રાખીને,
અહમને છોડતા જવાનું સ્હેજ પણ સહેલું નથી

પતંગીયુ બની ઉડે હૈયું ગગન માં

પતંગીયુ બની ઉડે હૈયું ગગન માં
પછી પાંખો ની
શી જરુર?
મન મક્કમ જો દરિયો તરવા
પછી વહાણ ની શૂ જરુર?
રેલાય જો
અમ્રુત એક ઝાકળ તણા બુંદ થી જ
તો સરોવર અને સરિતા ની શી જરુર?
ફુટે જો પાનખર માં પણ કુપણ તો વસંતની શી જરુર?
લાગણી ભીના સબંધો હોય તો
“શબ્દો” ની શી જરુર?

-શૂન્યમનસ્ક

પરાઇ…….

મા કહે તુ દિકરી મારી, પૂરજે ઇચ્છા મારી…….,

બાપ કહે તુ લાડલી મારી, વધારજે ઇજ્જત મારી,

ભાઇ કહે તુ બેનડી મારી, બનજે ખુબ ડાહી…!!

બહેન કહે તુ વ્હાલી મુજને, માનજે વાત મારી..!

સગા કહે તુ સગી અમારી, મર્યાદા મા સારી…..!!!!!

સમાજ કહે તુ સભ્ય અમારી, નિયમોમા બન્ધાણી..!!

પતિ કહે તુ પત્નિ મારી, મારી ઇચ્છા જ તારી……,

સાસરુ કહે તુ વહુ અમારી, ફરજે તુ બન્ધાણી…….!!

દિકરી કહે તુ મા મારી, કર મારી રખવાળી……..,

દિકરો કહે તુ જનની મારી, જીદ પૂરજે મારી….!!!!!!

જમાઇ કહે તુ સાસુ મારી, થોડી આઘી સારી….!!!!!!

વહુ કહે તુ સાસુ મારી, બહેરી-મુંગી સારી……….!!!!

સંભળાયો એક નાદ ઉઁડેથી,’ વાત સાંભળ મારી;…,

“પછી પછી કહી મને દબાવી ન થઇ શકી તુ તારી”…!!!!!!!!

મૌસમી મકવાણા-‘સખી’

મેરા ભારત મહાન -જયકાંત જાની (USA)

કોઇ એ મને પુછેલુ ; ઇન્ડીયા અને અમેરીકામા શુ ફર્ક છે ?

મારો જવાબ હતો ઇન્ડીયા સ્વર્ગ છે અને અમેરીકા નર્ક છે.

કોઇ એ મને પુછેલુ ; તમારો અમેરીકામા રહેવા નો શુ તર્ક છે ?

મારો જવાબ હતો અમેરીકામા વર્ક એડીકટ ડોલરીઑ અર્ક છે.

કોઇ એ મને પુછેલુ ; અમેરીકામા કેમ કાર્ય ક્ષમતા કરતા વધારે વર્ક છે ?

મારો જવાબ હતો અમેરીકા જોબ ચાલ્યા જવાના વઘારે જર્ક છે

ડોસી ડૉટ.કોમ-જયકાંત જાની (USA)

ડોશી ડોસા ને અમેરીકા લાવી : ડોસો રહે સુનમુન.
ડૉસી રોજ ગુન ગુને : અભી તો મૈ જવાન હુ ની ધુન.
ડોસી ડોસા ને ગીત મા કહે સુન સાહેબ્જી સુન
ડોશી ડોસા ને અમેરીકા લાવી : ડોસો રહે સુનમુન

ડોસી આખો દી લવલવે : ડોસો રહે ચુપ
ડોસી ગટગટાવે સ્લિમફાસ્ટ : ડોસો પીવે સુપ
ડોસી સેલની ડાઇ લાવે : કાળા વાળ મા લાગે સલુણી.
ડોસા નુ માથુ ધોળુ ધબ જાણે રૂ ની પુણી .

ડોશીના ભાવે પિઝા : ડોસો ને દાંત નુ કાચુ.
ડોસી ને ખાવાનો ભડભડીયો ડોસો બગાડે ડા્ચુ.
ડોસી લિપ્સ્ટીકથી હોઠ રંગે ગુલાબી.
ડોસો જાણે મૌની બાબા ડોસી હાજર જવાબી

બન્નેના સ્વભાવ જુદા : પણ બન્ને ને વિદેશ ની ઘુન
એક બીજા થી બારમે ચંદર : નથી હવે હની કે મુન

ડોશી ડોસા ને અમેરીકા લાવી : ડોસો રહે સુનમુન.
ડૉસી રોજ ગુન ગુને : અભી તો મૈ જવાન હુ ની

ચાલ ને જીવ

ચાલ ને જીવ
જીવી લઇએ…
આપણી મરજીથી ક્યાં જીંદગી જીવાય છે ?
હવાઓ ની સાથે વહિ
જઇએ,
” ચાલ ને જીવ….

રુણાનુ બંધને મળી જવાય છે…
જુદા
થવાનુ બોજ નવ ઢોઇએ,
જે મલ્યુ એ તકદિર સમજીએ…
તકદીર ની સાથે નવ
લડિએ,
” ચાલ ને જીવ….

જિંદગી નો દાખલો માંડયો,
આખરે સરવાળે
બાદબાકી…
એવા દાખલા નવ ગણીએ…
” ચાલ ને જીવ….

જીંદગી ”
તારા ” વગર બદ્દદુઆ થી કમ નથી,
ચા બદ્દદુઆ ને દુઆ માં ફેરવીએ…
કેમ
વિસરીએ મળ્યા હતા કદિક ?
પણ છોડ જિંદગી ની આ સચાઇ ને સમજીએ…
” ચાલ
ને જીવ….

— તારા ગણત્રા —

હળવાશ- જયકાંત જાની (USA)

 સ્કુલબેગ ઉપાડી મારા ખભા રહી જાતા

મારા દાદ્દા એ કહ્યુ ” પેંડા નુ પેકેટ હાથ મા હોય તો વજન લાગે

 પેટ્મા હોય તો ન લાગે “

 પછી સ્કુલ બેગની ચોપડીઓ ખોપડીમા ઉતારી

 મે સ્કુલ બેગ હળવી કરી નાખી.

 ટેક્ષ્સચોરી કરુ તો ઇન્કમટેક્ષ્સ નો ભય રહેતો

મારા દાદ્દા એ કહ્યુ ” ટેક્સચોરી એ દેશ દ્રોહ છે “

 પછી બે નંબરના ચોપડા વૈતરી નદીમા પધરાવી

મે ચિંતા હળવી કરી નાખી.

-જયકાંત જાની (USA)

 

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું.
ઝળાહળાનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે
અંધારાના વમળને કાપે
કમળ તેજતો સ્ફુરતું છે
ધુમ્મસમાં મને રસ નથી
હું ખુલ્લો અને નિખાલસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
કુંડળીને વળગવું ગમે નહીં
ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાબાજી રમે નહીં
હું પોતે જ મારો વંશજ છું
હું પોતે મારો વારસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

-નરેન્દ્ર મોદી

http://blogotsav.wordpress.com/2010/03/31/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%b0%e0%aa%ac%e0%ab%8d%e0%aa%a7%e0%aa%a8%e0%ab%87-%e0%aa%85%e0%aa%b9%e0%ab%80%e0%aa%82%e0%aa%af%e0%aa%be%e0%aa%82-%e0%aa%97%e0%aa%be%e0%aa%82%e0%aa%a0%e0%ab%87/

ગુજરાતીમાં શેફાલીબેને મૂકી છે

માનસિક શાંતિ જાળવવા શું કરશો ? – ડૉ. કિરણ શીંગ્લોત

માનસિક શાંતિ જાળવવા શું કરશો ? – ડૉ. કિરણ શીંગ્લોત

..જીવનનો પંથ કેવળ પુષ્પાચ્છાદિત જ નથી, એમાં કાંટા પણ ઘણા છે. જીવન આપણને અનેક તણાવોની ભેટ આપતું હોય છે – ચાહે પછી તે ઑફિસના હોય, કામના હોય, કુટુંબના હોય, વ્યક્તિગત જીવનના હોય કે સંબંધોના.
આપણી આસપાસ રોજ-બ-રોજના જીવનમાં અનેક એવી વ્યક્તિઓ મળતી હોય છે જે તણાવનું આપણું બટન દબાવી દે છે અને આપણા સર્વશ્રેષ્ઠ પ્રયત્નો છતાં આપણી માનસિક શાંતિને સંપૂર્ણપણે ખોરવી કાઢે છે. દુનિયા જાણે કે આવા જ લોકોથી ભરેલી છે. એ આપણને ચીઢવતા રહે છે. તેઓ આપણો વિરોધ કરતા હોય છે, આપણી નસ દબાવતા રહે છે. પ્રસંગો, પરિસ્થિતિઓ અને સંજોગો આપણા માટે ક્ષણે ક્ષણે પ્રતિકૂળતા પેદા કરતા રહે છે. જગતમાં જાણે કે આપણને ગાંડા કરી મૂકવા માટે એક યોજનાબદ્ધ કાવતરું ઘડવામાં આવેલું છે. એનો વિચાર કરતા માત્રમાં જ આપણી અંદર એક પ્રકારનો ખળભળાટ પેદા થઈ જાય પરિણામે આપણી અંદર ભારે ગુસ્સો પેદા થાય છે. અપૂરતી સામાજિક તાલીમને લીધે આમાંનો થોડોઘણો ગુસ્સો આપણે તદ્દન અસ્વસ્થ રીતે વ્યક્ત કરી નાખીએ છીએ, બાકીનો ઘણો આપણા હૃદયમાં ભરી રાખીએ છીએ. હાનિ આપણને બન્ને રીતે થાય છે, અયોગ્ય રીતે વ્યક્ત કરેલો ગુસ્સો સામેની વ્યક્તિમાં કટુતા પેદા કરે છે અને દબાવી રાખેલો ગુસ્સો આપણી અંદર વૈમનસ્ય, અંટસ અને શારીરિક રોગ પેદા કરે છે. સંશોધકોના મત મુજબ ગુસ્સો તદ્દન સ્વાભાવિક, તંદુરસ્ત અને ઉપયોગી લાગણી છે. પણ આપણે એને યોગ્ય રીતે નાથીએ નહીં તો એ આપણા પોતાના માટે અને આપણી આસપાસના લોકો માટે ભારે નુકશાનનું કામ કરે છે. આપણે આપણી અશાંતિ માટે લોકો અને પરિસ્થિતિને દોષ દેતા રહીએ છીએ.
પરંતુ સ્વસ્થ ચિત્તે વિચાર કરતાં આપણને જણાશે કે આપણી સમસ્યાનું મૂળ આપણી આસપાસના લોકો કે સંજોગોમાં નહીં, પણ આપણી અંદર જ છે; આપણા મનમાં છે, આપણે લોકો કે પરિસ્થિતિ પ્રત્યે આપણી પ્રતિક્રિયા ખોટી રીતે વ્યકત કરીએ છીએ. લોકો ચાલાક છે, આપણને એમની ધારેલી રીતે રમાડીને આપણી અંદર ચિંતા, ગુસ્સો અંટસ, અજંપો, વેરઝેર પેદા કરીને જીતી જાય છે; આપણને પરાધીન અને લાચાર સાબિત કરવામાં સફળ બની જાય છે. આપણું મન વાસ્તવમાં લાચાર છે – એ રીતે આપણે એને કેળવેલું છે. આપણે જરૂર છે શાંતિ જાળવવાની, પરિસ્થિતિ અને લોકોની રીતભાતથી વિચલિત ન થવાની, અને પરિસ્થિતિને પ્રતિક્રિયા (reaction) નહીં, પણ યોગ્ય પ્રતિભાવ (response) આપવાની.
જરૂરિયાત આ છે – પ્રતિક્રિયા અને પ્રતિભાવ વચ્ચે તફાવત સમજવાની. આપણે આપણી ચિંતાઓ અને ગુસ્સા સાથે અનુકૂલન કરવાની અને એમનો સકારાત્મક રીતે ઉપયોગ કરતા શીખવાની જરૂર છે. અતાર્કિક, આવેગી મનને ફાવે તેમ વર્તવાની છૂટ ન આપી દેશો. શાંત અને તર્કબદ્ધ મનથી જ યોગ્ય નિર્ણય લઈ શકાશે. નાદુરસ્ત લાગણીઓ પર પ્રભુત્વ મેળવીને માનસિક શાંતિ જાળવવા માટે આ રહ્યા સરળ ઉપાયો :
[1] હળવાશ કેળવો :
દીર્ધશ્વસન, સરળ સ્નાયુબદ્ધ ખેંચાણ ની હળવી કસરતો, શવાસન, ધ્યાન અને ક્રમિક શિથિલીકરણ ની હળવાશની વિધવિધ પદ્ધતિઓ શીખી-હસ્તગત કરી લઈને મનનો તણાવ હળવો કરી શકાય છે. ઉશ્કેરાટને નાથી શકાય છે અને મનને શાંત પાડી શકાય છે. મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે શરીરના સ્નાયુઓને હળવા બનાવશો તો મન આપોઆપ શાંત બની જશે.
[2] તમારી વિચારવાની ઢબ બદલો :
આપણે ગુસ્સામાં કે ઉશ્કેરાટમાં હોઈએ છીએ ત્યારે આપણી વિચાર-પ્રક્રિયા પર આપણો કાબૂ સંપૂર્ણપણે જતો રહે છે, આપણો વિવેક જતો રહે છે અને આપણે વધારે ગૂંચવાડામાં પડી જઈએ છીએ અથવા નાની વાતને મોટું સ્વરૂપ આપી દઈએ છીએ. ગુસ્સો ભલે ઉકળતો હોય પણ થોડા ધીરા પડવાથી સમસ્યામાંથી માર્ગ આપોઆપ મળી આવશે. દુનિયા કંઈ તમને અત્યારે ને અત્યારે હરાવવા માટે પાછળ પડી ગઈ નથી, તમે તમારા મનની ચાવી એના હાથમાં સોંપી દીધી છે. પોતાની લાગણીઓ અને વિચારોનું નિયંત્રણ પોતાના હાથમાં રાખો. વિચારોને અતાર્કિક, નિરંકુશ ન બનવા દો; તર્કબદ્ધ જ રહેવા દો.
[3] સંવાદ જાળવી રાખો :
ગુસ્સો કે રીસ ચઢે ત્યારે સામાન્ય રીતે આપણે સામી વ્યક્તિ સાથે બોલવાનું બંધ કરી દઈએ છીએ. જેનાથી સંવાદનો સેતુ તૂટી જાય છે. થોડી વાર ઊંડા શ્વાસ અંદર લો. મનને શાંત થવાની તક આપો. ત્યાર પછી સામેની વ્યક્તિને તદ્દન સ્વસ્થ રીતે તમારી લાગણી વ્યક્ત કરી દો. લાગણી વ્યક્ત કરતી વખતે પરસ્પર કડવાશ પેદા ન થાય એનો સતત સભાનતાથી ખ્યાલ રાખો. જે પ્રસંગને કારણે માઠી લાગણી પેદા થાય છે તેની બારીક વિગતોની પરસ્પર વાતચીત કરવાનો ફાયદો નથી પણ એ પ્રસંગને કારણે પેદા થયેલી લાગણી યોગ્ય શબ્દમાં વ્યકત થાય એ જરૂરી છે. રજૂઆત પૂરી થયા પછી મન શાંત, સ્વસ્થ બની ગયું છે એની ખાતરી કરી લો. સામેની વ્યક્તિને પણ બોલવાની તક આપવાનું ચૂકશો નહીં.
[4] ગુસ્સો પેદા કરનાર વાતાવરણથી દૂર થઈ જાઓ :
જે જગ્યાએ/પરિસ્થિતિમાં ગુસ્સો પેદા થયો હોય એનાથી તમારી જાતને અળગી કરી દો. ચાલવા નીકળી પડો. બહાર જમવા જતા રહો. બાથરૂમમાં પુરાઈને 10-15 મિનિટ સરસ મજાનું સ્નાન કરી લો. ગુસ્સાને તરત વ્યક્ત કરવાની તાલાવેલી શાંત પાડી દો અને પછીના અડધોએક કલાક એવી કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જાઓ જે દરમિયાન તમારા મનને શાંત થઈ જવાનો મોકો મળી આવે.
[5] તમારું મનપસંદ સંગીત સાંભળો :
જેને સાંભળવાથી તમે હળવા બની જાઓ અને તમારા તણાવ/ગુસ્સાને ભૂલી જાઓ એવું સંગીત કે એવાં ગીતો સાંભળવા માંડો. તમારી રુચિનું સંગીત ખોળી કાઢો; પછી ભલે તે શાંત, હળવું, શાસ્ત્રીય હોય કે ધાંધલિયું, ઝડપી, શરીરને નચાવનારું હોય. શરત એટલી જ કે એને સાંભળ્યા પછી તમારું મન શાંત પડી જવું જોઈએ.
[6] દિવાસ્વપ્નમાં રાચો :
આંખો બંધ કરો. હવે તમારા મન:ચક્ષુ સમક્ષ એક એવા સુંદર સ્થાનનું ચિત્ર જીવંત કરો જ્યાં તમને આનંદ અને સુખની અનુભૂતિ થાય. એ સ્થાનની બારીકમાં બારીક વિગતને મન સમક્ષ પ્રત્યક્ષ કરો. ત્યાંનો સ્પર્શ, ત્યાંની સુંદરતા, વાતાવરણની અદ્દભુત સુગંધ, ત્યાં હોવાની અનુભૂતિથી તમને કેટલો રોમાંચ થઈ રહ્યો છે, વગેરે. તમે આ ક્ષણે એ સ્થાનમાં જ છો એવું તમારા સમગ્ર અસ્તિત્વથી અનુભવો-માણો. જ્યારે જગતની વાસ્તવિકતાથી કંટાળો ત્યારે આવું મન:ચિત્રણ તમારી લાગણીઓને બદલી નાખવામાં ઉપયોગી બનશે.
[7] અણગમતી વ્યક્તિથી મોં ન ફેરવો :
આપણા મનની ખાસિયત એવી છે કે અણગમતી વ્યક્તિ કે પરિસ્થિતિથી રીસપૂર્વક દૂર થઈ ગયા પછી પણ મન એનો ને એનો જ વિચાર કર્યા કરશે અને કડવી વાતને વીતેલી ક્ષણોમાંથી ખેંચી લાવીને તમારા વર્તમાનને દૂષિત કરશે. એના કરતાં માનસિક શાંતિ જાળવી રાખીને એ વ્યક્તિ પાસે જ રહો. તમારું અજાગ્રત માનસ ઘણું શક્તિશાળી છે, નકારાત્મક લાગણીને બદલે જીવનપોષક ભાવ પેદા કરવાનો પડકાર એને આપશો તો એ ચોક્કસ જ ઝીલી લેશે. નકારાત્મક વિચારો અને લાગણીઓની એકની એક ઘરેડમાંથી બહાર નીકળવાની એને તક આપો. અવારનવાર આમ કરવાથી આગળ જતાં મન એ વ્યક્તિની ઉપસ્થિતિ કે તેના ઉલ્લેખથી પણ અશાંત નહીં બને, તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને વ્યક્તિને તમે સ્વસ્થતાપૂર્વક જીરવી લેતાં શીખી જશો. તદ્દન પ્રતિકૂળ અને વિરોધી વ્યક્તિત્વ ધરાવતા પતિ-પત્ની એકબીજાને સહી લઈને આખું જીવન વિતાવી દે છે તે આ જ કારણે ને ?
[8] અન્યનો સ્વીકાર કરો :
અન્ય વ્યક્તિમાં વાંધાવચકાં કાઢીને એનો પ્રતિકાર કરતા રહેશો તો તમારા મનમાં અપાર આંતરિક સંઘર્ષ પેદા થશે. આવો સંઘર્ષ ભય, અકારણ સ્પર્ધા, તુલના, હતાશા અને ચિંતામાં પરિણમશે. એને બદલે સામેની વ્યક્તિ જેવી છે તેવી એનો સ્વીકાર કરો. એના ગુણદોષ ન જુઓ. દરેક સાથે આત્મીયતા કેળવો. નાના-નાના મતભેદો પર તમારા સંબંધની ઈમારતને ઊભી ન થવા દો. બન્નેના સમાન રસ-રુચિની ચર્ચા કરો. એને તમારા પારસ્પરિક સંબંધનો પાયો બનવા દો.
[9] સહવાસ કેળવો :
એકલતાથી ચિંતા અને તણાવ વધે છે. એને બદલે મનગમતી વ્યક્તિઓનો સંગાથ કેળવો. મિત્રો અને કુટુંબીજનો સાથે યાંત્રિકતાથી ન જીવો. સહવાસની પ્રત્યેક ક્ષણને આનંદ પ્રસન્નતાથી ભરી દો. તમારા ખાસ હોય તેમને તમારો પુરતો સમય, તમારી શક્તિ અને તમારું ધ્યાન આપો.
[10] ખાવા-પીવા પર ધ્યાન આપો :
તાજાં અને ઋતુ-ઋતુનાં ફળો ખાઓ. કચુંબર અને શાકભાજી પર તમારી પસંદગી ઊતારો. આખું ધાન્ય ખાઓ. આ બધાંમાં રહેલાં ખાસ ઍન્ટિ-ઑક્સિડન્ટ તત્વો શરીરમાં તણાવ અને રોગ સાથે સંકળાયેલા પ્રાણવાયુના મુક્ત અણુઓથી આપણું રક્ષણ કરે છે. થાકેલા મન અને શરીરને આરામ આપીને એ પુન: શક્તિવાન બનાવે છે. દરરોજ ઓછામાં ઓછું 8 પ્યાલા જેટલું પાણી પીવાનું રાખો.
કોઈ ઉપાય કામ ન કરે તો કૂતરું પાળો, એને તમારો ચહેરો ચાટવા દો. એનાથી મોટો મનોચિકિત્સક બીજો કોઈ નથી. યાદ રાખો કે શાંત રહેશો તો તમારા જેટલું ડાહ્યું કોઈ નથી અને ગુસ્સો કરશો તો તમારી મૂર્ખતા સાથે કોઈ સ્પર્ધા નહીં કરી શકે

GUJARATI

નરેન્દ્ર મોદી ચાલીસા – જયકાંત જાની (USA)

નરેન્દ્ર મોદી ચાલીસા – જયકાંત જાની (USA)

નમો નમો ન.મો ગુજરાત નાથા,
તુમ્હારી મહીમા ગુજરાત વિકાસ સ્ંગાથા… || 1 ||

સબને સમજા તુમ અફલ નેતા હો,
પર તુમ તો સબસે સફલ વિજેતા હો… || 2 ||

જીસ દીન હાથમે દિલ્હી આવે,
ઉસ દીન ભારત સુપર હો જાવે. || 3 ||

સારે ભસ્ટાચારી ન ચેન સે સોવે,
ગુજરાત કે નેતા ભુખા રોવે…. || 4 ||

તુમસે અમદાવાદ અમેરિકા સે ઉપર,
ઔર તુમસે હી ગુજરાત બને ગા સુપર્… . || 5 ||

મોદી ચલીસા જો ગુજરાતી ગાવે,
સબ દુખ છોડ પરમ સુખ પાવે… || 6 ||

યુહ મોદી ચલીસા પઢકર , જો ગુજરાતી સુખ સે સોવે,
ઉસકો મીલેગા સબ સુખ શાંતિ, ઔર ઉસકા બેડા પાર હોવે !!

gujarati

પત્ની ચાલીસા- UNKNOWN-અતુલ શાહ ઇ મેઇલ

નમો નમો પત્ની મહારાણી,
તુમ્હારી મહીમા કોઇ ના જાણી… || 1 ||

સબને સમજા તુમ અબલા હો,
પર તુમ તો સબસે બડી બલા હો… || 2 ||

જીસ દીન હાથમે વેલણ આવે,
ઉસ દીન પતિ ખુબ ચીલ્લાવે.. || 3 ||

સારે બેડ પે પત્ની સોવે,
પતિ બેઠ સોફા પર રોવે…. || 4 ||

તુમસે ઘર મથુરા કાશી,
ઔર તુમસે હી ઘર સત્યાનાસી… . || 5 ||

પત્ની ચલીસા જો નર ગાવે,
સબ સુખ છોડ પરમ દુખ પાવે… || 6 ||

યુહ પત્ની ચલીસા પઢકર , જો નર હસકે રોવે,
ઉસકો મીલેગા સબ સુખ શાંતિ, ઔર ઉસકા બેડા પાર હોવે !!

UNKNOWN

GUJARATI MA JAYKANTBHAI JANI AE MUKAL CHE

વાવો તેવું લણો

ઢળતી સાંજે
એક કાશ્મીરી બાળક
ગયું દોડતું મા પાસે…
લઈ હાથમાં લીલી ગ્રેનેડ
હરખે પૂછ્યું:
મા… મા…
આ ફળ વાવું તો શું ઊગશે ?
અશ્રુભીની આંખે
બાળકના માથે ફેરવતા હાથે
ચીંધી આંગળી
પતિની કબર તરફ.. !

– નીલેશ રાણા

આઘાત(કોઇ સ્ટૂડ્ન્ટ આત્મહ્ત્યા કરે છે)- જયકાંત જાની (USA)

જ્યારે
કોઇ સ્ટૂડ્ન્ટ આત્મહ્ત્યા કરે છે
ત્યારે
તેનો અવગતે ગયેલો જીવ
આકાશમા ઉઘ્વગતિ કરીને
તેના બધા અરમાનોને ,પ્રાથનાઓને
ભેદી ઉપર ચડે છે
સુર્ય અને ચન્દ્ર નિસ્તેજ બની ને
વાદળાઓ મા સ્ંતાય જાય છે.
આકાશમા બેઠેલો ઇશ્વર
ઘ્રૂજી ઉઠે છે,
સ્ટુડ્ન્ટના ભાગ્યસાથે રમતા ગ્રહો
બારે ભુવનમા પોતાનુ સ્થાન શોઘવા
ગતિમાન થૈ ને રઘવાયા બને છે
ત્યારે ભારતમાતાની વ્યથિત આંખોમા
દરિયો ખળભળી ઉઠે છે,
અને ટીપે ટી પે ટ્પકે છે.
એક બુઘ્ઘીઘન ગુમાવ્યાનો અફસોસ
અને
રહી જાય છે
ફકત ખારાશ……

જયકાંત જાની (USA)

ના જડ્યું

ના જડ્યું

આભ જેવું ઊંચેરું કોઈ ના મળ્યું

મન જેવું ઊંડેરું કોઈ ના જડ્યું

પુષ્પ જેવું રુપાળું કોઈ ના મળ્યું

હાસ્ય જેવું મધુરું કોઈ ના જડ્યું

વૃક્ષ જેવા દાતા કોઈ ના મળ્યા

પંચેન્દ્રીય જેવું રત્ન કોઈ ના જડ્યું

જળ જેવું ઝીલનારું કોઈ ના મળ્યું

માત જેવું મોંઘેરું કોઈ ના જડ્યું

પવન જેવું પાતળું કોઈ ના મળ્યું

પ્રેમ જેવું સુંવાળું કોઈ ના જડ્યું

કૂંપળો જેવું નાજુક કોઈ ના મળ્યું

દરિયા જેવું દિલદાર કોઈ ના જડ્યું

જ્યાં જુઓ ત્યાં મળ્યો પણ ના મળ્યો

સત્ય જેવું જગે સુંદર કોઈ ના જડ્યું

રમેશ પટેલ(આકાશદીપ)

સ્ંકલીત જ્ઞાન બોઘ – જેકસન બ્રાઉન

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો –

* ’કેમ છો ” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.

* શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.

* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.

* બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.

*આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.

* કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.

* મહેણું ક્યારેય ન મારો.

* એક વિદેશી ભાષા શીખી લેવી સારી.

* કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.

* ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે,ઉધારી કરવા માટે નહીં.

* રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.

* નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.

* દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.

*દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.

* ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.

* સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.

* જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.

* જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.

* તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.

* કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.

* ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.

* જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.

* રવિવારે બપોરે સૂઇ જવાનું રાખો.

* પત્તા રમીને સમય વેડફો નહીં.

* રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.

* લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.

* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.

* ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.

* મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.

* ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.

* શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.

* બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.

* બીજાની સુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.

* દિવસની શરુઆત તમારા મગમતાં સંગીતથી કરશો.

* ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.

* તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.

* મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.

*ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.

* શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.

* બચત કરવાની શિસ્ત પાળો.

* સ્કૂલે જતાં અજાણ્યા છોકરઓ સામે હાથ હલાવીને સ્મિત કરવું.

* રેસ્ટોરાંમાં ખરાબ સર્વિસ મળે ત્યારે ટીપ આપવાની ભૂલ કરવી નહીં.

* જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા નકરો.

* ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.

* સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.

* અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.

* કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.

* ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.

* ધરમાં એક સારો જોડનીકોશ વસાવો.

* વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.

* ધર પોષાય એટલી કિંમતનું જ લેવું.

* બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા.

* મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જ મારવાનો અને જોરદાર મારવાનો.

* ગાડી સસ્તી જ વાપરવી.

* ભાષણ આપતાં પહેલાં ભોજન કરવું નહીં.

* મત તો આપવો જ.

* સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ.(વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી).

*જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો Tags:

ગુજરાતી સ્ંકલન- jaykant jani

પંચ તત્વની જેલ

તાપણી કરીને બાળ્યા મેઁ તો ધરમ કરમના મેલ
જીવનના એકેએક દિવસે મેઁ જોયા જુદા ખેલ
જતન કરી ખુબ લાડ લડાવી માલીસ કરાવી તેલ
પઁચ તત્વની કાયા મારી જાળવી રાખી મેઁ જેલ
આતમ કેદી ઉડી જાશે એક’દિ ખાલી પડશે જેલ
માટીના મોર માટીમાં જાશે રડશે કોઈ નાની ઢેલ
વિદાય દેશે એક દિન સૌએ શણગારીને વેલ
જીવન પળમાં સરકી જાશે જેમ નદીની રેત
આશા તૃષ્ણા મહેચ્છા કેરા કંઈક ચણાવ્યા મહેલ
હૈયે હિઁમત રદયે રામ મારી સો જોજનની સહેલ

-ડો દિનેશ ઓ. શાહ

ગુજરાતીમાં પ્રશાતભાઇ શાહના બ્લોગ પોસ્ટંમાંથી

માતા – પિતા – સંતાન

માતા* પૃથ્વી પરના તારા અવતરણ પહેલાં નવમાસ સતત તારી સંભાળ રાખી પોતાની
જરુરીયાત અળગી કરે છે તે માતા.
* જન્મ બાદ તારા શરીરના દરેક અંગને પોષણ આપવા પ્રેમથી મહેનત કરે તે માતા.
* પુત્ર કે પુત્રી એતો કર્મનું બંધન છે પણ જેણે જન્મ આપ્યો છે તેને માટે તો તે તેના
સંતાન છે તે માતા.
* બાળકને ઝુલણા ઝુલાવી અનંત આનંદ આપવાની ઉત્તંગ ભાવના જેમાં છે તે માતા.
* સુખદુઃખ શરીરને છો પડે પણ પોતાના સંતાનને તેનો પડછાયો ના પડવા દે તે માતા.
* સવાર પડતા પહેલા જરુરી બધીજ વસ્તુઓ બાળકના વિકાસ માટે તૈયારરાખે તે માતા.
* પૃથ્વી પરના તારા અવતરણને માનઅનેસન્માન મળે તેનો હંમેશા વિચાર કરેતે માતા.
* અજ્ઞાનતામાં રહી તે કરેલ કોઇપણ અપરાધને માફ કરી સમજાવે તે માતા.
* તારા જીવનની સફળતાના દરેક સોપાને સહજતાથી પ્રેમ વરસાવે તે માતા.
* તારા કોઇપણ જાતના પ્રેમના ઉભરાને મેળવી પોતાના પર સંયમ રાખી ભીની આંખે
હેત વરસાવે તે માતા.
પિતા* સંતાનના જીવનને ઉજ્વળતાના સોપાનો પર લઇ જવા પ્રેરીત કરે તે પિતા.
* સંતાનના પૃથ્વી પરના આગમનને બિરદાવતા તે પિતા.
* મારુ સંતાન,મારું બાળકનુ ગૌરવ અનુભવે તે પિતા.
* જન્મ બાદ જીવનના સોપાનો પર આંગળી પકડી ચલાવે તે પિતા.
* જીવનની વિટંમણાઓમાં પાર થવાના દ્વાર બતાવે તે પિતા.
* પુત્રને જીવનની પરીક્ષામાં સફળતાના એંધાણ કરાવે તે પિતા.
* પુત્રીના જીવનની સુવાસ સર્વ રીતે સુલભ બનાવે તે પિતા.
* પિતાપુત્ર અને પુત્રીપિતાના સંબંધથી સંતાનોના જીવનને ઉજ્વળ બનાવે તે પિતા.
* સંતાનોને લાગણી અને ઉચ્ચ જીવન માટે કષ્ટ સહન કરવાની પ્રેરણા આપે તે પિતા.
સંતાન.
* પુત્ર કે પુત્રી, પણ માતાપિતા માટે તો એ સંતાન છે તે ધ્યાનમાં રાખવું.
* માતાએ ભીનામાં સુઇ અને પિતાએ કષ્ટ વેઠીને સંતાનને જીવન આપેલ છે તે ધ્યાનમા
રાખવું.
* માતાએ માતા છે અને પિતાએ પિતા છે તે બંન્ને સંતાન માટે જન્મદાતા છે.
* માતાનો પ્રેમ એ સંતાનના જીવનના સોપાનનું પ્રથમ પગથીયું છે.
* પિતાનો પ્રેમ એ સંતાનના ઉજ્વળ જીવનનો પાયો મજબુત કરે છે.
* માતાપિતાનો ઉપકાર એ ઉચ્ચકોટીના સંતાનોના મુળમાં છે.
* માતાપિતાનો પ્રેમ એ સંતાનો માટે અમુલ્ય છે જે ચુકવી શકાતો નથી.
* માતાપિતા એ સંતાન માટે સર્વસ્વ છે તેમના વગર સંતાનનું કોઇ વર્ચસ્વ નથી

અજ્ઞાત

ગુજરાતીમાં પ્રશાતભાઇ શાહના બ્લોગ પોસ્ટંમાંથી

કુર્યાત સદા મ્ંગલમ

સફળ લગ્ન જીવનના નીચોડમાંથી ઉમદા લગ્ન જીવનના પથદર્શક ઉપાયો તેના પુત્રના માર્ગદર્શન માટે સૂચવેલા, તેમના કેટલાંક મુદ્દાઓ સૌને વાંચવા-વિચારવા અને સમજવા ગમશે.

૦૧. સપ્તપદી ના સોગ્ંદ નામામા પત્નીને વચન આપ્યા પ્રમાણે , તુ પત્ની ને મીત્ર ગણજે .
૦૨. જીવનના ર્ંગમ્ંચ્ પર તુ સુપરસ્ટાર બની ફુલાઇ નહિં રહેતો, તુ પત્નીને બઘા પ્રકાર ની તાલીમ આપીને તેને સ્ટાર પ્લસ બનાવજે.
૦૩. લગ્નજીવન નુ મિકેનિઝમ સમજવુ.પુરુષ પ્રેમનો સ્ંમુદર છે અને સ્ત્રી એ કામાતુર નદી છે
ક્રમશ કામાતુર નદી પ્રેમ સાગરમા ભળીને પ્રેમાતુર બનતી જાય છે.
૦૪. રૂપાળી ગર્લફ્રેન્ડોને મન આંગણ ના મેદાનમા રમાડતો રહેજે પણ દિલના દરવાજા સુઘી પહોચવા દઇશ નહી.
૦૫. કઠોર પરીશ્રમ અને સાહસથી લક્ષ્મી મળે છે સુખ અને સમ્રુઘ્ઘ બનવા માટે મથજે.
૦૬. ઉત્તતમ લગ્ન જીવવાનો આદર્શ રાખજે અને તે માટે ઉત્તતમ શરુઆત કરજે.
૦૭. જીવન મા સારા થવાની , સારુ કરવાની અને સારુ જીવવાની ભાવના રાખવી.
૦૮. જો તુ વહાલાપુત્ર, ભાવુકભાઇ,પ્રેમાળ પતિ , પીઢ પિતા તરીકે નો ધર્મ નિભાવીશ તો તે બઘા ધર્મ નિભાવ્યા છે
૦૯.લગ્ન જીવનમા શ્રીરામ જેવા મર્યાદા પુરુશોતમ બનવા પયત્નશીલ રહેવુ.
૧૦. તમારે પતિ – પત્ની એ ઓછા પણ સારા મિત્રો રાખવા, સ્ંગદોષ થી દુર રહેવુ.
૧૧. તમારે પતિ – પત્ની એ સતત આત્મ સુઘારણ કરતા રહેવુ અને સ્ંતાનો ને પણ સ્વાઘ્યાય પ્રવ્રુતિમા જોડવા.
૧૨પત્ની ના ઉમદા ગુણો ના વખાણ કરવા અને તેને સતત પ્રોત્સાહિત કરતી રહેવી.
૧૩ જીવન પરિવર્તનશીલ છે.આપણા જીવનમા બદલાવ લાવવા સતત પ્રયત્ન કરવો
બીજામા બદલાવ લાવવા બહુ ચિંતા કરવી નહી.
૧૪ વાણી વિવેક લ્ગ્નજીવન મા અગત્ય નો ભાગ ભજવે છે.
ક્યારે મીઠા થવુ અને ક્યારે સખ્તશબ્દો નો ઉપયોગ કરવો
તેનો વિવેક શીખજે.
૧૫ લ્ગ્ન જીવન મા પરસ્પર્ પ્રમાણિકતા , નિસ્ઠા અને ઇમાનદારી થી લગ્નજીવનની
દિર્ઘ સુત્રતા વઘે છે.
૧૫ લગ્નજીવનમા TAL જરૂરી છે.
T IS FOR TRUST
A IS FOR ADJUSTMENT
L IS FOR LOVE

૧૬ કોણ સાચુ છે તેની વકિલાત કરવા કરતા શુ સાચુ છે તેના જજ બનવુ.
૧૭ સ્ંબઘ-સમય-અને સ્વાસ્થય આ ત્રણે માટે તમે બન્ને સતત જાગ્રુત રહેજો.
૧૮ ઇશ્વરે જે પરિસ્થિતિ મા મુકે તે સ્થિતિમા સુઘાર કરીને વઘારે સુખી થવા પ્રયત્ન કર્વો.
૧૯ આપણા સુખનો આઘાર બીજાપર નહી પણ આપણી સમજણ અને આપણી ચાહત પર
પર છે.
૨૦ ખરેખર હુ આ બાબત થી અજાણ છુ.
આ મારી ભુલ થઇ છે.
આ માટે હુ દિલગિરિ છુ
આ ત્રણે બાબત નો ઉપયોગ છુટ્થી કરવો.

– જયકાંત જાની (USA)

ગુજરાતી માંથી

તુ રંગાઇ જાને રંગમાં

રંગાઇ જાને રંગમાં…..
અમેરીકન તણા કલ્ચરમાં
વિદેશ તણા તુ રંગમાં…..રંગાઇ…..

આજે રળશુ શુ , કાલે રળશુ,
રળશુ લાખો દામ, ક્યારે બનશુ બિરલા ઘનશ્યામ,
સગા લુટશે, કોઇ કુટશે, કોઇ નહીં રે તારા સ્ંગમાં…..રંગાઇ…..

દારૂડીયો જાણતો ઝાઝું ઢીંચશું, પિવુ છે આ તમામ,
દેવદાસ નુ અમર કરી લઉં નામ,
રોગ આવશે, અલ્સર જાણજે, ખોવુ પડશે લાલ ર્ંગમાં…..રંગાઇ…..

એન આર આઇ કહેતા વતન જઇશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
ડોલર પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, એન આર આઇ કહેતા વ્યંગમાં…..રંગાઇ….

તેજી આવશે ત્યારે લઇશુ, સોના ચાંદી તમામ,
પછી ફરીશું દીકરી ના લગન ઘુમ ધામ,
દિકરી એક દિન ભાગી જાશે, તુ ઘોરતો રહેજે પલંગમાં…..રંગાઇ…..
ફાસ્ટ ફુડીયા ભોજન જમતાં, બિયર ના ભર્યા છે જામ,
એમાં ક્યાંથી સાંભરે ગામ,
માદરે -વતન થી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ…..

સિટિજનશિપ ક્યારે મળશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
મા ભોમકા આનંદે જીવતર અખંડ છે, આવ તું વતનના સંગમાં…..રંગાઇ…..

-જયકાંત જાની (USA)

મહા માટલુ

સાસુની વાત કાંઇ સોસાયટીમા કરાય નહી
લોકો ખોટી કાન ભ્ંભેરણી કરી રજ નુ ગજ કરી મુકે

સસરાની વાત વાત કાઇ સાસુ ને કહેવાય નહી
સાસુ ઉઠીને સસરાને ઉઘડા લઇ નાખે

ન્ંણદી ની નબળાઇઓ કાંઇ દિઅરને કહેવાય નહી
દિઅર કાલે ઉઠીને મોટો હોબાળો મચાવે

દિઅર ના દખ કાંઇ પરણ્યાને કહેવાય નહી
પરણ્યો દિઅર ને પુછે તો આબરૂ ના ઘજાગરા થાય

સાસરીયા ના દુખો કાંઇ પિયરમા ગવાય નહી
પિયરીયા ખોટી ચિંતા કરી અડ્ઘા થ ઇ જાય

મહામાટલા જેવા પેટ્મા બઘી વાતો સ્ંઘરવી
આ નાની વાત સમજતા મને વીસ વર્ષ થયા

જયકાંત જાની (USA)

જ્યોર્જ વોશિંગટ્ન ના અઢાર જીવન સુત્રો

(૧)પ્રત્યેક કાર્ય હાજર વ્યક્તિઓ પ્રત્યે આદર દર્શાવી ને કરવુ.
(૨)ખુશમત ખોર કદી બનવુ નહી.
(૩)બઘાની સાથે સમુહમા બેઠા હોઇએ ત્યારે છાપુ કે પુસ્તક વાંચવુ નહી.
(૪)કોઇ લખવાબેઠુ હોય તો તેના કાગળ કે પુસ્તક પાસે જવુ નહી.
(૫)ચહેરો હ્ંમેશા હસમુખો રાખવો પર્ંતુ કોઇ ગ્ંભીર પ્રસ્ંગે ગ્ંભીરતા ઘારણ કરવી.
(૬)બીજાની સાથે કામની વાતો ટુંકામા પતાવવી , નિર્થક લ્ંબાણ ન કર્વુ.
(૭)બીજાને પહેલા બોલવા દેવુ એ સારી રીતભાત છે.
(૮)કોઇ વ્યક્તિ પોતાનાથી બનતુ કરી છુટી હોય અને તેને સફળતા ન મળે તો ઠપકો ન આપવો.
(૯)કોઇના સલાહ સુચનો નો આભાર પુર્વક સ્વીકાર કરવો.
(૧૦)કોઇના વિષે નુકશાન કારક ગપાટા સાંભળીએ તો એકદમ માની લેવા નહી.
(૧૧) કપડા હ્ંમેશા સાદા તથા પોતાની સ્થિતિને છાજે તેવા પહેરવા.
(૧૨) મોર ની પેઠે પોતાની જાતને (જોઇ) નિહાળી ફુલાવુ નહી.
(૧૩) ખરાબ સોબતમા રહેવા કરતા એકલા ર હે વુ સારૂ.
(૧૪)કોઇની સાથે વાત ચીત કરીએ તો ઇર્ષા અને દ્વેષ થી મુક્ત રાખવી.
(૧૫)આપણા કોઇ મિત્રને બીજાની કોઇ છુપી વાત શોઘી કાઢવા માટે કદી દબાણ કરવુ નહિ.
(૧૬)કોઇને ગમ્મતમા મજા ન પડતી હોયતો તે ઠેકાણે ગમ્મત કરવી નહી.
(૧૭)બીજાના દોષ જોવા નહી.
(૧૮)કોઇ બોલતુ હોયતો તેની વાત ધ્યાન પુર્વક સાંભળવી

સ્ંકલિત -જયકાંત જાની (USA)

દિકરા હાલોરે હવે, ડોલરીયા નહી રે મળે

દિકરા હાલોરે હવે, ડોલરીયા નહી રે મળે
અમેરીકાના વળતા છે પાણી
કરશે જીવન ઘુળ ઘાણી
દિકરા હાલોરે હવે, ડોલરીયા નહી રે મળે

ઘી મે ઘી મે જોબ કેરા કલાકો કપાણા
લાખો લોકોને જોબમા લે- ઓફ અપાંણા
મ્ંદી એ કર્યા રે બેકાર, માથે દેવા કેરો ભાર
દિકરા હાલોરે હવે, ડોલરીયા નહી રે મળે

ઓબામા ક્યારે કાયદા સુઘારે
કોણ જાણૅ ક્યારે જોબ તક વઘારે
જીવ ભલે રે બળે, અહીં રહે કાઇ નહી વળે
દિકરા હાલોરે હવે, ડોલરીયા નહી રે મળે

– જયકાંત જાની (USA)

ક્યા સુઘી

પારકા પરદેશ સાથે પ્રીત ક્યા સુઘી ?
વતનનુ વ્હાલ ન સમજાય ત્યા સુઘી

પરદેશમા ઘોળીયાની ગુલામી ક્યા સુઘી
દેશની સ્વત્ંતત્રાનુ મુલ્ય ન સમજાય ત્યા સુઘી

અમેરીકાનો ભોગ- વિલાસ ક્યા સુઘી
ધર્માચરણ ની કીંમત ન સમજાય ત્યા સુઘી

ટીનોજરો મા સ્વત્ંત્રતાની સ્વચ્છ્દતા કા સુઘી
આત્મસ્ંયમનુ ખરુ ભાન ન થાય ત્યા સુઘી

વ્સસન નુ ઘોડાપુર જીવનમા ક્યા સુઘી
શરીર રોગ થી ઘેરાય છે તેવી જાગ્રુતિ ન થાય ત્યા સુઘી

ડૉલર પાછળ આંઘળી દોટ ક્યા સુઘી
પગની ઢાંકણીયુ ઘસાઇ નહી ત્યા સુઘી

– જયકાંત જાની (USA)

અમેરીકા ન આવતો કાના

અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના
અહી બાવન સ્ટેટ પણ તારા માટે સ્ટેટ્સ વીનાના
વેઘર અહીના વ્ંઠીલા કાના તારે ગોકુળ વ્રુન્દાવન મજા
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

વેરણ થઇ ગઇ જ્યા નીંદરૂ અમારી
કાના તને કોણ અહી ઝુલાવી ને સુવડાવે
અભક્ષ ભોજન કરતા હોઇ જ્યા અમે
કાના તને કોણ માખણ મિસરી ખવડાવે
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

રાસ લીલાની રમઝટ માટે અહી નહી મળે બ્રીજબાલા
ડીસ્કો દાંડીયા લેવા પડશે તારે ગોવિંદા આલા
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

હાઇ-વે પર ગાડી ચલાવવા લેવી પડ્શે પરમીટ્
પોલીસ ક્લીઅરન્સ ગોકુળ થી લાવી આપવી પડશે ક્લીન ચીટ
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

ટ્રાફીક રુલ્સનો ભંગ કરીશતો ભરવા પડ્શે તારે દ્ંડ
ડગલે પગલે તને હડ્ઘુત કરિને તોડશે તારો ઘ્ંમ્ંડ્
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

મોરલી તારી ંમેડેમુકીને શીખવા પડશે રેપ સ્ંગીત
ગોકુળીયા ગીતોને સાવ ભુલીને ગાવા પડશે ઇગ્લીશ ગીત
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

– જયકાંત જાની (USA)

ગુજરાતી માંથી

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે
રાખનાં રમકડાં, રમકડાં …

એઈ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી
તનડા ને મનડાની વાતો આવી એવી ગઈ
રાખનાં રમકડાં, રમકડાં …

-અવિનાશ વ્યાસ

સમય નથી

ઇશ્વર ક્રુપાળુ છે લોકો માટે, પણ ઇશ્વર માટે સમય નથી
આ ર્ંગ બદલતી કુદરત ને, નિહાળવા માટે પણ સમય નથી

હરિ હોવાનો અહેસાસ છે, પણ હરિ ઓમ માટે સમય નથી
બધા સ્ંતો છે નજર સામે, પણ સત્સંગ માટે સમય નથી

અન્યના દોષો દેખાશે, પણ અંતર ઝાંખી માટે સમય નથી
ઘર્મની શુ વાત કરવી,માનવ ઘર્મ નિભાવવા નો સમય નથી

ઇશ્વરમા છે શ્રઘા ઘણીય , પણ પાર્થના માટે સમય નથી
જીવન છે સ્ંકટો થી ભરેલુ, પણ સ્ંકટ મોચન માટે સમય નથી

પેટીયુ રળવા મા એવા રચ્યા કે સગા વ્હાલામાટે સમય નથી
મા અને બાપ ની શુ કદર કરે જ્યા ઇશ્વર ક્રુપાની કદર નથી

તમેજ કહો હે હરિ શુ થશે આ આયખાનુ
જીજીવિષા ઘણીય છે પણ જીવાડ્નાર જગદીશ માટે સમય નથી

ઘીર ક્યા ઘરે છે મન ક્યા ભુલે છે ભટકવાનુ
શ્વાસજ મોતની ચદર વણે છે પણ પ્રાણાયમ માટે સમય નથી

ભગવાન ખુદ કબુલે છે જન્મોજનમ મા બાપ નુ ઋણ ચ્કવી ન શકાય
જે માતા પિતા એ જ્ન્મ આપ્યો તેના ઘડ્પણ પાળવાનો સમય નથી

– જયકાંત જાની ( USA )

ગુજરાતી માંથી

અમે પરદેશ ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

અમેરીકાતો છે સ્વર્ગનગરી મનમા એવો વહેમ
એક અમારૂ મન જાણે છે અહીયા દિવસો નીકળે છે કેમ
અમે પરદેશ ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

સુવા,ખાવા,પીવામા જાણૅ એક જાતનો દોર
દિવસ આખો કામના ઢ્સડા જાણે આપણે ઢોર
અમે પરદેશ ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

ડોલર અમારે છે ક્ંકુ ચોખા અને વ્રજ અમારે છે કાશી
ડોલરના આ દરિયા વચ્ચે ભારતીય મીન છે પિયાસી
અમે પરદેશ ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

નાગપુરનો નગીન અમારે થયો છે અહીંયા નાઇઝીન
ભીખારા જેવા જીન્સ પહેરી બદલે રોજ નવા સીન
અમે પરદેશ ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

અહીંની બઘી સિસ્ટમ ઉઘી આખુ અમેરીકા ઉઘે પાટે
જોબમા બઘાના ટાઇમ ઉઘા તલસે બઘા વિકએન્ડ માટે
અમે પરદેશ ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

હાય હાવ આર યુ નો ટહુકો રોજ કરે છે મીરા માસી
ભેળસેળયુ મીરા માસી નુ અગ્રેજી સાંભળી તમેય જાવ ત્રાસી
અમે પરદેશ ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

-જયકાંત જાની (USA)

ગુજરાતી માંથી

વ્રુધ્ધાશ્રમ સમાજનુ બેરોમિટર

દિકરાના ઓશિયાળા રોટલા કરતા
વ્રુધ્ધાશ્રમના રોટ્લે અમારે લીલા લહેર છે.
નહી વહુ નો ટકટ્કાટ ,બડ્બડાટ કે લવલવાટ્
વ્રુધ્ધાશ્રમના ઓટલે અમારે શાંતિ ચોમેર્ર છે.
વ્રુધ્ધાશ્રમમા પ્રવેશ નુ હવે વેઈટીંગ લિસ્ટ છે.
અમદાવાદ હવે એવુ સુધરેલ શહેર છે.
શ્રવણ હોય કે દુર્યોધન દિકરો અ દિકરોજ છે.
સબંધમા લહેણ દહેણ ઈશ્વરની મહેર છે.
ઘરડા ના ઘડ્પણ સાચવે એજ ખરા દિકરા
ઘણા કુળ દિપક ના અજવાળે અંઘેર છે.
વ્રુધો વ્રુધ્ધાશ્રમનીજ ખરી શોભા છે
સુઘરેલા સમાજમા આ નવી લહેર છે
લગણી ઘેલા વદીલો મગજથી વીચારે
લાગણી નુ પ્રદુષણ એ ધીમુ ઝહેર છે.

જયકાંત જાની (USA)

ગુજરાતી માંથી

પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે

પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની ગઠ બ્ંધનતા સાશક પક્ષ સાથ, નેતાને ઉજાણી રે.

સોનીયાએ ઉગાર્યો પક્ષ, ભાજપને માર્યો રે;
મનમોહનને આપ્યું રાજ, સ્ંઘને સવાર્યો રે.
પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

માએ રાહુલ ગાંઘી ને સતા, ફટા ફટ્ આપીરે;
દિકરાને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે.
પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

મન મોહને ઇટાલીયન બાઈનાં વિખ હળાહળ પીધાં રે;
કોગ્રેસના પૂર્યાં ચીર, પક્ષના કામ કીધાં રે.
પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

મોહને આગે પક્ષનાં કામ, પૂરણ કરિયાં રે;
ગુણ ગાય સોનિયા કર જોડ, પક્ષના દુ:ખ હરિયાં રે.
પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

જયકાંત જાની (USA )

ગુજરાતી માંથી

ધુમ્મસ – રમેશ પટેલ ‘ આકાશદીપ’

વાલમના પડદા વિરાટ,સંતાયા ઝાડવાને જહાજ
ના ચણતર કે ના આડ, ધુમ્મસે ઢંકાયા પહાડ

દૃ ષ્ટિ અને દૂરબીન લાચાર, ક્યાં સંતાયા તમે રાજ?
કુદરતનું કૌતક મહાન, ધુમ્મસે ઢંકાયા પહાડ

વગડાની વાટે તું જાશે, અંધારી આલમે અટવાશે
મગરુર ધુમ્મસ છાનું હરખે, હસતી નીયતિ રે નીરખે

પૂર્વમાં પધાર્યા રે ભાણ, તાકતા તીખા રે બાણ
ભાનુના ઉભર્યા રે વહાલ, વરસાવે ઉર્જાની લ્હાણ

કિધા અલોપ રે ધુમ્મસ, દર્શન રમતા ચોપાસ
ભૂધરનો ભાળ્યો અહેસાસ, અંતરે પ્રગટ્યો ઉજાસ

સન્મુખ છે પરમેશ્વર રાય,કર્મ-ધુમ્મસના છાયા અંતરાય
રમતા રામ ના પરખાય, અંધારે આલમ અટવાય

જાજો રવિ સંતને ચરણ, ઝીલજો ગ્યાનના અવતરણ
ઝબકારે થાશે રે દશન, મળશે અવિનાશીનું શરણ

રમેશ પટેલ ‘આકાશદીપ’

વિશ્વ તારું જટીલ

કુદરતની સમીપે જઈ,તેની વિવિધતા,

ગૂઢતા અને અસ્ત્-ઉદયનું ચક્ર વિસ્મય પમાડે છે

આ ચીંતનને ગઝલમાં વણ્યું છે

છંદ વિધાન..ગાગાગાલ ગાગાલગા ગાગાગાલ ગાગાલગા

વિશ્વ તારું જટીલ

વિધાતા વિશ્વ તારું જટીલસું કૌતુકોથી મઢ્યું

અલોપાય તત્ત્વે સમાઈ સહજ મહારવ તટે

ઊષા ને મધ્યાન્હ સંધ્યાના છે ભીન્ન વેશો અતિ

મસ્તીથી ઢળે રાતને શીતળતા તું નીરવ રમે

તપ્યો જલધિ તું વિસરવા જગનો ખાર દરિયા દિલે

સંવરે સૃષ્ટિ ઐશ્વર્યથી ને વૈભવ ગુંજારવ કરે

ખર્યા પાન શૂષ્ક થઈ ત્યાંતો સજતી આ કૂંપળો

ખીલ્યાં પૂષ્પ ને બીજ પોષે વિશ્વને ગૌરવ ઋણ્રે

હું જ વામન હું જ વિરાટનો દે દાખ વૃક્ષ બીજનો

થા જે સરળ, મંત્ર જપતું અટ્ટહાસ્યનું પગરવ ધમે

અસ્ત ગૂઢ ને ઉદયના ચક્રે તું હિતૈષી દિસે

ને આ ‘દીપ યાત્રા , ધરે અવિરત કલરવ જગે

રમેશ પટેલ(આકાશદીપ)

પ્રભાત નૂતન વર્ષનું

આવ્યો આસો માસ પુનિત ને દીપાવલીએ ઉજાશ ભર્યા
પ્રકાશ પર્વ દેશે સમૃધ્ધિ એવા મા દેવીએ વરદાન ધર્યા

સૂરજ દેવની કરી પરિક્રમા આજ અવનિએ શણગાર સજ્યા
પ્રગટ્યું પ્રભાત નૂતન વર્ષનું ને હૈયે કલરવ ગાન સર્યા

સ્નેહ સબરસે પૂરાઇ રંગોળી ને વાણીએ મીઠાશ વણી
મ્હોંર્યા ભાવ અંતર વિશ્વે ને શુભ સંકલ્પના પ્રમાણ ધર્યા

સુસ્વાગતમ્ શુભેચ્છાએ નિર્મલ મનના આવકાર ખીલ્યા
ઝૂલ્યા તોરણીયા દિલ આવકારે ને અન્નકૂટના થાળ ધર્યા

વ્યોમે ખીલી રંગ ક્યારીઓ ને ઘરઘર આજ મંદિર થયા
ફૂટ્યા ફટકડા હરખ વેરતા ને સમય ચક્રે સંધાન ધર્યા

ભૂલશું વેરઝેર તો પ્રગટે આનંદ એવા કુટુમ્બ ભાવ રમ્યા
આજ હતું તે કાલ થયું ને ‘દીપે નવયુગના મંડાણ ધર્યા

રમેશ પટેલ(આકાશદીપ)

વ્હાલું રતન મારું ગુર્જર વતન

MainPage_30

પહેલી મે એ પથરાયા અજવાળા
પધાર્યા રવિ આકાશે કંકુવરણા
પ્રગટાવે દીવડા રવિશંકર મહારાજા
રાજ ગુજરાતની હરખે ગાઓ ગાથા

બાંધતી ગુર્જરી પાવન બંધન
ખીલ્યું ગગન ને સાગર ઢોળે પવન
પંખીડાં ગીત ગાઈ કરતાં રંજન
શુભ દિન પહેલી મે એ ગાશું કવન

સાત સાગરે ધર્યા પ્રેમના સ્પંદન
સંપદાથી શોભતાં વગડાં ને વન
પાવન સરીતાને કરી એ વંદન
વહાલું રતન મારું ગુર્જર વતન

સંતોને વીરોની ભૂમિ આ મહાન
ધરતીના કણકણમાં રમતું શૂરાતન
પ્રાણથીય પ્યારી પુનિત ધરતી મંગલ
કરશું વંદન શીરે બાંધી કફન

નવયુગના ઝૂમે આજ સ્વપ્નો ગગન
અહીંસા આદરથી રેલાવીએ અમન
ગાંધી સરદાર અમારી વિભૂતીઓ મહાન
માત ગુર્જરીને કરીએ ભાવે વંદન.

વતન અમારું પ્યારું ન્યારું, અમે બહૂરંગી ફૂલ
પ્રેમ ધરમે રમાડે હૈયાં માનવતાનાં મૂલ

Ramesh Patel(Aakashdeep)

અંજની જાયો

હનુમાનજીનું હાલરડું – રમેશ પટેલ ‘આકાશદીપ’
રાષ્ટીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના કાવ્ય ’શીવાજીનું હાલરડૂં’ ના પરથી પ્રેરણા લઈ દાદા હનુમાનજીનું હાલરડું ની મજા માણીએ.

અંજની જાયો

પારણે પોઢેલ બાળ મહાવીર ને સિંહણ જાયો છે વીર
જડે નહીં જગતે જોટો , અવનીયે અવતરીયો મોટો

ઉર પ્રસન્ન ને આંખ મીંચાણી, અંજની માને સપનું દેખાણું
ભાગ્યવંત મા ભારતની ભૂમિ,પવનદેવે દીધું લાખેણું નઝરાણું

માત થાશે ,તારો લાલ બડભાગી, દેવાધી દેવની દેવ પ્રસાદી
ધર્મપથી, શક્તિ ભક્તિની મૂર્તિ, પરમેશ્વરની બાંધશે પ્રીતિ

શ્રેય કરી જગ ભય હરશે, ધર્મ પથે ધર્મ યુધ્ધ ખેલશે
જગ કલ્યાણે જગદીશ રીઝવશે,રામ ભક્તિથી ભવ સાગર તરશે

ભવ કલ્યાણી અંજની નીરખે, હરખે ઉર આનંદે મલકે
કેસરીનંદને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે

પોઢંતો પ્રતાપી, વજ્રની શક્તિ,મુખની લાલી ને આભા છે પ્યારી
જડી બુટ્ટી રામની જાણશે જ્યારે, ચારે યુગનો થાશે કલ્યાણી

ભક્ત ભગવાનનાં મિલન થાશે,ભગવદ શક્તિનો સથવારો થાશે
વીર કેસરી ગર્જના કરશે , દશે દિશાઓ હાંકથી કંપશે

દેવી કલ્યાણી અંજની નીરખે, અમીરસ અંતરે ભાવે ઉછળે
કેસરી નંદને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે

લાલ તારો લાંધશે જલધિ, પવનવેગી ગગન ગામી ઘૂમશે અવની
હિમાળેથી સંજીવની લાવશે ઊડી, અવધપૂરી ગાશે ગાથા રુડી

પનોતી પાસ ન ઢૂંકવા દેશે, રામ ભક્તિથી અમર થાશે
કેસરીનંદને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે

રમેશ પટેલ ‘આકાશદીપ’

રમીએ રાસ

3fa5ffdf4e5d1311
દીઠો એક ચાંદલિયો રમતો આભ

બીજો ચાંદલિયો રમે સરોવર પાળ

આવો ને ભેરુ રંગે રમીએ રાસ

મને ગમે એક ફુમતું તારે પાઘ

એના સંગે રમતી મારી આંખ

આવોને સખીઓ ગરબે ઘૂમીએ આજ

મારા મહેલે ઝૂલે હાથીડાની હાર

જુએ મારા હૃદયાની રાણીની વાટ

આવોને ભેરુ રમીએ રંગે રાસ

એક પતંગ ઊડે ઊંચે આકાશ

સાથે સરકે લઈ દિલડાની આશ

આવો ને સખીઓ સાથે રમીએ રાસ

મારે આંગણિયે હરખે મોગરાનું ફૂલ

વાલમની વેણીનાં કોણ કરશે મૂલ

આવોને ભેરુ બારણે લટકાવીએ ઝૂલ

મારે મંદિરિયે બેઠી પારેવાંની જોડ

મારા મનમાં રમે કોડીલા રે કોડ

આવોને સખીઓ માથે મૂકીએ મોડ

ખીલ્યું એક કેસરિયું ફૂલ રે વાટ

બીજો કેસૂડો મોહર્યો યમુનાજીને ઘાટ

વહાલો ચાંદલિયો ખીલ્યો આકાશ

આવો ને ભેરુ રંગે રમીએ રાસ

રમેશ પટેલ(આકાશદીપ)

રંગ ભરી રમશું રાસ

18sl4

રંગ ભરી રમશું રાસ, સહિયર મોરી

રંગ ભરી રમશું રાસ

રાધા રાણી ને રમાડે કામણગારો કાન

બંસરીના નાદે ઘેલું ગોકુળિયું ગામ

સહિયરમોરી,મીઠડી કરશું વાત(૨)

હાલોને રંગભરી રમીએ રાસ

ગોવાળ ગોકુળના હાંકે ગાવલડી

ગોપીઓ છલકાવે વહાલ

ઢોલીડા જમાવે તાલીઓના તાલ

સહિયરમોરી,ચાંદની ચમકી આકાશ(૨)

હાલોને રંગભરી રમીએ રાસ

શોભતા મોર પીંછે મનમોહનજી

ખળખળ વહે યમુનાજીની ધાર

ચૂંદડીએ ચમકે તારલાની ભાત

સહિયરમોરી,શરમાવે શામળના સાથ(૨)

હાલોને રંગભરી રમીએ રાસ

ભાવે રમાડે દિલડાં હરખાવે

નટખટ નંદજીનો લાલ

ઝીલે ગોપીઓનાં ભીંના વહાલ

સહિયરમોરી, ઝાંઝરીના રણકે નાદ(૨)

હાલોને રંગભરી રમીએ રાસ

પ્રભુ સંગ ઝૂમે ભક્તોના ભાવ

સહિયરમોરી,રાધાજી છલકાવે લાડ

હાલો હાલો રંગભરી રમીએ રાસ(૨)

સહિયરમોરી,રંગભરી રમીએ રાસ

રમેશ પટેલ(આકાશદીપ)

જીવન હો તો હો એવું !

બીજાના જીવનને હરદમ પ્રકાશ ધરનારું,
શાંત થઇને અન્ય જનોને પ્રશાંત કરનારું;
ઉન્નત કરે અન્યને ત્યારે શોભે તે કેવું ! .

અનાથનો આધાર બને તે તપ્તતણી છાયા;
મૈત્રી રાખી સર્વ પર છતાં કરે નહીં માયા;
મુક્ત થઇને મુક્ત કરે એ જીવન મધુ જેવું!

પીડે ના કોઇને દુભવે, મંગલમય તે હો;
સત્ય ન્યાય ને નીતિ ન છોડે, આલિંગે સૌ કો;
તરુવરસમ એની છાયામાં ગમે પડી રે’વું …

( શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ ‘પ્રસાદ’ માંથી)

નવલે નોરતે

ગબ્બરના ટોચે, દિવડા ની જ્યોતે,ઝગમગે સોનેરી ગોખ
મા અંબાને ચરણે ,ઘેલીગુજરાત ગરબે રમતી રો જ

આભલા ચમકે, રંગી ચૂંદડીએ, ગઢ પાવાને વાટ
કુમકુમપગલે, સુંદર સાથીઆ પૂર્યા માડીને દ્વાર

સંગીતના તાલે, ઝાંઝર ઝણકે, તાલીઓનારણકે તાલ
હીલોળા લેતાં હરખે હૈયાં, ભાવ સાગરને પાળ

ઘૂમતા રાસે ,નવલેનોરતે, મલકે ઉમળકો આજ
ચાંચર ચોકે, ધબૂકતે ઢોલે, ખીલી છે માઝમ રાત

અંગઅંગ મલકે, જોશે છલકે, વાગે ઢોલીડાના ઢોલ
લાલ શણગારે શોભે માડી, અપાર આનંદઅણમોલ

હીંચે હીંડોળે , ગબ્બર ગોખે, દેતાં મંગલ આશીષ
મા વરદાયીનીને ચરણેશરણે, ભાવે નમાવીએ શીશ

ભક્તોના હૈયે ભક્તિ છલકે, મલકે મુખલડે ઓપ
ગબ્બરનાટોચે દિવડાની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખ

રમેશ પટેલ(આકાશદીપ)

વહાલી દીકરી

વહાલી દીકરી

મમતાએ મઢી
સંસ્કારે ખીલી
વહાલી દીકરી
ભર બપોરેદોડી
બારણું ખોલી
ધરે જળની પ્યાલી
વહાલી દીકરી
હસે તો ફૂલખીલે
ગાયે તો અમી ઝરે
ગુણથી શોભે પૂતળી
વહાલી દીકરી
રમે હસતી સંગસખી
માવતર શીખવે પાઠ વઢી
સૌને હૃદયે તારી છબી જડી
વહાલી દીકરી
વીતીઅનેક દિવાળી
જાણે વહી ગયાં પાણી
સોળે કળાએ ખીલી જાણે રાણી
વહાલીદીકરી
પૂજ્યાં તે માત પાર્વતી
પ્રભુતામાં માંડવા પગલી
લેવાયાં લગ્નઆંગણિયે
મહેંકે સુગંધ તોરણિયે
દિન વિજયા દશમી
વહાલે વળાવું દીકરી
વાગેશરણાઈ ને ઢોલ
શોભે વરકન્યાની જોડ
વિપ્ર વદે મંગલાષ્ટક
શોભે કન્યા પીળેહસ્ત
આવી ઢૂંકડી વિદાય વેળા
માવતર ઝીલે છૂપા પડઘા
વ્યથાની રીતિ નાસમજાતી
વાત કેમ કહેવી બોલે દીકરી
ઝીલ્યા વડીલોના મોંઘા બોલ
વગર વાંકેખમ્યા સૌના તોલ
દીકરીની વ્યથા ઉરે ઉભરાણી
કેમ સૌ આજ મને દો છોડી
આવી રડતીબાપની પાસે
બોલી કાનમાં ખૂબ જ ધીરે
કોને બોલશો-વઢશો પપ્પા હવે
હું તો આજસાસરિયે ચાલી
કેવું અંતર વલોવતા શબ્દો બોલી
જુદાઈની કરુણ કેવી કથની
થયોરાંક લૂંટાઈ દુનિયા મારી
આજ સંબંધની સમજાણી કિંમત ભારી
આંખનાં અશ્રુ બોલેવાણી
નથી જગે તારા સમ જીગરી
તું સમાઈ અમ શ્વાસે દીકરી
તારા શબ્દો ટપકાવેઆંખે પાણી
ઓ વહાલી દીકરી
ઘર થયું આજ રે ખાલી

રમેશ પટેલ(આકાશદીપ)

પ્રગટ દેવ

પ્રગટ દેવ
પરબ્રહ્મ પરમેશ્વરે જગતને આપેલું અણમોલ નઝરાણું એટલે
પ્રત્યક્ષ દેવ માતાપિતા.આજ ભાવ શ્રી પ્રિયકાન્ત મણિયારની
,’આ નભ ઝૂક્યું તે કાનજી’ ની રચના સાથે રમ્યા અને
માતપિતાનું ઋણ સ્વીકારતાં આ કવન ગૂંજ્યું.

પ્રગટ દેવ
આ પૂષ્પ ખીલ્યું તે પિતાજી
ને સુગંધી તે માતારે
આ ઊંચા પહાડ તે પિતાજી
ને સરવાણી તે માતારે
આ અષાઢ ગાજ્યા તે પિતાજી
ને ધરતી મ્હેંકે તે માતા રે

આ સાગર ઉછળે તે પિતાજી
ને ભીંની રેત તે માતા રે
આ ત્રિપુંડ તાણ્યું તે પિતાજી
ને ચંદન લેપ તે માતા રે
આ કવચ કૌવત તે પિતાજી
ને મમતા ઢળી તે માતા રે

આ ઢોલ વાગ્યું તે પિતાજી
ને શરણાયું તે માતા રે
આ ધ્રુવ તારો તે પિતાજી
ને અચળ પદ તે માતા રે
આ પ્રગટ દેવ તે પિતાજી
ને પ્રભુ પ્યાર તે માતા રે

રમેશ પટેલ(આકાશદીપ)

%d bloggers like this: