પિતાનો પુત્ર ને વારસો

જેક્સન બ્રાઉન નામના એક માણસે પોતાના જીવનના નીચોડમાંથી ઉમદા જીવનના પથદર્શક ઉપાયો તેના પુત્રના માર્ગદર્શન માટે સૂચવેલા, તેમના કેટલાંક મુદ્દાઓ સૌને વાંચવા-વિચારવા અને સમજવા ગમશે.

૦૧. સારાં સારાં પુસ્તકો વસાવતો રહેજે, ભલે પછી એ કદી નહિં વંચાય તેમ લાગે.
૦૨. કોઈના પણ વિશે આશા સમૂળગી ત્યજી દેતો નહિં, ચમત્કારો દરરોજ થતાંજ રહે છે.
૦૩. દરેક બાબતમાં ઉત્તમતા રાખજે અને તેની કિંમત ચૂકવવા તૈયાર રહેજે.
૦૪. આપણાંથી જે પણ સારૂં થઈ શકે તેમ હોય તો અવશ્ય કરવું, કશુંજ ન કરવું એમ ન રહેવું.
૦૫. સંપૂર્ણતા માટે નહિં પણ શ્રેષ્ઠતા માટે મથજે.
૦૬. જે તુચ્છ છે તેને પારકિ લેતા શીખજે, ને પછી તેની અવગણના કરજે.
૦૭. પોતાની જાતને સતત સુધારતા રહેવાની પ્રતિજ્ઞા કરજે.
૦૮. લોકોમાં જે સારપ રહેલી હોય તે ખોળી કાઢજે.
૦૯. પોતાની જાતમાં પરિવર્તન લાવવાની આપણી શક્તિનો આંક ઓછો ન આંકવો, બીજામાં પરિવર્તન લાવવાની આપણી શક્તિનો વધુ પડતો આંક ન આંકવો.
૧૦. ક્યારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજે, કયારે મૂંગા ન રહેવું તેનો પણ ખ્યાલ રાખજે.
૧૧. એવી રીતે જીવન જીવજે કે કયારેક પણ તારી ઈમાનદારી, નિષ્ઠા અને પ્રમાણિકતા સૌ સાંભરે.
૧૨. જેમને એ વાતની કદી પણ જાણ ન થવાની હોય એવા લોકો માટે કશુંક સારૂં કરતાં રહેવાની આદત કેળવજે.
૧૩. વિચારો મોટા કરજે પણ નાના આનંદો માણી જાણજે.
૧૪. કોણ સાચું છે તેની ફિકર કરવામાં ઓછો સમય ગાળજે, અને શું સાચું છે તે નક્કી કરવામાં વધારે સમય ગાળજે.
૧૫. જે ગાંઠ છૂટી શકે તેને કદાપિ કાપતો નહિં.
૧૬. દરેક ચીજ જે હાલતમાં આપણને મળી હોય તેના કરતાં જરાક સારી સ્થિતિમાં તેને મૂકતાં જવું.
૧૭. એટલું સમજજે કે સુખના આધાર માલ-મિલકત, સત્તા કે પ્રતિષ્ઠા ઉપર નહિં પણ આપણે જેમને ચાહતા અને સમજતા હોઈએ તેવા લોકો સાથેના આપણા સંબંધો ઉપર છે.
૧૮. “મને ખબર નથી” એમ કહેતા ડરતો નહિં, “મારાથી ભૂલ થઈ” એમ કહેતાં અચકાતો નહિં અને “હું દિલગીર છું” એટલું બોલતા ખચકાતો નહિં.

અજ્ઞાત

ગુજરાતીમાં પ્રશાતભાઇ શાહના બ્લોગ પોસ્ટંમાંથી

જીવન હો તો હો એવું !

બીજાના જીવનને હરદમ પ્રકાશ ધરનારું,
શાંત થઇને અન્ય જનોને પ્રશાંત કરનારું;
ઉન્નત કરે અન્યને ત્યારે શોભે તે કેવું ! .

અનાથનો આધાર બને તે તપ્તતણી છાયા;
મૈત્રી રાખી સર્વ પર છતાં કરે નહીં માયા;
મુક્ત થઇને મુક્ત કરે એ જીવન મધુ જેવું!

પીડે ના કોઇને દુભવે, મંગલમય તે હો;
સત્ય ન્યાય ને નીતિ ન છોડે, આલિંગે સૌ કો;
તરુવરસમ એની છાયામાં ગમે પડી રે’વું …

( શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ ‘પ્રસાદ’ માંથી)

જીવન-जिवनको पाया हे प्रभु बस जिवन जीना सिखलादे

जिवनको पाया हे प्रभु बस जिवन जीना सिखलादे
ये जिवन है अणमोल प्रभु बस मोल मुझे बतलादे

જીવન પૂર્ણ થાય છે જ્યારે શ્વાસ થમી જાય છે

આશા, નિરાશામાં પરિણમે છે જ્યારે આત્મવિશ્વાસ ડગે છે.

પ્રેમનો અંત આવે છે, જ્યારે બીજા પ્રત્યે સહાનુભૂતિ ન હોય.

મિત્રતા ખંડિત થાય છે ,જ્યારે ‘વહેંચીને’ખાવાની ભાવના સૂકાય છે.

જીવન શરૂ જન્મ સાથે.

જીવનનો અંત મૃત્યુ ટાણે.

જીવન દરમ્યાનના સંબંધ આપણી જવાબદારી.

જીવનની સિધ્ધિઓ આપણી મૂડી.

આપણો આત્મા, આપણું પુણ્ય.

આપણું મગજ કુદરતની દેણ.

આપણા વિચારો વિભુની કૃપા.

આપણી હસ્તી,સદવિચાર અને ચારિત્ર્ય.

મિત્રો જીવનનું ભાથું.

જીવનના ઘરેણાં,સહનશીલતા અને ધૈર્ય.

જીવનની બગિયાના ફૂલો, “બાળકો”.

જીવન વિનાશક ‘ચીંતા’.

જીવનમા સંતોષ,’કોઈના કામમા આવવું.’

જીવન મૂલ્યહીન, ‘આશા’વિણ.

જીવનમા હાથની શોભા,’દાન’.

નિષ્ફળ જીવન,’સ્વાર્થ યુક્ત’.

જીવનમા આવશ્યક્તા,’ઉત્સુક્તા અને ઉમંગ.’

સુંદર વાર્તાલાપનું વાહન,’પ્રાર્થના.’

‘મુખપર રેલાતું સ્મિત’, સુંદર પરિધાન.

જીવનમા અજોડ અને બેનમૂન સ્થાન,’ ઈશ્વર’.

ચિંતન લેખ માથી
Posted by kamal barot in gujarati

સગાં સગાં સૌ શું કરો છો ?

સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે,
સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.

છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે,
દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.

ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો,
બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.

મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી,
કહે છે હું મરીશ પણ પાછળથી કોઇ મરતું નથી.

જુએ છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતું નથી,
અરે, આગમાં તો શું પડે એની રાખને પણ કોઇ અડતું નથી.

પંખી સમજે છે કે ચમન બદલાયું છે,
સિતારા સમજે છે કે ગગન બદલાયું છે,
પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કે
છે લાશ એની એ જ, ફકત કફન બદલાયું છે.

-unknown- અજ્ઞાત

વિણેલા મોતી:-

વિણેલા મોતી:-

પોતાનું “મકાન” ઉભું કરવા માટે…… ઇંટ, રેતી, સીમેંન્ટ, મજૂરી અને બુધ્ધિપૂર્વકના પ્લાનીંગની જરુર પડે છે…તે જ રીતે સારું “ધર” ઉભું કરવા, સંસ્કારી કુટુંબ સ્થાપવાની જરૂર પડે છે. સાચા પ્રેમની, ઉચ્ચ ભાવનાની, એકબીજાને આવકારવાની ભાવના, તથા સાચા સાથ અને સંસ્કારી સથવારાની જરૂર પડે છે…..

-આ ચાર વાત પાછી ફરતી નથી..
[1] બોલેલા બોલ
[2] વીતેલો સમય
[3] ગુમાવેલી તક
[4] ફેંકેલું તીર

-બીજાના દોશજ જોતા રહેવું તે તમારી નિર્બળતા છે. બીજાના સદ્દ્ ગુણો તરફ જોવાથી તમને સુખ અને શાંતિ જરૂર મળશે. આગળજ વધવું હોયતો યાદ રાખો.. સદ્દ્ ગુણ, વિનય અને સેવા ઉત્તમ સાધનો છે. હઠીલાપણું , ઇર્ષા અને દોષારોપણ એ પીછેહઠ કરાવતાં પરિબળો છે.

-કોઇના ધા પર મીઠું ભભરાવવું એ ખરાબ કામ છે.તેના પર ધા રુઝાય તેવો મલમજ લગાવવો એ સારું કામ છે.

જીનનમાં કાતર પાસેથી ક્યારેય પ્રેરણાં ન લેશો.પરંતું નાની એવી સોય પાસેથી પ્રેરણાં લેવાનું ક્યારેય ચુકશો નહિં.

– ખાઇમાં પડેલો કદાચ પોતાની મહેનત અને બુધ્ધિથી બચી શકે છે. પણ અદે-ખાઇમાં ફસાયેલો આદમી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકતો નથી.

-Rashmika Khatri

http://gujarati

પ્રાર્થના

હે પ્રભો !
વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,
પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે.
દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે
મને સાંત્વના ન આપો તો ભલે,
પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.
મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,
પણ મારું બળ તૂટી ન પડે.
સંસારમાં મને નુકસાન થાય,
કેવળ છેતરાવાનું જ મને મળે,
તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.
મને તમે ઉગારો – એવી મારી પ્રાર્થના નથી,
પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.
મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,
પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.
સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,
દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય
ત્યારે તમે તો છો જ –
એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

અજ્ઞાત