પગલું મેં માંડ માંડ દીધુતું માંડવા
ને તે તો લંબાવી દીધી કેડી !
આંખો માં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તે
નજરુંની બાંધી દીધી બેડી !
હૈયાના દ્વાર હજી ખુલ્ય – અધખૂલ્યા ત્યાં
અણબોલી વાણી તે જાણી ,
અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં
પૂનમની ચાંદની માણી.
પળની એકાદ કૂણી લાગણીની પ્યાલીમાં
આયુષની અમીધાર રેડી,
પગલું મેં માંડ માંડ દીધુતું માંડવા
ને તે તો લંબાવી દીધી કેડી !
**** ગીતા પરીખ ….
Filed under: કાવ્ય, ગીત, ગીતા પરીખ, ગુજરાતીકવિતા | Tagged: ગીતા પરીખ, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પગલું મેં માંડ માંડ દીધુતું માંડવા, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a comment »