ખયાલો જાણીને ગયા હોત તો સારૂ હતુ,

ખયાલો જાણીને ગયા હોત તો સારૂ હતુ,
નજરો મેળવીને ગયા હોત તો સારૂ હતુ,
રાહ જોતા થાકી ગઇ હતી બીચારી આંખો,
ઝરૂખે જોવા આવી ગયા હોત તો સારૂ હતુ,
દુનીયાના મોઢે નીત કરતા પ્રેમની વાતો,
કાનમાં કંઇ જણાવી ગયા હોત તો સારૂ હતુ,
જુદાઇમાં જાગતા રાતો કાઢી રડતા રહ્યા,
ચીર નીંદ્રે સુવડાવી ગયા હોત તો સારૂ હતુ,
વિરહની સજા તો ઘણી આપે છે તકલીફ,
સપનામાં હરખાવી ગયા હોત તો સારૂ હતુ,
ન આવ્યા અને એ નીહારી રાખી મૈયતને,
કબ્ર પર ફુલ ચડાવી ગયા હોત તો સારૂ હતુ,
હ્રદયને બનાવી નાખ્યુ ‘નીશીત’ એક કબર,
આશાને તેમા દફનાવી ગયા હોત તો સારૂ હતુ.
નીશીત જોશી

મૌન સંવાદ સમજનાર કેટલા છે?

મૌન સંવાદ સમજનાર કેટલા છે?
આંખોની વાતો સમજનાર કેટલા છે?

કાગળ તો વર્ણવે લખેલી વાતો બધી,
શબ્દના શબ્દાર્થ સમજનાર કેટલા છે?

હ્રદય થાય ભાવવિભોર સમક્ષ થયે,
મહી હ્રદય વ્યથા સમજનાર કેટલા છે?

પ્રેમ મહોબ્બતની વાતો કરે તો ઘણી,
ખરા પ્રેમની કિમંત સમજનાર કેટલા છે?

મુખડુ રહે સદા હસતુ બધાની સામે,
હાસ્ય પાછળનુ રુદન સમજનાર કેટલા છે?

નીશીત જોશી

જુના ખંડેરો નવીન શહેરો બનવા લાગે છે,

જુના ખંડેરો નવીન શહેરો બનવા લાગે છે,
દેખાય જ્યાં જમીન મકાન ચણવા લાગે છે,

મોતીઓ જ ખોળવા ખોલુ છુ છીપ આમ તો,
પણ તેની માહીથી સમુન્દર તરવા લાગે છે,

સવારનો પહોર તો લાગે છે બહુ રડીયામણો,
ત્યાં તો તારલા તડકો પહેરી ફરવા લાગે છે,

ઓ ઇશ્વર,બચાવજે મુજને નબળા દિવસોથી,
જેને કહીએ પોતાના,જોઇને ભાગવા લાગે છે,

શીખર પર રહેવુ પણ લાગે અજાયબી જેવુ,
ક્યારેક ક્યારેક તો પાંખો પણ ફુટવા લાગે છે,

વિચાર પણ જો આવે એ પત્ર લખવાનો તો,
એ માળા પરથી કબુતર પણ ઉડવા લાગે છે.

નીશીત જોશી