વળગણ મારા તારા નું વધતું ગયું

વળગણ મારા તારા નું વધતું ગયું
ગીત રચાયું એજ ખોરડું ઘરડું થયુ….

તારવી નીચોવી સુકવી મે પોતડી
તાણે વાણે કોરી ને કોરી રહી પોતડી…

જાણવું અઘરું દીવાલ પાછળ નુ ઓગણૂ
ખુલ્યા ભેદ,તોડી દીવાલ,પાસળનુ ઓગણું….

ઓફિસે કગળે કલમના અવાજ ઓગળે
શૈશવે ગીલીદ્ન્ડે ગામનાં પાદર સોભરે….

મીઠાસ નથી એ.સી.મો, વાતાનુકુલિતે
રહી મીઠાસ વડલાની ખુલ્લી છોયડીએ….

સંજોગી સરાણે વણાઈ ટીપાઈ ઝહળવુ
કહેછે કાગળની કસ્તી સમુ છે જીવવુ….

પરવાનગીઓ કઠોરતાઓએ જ છે દીધો
છુટથી થી સમય ને અમે બોલતો દીઠો…..

 

—-પ્રહેલાદભાઈ પ્રજાપતિ.

હવે આ શેરી મો નીકળું ને રસ્તો જડે નહી

હવે આ શેરી મો નીકળું ને રસ્તો જડે નહી
મને શું થયું છે ગલીમો હતું ઘર જડે નહી

કારણ વગર માણસ ઉત્પાત લઇ ને ફરે
રણમો કદી વીના કારણ વંટોળ ચડે નહી

નક્કી ગયું કોઈ રણ મહી રસ્તા પડે નહી
વેરાન પીધોછે એટલેતો દરિયા જડે નહી

બે ખબરે ક્યાંક જઈ રહ્યો છુ,સમજ પડે નહી
મઝિલે, હશે મુકામ,દિશાઓ આમ છળે નહી

રાહ જોઇને દિવસ રાત,એ થાકી ગયો હસે
નકામો નહી તો મારી જેમ દરિયો રડે નહી

લાગણી હસે તેમની તોયે પત્થર જેવી હસે
નહીતો ફૂલ જેવા મિત્રો કદી મને નડે નહી

આયખામાં ભૂલ થવાનું લખ્યું હસે ઓ રામ
લક્ષ્મણ રેખાની બહાર આમ પગલું પડે નહી


-પ્રહેલાદભાઈ પ્રજાપતિ