ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ !
આખાયે આકાશનો એ બદલે જાણે રંગ.
ઘડી ગોથ ખાય ને એ તો ઘડી દૂર જાય,
પવન આવે ત્યારે એ તો માથે સ્થિર થાય.
લાલ પીળો વાદળી અને વળી પટ્ટેદાર;
કેવી સુંદર સુંદર નભમાં બનતી હાર !
પૂંછડી બાંધી ચગાવું તો થાતો પૂછડીવાળો;
ખેંચમ ખેંચી કરતા મિત્રો થઈ જાતો ગોટાળો.
કદી ખેંચથી કાપું કદી મૂકી દઉં હું ઢીલ;
નાની મુન્ની હસી પડતી કેવું ખિલ….ખિલ !
દોરી મૂકું છુટ્ટી તો જાતો એ આકાશ;
એના મનમાં જાણે પહોંચું પ્રભુજીની પાસ.
રામુ ડરણકર
Filed under: રામુ ડરણકર | Tagged: ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ !, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, રામુ ડરણકર, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal |
Do you have more information about Ramu Darankar on web?
I like Ramu Darankar’s Gazals and Songs. Please put more of them. His KavyaSangrha’s name is “Ajvala Na Avsar” and BalGeetSangrah is called “Ghatak Ghatak”
I read Ranmudankar poem , I like very much poem .Congraculation s Mr. Ramudankar for this poems.P/Z put another poem on this website.
I had heard fabulous gazals of Ramu Darnakar [ Rambhai Patel,Gujarati language teacher] in school days( 1987-90), if any one can find /upload it..
1. ” Ke mane zankal jevu to kai appo …”
2. ” Mara Manda na meet , mare tuj sang preet..”