ન જોઇએ કોઇ આળ-પંપાળ મને, -કલ્પેન્દુ વૈષ્ણવ

ન જોઇએ કોઇ આળ-પંપાળ મને,
ગમે ત્યાં ઉગી જઇશ, સાવ બાવળ જેવો હું.

ખખડાવશો નહીં, કોઇ નહી મળે,
અવાવરૂ ઘરના દ્વારની સાંકળ જેવો હું.

પ્રસ્તાવના છે એ જ મારો ઉપસંહાર,
માત્ર એકજ લીટીના કાગળ જેવો હું.

સળગતી સમસ્યાનો સામનો કરૂ છું,
સુરજમુખી પર પડેલી ઝાકળ જેવો હું.

ખીચોખીચ ભરાયેલો અવકાશ છે મારામાં,
ભરપૂર શક્યતાઓથી આગળ જેવો હું.

ન દેખાય તોય, ન જોયા વગર રહેવાય,
કોઇ આછેરા પરદાની પાછળ જેવો હું.

સાર્થકતા પહેલાંજ તૂટી પડ્યો છું,
દરિયા ઉપર વરસતા વાદળ જેવો હું.

સ્વકેન્દ્રિયતાએ દૂર્લભ કરી મુક્યો,
પોતાને જ ડૂબાડતા વમળ જેવો હું.

આમ તો કોણ આટલી મુગ્ધતાથી જુએ મને,
એમની આંખોમાં અંજાયેલા કાજળ જેવો હું.

સપ્તરંગી પરપોટાની સુંદરતા છું,
સમય-સપાટી પર સાવ પોકળ જેવો હું.

સૌ જાણી ગયા આ આભાસી વાસ્તવિકતાને,
તરસ્યાની રાહમાં તરસતા મૃગજળ જેવો હું.

ઝાકળ, વાદળ તો ક્યારેક બાવળ,
ક્યારે હોઇશ કેવો, સાવ અકળ જેવો હું.

વેદનાઓ વ્યસન થઇ જાય તે પહેલાં,

વેદનાઓ વ્યસન થઇ જાય તે પહેલાં,

કડવા આ શ્વાસોનું નગર છોડવા દે.

 હૃદય તો શું આંખો પણ ડૂબમાં જાય છે,

શૂન્યાવકાશનો આ બંધ હવે તોડવા દે.

થાકી ગયો છું ખૂબ આ બેચેનીથી,

હવે મને આરામ પાછળ દોડવા દે.

કદાચ કંઇક કથા જેવું સર્જાય,

વેરાયેલા આ પ્રસંગોને જોડવા દે.

આંસુની આરપાર જોઇ લીધી દુનિયા,

બસ, આ પાંપણનો પરદો પડવા દે.

હોશમાં ચાલ્યા તો ન પામ્યા કશુંય,

પહોંચવા મંઝીલે હવે મને લથડવા દે.

ન પાછો વાળ મને નશામાંથી બસ,

કેફના ઢાળે ઢાળે જીન્દગી રગડવા દે.

 સમયની કરચો ખૂંચી રહી છે આંખોમાં,

 

લાવ પત્થર, મને આ આયનો તોડવા દે.

 – કલ્પેન્દુ વૈષ્ણવ

જળકૃત ખડક સમી મારી આંખોમાં,

જળકૃત ખડક સમી મારી આંખોમાં,

ક્યારેક હજી, તારી યાદના અશ્મિ મળે છે.

શ્રદ્ધા સાથે જો, ઉંડા ઉતરો તો

મૃગજળમાંથી પણ મોતી મળે છે.

ઘેરાય ઘટા ઘનઘોર ને વાય પૂર્વના પવન,

ઝબકે તારી યાદ ને માનસ પ્રજ્વળે છે.

 શાંતિનો ભંગ થાય ને અશ્રુવાયુ છૂટે છે,

તારી બેકાબુ યાદો જ્યારે મારામાં ટોળે વળે છે.

ખંડેરમાં ભેંકારતા આફરો ચડાવી પડી છે,

સૂંવાળો ઇતિહાસ ત્યાં કાયમ સળવળે છે.

 દુ:ખ પછી સુખનો નિયમ સત્ય નથી કાયમ,

લાકડુ બળ્યા પછીનો કોલસો ફરી બળે છે.

જીન્દગી આખી તો રાખ્યો હતો અંધારામાં,

આખરે સૌના ચહેરે મારી ચિતા ઝળહળે છે.

 મૃત્યુની ખીણની ચિંતા તો હોય ક્યાંથી,

જીન્દગીની ઠોકરની હજી ક્યાં કળ વળે છે.

 -કલ્પેન્દુ વૈષ્ણવ

અંધારની ઓથે લપાતો છુપાતો,

અંધારની ઓથે લપાતો છુપાતો,

રોજ સપનાઓ પકડતો હું.

ઇચ્છાના કુવાથંભે બંધાયેલો,

સંજોગોના સપાટે ફડફડતો હું.

તારલાઓના વિરાટ સૈન્ય સાથે,

એકલે હાથે અવિરત લડતો હું.

દંભનો દરિયો ખાલી કરવા,

સૌ સાથે હસીને, એકલો રડતો હું.

દિવસ-રાતની બંધીયાર ગલી વચ્ચે,

અવાવરૂ ઇચ્છાઓમાં સડતો હું.

ફરીથી રાત્રે ખોવાઇ જવાને,

રોજ સવારે, મને, જડતો હું.

-કલ્પેન્દુ વૈષ્ણવ

પેલી પાણી ભરેલી વાદળી જાય એને પકડો,-કલ્પેન્દુ વૈષ્ણવ

પેલી પાણી ભરેલી વાદળી જાય એને પકડો,

અહીં પલળવા ઉભો છે, નાગો થઇને તડકો.

એવો તે કેવો અલગારી આ ગુલમહોર,

ઉનાળામાં લાલચટક ને ચોમાસામાં કડકો.

આખો ઉનાળો દોડતો, હાંફતો ને બળતો,

મોરના એક ટહુકે અહીં બેસી પડ્યો વગડો.

સંભળાય વાદળોના અહંકારનો ગડગડાટ,

છે આ વર્ષો જુનો ચકમક ઝરતો ઝગડો.

સુંદરતા ચાલી ગઇ, સરળતા ચાલી ગઇ,

સુંદરતા ચાલી ગઇ, સરળતા ચાલી ગઇ,

હતી જે જીવનમાં, નિર્મળતા ચાલી ગઇ.

લખોટી, ચિચિયારી, રઝળપાટ, બેટ અને દડો,

કેવી હતી મઝાની, ચંચળતા ચાલી ગઇ.

ન થયા હોત કાંટા સમ રૂક્ષ અમે,

હતી જે ફુલ સમી, કોમળતા ચાલી ગઇ.

ક્યાં લિજ્જત રહી છે હોડ લગાવવામાં હવે,

વિસ્મય જગાવતી બધી, નિષ્ફળતા ચાલી ગઇ.

 ઇચ્છા તો હતી જીવનભર ટકાવી રાખવાની,

મળી હતી જે એકલ-દોકલ, સફળતા ચાલી ગઇ.

હતા, અમે પણ તેજસ્વી તારક આમ તો,

રાત અમને નભે, મુકીને, રઝળતા ચાલી ગઇ.

સમંદર તો શું મૃગજળ પણ પી જઇશ હું,

જીન્દગી રણ વચ્ચે, મુકી ને ટળવળતા ચાલી ગઇ.

 કલ્પેન્દુ વૈષ્ણવ

કરવું કેવી રીતે મૂલ્યાંકન પ્રેમનું, -કલ્પેન્દુ વૈષ્ણવ

કરવું કેવી રીતે મૂલ્યાંકન પ્રેમનું,

 એને ક્યાં કદ કે આકાર હોય છે?

નકામી છે બધી દવાઓ અને દોરા-ધાગા,

મૌલિક દર્દોના ક્યાં કોઇ ઉપચાર હોય છે?

મનને તાગો તો પડે ખબર ઉંડાણની,

ચહેરા પર તો ક્યાં કોઇ અણસાર હોય છે?

 તમે છો, તો છે, અને નથી, તો નથી,

ઇશ્વર-અસ્તિત્વનો બીજો કયો આધાર હોય છે?

 જે થાય તે બસ શંતિથી જોયા કરો,

 એની લીલાઓમાં ક્યાં દૂરાચાર હોય છે?

રોજ મૃગજળ જોઇ જોઇ ભરમાય છે આંખો,

રોજ મૃગજળ જોઇ જોઇ ભરમાય છે આંખો,

હવે વાત દરિયાની કરી છલકાય છે આંખો. 

ચાલતો રહ્યોછું તરસ્યો જીવનભર રણમાં,

દરિયો જો દેખાય તો વહેમાય છે આંખો.

 વાવ્યા’તા સૂર્યમુખી ને ઉગ્યાં ચોમાસાં,

છતે પાણીએ હવે કરમાય છે આંખો.

 ઉજાગરા સમી જીન્દગી વેઠવી ક્યાં સુધી,

મરજી મુજબ ક્યાં બીડાય છે આંખો?

 —કલ્પેન્દુ વૈષ્ણવ

હતા અમારા આંગણામાં જે બે-ચાર ફુલો,-કલ્પેન્દુ વૈષ્ણવ

હતા અમારા આંગણામાં જે બે-ચાર ફુલો,
માળી કોઈ બગીચાનો આવી ચૂંટી ગયો.
 

એટલા તો બરડ હશે નસીબ અમારા,
વિધીના લેખનો લખનારો પણ ફુટી ગયો.

 વહેંચાઈ જ્યારે ભાગ્યની દોલત સૌ ને,
મારા પછી બદનસીબીનો ખજાનો ખૂટી ગયો.

 આવ્યો હતો એ અંતરથી ખબર પૂછવાને,
જતી વેળા મારા નામની છાતી કુટી ગયો.

 જુઓ રડે છે સમય ચોધાર આંસુએ ખૂણામાં,
લાગે છે કે એ મારો ખજાનો લૂંટી ગયો.

 સમજદારીના પ્રવાહે ધોઈ નાખ્યા કિનારાઓ,
સુખ-દુ:ખ વચ્ચેનો સેતુ જે હતો તૂટી ગયો.

 થઈ આંખ બંધ અને દિશાઓ ખુલી ગઈ,
શ્વાસ જ્યારે છેલ્લો મુજથી વિખુટો ગયો.

 કેવો સંગીન ભાસતો આપણો આ સંગાથ,
જુઓ પળવારમાં કેવો છુટી ગયો.

 -કલ્પેન્દુ વૈષ્ણવ

હતા અમારા આંગણામાં જે બે-ચાર ફુલો,

હતા અમારા આંગણામાં જે બે-ચાર ફુલો,
માળી કોઈ બગીચાનો આવી ચૂંટી ગયો.
 

એટલા તો બરડ હશે નસીબ અમારા,
વિધીના લેખનો લખનારો પણ ફુટી ગયો.
 

વહેંચાઈ જ્યારે ભાગ્યની દોલત સૌ ને,
મારા પછી બદનસીબીનો ખજાનો ખૂટી ગયો.

આવ્યો હતો એ અંતરથી ખબર પૂછવાને,
જતી વેળા મારા નામની છાતી કુટી ગયો.

જુઓ રડે છે સમય ચોધાર આંસુએ ખૂણામાં,
લાગે છે કે એ મારો ખજાનો લૂંટી ગયો.
 

સમજદારીના પ્રવાહે ધોઈ નાખ્યા કિનારાઓ,
સુખ-દુ:ખ વચ્ચેનો સેતુ જે હતો તૂટી ગયો.

 થઈ આંખ બંધ અને દિશાઓ ખુલી ગઈ,
શ્વાસ જ્યારે છેલ્લો મુજથી વિખુટો ગયો.

 કેવો સંગીન ભાસતો આપણો આ સંગાથ,
જુઓ પળવારમાં કેવો છુટી ગયો.

——-કલ્પેન્દુ વૈષ્ણવ

હાઇકુ

છે ઘોડાપૂર

યાદોનું, છલકાશે

બંધ, આંસુનો

********

ઉજાસ ઓઢી

અંધારે ઓગળવું

તે છે મરણ

*********

આસપાસ જે

દિસે, તે આભાસ કે

પછી આકાર?

**********

આંખોમાં વાવ્યાં

સપના, અને ઉગ્યા

ઉજાગરાઓ

*******

તસવીરમાં

કેદ કરવા, બાંધી

લઇ ગ્યા મને

********

તરસ્યા સ્વપ્નો

પી ગયા છે સઘળું

પાણી આંખોનું

*******

અરે સમય !

ત્રણ ત્રણ કાંટાઓ

એના નસીબે

 

-કલ્પેન્દુ વૈષ્ણ

હું

અંધારની ઓથે લપાતો છુપાતો,

રોજ સપનાઓ પકડતો હું.

ઇચ્છાના કુવાથંભે બંધાયેલો,

સંજોગોના સપાટે ફડફડતો હું.

તારલાઓના વિરાટ સૈન્ય સાથે,

એકલે હાથે અવિરત લડતો હું.

દંભનો દરિયો ખાલી કરવા,

સૌ સાથે હસીને, એકલો રડતો હું.

દિવસ-રાતની બંધીયાર ગલી વચ્ચે,

અવાવરૂ ઇચ્છાઓમાં સડતો હું.

ફરીથી રાત્રે ખોવાઇ જવાને,

રોજ સવારે, મને, જડતો હું.

——-કલ્પેન્દુ વૈષ્ણવ

જળકૃત ખડક સમી મારી આંખોમાં,

જળકૃત ખડક સમી મારી આંખોમાં,

ક્યારેક હજી, તારી યાદના અશ્મિ મળે છે.

શ્રદ્ધા સાથે જો, ઉંડા ઉતરો તો

મૃગજળમાંથી પણ મોતી મળે છે.

ઘેરાય ઘટા ઘનઘોર ને વાય પૂર્વના પવન,

ઝબકે તારી યાદ ને માનસ પ્રજ્વળે છે.

શાંતિનો ભંગ થાય ને અશ્રુવાયુ છૂટે છે,

તારી બેકાબુ યાદો જ્યારે મારામાં ટોળે વળે છે.

ખંડેરમાં ભેંકારતા આફરો ચડાવી પડી છે,

સૂંવાળો ઇતિહાસ ત્યાં કાયમ સળવળે છે.

દુ:ખ પછી સુખનો નિયમ સત્ય નથી કાયમ,

લાકડુ બળ્યા પછીનો કોલસો ફરી બળે છે.

 જીન્દગી આખી તો રાખ્યો હતો અંધારામાં,

આખરે સૌના ચહેરે મારી ચિતા ઝળહળે છે.

મૃત્યુની ખીણની ચિંતા તો હોય ક્યાંથી,

જીન્દગીની ઠોકરની હજી ક્યાં કળ વળે છે.

-કલ્પેન્દુ વૈષ્ણવ