સતસંગ ( દાઅડા બાબા ના પ્રવચનનુ પ્રતિપ્રવચન – જયકાંત જાની (અમેરીકા ) )

હું દાવડા બાબા, હાવડાબાબા, કે ધ ધુ પપુ ના પ્રવચન મા માનતો નથી .

હરિ ઓમ! હરી તુ કર તે ખરી

આ દુનિયામા કરોડો કાળજા વગરના માણસો છે. આમાથી, કોઈ પણ તમારૂં ભલું કરશે એમ માનતા હોવ તો તમે ખાંડ ખાવ છો. રોજ પ્રાર્થના કરો કે ભગવા સૌ નુ ભલુ કરે અને શરુઆત મારાથી કરે . માટે જો કોઈ ભગવાન પણ તમારુ ભલું ન ઈચ્છે તો તેમના પ્રત્યે નફરત ન રાખશો. તમારા ભાઈ-બહેન, સગાં-વહાલા, અડોસી-પડોસી કે ઓળખીતા-પાડખીતા તમારૂં ભલું ઇચ્છે તો સમજવું કે તેઓનો કઈક સ્વાર્થ છે. તેમની ફરજ નથી છતાંયે તેઓ સારૂં કામ કરે છે. આટલું સમજીને ચાલસો તો ચેતતો નર સદા સુખી ની કહેવત યથાર્થ થઈ જશે.

બોલો હરિઓમ ! હરી તુ કર તે ખરી

રોગો નો કોઈ ભરોસો નથી. અમેરીકામા તો જરાપણ નથી. કેટલા રોગો ફ્રોઝન ફ્રિઝ મા થંડા થ ઇ સુતા હોય છે. તમે સાજા તાજા ડોકટર પાસે મેડીકલ ચેક અપ માટે જાવ અને અચાનક ડોકટર તમારા શરીરમા તમે હાલરડા ગાઇ ગાઇ સુવડાવેલા રોગો ને હલબલાવી જગાડે અને તમે રોગની ગતિ કાંઈ સમજી શકો એ પહેલા જીવન સમાપ્ત થઈ જાય. માટે મનની જે કાઇ ખાવાની ઈચ્છા હોય, અને ઘરમા પીવાની પૂરી કરવાની સગવડ હોય, તો એને મુલત્વી ન રાખશો. કોઈને કંઈ સુરતી કે કાઠીયાવાડી ગાળો ચોપડાવાની હોય , કોઈને કાંઈ ઉ્છીતુ આપેલુ પાછુ લેવું હોય તો કાલ ઉપર ન મુલત્વી રાખશો. આજના જમાનામાં ભીખરીઓ પણ જે તે જગ્યામા ભીખી માંગતા હોય તેનુ નું વીલ કરે છે, તો કંઈ નહિં તો તમે પણ વીલ જરૂર કરી રાખજો.

બોલો હરિઓમ ! હરી તુ કર તે ખરી

મને કોઇ વસ્તુ વગર ચલાવી ન લેવુ ! અને પરદેશ મા બેઠા ઇન્ડીયાના મિત્રો વગર ન ચાલે ! આ બધી વાતો સો ટકા સાચી છે. જે વસ્તુ વગર ખરેખર ન ચાલે, એ બધી વસ્તુઓ ઈશ્વરે બધાને માટે પૂરતા પ્રમાણમા બનાવેલી છે. રૂપાળી સ્ત્રીઓ, મોહ માયા , કામ ક્રોધ વગેરે વગેરે. હુ એક દિવસ મંદીર ન જાવ તો હું આખો દિવસ મારો ખરાબ જાય , આવી વાતો કરનાર બગ ભગત છે છે અને કાં તો ઠગ ભગત છે છે. તમારા વગર દેવી હું નહિં જીવી શકું કહેનાર પતિ , ઘરભંગ થયા બાદ અનેક વર્ષ ધી વધારે સુખથી જીવે છે. સાચી સમજણ તો એ છે કે, પત્ની જીવે તો લોફર , ન મરે તો સોક્રેટીસની જેમ ફીલોસોફર .

બોલો હરિઓમ ! હરી તુ કર તે ખરીમારી વાત સાચી લાગી હોય તો જરા જોરથી બોલો, હરિઓ….મ !!…………

પ્રેમ અને પ્રેમીકા તમારી આવકને આધિન છે. તમને આ કડવુ સત્ય કોઈએ નહિં કહ્યુ હોય. તમને કદાચ થાશે કે આજે જાનીબાબા આવી વાત કેમ કરે છે? જરા આંખ ઉઘાડીને આજુબાજુ જુવો( પડોસમા નહી ) . એક વર્ષ એક બોય ફ્રેન્ડ સાથે કોફી પીવે છે, બે વર્ષ બીજા બોય ફ્રેન્ડ સાથે બ્રેક ફાસ્ટ કરે છે, ત્રણ વર્ષ ત્રીજા બોય ફ્રેન્ડ સાથે લંચ ડીનર લે છે, ચોથાને પરણ્યા પછી એ પ્રેમીની જોબ જાય છે, અને આવાય કીસ્સામા એ છૂટા છેડામા પરીણમે છે. ફીલ્મમા નવા હિરા મોડેલ જોઈને આજકાલની છોકરી ઑ એના એટલા બધા પ્રેમમા પડી જાય છે કે રાતે પણ એ તેના ફોટા સાથે રાખીને સૂવે છે. આ હિરો , આનાથી વધારેસારો હિરો ફીલ્મમા આવે ત્યાં સુધી જ ટકી રહે છે. અહીં મેં હિરોનો સિમ્બોલીક ઉપયોગ કર્યો છે.

હરિઓ…મ! જરા જોરથી બોલો, હરિનામ જપવામા નુકશાન નથી.

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે લક્ષ્મી અને સરસ્વતિ વચ્ચે શીત યુધ્ધ ચાલે છે માટે અભણ ને કરોડપતિ અને ભણેલાને રોડ પતિ બનાવે છે . આવા ખ્યાલથી ભણવાનું છોડી નહિં દેતા. સરસ્વતિ ની ઓછી ક્રુપા વાળા અને લ્ક્ષ્મીજીની વધારે ક્રુપા વાળાની સંખ્યા બહુ નાની છે. આના કરતાં સરસ્વતિની વધારે અને લ્ક્ષ્મીજી ની તેના કરતા વધારે ક્રુપા વાળાની સંખ્યા બહુ મોટી છે. હું કહેવા એ માગું છું કે સંજોગોને આધિન ભણવાનું રહી જાય, તો ફીકર ન કરતા, અમેરીકામા શ્યામાંગ અને શ્વેતાંગ ક્યાં બહુ ભણેલા છેતા?

હરિ સૌને સદબુધ્ધી આપે ! હરિઓ…મ !!

કોઈના ચુડી ચાંદલો કાયમ માટે નથી રહેતો ખરેખર તો તમે સૌભાગ્યવતી છો ત્યાં સુધીની જ તમારા પતિની જવાબદારી છે. ત્યારબાદ તમારી જવાબદારી તમારે પોતાને ઊઠાવવાની છે. આ વાત જેટલી વહેલી સમજશો એટલા વધારે સુખી થશો. પતિ તમારા માટે કેટલુ પ્રોવીડન્સ મૂકી ગયા એનું સમાજમા થોડું ઓછું મુલ્ય છે. તમે શું પેદા કર્યું, સમાજ એના જ ગુણગાન કરે છે. લોકો ઇન્દુમતિ નુ નામ જે રીતે લે છે, એ રીતે જાની બાબા નું નામ લેતા નથી. પતિ તરફથી વારસામા મળેલી સંપતિને એક ટ્રસ્ટીની જેમ અપનાવો તો પતિ અને તમારૂં બન્નેનું નામ શોભશે.

હરિ સૌને સુખી રાખે. હરિઓ…મ !!

એક કવિ એ બહુ સમજવા જેવી એક વાત કહી છે.

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે, રાખનાં રમકડાં, રમકડાં …

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી, તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ, રાખનાં રમકડાં, રમકડાં

આ ગીત સમજી રામ નામ જપતા રહો .

હરિઓ…મ, હરિઓ…મ, હરિઓ…મ.

તમે તમારો લગ્નકાળ તો નહિં બદલી શકો. નવા સુવાળા સંબધો શરૂ કરી તમારૂં ંઅંધારીયુ ભવિષ્ય થોડેઘણે અંશે બદલી શકો. આ વિષયની વિગતવાર ચર્ચા આપણે આવતા સતસંગમા કરીશું.

હવે તમે મારી આવી વહીયાત વાતોથી થાકી ગયા હશો. તો એક ભજન ગાઈ આજના સતસંગની સમાપ્તિ કરીએ. બધા મારી સાથે ગાવ…

લક્ષ્મીને ભજતાં હજી કોઈની નીકલ પડિ , થતા નથી જાણી રે…

કપાળે તિલક ‘ને આંખોમાં વિકાર છે,-જયકાંત જાની (અમેરીકા )

કપાળે તિલક ‘ને આંખોમાં વિકાર છે,
નિસ્તેજ ચહેરા પર વાસના ચિક્કાર છે.

સામે મળે જય જીનેન્દ્ર જીભથી બોલે,
ભુખી નજરોમા ભોગનો ઉભાર છે.

ડાફોળીયા મારશે મંદીરમા ચોતરફ ,
આંખો શોધતી ક્યા રૂપાળો શીકાર છે.

આ ધર્મના નામે ધંતીંગ ક્યા સુધી હવે,
ધર્મ ને સંયમ બે ધારી તલવાર છે.

કોઇ ડોકટર પાસેથી જાણ શરીરની રચના,
તુજ કહીશ, હાડ-માસં ચુથવા બેકાર છે.

જયકાંત જાની (અમેરીકા )

(-સુરેશ પરમાર ‘સૂર’ ની ગઝલ પરથી

હઝલ)

ખાલીપો – જયકાંત જાની ( અમેરીકા )

આંખમાં દિકરી વળાવ્યાનો ભેજ છે,
દિકરી વગર આંગણુ કેવુ નિસ્તેજ છે .

જમાઇ ના આંગણે રોજ હવે દિવાળી –
દિકરી ના ચહેરે એવુ જગમગતુ તેજ છે.

હુ દિકરી ને મો્ટી થતી રોકી ના શક્યો,
એણે રમેલા ઢીંગલા પોતીયા સામે જ છે.

પારકા ઘરે જઇ બાપની ચિંતા કર્યા કરશે ,
એની લાગણી એતો ઇશ્વરે આપેલો દહેજ છે.

રોજ રીંડીંગ નાઇટ લેમ્પ સ્વીચ ઓન કોણ કરે છે ?
દિકરી ના અધ્યન કક્ષમા તો ખાલી ખુરશી અને મેજ છે.

પાપ કરે તે પછતાય…..જયકાંત જાની (USA)

પાપ તારું પરમાણ પ્રેસીડન્ટ ! પાપ તારા સંભાળરે,
તારા અમેરીકાને ડુબવા નહિ દઉં, પ્રેસીડન્ટ રે ! એમ લીબર્ટી કહે છે જી.
વેચ્યા ગૌમાંસ , લીબર્ટી દેવી !
વેચ્યા ગૌમાંસરે

નિર્દોષ માણસોને યુધ્ધ્મા મારિયાં, લિબર્ટી દે રે !-એમ પ્રેસીડન્ટ કહે છે જી..
ઇઝ્ઝત લૂંટી ઇઝરાઇલની, લીબર્ટીદેવી !
ઇઝ્ઝત લૂંટી ઇઝરાઇલની રે,
મુગાં જનાવર મારિયા, લિબર્ટી દે રે ય!એમ પ્રેસીડન્ટ કહે છે જી..
ફોડી તોપ બંધુક , લિબર્ટી દેવી !
ફોડી તોપ બ્ંધુક રે,
ખુદ ના સોલ્જરો મારિયા લિબર્ટી દે રે !એમ પ્રેસીડન્ટ કહે છે જી..

લૂંટ્યા પેટ્રોલ કુવા, લિબર્ટી દેવી !
લૂંટ્યા પેટ્રોલ કુવા રે,
સતવીસું સોલ્જરો મારિયા, લિબર્ટી દે રે !—એમ પ્રેસીડન્ટ કહે છે જી..

શસ્ત્રો વેચ્યા અપાર, લિબર્ટી દેવી !
શસ્ત્રો વેચ્યા અપાર રે,
એવાં પાપ કરમ તો મેં કર્યાં, લિબર્ટી દે રે !—એમ પ્રેસીડન્ટ કહે છે જી..
જેટલા સ્કાય મા સ્ટાર, લિબર્ટી દેવી,
જેટલા સ્કાયમા સ્ટાર રે,
એટલા કુકરમ મેં કર્યાં, લિબર્ટી દે રે !—એમ પ્રેસીડન્ટ કહે છે જી..

પુણ્યે પાપ ઠેલાય, પ્રેસીડન્ટ !પુણ્યે પાપ ઠેલાય રે,
તારા અમેરીકાને બૂડવા નહિ દઉં, પ્રેસીડન્ટ રે !—એમ લિબર્ટી કહે છે જી

તો કે’ટો ની. -જયકાંત જાની (USA)

તો કે’ટો ની. જયકાંત જાની (USA)
…………………………..

(મનિષ ભાઇ કાં ઇ ભુલ થૈ જાય તો કેતા નહી)

હારીને પહતાય તો કે’ટો ની.
ડીપોઝીટ જો ડુલથાય તો કે’ટો ની.

ઢંઢેરામા તો કે’ટો તો કે મોધવારી ઊંચકી લૈસ.
પછી બોલ્યુ ફરી જાય તો કે’ટો ની.

અમના તો વોટ જાણે ડારુની થેલી.
પીધા પછી વોટ ફરી જાય તો કે’ટો ની.

”એની સ્પીચમાં ઠાલા વચનો ના વરસાદ…”
પછી ચુટણી ની છત્રી કાગડૉ થૈ જાય તો કે’ટો ની.

નેતા, જનતા ઔર લોકશાહી, બધું ડીંડક મારા ભાઇ
પછી ટોપી ઉડી જાય તો કે’ટો ની.

મને ગમે છે – જયકાંત જાની (USA)

શ્રી ઘાયલ સાહેબની ગઝલ પર થી  પ્રતિગઝલ જેવુ જ કઇક વ્યંગ કાવ્યા

ઝાંઝવાભર્યા જીવનનાં રણ મને ગમે છે,
લગ્નની બરબાદીના તારણ મને ગમે છે.

ક્રોધથી ભમેલી પાંપણ મને ગમે છે,
આપે છે ઝેર જીવનને,સાપણ મને ગમે છે.

કુવારા અને પરણ્યા ની હરક્ષણ મને ગમે છે,
એ સુડી હોય અથવા સારણ મને ગમે છે.

ખોટી કે મોટી પ્રેમપારાયણ મને ગમે છે,
લુછવા આ આસુ ટીસ્યુપેપેર પણ મને ગમે છે.

રડવું સદાય રડવું, સાસરે અચૂક હસવું,
પરણ્યા પછીનુ આ ડહાપણ મને ગમે છે.

આવે ઘર જો સાસુ, પુછો નહીં ભલા થઇ,
પોખ્યો કૈ ચોઘડીએ આપોંખણ મને ગમે છે.

વાપરે છે શ્રીમતીજી રૂપિયા ખોબો ભરી ભરીને,
છે ખૂબ મતલબી વ્હાલણ, મને ગમે છે

સાળી શું હવે હું પાછી વહુ પણ નહીં દઉં,
સાળી પણ મને ગમે છે, રૂપાળી પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
ભાર લગ્ન જીવનના! ડાકણ મને ગમે છે.

ભેટ્યો છું ટાઇમ બોંબ ને કૈં વાર સાસરીયામાં!
આ જીવતા વાયરો જેમ ઝણઝણ મને ગમે છે!

પરણીતો , તમને મુબારક આ પ્રતિકાવ્ય મારાં,
મેં બ્લોગપર મુક્યા છે, એ અવતરણ મને ગમે છે.

એક ઓળખ પત્ર – જયકાંત જાની (USA)

નેતાઓના ઠાલા વચનો તમે કેટલા સાખી શકો ?
એકલવ્ય જેમ ભસતા કુતરા નુ મુખ બાંધી શકો ?

પ્રજા બહુ બહુ તો કરીએ શું શકે ભાવ વધારા વિશે ?
બંધ જેવા બંધ થી મોઘવારી ને નાથી શકો !

લાંચની લાલચ, લુટારૂ મન ને ખોરી હોય દાનત,
તો નાલાયક નેતા ને ભલા કઈ રીતથી માપી શકો ?

રાવણ જેવા નેતાઓ પાછા રામ રાજ્યની વાતો કરે છે
પુછો એને શબરી ના એઠા બોર તમે ચાખી શકો !

જો, ફરી ચુટણી સમય આવી ગયો છે રાજ્યમા
ગાંડા હાથીને બાંધી શકો તો ક્યાં સુધી બાંધી શકો.

હે મમ્મી ,-જયકાંત જાની (USA )

હે મમ્મી ,

તે મને પારકા ઘરે જઇ બીજા ને પોતાના કરવા માટે મોકલી હતી,
તે હું કરી ના શકી.
તે મને વ્યહવાર ના વાવાઝોડામા ધકેલીને,
ગુનાતીત થઇ બહાર આવવા કહ્યું,
પણ હું તો વહેવારના વંટોળમા વધારે ફંગોળાતી ગઇ .

તે મને પતિ ને પરર્મેશ્વર બનાવીને ઇશ તત્વ શોધવા કહ્યું,
પણ હુ તો પતિના અવગુણો શોધવા વ્યસ્ત રહી.
તમે મને સાસરીયામા દુધમા સાકરની જેમ ભળવા કહ્યું હતુ ,
હું પાણી મા તેલની જેમ તરતી રહી પણ કોઇ સાથે ભળી ના શકી.
અને હા, તમે મને જીભથી સંયમ પુર્વક બોલીંગ કરવા કહ્યુ હતુ ,
ઊલટાનું મેતો સાસરીયાના સ્ટપડા ઉડાવી દીધા.
મમ્મી હુ ખુબજ દિલગીરી છુ,
મમ્મી મને માફ કરજે

દિકરી ને જ્ઞાન બોધ – જયકાંત જાની (USA )

કરકસરનો કક્કો અને બચતની બારખડી જાણીએ
દિકરી ,પતિની પછેડી પ્રમાણે સોડ તાણીએ

ચાહતના ચોઘડીએ પતિ સાથે મજા માણીએ
દિકરી ,પરણ્યા પછી પતિને પરમેશ્વર જાણીએ

પેન્ડોરા બોક્ષમાં જીંદગીના બધા દુખો પધરાવી એ
દિકરી ,આપણા સુખદુખનો હિસાબ કોઇને ન જણાવીએ

પિયરના લાડ્ની લિજ્જત ક્રમશ મનથી ભુલાવી એ
દિકરી ,સાસરીયાનું સિલેબર્સ સહજ સ્વીકારીએ.

ગુજરાતીગીરી -જયકાંત જાની (USA)

બ્રહ્મા કરોતું દીર્ઘાયુ ,શિવમ કરોતું ક્લ્યાણમ
લક્ષ્મી કરોતું ઐશ્વયમ ,ઘનવંતરી કરોતું આરોગ્યમ

એક ગુજરાતી ને સપ્નામા ભગવાન આવ્યા અને વરદાન માગવા કહ્યુ.
ગુજરાતીએ કહ્યુ ” મારા મિત્રો અને કુટુબીજનો હંમેશ માટે તંદુરસ્ત અને સુખી રહે ”
ભગવાન કહે મંજુર પણ ફક્ત ચાર દિવસ ।
ગુજરાતી કહે ભલે આ ચાર દિવસ ” વસંત , ઉનાળો, શિયાળો , અને પાનખર ”
ભગવાન કહે મંજુર પણ ફક્ત ત્રણ દિવસ
ગુજરાતી કહે ભલે આ ત્રણ દિવસ ” આજ , કાલ, અને આવતી કાલ
ભગવાન કહે મંજુર પણ ફક્ત બે દિવસ
ગુજરાતી કહે ભલે આ બે દિવસ ” દિવસ અને રાત ”
ભગવાન કહે ના, ફક્ત એક દિવસ
ગુજરાતી કહે ભલે
ભગવાન કહે ક્યો દિવસ ?
ગુજરાતી કહે રોજનો દિવસ
ભગવાન હસી ને કહે તથાસ્તુ
તમને ગુજરાતીઓ ને નિગોશિએશનમા કો ઇ પહોચી ન શકે
તમે તમારા મિત્રો અને કુટુબીજનો હંમેશ માટે તંદુરસ્ત અને સુખી રહે
તે માટે વરદાન માગો છો એટલે હુ ના ન કહી શકુ
જેઓ બીજામાટે વિ્ચારે તેને હુ અઘિક ચાહુ છુ
“તમે સુખી રહો અને બીજાને સુખી કરો ”

આ સઘળાં વ્રુક્ષોને કહી દો ડાયપરીયા લગાવે-જયકાંત જાની (USA)

આ સઘળાં વ્રુક્ષોને કહી દો ડાયપરીયા લગાવે
પાનખરને પણ કહી દો પાંદડા તેમા ખેરવાવે

મનફાવે ત્યાં ડગલાઓને આમ નહીં ફરવાનુ
તિઓલી પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું

દરેક પવન દેવને વેક્યુમ ફરજિયાત શીખવાનું
લખી જણાવો વિન્ડ ફિન્ડ ને તુર્ત જ ક્લિન અપ કરવાનુ

આ વરસાદને સમજાવો ચોમાસા મા આવે
સ્નોફોલને પણ કહી દેવું ના ખાબકે મનફાવે

અમથું કંઇ આ વિન્ટરને સમર વેકેશન દેવાનું ?
ડોનેશનમાં ઠંડુ ઠંડુ એઇર કન્ડીશન લેવાનું

એક નહીં પણ અહીં ચાલે છે સો સો વેઘર ચેનલો
આઉટડેટ થયેલો હવામાન શાસ્ત્રી કાઢે ખોટી ભૂલો !

કારણ કે હુ મા છુ -જયકાંત જાની (USA)

જે દિકરાને નવ મહિના પેટમા રાખ્યો તે, લગ્ન પછી

નવ મહિનામા તેની વહુ ને લઇ જુદો થઇ ગયો,

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ

તેનો નવમા દિવસે ફોન આવ્યો, પુત્રવઘુને સારી

જોબ મળી છે. મે પુછ્યુ તમારુ જમવાનુ ?

તેણે કહ્યુ ” ટિફીન મંગાવીએ છીએ, હુ સમસમી ગઇ

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ

નવરાત્રી ના દિકરાનો ફોન આવ્યો પુત્ર વધુ

પ્રેગનન્ટ છે તમે સુવાવડ કરવા આવશો ને ?

મે હા કહી.

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ

પુત્રવધુ એ પુત્રને જન્મ આપ્યો , પ્રપૌત્રનો

ચહેરો જોઇ હુ રડી પડી, પુત્રે પુછ્યુ

મમ્મી આ હર્શ ના આસુ છે ?

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ

દિકરા એ પુછ્યુ , તમે તમારા ઘરે અમારા

દિકરા નુ બેબી સિટિંગ કર્શોને ?

હુ આ સાંભળી હસી.

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ

પછી ………

પ્રપોત્રે એક દિવસ પુ્છ્યુ ” મોટીબા તમે

અમારાથી કેમ જુદા રહો છો ?

હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મોટી મા છુ.

સ્હેજ પણ સહેલું નથી -જયકાંત જાની (USA)

જાતને સુધારવાનુ સ્હેજ પણ સહેલું નથી,
કુટેવોને છોડવાનુ સ્હેજ પણ સહેલું નથી.

વિચારોની ભીડમાં એક કુવિચાર આવ્યા પછી,
કુવિચારને કાઢવાનુ સ્હેજ પણ સહેલું નથી.

છાતીએ ભાર વેઢાડી ક્યાં સુધી ફરવું ભલા !
મૌન જીભે બોલવાનું સ્હેજ પણ સહેલું નથી.

ક્યાં છે અઘરું જતા કરવું સાચી સમજણ રાખીને,
અહમને છોડતા જવાનું સ્હેજ પણ સહેલું નથી

ટેન્શન.કોમ-જયકાંત જાની (USA )

મે ટેન્શન મુકત થવા રેડવાઇન પીધો
મગજ નુ ટેન્શન હ્રદય તરફ વળ્યુ

મે ટેન્શન મુકત થવા ધુમ્રપાન કીધુ
ધુમાડા બહાર નીકળ્યા અંદર કઇક બળ્યુ

મે ટેન્શન મુકત પ્રેમ પ્રયોગ કીધો
પ્રેમ મા મન વાસના તરફ ઢ્ળ્યુ

મે ટેન્શન મુકત થવા વ્રત તપ કર્યા
તાણ મુકત થવા એક તપ ના ફળ્યુ

મે ટેન્શન મુકત યોગ પ્રાણાયમ કીધા
ટેન્શન ન ઘટ્યુ આખુ શરીર ગળ્યુ

ગણિત એટલે શુ ? જયકાંત જાની (USA)

પરસ્પર પ્રેમ ના ગુણાકાર થી પ્રેમ બેવડાય છે ?
કે ગેર સમજણ ના સરવાળા થી પ્રેમ ગુચવાય છે

શ્ંકા કુશ્ંકા ની નિશાની થી જીવન નથી પૂરું થતું
હરક્ષણે ભય ના ભાંગાકા થી કાળજે શુળ ભોંકાય છે

ચાલ, પ્રેમ સંબંધોનું કોઇ અંક ગણિત શોધીએ
કે, હ્ર્દય માથી પ્રેમ ની બાદબાકીથી શુ થાય છે

સ્વાર્થ ના બીજગણિત થી સ્ંબધ તૂટી જતા વાર શી
મિત્રતાના અપુર્ણાક પછી દુશમની સુધી લંબાય છે

શરીરમાથી જીવ ની બાદબાકી મોત ની શેષ છે,
મોક્ષનુ સમીકરણ ભાવ શૂન્યતાથી બંધાય છે

પ્રેમ નિતરતો પ્રેમ પત્ર લખી ને મોકલાવ- જયકાંત જાની (USA)

પ્રેમ નિતરતો પ્રેમ પત્ર લખી ને મોકલાવ
હલ્લો હાવ આર યુ નો ખાલી કાગળ ન મોકલાવ

મન મુકી ને નાહીએ એવો ગાંડો વરસાદ મોકલાવ
ખાલી ગગડતા ખાલી ખમ વાદળ ન મોકલાવ

તારી આંખો નુ મોહિની વશીકરણ મોકલાવ
આંખોથી ખરી ગયેલુ કાળુ કાજળ ન મોકલાવ

જે જે સ્થળે એઠા કર્યા થા હોઠ તેની સ્મ્રુતિ મોકલાવ
પ્રેમ કરતા અટક્યા તેના થી આગળ ન મોકલાવા

શતરંજ ની રમતના શબ્દ ચેક યોર કીંગ મોકલાવ
વજીર અને ખોટા નકામા પાયદળ ન મોકલાવ

સમજણ નુ સુખ – જયકાંત જાની (USA)

આસ્તિક બનવુ કે નાસ્તિક એ મનસુફી ની વાત છે
અંધશ્રધાળુ બનવુ એ તો અધપતનની શરુઆત છે

દિવાની મીરાએ ઝેર તો પીઘા હતા જાણી જાણી
ઝેર નુ અમ્રુત કરી દે તે શ્રી ક્રુષ્ણની ઓકાત છે

કલ્યાણકારી અભિગમન ક્યા અપનાવી શકે છે લોકો
અહમમા ઓગળી ગયેલી આળવિતરી માનવ જાત છે

લખ ચોરાસી ફેરામા જન્મો જન્મથી આ જીવ અથડાય છે
જીવની અધોગતિ એ માનવ જીવ માટે મહાપાત છે

કેટલા જન્મોના પુણ્યકર્મો પછી આ માનવદેહ મળૅ
માનવ દેહ એ પ્રભુની ઉત્તમમોત્તમ સોગાત છે

મેડિટેશન કરવા જરા આંખો બંધ કરી જુઓ
વિચરો મા બધી ભોગ વિલાસ ની આયાત છે

આ વળી શુ છે ? – જયકાંત જાની (USA)

રાધા એ એક દિ પુછ્યુ હતુ કાન ને
વાલા આ વેલેન્ટાઇન ડૅ વળી શુ છે ?
પોચુ પોચુ હસી કુષ્ણે કહ્યુ હતુ રાધાને
પ્રેમીઓ ના પ્રેમના ખોટા દેખાડા છે

સુદામા એ એક દિ પુછ્યુ હતુ શામળાને
સખા આ ફ્રેન્ડશીપ ડૅ વળી શુ છે ?
મરક મરક હસી કુષ્ણે કહ્યુ હતુ સુદાને
મિત્રો ના મૈત્રી જાળવાના અખાડા છે

દિકરા એ એક દિ પુછ્યુ હતુ માત ને
મા આ મધર ડૅ વળી શુ છે ?
ખંધુ હસી ને માતાએ કહ્યુ હતુ દિકરાને
માતાનુ ઋણ ચુકવાના ખોટા બખાડા છે

દિકરા એ એક દિ પુછ્યુ હતુ બાપને
બાપા આ ફાધર ડૅ વળી શુ છે ?
રહસ્યમય હસી બાપે કહ્યુ હતુ દિકરાને
દુર્યોધન માથી શ્રવણ બનવાના ભવાડા છે

જનતા એ એક દિ પુછ્યુ હતુ નેતા ને
નેતાજી આ ઇન્ડીપેન્ડસ ડૅ વળી શુ છે ?
રાજ ભર્યા હાસ્યે નેતાએ કહ્યુ હતુ પ્રજાને
નેતાઓ ના મત પડાવા ના દહાડા છે

નેતા જ્યારે જન્મે છે ત્યારે તેની ખોપરીનુ વજન-જયકાંત જાની (USA)

નેતા જ્યારે જન્મે છે ત્યારે તેની ખોપરીનુ વજન
નહીવત હોય છે.
અને જ્યારે ચુટણી જીત્યાબાદ
તેની ખોપરીનું વજન રાવણ ની ખોપરી કરતા વધારે જ હોય છે.
જિંદગીનું પહેલું નાણુ જેનું નામ કાળુ નાણુ,
જેનો હિસાબ ન હોય
જે કાળુ નાણુ સ્વીસબેન્ક મા સ્થિરથાય,
એમાંય નામ ન હોય.
તો વચગાળાની ચુટણી માટે આટલી ઉપાધિ શા માટે?
આટાલા દગા અને પ્રપચ શા માટે?
લોહી ચુસતા માંકડ મછર નેતા ક્યા ગ્રુપ ચેક કરે છે,
પૈસા દેતા જરાક ચેક કરશો,
એ કયા પક્ષનો છે?
કોગ્રેસી? ભાજપી છે? કે અપક્ષ નો છે?
અને ખોટા નેતાને પૈસા આપતા પહેલા જ
આજે દેશ માં અશાંતી,ક્લેશ,કકાસ છે.
હરામનો ને હાયનો પૈસો,
ચુટણી ને રમખાણ,ક્લબો ને બારમાં,
પૂરો થઇ જશે.
…ને જનતાનેય પૂરો કરી જશે..!
સ્વિસ બેન્ક બેલેન્સ વધે પણ જો પક્ષનુ બેલેન્સ ઓછું થાય,
તો સમજવું કે પૈસો વધારે નેતાઓ લુટશે.

તો કે’ટો ની.- જયકાંત જાની (USA)

હારીને પહતાય તો કે’ટો ની.
ડીપોઝીટ જો ડુલથાય તો કે’ટો ની.

ઢંઢેરામા તો કે’ટો તો કે મોધવારી ઊંચકી લૈસ.
પછી બોલ્યુ ફરી જાય તો કે’ટો ની.

અમના તો વોટ જાણે ડારુની થેલી.
પીધા પછી વોટ ફરી જાય તો કે’ટો ની.

”એની સ્પીચમાં ઠાલા વચનો ના વરસાદ…”
પછી ચુટણી ની છત્રી કાગડૉ થૈ જાય તો કે’ટો ની.

નેતા, જનતા ઔર લોકશાહી, બધું ડીંડક મારા ભાઇ
પછી ટોપી ઉડી જાય તો કે’ટો ની.

મને ગમે છે – જયકાંત જાની (USA)

શ્રી ઘાયલ સાહેબની ગઝલ પર થી
પ્રતિગઝલ જેવુ જ કઇક વ્યંગ કાવ્યા

ઝાંઝવાભર્યા જીવનનાં રણ મને ગમે છે,
લગ્નની બરબાદીના તારણ મને ગમે છે.

ક્રોધથી ભમેલી પાંપણ મને ગમે છે,
આપે છે ઝેર જીવનને,સાપણ મને ગમે છે.

કુવારા અને પરણ્યા ની હરક્ષણ મને ગમે છે,
એ સુડી હોય અથવા સારણ મને ગમે છે.

ખોટી કે મોટી પ્રેમપારાયણ મને ગમે છે,
લુછવા આ આસુ ટીસ્યુપેપેર પણ મને ગમે છે.

રડવું સદાય રડવું, સાસરે અચૂક હસવું,
પરણ્યા પછીનુ આ ડહાપણ મને ગમે છે.

આવે ઘર જો સાસુ, પુછો નહીં ભલા થઇ,
પોખ્યો કૈ ચોઘડીએ આપોંખણ મને ગમે છે.

વાપરે છે શ્રીમતીજી રૂપિયા ખોબો ભરી ભરીને,
છે ખૂબ મતલબી વ્હાલણ, મને ગમે છે

સાળી શું હવે હું પાછી વહુ પણ નહીં દઉં,
સાળી પણ મને ગમે છે, રૂપાળી પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
ભાર લગ્ન જીવનના! ડાકણ મને ગમે છે.

ભેટ્યો છું ટાઇમ બોંબ ને કૈં વાર સાસરીયામાં!
આ જીવતા વાયરો જેમ ઝણઝણ મને ગમે છે!

પરણીતો , તમને મુબારક આ પ્રતિકાવ્ય મારાં,
મેં બ્લોગપર મુક્યા છે, એ અવતરણ મને ગમે છે.

જોબ વિનાનુ જોને ગાડુ -જયકાંત જાની ( ન્યુ જર્સી )

(હે જી મારું બળદ વિનાનું દોડે જુનું ગાડું રે – દિનેશ ઓ.શાહ )
ની રચના પર થી પ્રેરાઇ ને લખેલુ

હે જી મારું જોબ વિના અટક્યુ જીવન ગાડું રે
ઑબામા તારી મંદી ને હું તો નવ જાણું રે! ….હે જી મારું

પિઝા બર્ગર મૂકી તેં ભરી દીધું મુજ ભાણું રે
પેપ્સીના પેગે પેગે પિઝાને ગળા નીચે ઉતારુ રે… તારી મંદીને

આંખો થી ટપકે આંસુ ને વિન્ટરે સ્નોનુનુ લ્હાણું રે
વિદેશના અણગમા વચ્ચે ગાતો સ્વદેશનુ ગાણું રે…તારી મંદીને

ડોલર કમાયો શરીર ગુમાવ્યું શું રે બચ્યું નાં જાણું રે
જીવનની ઢળતી સાંજે તું જ હવે મુજ નાણુ રે…તારી મંદીને

સઘળી ચિંતા છોડીને મન વતન કોર હું ભગાડું રે
ઓબાના ભરોસે આગળ હાકું કેમ હું જીવન ગાડુ રે …તારી મંદીને

સત્યમ – શિવમ- સુંદરમ જયકાંત જાની (અમેરીકા )

જે વાત કહેવી છે તે પ્રાથના મા કહેવાય નહીં
હે હરિ તારા સામે ચૂપ પણ રહેવાય નહીં

રહે છે કોણ આ હ્રદયમા બ્રહ્મ સ્વરુપે ,
હું રોજ અનુભવુ છું તો પણ એ દેખાય નહીં

નથી હિંમત હવે હાથ ફેલાવી દુવા માંગવાની,
ને હરિ તમારો હાથ પણ છોડી શકાય નહીં.

શ્વાસો મા પમરતા રહો શિવમ સુગંધ થઇને,
હવે સત્યમ સુદંરમ ને નિવારીય પણ શકાય નહીં.

નથી શ્વાસો ની જણસ હવે હરિમ ચોપડે જમા,
અને છતાંય કેમ હરિ હેતે શ્વાસ મુકી શકાય નહીં

જોરૂ કા જટકા ધીરે સે લગે – જયકાંત જાની (અમેરીકા )

ભાઇરે જાટકે જગાડે તેને તો જોરુ તે કહીએ
જોરૂના તે ગુલામ થઈને રહીએ રે… ભાઈ રે જાટકે

સપ્તપદી ફરે ભવ ફેરાનુ ચક્કર રહ્યું ઊભું
ત્યારે તેવા તો ફેરા શીદ ફરીએ રે?… ભાઈ રે જાટકે

ઘરવાળી ની ચાકરી નિત્ય રહી ઊભી
ત્યારે સાળીની તો વેઠ શીદ સહીએ રે?… ભાઈ રે જાટકે

આત્માના અવાજનુ ગીત જ્યારે પૂરું ના સભળાયુ
ત્યારે વહુ ના વડકા શીદ સુણીએ રે?… ભાઈ રે જાટકે

મોજ માજા ને આનંદ નો ભંડાર ખુટવા રે લાગ્યો
ત્યારે સાળી સંગાથે શીદ જઈએ રે?… ભાઈ રે જાટકે

પ્રેમીકાનો સંગ કરે પ્રેમ રહ્યો ઊભો
ત્યારે લવર ના લફરા તે શીદ કરીએ રે?… ભાઈ રે જાટકે

દિકરાને મળવા પહેલા ફોન કરાવે
ત્યારે તેને તે ઘેર શીદ જઈએ રે?… ભાઈ રે જાટકે

લાભ શુભ ચોઘડીયા હસે તિથિ તોરણે

ને ઉદવેગ ચોંટયો છે મારે હઈયે રે?… ભાઈ રે જાટકે

સ્ત્રી તારો પ્રેમ તો નકરો વહેમ છે
અમે લુખ્ખા લાડને લેઈને રહીએ રે?… ભાઈ રે જાટકે
( બાપુ ગાયકવાડના ભજન ના આધારે )

છંદ અને આછંદસ. -જયકાંત જાની (અમેરીકા )

તમારા શાત્રોક લગ્ન છંદ વિધાનમા છે.
પ્રેમ લગ્ન એ આછંદસ છે.
તમારા ધર્મ પુત્ર છંદ વિધાનમા છે.
કામપુત્રો એ આછંદસ છે.
તમારા શાત્રોક લગ્ન છંદ વિધાનમા છે.
પ્રેમ લગ્ન એ આછંદસ છે.
તમારા આસ્તિકતા માર્ગ છંદ વિધાનમા છે.
નાસ્તિકતા એ આછંદસ છે.
તમારા જ્ઞાન વિજ્ઞાન છંદ વિધાનમા છે.
અજ્ઞાન એ આછંદસ છે.
તમારા શ્રધા સબુરી છંદ વિધાનમા છે.
અંધ શ્રધા એ આછંદસ છે.
તમારા ધર્મ પત્ની છંદ વિધાનમા છે.
ગર્લ ફ્રેન્ડ એ આછંદસ છે.
તમારા રામરસ છંદ વિધાનમા છે.
કામરસ એ આછંદસ છે.
તમારૂ મિતાહારી પણુ લગ્ન છંદ વિધાનમા છે.
ખાવધરાપણુ એ આછંદસ છે.
તમારા બધા આનંદ માર્ગ છંદ વિધાનમા છે.
વિષાદ માર્ગ એ આછંદસ છે.

બૉસ, આ અમેરીકા છે!-જયકાંત જાની (USA )

અહીં SEX કેરો સાદ છે
કામ સુત્ર નો પ્રસાદ છે
ને વિપ્રકૃતિનો વરસાદ છે !
બૉસ, આ અમેરીકા છે !

અહીં સ્પ્રિગવોટરયા નીર છે
બટર અને પનીર છે
ને ડોલરીયુ તકદીર છે !
યસ, આ અમેરીકા છે !

અહીં રેપ સોંગનો ત્રાસ છે
વળી કોસ્મેટીક ઉજાસ છે
ને હેંગ ઓવરીયુ પરભાત છે
અલ્યા,આ અમેરીકા છે !

અહીં ભોજનમાં પિઝા-કોક છે
સંસ્કારમાં કલ્ચર શોક છે
ને પ્રજા શૂરવીર ને રોક છે !
કેવું આ અમેરીકા છે !

અહીં બિઝનેસની વાત છે
વેપારીઓ ની જમાત છે
ને શ્યાંમાગ શ્વેતાંગ-જાત છે
યાર, આ અમેરીકા છે !

અહીં પર્વોનો વ્યાપાર છે
સૌદર્ય સઘળુ આરપાર છે
ને કાળો કામ વ્યાયામ છે !
દોસ્ત, અમેરીકા છે !

વ્રુધ્ધાશ્રમ સમાજનુ બેરોમિટર – જયકાંત જાની (USA)

દિકરાના ઓશિયાળા રોટલા કરતા
વ્રુધ્ધાશ્રમના રોટ્લે અમારે લીલા લહેર છે.

નહી વહુ નો ટકટ્કાટ ,બડ્બડાટ કે લવલવાટ્
વ્રુધ્ધાશ્રમના ઓટલે અમારે શાંતિ ચોમેર્ર છે.

વ્રુધ્ધાશ્રમમા પ્રવેશ નુ હવે વેઈટીંગ લિસ્ટ છે.
અમદાવાદ હવે એવુ સુધરેલ શહેર છે.

શ્રવણ હોય કે દુર્યોધન દિકરો અ દિકરોજ છે.
સબંધમા લહેણ દહેણ ઈશ્વરની મહેર છે.

ઘરડા ના ઘડ્પણ સાચવે એજ ખરા દિકરા
ઘણા કુળ દિપક ના અજવાળે અંઘેર છે.

વ્રુધો વ્રુધ્ધાશ્રમનીજ ખરી શોભા છે
સુઘરેલા સમાજમા આ નવી લહેર છે

લગણી ઘેલા વડીલો મગજથી વીચારે
લાગણી નુ પ્રદુષણ એ ધીમુ ઝહેર છે..           

સમય નથી – જયકાંત જાની ( USA )

ઇશ્વર ક્રુપાળુ છે લોકો માટે, પણ ઇશ્વર માટે સમય નથી
આ ર્ંગ બદલતી કુદરત ને, નિહાળવા માટે પણ સમય નથી

હરિ હોવાનો અહેસાસ છે, પણ હરિ ઓમ માટે સમય નથી
બધા સ્ંતો છે નજર સામે, પણ સત્સંગ માટે સમય નથી

અન્યના દોષો દેખાશે, પણ અંતર ઝાંખી માટે સમય નથી
ઘર્મની શુ વાત કરવી,માનવ ઘર્મ નિભાવવા નો સમય નથી

ઇશ્વરમા છે શ્રઘા ઘણીય , પણ પાર્થના માટે સમય નથી
જીવન છે સ્ંકટો થી ભરેલુ, પણ સ્ંકટ મોચન માટે સમય નથી

પેટીયુ રળવા મા એવા રચ્યા કે સગા વ્હાલામાટે સમય નથી
મા અને બાપ ની શુ કદર કરે જ્યા ઇશ્વર ક્રુપાની કદર નથી

તમેજ કહો હે હરિ શુ થશે આ આયખાનુ
જીજીવિષા ઘણીય છે પણ જીવાડ્નાર જગદીશ માટે સમય નથી

ઘીર ક્યા ઘરે છે મન ક્યા ભુલે છે ભટકવાનુ
શ્વાસજ મોતની ચદર વણે છે પણ પ્રાણાયમ માટે સમય નથી

ભગવાન ખુદ કબુલે છે જન્મોજનમ મા બાપ નુ ઋણ ચ્કવી ન શકાય
જે માતા પિતા એ જ્ન્મ આપ્યો તેના ઘડ્પણ પાળવાનો સમય નથી           

મા – જયકાંત જાની (USA)

ગાજવીજ થી ડરીજતો ત્યારે
તારા પાલવમા છુપાવતી
રામ રક્ષાના કવચ તરીકે
તુ રામનામ જપાવતી

દોડતા ગોઠણીયા છોલાતા ત્યારે
તુ ફુંક મારી ઘા રુઝાવતી
મા તારી ફુકમા ત્યારે કેવી ઠ્ંડક લાગતી

શેરીએ રમી ઘુળિયા શરીરને
વ્હાલ સાબુએ નવરાવતી
મારી પાછળ દોડી દોડી ને
પરાણે કોળીયા જમાડતી

બહાર જવાનુ હોય ત્યારે
નવા વા વા પહેરાવતી
પોચી પકડે ગાલ પકડી
વાળમા બાબરી પાડતી

બુરી નજરથી બચાવા મને
ગાલે કાળુ ટ્પકુ લગાડ્તી
સહેજ જરા નરમ લાગુ તો
માથે થી રાય -મીઠુ ઉતારતી

નથી થવાતુ – જયકાંત જાની (USA)

ઘગશ વગર ઘનવાન નથી થવાતુ
અકર્મીઓ નુ નસીબ જલ્દી નથી પલ્ટાતુ

વિશાળ ફલક પર ઉભા રહી ને જુઓ
કુવાના દેડ્કા રહી ને વિશ્વ નથી જોવાતુ

પગે ઘુંઘરૂ બાંઘી કોઇ વાર નાચી તો જુઓ
મીરાની જેમ મુકત મને નથી નચાતુ

હૈયાથી હોઠ સુઘી શબ્દો લાવી ગાઇ જુઓ
સત્સગ વગર ભાવ ગીત નથી ગવાતુ

અહમ ઓગાળીને દુશ્મનોને નમી જુઓ
આકાશની જેમ ઘરતી પર નથી ઝુકાતુ

કાવા દાવા અને કપટ થી જીવનારાથી
સહજ અને સરળ બની નથી જીવાતુ

બચી શકો કદાચ બઘા પ્રલોભનોથી
સ્ંસારની મોહ માયાથી નથી બચાતુ

ક્યા સુઘી – જયકાંત જાની (USA)

પારકા પરદેશ સાથે પ્રીત ક્યા સુઘી ?
વતનનુ વ્હાલ ન સમજાય ત્યા સુઘી

પરદેશમા ઘોળીયાની ગુલામી ક્યા સુઘી
દેશની સ્વત્ંતત્રાનુ મુલ્ય ન સમજાય ત્યા સુઘી

અમેરીકાનો ભોગ- વિલાસ ક્યા સુઘી
ધર્માચરણ ની કીંમત ન સમજાય ત્યા સુઘી

ટીનોજરો મા સ્વત્ંત્રતાની સ્વચ્છ્દતા કા સુઘી
આત્મસ્ંયમનુ ખરુ ભાન ન થાય ત્યા સુઘી

વ્સસન નુ ઘોડાપુર જીવનમા ક્યા સુઘી
શરીર રોગ થી ઘેરાય છે તેવી જાગ્રુતિ ન થાય ત્યા સુઘી

ડૉલર પાછળ આંઘળી દોટ ક્યા સુઘી
પગની ઢાંકણીયુ ઘસાઇ નહી ત્યા સુઘી

દાદી ને પ્રપૌત્ર સાંભરે – જયકાંત જાની (USA)

પળ પળ પરદેશે પ્યારો પ્રપૌત્ર સાંભરે
કાળજાનો કટકો મારો રહી ગયો જો દેશમા

કાજુ કિસ્મીસ અહી સ્વાદથી ભરેલા
ડ્રાયફ્રુટ નો ખાનાર મારો રહી ગયો જો દેશમા

કાર્ગો જીન્સ્ર મળે અહીંયા વિઘ વિઘ ર્ંગો મા
કારગો જીન્સ નો પહેનાર મારો રહી ગયો જો દેશમા

ચિંગમ અને ચોકલેટ અહી મળે મજાના
ચોકલેટીયો ચબી મારો રહી ગયો જો દેશમા

ગમતી ગેઇમ્સો અહી મળે અજબ ગજબની
ગેઇમ્સોનો બાજીગર મારો રહી ગયો જો દેશમા

હેરી પોર્ટર ની અહીયા વારતાઓ મજાની
દાદીની વારતા સાંભળનાર મારો રહી ગયો જો દેશમા

જીવન બોઘ – જયકાંત જાની (USA)

ફીકર ની ફાકી કરીએ બનીએ મસ્ત ફકીર
ચીતા સમાન ચિંતાને મન સ્પર્શે નહી લગીર

સફળતા થી ન હરખાઇએ, નિસ્ફળ્તા નો ન કરીએ ર્ંજ
પરમેશ્વરના પ્યાદા આપણે,અકળ અદીઠ તેની શતર્ંજ

જેકાંઇ મળે જ્યારે મળે, તેને વઘાવો પ્રેમ થી
જે કાં ઇ ખોયુ જ્યારે ખોયુ, તેને વિસારો મન થી

સાચુ સુખ સમજણમા આ બધા નસીબ ના જોગ સ્ંજોગ
હરિ વાલાની મરજી થી થાય સઘળા યોગ વિયોગ

સુખ કે દુ ખ કર્મ આઘીન છે મન રાખીએ ન ફર્ક
હુ જ કેમ આટ્લો દુખી એવો ન કરીએ કદી તર્ક

હર હાલ મા રહેવુ રાજી રે આતો હરિવાલા ની બાજી રે
ખુદ સાથે ખુબ ઝગડ્વુ અને ખુદ ના બનવુ કાજી રે

સરળ રહી સરતા રહીએ નરહેવુ ખોટા વિચારમા
હૈયે થી હળવા બનીએ ડુબે સઘળુ ભારમા

ખોટી પકડા પકડી છોડીને હરિવાલા ને પકડી એ
હુ હુ ના ખોટા કાકરા ભરીને ખોટા ન ખખડીએ

હરિવાલામા ખોવાય ને હરિવાલા ને જડીએ
ઘરમ નો મારગ પકડીએ તો કોઇને ન નડીએ

ભૂલો ભલે વેલેન્ટાઇનટ ડે, મઘર ડે ભૂલશો નહિ-જયકાંત જાની (USA )

ભૂલો ભલે વેલેન્ટાઇનટ ડે, મઘર ડે ભૂલશો નહિ
મઘર ડે છે ના માતમને, મન થી વિસરશો નહિ

બીલો ભર્યા ડોક્ટર તણા, ત્યારે તમે અવતર્યા
એ માયાળુ મા ના મુખ ને , મુખવટા થી છેતર્શો નહિ

બેબી ફુડ બાય કરી, મ્હોંમાં દઈ મોટા કર્યા
આ હેત ભર્યા મુખ સામે, મોઢુ મચકોડ્શો નહિ

રમકડે લડાવ્યાં લાડ તમને, રમકડા ઘર ઉભુ કર્યુ
એ રમકડા વહુ આવ્યા પછી, માત ને ભૂલશો નહિ

લાખો ડોલર હો ભલે, ડોલર બઘા સુગ્ંઘ હીના
એ ડોલર નહિં પણ ગાર્બેજ છે, એ માનવું ભૂલશો નહિ

જીવન મા સુખ શાંતિ ચાહો, મા બાપ ની સેવા કરો
જેવું આપશો તેવું પામશો, એ ગીવ અન્ડ ટેક ભૂલશો નહિ

ભો પર સૂઈ પોતે અને, સોફે સુવડાવ્યા આપને
એ અમી કોશી આંખને, ભૂલીને ભીંજવશો નહિ

રેડ કાર્પૅટ બિછાવી પ્રેમથી, જેણે તમારા વોક વે પર
એ સાન્ટાક્લોઝ ના રાહ પર, હડ્લ કદી બનશો નહિ

મોટા મોલ મા મળશે બધું, પેરન્ટ મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.  

ગુણવત્તાની પ્રતિજ્ઞા- જયકાંત જાની (USA)

જે કાંઇ બનાવું સારુ બનાવુ
એવી ભાવના નિત્ય રહે.
ગુણવત્તામા પ્રથમ રહીએ તો
આપણી નામના નિત્ય રહે.

સમયસર માલ પહોચાડી ગ્રાહકોને
તો ઘ્ંઘા આપણા ઘીકતા રહે
ગુણવત્તાના બળપર આપણા
હરીફો ભલે તુટ્તા રહે

વ્યાજબી કિંમતે ને ટ્કાઉપણાથી
ઉચી ગુણવત્તા બન્યા કરે
બઘા ગ્રાહકોને આપણી સેવાથી
સ્ંતોષ નિત્ય રહ્યા કરે

મહા માટલુ – જયકાંત જાની (USA)

સાસુની વાત કાંઇ સોસાયટીમા કરાય નહી
લોકો ખોટી કાન ભ્ંભેરણી કરી રજ નુ ગજ કરી મુકે

સસરાની વાત વાત કાઇ સાસુ ને કહેવાય નહી
સાસુ ઉઠીને સસરાને ઉઘડા લઇ નાખે

ન્ંણદી ની નબળાઇઓ કાંઇ દિઅરને કહેવાય નહી
દિઅર કાલે ઉઠીને મોટો હોબાળો મચાવે

દિઅર ના દખ કાંઇ પરણ્યાને કહેવાય નહી
પરણ્યો દિઅર ને પુછે તો આબરૂ ના ઘજાગરા થાય

સાસરીયા ના દુખો કાંઇ પિયરમા ગવાય નહી
પિયરીયા ખોટી ચિંતા કરી અડ્ઘા થ ઇ જાય

મહામાટલા જેવા પેટ્મા બઘી વાતો સ્ંઘરવી
આ નાની વાત સમજતા મને વીસ વર્ષ થયા

અમેરીકાની વેબસાઈટ- જયકાંત જાની (USA)

ફાસ્ટ ફુડ્ ડૉટ કૉમ, ફ્રોઝન ડૉટ કૉમ, ડૉટ કૉમ અમેરાકા આખું,
ખાવ ઘર ગલીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
અમેરીકાની વેબસાઈટ

ધારો કે સબ વે ડૉટ કૉમ રાખીએ તો ટાકો રિસાય એનું શું ?
પિઝા અને બર્ગર મા સોસ રેડીએ ને ક્યાંક ડીશ ભીંજાય એનું શું ?
હનીની આ પ્લેટમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
અમેરીકાની વેબસાઈટ…

સ્મોકીગ ડૉટ કૉમ એકલું છોડવા માં ઊકલી ગઈ અમેરીકન ની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ જાણે આ સિગારેટ ની વાત.
ટી.બી કેન્સર, અસ્થમા, બ્રોન્કાટીસ, ડિઝીઝ ગણીએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
અમેરીકાની વેબસાઈટ…

એ જ ફક્ત્ સ્વાઇન ફ્લુ મોકલી શકે છે જેના ખોરાકમા લોહી કલર .
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં સ્વાદ પૂરી આપે બટલર ?
દેશ પરદેશ થી એ થનગનતો આવે, હું કોઈ દિવસ ફ્લુ શોટ વાખુ .
અમેરીકાની વેબસાઈટ

તુ રંગાઇ જાને રંગમાં -જયકાંત જાની (USA)

રંગાઇ જાને રંગમાં…..
અમેરીકન તણા કલ્ચરમાં
વિદેશ તણા તુ રંગમાં…..રંગાઇ…..

આજે રળશુ શુ , કાલે રળશુ,
રળશુ લાખો દામ, ક્યારે બનશુ બિરલા ઘનશ્યામ,
સગા લુટશે, કોઇ કુટશે, કોઇ નહીં રે તારા સ્ંગમાં…..રંગાઇ…..

દારૂડીયો જાણતો ઝાઝું ઢીંચશું, પિવુ છે આ તમામ,
દેવદાસ નુ અમર કરી લઉં નામ,
રોગ આવશે, અલ્સર જાણજે, ખોવુ પડશે લાલ ર્ંગમાં…..રંગાઇ…..

એન આર આઇ કહેતા વતન જઇશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
ડોલર પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, એન આર આઇ કહેતા વ્યંગમાં…..રંગાઇ….

તેજી આવશે ત્યારે લઇશુ, સોના ચાંદી તમામ,
પછી ફરીશું દીકરી ના લગન ઘુમ ધામ,
દિકરી એક દિન ભાગી જાશે, તુ ઘોરતો રહેજે પલંગમાં…..રંગાઇ…..
ફાસ્ટ ફુડીયા ભોજન જમતાં, બિયર ના ભર્યા છે જામ,
એમાં ક્યાંથી સાંભરે ગામ,
માદરે -વતન થી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ…..

સિટિજનશિપ ક્યારે મળશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
મા ભોમકા આનંદે જીવતર અખંડ છે, આવ તું વતનના સંગમાં…..રંગાઇ…..

સાસુ ઉવાચ – જયકાંત જાની (USA)

સાસુ કહે: આ સમાજમાં, વિચીત્ર સ્વભાવ વાળાં ભૂંડા;
ઇરશાળુ અને અદેખા પુરુષો ને બયરાઓ અપાર છે;

વહુ અમારી મીઠાની તાણ, ઘરની કરે બહાર જાણ;
દિકરાના સ્વભાવનો નો, વહુ ઘેલો વિસ્તાર છે.

વેવાણ અમારી મ્ંગળ મીઠડી, સમાજ મા ઉડાવે ઠેકડી;
વેવાઇનીતો દાનત ખોરી, દીકરી નેઆપવા મા આંખ કોરી.

આ સાંભળી દીકરો બોલ્યો , સાચુ હવે સાંભળો માત;
“અન્ય ના દોષ ઘણા હશે, આપનાં તો અપાર છે

બોલ મા, બોલ મા, બોલ મા રે -જયકાંત જાની (અમેરિકા)

બોલ મા, બોલ મા, બોલ મા રે
માતૃ ભાષા વિના બીજું બોલ મા રે

ગુજરાતી ભાષાનો સ્વાદ તજીને
ઇગ્લીશનો કંસુબલ ઘોળ મા રે 

માતૃ ભાષા વિના બીજું બોલ મા રે

ભારતીય સંસ્કૃતિનું તેજ તજીને

શ્યામાંગ સંગ પ્રીત જોડ મા રે
માતૃ ભાષા વિના બીજું બોલ મા રે

દાળ, રોટલા , છાશ તજીને
રોટી સંગાથે બ્રેડ તોળ મા રે

 માતૃ ભાષા વિના બીજું બોલ મા રે
ચીજ બટર પનીર ન રાખ ઘરમા

 શરીર રાખ સમતોલમાં રે.

 માતૃ ભાષા વિના બીજું બોલ મા રે

બોલ મા, બોલ મા, બોલ મા રે
માતૃ ભાષા વિના બીજું બોલ મા

ઇનામ- જયકાંત જાની (અમેરીકા)

હુ પરણ્યો અને સાસુએ લાડી આપી ઇનામ મા

જાણે દુકાળમા કોઇએ લીલી વાડી આપી ઇનામ મા

 

છુટક દુધ મળતુ હોય તો ભેંસ બાંધવાની શુ જરુર

ભેંસ બાંધશો તો ભેંસ આપશે પાડી ઇનામ મા.

 

ક્ષણના આન્ંદ માટે આન્ંદ નો દરિયો ગુમાવ્યો

દરિયા દિલ ખારવાને જુઓ ખાડી મળી ઇનામ મા

 

મને દેખાય તે બધુ તેને દેખાય નહીં તેવી ટુકી નજર

ચતુર નર ને જુઓ કેવી બાડી મળી ઇનામમા.

 

સાથે ચાલવા કોઇ હમસફર હોય તો રસ્તો ઘટે

મને સાસરેથી છંલાગ ગાડી મળી ઇનામમા.

વહેમ ના વાદળ ઘેરાયા – જયકાંત જાની (અમેરીકા)

અહમ ભાવે લગ્ન જીવનમાં ઉદભવતી તકરારનો

આપણે બસ નિમિત્ત છીએ બસ એમના તોખારનો,

 

સદભાવ રાખે જ શેનો ભૂલથીયે આ યુવક,

મુરખ બન્યો છે બીચારો એના બનાવટી પ્યારનો

 

ઝાડ આપી આપી વેલ ને સહારો આપે હવે, ….

ઝાડની નસનસ મા તણાવ વેલ ના ભારનો,

 

મેં જરા અમથી ખખડાવી લગ્નેતર સંબધેજ ત્યાં

એમણે ખોલી બતાવ્યો ચોપડો મારા વ્યભિચારનો

 

બસ અમે તો ખાટલે મોટી ખોટ વચ્ચે જીવ્યા

ખ્યાલ અમને હોય ઓય મા ઉદગાર નો

 

વાય ક્રોમોઝન ભૂલથી સરકી ગયું શું ગર્ભમા….

માત્રુત્વ નો મુદ્દો મળી ગ્યો તેને મોટા ઉપકારનો

લગ્ન વિષયક – જયકાંત જાની (અમેરીકા )

બહુ વિચારમા અમથી જાય છે,

સારા મુરતિયા વરતા થાય છે.

 

એટલે તો ઓલા એ હા પાડી નહીં,

સાચા જવાબ દેતા જીભ થોથવાય છે.

 

છોકરા જોવા ગમે છોડી ભલે તને,

મા બાપને બહુ જ ચિંતા થાય છે.

 

તું ભલે મેક અપ માફક વાપરે,

તોય એને ફેશન કહેવાય છે.

 

તું કહે છે એકદમ સાદી ને સરળ છુ,

તો પછી આ હોઠ લાલ કેમ દેખાય છે ?

 

કાન, રાધા ગોવાલણને મળી પાછા વળ્યા,

માનીતી રાણીઓ નો શ્વાસ કેમ રૂંધાય છે.

ઓમ રીમ પ્રેમાય નમ ; જયકાંત જાની (અમેરીકા)

પ્રેમ કરે છે એ ખરી લાગણી ચોરી ચોરી ને

બાળક જેમ માટી ખાય દિવાલ કોરી કોરી ને

 

આંઘળા ને તમે તમારી આંખ ન આપી શકો

એને દુનિયા બતાવી શકો હાથ દોરી દોરી ને

 

તારા કરતા પ્રેમની પરીભાષા ફુલ સમજે છે

ભમરાને પ્રેમ માટે આંમત્રે છે ખુદ ફોરી ફોરી ને

 

રાઘા બની કાનાને પાગલ પ્રેમ કેમ કરવો

તે પુછ સોળ વરસની ગોકુળની છોરી છોરી ને

 

મે એને એક દિ ભુલથી પુછ્યુ હતુ દિલ વિષે

તેણે મને દિલ બતાવ્યુ ડ્રોઇંગ દોરીદોરી ને

વહિવટ – જયકાંત જાની ( અમેરીકા )

હવે દેશમા નહીં, ઘર ઘરમા સ્ત્રીઓ નો વહિવટ છે

એટલેજ પરિવારમા એક બીજા વચ્ચે ખટપટ છે.

કોઇ ને નમવુ કે જતુ કરવુ નથી એક બીજા માટે

સૌને પોતપોતાનો અહમ અને વહિયાત વટ છે.

નિખાલસતા અને સરળતા મા સાચુ સુખ નક્કી છે,

પરિવાર દુખી એટલે છે કે સૌ ના પેટ મા કપટ છે.

આવક કરતા પરિવારમા ખરચ વધી ગયા થયા છે

એટલે જ હવે બધા કુટુંબની આર્થિક સ્તિથી ચોપટ છે.

પત્ની માટે ઉનાળામા વાતાનુકુલ એ.સી ચાલતુ હોય

મા બાપ માટે પંખામાય હંમેશ માટે પાવર કટ છે

દહેજ પ્રથા- જયકાંત જાની (અમેરીકા)

કોણ કે’ છે લુપ્ત થૈ છે પ્રથા દહેજની ?
કેટલી વહુઓ બળે છે પુછો કથા દહેજની .

શર્મ લેવા જેવી છે કૈં કૈં પ્રથા દહેજની .
કઈ કહું ? સનસની ખેસ દહેજની ની.

દિકરીને કેટલાય સપ્નાઓ ઉર મહીં
સાસરીએ મૈલી મુરાદો છે દહેજની.

દિકરી ને વઢશો તો હું સાંખી લઈશ,
પણ કેમ સાંખુ નિર્ભર્ત્સના દહેજની.

લંકામા સોનાના લાટા તેથી શું થયું ?
જમાઇને સોને મઢો માંગણી છે દહેજની..

દહેજ ના ખપ્પરમા બળી ગયેલી’વહુઓ
સાસુઓ ને નડશે બની ચુડેલ દહેજની,.

આ હૃદયના પતરા પર કોતરીને રાખજો
વહુઓ,, સાસુઓને બાળશે નવી કથા દહેજ..

આ ચાલી રહેલી દહેજ પ્રથા નો વિરોધ કરો
ભણેલી છોકરી કરશે ઐસી તેસી દહેજની.

ખરા મા બાપ દિકરીના હિતમા જશે,
દિકરીઓ બચાવા, પ્રથા સળગાવો દહેજની.

ઝાઝું તો હું શું કહું દહેજ કાંડ વિષે
લાલચુ સાસરીયાને ખુલ્લા કરો દહેજ થી .

સમાજ પાસેથી આશા શું બીજી હોય ભલા ?
સ્થાપજો સાસરીએ શાંતિ કરી બંધ પ્રથા દહેજની.

ઘરડાઘર……..જયકાંત જાની (અમેરીકા )

ઘરડા ઘર કોણે મોકલ્યા, હતુ ઘરતો તીરથ ધામ. ઘરડાઘર…….

ઘરના ઘરથી અળગા થયા રે, દિકરા થયાં દિફરા,
પુત્રવધુ પનોતી થઇ રે, ઘરના ઠામ થયા ઠીકરા.

નહોતું જાવુ ને શીદ વળાવિયા રે, નહોતા જોયા આવા અપમાન,
ઘરમાંથી અળગા થયા રે, હવે ધરડા ઘર ખાવાના ધાન . ઘરડાઘર…….

બાળપણે ઉછર્યા મોસાળ રે, પોળની પોયણિઓ એ પાંગરી પ્રીત,
કોને કહુ કોને ના કહુ રે, એવી બળી રે મુજ આપવીત . ઘરડાઘર……..

પ્રાત:કાળે ભુખ ઉઘડે રે, ગાંઠીયા વિના મન અકળાય,
બધા કહે મરતો નથી રે, તને ખાધા વીના શું થાય ? ઘરડાઘર……..

દીકરા તો દિફરા થયા રે, વહુઓ દે છે ગાળ,
દીકરીરાઓ સઘળુ લઇ ગયા રે, હવે વટ વ્રુક્ષની સુકી ડાળ.ઘરડાઘર……..

બધી નાડો નબળી પડી ને હવે નાડીએ નાડીએ જીવ,
યમ દરવાજો ખટ ખટ કરે રે, એક આતમો ચિરન્જીવ.ઘરડાઘર……..

અમે કાચા પડ્યા- જયકાંત જાની (અમેરીકા )

પ્રેમ ના પ્રમેય ઉકેલવામા, અમે કાચા પડ્યા

સંબધોના સરવાળા કરવામા,અમે કાચા પડ્યા.

ભ્રમના ભાંગાકાર મા ભાંગતો રહ્યો હુ જીંદગી

ધનિસ્ટાના ધનમુળ શિખવામા , અમે કાચા પડ્યા

એ કહેતા એ બધુ અમે સાચુ માની ચાલવા લાગ્યા

વાહિયાત વાતોનુ વર્ગમુળ સમજવામા, અમે કાચા પડ્યા.

જીવન આખુ તેને સમજવા અને સમજાવા મા ગયુ

બહેંશની બાદબાકી કરવામા,અમે કાચા પડ્યા .

અંગના આકડા શાસ્ત્રમા રચ્યા પચ્યા એવા રહ્યા કે

તેના ગુણના ગણિત ઉકેલવામા, અમે કાચા પડ્યા,

ઇશ્વર સત્ય હૈ- જયકાંત જાની (અમેરીકા )

સંસારમા રચ્યા પચ્યા ને ધર્મપથ જડતો નથી’
પુરી લગનીથી તે ઇશ્વર પાવવા મથતો નથી !

કંચન , કામ અને કામીનીનો ત્રુસ્ટીગુણ ક્યા છે,
માયા છોડાતો નથી અને મહા મંત્ર જપતો નથી !

પ્રેમીકા ના વાળ મા વેણી ભરાવશે રોજ તે,
ઇશ્વરના ચરણે ફુલ કદી એ ધરતો નથી !

જોતજોતામા આયખાની જણસ પુરી થશે,
હજુ તે હેતથી હરિ તરફ વળતો નથી .

શ્વાસ -ઉછશ્વાસથી રોજ મોતની ચાદર વણાય છે,
છતા સત કર્મોથી પરભવનુ ભાતુ તે ભરતો નથી !

અમે કાચા પડ્યા- જયકાંત જાની (અમેરીકા )

પ્રેમ ના પ્રમેય ઉકેલવામા, અમે કાચા પડ્યા

સંબધોના સરવાળા કરવામા,અમે કાચા પડ્યા.

ભ્રમના ભાંગાકાર મા ભાંગતો રહ્યો હુ જીંદગી

ધનિસ્ટાના ધનમુળ શિખવામા , અમે કાચા પડ્યા

એ કહેતા એ બધુ અમે સાચુ માની ચાલવા લાગ્યા

વાહિયાત વાતોનુ વર્ગમુળ સમજવામા, અમે કાચા પડ્યા.

જીવન આખુ તેને સમજવા અને સમજાવા મા ગયુ

બહેંશની બાદબાકી કરવામા,અમે કાચા પડ્યા .

અંગના આકડા શાસ્ત્રમા રચ્યા પચ્યા એવા રહ્યા કે

તેના ગુણના ગણિત ઉકેલવામા, અમે કાચા પડ્યા,