આવજો તમે, મારે હૈયે વસવા આવજો,

આવજો તમે, મારે હૈયે વસવા આવજો,
પ્રેમ દેવા નહિ તો પ્રેમ માણવા આવજો

અટકળ બદલવા હું વિનંતી નહિ કરું
નામ બદલવા નહિ, નામ દેવા આવજો

અજાણ્યા ધુમ્મસ માં હું ખોવાઈ ગયો છું
અસ્તિત્વ બની, ઓળખાણ આપવા આપજો

સુકાની બની આવો, હું તારી ના પણ શકું
પ્રેમનો સાગર છું હું, તમે ડૂબવા આવજો

વિશ્વાસ એટલો આપી શકું, હું જરૂરથી
હું તમારો થયેલ જ છું, મારા થવા આવજો

… જનક દેસાઈ

હું જ છું, અસ્તિત્વ મારું

હું જ છું, અસ્તિત્વ મારું
હું જ છું પડછાયો
અન્ય ના પડછાયા છાંયે
વળી વળી ને મૂંઝાયો 
દેખી ને દર્પણ મા મુજને
કેમ કરી ને હું જાણું ખુદ ને?
દર્પણ મા થી બાર નીકળતાં
જીવન નો અર્થ સમજાયો

 – જનક દેસાઈ

પાનખર નું એક સુક્કું પાન છું

પાનખર નું એક સુક્કું પાન છું
ડાળી એ તરછોડેલ,  હું હવે વેરાન છું.

નથી રંગ, ના સુગંધ, નાજુક બહુ છું,
ડાળી થી છૂટેલ, બે, એક ના થાય, જાણું છું હું.

એક તણખા ની ક્યાં વાત, કિરણ થી પણ તપુ છું
પવન ને કરું માત?, ફૂંક થી પણ ડરું છું.

પ્યાર તો શું નમી આંખ થી પણ દૂર રહું
અંગ ની આગ તો શું, વિચાર થી મુક્ત રહું

હતી સ્થિરતા, એક ડાળી ના સંગ મા
હવે એક વાવાઝોડા મા મુસાફર છું.

— જનક દેસાઈ