નમે તે સૌને ગમે

નમે તે સૌને ગમે સૌ તેમ કહે છે ,

શું ખુદા તને પણ આજ રીત ગમે છે ?

દ્વારે તારી છે ઊભો નગ્ન-ભૂખ્યો ગરીબજન,

ને શ્રીમંત બેસી મંદિરે પકવાન સોળ ધરે છે.

લાગે તને છે ડરાવે સ્વાર્થી જાલીમ જગ ખુદા,

બંધ બારણે જઈ ખુદા તેથી જ તું વસે છે.

નામ તારું વાપરી વટાવે અહીં પાખંડીઓ,

ને નામે તારા એ જ પછી પથરા બધે તરે છે.

હોય સાચ્ચે જ તું ખુદા તો ખોલ ત્રિલોચન હવે,

વગર વાંકે નિર્દોષ જન રોજ અહીં મરે છે

…….રમેશ ચૌહાણ

સનમ

યાદ આવે જ્યારે મને સનમ તમારી

હ્રદય મારું ત્યારે ધબકે કસમ તમારી

જોઈ તમને ખિલતાં જે પુષ્પો અહીં

રાહ જુએછે મહેકવા ચમન તમારી

ઉડ્યાં હતાં જ્યાં સ્વપ્નની પાંખે કદી

ઝંખના કરેછે ફરી એ ગગન તમારી

માનો વાત મારી ના લેશ શંકા કરો

કોને નથી અહીંયા પુછો લગન તમારી

નિકળો તમે છતપર વિહરવા અને

ચાંદને ય થાય છે નભે જલન તમારી

…….રમેશ ચૌહાણ