ત્યાગમાં પણ ગુનાહ લાગે છે.
પ્રેમપંથે શિખામણો છે ગલત,
એજ સાચી સલાહ લાગે છે.
એમ લાગે છે સૌ જુએછે તને,
સૌમાં મારી નિગાહ લાગે છે.
આંખ તારી ઉપર ઠરી ના શકી,
દિલમાં ભરપૂર ચાહ લાગે છે.
તેથી અપનાવી મેં ફકીરીને,
તું ફકત બાદશાહ લાગે છે.
આશરો સાચો છે બીજો શાયદ,
સૌ અધૂરી પનાહ લાગે છે.
કેમ કાંઠો નઝર પડેછે ‘મરીઝ’?
કાંઈક ઊલટો પ્રવાહ લાગે છે.
– મરીઝ
Filed under: ગુજરાતી ગઝલ, મરીઝ | Tagged: આ મોહબ્બતની રાહ લાગે છે, એજ સાચી સલાહ લાગે છે. એમ લાગે છે સૌ જુએછે તને, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, તું ફકત બાદશાહ લાગે છે. આશરો સાચો છે બીજો શાયદ, ત્યાગમાં પણ ગુનાહ લાગે છે. પ્રેમપંથે શિખામણો છે ગલત, દિલમાં ભરપૂર ચાહ લાગે છે. તેથી અપનાવી મેં ફકીરીને, પ્રેમ ગીત કાવ્યો, સૌ અધૂરી પનાહ લાગે છે. કેમ કાંઠો નઝર પડેછે ‘મરીઝ’? કાંઈક ઊલટો પ્રવાહ લાગે છે. - , સૌમાં મારી નિગાહ લાગે છે. આંખ તારી ઉપર ઠરી ના શકી, Bharat Suchak, gujaratigazal vishwa | Leave a comment »