ચીક્ચીકાર ભરેલી બોટલ અને ખાલી જામ છે,

ચીક્ચીકાર ભરેલી બોટલ અને ખાલી જામ છે,
મારી પાસે છે એ બધુ જેનુ બસ ખાલી નામ છે.

મીણબત્તી મારા હાથમાં ને અંધારુ મારે ગામ છે,
ફક્ત એક ચીંગારીનું મારે કામ છે.

અંતરમાં પાપ અને મંત્રમાં રામ-રામ છે,
નફરતવાળાની પ્રેમના પણ મોંઘા દામ છે.

દિલના દુખાવા મટાડવા બન્યો ક્યાં કદી બામ છે,
ખુદા જ બસ એવા મરીઝોની દવાનું નામ છે.

આથમી ગયો સુરજ ને આવી ફરી એ જ શામ છે,
આવ, આજે પણ ‘કવસર’ને તારું જ કામ છે.

– કવસર હુસૈન આગા