દિનચર્યા

આ વર્ષ શરૂ થતાં માનવતા ના પાયાના ગુણોને અનુસરવાનો નિશ્ચય કરીએ.

દરરોજ ભૂલો કર્યાં પછી માફી માગ્યા પછી પણ, વર્ષો જુનો(અમુક લોકોને નાનપણથી) રાગ-દ્વેષ  નથી છુટયો, તેવા અવગુણને આ વર્ષે મક્કમતા પૂર્વક અને ખરા હ્રદયથી ક્ષમા માંગી ને, રાગ-દ્વેષ મુક્ત થાવું છું.

હું ગુણો થી વડીલ થઈશ, ઉમ્મર થી નહિ.

આપણાં દોષો છુપાવવા, બીજાના દોષોની નીંદા નહી કરીને મિથ્યાત્વના પાપ થી દૂર રહીશ.

લોકોને આપેલી મદદને વધુ પડતી નહી બતાવતા, સ્વમાનભેર લોકોને જીવવા દઈશ.

જે ઉમ્મર અને ગુણમાં નાના છે, તે સર્વેને ખરા હ્રદયથી ક્ષમા આપીશ.

જે ઉમ્મર અને ગુણમાં મોટા છે, તે સર્વેનો આદર સન્માન કરી ખરા હ્રદયથી ક્ષમા માંગુ છું.

પાછળથી બોલીએ એ નીંદા છે, એકલામાં મોઢે કહેવું એ જ્ઞાન આપ્યા બરોબર છે.

લોકોના હક્કો છીનવી લેવા એ સંપત્તિ વાસના છે, આવી વાસનાથી દૂર થઈશ.

સંપત્તિ હોવા છતાં, બીજાનું પુરતું મહેનતાણું ન આપી અપાર વાસના થી દૂર થઈશ.

ઘરમાં તથા કામના સ્થળે લોકો વચ્ચે સંપની ભાવના જગાડીશ અને કૂટનીતી ને તિલાંજલી આપીશ.

માફી માગતી વખતે, કમ્મરેથી નમવાને બદલે હ્રદયથી નમીશ.

મા-બાપ/સાસુ-સસરાની હું સેવા કરીશ (જાત ઘસીને), હું વાતો કરીને દેખાડો નહી કરૂં.

મા-બાપ/સાસુ-સસરા પ્રેમના ભૂખ્યા છે, પૈસાથી તો સારામાં સારા નોકર મળી રહે છે.

આવા ઉત્તમ ગુણોના પાલન દ્વારા, હું એક સુદ્રઢ અને સાત્વીક સમાજ રચવાનો પ્રયત્ન કરીશ,

આમ કરવાથી સકળ વિશ્વનું કલ્યાણ થાશે.

Leave a comment