ખાલીપાથી ખખડેલો છુ.
હું બંધ મકાનનો ડેલો છુ.
ખુદને શોધવાની પાછળ હું,
બહુ જગ્યાએ ભટકેલો છુ.
કોણ હવે સાચવશે મુજને,
હું દોસ્તીનો હડસેલો છુ.
ખબર નહી ક્યારે ફૂટી જઈશ,
ફુગ્ગાની જેમ ફૂલેલો છુ.
થોડો ઢાળ મળે ,વહી જઈશ,
વહેતા પાણીનો રેલો છુ.
કોઈ પૂછે મારે વિષે,
તો કહેજો કે બહુ ઘેલો છુ.
છુ હમસફર ઘણાનો ,કેમકે,
બેગ છુ,બિસ્તર છુ, થેલો છુ.
સાંભળવાનો મોકો જો મળે,
તો સાંભળજો ,ભલે છેલ્લો છુ.
સાવ અનોખી વાત લઈને,
હું ય લાઈનમાં ઉભેલો છુ.
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, સુધીર દત્તા | Tagged: ખાલીપાથી ખખડેલો છુ.-સુધીર દત્તા, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, સુધીર દત્તા, ghazal, gujarati gazal, gujarati git, gujaratikavitaanegazal | Leave a comment »