ટોચ માટેની લડત છે,
ને તળેટીની મમત છે,
વાંક પગલાનો નથી પણ,
આ સફર તોજડભરત છે,
એક, બે, ત્રણ..ના ગણ્યા કર,
ક્યારની ચાલુ રમત છે,
ઘર કદી પૂછે નહી કે,
આવવાનો આ વખત છે ?
સહેજ પણ આરામ ક્યાં છે,
અબઘડી,હમણાં, તરત છે,
તરફડીને શાંત થઈ ગઈ,
માછલીને જળ શરત છે
ગુંજન ગાંધી
Filed under: ગઝલ, ગુંજન ગાંધી, ગુજરાતી ગઝલ | Tagged: ગઝલ, ગુંજન ગાંધી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ટોચ માટેની લડત છે, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a comment »