સ્વપ્ન આવ્યું એક કાંઠાને કદી,
કે વહી ગઈ દૂર મારાથી નદી.
અશ્રુથી ભરવા મથે છે રાત-દી,
એક માણસ, એક કાણી બાલદી.
વર્ષ કેલેન્ડરમાં, ક્ષણ ઘડિયાળમાં,
તરફડે પંચાગમાં આખી સદી.
જિંદગી નામે ગઝલ જન્મી શકે,
શ્વાસ ક્ષણ સાથે કરે છે ફિલબદી.
– મુકુલ ચોકસી
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મુકુલ ચોકસી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મુકુલ ચોકસી, સ્વપ્ન આવ્યું એક કાંઠાને કદી, ghazal, gujarati gazal, gujarati git, gujaratikavitaanegazal |
Leave a comment