હતી એકસરખી જ હાલત અમારી
મળી ઘર વગરની મને એક બારી
ભણેલી-ગણેલી મળે લાગણીઓ
ન સમજી શકે કૈં અભણ આંખ મારી.
રહસ્યો ખબર છે બધાં ઘરની છતનાં
નથી કોઈ આકાશની જાણકારી.
મેં તારી ગલીના ગુનાઓ કર્યા નહીં
નહીંતર સજાઓ હતી સારી-સારી.
થયા શું અનુભવ, ટકોરા જ કહેશે
તને ક્યાં ખબર, બારણાની ખુમારી ?
ભાવેશ ભટ્ટ
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ભાવેશ ભટ્ટ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ભાવેશ ભટ્ટ, હતી એકસરખી જ હાલત અમારી, ghazal, gujarati gazal, gujaratikavitaanegazal |
Leave a comment