આંગણું પરસાળ ને ઉંબર હતા,

આંગણું પરસાળ ને ઉંબર હતા,
સ્વપ્નમાં પણ શું મજાના ઘર હતાં.

ડેલીએ દીવાનગી ઝૂર્યા કરે,
જે ગયાં પગલાં ઘણાં સુંદર હતાં.

એમનાં કર્મોથી એ નશ્ર્વર થયાં,
કર્મ જો કે મૂળ તો ઈશ્ર્વર હતાં.

ગામને પાદર ભરેલી ભવ્યતા,
ગામ વચ્ચે કેટલાં પાદર હતાં.

એને આથમણી હવા ભરખી ગઇ,
આયનામાં સંસ્કૃતિના સ્તર હતા.

એ પછીથી મોરનાં પીછાં થયાં.
ભીષ્મની શય્યાનાં એ તો શર હતાં.

સુરેન ઠાકર ‘ મેહુલ ’

%d bloggers like this: