સાંજ ડૂબી એકલી તારા વગર
એટલે છે આંખ મારી તરબતર
શ્વાસ કાંટાળો ફરે છે દેહમાં
થાય અટકાવી દઉં એની સફર
જો પ્રતિક્ષા બારણે ટોળે વળ
આવશે તું એમ આવી છે ખબર
જિંદગીને વેચવા દુનિયા ફર્યા
ચોતરફ બસ લાગણીની કરકસર
લઇ ઉદાસી કેટલું ચાલ્યા કરે
એકલો માણસ અને ભરચક નગર
ગૌરાંગ ઠાકર
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ગૌરાંગ ઠાકર | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગૌરાંગ ઠાકર, સાંજ ડૂબી એકલી તારા વગર, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »