વિચાર વલોણુ – જયકાંત જાની ( અમેરીકા )

[1] જ્યારે સ્વાસ્થય સારું હોય છે, ત્યારે બધું જ સારું હોય છે, પણ સહેજ મંદવાડ આવવાનો શરૂ થાય છે ને તન અને મન પણ સાથ નથી આપતા, એ ભૂલતા નહીં !

[2] સાચી સમજણમા સુખ છે, ગેર સમજણમા નહીં. આ વાત ભૂલતા નહીં !

[3] આસમાની કે સુલતાની દુખો સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ છે, એના ગયા પછી પુનઃ ટટ્ટાર થઈ શકાય છે, ટટ્ટાર જ રહીએ તો પુનઃ ઊભા થવાનો અવકાશ રહેતો નથી !

[4] તમારી ખોટુ બોલવાની આવડત ને લીધે , તમે જે ખોટુ બોલો છો તે પત્ની સાચુ માની લેતી નથી !

[5] તમારા લગ્ન સંસારને ટકાવી રાખવા માટે મૌન રહો, બોલવું જ પડે મનમા બોલીને જ પતાવો !
[6] ચંદ્રમુખી કે સુર્યમુખી લાગતી પત્નીને કાળમુખી થતા વાર નથી લાગતી !

[7] કુમળી વેલ જેમ વ્રુક્ષ ને વીંટળાઇ રહે તેમ ગર્લફ્રેન્ડ ભલે તમને વિંટળાઇ રહે પણ યાદ રાખજો કે વેલને સહારો આપવામા આખરે વ્રુક્ષજ ભીંસાવાનુ છે.

[8] કોઈને સ્વાર્થ વગર પ્રેમ કરવા પ્રયત્ન કરજો. નહીં કરી શકો. લાભ વગર , લાલો નહીં લોટે નથી !

[9] પ્રેમને અને વાસનાને ગાઢ સંબંધ છે. જો તમે પ્રેમમાં હો ને હજી વાસના ના વહાણ વહાવ્યાં હોય તો વિચારજો, ક્યાંય કોઈ કચાશ તો નથી રહી ગઈ ને !

[10] તમારી ઈચ્છા મુજબ તમારા સંતાનો વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે તમેય ક્યારેક સંતાન હતા ને !

[11] નવી ગર્લ ફ્રેન્ડ ની આરતિ ઉતારવામા કશું ખોટું નથી પણ જુની ગર્લ ફ્રેન્ડને અવગણવામાં પ્રેમનુ જ અપમાન છે, કારણ એ એ જ ગર્લ ફ્રેન્ડ છે જેના સ્મીત પર તમે જ મરતા હતા તેની આંખના આંસુ તમારે જ લુછવાના જ છે !

[12] પત્ની ની હથેળીમાં મૂકેલો પૈસો લાંબો ટકતો નથી, ઉદારતા પણ નહીં. ચુમીઓ મૂકી હશે તો યાદગાર બનશે, પ્રયાસ કરજો !

[13] સ્વાર્થના સંબંધો જલ્દી તુટ્તા હોય છે, એની ચિંતા કરવાની જરૂર નથી. પ્રેમ ટકાઉ સંબંધો લઈને આવતો હોય છે. એને સંભાળી લેવાની જરૂર છે !

[14] પ્રેમમા હરીફાઇ હોતી નથી, પ્રેમ મા હારજીત હોતી નથી!

[15] પૈસા કમાવાઇને તુ પરેવાની રોટલી ખાજે , પરસેવો વળે ત્યા સુધી રોટલી ખાતો નહીં !

[16] દરેક ખોટી વાસના નો ઉભરો શમી જ જતો હોય છે, માત્ર તમારી પાસે સબુરી હોવી જોઈએ.

[17] પ્રેમીકા ને પ્રેમ કરતી વખતે બે બાબતો ભૂલશો નહીં : એક તો તમારી આવક અને બીજી પ્રેમીકાનો હાથખર્ચ !

[18] વિધાતાએ દરેકને શ્રાપ આપેલો જ છે, ખાસ કરીને પતિઓને…. કે પત્ની સામે કોઈ જ વિદ્યા કામમાં આવતી નથી, મર્દાનગી પણ નહીં, ઝુકવુ જ પડે છે !

[19] પતિ અને પત્ની નો સંબંધ અને સાસરીયા સાથે સંબંધ એ બન્ને અલગ અલગ છે, વિચારજો !

[20] કલ્પના નો વિસ્તાર અપાર છે. પામે છે કોણ ? સપ્ના ના સૌદાગર . પ્રેમ ક્ષેત્રમાં આવું જ હોય છે, પ્રેમીઓ જ પામી શકે છે, લગે પ્રેમજી ભાઇ !

[21] તમારી બે હાલીની ખબર એક પત્ની અને બીજી પે્મીકાને જ હોય છે. પત્ની એનાં કારણ શોધે છે, પ્રેમીકા તેનું નિવારણ !

[22] સત્યવાદી હરીચદ્ર બનવાની ઈચ્છા કોઇની હોતી નથી, પણ ઉપરવાળો કર્મોનો ભોગવટો ભોગવાની ફરજ પાડે છે , તેનો ભય એને સતકર્મો કરવા મજબૂર કરે છે, ખરૂને !

[23] તમે સંસાર પાછળ પડ્યા છો તો મોહ માયા એ આગળ જ રહેવા્ના છે, ભગવાન તમારા થી દુર એ ખ્યાલમાં રાખજો !

[24] મોહીની વશીકરણ થતાં વાર લાગે છે, વળગાડ કારણ વગર પણ થઈ શકે છે !

[25] પ્રેમ કરો કે ન થાય એટલે દુનિયા લુટાઇ જતી નથી , દુઃખી થવાની જરૂર નથી, પ્રેમીઓની પડતીના બીજાં અનેક કારણો છે, એટીટ્યુમાં ફેરફાર કરો, સુખી થશો, કરશો !

[26] પ્રેમીઓ માટે સૌથી મોટી ભૂખ અને સૌથી વધારે ભૂખ રૂપ, રસ, ગંધ , સ્પર્શ અને સંવનની છે, ચાન્સ મળે પૂરી કરો, તેઓ તુપ્ત થશે અને તુપ્ત કરશે !

[27] તમારી પત્નીને વિધવાની જેમ અને સંતાનોને અનાથબાળકો જેમ ટ્રેઇન કરો એટલે તમે નહીં હો તો કશું જ અટકી જશે નથી, એ યાદ રાખીને જીવતાં શીખો, તમારે સંસાર નો ભાર રાખીને ફરવાની જરૂર નથી, એ સમજો બને એટલા જલ્દીથી !

[28] હુ તમારી છોકરી ને ચાહુ છુ એમ કહેવુ એ કોઇની છોકરીને ભગાડી જવા કરતાં પણ વધારે હિંમતનું કામ છે.

[29] તમારી સુખનો આધાર તમેજ છો બીજા તમને સુખી કરશે , એવી અપેક્ષા રાખશો તો દુઃખી રહેવા માટે બીજા કોઈ કારણની તમારે ક્યારેય જરૂર નહીં પડે !

[30] ખરીદી શકાય એવી માં ક્યાંય મળતી નથી, ને વેચી શકાય માત્રુત્વ કદી હોતું નથી !

ચિંતન-પંચામૃત – હિમાંશુ શાહ

1] જ્યારે બધું સારું હોય છે, ત્યારે બધું જ સારું હોય છે, પણ સહેજ અંધકાર આવવાનો શરૂ થાય છે ને પડછાયો પણ સાથ નથી આપતો, એ ભૂલતા નહીં !

[2] બીજના ચંદ્રનો જ વિકાસ થાય છે, પૂનમના નહીં. આ વાત ભૂલતા નહીં !

[3] વાવાઝોડાં સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ છે, એના ગયા પછી પુનઃ ટટ્ટાર થઈ શકાય છે, ટટ્ટાર જ રહીએ તો પુનઃ ઊભા થવાનો અવકાશ રહેતો નથી !

[4] ભગવાનનો પાડ માનો કે તમે જે અનુમાનો બાંધો છો તે બધાં સાચાં નથી પડતાં !

[5] તમારા શબ્દનો મહિમા કરવા માટે ચૂપ રહેવાનું રાખો, બોલવું જ પડે તો ખૂબ ટૂંકાણમાં જ પતાવો !
[6] સવારે જ ખીલેલું ફૂલ સાંજે કરમાઈ જાય છે, યાદ રાખો. સતત ખીલેલું કશું જ રહેતું નથી !

[7] બીજાના જોરે પ્રકાશિત થવામાં વાંધો તો કશો હોતો નથી, પણ ક્યારેક જ પૂર્ણ પ્રકાશિત થવાનો મોકો મળે છે, બાકી તો દિવસે દિવસે વેતરાતું જ જવાય છે, ચંદ્રને ઓળખો છો ને ?

[8] કોઈને પ્રેમ કરવા પ્રયત્ન કરજો. નહીં કરી શકો. એ ફોરમ જેવો સહજ છે, પ્રયત્નથી થતો નથી !

[9] પ્રેમને અને આંસુને ગાઢ સંબંધ છે. જો તમે પ્રેમમાં હો ને હજી આંખમાંથી આંસુ ન વહાવ્યાં હોય તો વિચારજો, ક્યાંય કોઈ કચાશ તો નથી રહી ગઈ ને !

[10] આપણી ઈચ્છા મુજબ સામેની વ્યક્તિ વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે એનેય તમારી જેમ જ ઈચ્છા જેવું હોય ને !

[11] ઊગતા સૂર્યને પૂજવામાં કશું ખોટું નથી પણ ડૂબતા સૂરજને નકારવામાં એ ઊગતા સૂરજનું જ અપમાન છે, કારણ એ એ જ સૂરજ છે જેને સવારે તમે જ પૂજ્યો હતો ને કાલે પાછો એ ઊગવાનો જ છે !

[12] હથેળીમાં મૂકેલો બરફ લાંબો સમય રહેતો નથી, ઠંડક પણ નહીં. હૂંફ મૂકી હશે તો યાદગાર બનશે, પ્રયાસ કરજો !

[13] સમયના વહેણની સાથે સાથે કેટલાક સંબંધો પણ વહી જતા હોય છે, એની ચિંતા કરવાની જરૂર નથી. વહેણ પોતાની સાથે કેટલાક નવા સંબંધો પણ લઈને આવ્યું જ હોય છે. એને સંભાળી લેવાની જરૂર છે !

[14] સત્યની સ્પર્ધા હોતી નથી, સત્ય સ્પર્ધામાં હોતું નથી, સત્ય સ્પર્ધક નથી, એ નિતાંત છે, નિશ્ચલ છે !

[15] પૈસા કમાવામાં કોઈ કસર નહીં કરતાં, પણ એટલું સતત યાદ રાખજો કે રોટલી ઘઉંના લોટની જ બને છે, સુવર્ણરજની નહીં !

[16] દરેક ઉભરો શમી જ જતો હોય છે, માત્ર તમારી પાસે ધીરજ હોવી જોઈએ.

[17] બાળકને રમાડતી વખતે બે બાબતો ભૂલશો નહીં : એક તો તમારી ઉંમર અને બીજી બાળકની ઊંમર !

[18] પરશુરામે કર્ણને આપેલો શાપ આજે પણ દરેકને મળેલો જ છે, ખાસ કરીને રાજકારણીઓને…. કે અંતિમ સમયે કોઈ જ વિદ્યા કામમાં આવતી નથી, પૈસા પણ નહીં, મરવું જ પડે છે !

[19] લાગણીનો સંબંધ અને સંબંધમાં લાગણી એ બન્ને અલગ અલગ છે, વિચારજો !

[20] દરિયાની સમૃદ્ધિ અપાર છે. પામે છે કોણ ? જાનની બાજી લગાવી દેનાર મરજીવા. દરેક ક્ષેત્રમાં આવું જ હોય છે, મરજીવા જ પામી શકે છે, લગે રહો !

[21] તમારી હાલતની ખબર એક માતાને અને બીજી પત્નીને પડી જતી જ હોય છે. પત્ની એનાં કારણ શોધે છે, મા તેનું નિવારણ !

[22] બેસણામાં આવવાની કોઈની ઈચ્છા હોતી નથી, પણ ત્યાં જે હાજરીપત્રક રાખવામાં આવે છે, તેનો ડર એને ત્યાં આવવા મજબૂર કરે છે, વિચારજો !

[23] તમે જેની પાછળ પડ્યા છો એ આગળ જ રહેવાનો છે, એ ખ્યાલમાં રાખજો !

[24] દોસ્તી કારણથી પણ થતાં વાર લાગે છે, દુશ્મની કારણ વગર પણ થઈ શકે છે !

[25] લગ્ન ન કરો કે ન થાય એટલે જીવન ખાલી ખાલી નથી થઈ જતું, દુઃખી થવાની જરૂર નથી, એને માટે બીજાં અનેક કારણો છે, વિચારોમાં ફેરફાર કરો, સુખી થશો, કરશો !

[26] વૃદ્ધજનો માટે સૌથી મોટી ભૂખ અને સૌથી વધારે ભૂખ સાંભળનારની છે, સમય સાંપડ્યે પૂરી કરો, તેઓ સુખી થશે અને તમે સુખી બનશો !

[27] તમારા હોવાથી કશું ચાલતું નથી એટલે તમે નહીં હો તો કશું જ અટકી જવાનું નથી, એ યાદ રાખીને જીવતાં શીખો, તમારે ભાર રાખીને ફરવાની જરૂર નથી, એ સમજો બને એટલા જલ્દીથી !

[28] કોઈની હથેળીમાં રૂપિયા મૂકવા એ ઝૂંટવી લેવા કરતાં પણ વધારે હિંમતનું કામ છે.

[29] તમારી મહત્તાનો સ્વીકાર ઘરના સભ્યો કરે, એવી અપેક્ષા રાખશો તો દુઃખી રહેવા માટે બીજા કોઈ કારણની તમારે ક્યારેય જરૂર નહીં પડે !

[30] ખરીદી શકાય એવું સુખ ક્યાંય મળતું નથી, ને વેચી શકાય એવું દુઃખ હોતું નથી !

ઘર ક્યારે મંદિર બને?

  વિશ્વ  આખા માં પ્રવાસ કરનાર ને પુછવામાં આવે કે , હવે તમને સોથી વધારે  કંઇ લાગણી થાય છે?તો જવાબ મળશે ,મને થાય છે કે હવે બને એટ્લી ઝડપ થી હું મારા ઘરે જાઊં. ઘર એટ્લે દરેક માણસે ખુલ્લી આંખે જોયેલું એક સવજિવન નું સપનું . ચાર દિવાલ વચ્ચે ની આખી સૃષ્ટિ માણસ ની પોતાની છે. ઘર એક સાંત્વના છે .બાળક જેમ માતા ની ગોદ માં નિશિન્ત થૈ જાય છે. તેમ દરેક માણસ ઘર માં જઇ    હળવો થઇ   જાય છે. ગૃહસ્થ  જિવનની ઇમારત પ્રેમ થી બનેલી છે. તેના પાયા માં પ્રેમ છે. તેની  દિવાલો પ્રેમ ની ઇટો થી ચણેલી છે. તેના       છત માં પ્રેમ છે. પરિવાર માં સવ જીવ પણ પ્રેમ રુપી તાતણાં થી બંધાયેલા છે.પ્રેમ એ પ્રભુ નાં અમાપ સ્નેહ  નું નિરુપણ છે. લાગણી ભી નાં સબંધો પ્રેમ દ્વારા જ સચવાતા હોય છે.   પ્રેમ એ એવુ પુરણ છે ….જે મોટાંમોટાં રાગ-દ્વેષ, ઇર્ષા -વેર રુપી ખાડાઓ પુરી દેવાને સામાર્થ્ય હોય છે.પ્રેમ દ્વારા હોમ લાઇફ ને ગુલાબની જેમ મહેકાવી શકાય છે.ઘરમાં બધા એક  બીજાની હુફ ના    ભુખ્યા હોય છે. પરિવાર એ પણ એક યાત્રા છે્ તિર્થ સ્થાનના દર્શને જવું, દેવ દર્શન કરવાં , સત્સંગ કરવો ,એ જ માત્ર યાત્રા નથી . કુટુંબ માં   સર્વે સા થે રહે ,સાથે જીવે, એક્બીજા નાં સુખ દુઃખ ના ભગીદાર બની પણ એક યાત્રા છે.પરિવાર એટ્લે   પતિ -પત્નિ નો ઘર સંસાર એવું નથી . પરિવાર  માં તો માતા-પિતા હોય, ભાઈ-બહેન પણ હોય, દીકરાઓની વહુ ઓ પણ હોય, બધાંજ એક બીજા ની સાથે હળી -મળી ને ,પ્રેમ ને આનંદ થી રહે તેનું નામ છે પરિવાર… પરિવાર માં પોતાના જ સ્વાર્થ નો નહીં , સમગ્ર કુટુંબ ના હિત નો વિચાર કરવાનો હોય છે.એક બીજા  માટે ઘસાવવાનું હોય,

એક્બીજા ને આપવાની ભાવના હોય , લેવાની વૃત્તિ ના હોય ..પરિવાર માં સંવાદિતાની સુંગન્ધ હોય,

વિખવાદ ન હોય અને તો જ પરિવાર એક યાત્રાબની શકે છે. મંગલ તીર્થ બની શકે છે..

ટુંક માં જે ઘર આનંદથી ભર્યું ભ્રુર્યું હોય, પત્ની સારા અને હિતકારી વચનો બોલતી હોય,જેનું ધન પ્રભુ કાર્ય

માટે વપરાતું હોય…..

સંયુક્ત કુટુંબ ભાંગી ગયા છે, કારણ કે બધાને સ્વતંત્ર થઇ સ્વછંદતાનો આનંદ માણવો છે. વડિલો ની મર્યાદા પાળવાનું

અઘ…રું લાગે  છે.સહનશીલતા ઓછી થઈ ગઈ છે.. ટુંકા સ્વાર્થ ના સંતોષ ખાતર કુટુંબ ના ભાગલા પાડતા

લોકો અચકાતા નથી . સંયુક્ત કુટુંબ ની પ્રથા ભાંગી ગઇ છે.

આજના વાતાવરણ માં સંયુક્ત કુટુંબ કરતા વિભક્ત કુટુંબો ની વિભાવના પૂર બહાર ખીલી રહી છે.

દરેક ને સ્વતંત્ર રહેવું છે. જવાબ દારી ઓ લેવી નથી ..ઘરનું વાતાવરણ આનંદ દાયક અને મધુર તો

ઘર નો વ્યક્તિજ બનાવી શકે છે. ઘર માં કુસંપ પેદા કરાવનાર સ્ત્રી જ હોય છે..ઘર નો વડિલ એ નથી કે જે ઉંમર માં

મોટો હોય પણ એ છે કે

જે ઘર ને સ્વર્ગ બનાવે છે..બધાને એક સાથે રહેતા શીખવે છે.. જેને કોઇ સ્વાર્થ નથી … જે બીજા માટે કૈક

કરવા હમેશા તત્પર રહે….

સંયુક્ત કુટુંબ ભાંગી ગયા છે, કારણ કે બધાને સ્વતંત્ર થઇ સ્વછંદતાનો આનંદ માણવો છે. વડિલો નિ મર્યાદા પાળવાનું

અઘરું લાગે  છે.સહનશીલતા ઓછી થઈ ગઈ છે.. ટુંકા સ્વાર્થ ના સંતોષ ખાતર કુટુંબ ના ભાગલા પાડતા

લોકો અચકાતા નથી . સંયુક્ત કુટુંબ ની પ્રથા ભાંગી ગઇ છે.

આજના વાતાવરણ માં સંયુક્ત કુટુંબ કરતા વિભક્ત કુટુંબો ની વિભાવના પૂર બહાર ખીલી રહી છે.

દરેક ને સ્વતંત્ર રહેવું છે. જવાબ દારી ઓ લેવી નથી ..ઘરનું વાતાવરણ આનંદ દાયક અને મધુર તો

ઘર નો વ્યક્તિજ બનાવી શકે છે. ઘર માં કુસંપ પેદા કરાવનાર સ્ત્રી જ હોય છે..ઘર નો વડિલ એ નથી કે જે ઉંમર માં

મોટો હોય પણ એ છે કે

જે ઘર ને સ્વર્ગ બનાવે છે..બધાને એક સાથે રહેતા શીખવે છે.. જેને કોઇ સ્વાર્થ નથી … જે બીજા માટે કૈક

કરી ફિટવા  હંમેશા તૈયાર હોય છે.

ઇંટ અને સિમેન્ટ થી માત્ર મકાન બની શકે છે પણ ઘર બનતું નથી …તે મકાન ઘર ત્યારે જ બને છે , જ્યારે એ

મકાન માં વસનારાઓ વચ્ચે અવિરત લાગણિ નો પ્રવાહ વહેતો રહે! વ્યક્તિ માં પરોપકાર ની ભાવના , દયા, સેવા ,સમરપણ ની

ભાવના હોય ,બીજા માટૅ ત્યજવાનો કે સહિષ્ણુતાનો ગુણ હોય,  . તો જ પરિવાર બની શકે છે.કુટુંબ એ મુંગી પાઠ્શાળા છે.,

જ્યાં આવું પવિત્ર વાતાવરણ હોય ત્યારે ઘર એક મંદિર બને છે…

ઇંટ અને સિમેન્ટ થી માત્ર મકાન બની શકે છે પણ ઘર બનતું નથી …તે મકાન ઘર ત્યારે જ બને છે , જ્યારે એ

મકાન માં વસનારાઓ વચ્ચે અવિરત લાગણિ નો પ્રવાહ વહેતો રહે! વ્યક્તિ માં પરોપકાર ની ભાવના , દયા, સેવા ,સમરપણ ની

ભાવના હોય ,બીજા માટૅ ત્યજવાનો કે સહિષ્ણુતાનો ગુણ હોય,  . તો જ પરિવાર બની શકે છે.કુટુંબ એ મુંગી પાઠ્શાળા છે.,

જ્યાં આવું પવિત્ર વાતાવરણ હોય ત્યારે ઘર એક મંદિર બને છે…

વપરાતું હોય, બાળકો આજ્ઞા પાલક હોય, જ્યાં અતિથિ નો સત્કાર થતો હોય, વડિલોનો આદર કરાતો હોય ,

અને ઘરના બધાજ સભ્યો હળી મળી ને પ્રભુ ની  પ્રાર્થના કરતાં હોય તેનું  ગૃહસ્થ  જિવન ધન્ય બને અને મંગલ

તીર્થ બની શકે.જ્યાં કલેશ હોય ત્યાં નો પ્રભુ  વાસ હોતો નથી.

ઘડપણની વ્યાખ્યા શી ?

આજકાલ બધું જ બદલાઈ રહ્યું છે અને વળી ઝડપભેર બદલાઈ રહ્યું છે.
પરિવર્તનની ઝડપને કારણે અક્કલ બહેર મારી જાય તેવું પણ થાય છે.
ઘડપણની વ્યાખ્યા શી?
ઘડપણ એટલે પરિવર્તનને સ્વીકારવાની અને પચાવવાની અશક્તિ.
માનવ ઈતિહાસમાં ક્યારે પણ જૂની પેઢીને નવી પેઢી ડાહી લાગી નથી.
જગતનું સૌથી ઘરડું વિધાન આ પ્રમાણે છેઃ ‘આ દુનિયા હવે પહેલા જેવી રહી નથી.
’પ્રત્યેક સૂર્યાસ્ત નવું અંધારું મૂકતો જાય છે.
પ્રત્યેક સૂર્યોદય નવું અજવાળું લેતો આવે છે.
છાશ પીવાનું ઘટતું જાય છે અને બિયર પીવાનું વધતું જાય છે.
ગોળપાપડી ખાવાનું ઘટતું જાય છે અને ચોકલેટ ખાવાનું વધતું જાય છે.
ગાય પાળવાનું ઘટતું જાય છે અને કૂતરા પાળવાનું વધતું જાય છે.
ચાલવાનું ઘટતું જાય છે અને ‘સ્કૂટરવાનું’ વધતું જાય છે.
વિચારવાનું ઘટતું જાય છે અને ડાચું વકાસીને ટીવી જોયા કરવાનું વધતું જાય છે.
લોહીની સગાઈની અને લગ્નસંબંધની બોલબાલા ઘટતી જાય છે.
અને મનમેળના માનપાન વધતાં જાય છે.
માબાપની કડકાઈ ઘટતી જાય છે અને સંતાનોની જોહુકમી વધતી જાય છે.
ભાખરીની જગ્યાએ બ્રેડ અને ઢેબરાની જગ્યાએ પિઝાનું ચલણ વધતું જાય છે.
લીંબુનું શરબત એકાએક લિમકા બની જાય છે.
યુગલ હોય એવા કપ–રકાબીની જગ્યાએ વાંઢો ‘મગ’ આવી જાય છે.
ઘરે ઘરે ગૃહિણીઓ કહેતી થઈ છેઃ ‘આજે બહાર જમી આવીએ.’
સ્કૂટર નારીમુક્તિનું વાહન બની રહ્યું છે.
જૂની આંખે નવા તમાશા જોવાની પણ એક મજા હોય છે.
આવી મજા ન માણી શકે તેવી અવસ્થાને ઘડપણ કહેવામાં આવે છે.
ઘડપણ મનની અવસ્થા છે.
નવી પેઢીને ઓરડો છોડતી વખતે સ્વિચ ઓફ કરવાની ટેવ હોતી નથી.
કેટલાક ઘરોમાં ઉંમરલાયક વડીલ સતત સ્વિચ ઓફ કરતા જ રહે છે.
બાથરૂમમાં દિવસે પૂરતું અજવાળું હોય તોય
લાઈટ ચાલુ કરીને સ્નાન કરવાનું નવી પેઢીના યુવક–યુવતીઓને ગમે છે.
ઓછા પાવરનો બલ્બ એમને બિલકુલ ગમતો નથી.
શિયાળામાં પણ ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું એમને ગમે છે.
શિયાળામાં પણ પંખો ચાલુ રાખીને સૂઈ જવાનું વ્યસન કેળવાતું જાય છે.
પૈસા વધારે ખર્ચાઈ જાય તે અંગેની યુવાનોની લાપરવાહી વડિલોને અકળાવે છે
જૂની પેઢીને બગાડ પજવે છે, નવી પેઢીને બગાડ પજવતો નથી.
જમાઈઓ દીકરા જેવા થતા જાય છે અને દીકરાઓ જમાઈ જેવા થતા જ
એક મિત્રે કહેલુઃ
‘ટીવીને કારણે મારી નવ વર્ષની છોકરી રાતોરાત અઢાર વર્ષની થઈ ગઈ !’
હનિમૂન પર જઈ આવ્યા પછી તરત જ છૂટાછેડા લેવાય તેવા બનાવો વધતા રહેવાના છે.
આવું બધું વાંચીને મોટરાઓએ અકળાવાની જરૂર નથી.
જીંદગીભર કણસતા રહીને પતિ–પત્ની સંસાર વેંઢારે
તેના કરતાં છૂટાં પડી જાય તેમાં કશું ખોટું નથી.
પવન, ઝરણું અને વાદળ તો વહેતાં જ રહેવાના છે.
ટીવીની સિરિયલ જોઈએ, એ જ રીતે પરીવર્તનને નીરખવાની મજા માણવા જેવી છે.
સરતિ ઈતિ સંસાર
જે સરતો રહે છે તેનું જ નામ સંસાર.

જે વર્ષો તમે નિરર્થક ગાળ્યાં હોય તેજ  તમને વૃદ્ધ બનાવે છે.-અજ્ઞાત

યુવાન વયમાં જ્ઞાનનો છોડ નહિ વાવો, તો વૃદ્ધાવસ્થામાં એની છાયા મળશે નહિ.-અમૃતબિંદુ

વૃદ્ધાવસ્થા એ માનવજીવનની વધુમાં વધુ અણધારેલી અવસ્થા છે.-ટ્રોટ્સ્કી લીયો

યુવાન માણસ બધા નિયમો (સિદ્ધાંતો) જાણે છે, પણ વૃદ્ધ અપવાદોને જાણે છે.-ઓલીવર હોમ્સ

યુવાની એક ભૂલ છે,આદમિયત એક સંગ્રામ છે, વૃદ્ધાવસ્થા એક અફસોસ છે.-બેન્જામીન ડિઝરાયેલી

યુવાન તું નાચે છે એવી મારી ફરિયાદ નથી, પણ તને તારો તાલ નથી, તું અન્યના તાલે નાચે છે એનું  મને દુ;ખ છે.-પાંડુરંગ શાસ્ત્રી

તમારા  સંતાનોને યુવાનીમાં ભણાવો, જેથી તમારી વૃદ્ધાવસ્થામાં  તેઓ તમને ભણાવે નહિ.-યહૂદી કહેવત

સુવિચાર

* ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.
* ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે.
* તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા.
* લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.
* પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.
* સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.
* થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.
* એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.
* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.
* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.
* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.
* વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.
* ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.
* પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.

સુવિચાર

હે ભગવાન !

જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.

જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.

પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.

નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી.

શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.

બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?

આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.

એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.

જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે

પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.

સુવિચાર

(૧)એટલા કડવા ના બનો જેથી લોકો થૂંકી નાખે , એટલા મીઠા ના બનો જેથી લોકો ચાવી નાખે!

(૨)સ્મરણ કરવું આપના હાથની વાત છે અને જીવન મરણ પ્રભુના હાથની વાત છે!

(૩)લાકડાનો અગ્નિ લાકડાને બળે છે , તેમ દેહમાનો અગ્નિ દેહને બાળે છે!

(૪)આજના સુરજને આવતી કાલનાં વાદળ પાછળ છૂપાવવો તેનું નામ ચિંતા!

(૫)સ્વતંત્ર થાઓ પણ સ્વછંદી ના થાઓ , કરકસર કરો પણ કંજુસાઈ ના કરો,

(૬)ઉદાર બનો પણ ઉડાઉ ના બનો, નમ્ર બનો પણ નમાલા ના બનો!

(૭)કપડા ભલે જીર્ણ પહેરો પણ દિલ કદી ફાટેલું રાખતા નહિ!

(૮)સ્વ માટે પ્રાથીએ તે તો માત્ર યાચના છે, સૌ માટે યાચીએ તે જ સાચી પ્રાર્થના છે!

(૯)પ્રાર્થના આત્માનો ખોરાક છે! નમ્રતા વિનાનો માણસ પાણી વગરની નદી જેવો છે!

(૧૦)જેની આંખોમાં અમી તેને દુનિયા ગમી, જેની વાણીમાં અમી તેને દુનિયા નમી!

(૧૧)જીવનનો આધાર વાણી અને પાણી પર છે! ઈચ્છા દુખની માં છે!

(૧૨)ઉપવાસ તૂટે તો વાંધો નહિ , કોઈનું દિલ ના તૂટવું જોઈએ!

(૧૩)માણસ જન્મે ત્યારે ઝભલાને ખીંચું નથી હોતું, માણસ મરે ત્યારે કફનને ખીંચું નથી હોતું!

(૧૪)અનુભવ મેળવવા કરતા અનુભવ મેળવીને જીવવું સારું છે!

(૧૫)ચારિત્ર એટલે સારી ટેવ ,સારી ટેવ પાડવાથી જીવન સુંદર અને સુઘડ બને છે!

(૧૬)સાચી સુંદરતા હૃદયની આંખો દ્વારા જ જોઈ શકાય છે!

(૧૭)સાચી સુંદરતા કોમળતામાં છે અને કોમળતા અલંકારને વહી સકતી

નથી!

(૧૮)ક્ષમા આપવી સારી બાબત છે પણ, તેને ભૂલી જવું તેનાથી વધુ સારી વાત છે!

(૧૯)શરમ કરતા ભાઈબંધી વધારે કીમતી છે , તેને ટકાવવા શરમનો દુરોપયોગ ના કરવો જોઈએ!

(૨૦)જીવન છે તો મુશ્કેલી છે અને મુશ્કેલી છે તોજ જીવનની કીમત છે!

(૨૧)જીવનન મુખ્ય ચાર સુખ છે:

—–પહેલું સુખ જાતે નર્યા,

—–બીજું સુખ ઘેર દીકરા,

—–ત્રીજું સુખ કોઠીએ જાર,

—–ચોથું સુખ સુલક્ષણા નાર!

(૨૨)દુખના બે પ્રકાર છે:

—–કર્મ અનુસારનું આવી પડતું દુખ અને

—–બીજું બીજાના સુખની સરખામણીથી થતું દુખ!

(૨૩)જાગતાની સાથે જ મરણનું સ્મરણકરો જીવનનું મહત્વ સમજાશે!

(૨૪)મને એજ સમજાતું નથી કે શાને આવું થાય છે??? ફૂલડાં ડૂબી જતાને પથરા તારી જાય છે!

(૨૫)છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહયલું ને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે!

(૨૬)ગરીબો શ્રીમંતોની નફરત કરતા હોય છે, તેમ છતાં તે શ્રીમંત બનવા પ્રયત્ન કરતા હોય છે!

(૨૭)તિલક કરતા ત્રેપન ગયા, જપ-માળાના નાકા ગયા, ચાલી ચાલી થાક્યા ચરણ તોય ના પહોંચ્યા હરિના શરણ

સુવિચાર

1. વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે,મગજને ખરાબ વિચારોનુંગોદામ નહીં,

પરંતુ રચનાત્મક અને હકારાત્મક વિચારો પેદા કરતુંકારખાનું બનાવો.

2. વિશ્વાસ એક શબ્દ છે, તેને વાંચતા second લાગે છે.. વિચારો તો minute લાગે છે.. સમજાવો તો દિવસ લાગે છે…

પણ તેને સાબિતકરતા આખી જીંદગી લાગે છે..!!

3. સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા., નાસમજમાં કોઈને ગુમાવીપણ ના દેતા..!! ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં.,

એમાં સંબંધઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા . !!

4. તણાવ (ટેન્શન) માણસ ની બુદ્ધિ,શક્તિ,સ્મૃતિ, આનંદને એવી રીતેખાઈ જાય છે જેવી રીતે ઊધઈ લાકડાને કોરી ખાય છે.

5. જીવન પિયાનોની જેમ છે.સફેદબટન સુખ રુપ છે. કાળુ બટન દુઃખરુપ છે. બંને બટનને સાથે વગાડવાથી સુંદર સંગીત બને છે.

6. ક્રોધ પ્રિતીનો નાશ કરે છે માન વિનયનો નાશ કરે છે માયા મિત્રોનો નાશ કરે છે લોભ સર્વનો નાશ કરે છે

7. એકવીસમી સદીમાં ચેતવા જેવી બાબતો.. ટ્રાફિક,ટ્રેડિંગ અને ટેન્શન…ત્રણ ”ટ”

પોલિટિક્સ,પોપ્યુલેશન, પોલ્યુશન,પોવર્ટી અને પાવર …. મંદી,મોંધવારી,મેહ,મોત અને મહેમાન…

8. બીજા જ્યારે ભૂલો કરે તેને ચકસવાનું સહેલું છે. પણ આપણી જભૂલને સ્વીકારવાનું ઘણું અઘરું છે.

9. કામ,ક્રોધ,લોભ,શંકા(વહેમ)અહંકાર ,ઈર્ષા આ જીવાત્માના છ શત્રુઓછે.

10. પ્રબળ ઈચ્છા શક્તિ અને મજબૂત મનોબળનાં બે પૈડાં વિજયરથને લઞાડી, ખડતલ શરીર રૂપી રથનું માળખુ તેની ઉપર ગોઠવી, વિવેક બુદ્દિધને સારથી બનાવિ . સામ,દામ,દંડ,ભેદ નામના ચાર હણહણતા ઘોડા પર વિજય રથને જોતરી તમે સ્વયં તેમાં બિરાજશોતો જીવન સંગ્રામ જીતશો.

11. સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.

12.. જેનું મન અને અંતઃકરણ શાંત અને સંતોષી છે તે સુખી છે. જે ભૂતકાળને વલોવતો ના હોય, ભવિષ્ય ની ચિંતા કરતો ના હોય અને વતૅમાન માં જીવતો હોય તે સુખી છે.

13. જયારે સલાહ જોઈએ તો બધા લોકો તમને સલાહ આપશે,જ્યારે સહાયતા જોઈએ ત્યારે પણ લોકો તમને સલાહજ આપશે,સહાયતા નહી.

14. તમે જો સાચા છો તો દુનિયામાં કોઈ તમારું નામ દેનાર નથી.તમે કોઈને જઞતમાં દુઃખ દેતા નથી,

કોઈને દુઃખ દેવાની તમારીભાવના નથી, તો તમને કોઈ દુઃખ દઈ શકે તેમ નથી.

15. માણસ કપડાંથી નથી શોભતો પણ વાણી, વતૅન અને કમૅની સુગંધથી શોભે છે.

16. ઘરમાં શાંતિ થાય એ જ મોટામાં મોટું ભણતર.

17. ફૂલ કહે છે મારી જેમ જીંદગીમાં હસતા રહો. વાદળી કહે છે મારી જેમ બીજા માટે વરસી જાઓ,ભમરો કહે છે કે સુખ અને દુઃખમાં સદા ગીત ગાયા કરો. ઘડિયાળ કહે છે કે સમય ચૂકશો તો કિંમત ઘટી જશે. સૂર્ય કહે છે કે અતિ ઉગ્ર બનશો તો કોઈ સામે નહિ જુએ.

18. ઈશ્વરને પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે કારણકે આજનો માનવીફૂલ ધરીને બગીચો માગતો થઈ ગયો છે.

સુવિચાર

પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું, પણ… પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો,

એ જોઈને દિલ રડી પડયું………

“શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે શ્વાસ ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને

વિશ્વાસ ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે.”

માનવ સંવેંદનાઓનો છે આ જનજાળ..સરવાળે બેસાડેલા સંબંધોની મીઠી પાળ…
ઉધારે રહેતી મદદને ના ગણો ઉપકાર.. બસ મનનો થાક ઓછો કરો ઉતરી જશે બધો ભાર..

દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,એને ખબર નથી કે નદીનું ઉધાર છે.

ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છેખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ .

માનસિક દરિદ્રતાને પરિણામે આપણાં સપનાં નાનાં હોય છે અને

તેના થકી નવસર્જન શક્ય નથી માટે આપણાં સપનાં દિવ્ય અને ભવ્ય હોવાં જોઇએ.

જે ગતિશીલ છે તે પ્રગતિશીલ પણ છે. ઊર્જા સ્ત્રોત સૂર્ય ક્યારેય થંભે છે!માટે જ, સતત ગતિશીલ રહો! ઇતિહાસ નિર્જીવ નથી હોતો. ઇતિહાસ પુસ્તકોમાં છાપેલાં કાળાં અક્ષરો નથી હોતાં. ઇતિહાસનો પ્રત્યેક પળ ચેતના ધરાવતો હોય છે. ચૈતન્યમય હોય છે. જે નવી ચેતના પ્રગટાવવાનું સામર્થ્ય ધરાવે છે.

મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે

તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે અનેતમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો.

એક સાચો મિત્ર એવું વચન તો નહિ આપે કે હું તમારી બધી જ સમસ્યાને હલ કરી દઈશ,
પરંતુ સમસ્યા આવે ત્યારે તમને એકલો નહિ છોડી દે..!!

જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઇ ગયું હોય તેની ચિંતામાં પડવા કરતાં કિતાબના કોરા પાના સારા કર્મોથી લખાય તેની ચિંતા કરો .

એક જ કામ સંબંધમાં કીધું, લીધું એથી બમણું દીધું. – શૈલ પાલનપુરી

સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે.

દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની એક સીમા હોય છે.
દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે.
આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય છે. આ વર્તનમાં જ આપણાં સંસ્કારો અને સંસ્કòતિ છતાં થાય છે. તમે તમારા લોકો સાથે કેવી રીતે રહો છો તેના પરથી જ તમારા સારા-નરસા કે લાયક-નાલાયકની છાપ ખડી થતી હોય છે. આ છાપ જ પછી માણસની ઓળખ બની જાય છે. એટલે જ આપણે ઘણી વખત કોઈની વાત નીકળે ત્યારે એવો સવાલ કરીએ છીએ કે, એ કેવો માણસ છે?

સંબંધો માણસની જરૂરિયાત છે. સંબંધો બંધાતા રહે છે. સંબંધો તૂટતા પણ રહે છે. સંબંધો દૂર પણ જતા રહે છે. સંબંધો સરળ નથી. સંબંધો જાળવવામાં આવડત અને કુનેહની જરૂર પડે છે. કેટલા સંબંધો કાયમી ટકે છે? સંબંધો કેવા રહે છે તે બે વ્યકિત ઉપર નિર્ભર કરે છે. સાથોસાથ એ વાત પણ સનાતન સત્ય છે કે એક વ્યકિતના સંબંધ બીજી વ્યકિત પર સીધી અસર કરે છે. સંબંધોની સાર્થકતા એ આજની સૌથી મોટી જરૂરિયાત છે. માણસ સંબંધો ગુમાવતો જાય છે. માણસ એકલો પડતો જાય છે. ખુશીમાં સાથે હસે અને ઉદાસીમાં પીઠ પસવારે તેવા લોકો ઘટતા જાય છે. મારું કોણ? એવા પ્રશ્નોના જવાબ મેળવવા જયારે વિચાર કરવો પડે ત્યારે સમજાતું હોય છે કે કેટલું બધું ખૂટે છે. ખટપટ, કાવાદાવા અને ટાંટિયાખેંચ એ આજના સમયનું સૌથી મોટું દૂષણ છે. દોષનો ટોપલો ઢોળવા માણસ માથાં શોધતો ફરે છે અને પછી કોઈનો ભરોસો કરવા જેવો નથી તેવા નિસાસા નાખીએ છીએ.

સંબંધો બહુ નાજુક છે. સંબંધો પારા જેવા છે, ખબર ન પડે તેમ સરકી જાય છે અને વેરાઈ પણ જાય છે. છતાં માણસનું ગૌરવ એમાં જ છતું થાય છે કે એ સંબંધોના અપ-ડાઉન વખતે કેવું વર્તન કરે છે. તમે કેવી રીતે મળો છો તેના કરતાં પણ કેવી રીતે છૂટા પડો છો તેના પરથી જ તમારા સંબંધોના ગૌરવ અને ગરિમાની સાબિતી મળે છે. સંબંધોમાં હળવાશ હોવી જૉઈએ. સંબંધો આરપાર જોઈ શકાય તેવા હોવા જૉઈએ. તમારા રિલેશનનું સ્ટાન્ડર્ડ કેવું છે? ડબલ સ્ટાન્ડર્ડ કે ડબલ પર્સનાલિટીમાં જીવતો માણસ પોતાને જ છેતરતો હોય છે.

સંબંધોને નેવે મૂકીને કયારેય સુખ મળી શકે નહીં. ઘણા લોકો સંબંધો જાળવવા માટે મહેનત કરતા હોય છે. કેટલાક લોકો સંબંધો માટે પેંતરા પણ કરતા હોય છે. સાચા સંબંધો મેઇન્ટેઇન કરવા મહેનત કરવી પડતી નથી. સાચો સંબંધ ઝરણા જેવો છે. એ વહેતો રહે છે અને ટાઢક આપતો રહે છે. માણસ આખી દુનિયાને સારું લગાડતો ફરે છે પણ પોતાના લોકોને જ પ્રેમ કરી શકતો નથી. આખી દુનિયાને માફ કરવી સહેલી છે પણ પોતાની વ્યકિતનું જતું કરવામાં જિગર જૉઈએ. આપણે આપણા સંબંધોને કયારેય નજીકથી નિહાળીએ છીએ? આપણા લોકોની કદર આપણે કરી શકીએ છીએ? તમારા સંબંધોને સજીવન રાખો. કોઈ સંબંધ સુકાઈ જતો લાગે તો સ્નેહ સીંચીને તાજા કરી લો. આપણે ચે જતાં જઈએ તેમ સાથે હોય એ દૂર તો થઈ જતાં નથી ને? ઘર એક વ્યકિતથી બનતું નથી, પોતાના લોકોથી બને છે. સમાજ સંબંધોનું જ મોટું સ્વરૂપ છે અને સંબંધોની મીઠાશમાંથી જ સુખનો સ્વાદ આવે છે.માણસ એકલો પડી જાય તો કયાંક તેનો જ વાંક હોય છે. કોઈને નજીક રાખતા નથી અને પછી કહીએ છીએ કે મારું કોઈ નથી. પહેલાં વિચારો કે તમે કોઈના છો ખરાં? પોતાના લોકોને દૂર થવા નહીં દો તો કયારેય એકલતા લાગશે નહીં.

ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ.

સુવિચાર

[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !

[2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે,પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.

[3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.

[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.

[5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.

[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!

[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !

[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !

[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.

[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.

[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.

[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે– જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.

[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.

[14] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.

[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.

[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !

[17] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !

[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.

[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો!

[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.

[21] માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !

[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.

[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.

[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.

[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !

[26] ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !

[27] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.

[29] જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !

[30] માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી !

[31] લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો,અને પછી અરધી મીંચેલી.

[32] જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી

સુવાક્યો

આ દુનિયામાં આપણું કંઈ જ નથી, સિવાય કે સમય..!!
**************************
સ્વર્ગ જેવું બીજું કયું સ્થળ છે, જ્યાંથી તમને કોઈ જ કાઢી ન શકે?
– સ્મૃતિ..!!
**************************
આખી જિંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ (બદ્)નસીબ..!!
**************************
સંતાકૂકડીમાં નહીં જડતો જણ એટલે ભગવાન..!!
**************************
ઘડિયાળમાં બે કાંટા ભેગા થાય એટલે બાર વાગે. કાંટા જેવા બે માણસ ભેગા થાય એટલે ત્રીજાના બાર વાગે..!!
**************************
આપણો ખરો મિત્ર તો એ છે, જે એલાર્મ ક્લોકની જેમ ખરે સમયે રણકીને આપણને ચેતવી દે..!!
**************************
મૌન એક અનોખું અલંકાર છે. તે મૂર્ખ માણસના હોઠ પર વધુ શોભી ઊઠે છે..!!
**************************
જેક હરબર્ટ નામના વિદ્વાન કહે છે કે પૃથ્વી પર સર્વપ્રથમ સર્જન આદમથી થયું અને એ જ પૃથ્વીનો અંત આદમના વંશજોએ બનાવેલા એટમ (બોમ્બ)થી થશે..!!
**************************
ફરજ શબ્દ ભારે છેતરામણો છે. એ વસ્તુ એવી છે, જેની આપણે હંમેશાં બીજા પાસે જ અપેક્ષા રાખીએ છીએ..!!
**************************
પ્રાર્થના કરો ત્યારે પ્રભુ પાસેથી પ્રત્યુત્તરની અપેક્ષા કદી ન રાખશો, નહીંતર એ પ્રાર્થના અને ચીલાચાલુ પત્રવ્યવહાર વચ્ચે કશો જ તફાવત નહીં રહે..!!
**************************
કોઈને પોતાનો ઘનિષ્ઠ મિત્ર બનાવતાં પહેલાં એના જાની દુશ્મનો કોણ કોણ છે એ પણ જાણી લેવું એટલું જ જરૂરી છે..!!
**************************
આપણી પાસે કંઈ ન હોય કરુણતા નથી, પરંતુ આપણું કોઈ ન હોય એ જ સૌથી મોટી કરુણતા કહેવાય..!!
**************************
આપણી બધી જ ત્રુટિઓ જાણ્યા પછી પણ આપણને અપનાવી લે એ મિત્ર અને આપણી બધી જ બાહોશી જાણ્યા પછી બિરદાવવાને બદલે જે એને લલકારે એ દુશ્મન..!!
**************************
‘નાની નાની બાબતમાં અકળાઈ જવું નહીં…’ એવી સલાહ વારંવાર આપતા ‘ડાહ્યા’ માણસોને એકાદ વાર મચ્છરવાળા ઓરડામાં સુવડાવવા જોઈએ..!!
**************************
યુદ્ધની ઉત્તેજના અને સનસનાટી માણવી હોય તો મોરચે જવાની જરૂર નથી. એના માટે બે રસ્તા છે. એક, નાની નૌકામાં સમુદ્રપ્રવાસ કરો અને બીજો, ઉતાવળે લગ્ન કરી લો..!!
**************************
એક સ્પેનિશ કહેવત અનુસાર સાચી મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર છે. એટલે જ મિત્રના મૃત્યુ કરતાં મૈત્રીનું મૃત્યુ વધારે અસહ્ય હોય છે..!!
**************************
તમને જો દુશ્મન જોઈતા હોય તો મિત્રોથી ચઢિયાતા બનજો… મિત્ર જોઈતા હોય તો મિત્રોને તમારા પર સરસાઈ મેળવવા દેજો..!!
**************************
સ્ત્રી એના જીવનકાળ દરમિયાન પુરુષને માત્ર બે વાર જ સમજી નથી શકતી. એક, લગ્ન પહેલાં અને બે, લગ્ન પછી..!!
**************************
લીલુંછમ ઘાસ એ પ્રભુના હાથમાંથી સરકી ગયેલો રૂમાલ છે. જેના એકાદ છેડે કદાચ એનું નામ ગૂંથેલું પણ હોય..!!
**************************
આ જમાનામાં ધન પ્રાપ્ત કરવું મુશ્કેલ છે. મળ્યા પછી જાળવવું મુશ્કેલ છે. જાળવ્યા પછી તેને યોગ્ય રીતે વાપરવું તો સૌથી વધુ મુશ્કેલ છે..!!
**************************
બે સ્ત્રી વચ્ચે સમાધાન કરાવતાં જેટલો સમય લાગે એના કરતાં ઓછા સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સમસ્ત કશ્મીરની સંધિ કરાવી શકાય..!!
**************************
ઘણા બધા રોગ ઉપરવાળો ઈશ્વર મટાડી દે છે. ગુડ, પણ આમાં પ્રોબ્લેમ એ છે કે એની બધી ફી નીચેવાળો ડોક્ટર વસૂલ કરી જાય છે..!!
**************************
રોજને રોજ આપણે કંઈને કંઈ નવું શીખીએ છીએ. ઘણી વાર તો ગઈકાલે આપણે જે શીખેલા તે ખોટું હતું તે વાત આજે શીખીએ છીએ..!!
**************************
બીજા કોઈને નુકસાન પહોંચાડ્યા વગર, કોઈનાય હક ડુબાડ્યા વિના તમે જે કંઈ ઝંખો એ પ્રાપ્ત કરવાની શક્તિ કેળવી લો તેનું નામ સફળતા..!!
**************************
ઘરની ઘેલી સારી, પણ બહારની ડાહી માઠી..!!
**************************
૧૮મી સદીના વિખ્યાત ફિલોસોફર મેમ-ડી-સ્ટેઈલ કહેતા કે…
જેમ જેમ મને માણસ નામના પ્રાણીનો વધુ પરિચય થતો જાય છે તેમ તેમ મને હવે કૂતરાં-બિલાડી જેવાં પ્રાણી વધુ ગમવા માંડ્યા છે..!!
**************************
રૂમાલ આંસુ લૂછે છે, પરંતુ ખરો પ્રેમ પેલાં આંસુનું કારણ ભૂંસે છે..!!
**************************
સ્વજનનું સ્મરણ એ મિલનનું જ એક સ્વરૂપ છે..!!
**************************
કેટલીક વ્યક્તિને તમે રૂબરૂ મળો તો બહુ રુક્ષ વ્યવહાર કરે, પરંતુ આ જ વ્યક્તિને ફોન પર વાત કરવાની અચ્છી ફાવટ હોય છે. ફોન પર એ એવી મીઠાશથી વાત કરે કે ફોનને બીજે છેડે હો તોય તમને ડાયાબિટીસ થઈ જાય… આવી વ્યક્તિ મોટે ભાગે નેતા, રાજદૂત કે પીઆરઓ જ હોય છે..!!
**************************
શાણા માણસો પુસ્તક અને પોતાનું જીવન બંને વાંચે છે..!!
**************************
પુણ્ય અને પૈસા વચ્ચે એક સામ્ય છેઃ બંને કમાવા મુશ્કેલ છે, પરંતુ બંનેને ગુમાવવાનું બહુ સહેલું છે..!!
**************************
વધુપડતી સારી ટેવો પાડવા કરતાં તો ઓછામાં ઓછી ટેવો પાડવામાં જ જીવનનું શાણપણ સમાયું છે..!!
**************************
વૃક્ષ પરનો માળો અને માનવીના મૌન વચ્ચે એક ગજબનું સામ્ય છે. માળો પક્ષીને આશ્રય આપે અને મૌન તમારી વાણીને..!!
**************************
માના ખોળામાં સૂતેલું બાળક હસે ત્યારે અચૂક માનજો કે નવી પરીઓ જન્મે છે અને બાળક રડે ત્યારે માનજો કે પેલી પરીઓ અચાનક અદ્રશ્ય થઈ ગઈ..!!
**************************
મૈત્રીમાં દુભાયેલો દોસ્ત ક્યારેક આપણો જ દાનો દુશ્મન બની જાય છે!
તાજા કલમઃ આ જ વાત ચૂંટણી વખતે ટિકિટ ન મળી હોય એ ઉમેદવાર એના પક્ષ માટે પુરવાર કરે છે..!!
**************************
રાલ્ફ વાલ્ડો ઈમરસન નામના વિદ્વાન કહે છે:
ગુસ્સો બહુ ખરાબ ચીજ છે. એક મિનિટ માટે પણ તમે કોઈ પર ગુસ્સે થાવ તો તમારા જ જીવનનો તમે ૬૦ સેકન્ડનો અમૂલ્ય આનંદ ગુમાવો છો..!!
**************************

BY -CHITRALEKHA MAGAZINE

http://www.gujarati.nu/profiles/blogs/by-chitralekha-magazine

આજે આપણે શું કરશું ?

આજે આપણે શું કરશું ?

તારીખ ૧ – આજે બધાની સાથે નમ્રતાથી વાત કરીશ અને નમ્રતાથી જ વ્યહાર કરીશ.

તારીખ ૨ – આજની બધી વાતો ઈશ્વરની આજ્ઞા સમજી સેવા કરીશ.

તારીખ ૩ – આજે જેઓ પણ મારી સામે આવશે તેમને સંતુષ્ટ કરીશ.

તારીખ ૪ – આજે કોઈની સાથે મધુર વ્યવહાર કરીશ.

તારીખ ૫ – આજે કોઈની સાથે કોઈની પણ નિંદા ના કરું

તારીખ ૬ – આજે જેઓ જે પણ કામ કરવાનું કહેશે તે કરવાની કોશિશ કરીશ.

તારીખ ૭ – આજે કોઈની સાથે દ્વેત કે દ્વેષ કરીશ નહી.

તારીખ ૮ – આજે જે પણ થશે તેને ઈશ્વરની કૃપા જ સમજીશ.

તારીખ ૯ – આજે એકપણ ખોટો શબ્દ બોલીશ નહીં.

તારીખ ૧૦ – આજે દરેક ક્ષણે ભગવાનનું નામ જપીશ.

તારીખ ૧૧ – આજે બધાની સાથે પ્રેમપૂર્વક વર્તન કરીશ.

તારીખ ૧૨ – આજે ભવિષ્ય માટે કોઈ ચિંતા કરીશ નહીં.

તારીખ ૧૩ – આજે આખો દિવસ ખુશીમાં વિતાવીશ.

તારીખ ૧૪ – આજે આખો દિવસ ભગવાનનું સ્મરણ કરીશ.

તારીખ ૧૫ – આજે આખો દિવસ કોઇનો અવગુણ જોઈશ નહી.

તારીખ ૧૬ – આજે કોઈપણ ચીડવશે તો ચિડાઈશ નહી.

તારીખ ૧૭ – આજે આખો દિવસ સત્ય બોલીશ.

તારીખ ૧૮ – આજે આખો દિવસ શુદ્ધ અને પવિત્ર વિચાર કરીશ.

તારીખ ૧૯ – આજે આખો દિવસ ઈશ્વરની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીશ.

તારીખ ૨૦ – આજે આખો દિવસ એ વિચાર કરીશ સમગ્ર દુનિયા ફાની છે.

તારીખ ૨૧ – આજે આખો દિવસ મોત નો વિચાર રાખીશ,કે મોત ગમે ત્યારે આવી શકે છે.

તારીખ ૨૨ – આજે મારી જાતને વધુ સુધારવાની કોશિશ કરીશ.

તારીખ ૨૩ – આજે લોભ અને લાલચના વિચાર મનમાં આવવા દઈશ નહી.

તારીખ ૨૪ – આજે કામ ક્રોધ ને નજીક નહીં આવવા દઈશ.

તારીખ ૨૫ – આજે દિલ માં એ વિચાર રાખીશ કે હું કોઇ નથી.

તારીખ ૨૬ – આજે ઈશ્વરની કૃપાનો મનમાં ને મનમાં આભાર માનીશ.

તારીખ ૨૭ – આજે દિલમાં એ વિચારીશ કે હું સમરસ છું

તારીખ ૨૮ – આજે મારા અવગુણોને યાદ કરી ને તોબા-તોબા કરીશ.

તારીખ ૨૯ – આજે દિલમાં એ વિચાર કરીશ કે પ્રભુ બધામાં સમાયો છે.

તારીખ ૩૦ – આજે દિલમાં એ વિચારીશ કે એક એક પળ ભગવાનની અમાનત છે.

તારીખ ૩૧ – આજે હું વધુમાં વધુ મૌન રાખવાની કોશિશ કરીશ.

http://www.gujarati.nu/profiles/blogs/3499594:BlogPost:756842

વાગોળવા જેવા વિચાર – સંકલિત

[1] હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.

[2] જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.

[3] પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.

[4] દુ:ખી થયેલો માણસ પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દઈ દે છે, પરંતુ પોતાનાં કર્મ દોષને યાદ નથી કરી શકતો.

[5] પોતાના સંતાનને પુરુષાર્થની ટેવો પાડે છે તે મા-બાપ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે.

[6] દીકરીને સાસરે વળાવતી વખતે સંસ્કારોનો કરિયાવર કરનાર માતાપિતા સૌથી મોટો દાયજો આપે છે.

[7] જે માણસ કોઈનુંય કશું સાંભળતો જ નથી એનું ઈશ્વર પણ કંઈ સાંભળતો નથી.

[8] પરસેવો પાડ્યા વગરની કમાણી સુખ અને શાંતિની ઝડપથી સમાપ્તિ કરે છે.

[9] દુશ્મન માટે સળગાવેલી આગ, દુશ્મન કરતાં પોતાને જ વધુ બાળનારી હોય છે.

[10] દુષ્કૃત્યોને હંમેશા ઢાંકી રાખે એવો પડદો વણનાર કોઈ વણકર હજુ પાક્યો નથી.

[11] હાલ તુરંત તમારી સામે આવેલા નાના-નાના કામો અત્યારે જ કરવા માંડીએ તો મોટા કામો શોધતા શોધતા આપ મેળે જ આવી પહોંચશે.

[12] સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે.

[13] નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી. [14] શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.

[15] બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?

[16] જવાબ શોધવો હોય તો પહેલા સવાલને બરાબર સમજી લેવો જરૂરી છે.

[17] જગતનાં સર્વ ઝગડાઓનું મૂળ અર્થ અને કામ જ હોય છે.

[18] આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.

[19] કાચા કાન, શંકાશીલ નજર અને ઢીલું મન માણસને ગમે તેવા ઉપભોગો વચ્ચે પણ નરકનો અનુભવ કરાવે છે.

[20] સંતતિ અને સંપત્તિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય.

[21] જે માણસ પોતાની જાતને સુધારવા બેઠા હોય તેની પાસે બીજાની ટીકા કરવાનો સમય હોતો નથી.

[22] એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.

[23] અંધને રસ્તો બતાવવો, તરસ્યાને પાણી પાવું અને ભૂખ્યાને રોટલો દેવો એ શ્રેષ્ઠ દાન છે.

[24] જગતને મિત્ર બનીને જોશો તો સુંદર લાગશે અને શત્રુ બનીને જોશો તો કદરૂપ લાગશે.

[25] જે ગરીબી આળસ, વ્યસન, મૂર્ખતા, અનીતિ અને નકામા ખર્ચાઓને લીધે આવી હોય તો જરૂર શરમજનક : એ સિવાયની ગરીબી માટે જરાય શરમાવાનું ન હોય.

[26] પાણી પણ ડૂબાડતા પહેલા બે વખત બચવાની તક આપે છે, કોઈને ખુલાસો કરવા માટેની એકાદ તક તો આપો.

[27] તમારી હાજરીથી જે લોકો કાંપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે.

[28] જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.

[29] બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો, એટલા મીઠાં ફળ ભવિષ્યમાં મળશે.

[30] આપણને સહુને સામે કિનારે પહોંચવાની ઉતાવળ બહુ જ છે, પરંતુ હોડીને હલેસા બીજા કોઈ મારી દે તો.

[31] બાળકોને તમે તમારો પ્રેમ આપો. વિચારો નહીં. કારણ કે એની પાસે એમના પોતાના વિચારો છે જ એને પ્રતિપાદિત થવા દો.

[32] વેઠ ઊતારનાર માણસ પોતે જ પોતાને વેઠિયાનો દરજ્જો આપતો હોય છે. કામદાર પોતાના કામમાં જ્યારે મન રેડે છે, ત્યારે તે કારીગર બને છે અને કામમાં જ્યારે હૃદય રેડે છે ત્યારે તે કલાકાર બને છે.

[33] દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા ઈચ્છતા હોઈએ તેવા જ અંદરથી પણ રહીએ.

[34] તકની ઓળખાણની મુશ્કેલી એ છે કે એ જ્યારે આવે છે ત્યારે ખબર રહેતી નથી અને ચાલી જાય છે પછી બહુ મોટી લાગે છે.

[35] કીર્તિ મેળવવા માટે ઘણા જ સારા કામ કરવા પડે છે, પરંતુ અપકીર્તિ માટે એક જ ખરાબ કામ પૂરતું છે.

[36] પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.

[37] માણસ જો પોતાના મનથી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહીં.

[38] દિવસમાં બે-ત્રણ વખત સ્મશાન ને યાદ કરવામાં આવે તો બુદ્ધિમાં જરૂર ફેર પડશે

[સુરતથી પ્રકાશિત થતા ‘જીવનયાત્રી’ સામાયિકમાંથી સાભાર.]

http://www.gujarati.nu/profiles/blogs/3499594:BlogPost:823345

વીણેલા મોતી

“શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે
શ્વાસ ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને
વિશ્વાસ ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે.”

દરિયો ભલે ને માને કે
પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું
ઉધાર છે.

ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે ખુશનસીબ એ છે
જે પોતાના નસીબથી ખુશ છે .

તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે
અનેતમારી જીભ સારી હશે તો
દુનિયાને તમે ગમશો.

એક સાચો મિત્ર એવું વચન તો નહિ આપે કે
હું તમારી બધી જ સમસ્યાને હલ કરી દઈશ,
પરંતુ સમસ્યા આવે ત્યારે તમને એકલો નહિ છોડી દે

સુવિચાર

* બીજાના જે દોષોને આપણે વખોડતા હોઈએ, તે જ દોષમાં આપણે પોતે ન પડીએ, તે માટે સજાગ રહીએ તો સારું !

* મિત્રતા બાંધતા પહેલાં, સર્વપ્રથમ આપણે સ્નેહની એક વ્યાખ્યા સ્થાપિત કરીએ કે જેથી કરીને તેનો સ્વભાવ અને શક્તિ આપણને સમજાય.

* વિવેક માનવીને શુદ્ધ વિચારો દ્વારા સદગુણ તરફ દોરે છે અને પોતાનો અધિકાર સ્થાપિત કરીને એ માનવીને મિત્રાચારી બનાવે છે.

* દષ્ટિ એ આપણી કાયાની ખૂબ જ તીવ્ર ઈન્દ્રિય હોવા છતાં, તે ડહાપણને ઓળખી શકતી નથી.

* વાગશક્તિ કોઈ પણ માણસને સત્ય જ્ઞાન વગર બોલવાની ફરજ પાડતી નથી પણ વાગદેવી કહે છે કે : મારી પાસે આવતાં પહેલાં સત્યની પ્રાપ્તિ કરો અને પછી મારી આરાધના કરો.

* સદગુણ શીખવી શકાતો નથી. એને એકત્રિત કરી શકાય. એકત્રિત કરવું એટલે પોતાની સઘળી શક્તિ એકઠી કરવી, આત્મનિમગ્ન થવું.

*માનવીએ પંખીની માફક ઉડતા શીખી લીધું છે, અને માછલી માફક તરતાં પણ.! હવે તેને જે શીખવાનું છે તે માનવી માફક જીવતાં.!

*આળસુ માણસને જો સૌથી ઝડપથી કંઇ સાંપડતું હોય તો તે છે થાક…

*જીવન તો દર્પણ જેવું છે. આપણે ઘૂરકીએ તો તે સામું ઘૂરકે છે, આપણે સ્મિત કરીએ તો અભિવાદનનો સામો પડઘો પાડે છે.

*આ દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે. એક… જેઓ મહેનત કરે છે….અને બે….જેઓ યશ કમાય છે..!

* તમારા માટે તેઓ ખરાબ બોલે છે એમ જ્યારે પ્લેટોને કહેવામાં આવ્યું ત્યારે પ્લેટોએ પોતાના મિત્રને કહ્યું : ‘હું હવે પછી એવી રીતે જીવવાની વધુ કાળજી લઈશ કે તેઓના કહેવા ઉપર કોઈને વિશ્વાસ જ ન આવે.’           

સુવિચાર

[1]

અંગ્રેજીમાં કહેવત છે તેમ બીજા કોઈ સામે આંગળી ચીંધીએ ત્યારે બાકીની ત્રણ આંગળી આપણી પોતાની સામે આપોઆપ વળી જાય છે. સામાન્ય અનુભવ એવો છે કે બેફામ ગાળાગાળી કરનાર લોકો જાતે જ ઘણા અસ્વચ્છ હોય છે, અને ઘણા ખુશામતખોર પણ હોય છે. તેમની ગાળાગાળી મોટે ભાગે તેમની હતાશા અને નિષ્ફળતાના પરિણામરૂપે આવી પડે છે.
– નગીનદાસ સંઘવી

[2]

શિક્ષકો જો શાંત ચિત્તે વિચારશે, સૂક્ષ્મ વિવેક કરશે તો જણાશે કે દસમાંથી નવ બાબતો એવી છે, જેમાં કાં બાળકને સમજવામાં નથી આવ્યું, કાં તેને પૂરતી સહાનુભૂતિ નથી મળી, કાં તેને વ્યક્ત થવાની તક નથી મળી, કાં તેને યોગ્ય માર્ગદર્શન નથી મળ્યું, કાં તેની સર્જનાત્મકતાને અવકાશ નથી મળ્યો, તેથી તેનું વર્તન ન સમજાય તેવું, અશિસ્તવાળું દેખાય છે. કદાચ તે ભૂલ કરીને પોતાના તરફ ધ્યાન ખેંચવા પણ માંગતું હોય
– મનસુખ સલ્લા

[3]

આકાશ, અગ્નિ, પૃથ્વી, જળ અને વાયુરૂપે માતા જગતજનની આપણું સતત પોષણ કરી રહી છે, છતાં તેનાં રૂપનાં દર્શન કરવાને બદલે તેના તરફ આપણું દુર્લક્ષ છે. જરૂર છે આપણા ‘મન આડેનો પડદો’ હટાવવાની !
– હરીન્દ્ર દવે

[4]

શંકા એ તો મોટામાં મોટો શત્રુ છે. શંકા આપણા હૃદયમાં ડર પેદા કરે છે. આ ડરને કારણે આપણને જે વસ્તુ પર આપણા વિજયની પૂરેપૂરી ખાત્રી હતી તે જ ચીજ સમક્ષ આપણે મસ્તક નમાવી દેવું પડે છે.
– શેક્સપિયર

[5]

હું ભારતના લોકોને કહું છું કે તમારી પાસે ઘણી, એકદમ સુંદર અને મહાન પરંપરાઓ છે. એને કદી ભૂલશો નહિ. જેનાથી ભારત વિખ્યાત છે, એ આ પરંપરાઓ તમે ભૂલી જશો તો એ વિશ્વ માટે એક ટ્રેજેડી હશે. આજના ખતરનાક સમયમાંથી પસાર થઈ દુનિયા જીવી જશે તો લોકસંસ્કૃતિની પ્રક્રિયા જીવંત રહી આગળ ધપતી રહેશે.
– પીટ સીંગર (અમેરિકન લોકસંગીતકાર)

[6]

ખૂબસૂરતી હંમેશા જોનારના મનમાં અને એની નજરમાં હોય છે. નહિતર ભૂલ કાઢનારને તો તાજમહાલમાં પણ ખામી દેખાય છે.
– સી.બી. જોન્સન

[7]

કેટલાક કહે છે કે ‘ગુરુ શા માટે જોઈએ ? તેના લીધે બંધન વધે છે. આપણે આપણા વિચારોથી ભગવાનની પ્રાપ્તિ કરી લેવી.’ પરંતુ આ કહેવાવાળા પણ બીજાઓના ગુરુ જ થાય છે ને !
– શ્રીમાતાજી

[8]

સંપૂર્ણ વિશ્વમાં ઉપનિષદ સમાન જીવનને ઊંચે ચઢાવનાર કોઈ બીજો શીખવા જેવો વિષય જ નથી. એનાથી જ મારા જીવનને શાંતિ વળી છે. એનાથી તો મને મૃત્યુ વખતે પણ શાંતિ મળશે.
– શૉપનહૉવર

[9]

પરમાત્મા પરિગ્રહ નથી કરતા. તે પોતાને જોઈતી વસ્તુ રોજરોજ બનાવી લે છે.
– ગાંધીજી

[10]

ટ્રેન ચાલે છે, બહારનાં વૃક્ષો સ્થિર છે, પણ આભાસ એ થાય છે કે ટ્રેન સ્થિર છે અને વૃક્ષો ચાલી રહ્યાં છે. કર્મ (ટ્રેન) અકર્મ લાગે છે, અને અકર્મ (વૃક્ષો) કર્મ લાગે છે ! શ્રીકૃષ્ણ કહે છે કે કર્મમાં જે અકર્મને જોઈ શકે છે, અને અકર્મમાં જે કર્મને જોઈ શકે છે એ યોગી છે. સ્થિતિ અને ગતિ બંનેને સમજવું જ્ઞાનીનું કામ છે.
– ચંદ્રકાન્ત બક્ષી.

[11]

હોશિયાર પુરુષને નિયંત્રણમાં રાખવા માટે મૂરખ સ્ત્રી પણ ચાલે છે, પરંતુ મૂરખ પુરુષને નિયંત્રણમાં રાખવા હોશિયાર સ્ત્રી જ જોઈએ. – બર્નાર્ડ શૉ

[12]

માણસના ખરાબ સ્વભાવના સૌથી વધુ કાંટા કુટુંબીજનોને અને મિત્રવર્તુળને વાગતા હોય છે.
– ભૂપત વડોદરિયા.

[13]

સારા માતાપિતા બનવું એ તો ભગીરથ કાર્ય છે. ઊંડી સમજણ, પ્રેમનિષ્ઠા અને સમર્પણ એ માટે જોઈએ. માબાપ તરીકે આપણે સંતાનો માટે એટલું કરીશું તો પછી આપણે કાઉન્સેલર્સની અને કાયદાઓની જરૂર ઓછી પડશે.
– જયવતી કાજી

[14]

એક વિદેશીએ પૂછેલા સંસ્કૃતિ વિશેના પ્રશ્નનો ઉત્તર : તમારે ત્યાં જ્યારે સાંજ પડે છે, ત્યારે હોટલોમાં દીવા થાય છે. અને અમારે ત્યાં સાંજ પડે છે ત્યારે મંદિરોમાં દીવા થાય છે. તમારે ત્યાં સાંજ પડે છે ત્યારે પતિ-પત્ની બધાં કુટુંબનાં માણસો તૈયાર થઈને હોટલોમાં જાય છે. અમારે ત્યાં સાંજ પડે છે ત્યારે કુટુંબનાં માણસો સાથે બેસીને પ્રભુપ્રાર્થના કરે છે, રામનામ જપે છે.
– રવીન્દ્રનાથ ટાગોર

[15]

કોઈ માણસમાં એકાદ વાર કોઈ દોષ દેખાય તો એવો કાયમી નિર્ણય ન કરી દેવો કે, ‘આ માણસ તો ખરાબ છે.’ સંભવ છે કે, દોષ જોવામાં તમારો જ દોષ હોય અથવા કોઈ વિશિષ્ટ સંજોગોનો ભોગ બનીને અનિચ્છા હોવા છતાં પણ તેને દોષના ભાગીદાર બનવાની ફરજ પડી હોય.
– સંકલિત

[16]
જે મનને કે શરીરને દુઃખદાયક છે કે અહિત કરે છે તે વસ્તુ ગમે તેટલી સુંદર હોવા છતાંય અસુંદર છે કારણ કે તે અકલ્યાણકારી છે. જે કલ્યાણકારી છે તે જ સુંદર થઈ શકે છે.
– ભગવતીચરણ વર્મા

[17]

સુજ્ઞ પુરુષે સ્વાદિષ્ટ ભોજન કદી એકલાં ન કરવું. કોઈ ગૂઢ વિષય પર એકલાં એકલાં વિચાર ન કરવો. માર્ગ પર એકલાં એકલાં ન ચાલવું અને ઘણા લોકો સૂતાં હોય ત્યારે એકલાં ન જાગવું.
– મહાભારત

[18]

ખોરાક, પાણી અને હવા શરીરને ટકાવી રાખનાર અને એનું આરોગ્ય જાળવી રાખનાર અમૂલ્ય વસ્તુઓ છે. પરંતુ શરીરરૂપી કિલ્લાનો રાજા તો માણસનું મન છે. મન પ્રસન્ન તો શરીર ચપળ, મન સોગિયું તો શરીર ઢીલું. મન ઉદ્વેગમાં તો શરીર રોગી. મન નિરાશ તો શરીર શક્તિહીન.
– મોહમ્મદ માંકડ

[19]

મનુષ્યદેહધારી જીવે જગતની પંચાતમાં પડ્યા વિના પોતાના સ્વધર્મ પ્રમાણે વર્તવું જોઈએ. તેણે કોઈને શિખામણ કે ઉપદેશ આપવાની જરૂર નથી. તેણે પોતાની જાતને સતત તપાસ્યા કરવી જોઈએ. તો જ તે પોતાને ઓળખી શકશે અને પરમાત્માની શક્તિ તરીકે કેમ જીવવું તેની ચાવી તેના હાથમાં આવી જશે

– કાંતિલાલ કાલાણી

[20] સૂર્યાસ્ત વખતે સૂર્યના કિરણો મધ્યાહ્નકાળ જેટલાં આકરાં નથી હોતાં તો પછી વૃદ્ધાવસ્થા વખતે માણસનો સ્વભાવ યુવાવસ્થા જેવો આકરો હોય એ શી રીતે ચાલે ?

– રત્નસુંદરવિજયજી

સુવિચાર

ક્રોધ ખરાબ છે,કારણ કે પહેલા પરેશાની,પછી પરસેવો અને અંતે પસ્તાવો.

જેની ભાષામાં સભ્યતા હોય,એના જીવનમાં ભવ્યતા આવે.

માન હો કે અપમાન,માને સમાન તે મહાન

જીવનનો ઊડે તે પહેલા સાચો કરી લેજો.

ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું,મન મોટાં હોય તો ભેગું રહેવાય છે.

મા-બાપ જીવતાં હોય ત્યારે એમને અપમાનિત કરી ચૂપ કરે ને એમના મર્યા પછી એમના ફોટાને ધૂપ કરે એ સંતાનો કેવા કપૂત કહેવાય !

તમે સુખ શોધો છો સંપતિમાં અને સામગ્રીમાં,જ્યારે હકીકતમાં સુખ છે સમાધિમાં અને સદ્ગુણોમાં.

જે ભૂલ કરતા જ નથી એ છે-સર્વજ્ઞ

જે ભૂલનું પુનરાવર્તન કરતા નથી એ છે-સુજ્ઞ

જે ભૂલનો બચાવ કરતા નથી એ છે-પ્રજ્ઞ

જે ભૂલનો ભૂલ તરીકે સ્વીકાર જ કરતા નથી એ છે-અજ્ઞ

-આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી

સુવિચાર

જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ! – કનૈયાલાલ મુનશી

ધન કરતાં જ્ઞાન એટલા માટે ઉત્તમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે. જ્યારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે. –સ્વામી રામતીર્થ

માણસને અસ્વસ્થ કોણ કરે છે ? બહારની પરિસ્થિતિ ? ક્દાચ ખરેખર તો એના માટે કારણભૂત હોય છે : એના પૂર્વગ્રહો, એની માન્યતાઓ, અપેક્ષાઓ, આગ્રહો, તોફાની વૃત્તિઓ તથા એનો દંભ અને એવું એકાકીપણું. – કાંતિલાલ કાલાણી

પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને ઉજ્જવળ કરે છે. – ગાંધીજી

પગમાં દોરી ગૂંચવાઈ હોય ત્યારે કૂદાકૂદ કરવાને બદલે શાંતિથી ઊભા રહેવું જોઈએ. જીવનમાં પણ સમસ્યાઓ ઊભી થાય ત્યારે શાંતિ, સમતા અને શ્રદ્ધાના આસન પર બેસતાં આવડે તો જ જલ્દી ઉકેલ મળે. – રવીન્દ્રનાથ ટાગોર

પ્રાર્થના જીવનનું એક જબરદસ્ત બળ છે. વિષમ પરિસ્થિતિમાં મૂકાયેલા, શોકમાં ડૂબેલા, હતાશ, પોતાને અસહાય અને અંધકારમાં ખોવાયેલા અનુભવતા મનુષ્યને, સાચા ઊંડા ભાવથી કરેલી પ્રાર્થના તેની સ્થિતિમાંથી ઊંચકી લઈ એક મહાન ચૈતન્ય સાથે તેનો સંબંધ જોડી આપે છે. – કુન્દનિકા કાપડિયા

કર્મ એ એવો અરીસો છે જે આપણને આપણું સ્વરૂપ બતાવી દે છે, માટે આપણે કર્મનો આભાર માનવો જોઈએ. – વિનોબા ભાવે

સજ્જ્નોનું લેવાનું પણ આપવા માટે જ હોય છે. જેમકે વાદળોનું, એ ધરતીની નદીઓથી પાણી લે છે અને પછી એને જ પાછું આપી દે છે. – કાલિદાસ

જીવ એ શિવ છે નો અર્થ એ કે જીવિત વ્યક્તિ જ ઈશ્વર છે. જે ઈશ્વરને પ્રેમ કરે છે તેણે દુ:ખમાં, પીડામાં, ક્ષતિઓમાં, અતિરેકોમાં અને માનવસ્વભાવનાં ભયંકર રૂપોમાં પણ ઈશ્વરના દર્શન કરી તેની સાથે તાદાત્મ્ય સાધવું જોઈએ. –સ્વામી વિવેકાનંદ

%d bloggers like this: