Posted on ઓગસ્ટ 21, 2012 by BHARAT SUCHAK
જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ?
સાકી જે મયકશીની અદબ રાખતા નથી
પામી શકે એ તારી નજરનો મુકામ શું ?
અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો
ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ?
મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામ
જે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ?
– શૂન્ય પાલનપુરી
Like this:
Like Loading...
Filed under: ‘શૂન્ય’ પાલનપુરી, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જેને ખબર નથી કે સુરા શું ને જામ શું, શૂન્ય પાલનપુરી, ghazal, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 3, 2012 by BHARAT SUCHAK
હરદમ તને જ યાદ કરું, એ દશા મળે,
એવું દરદ ન આપ કે જેની દવા મળે.
સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં,
દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે.
ઝંઝા સમે ગયો તે ગયો, કૈં પતો નથી,
દેજો અમારી યાદ અગર નાખુદા મળે.
સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના,
સાચો અદલ તો એ જ કે એને સજા મળે.
કાઠું થયું હૃદય તો જીવનની મજા ગઈ,
એ પણ રહી ન આશ કે જખ્મો નવા મળે.
રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર,
સંભવ છે ત્યાં જ કોઇપણ રૂપે ખુદા મળે.
Like this:
Like Loading...
Filed under: ‘શૂન્ય’ પાલનપુરી, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: એ દશા મળે, ગઝલ, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, શૂન્ય પાલનપુરી, હરદમ તને જ યાદ કરું, ghazal, gujarati gazal, gujarati git, gujaratikavitaanegazal | Leave a comment »
Posted on મે 15, 2012 by BHARAT SUCHAK
પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દીવાની ફૂલોની
ઉપવનને કહી દો ખેર નથી! વિફરી છે જવાની ફૂલોની.
અધિકાર હશે કંઇ કાંટાનો એની તો રહીના લેશ ખબર
ચીરાઇ ગયો પાલવ જ્યારે છેડી મેં જવાની ફૂલોની.
ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબનપર
કાંટાની અદાલત બેઠી છે લેવાને જુબાની ફૂલોની.
તું શૂન્ય કવિને શું જાણે એ રૂપનો કેવો પાગલ છે
રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.
સૌંદર્યની ચાહતના પરદે, સૌંદર્યોની લૂંટો ચાલે છે:
ફૂલો તો બિચારા શું ફૂલે! દુશ્મન છે જવાની ફૂલોની
Like this:
Like Loading...
Filed under: ‘શૂન્ય’ પાલનપુરી, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, દુનિયા છે દીવાની ફૂલોની, પાગલ છે જમાનો ફૂલોનો, શૂન્ય પાલનપુરી, ghazal, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on એપ્રિલ 10, 2012 by BHARAT SUCHAK
કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે
અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે
નથી એ ધર્મનાં ટીલાં કલંકો છે મનુષ્યોનાં
વિરાટોને લલાટે અલ્પતાની ભાત ખટકે છે
કદી ડંખે છે દિન અમને, કદી ખુદ રાત ખટકે છે
જુદાઈમાં અમોને કાળની પંચાત ખટકે છે
સમંદરને ગમે ક્યાંથી ભલા બુદબુદની પામરતા
અમોને પણ મારા દેહની ઓકાત ખટકે છે
વિવિધ ફૂલો છતાં હોતો નથી કૈં ભેદ ઉપવનમાં
ફકત એક માનવીને માનવીની જાત ખટકે છે.
કરી વર્ચસ્વ સૃષ્ટિ પર ભલે રાચી રહ્યો માનવ?
અમોને દમ વિનાને શૂન્ય એ સોગાત ખટકે છે
Like this:
Like Loading...
Filed under: ‘શૂન્ય’ પાલનપુરી, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ધર્મોના ભેદભાવ પર મુસ્તાક ના રહો, શૂન્ય પાલનપુરી, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa | Leave a comment »
Posted on જાન્યુઆરી 31, 2012 by BHARAT SUCHAK
દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો
એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,
દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે .. દૂધને માટે રોતાં બાળક
ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે નર્મ શયનનાં સાધન હોત
મોટર મળતે, ગાડી મળતે, નર્સનાં લાલન-પાલન હોત
સોના-રૂપાના ચમચાથી દૂધની ધારા વહેતી હોત
તું રડતે તો પ્રેમની નદીઓ તોડી કિનારા વહેતી હોત
પણ તારા દુર્ભાગ્ય હશે કે જન્મ લીધો તેં આ ઘરમાં
ફેર નથી જે ઘરમાં ઇન્સાન અને જડ પથ્થરમાં … દૂધને માટે રોતાં બાળક
હાડ ને ચામનાં ખોખામાં તું દૂધનાં વલખાં મારે છે
મહેનત નિષ્ફળ જાતી જોઇ રોઇને અશ્રુ પાડે છે
આ ઘરની એ રીત પુરાણી આદીથી નિર્માઇ છે
મહેનત નિષ્ફળ જાયે છે, નિષ્ફળ જાવાને સર્જાઇ છે
વ્યર્થ રડીને ખાલી તારો અશ્રુ ભંડાર ન કર
મોંઘામૂલા એ મોતીનો ગેરઉપયોગ લગાર ન કર … દૂધને માટે રોતાં બાળક
તન તોડીને જાત ઘસીને પેટ અવર ભરવાનાં છે
શ્રમ પરસેવે લોહી નિતારી મહેલ ઊભાં કરવાનાં છે
એના બદલે મળશે ખાવા ગમ ને પીવા આંસુડા
લાગશે એવાં કપરાં કાળે અમૃત સરખા આંસુડા … દૂધને માટે રોતાં બાળક
ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં
ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં
આ ઘરમાં તો એવી અગણીત વાતો મળવાની
ભુખના દા’ડા મળવાના ને પ્યાસની રાતો મળવાની
આ ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે,
ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે, આ ઘરમાં તું જનમ્યું શાને… દૂધને માટે રોતાં
– શૂન્ય પાલનપુરી
Like this:
Like Loading...
Filed under: ‘શૂન્ય’ પાલનપુરી, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો, શૂન્ય પાલનપુરી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on જાન્યુઆરી 30, 2012 by BHARAT SUCHAK
અમો પ્રેમીઓના જીવનમાં વસી છે આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી
ધરા છે અમારા હ્રદય કેરો પાલવ, ગગન છે અમારા નયન કેરી પ્યાલી
અમે તો કવિ, કાળને નાથનારા, અમારા તો આઠે પ્રહર છે ખુશાલી
આ બળબળતું હૈયું, આ ઝગમગતા નૈનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી
મને ગર્વ છે કે અમારી ગરીબી અમીરાતની અલ્પતાઓથી પર છે
સિકંદર ના મરહુમ કિસ્મતના સૌગંદ, રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી
તને એક માંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઇચ્છા
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી
શૂન્ય પાલનપુરી
Like this:
Like Loading...
Filed under: ‘શૂન્ય’ પાલનપુરી, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: અમો પ્રેમીઓના જીવનમાં વસી છે આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, શૂન્ય પાલનપુરી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ડિસેમ્બર 25, 2011 by BHARAT SUCHAK
એક દી સર્જકને આવ્યો કૈં અજબ જેવો વિચાર
દંગ થઈ જાયે જગત એવું કરું સર્જન ધરાર
ફૂલની લીધી સુંવાળપ શૂળથી લીધી ખટક
ઓસથી ભીનાશ લીધી બાગથી લીધી મહક
મેરૂએ આપી અડગતા ધરતીએ ધીરજ ધરી
વૃક્ષથી પરમાર્થ કેરી ભાવના ભેગી કરી
બુદબુદાથી અલ્પતા ગંભીરતા મઝધારથી
મેળવ્યો કંકાસ મીઠો મોજના સંસારથી
પ્રેમ સારસનો ઉપાડ્યો પારેવાનો ફડફડાટ
કાગથી ચાતુર્ય લીધું કાબરોથી કલબલાટ
ખંત લીધી કીડીઓથી મક્ષિકાથી શ્રમ અથાગ
નીરથી નિર્મળતા લીધી આગથી લીધો વિરાગ
પંચભૂતો મેળવી એ સર્વેનું મંથન કર્યું
આમ એક દી સર્જકે નારીનું સર્જન કર્યું
દેવ દુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી
‘શૂન્ય’ પાલનપુરી
Like this:
Like Loading...
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: એક દી સર્જકને આવ્યો કૈં અજબ જેવો વિચાર, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, શૂન્ય પાલનપુરી, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a comment »