વેદનાઓનું પ્રસારણ જોઇલે,
વાત મારી માન દર્પણ જોઇલે.
ગર્વ કરનારા યુવાની પર સમજ,
ડેલીએ બેઠું છે ઘડપણ જોઇલે.
તારા હૈયામાં હતી જેની છબી,
આ રહી એની કબર પણ જોઇલે.
તારા શબ પર પોક મૂકી ચૂપ થયું,
આ રહ્યું દુનિયાનું સગપણ જોઇલે.
માત્ર તારા કારણે આ શહેરમાં,
મારી બદનામી અકારણ જોઇલે.
બાથ ભીડી છે દુઃખો સામે અઝીઝ
જોઇલે મારી મથામણ જોઇલે.
અઝીઝ કાદરી
Filed under: અઝીઝ કાદરી, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: અઝીઝ કાદરી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, વેદનાઓનું પ્રસારણ જોઇલે, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a comment »