• Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 1,536 other followers

 • Follow ગુજરાતી કવિતા અને ગઝલ on WordPress.com
 • Blog Stats

  • 2,081,309 hits
 • JAY GANESH ESTATE AGENT

 • JAY GANESH ESTATE AGENT

  BHARAT SUCHAK

  BHARAT SUCHAK

  Call now for Best Deals JAY GANESH ESTATE AGENT Mr.Bharat suchakAbout UsWe have a most comprehensive database of buyers and sellers in Mumbai Bandra to Andheri We have a team of professional property consultants which gives us an opportunity to spend time with you to ensure the recommended property solution is appropriate and suit your financial plan. We are also able to organize funds for your property, if required. We want to grow and would like to solicit your business, try us. It's been some years since we established this property broking business. We have helped many people settle in their dream homes and offices. Our team is professionally qualified to understand your property requirements and propose a win-win solution. We believe, if given the opportunity, we will be able to obtain the best deal - for you. Our company is unique in that we are a full-service real estate outfit. My staff and I pride ourselves in the professional, personalized service we offer our clients and customers. If we can be of any assistance to you with finding or selling a home or investment property, please send us an e-mail/SMS through this web site and we will respond to your request. We look forward to helping you with you real estate needs. OFFICE ADDRESS: Shop No-3 Yashodhan bldg., Naheru road ,Opposite Dena Bank, Next to Green House Hotel, Vile Parle (East) Mumbai-400057 CONTACT US: JAY GANESH ESTATE AGENT Bharat suchak E-MAIL US AT: bharat0013@gmail.com

  Personal Links

  View Full Profile →

 • શ્રેણીઓ

 • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 1,536 other followers

 • Top Posts & Pages

 • Social

જીતના જિસકે ભાગ્ય મેં લિખા,..(૨) ઉતના હી પાતા હૈ ..unknown

જીતના જિસકે ભાગ્ય મેં લિખા,..(૨) ઉતના હી પાતા હૈ ..
શિવ લેહરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)

જીતના જિસકે ભાગ્ય મેં લિખા ..(૨) ઉતના હી પાતા હૈ ..
શિવ લહેરી રી … હર ભોલે …
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)

ચાહે અમીર હો , ચાહે ગરીબ હો, ઉનકો એક સમાન ..
ચાહે ગરીબ હો, ચાહે અમીર હો ,ઉનકો એક સમાન ..

સબકી બીગડી વોહી બનાયે … (૨) વોહ સબકા ભગવાન ..
શિવ લહેરી .. હર ભોલે …
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ ..(૨)

રાજા હો યા રંક સભી હૈ, ઉનકે ચોકીદાર .. (૨)
દેવો મેં વો મહાદેવ હૈ .. (૨) ભૂતો કે સરદાર ..

શિવ લહેરી..હર ભોલે…
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ … (૨)

ભગવે મેં ભગવાન છુપા હૈ , માનવ તું પહેચાન .. (૨)
નકલી રંગ કે કપડે રંગે હૈ, નકલી રંગ કે કપડે હૈ ..
સાધુ નહિ શૈતાન …

શિવ લહેરી .. હર ભોલે ..
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)

ભગવે મેં ભગવાન છુપા હૈ , માનવ તું પહેચાન .. (૨)
નકલી રંગ કે કપડે રંગે હૈ .. (૨) સાધુ નહિ શૈતાન …

શિવ લહેરી .. હર ભોલે ..
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)

બડે બડે મંદિર બનવાકે, નામ કી તકતી લગાતે હૈ .. (૨)
દરવાજે પે તાલા બંધ હૈ .. (૨)
પુજારી હૈ રાજ …

શિવ લહેરી.. હર ભોલે …
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)

દીવી કહે તું ગીર કે સંભલજા, યેહ જગ હૈ નાદાન ..

દીવી કહે તું ગીર કે સંભલજા, યેહ જગ હૈ નાદાન ..

દીવી કહે તું ગીર કે સંભલજા, યેહ જગ હૈ નાદાન ..
તેરા બનાયા તુજ કો બનાયે … (૨)
માનવ નહિ શૈતાન .. (૨)

શિવ લહેરી… હર ભોલે …
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)

જીતના જિસકે ભાગ્ય મેં લિખા ..(૨) ઉતના હી પાતા હૈ ..

શિવ લહેરી રી … હર ભોલે …
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)

શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)

શિવ લહેરી કે દરબાર મેં, સબકા ખાતા હૈ …

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીનાં વન
મારા પ્રાણ જીવન….મારા ઘટમાં.

મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી
મારી આંખો દીસે ગિરિધારી રે ધારી
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મુરારિ…..મારા ઘટમાં.

હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભ પ્રભુજીનાં કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન…..મારા ઘટમાં.

હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું … મારા ઘટમાં.

મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો … મારા ઘટમાં.

આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે
વારે વારે માનવદેહ ફરી ન મળે
ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે
મને મોહન મળે … મારા ઘટમાં.

મારી અંત સમય કેરી સુણો રે અરજી
લેજો શરણોમાં શ્રીજીબાવા દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે … મારા ઘટમાં

હરિને ભજતાં

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

જેની સુરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે.

વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;

વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને…

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;

ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને…

વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે;

પંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવકામ કીધાં રે. હરિને…

વહાલે આગે સંતોનાં કામ, પૂરણ કરિયાં રે;

ગુણ ગાય ગેમલ કરજોડ, હેતે દુ:ખ હરિયાં રે. હરિને…

ગેમલ

જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;

જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.

આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. -મારો૦

તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું -મારો૦

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં-મારો૦

-મીરાંબાઈ

રંગાઇ જાને રંગમાં…..

રંગાઇ જાને રંગમાં…..
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તુ રંગમાં…..રંગાઇ…..

આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ તૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં…..રંગાઇ…..

જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ,
તેડું આવશે, યમનું જાણજે, જાવું પડશે સંગમાં…..રંગાઇ…..

સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં…..રંગાઇ….

ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ,
પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં…..રંગાઇ…..

બત્રીસ જાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ,
એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ…..

રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં…..રંગાઇ…..

લોકગીત

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …

– અવિનાશ વ્યાસ

હરિ, કેટલી વાર ?

હરિ, કેટલી વાર ?
ઝટ્ટ પધારો,
કદાચ હું નીકળી જાવાનો જીવનમાંથી બહાર…

પ્રભાતિયાની ચિઠ્ઠી તમને મળી હતી કે નહીં ?
પંખીએ એમાં જ કરી’તી ટહુકા સાથે સહી
ગઈ રાતના નામજાપનો કીધો’તો મેં તાર… હરિ o

ઝાંખી બારી, કમાડ ઝાંખાં, ઝાંખું છે અજવાળું
સાઠ વરસથી ખુલ્લા ઘરને હવે મારવું તાળું
તમને સોંપી ચાવી, મારે જાવું પેલે પાર… હરિ o

તુલસીદળ પર આંસુ મૂકી કરે વિનંતી જોશી
તમે આવતા ભવમાં મારા બનજો ને પાડોશી
સાદ પાડતાંવેંત તમે હાજર ને હું તૈયાર… હરિ o

મુકેશ જોષી

આટલું તો આપજે ભગવન મને છેલ્લી ઘડી.

આટલું તો આપજે ભગવન મને છેલ્લી ઘડી.
ના રહે માયા તણા બંધન મને છેલ્લી ઘડી.

જિંદગી આ તેં દીધી એ જીવનમાં સમજ્યો નહીં,
અંત સમયે એ રહે સમજણ મને છેલ્લી ઘડી.

જીવનભર સળગી રહ્યો સંસારના સંતાપમાં,
આપજે તું શાંતિમય નિધન મને છેલ્લી ઘડી.

મરણશૈયા પર પડી મીંચાય છેલ્લી આંખ જ્યાં,
આપજે ત્યારે પ્રભુમય મન મને છેલ્લી ઘડી.

અજ્ઞાત,

ખમ્મા, મારા નંદજીના લાલ,-નરસિંહ મહેતા

ખમ્મા, મારા નંદજીના લાલ,
મોરલી ક્યાંરે વગાડી?

હું રે સૂતી’તી મારા શયનભવનમાં,
સાંભળ્યો મોરલીનો નાદ … મોરલી … ખમ્મા …

ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી,
ભૂલ ઈ ગૈઅ સુધ ભાન સાન … મોરલી … ખમ્મા …

પાણીડાંની મસે જીવન જોવાને હાલી,
દીઠાં મેં નંદજીના લાલ … મોરલી … ખમ્મા …

દોણું લૈઅને ગૌ દો’વાને બેઠી,
નેતરાં લીધાં હાથ … મોરલી … ખમ્મા …

વાછરુ વરારે મેં તો છોકરાંને બાંધ્યાં
નેતરાં લૈઅને હાથ
મોરલી ક્યાં રે વગાડી?

ખમ્મા, મારા નંદજીના લાલ,
મોરલી ક્યાંરે વગાડી?

અંબા માનાં ઊંચા મંદિર નીચા મો’લ,

અંબા  માનાં ઊંચા મંદિર નીચા મો’લ,
ઝરૂખડે દીવા બળે  રે લોલ…

અંબા  માના  ગોખ ગબ્બર અણમોલ   કે,
શિખરે  શોભા  ઘણી રે લોલ … અંબા માના …

આવી આવી નવરાત્રીની રાત   કે,
બાળકો   રાસ   રમે   રે   લોલ  … અંબા માના …

અંબે મા ગરબે રમવા આવો   કે,
બાળ તારાં વીનવે  રે  લોલ  … અંબા માના …

અંબે માને શોભે છે શણગાર   કે,
પગલે કંકુ ઝરે રે લોલ  … અંબા માના …

રાંદલમા રાસે રમવા આવો   કે,
મુખડે ફૂલડાં ઝરે રે લોલ  … અંબા માના …

બહુચર ગરબે રમવા આવો    કે,
આંખથી અમી ઝરે રે લોલ  … અંબા માના …

મા તારું દીવ્ય અનુપમ તેજ   તે
જોઈ મારી આંખ ઠરે રે લોલ  … અંબા માના …

ગરબો તારો બાળ ગવરાવે     કે,
‘મસ્તાન’ તારા પાયે પડે રે લોલ … અંબા માના …

 -મસ્તાન 

પાયોજી મેને રામ-રતન ધન પાયો

પાયોજી મેને રામ-રતન ધન પાયો

વસ્તુ અમોલીક દી મેરે સતગુરૂ,
કિરપા કર અપનાયો … પાયોજી મેને

જનમ જનમકી પુંજી પાઇ,
જગમેં સભી ખોવાયો … પાયોજી મેને

ખરચૈ ન ખુટે, વાકો ન લૂટે,
દિન દિન બઢત સવાયો … પાયોજી મેને

સતકી નાવ, ખેવટિયા સતગુરૂ,
ભવ-સાગર તર આયો … પાયોજી મેને

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
હરખ હરખ જસ ગાયો … પાયોજી મેને

– મીરાં બાઇ (

વજન વગર ની વાત નકામી-unknown

વજન વગર ની વાત નકામી
ભજન વગર ની રાત નકામી
સંગઠન વગર ની નાત નકામી
માનવતા વગર ની જાત નકામી
કાપે નહીં તેવી ધાર નકામી
કહ્યું નો માને એ નાર નકામી
સુધારે નહીં તેવી માર નકામી
શુકન વગર ની હોડી નકામી
બેસી જાય તેવી ઘોડી નકામી
બ્રેક વગર ની કાર નકામી
પૂંજી સાવ અધૂરી નકામી
સમજણ સાવ થોડી નકામી
બોલ્યો ફરે એ બંદો નકામો
કઈ ઉપાડે નહીં તે કાંધો નકામો
છોલે નહીં તે રનધો નકામો
નફા વગર નો ધંધો નકામો

માગું હું તે આપ, પ્રભુજી !

માગું હું તે આપ, પ્રભુજી !
માગું હું તે આપ.

ના માંગુ ધન વૈભવ
જે મન દેખી મલકાય,
ભલે રહું હું દીન તોય લઉં ના ગરીબ કેરી હાય !
એવું હૈયાનું બળ આપ, પ્રભુજી ! … માગું

ઉંચા નીચા ભેદ ન જાણું, સૌને ચાહું સમાન
સૌને આવું હું ખપમાં મુજ કાયા વજ્ર સમાન
એવું શરીરનું બળ આપ, પ્રભુજી ! … માગું

કરતાં કાર્ય જગે સેવાનાં જો કદી થાકી જવાય
કાયા થાકે મન નવ થાકે જીવતર ઉજળું
એવું મનનું બળ તું આપ, પ્રભુજી !

મન રે તું ધીરજ ધર તું કોઈ નો મોહ ન કર

મન રે તું ધીરજ ધર તું કોઈ નો મોહ ન કર
મન છે ચચલ પણ તું ખુશી કે તું ગમ ન કર

મનને જે મોહે તેનો પણ તું કોઈ મોહ ન કર
મન સાથે જેનું મન મળે બીજાનો મોહ ન કર

મન રે તું મોન ધર આટલો બધો સોર ન કર
તકદીરમાં હસે તે મલસે,તું દોડ દોડ ન કર

મનમાં હસ કે રડ જાહેરમાં ખુશીકે શોક ન કર
બધ મુઠી લાખની મનની વાત તું જાહેર નકર

મન રે તું સાગર,મનમાં ભરતી ને ઓટ ન કર
તારામાં છે ધીરજ ના મોતી તેને કોલસો ન કર

મનને કોઈ શકે બાધી?આવી તું કોશિશ ન કર
મનને ન માર તું, મનનું સંભાળ,તે કહે તેમ કર

ચાંદ પર ન ફર,આભને આંબવાની કોશિશ ન કર
ખુશીમાં નહસ ગમમાં ન રડ મનને સ્થિતપ્રગ્ન કર

ભરત સુચક

માનવી અને ઈશ્વર

નાદયા નાપ્રેમ નાંવિશ્વાસ નાંમાણસાઈ માનવી પથ્થર બન્યો
ને પથ્થરમાં કરી પ્રાણપ્રતિષ્ઠા ઈશ્વર તનેય પથ્થરનો બનાવ્યો

દયા છે ,કરુણા છે ,પ્રેમ છે;તુંજમાં હે ઈશ્વર તને કોણ કહે પથ્થર
અમૃતમંથન વખતે અમૃત દેવોને આપી તે જેર પીધું ભોલે શકર

ભરત સુચક

મારું મારું શું કરે છે હે જીવ

મારું મારું શું કરે છે હે જીવ
અહી મારું શું અને તારું શું?

રૂપનું અભિમાન શું કરે છે હે જીવ
તારું રૂપતો છે અહી ઉડી જવાનું ………….મારું મારું શું કરે છે હે જીવ

કાલે જે હતું બીજાનું તે આજે છે તે તારું
આજે છે જે તારું કાલે તે બીજાનું થવાનું……………મારું મારું શું કરે છે હે જીવ

સ્વાર્થ નાં સબધ છે બધા હે જીવ
સ્વાર્થ વગર નથી કોઈ આવવાનું …………….મારું મારું શું કરે છે હે જીવ

જેને કહે છે તું તારા પોતાના હે જીવ
તે કોઈ તારી સાથે નથી આવવાનું …………..મારું મારું શું કરે છે હે જીવ

મોહમાહ્યા નાં બધન તોડ હે જીવ
તારે તો છે બધુજ ભૂલી જવાનું ……………..મારું મારું શું કરે છે હે જીવ

ખાલી હાથે આવ્યો તો હે જીવ
ખાલી હાથે તારે તો છે જવાનું ………………..મારું મારું શું કરે છે હે જીવ

ભરત સુચક

સ્ંકલીત જ્ઞાન બોઘ – જેકસન બ્રાઉન

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો –

* ’કેમ છો ” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.

* શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.

* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.

* બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.

*આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.

* કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.

* મહેણું ક્યારેય ન મારો.

* એક વિદેશી ભાષા શીખી લેવી સારી.

* કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.

* ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે,ઉધારી કરવા માટે નહીં.

* રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.

* નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.

* દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.

*દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.

* ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.

* સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.

* જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.

* જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.

* તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.

* કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.

* ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.

* જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.

* રવિવારે બપોરે સૂઇ જવાનું રાખો.

* પત્તા રમીને સમય વેડફો નહીં.

* રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.

* લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.

* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.

* ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.

* મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.

* ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.

* શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.

* બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.

* બીજાની સુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.

* દિવસની શરુઆત તમારા મગમતાં સંગીતથી કરશો.

* ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.

* તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.

* મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.

*ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.

* શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.

* બચત કરવાની શિસ્ત પાળો.

* સ્કૂલે જતાં અજાણ્યા છોકરઓ સામે હાથ હલાવીને સ્મિત કરવું.

* રેસ્ટોરાંમાં ખરાબ સર્વિસ મળે ત્યારે ટીપ આપવાની ભૂલ કરવી નહીં.

* જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા નકરો.

* ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.

* સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.

* અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.

* કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.

* ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.

* ધરમાં એક સારો જોડનીકોશ વસાવો.

* વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.

* ધર પોષાય એટલી કિંમતનું જ લેવું.

* બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા.

* મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જ મારવાનો અને જોરદાર મારવાનો.

* ગાડી સસ્તી જ વાપરવી.

* ભાષણ આપતાં પહેલાં ભોજન કરવું નહીં.

* મત તો આપવો જ.

* સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ.(વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી).

*જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો Tags:

ગુજરાતી સ્ંકલન- jaykant jani

માતા – પિતા – સંતાન

માતા* પૃથ્વી પરના તારા અવતરણ પહેલાં નવમાસ સતત તારી સંભાળ રાખી પોતાની
જરુરીયાત અળગી કરે છે તે માતા.
* જન્મ બાદ તારા શરીરના દરેક અંગને પોષણ આપવા પ્રેમથી મહેનત કરે તે માતા.
* પુત્ર કે પુત્રી એતો કર્મનું બંધન છે પણ જેણે જન્મ આપ્યો છે તેને માટે તો તે તેના
સંતાન છે તે માતા.
* બાળકને ઝુલણા ઝુલાવી અનંત આનંદ આપવાની ઉત્તંગ ભાવના જેમાં છે તે માતા.
* સુખદુઃખ શરીરને છો પડે પણ પોતાના સંતાનને તેનો પડછાયો ના પડવા દે તે માતા.
* સવાર પડતા પહેલા જરુરી બધીજ વસ્તુઓ બાળકના વિકાસ માટે તૈયારરાખે તે માતા.
* પૃથ્વી પરના તારા અવતરણને માનઅનેસન્માન મળે તેનો હંમેશા વિચાર કરેતે માતા.
* અજ્ઞાનતામાં રહી તે કરેલ કોઇપણ અપરાધને માફ કરી સમજાવે તે માતા.
* તારા જીવનની સફળતાના દરેક સોપાને સહજતાથી પ્રેમ વરસાવે તે માતા.
* તારા કોઇપણ જાતના પ્રેમના ઉભરાને મેળવી પોતાના પર સંયમ રાખી ભીની આંખે
હેત વરસાવે તે માતા.
પિતા* સંતાનના જીવનને ઉજ્વળતાના સોપાનો પર લઇ જવા પ્રેરીત કરે તે પિતા.
* સંતાનના પૃથ્વી પરના આગમનને બિરદાવતા તે પિતા.
* મારુ સંતાન,મારું બાળકનુ ગૌરવ અનુભવે તે પિતા.
* જન્મ બાદ જીવનના સોપાનો પર આંગળી પકડી ચલાવે તે પિતા.
* જીવનની વિટંમણાઓમાં પાર થવાના દ્વાર બતાવે તે પિતા.
* પુત્રને જીવનની પરીક્ષામાં સફળતાના એંધાણ કરાવે તે પિતા.
* પુત્રીના જીવનની સુવાસ સર્વ રીતે સુલભ બનાવે તે પિતા.
* પિતાપુત્ર અને પુત્રીપિતાના સંબંધથી સંતાનોના જીવનને ઉજ્વળ બનાવે તે પિતા.
* સંતાનોને લાગણી અને ઉચ્ચ જીવન માટે કષ્ટ સહન કરવાની પ્રેરણા આપે તે પિતા.
સંતાન.
* પુત્ર કે પુત્રી, પણ માતાપિતા માટે તો એ સંતાન છે તે ધ્યાનમાં રાખવું.
* માતાએ ભીનામાં સુઇ અને પિતાએ કષ્ટ વેઠીને સંતાનને જીવન આપેલ છે તે ધ્યાનમા
રાખવું.
* માતાએ માતા છે અને પિતાએ પિતા છે તે બંન્ને સંતાન માટે જન્મદાતા છે.
* માતાનો પ્રેમ એ સંતાનના જીવનના સોપાનનું પ્રથમ પગથીયું છે.
* પિતાનો પ્રેમ એ સંતાનના ઉજ્વળ જીવનનો પાયો મજબુત કરે છે.
* માતાપિતાનો ઉપકાર એ ઉચ્ચકોટીના સંતાનોના મુળમાં છે.
* માતાપિતાનો પ્રેમ એ સંતાનો માટે અમુલ્ય છે જે ચુકવી શકાતો નથી.
* માતાપિતા એ સંતાન માટે સર્વસ્વ છે તેમના વગર સંતાનનું કોઇ વર્ચસ્વ નથી

અજ્ઞાત

ગુજરાતીમાં પ્રશાતભાઇ શાહના બ્લોગ પોસ્ટંમાંથી

કુર્યાત સદા મ્ંગલમ

સફળ લગ્ન જીવનના નીચોડમાંથી ઉમદા લગ્ન જીવનના પથદર્શક ઉપાયો તેના પુત્રના માર્ગદર્શન માટે સૂચવેલા, તેમના કેટલાંક મુદ્દાઓ સૌને વાંચવા-વિચારવા અને સમજવા ગમશે.

૦૧. સપ્તપદી ના સોગ્ંદ નામામા પત્નીને વચન આપ્યા પ્રમાણે , તુ પત્ની ને મીત્ર ગણજે .
૦૨. જીવનના ર્ંગમ્ંચ્ પર તુ સુપરસ્ટાર બની ફુલાઇ નહિં રહેતો, તુ પત્નીને બઘા પ્રકાર ની તાલીમ આપીને તેને સ્ટાર પ્લસ બનાવજે.
૦૩. લગ્નજીવન નુ મિકેનિઝમ સમજવુ.પુરુષ પ્રેમનો સ્ંમુદર છે અને સ્ત્રી એ કામાતુર નદી છે
ક્રમશ કામાતુર નદી પ્રેમ સાગરમા ભળીને પ્રેમાતુર બનતી જાય છે.
૦૪. રૂપાળી ગર્લફ્રેન્ડોને મન આંગણ ના મેદાનમા રમાડતો રહેજે પણ દિલના દરવાજા સુઘી પહોચવા દઇશ નહી.
૦૫. કઠોર પરીશ્રમ અને સાહસથી લક્ષ્મી મળે છે સુખ અને સમ્રુઘ્ઘ બનવા માટે મથજે.
૦૬. ઉત્તતમ લગ્ન જીવવાનો આદર્શ રાખજે અને તે માટે ઉત્તતમ શરુઆત કરજે.
૦૭. જીવન મા સારા થવાની , સારુ કરવાની અને સારુ જીવવાની ભાવના રાખવી.
૦૮. જો તુ વહાલાપુત્ર, ભાવુકભાઇ,પ્રેમાળ પતિ , પીઢ પિતા તરીકે નો ધર્મ નિભાવીશ તો તે બઘા ધર્મ નિભાવ્યા છે
૦૯.લગ્ન જીવનમા શ્રીરામ જેવા મર્યાદા પુરુશોતમ બનવા પયત્નશીલ રહેવુ.
૧૦. તમારે પતિ – પત્ની એ ઓછા પણ સારા મિત્રો રાખવા, સ્ંગદોષ થી દુર રહેવુ.
૧૧. તમારે પતિ – પત્ની એ સતત આત્મ સુઘારણ કરતા રહેવુ અને સ્ંતાનો ને પણ સ્વાઘ્યાય પ્રવ્રુતિમા જોડવા.
૧૨પત્ની ના ઉમદા ગુણો ના વખાણ કરવા અને તેને સતત પ્રોત્સાહિત કરતી રહેવી.
૧૩ જીવન પરિવર્તનશીલ છે.આપણા જીવનમા બદલાવ લાવવા સતત પ્રયત્ન કરવો
બીજામા બદલાવ લાવવા બહુ ચિંતા કરવી નહી.
૧૪ વાણી વિવેક લ્ગ્નજીવન મા અગત્ય નો ભાગ ભજવે છે.
ક્યારે મીઠા થવુ અને ક્યારે સખ્તશબ્દો નો ઉપયોગ કરવો
તેનો વિવેક શીખજે.
૧૫ લ્ગ્ન જીવન મા પરસ્પર્ પ્રમાણિકતા , નિસ્ઠા અને ઇમાનદારી થી લગ્નજીવનની
દિર્ઘ સુત્રતા વઘે છે.
૧૫ લગ્નજીવનમા TAL જરૂરી છે.
T IS FOR TRUST
A IS FOR ADJUSTMENT
L IS FOR LOVE

૧૬ કોણ સાચુ છે તેની વકિલાત કરવા કરતા શુ સાચુ છે તેના જજ બનવુ.
૧૭ સ્ંબઘ-સમય-અને સ્વાસ્થય આ ત્રણે માટે તમે બન્ને સતત જાગ્રુત રહેજો.
૧૮ ઇશ્વરે જે પરિસ્થિતિ મા મુકે તે સ્થિતિમા સુઘાર કરીને વઘારે સુખી થવા પ્રયત્ન કર્વો.
૧૯ આપણા સુખનો આઘાર બીજાપર નહી પણ આપણી સમજણ અને આપણી ચાહત પર
પર છે.
૨૦ ખરેખર હુ આ બાબત થી અજાણ છુ.
આ મારી ભુલ થઇ છે.
આ માટે હુ દિલગિરિ છુ
આ ત્રણે બાબત નો ઉપયોગ છુટ્થી કરવો.

– જયકાંત જાની (USA)

ગુજરાતી માંથી

પિતાનો પુત્ર ને વારસો

જેક્સન બ્રાઉન નામના એક માણસે પોતાના જીવનના નીચોડમાંથી ઉમદા જીવનના પથદર્શક ઉપાયો તેના પુત્રના માર્ગદર્શન માટે સૂચવેલા, તેમના કેટલાંક મુદ્દાઓ સૌને વાંચવા-વિચારવા અને સમજવા ગમશે.

૦૧. સારાં સારાં પુસ્તકો વસાવતો રહેજે, ભલે પછી એ કદી નહિં વંચાય તેમ લાગે.
૦૨. કોઈના પણ વિશે આશા સમૂળગી ત્યજી દેતો નહિં, ચમત્કારો દરરોજ થતાંજ રહે છે.
૦૩. દરેક બાબતમાં ઉત્તમતા રાખજે અને તેની કિંમત ચૂકવવા તૈયાર રહેજે.
૦૪. આપણાંથી જે પણ સારૂં થઈ શકે તેમ હોય તો અવશ્ય કરવું, કશુંજ ન કરવું એમ ન રહેવું.
૦૫. સંપૂર્ણતા માટે નહિં પણ શ્રેષ્ઠતા માટે મથજે.
૦૬. જે તુચ્છ છે તેને પારકિ લેતા શીખજે, ને પછી તેની અવગણના કરજે.
૦૭. પોતાની જાતને સતત સુધારતા રહેવાની પ્રતિજ્ઞા કરજે.
૦૮. લોકોમાં જે સારપ રહેલી હોય તે ખોળી કાઢજે.
૦૯. પોતાની જાતમાં પરિવર્તન લાવવાની આપણી શક્તિનો આંક ઓછો ન આંકવો, બીજામાં પરિવર્તન લાવવાની આપણી શક્તિનો વધુ પડતો આંક ન આંકવો.
૧૦. ક્યારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજે, કયારે મૂંગા ન રહેવું તેનો પણ ખ્યાલ રાખજે.
૧૧. એવી રીતે જીવન જીવજે કે કયારેક પણ તારી ઈમાનદારી, નિષ્ઠા અને પ્રમાણિકતા સૌ સાંભરે.
૧૨. જેમને એ વાતની કદી પણ જાણ ન થવાની હોય એવા લોકો માટે કશુંક સારૂં કરતાં રહેવાની આદત કેળવજે.
૧૩. વિચારો મોટા કરજે પણ નાના આનંદો માણી જાણજે.
૧૪. કોણ સાચું છે તેની ફિકર કરવામાં ઓછો સમય ગાળજે, અને શું સાચું છે તે નક્કી કરવામાં વધારે સમય ગાળજે.
૧૫. જે ગાંઠ છૂટી શકે તેને કદાપિ કાપતો નહિં.
૧૬. દરેક ચીજ જે હાલતમાં આપણને મળી હોય તેના કરતાં જરાક સારી સ્થિતિમાં તેને મૂકતાં જવું.
૧૭. એટલું સમજજે કે સુખના આધાર માલ-મિલકત, સત્તા કે પ્રતિષ્ઠા ઉપર નહિં પણ આપણે જેમને ચાહતા અને સમજતા હોઈએ તેવા લોકો સાથેના આપણા સંબંધો ઉપર છે.
૧૮. “મને ખબર નથી” એમ કહેતા ડરતો નહિં, “મારાથી ભૂલ થઈ” એમ કહેતાં અચકાતો નહિં અને “હું દિલગીર છું” એટલું બોલતા ખચકાતો નહિં.

અજ્ઞાત

ગુજરાતીમાં પ્રશાતભાઇ શાહના બ્લોગ પોસ્ટંમાંથી

નથી થવાતુ

ઘગશ વગર ઘનવાન નથી થવાતુ
અકર્મીઓ નુ નસીબ જલ્દી નથી પલ્ટાતુ

વિશાળ ફલક પર ઉભા રહી ને જુઓ
કુવાના દેડ્કા રહી ને વિશ્વ નથી જોવાતુ

પગે ઘુંઘરૂ બાંઘી કોઇ વાર નાચી તો જુઓ
મીરાની જેમ મુકત મને નથી નચાતુ

હૈયાથી હોઠ સુઘી શબ્દો લાવી ગાઇ જુઓ
સત્સગ વગર ભાવ ગીત નથી ગવાતુ

અહમ ઓગાળીને દુશ્મનોને નમી જુઓ
આકાશની જેમ ઘરતી પર નથી ઝુકાતુ

કાવા દાવા અને કપટ થી જીવનારાથી
સહજ અને સરળ બની નથી જીવાતુ

બચી શકો કદાચ બઘા પ્રલોભનોથી
સ્ંસારની મોહ માયાથી નથી બચાતુ

– જયકાંત જાની (USA)

ગુજરાતી માંથી

સમય નથી

ઇશ્વર ક્રુપાળુ છે લોકો માટે, પણ ઇશ્વર માટે સમય નથી
આ ર્ંગ બદલતી કુદરત ને, નિહાળવા માટે પણ સમય નથી

હરિ હોવાનો અહેસાસ છે, પણ હરિ ઓમ માટે સમય નથી
બધા સ્ંતો છે નજર સામે, પણ સત્સંગ માટે સમય નથી

અન્યના દોષો દેખાશે, પણ અંતર ઝાંખી માટે સમય નથી
ઘર્મની શુ વાત કરવી,માનવ ઘર્મ નિભાવવા નો સમય નથી

ઇશ્વરમા છે શ્રઘા ઘણીય , પણ પાર્થના માટે સમય નથી
જીવન છે સ્ંકટો થી ભરેલુ, પણ સ્ંકટ મોચન માટે સમય નથી

પેટીયુ રળવા મા એવા રચ્યા કે સગા વ્હાલામાટે સમય નથી
મા અને બાપ ની શુ કદર કરે જ્યા ઇશ્વર ક્રુપાની કદર નથી

તમેજ કહો હે હરિ શુ થશે આ આયખાનુ
જીજીવિષા ઘણીય છે પણ જીવાડ્નાર જગદીશ માટે સમય નથી

ઘીર ક્યા ઘરે છે મન ક્યા ભુલે છે ભટકવાનુ
શ્વાસજ મોતની ચદર વણે છે પણ પ્રાણાયમ માટે સમય નથી

ભગવાન ખુદ કબુલે છે જન્મોજનમ મા બાપ નુ ઋણ ચ્કવી ન શકાય
જે માતા પિતા એ જ્ન્મ આપ્યો તેના ઘડ્પણ પાળવાનો સમય નથી

– જયકાંત જાની ( USA )

ગુજરાતી માંથી

હરિ ઉવાચ્

ભક્તો તમને હાથ જોડુ
મ્ંદીર હવે ન બનાવશો
માનવ ઘર્મ પ્રમુખ ગણીને,
માણસાઇના દિવા પ્રગટાવશો

તહેવારોની ઉજવણી નિમિતે
અન્નકુટ ન ઘરાવશો
દિન દુખયા ભુખ્યા જનોને
પ્રેમથી જમાડ્શો

મને ઘરાવેલ પ્રસાદ બાબતે
પૈસાને વચ્ચે ન લાવશો
યથાશક્તિ ભેટ ઘરે તેને
સરખો પ્રસાદ આપજો

તમારા સ્ંતાનો ને સાથે લઇને
ઘર્મ તરફ વાળજો
જ્ઞાન બોઘની ક્ષિક્ષાપત્રી
જીવનમા પાળજો

માનવદેહ મળ્યો મારા થકી
દિર્ઘાયુષી જીવી ઉજાળશો
ધર્મના ચાર પગથિયા ચડીને
જીવને મોક્ષ તરફ વાળજો.

-જયકાંત જાની (USA)

ગુજરાતી માંથી

ક્રુષ્ણના કોમ્પુટરમા રાઘાએ જોઇ હશે

ક્રુષ્ણના કોમ્પુટરમા રાઘાએ જોઇ હશે
ક્રુષ્ણની ગોપીઓ સાથે ર્ંગીલી રાસલીલા
ત્યારથી ક્રુષ્ણના કોમ્પુટર ના સ્ક્રીન સેવરે
મિલિનેયમ રાઘાજી ના મો દીસે વીલા વીલા
ગોવર્ઘની વેબસાઇટ ગોકુલ ખોલો તો
વિઠ્ઠ્લની વાસળી ના સુર લાગશે વહેતા
ક્રુષ્ણના કોમ્પુટરમા નીરખીને જુઓતો
મશાલ લઇ ઉભાદેખાશે નરસિંહ મહેતા
ક્રુષ્ણના કોમ્પુટરંમા ફ્રેન્ડ્શીપ ડોટ્કોમ પર
ક્રુષ્ણપાસે લાગે કેવો સુદામો વામળો
મુઠ્ઠી પૌવામા રાજ મહેલોઆપી દે
તેવો જોયો સૌદાગર હરિ શામળો
મીરાની ભક્તિમા રાણો મોકલે વા ઇ ર સ
ક્રુષ્ણની ભક્તિમા મીરા જુઓ કેવી લીન છે
માયાવી માઉસ લઇ માઘવ હાથમા
મીરાને બચાવવા પળપળ તલ્લીન છે

-જયકાંત જાની (USA)

ગુજરાતી માંથી

ગીતા સુધા

bhagavadgita210x300ભગવાનના શ્રીમુખે સંસારના સર્વ સંશયો વિરમી જાય

એવી અલૌકિક દિવ્યવાણીની,સંસારને ભેટ ધરી ઋષિવર

શ્રીવેદવ્યાસજીએ.

ગુજરાતી સાહિત્યમાં કવન રુપે ‘ગીતા સુધા’ પ્રસાદી સૌ પામે ,માટે

ચીંતન, મનન અને અનેક મેઘાવી મહાનુભાવોના દર્શન ઝીલતાં

ઝીલતાં,ગીતા જયન્તી એ ,મા ગુર્જરીના ચરણોમાં પુષ્પ સમર્પિત

કરતાં અહોભાવથી વંદન.

ગીતા સુધા

અઢાર અક્ષૌહિણી સેનાના રક્તથી ભીંજાશે અવની અંગ
કેવો આ મહાસંગ્રામ પિતામહ ગુરુ સ્વજનોને સંગ
હે કેશવ! ન જોઈએ આ રાજ લઈ મહા હત્યાનું પાપ
ગાંડીવ સરે મમ કરથી નથી હૈયે યુધ્ધની હામ

ક્ષાત્ર ધનુર્ધર પાર્થ વદે વિષાદથી વિહ્વળ વાણી
યુધ્ધ અવસરે કાયર થઈ પૂછે , ઓ ચક્રપાણી!
રક્ત રંજિત યુધ્ધ ખેલી શાને કરવો મહા સંહાર
પાપ મોહ અહંકારથી કેમ મણવો વિજયશ્રીનો ઉપહાર

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે છે દિન માગસર સુદ એકાદશી
શ્રીકૃષ્ણ મુખે વહી દિવ્ય જ્ઞાન ગીતા અવિનાશિની
પ્રબોધ્યું દર્શન પાર્થને અઢાર અધ્યાયે સાતસો શ્લોકમાં
છેદ્યાં સંશય , ઉઘડ્યાં દ્વાર ભક્તિ કર્મ બ્રહ્મ યોગનાં

ધર્મ સંકટ નિહાળું હું , ન સમજાય વિધિની વક્રતા
મનમાં સંશય રમે આ જીવનની કેવી વિંટબણા
સમજ મારી દીઠી કુંઠિત, ભાવિના ભણકારા કરતા રુદન
સુખ દુઃખ જય પરાજયના પડઘા ભાસે ગુંજાવતા ગગન

શ્રી કૃષ્ણ વદે, સુણ અર્જુન સખા, ગીતા છે મમ હૃદય
સોંપી લગામ પ્રભુને હાથ આવી જા તું મમ શરણ
આત્માને અમર જાણ દેહની નશ્વરતાને પહેચાન
થાતું મુક્ત મોહ માયાથી લઈ ગીતાનું જ્ઞાન

સુણ પાર્થ, જીવન મરણને જાણ પૂર્ણ પુરુષોત્તમ હાથ
થા માત્ર નિમિત્ત, કરવાં સઘળાં કલ્યાણી ઈશ્વરીય કામ
અર્પણ કર કર્તાને સર્વ કર્મનાં બંધન, કર્તવ્ય ધર્મ નિભાવ
ત્યજી આસક્તિ, યોગ સ્થિત થઈ લે ગાંડીવ તુ જ હાથ

આતતાયીઓ છે દમનકારી,શિક્ષામાં વિલંબ ન કર પળવાર
જીવન મરણ કલ્યાણ અકલ્યાણનો નથી તુ જ અધિકાર
થઈ નિર્વિકારી , થા અનાસક્ત , આજ તું સ્વધર્મ સંભાળ
નથી પવિત્ર જ્ઞાન સમ આ સંસારે , નિશ્ચયે તું જાણ

થયો મૂઢ પાર્થ, પરિસ્થિતિથી પ્રભાવિત,દીઠો કર્તવ્ય વિમુખ
પરમ લીલાને પ્રગટ કરતાં, શ્રી કૃષ્ણે ધરિયું વિશ્વ સ્વરુપ
તું છે મારો ભક્ત સખા ને , જ્ઞાન વીર ધીર ભૂપ
હું જ કાળ, હું જ નિયંતા, નીરખ પાર્થ મમ મહાકાળનું રુપ

અનંત ઐશ્વર્ય મહાકાળ રુપ જોઈ વિશુધ્ધ થયો અર્જુન
હાથ જોડી નત મસ્તકે અરજ ગુજારે ક્ષમા કરો ભગવંત
છે પારસમણિ જ્ઞાન ગીતાનું , પામ્યો પ્રેરણા પાન
દુવૃત્તિ સામે ઝુકાવવું જંગે , એ જ સમજાઈ જીવનની શાન

જાણ નિશ્ચયે, કહે કેશવ,મારું વચન સાંભળ ઓ પાર્થ
રક્ષીશ સાધુ સંત ભક્તોને છોડી વહાલું વૈકુંઠ ધામ
આ પૃથ્વીપટે અવતરીશ યુગેયુગે, ધર્મ રક્ષવા કાજ
સમય આવિયો,ધર્મ પક્ષે,કર હવે શંખ દેવદત્તનો નાદ

યોગેશ્વર છે સારથિ કુંતેય,લઇ ગાંડીવ નાખ સિંહની ત્રાડ
હૈયે પૂરી પહાડશી હામ , પ્રભુએ પૂર્યા પાર્થમાં પ્રાણ
લઈ ગાંડીવને હાથ , ઉભો થયો માત કુંતાનો ભાણ
સાધુના કરવા છે પરિત્રાણ, વરસાવ જગ કલ્યાણે બાણ

કર ગાંડીવ સર સંધાણ ,ધનુર્ધર યુધ્ધ એ જ કલ્યાણ
જુ એ રથી મહારથી વાટ , યુધ્ધે કર આજ પાર્થ પ્રયાણ
અર્જુન ગજાવ અંબર આણ,મહાભારત માણે શૌર્ય પ્રમાણ
કંડાર પાર્થ વિજયનો પાથ, તારા સારથિ શ્રીજય જગન્નાથ
જય સંગ્રામે દિસજે પહાણ, ધનુર્ધર યુધ્ધ એ જ કલ્યાણ

ધર ધનુષ્ય કર ટંકાર, ક્ષાત્ર ધર્મ કરે પુકાર
લઈ ગાંડીવ કર હુંકાર, છે આણ કુંતેય કુમાર
ધા ધરમની વહાર, બિરાજે ધ્વજે કપિકુમાર
ધન્ય ધન્ય શૂરવીરો, દુઆ દે વસુધા અપાર

તૂટ્યા મોહ કર્મનાં બંધન , ગદ ગ દ્ થઈ પાર્થ ઉવાચ
કર્તવ્ય ધર્મ નિભાવવા દેજો , દૈવી શક્તિ મમ હાથ
ગહન જ્ઞાન લાધ્યું,આત્મા પરમાત્માનો જાણ્યો ભેદ જ્ઞાનેથી
જીવાત્મા છે અક્ષર પણ અભિભૂત મોહ માયા બંધનથી

સત્ ચિત્ત આનંદથી સર્વ જીવ દિસે એકરુપ ને વ્યક્ત
અક્ષરથી ઉત્તમ પૂર્ણ પુરુષોત્તમ નિર્બંધ અખંડ અનંત અવ્યક્ત
જીવન દર્શન જાગ્યું તવ પ્રતાપે ,મોહ નષ્ટ થયો મમ અંતર
શિર જાશે પણ નહીં જાય શાન,મહાભારત ખેલવું મારે યોગેશ્વર

થા અર્જુન તું મહા યુધ્ધનો નાયક , હું છું એનો વિધાતા
તુજ રથ ધ્વજાએ બિરાજે હનુમંત ,થા અગ્રેસર અર્જુન ભ્રાતા
ગુરુ ઢ્રોણનો તું ધનુર્ધર શિષ્ય,વિનયથી લે ભીષ્મપિતાના આશીર્વાદ
હણી અન્યાય અધર્મ ધારકો , ધરણીએ ગજાવ સત ધર્મનો નાદ

આર્પણ તુજને તારી છાયા , પૂરજો હૈયે હામ
શંખનાદથી ગાજ્યું કુરુક્ષેત્ર , ધર્મ ધજા લઈ હાથ
તુજ શરણમાં ચરણે ધરવા , સર્વ કર્મનો ભાર
કર્તવ્ય ધર્મ બજાવવા પાર્થે જોડ્યા પ્રભુને હાથ

તામ્રવર્ણ દિશે અર્જુન , રક્તની છાયી લાલીમા નયન
ક્ષાત્રભૂજા સળવળી થઈ સર્પ , કીધો ધનુષ્ય ટંકાર ગગન
વ્યોમે ગાજ્યા દુંદુભી નાદ, નક્કી હવે ઊતરશે અવની ભાર
શંખનાદે ગુંજ્યા આકાશ, જગદીશ્વરનું મુખ મલક્યું અપાર

સમર્પી આજ જીવન તવ ચરણે , હવે ખેલવો મહા સંગ્રામ
તું છે કર્તા તુંજ ભર્તા , તુજ વિશ્વાસે કરવું મહા નિર્માણ
પાર્થે કીધું સર સંધાણ , જગદીશ્વર ભાખે યુગ કલ્યાણ

‘આકાશદીપ’અરજ ગુજારે ગાજો સાંભળજો ગીતાનો આ મહાતોલ
હૃદયે ઝીલજો યોગેશ્વરના બોલ , પામશો જીવન સુધા અણમોલ

રમેશ પટેલ(આકાશદીપ)

મથુરામાં ખેલ ખેલી આવ્યા

image001

મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા
સાડી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

નાકની નથણી ક્યાં મૂકી આવ્યા
વાળી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

ડોકનો હારલો ક્યાં મૂકી આવ્યા
માળા તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

હાથની પહોંચી ક્યાં મૂકી આવ્યા
કંગન તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

પગનાં ઝાંઝરા ક્યાં મૂકી આવ્યા
સાંકળા તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

પીળુ પીતાંબર ક્યાં મૂકી આવ્યા
સાળુ તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

કાનના કુંડળ ક્યાં મૂકી આવ્યા
એરિંગ તે કોના ચોરી લાવ્ચા
હો કાન ક્યાં રમી આવ્યા

મુખની મોરલી ક્યાં મૂકી આવ્યા
ખંજરી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

મનડું તમારું ક્યાં મૂકી આવ્યા
સુધબુધ તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

unknown

પ્રાર્થના

હે પ્રભો !
વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,
પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે.
દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે
મને સાંત્વના ન આપો તો ભલે,
પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.
મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,
પણ મારું બળ તૂટી ન પડે.
સંસારમાં મને નુકસાન થાય,
કેવળ છેતરાવાનું જ મને મળે,
તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.
મને તમે ઉગારો – એવી મારી પ્રાર્થના નથી,
પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.
મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,
પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.
સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,
દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય
ત્યારે તમે તો છો જ –
એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

અજ્ઞાત

હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું

હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
ધરમ-કરમના જોડ્યા બળદીયા ધીરજની લગામ તાણું

સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય
કદી ઉગે આશાનો સુરજ કદી અંધારુ થાય
મારી મુજને ખબર નથી કંઇ ક્યાં મારું ઠેકાણુ, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…

પાપણ પટારે સપના સંઘર્યા, ઉપર મનની સાંકળ વાસી
ડગર ડગરીયા આવે નગરીયા, નાય આવે મારુ કાશી
ક્યારે વેરણ રાત વિતે ને ક્યારે વાયે વાણું, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…

ક્યાંથી આવું, ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનુ
અગમ-નીગમ નો ખેલ અગોચર, મનમાં મુંઝાવાનું
હરતું ફરતું શરીરતો છે પિંજર એક પુરાણું, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…
ફિલ્મી ભજન
(POSTED IN GUJARATI BY KAMALBAROT)

સુવિચાર-શાંતિ `આજ ની વિચારધારા ‘

સમગ્ર વિશ્વની આજુબાજુ જયારે,જ્યારે સતત અશાંતિ ની પરિસ્થિતિ જોઈએ છીએ ત્યારે શાંતિ વિષે વાત કરવી એ લગભગ વ્યર્થ લાગે છે .આ એક એવી સ્થિતિ છે .આપણા પોતાના શાંતિ નાં મૂળ ને શોધવાની જરૂરિયાત આપણા ઉપર દબાણ કરે છે .જેના તરફ આકર્ષણ રહેલું છે છતાંય તેનાથી દુર જઈએ છીએ ,

ફૂલ વિષે ધ્યાન પૂર્વક વિચારીએ .ફૂલો પણ અશાંત જીવન વિતાવે છે .ફૂલો પણ બગાડ તેમજ પ્રકૃતિ ની દુનિયાના સડાનો નો સામનો કરે છે .જ્યારે પણ જોઈએ છીએ .જેમ કે રસ્તા ની બાજુમાં ગીચ વિસ્તારો માં ,કાદવ ,કીચડ વચ્ચે ,રણ વિસ્તારમાં ,કાંટાની વચ્ચે ,અને ઘણી વખત ખાતરના ઢગલા ઉપર જોવા મળે છે છતાં પણ ફૂલો દરેક પળ અનંત સુંદર ,પ્રફુલ અને સુવાસિત હોય છે એવું પણ નથી કે ફૂલો દરેક સારા પ્રસંગ માટે જ વપરાય છે :ફૂલો ને ભવિષ્ય માં આવી રહેલ શાંતિ અને પ્રશાંતિના પ્રતિક તરીકે જાણવામાં આવે છે .આ તેમનો સ્વભાવ છે

આપણે પણ પ્રભુનાં બગીચાના ફૂલો છીએ .આ સાર્વત્રિક બગીચાની દરરોજની ધાંધલ ધમાલ માં આપણે પણ ભ્રષ્ટ અને નૈતિક અધ:પતનથી ભયભીત છીએ ફૂલ હોવાને નાતે આપણે આપણી સ્વાભાવિક શાંતિની સ્થિતિ માં રહી અને આપણી આજુબાજુ આ સુગંદ ફેલાવવા ઇચ્છીએ છીએ .જયારે,જ્યારે આપણને ભાન થાય છે કે આપણા આત્માની મૂળ સ્થિતિ શાંતિ સ્વરૂપ છે .ત્યારે આપણે પ્રભુ સાથે જોડાણ કરી શકીએ છીએ .પ્રભુ શાંતિ નાં સાગર છે તેથી આપણે શાંતિ સ્વરૂપ એક જીવતું -જાગતું ,ચેતનવંતુ ફૂલ બનીએ ,

===શાંતિથી ભરપુર દિવસ નાં વિચારો ===
***સોમવાર ***

(૧) જો તમે મળેલી તક ગુમાવી હોય તો તમારી આંખો આંસુઓ વાલે ભીંજવશો નહિ .તમારી નજર સાફ રાખો જેથી કરી આવી રહેલી બીજી તક ગુમાવી ન શકાય ,

(૨) કપટી મનુષ્ય કદાપી સાચી શાંતિનો આનંદ માણી શકતો નથી .તેની યુક્તિઓ તેને જ બંધનોમાં બાંધી દે છે ,

(૩) ચારિત્ર્ય એ સમાજ ,દેશ અને વિશ્વની સળગતી સમસ્યાનો એક માત્ર ઉપાય છે .ચારિત્ર્ય ગુમાવતા આબરૂ રેહતી નથી ,

(૪) તમને સોપયેલા દરેક કર્તવ્યમાં પ્રામાણિક શો તો તમારા મન,વચન ,કર્મ , આત્મવિશ્વાસ ની મહોર ધારણ કરશે .

(૫)માનવમૂલ્યો ,નૈતિકમુલ્ય ,અને આધ્યાત્મિકમુલ્યની સ્થાપના વિના સાચી સ્વતંત્રતા નથી .

(૬) શાંતિ મનને આરામ આપે છે . મન શરીરને આરામ આપે છે .ઘણીવાર આરામરૂપી દવાની જ માત્ર જરૂર હોય છે

(૭) શાંતિ અને સહનશક્તિ એક રૂપની અંદર વાતાનુંકુલનની જેમ કામ કરે છે

(૮) સફળતા મનની શાંતિ થાકી એકએક બહાર આવે છે .જે શીતળ લોખંડ છે .તેના વાલે ગરમ લોખંડ વાળી શકાય છે

(૯) મનુષ્ય જો પોતાની અંદરની શાંતિ શોધી શકતો નથી .તો શું આ દુનિયા માં શાંતિ હોઈ શકે ??

(૧૦) શાંતિ શોધવી મુશ્કેલ છે કારણ કે તે તમારી ધ્રાંણેન્દ્રિયથી પર છે

==(મેનેજીંગ તંત્રી શ્રી રોબર્ટ બેસ્ટ તથા એડવોકેટ બાર્બેડોઝ દ્વારા તૈયાર થયેલી અંગ્રેજી પુસ્તિકા “થોટ ફોર ટુડે ” નું ગુજરાતી અનુવાદ તથા ભાવનુંવાદ ભાવનગર નાં બ્રહ્માકુમાર રમેશભાઈ પ્રજાપતિ એ કર્યો છે તે પુસ્તિકા નું નામ `આજ ની વિચારધારા ‘ તરીકે રજુ કરેલ છે )==posted in gujarati by Dhaval Navaneet

સુવિચાર`આજ ની વિચારધારા -પ્રસન્નતા `

પ્રસન્નતા એ બુદ્ધિ ઉપરનું સુખ છે .અટ્ટહાસ્ય ,મોજ-મજા ની ઉચ્ચ ,મારી જાણ મુજબ ની ખુશીથી પર,પવન ની ધીમી લહેર માં લોપ થતી નથી,સંગીત કળા દ્વારા વશ થવા માટે કાન નો કોઈ ઉપયોગ નથી અને જેમાં મોસમ ના પ્રથમ ફળ ની મીઠાસ માણવા માટે મુખ વપરાતું નથી .
જો કે મારી જાતે એકાંત માં બેસતા ,તદન શાંત ,નીરવ, સંકલ્પો અંદર ની તરફ વળે.શાંતિ ના તરંગો ધ્યાન પૂર્વક સંભળાય છે ,ત્યારબાદ સંકલ્પો ઉપરામ થાય છે .તત્વો થી પાર આધ્યાત્મિક સુરબદ્ધ શાંતિ થી ભરપુર ,પવિત્ર થોડા વિચારો ,મારા પિતા સાથે જોડાણ જે પરમાનંદ છે .જે શાંતિ નાં સાગર હોવાથી શાંતિ નો અનુભવ થાય છે પ્રેમ નો સાગર હોવાને લીધે પ્રેમનો અનુભવ થઇ રહ્યો છે આંનદ ના સાગર હોવાથી આનંદ અનુભવ થઇ રહ્યો છે,

==પરમ આનંદી દિવસ નાં વિચારો ==
**“રવિવાર **“

(૧) જે સંતુષ્ટ છે ,તે બેંક માં નાનકડું ખાતું હોવા છતાં પોતાની પાસે મોટો ખજાનો સમજે છે

(૨) સ્વતંત્રતા માનસમાંથી પ્રગટ થાય છે ,નહિ કે દોરડા કાપવાથી .

(૩) ઉમંગ આત્માને ઉચ્ચ અવસ્થામાં રાખે છે અને બીજા નાં હોઠ ઉપર હાસ્ય વેરે છે .

(૪)મંદ હાસ્ય કોઈપણ મુશ્કેલીનું કાર્ય ટૂંકું બનાવે છે .

(૫) વ્યર્થ કામ તમને ભારે તેમજ થાકેલા બનાવશે અને રચનાત્મક કાર્ય તમને સુખ ,તેજસ્વીતા અને નવી ચેતના આપશે

(૬)સંતુષ્ટતા અને આનંદ એક બીજા નાં સાથી છે ,આ ગુણો તમારા માટે બીજાની વચ્ચે આકર્ષણ ઉપજાવે છે .

(૭) જો ગઈકાલે થયેલી ભૂલ દ્વારા ગમગીનીમાં વિતાવી હોય તો આજનો દિવસ ગઈકાલ ને યાદ કરીને ગુમાવશો નહિ .

(૮) જેટલો આનંદ તમે પરિશ્રમ કરવામાં રાખશો તેના કરતા વધારે સુખ પરિશ્રમના પરિણામ મેળવવામાં થશે

(૯) જ્યારે તમે હર્ષિતમુખ રહો છો ત્યારે માત્ર તમેજ સુખનો અનુભવ નથી કરતા પરંતુ સાથે સાથે બીજાની ચેતનામાં પ્રકાશ નાં કિરણો પૂરો છો

(૧૦) જ્યારે મનુષ્ય મુશ્કેલીજનક પરિસ્થિતિનો સામનો આનંદ અને હાસ્ય સાથે કરે છે ,ત્યારે જ મહાન જાહેર થાય છે

==(મેનેજીંગ તંત્રી શ્રી રોબર્ટ બેસ્ટ તથા એડવોકેટ બાર્બેડોઝ દ્વારા તૈયાર થયેલી અંગ્રેજી પુસ્તિકા “થોટ ફોર ટુડે ” નું ગુજરાતી અનુવાદ તથા ભાવનુંવાદ ભાવનગર નાં બ્રહ્માકુમાર રમેશભાઈ પ્રજાપતિ એ કર્યો છે તે પુસ્તિકા નું નામ `આજ ની વિચારધારા ` તરીકે રજુ કરેલ છે )==(posted in gujarati by dhavalbhai navneet)

સુવિચાર-30 દિવસમાં તંદુરસ્તી

30 દિવસમાં તંદુરસ્તી

30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ માટે

* ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.

* ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે.

* તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા.

* લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.

* પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.

* સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.

* થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.

* એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.

* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.

* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.

* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.

* વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.

* ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.

* પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.

* સુખની પાછળ દોટ ન મૂકો – એ તમારી પાસે જ છે.

* સમય ન વેડફો – મહામૂલી જણસ છે.

* અંધકારથી નિરાશ ન થશો – બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.

* દરેકને પ્રેમ કરો – તમને બમણો પ્રેમ મળશે.

* શ્રદ્ધા રાખો – તમે બધું જ કરી શકો છો.

* વર્તમાન ક્ષણનો આનંદ મેળવો – ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.

* વ્યવહારુ બનો – સુખનો રાજમાર્ગ છે.

* ગુસ્સો સંયમિત કરો – એ ભયાનક બને છે.

* મૃદુભાષી બનો – દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.

* ઊંચું વિચારો – ઉન્નતિના શિખરે લઈ જશે.

* અથાક પરિશ્રમ કરો – મહાન બનવાનો કિમિયો છે.

* સર્જનાત્મક બનો – મુખાકૃતિ સુંદર લાગશે.

* હસતા રહો – પડકારનું તકમાં રૂપાંતર થશે.

* તમારી ભાષા પર કાબૂ રાખો – તમારા ચારિત્ર્યનું દર્પણ છે.

* ભય ન રાખો – ઈશ્વર હંમેશા સાથે જ છે.

* રોજ ચિંતન કરો – આત્માનો ખોરાક છે.

દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.

વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…

Radha_Krishna[1][1]

વાગે છે રે વાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…

તેનો નાદ ગગનમાં ગાજે છે,
વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…

વૃંદા તે વનને મારગડે જાતાં,
દાણ દહીંના માગે છે. વૃંદાવન…

વૃંદા તે વનની કુંજગલીમાં,
રાધા ને કૃષ્ણ બિરાજે છે. વૃંદાવન…

પીળાં પીતાંબર જરકસી જામા,
વહાલાને પીળો તે પટકો સાજે છે. વૃંદાવન…

કાને તે કુંડળ, મસ્તકે મુગટ,
વહાલાના મુખ પર મોરલી બિરાજે છે. વૃંદાવન…

વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
થૈ થૈ થૈ થૈ નાચે છે. વૃંદાવન…

અમે સૂતાં’તાં ભર નિદ્રામાં,
નણદલ વેરણ જાગે છે. વૃંદાવન…

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
દર્શનથી ભીડ ભાગે છે. વૃંદાવન…

મીરાંબાઈ

આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ

આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
શરણાયું ને ઢોલ નગારા… શરણાયું ને ઢોલ..

આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે..
સખી રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે..
મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ.
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ..

આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે.
હું કે ‘દી રંગાણી એના રંગમાં રે..
હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર..
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ

લોક્ગીત

કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળ કુંવારા રે

989KrsnaBalbutter

કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળ કુંવારા રે

જલ રે જમુનાનાં અમે ભરવાને ગ્યા’તા વાલા,
કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઉડ્યાં ફરરરર રે- કાનુડો

વૃંદા રે વનમાં વા’લે, રાસ રચ્યો રે વા’લા
સોળસે ગોપીનાં તાણ્યાં ચીર, ફાડ્યાં ચરરરર રે- કાનુડો

હું વેરાગણ કા’ના, તમારા નામની રે,
કાનુડે માર્યાં બે તીર, વાગ્યાં અરરરર રે- કાનુડો

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા,
કાનુડે બાળીને કીધાં ખાખ, કે ઉડી ખરરરર રે- કાનુડો

મીરા બાઈ

તારા વિના શ્યામ મને એકલડું લાગે,

image002

તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ…. (2)

શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
તારા વિના શ્યામ…. (2)

ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (2)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…

લોક્ગીત

રુક્મિણી નો પત્ર શ્રી કુષ્ણ ને( કવિતા રૂપે)

શ્રોતા તણા શ્રવણ દ્વારથી શ્યામ પેસી,

પ્રત્યંગના સકળ તાપ હરો ગુણોથી;

ને દર્શને સકલ મંગળ સિધ્ધ હેતુ ,

આવી જજો છુપી રીતે લૈઇ સૈન્ય સાથે

માની પતિ મનથકી વરી આપને હું,

આત્મા સમર્પણ હરે કરી હું ચુકી છું;

રે, સિંહ ભાગ શિશુપાલ સમો શૃગાલ,

સ્પર્શી ન જાય ધરજો કમલાક્ષ ખ્યાલ.

કીધેલ હોય નિયમે વૃત પુન્ય લેશ,

પૂજેલ હોય ગુરૂદેવ દ્વિજ પરેશ;

તો આવી આંહિ ગ્રહજો મુજ પાણિ કૃષ્ણ,

થાજો ન આપ વિણ રે, શિશુપાલ સ્પર્શ.

શ્રીમદ્ ભાગવત

હેતે રમાડ્યો ગોપલો

image001

હેતે રમાડ્યો ગોપલો
એય ગોકુલ તારું કેવું રે ભાગ્ય બલવાન
નારાયણ નાથ પધાર્યા તારે આંગણે થઈ મહેમાન

ભક્તિ તમારી ભાળી ભગવાને પરમ પ્રતાપી સરતાજ
પારણે આવી પોઢ્યો પરમેશ્વર, ઝુલાવે જશોદા માત
એય ગોકુલ તારું…..

નિષ્કપટ મનડાં દેખી તમારાં,માખણ ચોરે સંગાથ
ભોળાની સાથે ભોળો અમારો,ગાયો ચારે નંદલાલ
એય ગોકુલ તારું…

લાલા લાલાની રટ ગમે ને ,હરખે કપાળું કિરતાર
માતા જશોદાના વહાલે વીંધાણો,થાંભલિયે બંધાયો દાતાર
એય ગોકુલ તારું…

અનંત જન્મોના પુણ્યે પામીયા, પ્રગટ પ્રભુનો પ્યાર
રાધેની બંસરીના નાદે ખૂલ્યાં,વ્રજ વન્દાવન ભાગ્ય
એય ગોકુલ તારું…

લેણદેણથી ના તોલાતો, મારો કામણગારો કાન
યમુના ઘાટે વહાલો વરસાવે, સ્નેહ સુધાનાં પાન
એય ગોકુલ તારું….

ધન્ય ધન્ય ગાય ગોપીઓ ઘેલી,હેતે રમાડ્યો ગોપાલ
જશોદાના લાલ જગના વહાલા, થાઓ ફરી મહેમાન

એય ગોકુલ તારું કેવું રે ભાગ્ય બલવાન
નારાયણ નાથ પધાર્યા તારે આંગણે થઈ મહેમાન

રમેશ પટેલ(આકાશદીપ)

અર્જુનનો એકરાર

અર્જુનનો એકરાર

મારા આ પુરુષાર્થનો રથ જતે તૂટી જ, ત્યાં તો તમે
સાચા સારથિ થૈ અપૂર્વ સૂઝથી દીધું મને દર્શન.
જો હું ના ઝૂઝિયો હતે રણમહીં તો તો મને લાંછન
કાળું લાગી જતે, થતે કથીર રે પૌરુષનું કાંચન.
કુરુક્ષેત્ર પર
તું કૌરવ, તું પાંડવ : મનવા ! તું રાવણ; તું રામ !
હૈયાના આ કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ
કદી હારે કે જીત : કદી તું તારાથી ભયભીત;
કદીક પ્રકટે સાવ અચિંતુ સંવાદી સંગીત,
ભીષણ તું તાંડવમાં : મંજુલ લાસ્ય મહીં અભિરામ;
તું કૌરવ, તું પાંડવ : મનવા ! તું રાવણ; તું રામ !
ફૂલથી પણ તું કોમળ ને તું કઠોર જાણે પ્હાણ;
તું તારું છે બંધન મનવા ! તું તારું નિર્વાણ !
તું તારો શત્રુ ને બાંધવ : તું ઉજજવલ : તું શ્યામ !
તું કૌરવ, તું પાંડવ : મનવા !
તું રાવણ; તું રામ !

શ્રીકૃષ્ણ: શરણં મમ:… શ્રીકૃષ્ણ: શરણં મમ:

01

શ્રીકૃષ્ણ: શરણં મમ:… શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રીકૃષ્ણ: શરણં મમ:… શ્રીકૃષ્ણ: શરણં મમ:

કદંબ કેરી ડાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જનુમા કેરી પાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજ ચોર્યાશી કોશ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુંડ કુંડની સીડીઓ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

કમલ કમલ પર મધુકર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રંદાવનના વૃક્ષો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગોકુળિયાની ગાયો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજભુમિના રજકણ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
રાસ રમંતી ગોપી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ધેનુ ચરાવતા ગોપો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

વાજા ને તબલામાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
શરણાઇ ને તંબૂરમા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ન્રુત્ય કરંતી નારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કેસર કેરી ક્યારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

આકાશે પાતાળે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચૌદ લોક બ્રહ્માંડે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચન્દ્ર સરોવર ચોકે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
પત્ર પત્ર શાખાએ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

આંબો લીંબુ ને જાંબુ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વનસ્પતિ હરિયાળી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જતીપુરાના લોકો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મથુરાજી ના ચોબા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

ગોવર્ધનના શિખરે બોલેશ્રીકૃષ્ણ: શરણં મમ:
ગલી ગલી ——– બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વેણુ સ્વરસંગીતે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કળા કરંતા મોર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

કુલિન કન્દરા મધુકર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
આંબા ડાળે કોયલ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
તુલસીજી ના ક્યારા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વિરહી જનનાં હૈયા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કૃષણ વિયોગે આતુર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

મધુર વિણા વાજિંત્રો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુમુદિની તરુવરમાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચન્દ્ર સૂર્ય આકાશેબોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
તારલિયાના મંડળ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

અષ્ટ પ્રહર આનંદે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
રોમ રોમવ્યાકુળ થઇ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મહામંત્ર મનમાંહે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જુગલ ચરણ અનુરાગે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

ભક્તિ પદ

શ્રી કુષ્ણ શરણ મમના ઉચ્ચારથી

image002
શ્રી કુષ્ણ શરણ મમના ઉચ્ચારથી

શ્રી…… ના ઉચ્ચારથી સૌભાગ્ય્ની પ્રાપ્તિ થાય છે.
કૃ……….ના ઉચ્ચારથી સર્વ અપરાધનો [પાપનો] નાશ થાય છે.
ષ્ણ……..ના ઉચ્ચારથી ત્રિવિધ તાપનો નાશ થાય છે.
શ………ના ઉચ્ચારથી જન્મનું દહન થાય છે- જન્મને બાળી નાખે છે.
ર……….ના ઉચ્ચારથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
ણં………ના ઉચ્ચારથી પ્રભુમાં હંમેશા દૃઢ ભક્તિ થાય છે.
મ………ના ઉચ્ચારથી શ્રી કૃષ્ણ રત્નનો ઉપદેશ કરનાર ગુરૂદેવમાં પ્રેમ થાય છે.
મ……….ના ઉચ્ચારથી પ્રભુની સાથે મળી જવાથી અન્ય યોનિમાં જવાનું બંધ થાય છે. અર્થાત જન્મ-મરણ છૂટે છે

ભક્તિ પદ

વા વાયા ને વાદળ ઊમટ્યા

વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે મળવા ન આવો શા માટે
તમે મળવા ન આવો શા માટે
ન આવો તો નંદજીની આણ
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે છો સદાયના ચોર
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે કાળી તે કામળી ઓઢંતા
તમે કાળી તે કામળી ઓઢંતા
તમે ભરવાડણના ભાણેજ
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા
તમે વ્રજમાં તે વાંસળી વાજંતા
તમે ગોપીઓના ચિત્તચોર
મળવા આવો સુંદિરવર શામળિયા

મેતા નરશીના સ્વામી શામળિયા
મેતા નરશીના સ્વામી શામળિયા
અમને તેડી રમાડ્યા રાસ
મળવા આવો સુંદિરવર શામળિયા

વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળિયા

અજ્ઞાત

આ નભ ઝુક્યું તે કાનજી

આ નભ ઝુક્યું તે કાનજી

ને ચાંદની તે રાઘા રે,

આ સરવર જલ તે કાનજી

ને પોયણી તે રાઘા રે,

આ બાગ ખીલ્યો તે કાનજી

ને લ્હેરી જતી તે રાઘા રે,

આ પરવત શિખર તે કાનજી

ને કેડી ચડે તે રાઘા રે,

આ ચાલ્યાં ચરણ તે કાનજી

ને પગલી પડે તે રાઘા રે,

આ કેશ ગુંથ્યા તે કાનજી

ને સેંથી પુરી તે રાઘા રે,

આ દીપ જલે તે કાનજી

ને આરતી તે રાઘા રે,

આ લોચન મારાં કાનજી

ને નજરું જુવે તે રાઘા રે,

પ્રિયકાન્ત મણિયાર

કૃષ્ણ – સુદામાનો મેળાપ: પ્રેમાનંદ

SudhamaAકૃષ્ણ – સુદામાનો મેળાપ: પ્રેમાનંદ

“મારો બાળસ્નેહી સુદામો રે,
હું દુખિયાનો વિસામો રે;”
ઊઠી ધાયા જાદવરાય રે,
નવ પહેર્યાં મોજાં પાય રે.

પીંતાબર ભૂમિ ભરાય રે,
રાણી રુક્મિણી ઊંચાં સાય રે;
અતિ આનંદે ફૂલી કાય રે,
હરો દોડે ને શ્વાસે ભરાય રે.

પડે-આખડે બેઠા થાય રે,
એક પળ તે જુગ જેવી જાય રે;
સ્ત્રીઓને કહી ગયા ભગવાન રે,
“પૂજાથાળ કરો સાવધાન રે.

હું જે ભોગવું રાજ્યાસન રે,
તે તો એ બ્રાહ્મણનું પુન્ય રે;
જે કોઇ નમશે એના ચરણ ઝાલી રે,
તે નારી સહુપેં મને વહાલી રે.”

તવ સ્ત્રી સહુ પાછી ફરતી રે,
સામગ્રી પૂજાની કરતી રે;
સહુ કહે, માંહોમાંહી, “બાઇ રે,
કેવા હશે શ્રીકૃષ્ણના ભાઇ રે?

જેને શામળિયાશું સ્નેહ રે,
હશે કંદર્પ સરખો દેહ રે;”
લઇ પૂજાના ઉપહાર રે,
રહી ઊભી સોળ હજાર રે.

“બાઇ લોચનનું સુખ લીજે રે,
આજ જેઠનું દર્શન કીજે રે;”
ઋષિ શુક્રજી કહે સુણ રાય રે,
શામળિયોજી મળવા જાય રે.

છબીલાજીએ છૂટી ચાલે રે,
દીધી દોટ તે દીનદયાળે રે;
સુદામે દીઠા કૃષ્ણદેવ રે,
છૂટ્યાં આંસુ શ્રાવણનેવ રે.

જુએ કૌતુક ચારે વર્ણ રે,
ક્યાં આ વિપ્ર? ક્યાં આ અશરણશર્ણ રે;
જુએ દેવ વિમાને ચડિયા રે,
પ્રભુ ઋષિજીને પાયે પડિયા રે.

હરિ ઉઠાડ્યા ગ્રહી હાથ રે,
ઋષિજી લીધા હૈડા સાથ રે;
ભુજ-બંધન વાંસા પૂંઠે રે,
પ્રેમનાં આલિંગન નવ છૂટે રે.

મુખ અન્યોન્યે જોયાં રે,
હરિનાં આંસુ સુદામે લોયાં રે,
તુંબીપાત્ર ઉલાળીને લીધું રે,
દાસત્વ દયાળે કીધું રે.

“ઋષિ, પાવન કર્યું મુજ ગામ રે,
હવે પવિત્ર કરો મુજ ધામ રે,”
તેડી આવ્યા વિશ્વાધાર રે,
મંદિરમાં હરખથી અપાર રે.

જોઇ હાસ્ય કરે સૌ નારી રે,
આ તો રૂડી મિત્રચારી રે!
ઘણુ વાંકાબોલા સત્યભામા રે,
“આ શું ફૂટડા મિત્ર સુદામા રે!

હરિ અહીંથી ઊઠી શું ધાયા રે!
ભલી નાનપણની માયા રે;
ભલી જોવા સરખી જોડી રે,
હરિને સાંધો, એને સખોડી રે!

જો કોઇ બાળક બહાર નીકળશે રે,
તે તો કાકાને દેખી છળશે રે;”
તવ બોલ્યાં રુક્મિણી રાણી રે,
“તમે બોલો છો શું જાણી રે?”

વલણ

શું બોલો વિસ્મય થઇ? હરિભક્તને ઓળખો નહિ;
બેસાડ્યા મિત્રને શય્યા ઉપર, ઢોળે વાયુ હરિ ઊભા રહી.

– પ્રેમાનંદ ( ‘સુદામાચરિત્ર’ પુસ્તક )

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે … 1

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ … 2

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ … 3

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો … 4

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો … 5

લાખ સવાનો મારો હાર આપું, આફું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ … 6

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ …7

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો … 8

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … 9

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … 10

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … 11

થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો … 12

– નરસિંહ મહેતા

કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા

કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા
મોહન માંગ્યો દે.

આજની રાત અમે રંગ ભરી રમશું
પરભાતે પાછો માંગી લે ને રે યશોદા મૈયા …કાનુડો માંગ્યો

જવ તલ ભાર અમે ઓછો નવ કરીએ
ત્રાજવડે તોળી તોળી દે ને રે યશોદા મૈયા … કાનુડો માંગ્યો

કાંબી ને કડલા ને અણવટ વિછીયા
હાર હૈયાનો માંગી લે ને રે યશોદા મૈયા … કાનુડો માંગ્યો

હાથી ઘોડા ને આ માલ ખજાના
મેલ્યું સજીને તમે લ્યોને યશોદા મૈયા … કાનુડો માંગ્યો

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
ચરણ કમળ મને દોને યશોદા મૈયા … કાનુડો માંગ્યો

– મીરાંબાઈ

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોલે અણમોલો
પાગલ ના બનીએ ભેરુ, કોઈના રંગ રાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

માન માન ઓ પંખીડા નથી રે સાજનની રીત
આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત
ઓછું શું આવ્યું સાથી સથવારો ત્યાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

અવિનાશ વ્યાસ

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળીo

અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળીo

મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. ભોળીo

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળીo

ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળીo

નરસિંહ મહેતા

મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જેણે વગડો રે વેઠ્યો
એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમા નીરાધાર નારી તો’યે
દશ મંથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લૂંટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો

અવિનાશ વ્યાસ

હંસલા હાલો રે હવે,

હંસલા હાલો રે હવે,
મોતીડા નહીં રે મળે
આ તો ઝાંઝવાના પાણી
આશા જુઠી રે બંધાણી

ધીમે ધીમ એ પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો

વાયરો વારો રે ભેંકાર
માથે મેહુલાનો માર
દીવડો નહીં રે બળે

વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે

કાયા ભલે રે બળે
માટી માટીને મળે
પ્રીતડી નહીં રે બળે

મનુભાઇ ગઢવી

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને

નરસિંહ મહેતા

%d bloggers like this: