• Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,536 other followers

  • Follow ગુજરાતી કવિતા અને ગઝલ on WordPress.com
  • Blog Stats

    • 2,082,816 hits
  • JAY GANESH ESTATE AGENT

  • JAY GANESH ESTATE AGENT

    BHARAT SUCHAK

    BHARAT SUCHAK

    Call now for Best Deals JAY GANESH ESTATE AGENT Mr.Bharat suchakAbout UsWe have a most comprehensive database of buyers and sellers in Mumbai Bandra to Andheri We have a team of professional property consultants which gives us an opportunity to spend time with you to ensure the recommended property solution is appropriate and suit your financial plan. We are also able to organize funds for your property, if required. We want to grow and would like to solicit your business, try us. It's been some years since we established this property broking business. We have helped many people settle in their dream homes and offices. Our team is professionally qualified to understand your property requirements and propose a win-win solution. We believe, if given the opportunity, we will be able to obtain the best deal - for you. Our company is unique in that we are a full-service real estate outfit. My staff and I pride ourselves in the professional, personalized service we offer our clients and customers. If we can be of any assistance to you with finding or selling a home or investment property, please send us an e-mail/SMS through this web site and we will respond to your request. We look forward to helping you with you real estate needs. OFFICE ADDRESS: Shop No-3 Yashodhan bldg., Naheru road ,Opposite Dena Bank, Next to Green House Hotel, Vile Parle (East) Mumbai-400057 CONTACT US: JAY GANESH ESTATE AGENT Bharat suchak E-MAIL US AT: bharat0013@gmail.com

    Personal Links

    View Full Profile →

  • શ્રેણીઓ

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,536 other followers

  • Top Posts & Pages

  • Social

આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો,

આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો,
કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો.

તારા રે નામનો છેડ્યો એકતારો,
હું તારી મીરાં હું ગિરધર મારો.
આજ મારે પીવો છે પ્રીતીનો પ્યાલો,
કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો.

આપણ બે અણજાણ્યા પરદેશી પંખી,
આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી.
જો જો વીંખાય નહી સમણાનો માળો,
કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો.

દોરંગી દુનિયાની કેડી કાંટાળી,
વસમી છે વાટ કેમ ચાલો સંભાળી.
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો,
કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો.

– અવિનાશ વ્યાસ

સુવિચાર-બરાબર સમજી રાખો :

બરાબર સમજી રાખો :

અનાયાસે પ્રાપ્ત થયેલી લક્ષ્મી,
પરિશ્રમ તથા પુરુષાર્થ વગરનું જીવન,
અને સાચી ભુખ વિનાનું ભોજન,
… આ ત્રણેય ભલે થોડો આનંદ આપે………………..

પણ સરવાળે તે હાનિકર્તા છે

આવ્યો એમનો સાદ આ વરસાદમાં ,

This slideshow requires JavaScript.

આવ્યો એમનો સાદ આ વરસાદમાં ,

મળવાના છે તે આજ મને વરસાદમાં,

 મોર ખીલે,ઢેલ ખીલે આ વરસાદમાં ,

ખીલશે તે મારી સાથ આ વરસાદમાં

ઝૂમી ઊઠી સૃષ્ટિ જોને આ વરસાદમાં,

ઝૂમસે મારી સાથ તે આ વરસાદમાં,

કાગડો થશે  આ  છત્રીઓ આ વરસાદમાં ,

પલળસે મારી સાથ તે આ વરસાદમાં ,

મીઠી માંટ્ટીની ખુશ્બુ આ વરસાદમાં,

મીઠી તેના તનની ખુશ્બુ આ વરસાદમાં,

દરિયો   ઊછળે  ભેટવા  નદીને વરસાદમાં,

આવોતો આલિંગન આપું  તમને વરસાદમાં ,

ભરત સુચક

 

હે પ્રભું તું આવું ભાગ્ય કેમ લખતો હશે ?

હે પ્રભું તું આવું ભાગ્ય કેમ લખતો હશે ?

મિલાવી  ને કેમ જુદા કરતો હશે ?

શું તને કરુણ વાર્તા જ ગમે છે

પણ મારા માટે તું એક પ્રેમ કથા જ લખજે

પછી ભલેને અમને બનેને તું મારી નાખજે

પણ જુદા ન કરતો

કારણ તેના થી જુદાઈનું પાત્ર હું નહિ ભજવી શકું

 

ભરત  સુચક  

આજ દરિયાની નદી સાથે મોબાઈલ પર વાત થઇ હશે,

આજ દરિયાની નદી સાથે મોબાઈલ પર વાત થઇ હશે,

બંનેની મુલાકાત આજ કદાજ ક્યાંક નક્કી થઇ હશે , 

કુંડળી બંનેની તેમના વડીલોએ મેળવી લીધી હશે ,

દરિયાની  સંપતિ જોઈ નદી હરખાઈ પણ હશે ,

લેણ દેણની વાત  તેમના વડીલોએ કરી લીધી હશે,

એટલેજ આજ દરિયા સાથે નદીની સગાઇ નક્કી થઇ હશે ,

 ભરત સુચક

બિલાડીએ ઉંદરને આજ ફાડી ખાધો,

 

બિલાડીએ ઉંદરને આજ ફાડી ખાધો,

શું બિલાડીને દયા નહિ આવી હોય?

શું બિલાડીને પાપ નહિ લાગે ?

કે પછી  બિલાડી પણ ઉંદરને મારી ,

અને પછી ગગામાં ડૂબકી મારીને,

કે પછી મિચ્છામીદુકડમ કહીને,

મનુષ્ય ની જેમ પાપ ધોઈ નાખતી હશે ! ! ! ! ! ! ! ! ! !

 ભરત સુચક

સૌ તો ખાલી હાથે જાય છે તમે શું લઇ જશો,

સૌ તો ખાલી હાથે જાય છે તમે શું લઇ જશો,

હાયહાયનો પૈસો શું તમે, કબર માં લઇ જશો?

 રૂપિયા તો બહુ કમાય છે પણ તે ક્યા વપરાય છે, 

ઘરનાં પ્રસંગો  માટે પણ હવે રજા ક્યા લેવાય છે,

વ્યવહારમાં ક્યાં રહેવાય છે?તહેવાર ક્યાં ઉજવાય છે?

તહેવાર અને વ્યવહારમાં હવે તો બસ રૂપિયા દેખાય છે

રવિવાર પણ હવે તો  દોસ્ત ધંધામાં જ જાય છે

દોસ્ત સાથે હવે ક્યા રવિવાર  ઉજવાય છે? 

મિત્રોતો છે ઘણા,પણ તેમને ક્યા મળાય છે,

મિત્રોના ઘરે પણ હવે કારણ વગર ક્યા જવાય છે?

સમય નથી તમારી પાસે,સમય નથી  પોતાને માટે,

સમય જ્યારે મળશે,સમય ત્યારે ઉપર જવાનો થશે,

 માન હવે ઓ દિલ, જીવીલે તું જીદગી,ક્યારેક પોતાને માટે,

માનવ જન્મ મળ્યો છે,તો આંનદ પણ ક્યારેક કરી લઇએ   

  ભરત સુચક

સવાર મારી તારા સ્મિત ની સાથ હોય,

સવાર મારી તારા સ્મિત ની સાથ હોય,

રાત મારી તારા ચુબનની સાથ હોય,
સુખમા મારા તુ હમેશ મારી સાથ હોય ,

દુખમા મારા પણ તુ મારી સાથ હોય ,
તારોને મારો સાથ પ્રિયે સુખદુખમા એક સમાન હોય,

સવારની મારી ચા તારી સાથ હોય,

રાતના ભોજનમા પણ તુ મારી સાથ હોય,
દિવાળી મા તુ હમેશ મારી સાથ હોય ,

દરેક હોળીમા પણ તુ મારી સાથ હોય,
તારોને મારો સાથ પ્રિયે જીવન એક ઉત્સવ સમાન હોય,

 દિવસની શરુઆત મારી તારી સાથ હોય,

રાત્રે પણ તારોને મારો સગાથ હોય,
જવાનીમા પણ તુ મારી સાથ હોય,

બુઠાપા મા પણ તારોને મારો સગાથ હોય,
તારોને મારો સાથ પ્રિયે જન્મોજનમમા એક સમાન હોય 

ભરત સુચક

મહાત્મા મનમોહન

મજબૂરો ના છે સરદાર ,
કે મજબૂર છે આ સરદાર ,
હતા એક મજબૂર મહાત્મા ,
કે હતી મજબૂર સરકાર ,
એક પલડે નહેરુજી બીજે
વલ્લભ પટેલ ” સરદાર ” ,
જનતા પણ મજબૂર હતી,
ને હતી મજબૂર સરકાર ,
મજબૂરી નું માનસ “ઘાયલ”
મજબૂરો ની ભરમાર ,
છે ઈતિહાસ આ મજબૂરો નો,
ને હતી મજબૂર સરકાર ,
દેશ હિત પહેલા કે પહેલા
અંગત સંબંધ ‘ઘાયલ” ,
લોકો વડે , લોકો માટે ,
લોકો થકી ની દરકાર ,
જનતા પણ મજબૂર થશે જો
દેશ નો મુખિયા મજબૂર ,
પતન દેશ નું હાથ વગુ હશે
જેની મજબૂર સરકાર ,
કાં જાગે આ દેશ ની જનતા
કાં જાગો તમે “”રસિયા “”,
એકતારો લઇ “ઘાયલ” ફરતો ,
શું છે મજબૂર સરકાર.
અમિત પંડ્યા””ઘાયલ બીજો””.

જરા નજરથી પીવડાવી દે, નજરના જામનો પ્યાલો,

જરા નજરથી પીવડાવી દે, નજરના જામનો પ્યાલો,
હવે તો જામના પ્યાલાથી, અમને ક્યા નસો ચડે છે,

તમારી વાળની આ લટ,તમારી આખો પર પડે છે,
તમારી વાળની આ લટ,અમારી આખોમાં ખટકે છે,

તમારા હોઠ ગુલાબી છે, તમારા હોઠોના અમે સરાબી છે,
સરાબ પિતા નથી અમે કદી,પણ હોઠોના પાન કરવા છે,

તમારી જબાન છે બહુ મીઠી, જબાન પર લગામ લગાવો ને,
અમે મીઠું ખાય નથી સકતા,અમને મધુપ્રમય સતાવે છે

તમારી ચાલ છે બહુ ચચળ, કમર થોડી હલાવોને,
તમારી ચાલ જોઈને, બિચારું હરણ બહુ સરમાય છે,

અમે જો આવીએ તારા દિલમાં, ના નીકળીએ કેમે કરીને,
તમે જો આવો મારા દિલમાં,અમે બહુ પ્રેમ થી રાખીએ,

ભરત સુચક

મારું દિલ એવું તે કેવું

મારું દિલ એવું તે કેવું

કોઈના પ્રેમમાં પડ્યું કેવું

જેના સપના જોવે એશીનેવું

તેજ તોડે મારું દિલ તે કેવું

-ભરત સુચક

આંખો આંખો માં અમે હોશ ખોયા છે

આંખો આંખો માં અમે હોશ ખોયા છે

દિલ બેચેન છે જ્યારથી તમને જોયા છે

કપાળ પર વારમવાર મસ્ત લટ પડે છે

એ સાથે હોય ત્યારે મારો વટ પડે છે

જો એ હસે તો ગાલો પર ખાડો પડે છે

મારા જેવા ભોળા અહી ઘણા પડે છે

હોઠો પર એમના ગુલાબી લાલી છે

ગુલાબી હોઠોને ચુમાંવાનું મન કરે છે

દાત એમના જાણે મોતીની માળા છે

એજ હમેશા અમારી સાથે ચેનચાળા કરે છે

એની ચાલની સામે હરણની ચાલ પાણીભરે છે

એના રૂપની સામે અમને ચાંદ કદરુપો લાગે છે

દિલ જાગતાય તેમના સપના જોવે છે

બધ આંખે પણ આજે એ અમને દેખાય છે

ભરત સુચક

દોડાદોડ

કાગડાની કાકા અને કૂકડાની કુકડે કુક

ઉડ્યા સુરજના છાટા અને સૌએ કરી દોડાદોડ

પેપરવાળાની પેપર પહોચાડવા કરી દોડાદોડ

દૂધવાળા એ દૂધ પહોચાડવા માડી દોડાદોડ

કડીયાઓ એ કામ શોધવા આદરી દોડાદોડ

નોકરીયાતે નોકરીએ પહોચવા આદરી દોડાદોડ

દુકાનદારેતો દુકાનને પહોચવા આદરી દોડાદોડ

પાપીઓએ પાપ ધોવા મંદિરે આદરી દોડાદોડ

નવારાઓએ શરીર વધારી અમથી કરી દોડાદોડ

પ્રભુએ આપી પેટ કરાવી સૌને દોડાદોડ.

ભરત સુચક

પડ પડ પડ ક્યાય પણ પડ બસ પ્રેમમાં ના પડ

પડ પડ ક્યાય પણ પડ બસ પ્રેમમાં ના પડ

જડ જડ છે આ દુનિયા દિલને ઘાયલ નાં કર

તડ તડ પડશે દિલમાં તડ બસ પ્રેમમાં નાં પડ

પળ પળ ખુબ કીમતી છે આ પળ,તેને પ્રેમમાં ના વેડફ

બળ બળ હોય કેટલુંય બળ તો પણ પ્રેમમાં નાં પડ

કહ્યું હતું પ્રેમમાં નાં પડ તોયે કરી તે ખુબ ચડપડ

બસ હવે તો આખી જીદગી રડ રડ રડ રડ રડ

ભરત સુચક

માનો પોલીસને મિત્ર ભાગ- ર

વાહનચોરી અટકાવવા વાહનમાલિકોએ ઘ્યાન પર લેવાની તકેદારીરૂપ બાબતો
• વાહનના પાર્કિંગ માટેની નિયત જગ્યામાં જ પાર્ક કરો.
• ૯૦ ટકા વાહનચોરી લોક કર્યાં વિનાનાં વાહનોની જ થાય છે. વાહનચોરી અટકાવવા માટે વાહનનું લોક કરવું તે અતિઆવશ્યક છે. વાહનને પાર્ક કરતી વખતે હંમેશા તેને લોક કરો. તેમ જ લોક થયાની ખાતરી કર્યા બાદજ આગળ વધો.
• વાહન નો પાર્કિંગ ઝોન, રોડ પર અડચણરૂપ રીતે. કે છૂટુંછવાયું ક્યારેય પાર્ક ન કરો.
• રાત્રીના સમયે પોતાનું વાહન કમ્પાઉન્ડ વોલ કે પાર્કિંગમાં મૂકી વાહનને લોક કરવા ઉપરાંત કમ્પાઉન્ડ વોલનો દરવાજો પણ લોક કરવાનો આગ્રહ રાખો.
• ટુ વ્હિલરમાં સ્ટિયરિંગ અને ઇગ્નિશન લોક ઉપરાંત ચેઈન લોક પણ લગાવી શકાય છે. જે વધારાની તકેદારી લેવામાં સંકોચ ન અનુભવો.
• વાહનચોરો વાહનની ચોરી કરી તત્કાલ નંબર પ્લેટ બદલે છે અને કેટલાક કિસ્સામાં વાહન છૂટું પાડી વેચે છે અથવા બોગસ રજિસ્ટ્રેશનના કાગળો બનાવી વેચે છે. ચોરી કરેલ વાહનનો અહીં જણાવેલ રીતે સરળતાથી નિકાલ ન થાય તે માટે આપના વાહનનો રજિસ્ટ્રેશન નંબર તેના સ્ટિયરિંગ, વાહનની રિંગો, ચેસીસ, એન્જિન વગેરે પર એમ્બ્રોસ કરાવો.
• આપની કારમાં કે ટુ વ્હિલરની ડેકીમાં રોકડ નાણાં કે કીમતી દસ્તાવેજો, લાઇસન્સવાળું હથિયાર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે છોડીને ન જાઓ.
• હાલમાં ન.ચક (વાહનનું લોકેશન દર્શાવતા) ઉપકરણો અને રિમોટ કન્ટ્રોલ/કોકથી વાહનના ઇગ્નિશન બંધ કરી શકાય તેમ જ વાહનને ચાવી વિના ચાલુ કરવામાં આવે તો વાહનમાલિકને વાહન શરૂ થયાની જાણ થાય તે પ્રકારના અદ્યતન સિક્યોરિટી ડિવાઇસ બજારમાં ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરવો.
• વીમો ઉતરાવ્યા વિના વાહનનો ક્યારેય ઉપયોગ ન કરો. વીમાની મુદ્દત પૂરી થતાં પહેલાં બિનચૂક પ્રીમિયમ ભરો.
• જૂનું વાહન ખરીદતાં પહેલાં તેની માલિકીના દસ્તાવેજની સંપૂર્ણ ખરાઈ કરો
સ્ત્રીઓમાટેસલામતીનાંસૂચનો
જાગૃતિ
• સ્ત્રીઓએ આસપાસનું વાતાવરણ અને જ્યાં જવાનાં હોય ત્યાંની જગ્યા અને ત્યાં કોઈની મદદ મળશે કે નહીં તે જાણવું જોઈએ અને નીચેના ત્રણ મોટામાં મોટાં જોખમી પરિબળો ઘ્યાનમાં રાખવાં જોઈએ.
• એકલતાની જગ્યા કે અંધારાની અથવા બંને
• બહાર નીકળવાના રસ્તા
• અજાણી જગ્યા કે જ્યાં કોઈની મદદ ના મળી શકે ત્‍યાં સિસોટી કે સ્વબચાવ માટે એલાર્મ સાથે રાખો.
• તમે તમારી કીચેઇનમાં સિસોટી લગાવી રાખો જે તમને અણધારી એકલ જગ્યાએ કામ આવશે. આ વગાડવાથી લોકોનું ઘ્યાન ખેંચાશે
• એકલવાયી જગ્‍યાએ વધુ સમય રોકાવવુ નહી
ઘ્યાનરાખો
• ખુલ્લી ઠંડા પીણાની બોટલ કે વસ્તુ કોઈ પણ પાસેથી ક્યારેય ન સ્વીકારો. પોતે જ બોટલ ખોલવાનો આગ્રહ રાખો.
• પ્રસંગ કે પાર્ટીમાં તમને જો ખાતરી ના હોય તો તમે જાતે નવું પીણું લઈ લો.
• પ્રસંગ કે પાર્ટીમાં અજાણ્‍યા ઇસમ પાસેથી કોઇપણ ખાધ્‍ય વસ્‍તુ લેવી નહી કે પીણુ પીવુ નહી.
• અજાણી જગ્યાએ કાળજી લઇ વાહનમાં મુસાફરી કરવી
વ્યક્તિગત તકેદારીનાં પગલાં
• હંમેશા થોભો અને જોખમ વિશે વિચારો.
• દરવાજો ખોલતાં પહેલાં મુલાકાતીને ઓળખો.
• નાનાં બાળકોને મુલાકાતી માટે દરવાજો ખોલવાનું કદી ના કહો.
• સેલ્સમેન પાસે હંમેશા ઓળખપત્ર માગો.
• રાત્રે એકલા ચાલવા જવાનું ટાળો.
• નિર્જન જગ્યાએ ચાલવા જવાનું ટાળો.
ઘરની સુરક્ષા અને સાવધાની માટેનાં પગલાં (Home Safety)
• ઘરના મુખ્ય દરવાજા અને પાછળના દરવાજા તેમ જ બારી અને તેની ગ્રિલો અતિ મજબૂત બનાવવાનો અને અંદરથી ફિટ કરવાનો આગ્રહ રાખો. ગ્રિલ, બારીબારણામાં મજબૂત સ્ક્રૂનો ઉપયોગ કરો.
• મકાનમાં સરળતાથી પહેલા માળે કે ગેલેરીમાં ચઢી ન શકાય તે માટે જરૂરી ગ્રિલ કે અવરોધો બનાવો. મકાન નજીક વૃક્ષ કે ઇલેક્ટ્રિક તેમ જ ટેલિફોનના થાંભલા ઉપરથી ઘરમાં પ્રવેશ શક્ય હોય તો ધાબાના દરવાજા સહિત જ્યાં જરૂર જણાય ત્યાં ગ્રિલ બનાવી જરૂરી તકેદારી લો.
• ઘરના મુખ્ય દરવાજા ઉપરાંત જાળીવાળો દરવાજો પણ અચૂક બનાવો જેથી અજાણ્યા મુલાકાતીને ઘરમાં પ્રવેશ આપતાં પહેલાં ઓળખાણ કે ઓળખની ખરાઈ થઈ શકે.
• ઘરમાં મુખ્ય દરવાજામાં આઇગ્લાસ, ડોરચેઇન ઉપરાંત શક્ય હોય તો વીડિયોડોર ફોન અને બહુમાળી મકાનમાં સિક્યોરિટી વ્યવસ્થા સાથે ઇન્ટરકોમની વ્યવસ્થા પણ રાખો. તાળાં ઊંચી ગુણવત્તાનાં અને મજબૂત પ્રકારનાં જ પસંદ કરો.
• ઘરના મુખ્ય દરવાજા અને રસોડાના/પાછળના દરવાજામાં બહારથી તાળાં ઉપરાંત ઇન્ટર્નલ લોક પણ રાખો. અહીં બારીબારણાંના નકૂચા સ્ક્રૂથી નહીં પણ નટ-બોલ્ટથી ફિટ કરાવો.
• દરેક એપાર્ટમેન્ટ, સોસાયટી તેમ જ બંગલાના આયોજનના તબક્કેથી જ સિક્યોરિટી હેતુથી અદ્યતન આયોજન કરો. મકાનની સલામતી માટે ઉપલબ્ધ મેગ્નેટિક સેન્સર, સ્મોક સેન્સર, અપપ્રવેશની કોશિશ કે અપપ્રવેશ રોકતાં એલાર્મ બંધ ઘરમાં પ્રવેશતાં માલિક-પોલીસ સહિત અમુક વ્યક્તિને જાણ કરતી સર્કિટ/ડિવાઇઝ વગેરે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરો.
• દરેક સોસાયટી અને એપાર્ટમેન્ટ તેમ જ ઓફિસ કોમ્પ્લેક્સ અને ગોડાઉન વિસ્તારમાં શિફટમાં વોચમેન રાખો. બહારથી આવતા મુલાકાતી માટે વિઝિટર્સ બુક રાખો. તેઓના વાહનના નંબર લખવાની પ્રથા અપનાવો.
• ઘરમાં નોકર રાખતાં પહેલાં તેની સાચી ઓળખ નક્કી કરો. તેના ફોટા સાથેનો રેકર્ડ (સંપૂર્ણ વિગત) અને તેની ભલામણ કરનારનું નામ વગેરે નોંધી રાખવું. તેના સંપર્કની વિગત પણ નોંધી રાખો. જરૂર જણાયેથી તેનું પોલીસ સ્ટેશન મારફત ચારિત્ર વેરિફિકેશન કરાવવું.
• ઘરમાં રિપેરિંગ (લાઇટ ફિટિંગ,પ્લમ્બિંગ વગેરે) જાણીતા માણસો/એજન્સી પાસે જ કરાવો. ઘરમાં રિપેરિંગ ચાલુ હોય ત્યારે ઘરની એક વ્યક્તિ કે નોકર હાજર રહો. ચેનલ/કેબલ, ઇન્ટરનેટ પ્રોવાઇડર, મોબાઇલ ફોન સેવા પૂરી પાડનાર, સેલ્સમેન, ફેરિયા વગેરેને ઘરમાં પ્રવેશ ન આપો. તેની ઓળખની ખાતરી કર્યા બાદ જ તેની સાથે વ્યવહાર કરો.
• મકાનના કમ્પાઉન્ડ અને સ્ટેરકેસમાં રાત્રી દરમ્યાન લાઇટની વ્યવસ્થા કરો. રાત્રે દૈનિકક્રિયા માટે જ્યારે પણ જાગવાનું થાય ત્યારે મકાન આસપાસ નજર કરવાની ટેવ પાડો.
• ઘરફોડ ચોરી કે લૂંટફાટ કરનાર ઘરમાં પ્રવેશની પહેલા કે પ્રવેશની સાથે ટેલિફોન તાર કાપી નાખવાની ટેવ ધરાવતા હોય છે. આપનો મોબાઇલ ફોન સૂવાની જગ્યાએ સાથે રાખો અને પોલીસ હેલ્પલાઈન (સ્થાનિક પોલીસ સ્ટેશન તેમ જ જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમના નંબર અવશ્ય રાખો. મુશ્કેલીના સમયે મદદ માટે સંકલન કરે તેવા મિત્રોની મદદ પણ લો. પરસ્પર મદદ માટે આપ પૂર્વ નિર્ધારિત સમયે મિત્ર સાથે રિહર્સલ પણ કરી શકો છો.
• ઘરના મહત્ત્વના કારોબાર તેમ જ કીમતી દાગીના વગેરે અંગે તેમ જ બહાર રહેતાં સગાં-સંબંધી અંગે અજાણ્યા માણસો સામે રૂબરૂમાં ચર્ચા ટાળો.
• મકાનની ચાવી મકાન બંધ કરતી વખતે મકાન આસપાસ છુપાવવાનું ટાળો. તેમ જ મકાનની ચાવી ભરોસાપાત્ર પાડોશી સિવાય અન્યને ક્યારેય ન આપો. ઘરના નોકરોના હાથમાં ચાવી આવે તે રીતે ચાવીઓ ન રાખો. જ્યારે ઘર બંધ કરીને બહાર જવાનું થાય ત્યારે પાડોશીને તકેદારી લેવા જાણ કરો.
• પાડોશી સાથેના સંબંધો સારા રાખો અને મિલકત સંબંધિત ગુના સંબંધે પરસ્પરની તકેદારી લેવાના સંબંધો રાખો.
• ઘરના સભ્યોને ઘર બહાર જવાનો સમય અલગ અલગ હોય અને વચ્ચે ઘર બંધ રહેતું હોય તો દરેક સભ્ય પાસે ચાવીનો અલગ સેટ રાખો. ચાવી અડોશપડોશમાં આપવાનું ટાળો. જો પ્રસંગોપાત્ત ચાવી આસપાસમાં આપવાનું થતું હોય કે નોકરોના હાથમાં ચાવી જતી હોય તો તાળાં અવારનવાર બદલતા રહો.
• કીમતી દાગીના-રોકડ વગેરે સુરક્ષિત રાખવા ઘરમાં મજબૂત કબાટ/સેફ રાખો, જેની ચાવી ક્યાંય આસપાસમાં કે ટીવી કેબિનેટ-ફોન નીચે છુપાવવાની ટેવ ન રાખો. શક્ય હોય ત્યાં સુધી દાગીના-રોકડ બેન્ક લોકર/બેન્કમાં જમા રાખો.
• સોસાયટીના આંતરિક રોડ પર સોસાયટી પ્રમુખ કે સિક્યોરિટીના માણસો મારફત ફેરિયાઓનો પ્રવેશ રોકી શકાય છે. આપની સોસાયટી અને એપાર્ટમેન્ટમાં જેના ચારિત્ર અંગે ખરાઈ કરેલ છે તેવા જ સ્વીપર, ધોબી, શાકભાજીવાળા, છાપાવાળા અને અન્ય ફેરિયાને પ્રવેશ આપો. ગેસ રિપેર કરનાર, પ્લમ્બર અને અન્ય રિપેરિંગ કરનાર પણ માન્ય અને જાણીતી વ્યક્તિઓ પાસે જ કામ કરાવો. આવા તમામનાં નામ-સરનામાં અને ફોનથી વાકેફ રહો.
• અનાથાશ્રમ, ઘરેણાં ધોઈ સાફ કરી આપનાર, સેલ્સમેન, બાળભિખારી વગેરે ઓળખ સાથે બપોરના કે એકાંતના સમયે આવનારથી ખાસ ચેતતા રહો. એકલી મહિલા કે વૃદ્વ સાથે તેઓ દ્વારા છેતરપિંડી કે ગુનો કરવાની શક્યતા હંમેશા ઘ્યાન પર લો.
• બાળકોના મિત્રો, શાળા/સ્કૂલનાં વાહનો તેમ જ અગત્યના અન્ય સંપર્કોની વિગત હાથવગી રાખો.
• આપનું મકાન વિકાસ પામી રહેલા વિસ્તારમાં આવેલું હોય, આપના મકાન પાસે કોઈ ખાલી પ્લોટ હોય કે મકાન છેવાડાના વિસ્તારમાં આવ્યું હોય તો તે જગ્યાએ મિલકત વિરુદ્ધના ગુના થવાની વિશેષ શક્યતા છે. આવા વિસ્તારમાં દિવસ દરમ્યાન મજૂરો, ભિખારી, સાધુબાવા વગેરેના સ્વાંગમાં ફરતા અજાણ્યા માણસો ઉપર ખાસ નજર રાખો. તેમ જ જ્યારે આપનું ઘર બંધ રહેનાર હોય તે વખતે ખાસ તકેદારી રાખો, જેમાં બિનજરૂરી રીતે કીમતી જણસ બંધ ઘરમાં ન રાખો અને પાડોશી તેમ જ સ્થાનિક પોલીસ સ્ટેશનને આપનું ઘર બંધ રહેવા અંગે ખાસ જાણ કરો.
• આપ ઘરમાં એકલા હોય ત્યારે આપને બેઘ્યાન બનાવવા અને ટેન્શનમાં મૂકી ચીલઝડપ કે ચોરી/ગુનો કરવાના આશયથી ગુનેગારો અકસ્માત અથવા તુરંત ઘર બહાર નીકળેલ સગાંસંબંધી તકલીફમાં છે તેવી માહિતી આપી બહાર બોલાવે છે, અકસ્માતમાં કોઈ સગાંવહાલાંને પૈસાની જરૂર છે વગેરે ખોટા સમાચાર આપે છે. જ્યારે પણ અજાણી વ્યક્તિ દ્વારા આવા સમાચાર મળે ત્યારે સ્વસ્થતાથી સાંભળી યોગ્ય પ્રતિભાવ આપો અને પાડોશી તેમ જ પોલીસની મદદ લો.
• આપના રહેઠાણ બહાર રોડ પર કે ગલ્લા વગેરે પર ટપોરી એકઠા થતા હોય તો પોલીસના ઘ્યાન પર મૂકો. તેઓની ત્રાસદાયક વર્તણૂકથી છુટકારો મેળવવા હંમેશા પોલીસની મદદ લો.
• આપે આપની મિલકતની ચોરી/લૂંટફાટ કરનાર સામે વાજબી પ્રતિકાર કરી તે ઘટના રોકવા વાજબી બળ વાપરવાનો આપને અધિકાર છે. આવા પ્રસંગે આમ કરતાં પહેલાં તક મળે તો પોલીસ અને અન્ય મિત્રોની મદદ લેવાનો પ્રયાસ કરો.
જ્યારે પણ મિલકત વિરુદ્ધના ગુના માટે ગુનેગાર નજરે પડે ત્યારે પ્રથમ પોતે અને આસપાસના રહીશો સતર્ક થઈ તત્કાલ પોલીસને જાણ કરો અને ગુનેગારને પડકારવાને બદલે તેની હરકત પર નજર રાખી પોલીસની મદદ માટે સ્થાનિક પોલીસ સ્ટેશન ઉપરાંત જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ પર જાણ કરો.

સલામતી માટે જરૂરી
વાહનની યાંત્રિક ખામીઓ (બ્રેક ખરાબ હોવી, હેડ લાઇટ ખરાબ હોવી, તીવ્ર પ્રકાશવાળી લાઇટ હોવી, વાહનમાં એન્જિન કે અન્ય ભાગમાં ડ્રાઇવરના જજમેન્ટને થાપ આપે તેવી ખામી હોવી), રોડની ખામીઓ (સાંકડા અને ખરાબ રોડ, સાઇડ શોલ્ડરમાં ખામી હોવી, અવરોધરૂપ વૃક્ષો હોવાં, ખરાબ વળાંકવાળા રસ્તા હોવા, શેડ ડિઝાઇનમાં ખામી હોવી, શેડ સાઇન અને રિફલેક્ટર ન હોવા) અને વાહનચાલક કે રોડ વપરાશ કરનારની વ્યક્તિગત ભૂલો (નશો કરેલી સ્થિતિમાં વાહન ચલાવવું, દૃષ્ટિની ખામી હોવી, ટ્રાફિક નિયમો અને સૂચનાનું ઉલ્લંઘન કરવું, બેઘ્યાન કે બેફામ રીતે વાહન ચલાવવું, રાહદારીની ભૂલ) વગેરે એક કે વધુ પરિબળોના કારણે રોડ અકસ્માત બને છે. રોડ અકસ્માતમાં કોઈ એકની ભૂલના કારણે અનેક નિર્દોષ નાગરિકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભોગ બને છે. દર વર્ષે વિશ્વમાં આશરે માણસો રોડ અકસ્માતમાં પ્રાણ ગુમાવે છે. અને મોટી સંખ્યામાં ગંભીર કે સામાન્ય ઈજા પામવા સાથે અબજો રૂપિયાનું નુકસાન થાય છે. માત્ર ભારતમાં જ દર વર્ષે એક લાખથી વધારે લોકોને રોડ અકસ્માત નડે છે, જેમાં મૃત્યુ, ઈજા, વાહન સહિત અન્ય મિલકતને નુકસાન, ઈજાના કારણે ભવિષ્યવર્તી અસર અને સારવારખર્ચ વગેરે સાથે નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આશરે પપ,૦૦૦ કરોડ જેટલી સામાજિક કિંમત (સોશ્યિલ કોર્ટ) આપણે ચૂકવીએ છીએ. આ બાબત કોઈ મોટી માત્રામાં રાષ્ટ્રીય નુકસાન અને દુ:ખએ વાજબી છે ?
તમામ સ્તરે ઉપરોક્ત બાબતે ગંભીરતાથી વિચારણા સાથે થોડી જાગૃતિ દાખવી તકેદારી લેવામાં આવે તો રોડ અકસ્માતની માત્રામાં અસારધારણ ઘટાડા સાથે અનેકના પ્રાણ અને લાખોની વ્યથા/દુ:ખ ઘટાડી શકાય તેમ છે. આપ સૌને રોડ અકસ્માત ઘટાડવા નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવા, વ્યક્તિગત અને સામૂહિક તકેદારી લેવા આ બાબતે જનજાગૃતિના પ્રયાસો કરવા અનુરોધ છે.
ટ્રાફિક સંબંધિત કાયદાઓ અને નિયમો આપની રોડ સલામતીને કેન્દ્રસ્થાને રાખી આ વિષયના ગહન અઘ્યયન બાદ ઘડવામાં આવ્યા છે. તેની મૂળભૂત જાણકારી રાખો, તેનો હેતુ સમજો અને તેનું સંપૂર્ણપણે પાલન કરો.
આ નિયમો વિરુદ્ધ અવિચારી, મૂર્ખતાપૂર્ણ અને ખોટું જનમાનસ ઊભું કરી સસ્તી લોકપ્રિયતાના પ્રયાસ કરનારના પ્રભાવમાં આવ્યા વિના હંમેશાં રોડ સલામતી અને જાહેર વ્યવસ્થાની બાબતે જ પ્રાધાન્ય આપી સ્વભાવગત રીતે ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરો. ટ્રાફિક નિયમો સંબંધિત જનજાગૃતિ લાવવાના પોલીસ અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રયાસોની સરાહના કરી તેનો વ્યાપ વધારવા વ્યક્તિગત યોગદાન સાથે ઉત્સાહભેર ભાગ લેવા ભારપૂર્વક અનુરોધ છે.

દોસ્ત દોસ્ત મળે તો દોસ્ત ગલે મળી લઈએ

દોસ્ત દોસ્ત મળે તો દોસ્ત ગલે મળી લઈએ,
ઘણા સમયે મળ્યો છે તો સુખદુખ જાણી લઈએ,

ગમ હોય તારા દિલમાં,તો દોસ્ત દર્દ મને ઉપડે,
ખુશી ના માહોલમાં, તો દોસ્ત તું જ મને સાંભરે,

તારી જીતમાં મારી જીત, તારી હારમાં મારી હાર,
તારા માંટે તો દોસ્ત દુનિયા આખીથી લઉં હું વેર,

પ્રેમ વરસે તારો અનરાધાર,દિલને તારોજ આધાર,
તું મળેના કોઈક વાર,તો ફેલાય બધે જ અધાર,

તું મારા જીવનનો પ્રકાશ,તું ખુશી ભર્યો સહવાસ,
તું મારા હૈયાની હળવાશ,તું મારી આંખોની ભીનાશ,

તું ના હોય આસપાસ,તો દિલને તારો જ આભાસ,
દિલને તારી જ આશ,તું રહે હમેશા મારી જ પાસ,

હોય તું દુર કે પાસ,હમેશા મારા દિલમાં તારો વાસ,
તારા હોવાનો અહેસાસ, એજ મારા જીવનનો શ્વાસ,

તોડે દુનિયા જો વિશ્વાસ,તું આવી જાજે મારી પાસ,
પ્રેમ આપનો નિસ્વાર્થ,રાહ જોશે મારો અંતિમ શ્વાસ,

ભરત સુચક

પણ જુવાની છે જવાની

જુવાની છે સુહાની
છે તે ખુબ મજાની
જવાની છે દીવાની
ચમક તેની જોવાની

રાત તો છે સુવાની
જાગો તોય મજાની
સ્વપ્નની વાત સુહાની
મજા પડે જોવાની

દિવસની વાતઅનોખી
કહે સૌ નોખી નોખી
તમારી ને અમારી
વાત છે સૌથી નોખી

જુવાની ની કહાની
છે અલગ બધાની
વાત તેની કહેવાની
સાભળો સૌની જુબાની

શું વાત છે હોઠોની
શું વાત તે જુલ્ફોની
કે હરણ સી ચાલની
આયના ની જુબાની

જુવાની ચાર દિવસની
રોકયે તે નાં રુકવાની
જુવાની છે સુહાની
પણ જુવાની છે જવાની

ભરત સૂચક

દોસ્ત દોસ્ત મળે તો દોસ્ત ગલે મળી લઈએ

દોસ્ત દોસ્ત મળે તો દોસ્ત ગલે મળી લઈએ
કેમ છો?જેવો વાહિયાત સવાલ પૂછે જો દોસ્ત
તો દોસ્ત તેનો જવાબ શું દઈએ?
મજામા ના હોઈએ તોયે દોસ્ત શું મજામા કઈએ?
થોડું શું બનાવટી હાસ્ય દઈ દઈએ?
આજકાલ દેખાતો નથી?સામે જ હું ઉભો છુ તોયે દોસ્ત
આવો સવાલ પૂછે તો તેનો જવાબ શું દઈએ ?
(શું તેને કહીએ હું તો અહિયા જ છુ તારી આંખોની થોડી તપાસ કરી લઈએ)
મોબાઈલ નંબર માગે જો દોસ્ત શું મોબાઈલ નંબર પાછો દઈ દઈએ?
(શું તેને કહીએ કે મોબાઈલમાં તો છે જ નંબર ક્યારેક ફોન પણ કરીલે)
બનાવટી જીદગી નાં બનાવટી સવાલો ના બનાવટી જવાબ ક્યાં સુધી દઈએ?

ભરત સુચક

બોલો ગુજરાતી માં ,લખો ગુજરાતી માં ,વિચારો ગુજરાતીમાં,જુઓ સ્વપ્ના ગુજરાતીમાં

ના હલો(HELLO) ના હાય (HI) ,બોલો જય શ્રીકૃષ્ણ
ના ગુડમોર્નીગ(GOOD MORNING) નાં ગુડનાઇટ (GOOD NIGHT),બોલો જય શ્રીકૃષ્ણ
ના હાવ આર યુ(HOW ARE YOU)? કેમ છો ? જ કહોને
ના હવે બોલો ફાઈન(FINE) મજામાં છુ જ કહોને
ના ભાઈ ને કહો બાઈ(BYE) આવજો જ કહોને
ના જીવતી બા ને કહો ઈજીપ્તની, મમ્મી ,બા ને બાજ કહોને
નાં જીવતા પિતાને કહો ડેડ, પિતાજીને પિતાજી જ કહોને
ના માણસ ગાય જેટલો પવિત્ર છે તેને ન કહો ગાય(GYE),ગાય ને જ ગાય કહોને ,
અગેજો ગયાઅગ્રેજી છોડી, તમે ક્યાં જાવ છો ગુજરાતી છોડી
આપણી ભાષા ખુબ મીઠી, નાં કરો અગ્રેજી ને ભેળવીને કડવી
બોલો ગુજરાતી માં ,લખો ગુજરાતી માં ,
વિચારો ગુજરાતીમાં ,જુઓ સ્વપ્ના ગુજરાતીમાં
ભરત સુચક

મન રે તું ધીરજ ધર તું કોઈ નો મોહ ન કર

મન રે તું ધીરજ ધર તું કોઈ નો મોહ ન કર
મન છે ચચલ પણ તું ખુશી કે તું ગમ ન કર

મનને જે મોહે તેનો પણ તું કોઈ મોહ ન કર
મન સાથે જેનું મન મળે બીજાનો મોહ ન કર

મન રે તું મોન ધર આટલો બધો સોર ન કર
તકદીરમાં હસે તે મલસે,તું દોડ દોડ ન કર

મનમાં હસ કે રડ જાહેરમાં ખુશીકે શોક ન કર
બધ મુઠી લાખની મનની વાત તું જાહેર નકર

મન રે તું સાગર,મનમાં ભરતી ને ઓટ ન કર
તારામાં છે ધીરજ ના મોતી તેને કોલસો ન કર

મનને કોઈ શકે બાધી?આવી તું કોશિશ ન કર
મનને ન માર તું, મનનું સંભાળ,તે કહે તેમ કર

ચાંદ પર ન ફર,આભને આંબવાની કોશિશ ન કર
ખુશીમાં નહસ ગમમાં ન રડ મનને સ્થિતપ્રગ્ન કર

ભરત સુચક

તું

દિલ તારી યાદોથી ખુબ ઉભરાય છે

પછી ટપકે આસુ બની આખો માંથી

આંખ તારી તસવીર થી છલકાય છે

પછી તું દેખાય રોજ સપના માંથી

મનમાં તું વિચારોના તરગો લાવે છે

પછી સપનાં દેખાય ખુલીઆંખ માંથી

હોઠ પર તારું જ નામ આવી જાય છે

પછી તું દેખાય તારા આભાસ માંથી

ભરત સુચક

દોસ્ત દુશ્મન

દોસ્ત કોણ છે ? દુશ્મન કોણ છે ? તે ક્યા હવે સમજાય છે?

દુશ્મન નાકરે દોસ્ત કરી જાય છે ગમોનો ટોપલો દઈ જાય છે

કાંટાની વાત જવાદો હવે તો મને ગુલાબની એલરજી થાય છે

દોસ્તોની દોસ્તી જોઈ હવે તો દુશ્મનો પર પણ ભરોસો થાય છે

ભરત સુચક

મારું નામ થશે પ્રખ્યાત જરૂર એ મારા મરણ પછી

મારું નામ થશે પ્રખ્યાત જરૂર એ મારા મરણ પછી
મારા ખુબ વખાણ કરશે જેવો આજ મને વગોવે છે

કહે છે હાથી જીવે તો લાખનો,મરે તો સવા લાખનો
દુનિયા જીવતા ઓની કીમત શું હાથીની જેમ કરે છે?

તેઓ એ ઈસુને ખીલે ખીલે માર્યો ગાંધીને પણ માર્યો
શું મારીનેજ આ દુનિયા સૌને મહાન બનાવે છે?

જીવતો માણસ ડૂબે છે ને એક લાશ તરીને આવે છે
કુદરત પણ જુઓ અહી કેવળ મરેલાને જ તારે છે.

કદર શું કરસે મારા જીવનની ક્યારેય આ જગત
કે જ્યાંનાં લોકોતો કેવળ મરેલાને જ વખાણે છે.

નથી હું ‘સૈફ’ હું નથી ‘બેફામ’કે નથી હું ‘ઘાયલ’
મારી કીમતતો લોકો ‘શૂન્ય’ નીજ સમજે છે

ભરત સુચક

મુક્તક

મરું છુ તારા પર મરું છુ તારા પર એતો સહુ જાણે છે
પણ તે જીવવા નથી દીધો મને એ ક્યાં કોઈ જાણે છે
નાં હાથ આપી ને જીવનપર્યત તે મને ખુબ બાળ્યો છે
જીવનપર્યત બળેલાને મસાંણે લોકો શું પાછો બાળશે?
ભરત સુચક

મુક્તક

મારી પ્રતિષ્ઠા,મારી આબરુ ,મારી જાહોજલાલી
જોઈ મારા જીવન પર્યત તેઓ ખુબ બળ્યા
આજે મારી ચિતામાં બળતા ચંદન નાં લાકડા
જોઈ આજે આ મરણપ્રસગે પણ તેઓ બળ્યા

ભરત સુચક

બોલે તેના બોર વેંચાયઅને ન બોલ્યામાં નવ ગુણ તો હું શું કરું?

બોલે તેના બોર વેંચાય

અને ન બોલ્યામાં નવ ગુણ તો હું શું કરું?

દીકરી ને ગાય દોરે ત્યાં જાય

અને આજકાલ ફાવે ત્યાં જાય તો હું શું કરું?

ગાજ્યા મેઘ વરસે નહિ

પણ આજકાલ તો ગાજી ને જ વરસે છે ને ? તો હું શું કરું ?

ભસ્યા કૂતરા કરડે નહિ

પણ ક્યાં તેઓ પૂછીને કરડે છે તો હું શું કરું ?

પાપી પેટનો સવાલ છે

આ વાત પાપીઓ ના પેટની છે તો હું શું કરું?

અધૂરો ઘડો છલકાય ઘણો

પણ યાર આખો ઘડો છલકાય છે તો હું શું કરું ?

ચોરનો ભાઈ ઘંટીચોર

પણ ભાઈ બીજુએ કાઈ ચોરતો હસે તો હું શું કરું?

ડાહી સાસરે જાય઼ ને ગાંડી શિખામણ આપે

ભલે આપે તો યાર હું શું કરું? આપવા દોને

ખાલી ચણો વાગે ઘણો

ભરેલોય વાગે છે યાર તો હું શું કરું?

ધોબીનો કૂતરો નહીં ઘરનો, નહીં ઘાટનો

પણ યાર ગામ નો તો છે ને ? પણ તો યે હું શું કરું?

ભેંશ આગળ ભાગવત

પણ યાર ત્યાં શું કામ વાચો છો? તો હું શું કરું?

ખાડો ખોદે તે પડે

પણ યાર બીજાએ ખોદયો તોયે તું પડ્યોને ?તો હું શું કરું ?

જરા જોઈને ચાલ ને કઈ પણ બોલે છે ક્યારનો બકવાસ કરે છે

ભરત સુચક

આજે લોકલાડલી ગુજરાતી વેબસાઈટ( સભ્યો ધ્વારા ચલાવાતી વેબસાઈટ )નાં પહેલા જન્મદિવસની પૂર્વ સધ્યાએ બધા ગુજરાતીના સભ્યોનો ખુબજ આભાર કે જેમને

આજે લોકલાડલી ગુજરાતી વેબસાઈટ( સભ્યો ધ્વારા ચલાવાતી વેબસાઈટ )નાં પહેલા જન્મદિવસની પૂર્વ સધ્યાએ બધા ગુજરાતીના સભ્યોનો ખુબજ આભાર કે જેમને

 ૧)હમેશા અમને ગુજરાતી વેબસાઈટ ચલાવવામાં સહયોગ આપ્યો અને પોતાનાં મિત્રો ને ગુજરાતીમાં સભ્ય બનવા માટે આમત્રણ આપ્યા.

૨)જેમને અમારી ભૂલો બતાવી અને ગુજરાતી વેબસાઈટને એક સારી વેબસાઈટ બનાવવામાં અમારી મદદ કરી.

મને સાચી ટીકા કરનાર વધારે ગમે છે કારણકે આ વેબસાઇટની લોકપ્રિયતા વધી તેમા તેમનો ફાળો અમુલ્ય છે

૩)જેઓ આ વેબસાઈટ નાં સભ્યો બન્યા અને પોતાના વિચારો બ્લોગ પર અને ચર્ચામાં મુક્યા

૪)જેઓએ કોઇપણ જાતની ગેરવર્તણુંક કોઈ સભ્ય ધ્વારા થતી હોઈ તેની માહિતી અમને નીડર બનીને આપી . હું બધાજ સભ્યોને વિનતી કરુ છુ કે કોઈ સભ્ય ની વર્તણુક, રીતભાત, અયોગ્ય; શંકાસ્પદ્દ કે ઘ્રુણાસ્પદ્દ માલુમ પડે તો તેને ફરીયાદ કરવા આગળ આવે અને તેથી આપણા આ નેટવર્ક ની સ્વચ્છ છબી જળવાયેલી રહે

આજે બધા સભ્યોને હું વિનતી કરીસ કે તેઓ પોતાના મિત્રોને ૨-૩ વાર આમત્રણ આપે અને

ગુજરાતી વેબસાઇટ બનાવવાનો મુખ્ય હેતુ બધા ગુજરાતીઓને એક સાથે રાખવાનો છે.આ હેતુ માટે પોતાનો સહયોગ આપે

આવનારા સમયમાં નવી પેઢી આ ગજરાતી સંસ્કૃતિનો વારસો જાળવી રાખે તે માટે આપણે સાથે મળીને પ્રયત્ન કરીએ

 એવા અસખ્ય સભ્યો છે જેમની મદદથી ગુજરાતી વેબસાઈટ ને ખુબજ સફળતા મળી છે.તે સભ્યોના નામ અહી મુક્યા છે.

(અમારા ધ્યાન બહાર કોઇક નામ અહી મુકવાના રહી ગયા હોય તેઓ ના સહકાર અને માર્ગદર્શન માટે તેમનો પણ ખુબ ખુબ આભાર)

હું ધવલભાઈ નવનીતના નામ નો વિશષ ઉલેખ્ખ કરી કારણકે તેમનો પ્રેમાળ સ્વભાવ અને બધા સભ્યોને મદદ કરવાની ભાવના.અને આપના ગુજરાતી ઓટલા માટેનો પ્રેમ અને તેમને બનાવેલું હેલ્પ નામનું ગ્રુપ .તેમની પાસે થી હું પણ ઘણું શીખ્યો અને છતા પણ ક્યારેય તેમનામાં અભિમાન જેવી કોઈ વાત તેમના માં જોઈ નથી અને તેજ તેમને બીજા કરતા મહાન બનાવે છે

ધવલભાઈ નવનીત ,Jugalkishor, પ્રશાંતભાઈ શાહ,રજનીભાઈ(WildLife Lover~RAJANI TANK) ,ભુરીયો દ્વારકાવાળો “તોફાની” ,Dr. Kishorbhai Mohanbhai Patel ,Kantilal Karshala ,ભુપેન્દ્રસિંહ રતનસિંહજી રાઓલ,જયકાંત જાની (USA),અરવિદભાઈ પટેલ,મુકેશભાઈ ઠક્કર,Amritgiri Goswami,નીતાબેન કોટેચા,અનિલભાઈ ભટ્ટ ,મયુરભાઈ દવે,કમલભાઈ બારોટ.દિપાલી શાહ (લાડલી),દિલીપભાઈ ચેવલી,રતિલાલભાઈ રબારી,નિમિષા શર્મા,મિતલ પટેલ , તપન પટેલ-તમને મારી જિદગી માની! , Dilip Gajjar ,VKVora Atheist Rationalist ,Ramesh Patel(AKASHDEEP ) Raghuvir K. Mehta, Nishit Joshi , રાજ – તમારો મિત્ મૌસમી મકવાણા-‘સખી,’jaysukh parekh ‘suman’ ,Sagar Ramolia ,Paru Krishnakant ,sima dave ,Dr Bharat Makwana .NISHABEN PATEL,prapti vahia સતીષ રાઠોડ Ashish Joshi TRIVEDI AVDHUTA, Amritgiri Goswami ,shafali Rajul Shah Avani Pandit Harshad Raveshia P U Thakkar ,રામ ઠક્કર (‘પુષ્કર’ નખત્રાણવી) ,રામ ઠક્કર (‘પુષ્કર’ નખત્રાણવી) Kalrav Buch “જુલમી” amit g pandya .”” GHAYAL BIJO “” Mrs. Kamini Mehta, AvO!d L!Fe iT K!LL$ iN EnD ,અખિલ [ AKHIL sutaria ] ,Arvind Dharmendra Bhagat ,priya jain ,mauri shah, ŔŐMŶ PÁŤĔĹ,PRAGNESH GADARIA

આજે ૨૧૮૦૦ સભ્યો ગુજરાતીના છે અને તે ગુજરાતી વેબસાઈટ ચલાવે છે આવનારા સમયમાં નવી પેઢી આ ગુજરાતી સંસ્કૃતિનો વારસો જાળવી રાખે તે માટે બધાજ સભ્યો પ્રયત્ન કરે છે

ગુજરાતી વેબસાઈટ વિષે ના આજ સુધીના આકડા નીચે મુજબ છે

21891 members
10383 photos
1346 songs
579 videos
1032 discussions
29 Events
4509 blog posts

ગુજરાતીના ફેસબુકમાં ૮૮૦ followers છે

હું દરેક સભ્યોનો આ પ્રસગે ફરી એકવાર આભાર માનું છુ જેમને આ કાર્ય બદલ મને ખુબજ પ્રોત્સાહન આપ્યું છે અને કાન ખેંચીને ભૂલ પણ દેખાડી છે અને એ દરેક વખતે મને તો કંઈક ને કંઈક શીખવા મળ્યું છે.

જય હિન્દ

 જય જય ગરવી ગુજરાત

ભરત સુચક

(આપનો મિત્ર)

ભાગ્ય

મારું ભાગ્ય તને લખવા આપ્યું હતું પણ………

હવે મારું ભાગ્ય હું જ લખીશ મારી મહેનત થી .

-ભરત સુચક

દિલમાં દર્દ જેવું રહ્યા કરે

તને ના મળું તો દિલમાં દર્દ જેવું રહ્યા કરે,
ડોક્ટર ને કરી ફરિયાદ દિલમાં દર્દ જેવું રહ્યા કરે,
ડોક્ટર કરી સારવાર પણ દિલમાં દર્દ જેવું રહ્યા કરે,
લોહી ની કરી તપાસ તો લોહીમાં તારા પ્રેમ ના પ્રેમના કણ મળ્યા,
દિલના X-RAYની કરી તપાસ તો દિલમાં તારી છબી દેખાણી !!!!!!!!!!!!!

-ભરત સુચક

”ઈશ્વર ખોવાયો”

(‘સાગર’ભાઈ રામોલિયા અને ભરત મકવાણા ‘મીત્ર’ ના એક કાવ્ય ની પ્રેરણા લઈ ને)

ખુન ખરાબી અને કત્લેઆમ ઈશ્વર ખોવાયો,
અસત્ય અને બધે ભ્રષ્ટાચાર ઈશ્વર ખોવાયો
મુક્પ્રેશક બનીને કા જો ? ,હવે તો ન્યાય કર
નહીતો હશે જાહેરાત તારી અખબાર માં!!!! ”ઈશ્વર ખોવાયો”

-ભરત સુચક

મારું મારું શું કરે છે હે જીવ

મારું મારું શું કરે છે હે જીવ
અહી મારું શું અને તારું શું?

રૂપનું અભિમાન શું કરે છે હે જીવ
તારું રૂપતો છે અહી ઉડી જવાનું ………….મારું મારું શું કરે છે હે જીવ

કાલે જે હતું બીજાનું તે આજે છે તે તારું
આજે છે જે તારું કાલે તે બીજાનું થવાનું……………મારું મારું શું કરે છે હે જીવ

સ્વાર્થ નાં સબધ છે બધા હે જીવ
સ્વાર્થ વગર નથી કોઈ આવવાનું …………….મારું મારું શું કરે છે હે જીવ

જેને કહે છે તું તારા પોતાના હે જીવ
તે કોઈ તારી સાથે નથી આવવાનું …………..મારું મારું શું કરે છે હે જીવ

મોહમાહ્યા નાં બધન તોડ હે જીવ
તારે તો છે બધુજ ભૂલી જવાનું ……………..મારું મારું શું કરે છે હે જીવ

ખાલી હાથે આવ્યો તો હે જીવ
ખાલી હાથે તારે તો છે જવાનું ………………..મારું મારું શું કરે છે હે જીવ

ભરત સુચક

હું બાંગ્લાદેશી આવ્યો હિદુસ્તાન

હું બાંગ્લાદેશી આવ્યો હિદુસ્તાન
થોડા પૈસા આપી મે બનાવ્યું રેશનકાર્ડ

મત(વોટ) માટે અહી પાગલ નેતા
જોઈને બનાવ્યું મેં વોટીગકાર્ડ

ઝુંપડી તો બનાવી હતી મે
સરકારે આપ્યું મને પાકું મકાન

ભષ્ટનેતા ભષ્ટપ્રજા
થોડા પૈસા આપોતો વેચાઈ સૌનાં ઈમાન

હિન્દુસ્થાનમાં માન નહિ હિન્દુઓનું
મત માટે અહીના નેતા ગાઈ અમારા ગુણ ગાન

ભરત સૂચક

જીવન

જીવન છે ટ્રેનનો ડબ્બો,સાથી મળે રસ્તે રસ્તે,
કોઈ લાંબો સાથ દે,કોઈ છોડી અધવચ્ચે,

જે મળ્યું હતું મને ,તે તકદીર માં હતું મારા ,
જે ના મળ્યું મને ,તેને ભૂલીને જીવતો રહ્યો હું,

જીવનમાં મહોબત છે અને વફાદારી પણ છે ,
નથી તકદીરમાં મારા,આમાંની ક્યાં કોઈ વાત છે,

જીવન છે સુખ દુખનો ઓટલો.સુખ કે દુખ મળે સૌ ને,
ક્યારેક મળે દુખનો તડકો, ક્યારેક સુખ મળે કોઈક ને

ભરત સુચક

ઘર

ઘર મારું જોઇલો જાણે દરિયો
લાગણીની ભરતી અને નફરતની ઓટ છે
દિવાલોમાં મારા બચપનની નોટ છે
ઘરના ખુણે ખુણે મારી બાનો પ્રેમ છે
બહેનોના હાસ્યનો કેવો ખડખડાટ છે
બારી ખોલો તો યાદોનુ તોફાન છે
દિવાનખાનુ જાણે રમતનું મેદાન છે
ભાઇ સાથે કર્યા મે અહી કેટલા યુધ્ધો
શયનખડંમાં તો આરામ જ આરામ છે
જો સ્વર્ગ હોઇ દુનિયામાં તોતે મારુ ઘર છે

ભરત સુચક

સંગીત

અક્ષર અક્ષર ભેગા થસે તો કોઇ શબ્દ બનસે જરુર
શબ્દે શબ્દો ગોઠવીને મુકીસ તો પંક્તિ બનસે જરુર
પંક્તિ પંક્તિ ગોઠવીને ને હું ગીત બનાવીસ જરુર
ગીત મારુ બનેતો પ્રિયે છેડો તાલમા સંગીત મધુર

ભરત સુચક

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું
જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું
એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ
યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું

ભરત સુચક

હું ગુજરાતી, હું ગુજરાતી

હું ગુજરાતી, હું ગુજરાતી
મારી નાત ગુજરાતી,મારી જાત ગુજરાતી,
મારો ધર્મ ગુજરાતી,મારા સસ્કાર ગુજરાતી,
પુજા પાઠ મા હુ બ્રાહ્મણ જેવો,
વેપારમાં હું વાણિયા જેવો,
બળ અને બુધ્ધિમાં લુહાણા જેવો,
સાન મારી પટેલ જેવી,
અહિસામાં હું ગાધી જેવો,
ભક્તિમાં હું નરસિહ મહેતા જેવો,
તાકાત મારી સરદાર પટેલ જેવી,
વહીવટ મારો નરેન્દ્ર મોદી જેવો,
હું ગુજરાતી, હું ગુજરાતી
મારી નાત ગુજરાતી,મારી જાત ગુજરાતી,
મારો ધર્મ ગુજરાતી,મારા સસ્કાર ગુજરાતી,

ભરત સુચક

દિકરા હાલોરે હવે, ડોલરીયા નહી રે મળે

દિકરા હાલોરે હવે, ડોલરીયા નહી રે મળે
અમેરીકાના વળતા છે પાણી
કરશે જીવન ઘુળ ઘાણી
દિકરા હાલોરે હવે, ડોલરીયા નહી રે મળે

ઘી મે ઘી મે જોબ કેરા કલાકો કપાણા
લાખો લોકોને જોબમા લે- ઓફ અપાંણા
મ્ંદી એ કર્યા રે બેકાર, માથે દેવા કેરો ભાર
દિકરા હાલોરે હવે, ડોલરીયા નહી રે મળે

ઓબામા ક્યારે કાયદા સુઘારે
કોણ જાણૅ ક્યારે જોબ તક વઘારે
જીવ ભલે રે બળે, અહીં રહે કાઇ નહી વળે
દિકરા હાલોરે હવે, ડોલરીયા નહી રે મળે

– જયકાંત જાની (USA)

અમેરીકા ન આવતો કાના

અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના
અહી બાવન સ્ટેટ પણ તારા માટે સ્ટેટ્સ વીનાના
વેઘર અહીના વ્ંઠીલા કાના તારે ગોકુળ વ્રુન્દાવન મજા
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

વેરણ થઇ ગઇ જ્યા નીંદરૂ અમારી
કાના તને કોણ અહી ઝુલાવી ને સુવડાવે
અભક્ષ ભોજન કરતા હોઇ જ્યા અમે
કાના તને કોણ માખણ મિસરી ખવડાવે
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

રાસ લીલાની રમઝટ માટે અહી નહી મળે બ્રીજબાલા
ડીસ્કો દાંડીયા લેવા પડશે તારે ગોવિંદા આલા
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

હાઇ-વે પર ગાડી ચલાવવા લેવી પડ્શે પરમીટ્
પોલીસ ક્લીઅરન્સ ગોકુળ થી લાવી આપવી પડશે ક્લીન ચીટ
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

ટ્રાફીક રુલ્સનો ભંગ કરીશતો ભરવા પડ્શે તારે દ્ંડ
ડગલે પગલે તને હડ્ઘુત કરિને તોડશે તારો ઘ્ંમ્ંડ્
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

મોરલી તારી ંમેડેમુકીને શીખવા પડશે રેપ સ્ંગીત
ગોકુળીયા ગીતોને સાવ ભુલીને ગાવા પડશે ઇગ્લીશ ગીત
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

– જયકાંત જાની (USA)

ગુજરાતી માંથી

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે
રાખનાં રમકડાં, રમકડાં …

એઈ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી
તનડા ને મનડાની વાતો આવી એવી ગઈ
રાખનાં રમકડાં, રમકડાં …

-અવિનાશ વ્યાસ

સમય નથી

ઇશ્વર ક્રુપાળુ છે લોકો માટે, પણ ઇશ્વર માટે સમય નથી
આ ર્ંગ બદલતી કુદરત ને, નિહાળવા માટે પણ સમય નથી

હરિ હોવાનો અહેસાસ છે, પણ હરિ ઓમ માટે સમય નથી
બધા સ્ંતો છે નજર સામે, પણ સત્સંગ માટે સમય નથી

અન્યના દોષો દેખાશે, પણ અંતર ઝાંખી માટે સમય નથી
ઘર્મની શુ વાત કરવી,માનવ ઘર્મ નિભાવવા નો સમય નથી

ઇશ્વરમા છે શ્રઘા ઘણીય , પણ પાર્થના માટે સમય નથી
જીવન છે સ્ંકટો થી ભરેલુ, પણ સ્ંકટ મોચન માટે સમય નથી

પેટીયુ રળવા મા એવા રચ્યા કે સગા વ્હાલામાટે સમય નથી
મા અને બાપ ની શુ કદર કરે જ્યા ઇશ્વર ક્રુપાની કદર નથી

તમેજ કહો હે હરિ શુ થશે આ આયખાનુ
જીજીવિષા ઘણીય છે પણ જીવાડ્નાર જગદીશ માટે સમય નથી

ઘીર ક્યા ઘરે છે મન ક્યા ભુલે છે ભટકવાનુ
શ્વાસજ મોતની ચદર વણે છે પણ પ્રાણાયમ માટે સમય નથી

ભગવાન ખુદ કબુલે છે જન્મોજનમ મા બાપ નુ ઋણ ચ્કવી ન શકાય
જે માતા પિતા એ જ્ન્મ આપ્યો તેના ઘડ્પણ પાળવાનો સમય નથી

– જયકાંત જાની ( USA )

ગુજરાતી માંથી

પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે

પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની ગઠ બ્ંધનતા સાશક પક્ષ સાથ, નેતાને ઉજાણી રે.

સોનીયાએ ઉગાર્યો પક્ષ, ભાજપને માર્યો રે;
મનમોહનને આપ્યું રાજ, સ્ંઘને સવાર્યો રે.
પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

માએ રાહુલ ગાંઘી ને સતા, ફટા ફટ્ આપીરે;
દિકરાને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે.
પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

મન મોહને ઇટાલીયન બાઈનાં વિખ હળાહળ પીધાં રે;
કોગ્રેસના પૂર્યાં ચીર, પક્ષના કામ કીધાં રે.
પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

મોહને આગે પક્ષનાં કામ, પૂરણ કરિયાં રે;
ગુણ ગાય સોનિયા કર જોડ, પક્ષના દુ:ખ હરિયાં રે.
પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

જયકાંત જાની (USA )

ગુજરાતી માંથી

હેલે ચઢી તમારી યાદ – રમેશ પટેલ ‘આકાશદીપ’

હેલે ચઢી તમારી યાદ

સરોવરનાં નીર હેલે ચઢ્યાં ને ,
હેલે ચઢી તમારી યાદ
ઝરમર ઝરમર ઝીલ્યા મેહુલાને,
મનમાં ટહૂંક્યા તમારા સાદ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ

કલબલ કલબલ શોરમાં ઝૂલ્યા અમે
લઈ દિલડામાં વાસંતી ફાગ
રણક્યા તાલે મધુરા ઝાંઝર ને,
ઉરે છેડ્યા બંસરીના વ્હાલ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ

ચાંદલીયાના પાલવડે શરમાયા તારલીયા
ને તનમનમાં તરવરીયા તોફાન
સજી શણગાર હું ઝાંખું ઝરુખાએ
ટમટમે દિવડાઓ ચારે રે દ્વાર
કે સાજન મારા ,આજ હેલે ચઢી તમારી યાદ

રંગીલી રંગોળીથી શોભે આંગણિયાં ને,
મલકે મુખલડે મધુરી આશ
ગાશું રે ગીત હીંચીહીંચી ને
આભલે ઉડાડશું આજે ઉજાશ
કે સાજન મારા,આજ હેલે ચઢી તમારી યાદ

રમેશ પટેલ ‘આકાશદીપ’

કરોના, કેલિફોર્નીયા
વતન: મહીસા જિ. ખેડા

આ છે શેરબજારના શેર!! આ છે શેરબજારના શેર!!

આ છે શેરબજારના શેર!! આ છે શેરબજારના શેર!!

ઘરબાર વેચીને તમે ક્યારેય ન વસાવતા કોઇ શેર
જ્યારે કિમત ઘટે ત્યારે વસાવો તમે જે ગમેતે શેર
જ્યારે કિમત વધે ત્યારે વેચી નાખો જે હોય તે શેર
જો ચાલસો તેનાથી ઉલટા તો તુટી જસે તમારી કેડ…આ છે શેરબજારના શેર!!

તમે ગુમાવ્યા જો પૈસાતો શેર પરના રાખો કોઇ વેર
તમે શુ કરવા વસાવ્યા આટલા બધા શેર ના શેર
વિચારીને લો તમે શેર,પૈસાની રાખો તમે થોડી કેર
શેરબજારમા થઇ જસે તમારા શેરના ક્યારે સવા શેર…આ છે શેરબજારના શેર!!

કોઇ ન્યાલ થઇ જાય કોઇક વાર લઇ ને શેર ના શેર
કોઇ પાયમાલ થાય ક્યારેક લઇ ને કોઇ તોફાની શેર
દર વખતે મલસે પૈસા એવો નથી આ કોઇ સીધો ખેલ
આ તો છે તકદીરનો ખેલ,બિચારો શુ કરે કોઇ શેર…આ છે શેરબજારના શેર!!

કોઇકવાર મલે જો બોનસ એક શેર પર બીજો એક શેર
કોઇકવાર લાખના બાર હજાર કરે શેરબજારનો કોઇ શેર
ભાવ ઘટે તે પહેલા તમે વેચી નાખો શેરબજારમાં શેર
લે વેચ આવડે તો જ લેજો શેરબજારમાં ક્યારેક શેર…આ છે શેરબજારના શેર!!

ભરત સુચક

શુ વાત છે હિન્દુસ્તાનની!! શુ વાત છે હિન્દુસ્તાનની !!

શુ વાત છે હિન્દુસ્તાનની!! શુ વાત છે હિન્દુસ્તાનની !!

લાચ લેતા પકડાઇ ગયા તો લાચ આપી ને છુટી ગયા !!

ગુના કરતા પકડાઇ ગયા તો જામીન મેળવીને છુટી ગયા !!

પોલીશની કાર્યવાહી ચાલતી રહે એક તરફ !!

કોર્ટંમા તો કેસ ચાલતા ચાલતા રહે બીજી તરફ!!

ગુનાઓ તો ચાલ્યા કરે ચારે તરફ!!!!!!!!!!!!!!!!!!!!!!

શુ વાત છે હિન્દુસ્તાનની !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

ભરત સુચક

ગુજરાતી માંથી

ગીતા સુધા

bhagavadgita210x300ભગવાનના શ્રીમુખે સંસારના સર્વ સંશયો વિરમી જાય

એવી અલૌકિક દિવ્યવાણીની,સંસારને ભેટ ધરી ઋષિવર

શ્રીવેદવ્યાસજીએ.

ગુજરાતી સાહિત્યમાં કવન રુપે ‘ગીતા સુધા’ પ્રસાદી સૌ પામે ,માટે

ચીંતન, મનન અને અનેક મેઘાવી મહાનુભાવોના દર્શન ઝીલતાં

ઝીલતાં,ગીતા જયન્તી એ ,મા ગુર્જરીના ચરણોમાં પુષ્પ સમર્પિત

કરતાં અહોભાવથી વંદન.

ગીતા સુધા

અઢાર અક્ષૌહિણી સેનાના રક્તથી ભીંજાશે અવની અંગ
કેવો આ મહાસંગ્રામ પિતામહ ગુરુ સ્વજનોને સંગ
હે કેશવ! ન જોઈએ આ રાજ લઈ મહા હત્યાનું પાપ
ગાંડીવ સરે મમ કરથી નથી હૈયે યુધ્ધની હામ

ક્ષાત્ર ધનુર્ધર પાર્થ વદે વિષાદથી વિહ્વળ વાણી
યુધ્ધ અવસરે કાયર થઈ પૂછે , ઓ ચક્રપાણી!
રક્ત રંજિત યુધ્ધ ખેલી શાને કરવો મહા સંહાર
પાપ મોહ અહંકારથી કેમ મણવો વિજયશ્રીનો ઉપહાર

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે છે દિન માગસર સુદ એકાદશી
શ્રીકૃષ્ણ મુખે વહી દિવ્ય જ્ઞાન ગીતા અવિનાશિની
પ્રબોધ્યું દર્શન પાર્થને અઢાર અધ્યાયે સાતસો શ્લોકમાં
છેદ્યાં સંશય , ઉઘડ્યાં દ્વાર ભક્તિ કર્મ બ્રહ્મ યોગનાં

ધર્મ સંકટ નિહાળું હું , ન સમજાય વિધિની વક્રતા
મનમાં સંશય રમે આ જીવનની કેવી વિંટબણા
સમજ મારી દીઠી કુંઠિત, ભાવિના ભણકારા કરતા રુદન
સુખ દુઃખ જય પરાજયના પડઘા ભાસે ગુંજાવતા ગગન

શ્રી કૃષ્ણ વદે, સુણ અર્જુન સખા, ગીતા છે મમ હૃદય
સોંપી લગામ પ્રભુને હાથ આવી જા તું મમ શરણ
આત્માને અમર જાણ દેહની નશ્વરતાને પહેચાન
થાતું મુક્ત મોહ માયાથી લઈ ગીતાનું જ્ઞાન

સુણ પાર્થ, જીવન મરણને જાણ પૂર્ણ પુરુષોત્તમ હાથ
થા માત્ર નિમિત્ત, કરવાં સઘળાં કલ્યાણી ઈશ્વરીય કામ
અર્પણ કર કર્તાને સર્વ કર્મનાં બંધન, કર્તવ્ય ધર્મ નિભાવ
ત્યજી આસક્તિ, યોગ સ્થિત થઈ લે ગાંડીવ તુ જ હાથ

આતતાયીઓ છે દમનકારી,શિક્ષામાં વિલંબ ન કર પળવાર
જીવન મરણ કલ્યાણ અકલ્યાણનો નથી તુ જ અધિકાર
થઈ નિર્વિકારી , થા અનાસક્ત , આજ તું સ્વધર્મ સંભાળ
નથી પવિત્ર જ્ઞાન સમ આ સંસારે , નિશ્ચયે તું જાણ

થયો મૂઢ પાર્થ, પરિસ્થિતિથી પ્રભાવિત,દીઠો કર્તવ્ય વિમુખ
પરમ લીલાને પ્રગટ કરતાં, શ્રી કૃષ્ણે ધરિયું વિશ્વ સ્વરુપ
તું છે મારો ભક્ત સખા ને , જ્ઞાન વીર ધીર ભૂપ
હું જ કાળ, હું જ નિયંતા, નીરખ પાર્થ મમ મહાકાળનું રુપ

અનંત ઐશ્વર્ય મહાકાળ રુપ જોઈ વિશુધ્ધ થયો અર્જુન
હાથ જોડી નત મસ્તકે અરજ ગુજારે ક્ષમા કરો ભગવંત
છે પારસમણિ જ્ઞાન ગીતાનું , પામ્યો પ્રેરણા પાન
દુવૃત્તિ સામે ઝુકાવવું જંગે , એ જ સમજાઈ જીવનની શાન

જાણ નિશ્ચયે, કહે કેશવ,મારું વચન સાંભળ ઓ પાર્થ
રક્ષીશ સાધુ સંત ભક્તોને છોડી વહાલું વૈકુંઠ ધામ
આ પૃથ્વીપટે અવતરીશ યુગેયુગે, ધર્મ રક્ષવા કાજ
સમય આવિયો,ધર્મ પક્ષે,કર હવે શંખ દેવદત્તનો નાદ

યોગેશ્વર છે સારથિ કુંતેય,લઇ ગાંડીવ નાખ સિંહની ત્રાડ
હૈયે પૂરી પહાડશી હામ , પ્રભુએ પૂર્યા પાર્થમાં પ્રાણ
લઈ ગાંડીવને હાથ , ઉભો થયો માત કુંતાનો ભાણ
સાધુના કરવા છે પરિત્રાણ, વરસાવ જગ કલ્યાણે બાણ

કર ગાંડીવ સર સંધાણ ,ધનુર્ધર યુધ્ધ એ જ કલ્યાણ
જુ એ રથી મહારથી વાટ , યુધ્ધે કર આજ પાર્થ પ્રયાણ
અર્જુન ગજાવ અંબર આણ,મહાભારત માણે શૌર્ય પ્રમાણ
કંડાર પાર્થ વિજયનો પાથ, તારા સારથિ શ્રીજય જગન્નાથ
જય સંગ્રામે દિસજે પહાણ, ધનુર્ધર યુધ્ધ એ જ કલ્યાણ

ધર ધનુષ્ય કર ટંકાર, ક્ષાત્ર ધર્મ કરે પુકાર
લઈ ગાંડીવ કર હુંકાર, છે આણ કુંતેય કુમાર
ધા ધરમની વહાર, બિરાજે ધ્વજે કપિકુમાર
ધન્ય ધન્ય શૂરવીરો, દુઆ દે વસુધા અપાર

તૂટ્યા મોહ કર્મનાં બંધન , ગદ ગ દ્ થઈ પાર્થ ઉવાચ
કર્તવ્ય ધર્મ નિભાવવા દેજો , દૈવી શક્તિ મમ હાથ
ગહન જ્ઞાન લાધ્યું,આત્મા પરમાત્માનો જાણ્યો ભેદ જ્ઞાનેથી
જીવાત્મા છે અક્ષર પણ અભિભૂત મોહ માયા બંધનથી

સત્ ચિત્ત આનંદથી સર્વ જીવ દિસે એકરુપ ને વ્યક્ત
અક્ષરથી ઉત્તમ પૂર્ણ પુરુષોત્તમ નિર્બંધ અખંડ અનંત અવ્યક્ત
જીવન દર્શન જાગ્યું તવ પ્રતાપે ,મોહ નષ્ટ થયો મમ અંતર
શિર જાશે પણ નહીં જાય શાન,મહાભારત ખેલવું મારે યોગેશ્વર

થા અર્જુન તું મહા યુધ્ધનો નાયક , હું છું એનો વિધાતા
તુજ રથ ધ્વજાએ બિરાજે હનુમંત ,થા અગ્રેસર અર્જુન ભ્રાતા
ગુરુ ઢ્રોણનો તું ધનુર્ધર શિષ્ય,વિનયથી લે ભીષ્મપિતાના આશીર્વાદ
હણી અન્યાય અધર્મ ધારકો , ધરણીએ ગજાવ સત ધર્મનો નાદ

આર્પણ તુજને તારી છાયા , પૂરજો હૈયે હામ
શંખનાદથી ગાજ્યું કુરુક્ષેત્ર , ધર્મ ધજા લઈ હાથ
તુજ શરણમાં ચરણે ધરવા , સર્વ કર્મનો ભાર
કર્તવ્ય ધર્મ બજાવવા પાર્થે જોડ્યા પ્રભુને હાથ

તામ્રવર્ણ દિશે અર્જુન , રક્તની છાયી લાલીમા નયન
ક્ષાત્રભૂજા સળવળી થઈ સર્પ , કીધો ધનુષ્ય ટંકાર ગગન
વ્યોમે ગાજ્યા દુંદુભી નાદ, નક્કી હવે ઊતરશે અવની ભાર
શંખનાદે ગુંજ્યા આકાશ, જગદીશ્વરનું મુખ મલક્યું અપાર

સમર્પી આજ જીવન તવ ચરણે , હવે ખેલવો મહા સંગ્રામ
તું છે કર્તા તુંજ ભર્તા , તુજ વિશ્વાસે કરવું મહા નિર્માણ
પાર્થે કીધું સર સંધાણ , જગદીશ્વર ભાખે યુગ કલ્યાણ

‘આકાશદીપ’અરજ ગુજારે ગાજો સાંભળજો ગીતાનો આ મહાતોલ
હૃદયે ઝીલજો યોગેશ્વરના બોલ , પામશો જીવન સુધા અણમોલ

રમેશ પટેલ(આકાશદીપ)

એજ ગુલાબી ગુલાબ અમને ગમતું ,એજ તમને ગમતું,ગમતું એજ ગુલાબી ગુલાબ

તમે ચૂંટી ,અમને દીધું, પ્રેમપાશનું કામણગારું વહાલ

નયનો ઢાળી,ઝીલી આનંદ ને ખીલી સંધ્યાની લાલી

મોગરો મહેંકે ,કેશ ફરકે,વસંતની વાયરી લાગે વહાલી

કોરા કાગળે ઉરમાં મધ્યે,એક સ્નેહલ શબ્દ તમે દાબ્યો

સાગર ઉછળે,સોમ દર્શને, મારા ઉરમાં જઈ ને લાગ્યો

લજ્જા લહરે,કોમળ અંગે,પ્રસન્નતાના મંગલ ત્રિકોણમાં ઝાંખું

નયનોમાં નચાવી તસવીર તમારી,પવન પાવડી લઈ પોંખું

ગામને પાદરે નાના ઉપવને, તમે કેસરિયા ફૂલ થઈ શોભો

વ્યોમ અટારીએ ઉષા રાણીને,કાયાના રંગ કસુંબલે શરમાવો

તકદીર બનીને આંગણે પધારી,શ્રાવણ ઝૂલે ઝુલાવ્યા બેફામ

પ્રેમ પાલવડે ગુલાબી ગાલે,શમણે શમણે અમે થયા બેહાલ

મીઠા બોલે ગુંજી ગલી, અંતરમાં ગુંજ્યો મધુર મલકાટ

પ્રેમ પારેવાં રમાડે દિલડાં, ગુલાલે રમે જિંદગીનો તલસાટ

રમેશ પટેલ(આકાશદીપ) Tags: GUJARATI, આકાશદીપ’, રમેશપટેલ, ‘

ધુમ્મસ – રમેશ પટેલ ‘ આકાશદીપ’

વાલમના પડદા વિરાટ,સંતાયા ઝાડવાને જહાજ
ના ચણતર કે ના આડ, ધુમ્મસે ઢંકાયા પહાડ

દૃ ષ્ટિ અને દૂરબીન લાચાર, ક્યાં સંતાયા તમે રાજ?
કુદરતનું કૌતક મહાન, ધુમ્મસે ઢંકાયા પહાડ

વગડાની વાટે તું જાશે, અંધારી આલમે અટવાશે
મગરુર ધુમ્મસ છાનું હરખે, હસતી નીયતિ રે નીરખે

પૂર્વમાં પધાર્યા રે ભાણ, તાકતા તીખા રે બાણ
ભાનુના ઉભર્યા રે વહાલ, વરસાવે ઉર્જાની લ્હાણ

કિધા અલોપ રે ધુમ્મસ, દર્શન રમતા ચોપાસ
ભૂધરનો ભાળ્યો અહેસાસ, અંતરે પ્રગટ્યો ઉજાસ

સન્મુખ છે પરમેશ્વર રાય,કર્મ-ધુમ્મસના છાયા અંતરાય
રમતા રામ ના પરખાય, અંધારે આલમ અટવાય

જાજો રવિ સંતને ચરણ, ઝીલજો ગ્યાનના અવતરણ
ઝબકારે થાશે રે દશન, મળશે અવિનાશીનું શરણ

રમેશ પટેલ ‘આકાશદીપ’

પ્રભાત નૂતન વર્ષનું

આવ્યો આસો માસ પુનિત ને દીપાવલીએ ઉજાશ ભર્યા
પ્રકાશ પર્વ દેશે સમૃધ્ધિ એવા મા દેવીએ વરદાન ધર્યા

સૂરજ દેવની કરી પરિક્રમા આજ અવનિએ શણગાર સજ્યા
પ્રગટ્યું પ્રભાત નૂતન વર્ષનું ને હૈયે કલરવ ગાન સર્યા

સ્નેહ સબરસે પૂરાઇ રંગોળી ને વાણીએ મીઠાશ વણી
મ્હોંર્યા ભાવ અંતર વિશ્વે ને શુભ સંકલ્પના પ્રમાણ ધર્યા

સુસ્વાગતમ્ શુભેચ્છાએ નિર્મલ મનના આવકાર ખીલ્યા
ઝૂલ્યા તોરણીયા દિલ આવકારે ને અન્નકૂટના થાળ ધર્યા

વ્યોમે ખીલી રંગ ક્યારીઓ ને ઘરઘર આજ મંદિર થયા
ફૂટ્યા ફટકડા હરખ વેરતા ને સમય ચક્રે સંધાન ધર્યા

ભૂલશું વેરઝેર તો પ્રગટે આનંદ એવા કુટુમ્બ ભાવ રમ્યા
આજ હતું તે કાલ થયું ને ‘દીપે નવયુગના મંડાણ ધર્યા

રમેશ પટેલ(આકાશદીપ)

ગર્વ થી કહો હું ગુજરાતી છું યારો ગર્વ થી કહો હું ગુજરાતી છું

IndianClassicArt8

ગર્વ છે હું ગુજરાતી છું,મને ગર્વ છે હું ગુજરાતી છું,
ગર્વ ની તો વાત છે યારો ,ગર્વ કરુ છું તે વાત પર,

કામ કર્યા છે જે ગુજરાતીઓએ ગર્વ છે તે કામ પર,
આપ્યુ જેને હથિયાર અહિંસાનુ ગર્વ છે તે ગાંધી પર,

દુશ્મન ધ્રુજે જે નામથી યારો ગર્વ છે તે સરદાર પર,
ગર્વ છે ધીરુભાઇ પર,ગર્વ છે અનિલ અને મુકેશ પર,

ગર્વ છે નરેન્દ્ર્ મોદી પર,ગર્વ છે વિકાશના કામો પર,
નામી કે અનામી હોય યારો,ગર્વ છે દરેક ગુજરાતી પર ,

જ્યા વહે છે નર્મદા અને તાપી ગર્વ છે તે નદીઑ પર,
જે ઉજવે તહેવાર ગુજરાતી,ગર્વ છે મને તે તહેવારો પર,

ગર્વ છે નવરાત્રી,દિવાળી પર,ગર્વ છે હોલી,ધુળેટી પર,
સ્નેહ,શૌર્ય ને સત્ય હોય દિલોમાં ગર્વ છે તે સસ્કારો પર,

ગર્વ છે નરસિહ મહેતા પર,ગર્વ છે જલારામબાપા પર,
ગર્વ છે મને ગુજરાતની ભુમીના એક એક સપૂતો પર,

જ્યા જન્મ લીધો છે ગુજરાતીઓ એ ગર્વ છે તે ભુમી પર,
જ્યા જ્યા વસ્યો છે ગુજરાતી ગર્વ છે તેની કમૅભુમી પર,

દેશ કે વિદેશમાં હોય યારો,ગુજરાતી હોય જે જે ભુમી પર,
જ્યા વસે એક ગુજરાતી યારો,ગર્વ છે મને તે ભુમી પર,

ગર્વ છે હું ગુજરાતી છું,મને ગર્વ છે હું ગુજરાતી છું
ગર્વ થી કહો હું ગુજરાતી છું યારો ગર્વ થી કહો હું ગુજરાતી છું

ભરત સુચક

%d bloggers like this: