હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ?
ખુદને મળી શકાતું નથી એવું કેમ છે ?
ઝાકળની જેમ ક્ષણમાં ઊડી જઈશ હું છતાં
એ ફૂલને અડાતું નથી એવું કેમ છે ?
રાખી શકું છું સૂર્યમુખી જેવી દૂરતા
ને તો ય ત્યાં ટકાતું નથી એવું કેમ છે ?
એની નજીક વર્ષો લગોલગ રહીને પણ
અંતર હજુ મપાતું નથી એવું કેમ છે ?
પાણીની જેમ સરકી જવું છે, ખબર છતાં
એની ગલી વળાતું નથી એવું કેમ છે ?
બસ આંસુ આંખમાંથી વહેતા મૂકી શકું
ના પૂછ કે હસાતું નથી એવું કેમ છે ?
~~ મેગી અસનાની ~
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, મેગી અસનાની | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, પ્રેમ ગીત કાવ્યો, મેગી અસનાની, હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ?, gujarati gazal, gujarati git, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari | 1 Comment »