Posted on મે 16, 2013 by BHARAT SUCHAK
અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે
આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે
અહીંયા તો દિવસે પણ અંધારપટ છવાયું
કોઈ કહો ખરેખર ક્યારે સવાર થાશે?
સમજાવ સ્હેજ એને છેટા રહે નહીંતર
તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે
વૃક્ષોની જેમ જીવન જીવવાનું છે, અડીખમ
વરસાદ, ટાઢ, તડકો સઘળુ પસાર થાશે
પંખીની જેમ હું પણ બેસીશ એની માથે
સંજોગ જ્યારે જ્યારે વીજળીનો તાર થાશે
કુલદીપ કારિયા
Like this: Like Loading...
Filed under: કુલદીપ કારિયા , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે , કુલદીપ કારિયા , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , ghazal , gujarati , gujarati gazal , gujarati git , gujaratigazal vishwa , gujaratikavitaanegazal | 1 Comment »
Posted on ડિસેમ્બર 21, 2012 by BHARAT SUCHAK
સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું
ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું
ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર એ
ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું.
જૂનો થશે પરંતુ ફાટશે નહીં કદી
પહેરી શકો નહીં તમે હું એ લિબાસ છું.
શોધ્યા કરું છું કોઈ પોષનારને અહીં
આવીને ઓસરી જતો નવો વિચાર છું.
કુમકુમ અક્ષતે બધા વધાવજો હવે
જે ભાગ્ય ફેરવી શકે હું એ સવાર છું.
તકરાર કોઈ સાથ ક્યાં રહી હવે કહો
મારી અપૂર્ણતા તણો પૂરો સ્વીકાર છું.
બદલી ચૂકી છું વસ્ત્ર દેહરૂપ કેટલાં
ને તોય શાશ્વતી તણો નર્યો પ્રચાર છું.
મારામાં આથમી અને ઊગી શકે બધું
હું પૂર્ણ છું છતાંય પૂર્ણનો વિકાસ છું.
– મધુમતી મહેતા
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , મધુમતી મહેતા | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , મધુમતી મહેતા , સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ડિસેમ્બર 18, 2012 by BHARAT SUCHAK
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , મુસાફીર પાલનપુરી | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , મુસાફીર પાલનપુરી , ghazal , gujarati gazal , gujarati git , gujaratigazal , gujaratikavitaanegazal | 2 Comments »
Posted on ડિસેમ્બર 11, 2012 by BHARAT SUCHAK
છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે
મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે
પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે
બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે
ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે
– રઈશ મનીયાર
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , રઈશ મનીયાર | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , છો વેદ વાંચનારાને માનહાનિ લાગે , રઈશ મનીયાર , ghazal , gujarati gazal , gujarati git , gujaratigazal | 1 Comment »
Posted on ડિસેમ્બર 5, 2012 by BHARAT SUCHAK
લોક જુદા, ભાર એના એ જ છે,
શ્વાસ જુદા, સાર એના એ જ છે.
રંગજીવનના ભલે જુદા હતા,
મૃત્યુના આકાર એના એ જ છે.
સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં,
આંખના વિસ્તાર એના એ જ છે.
ફેરવી લીધું ભલે મોં એમણે,
આપણા વે’વાર એના એ જ છે.
આપણા ઝખ્મો ભલે જુદા હતા,
દિલ ઉપરના વાર એના એ જ છે.
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , દર્શક આચાર્ય | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , દર્શક આચાર્ય , ભાર એના એ જ છે , લોક જુદા , ghazal , gujarati gazal , gujarati git , gujaratigazal , gujaratikavita gujaratigazal gujaratishyari , gujaratikavitaanegazal | 1 Comment »
Posted on નવેમ્બર 29, 2012 by BHARAT SUCHAK
કલમ લઈ હાથની થાપણ ગુમાવી બેઠો છું.
પટોળું લાવતાં પાટણ ગુમાવી બેઠો છું.
હજી અજવાસને મેં સાચવીને રાખ્યો છે,
ભલેને જ્યોતનું તારણ ગુમાવી બેઠો છું.
તમે શાશ્વત સ્વયંભૂ થઈ બિરાજો પથ્થરમાં,
હું મારા ભીતરે ફાગણ ગુમાવી બેઠો છું.
હતું એ મૌન મારું ગીરના જંગલ જેવું,
કરીને ગર્જના સાસણ ગુમાવી બેઠો છું.
Like this: Like Loading...
Filed under: અશરફ ડબાવાલા , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , ગુમાવી બેઠો છું – અશરફ ડબાવાલા , ghazal , gujarati gazal , gujarati git , gujaratigazal vishwa , gujaratikavita gujaratigazal gujaratishyari , gujaratikavitaanegazal | 1 Comment »
Posted on ઓક્ટોબર 19, 2012 by BHARAT SUCHAK
સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ,
ભેદ ભરમના તાણાવાણા હું પણ ખોલું તું પણ ખોલ.
ક્યાંય નહીં અવચેતન જેવું વીસરાતાં ચાલ્યાં ઓસાણ,
ઢોલ બજે અનહદના ભીતર હું પણ ડોલું તું પણ ડોલ.
પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું,
આજ સખી મોંહે ઘૂંઘટ કે પટ હું પણ ખોલું તું પણ ખોલ.
સાલ લગોલગ ભવના માથે વણબોલ્યાનો અધમણ ભાર,
હૈયા સોતું અમૃત ગળતું હું પણ ઘોળું તું પણ ઘોળ.
મન મરકટ ની ચાલ જ ન્યારી; વણપ્રીછયું પ્રીછે કૈં વાર,
પલમેં માસા પલમેં તોલા હું પણ તોળું તું પણ તોળ.
શબ્દોના વૈભવની આડે અર્થોના બોદા રણકાર,
ચેત મછંદર ગોરખ આયા હું પણ પોલું તું પણ પોલ.
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , રશીદ મીર | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , ગુજરાતીકવિતા ગઝલ શાયરી , રશીદ મીર , સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ , ghazal , gujarati gazal , gujaratikavitaanegazal | 2 Comments »
Posted on ઓક્ટોબર 4, 2012 by BHARAT SUCHAK
જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.
ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.
ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!
પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.
આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!
આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી…..!!!!
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , મરીઝ | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | 1 Comment »
Posted on સપ્ટેમ્બર 25, 2012 by BHARAT SUCHAK
સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં,
આવી જજો ન આપ ફરી દરમિયાનમાં…
એને જીવન-સમજ ન બુઢાપામાં દે ખુદા,
જેણે વિતાવી હોય જવાની ગુમાનમાં…
કોઈ સહાય દેશે એ શ્રધ્ધા નથી મને,
શંકાનું હો ભલું કે રહું છું સ્વમાનમાં…
એમાંથી જો ઉખડે આભાર ઓ હરીફ,
સંતોષ ખુદ મનેય નથી મારા સ્થાનમાં…
એનો હિસાબ થશે કયામતના દિવસે,
ચાલે છે એવું ખાતું સુરાની દુકાનમાં…
હો ગુર્જરીની ઓથ કે ઉર્દુની ઓ મરીઝ,
ગઝલો ફક્ત લખાય છે દિલની જબાનમાં…
– ‘મરીઝ’
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , મરીઝ | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , મરીઝ , સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં , ghazal , gujarati gazal | 1 Comment »
Posted on સપ્ટેમ્બર 17, 2012 by BHARAT SUCHAK
જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,
પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં…
રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,
હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં…
નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,
ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં…
યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને,
હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં…
નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં…
Like this: Like Loading...
Filed under: આદિલ મન્સૂરી , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: આદિલ મન્સૂરી , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં , ghazal , gujarati gazal , gujarati git , gujaratigazal vishwa , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on સપ્ટેમ્બર 9, 2012 by BHARAT SUCHAK
પગરવોમાં માપસરની કરકસર રાખું છું હું,
અજનબી અંદાઝ મારો તરબતર રાખું છું હું.
ઓળખાણોનાં વિનિમયની ઉંમર લંબાય છે,
ને નવોદિત સખ્શ નાં જેવી અસર રાખું છું હું.
જ્યારથી ખારાશ માફક આવતી ગઈ છે મને,
ત્યારથી સાગર કિનારે એક ઘર રાખું છું હું.
વાસ્તવિક્તાનો જ વિશ્વાસુ બનું એવો નથી,
સ્વપ્નનાં વિષયો વિષે પાકી ખબર રાખું છું હું.
પાડશો પગલા નહીં મિત્રો મધુશાળા તરફ,
દર ગઝલ માં કેફનાં તત્વો પ્રખર રાખું છું હું.
ચિન્મય શાસ્ત્રી “વિપ્લવ”
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , ચિન્મય શાસ્ત્રી "વિપ્લવ" | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , ચિન્મય શાસ્ત્રી "વિપ્લવ" , પગરવોમાં માપસરની કરકસર રાખું છું હું , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on સપ્ટેમ્બર 6, 2012 by BHARAT SUCHAK
સમયને હાથ જોડ્યા તોય, પાછો ક્યાં વળે છે..જો .!
અને, માંગ્યા વગર પીડા બધી આવી મળે છે.. જો..!
કદી વાસંતી સપનાં આંખમાં રોપ્યા હતાં એથી ,
હવે તો પાનખર પણ , થઈ ગુલાબી ને ફળે છે..જો..!
હથેળી બંધ છે ને , કાલ પણ એમાં સલામત છે ,
છતાંયે બીક રાખી , આજ કેવી સળવળે છે..જો..!
છલોછલ બારમાસી લાગણી કેરા સરોવરમાં ,
અધૂરી ઝંખના, ટોળે વળીને ટળવળે છે..જો..!
સમય, સંજોગને ગ્રહોતણાં. માંડીને વરતારા ,
તું મનગમતી કરીને વાત, ખુદને પણ છળે છે..જો..!
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , લક્ષ્મી ડોબરિયા | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , પાછો ક્યાં વળે છે..જો .!- , લક્ષ્મી ડોબરિયા... , સમયને હાથ જોડ્યા તોય , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on સપ્ટેમ્બર 6, 2012 by BHARAT SUCHAK
છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ !
ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ !
મોટેથી કહી શકાય, નથી એવી વાત એ;
સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ !
અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે,
રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ !
ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !
જાવું છે મારે દૂર ને ઝાઝો સમય નથી,
છોડીને સૌ ધમાલ, જરા તો નજીક આવ !
વાગી રહી છે મોતની શરણાઇઓ અમર,
જોવા જીવનનો તાલ, જરા તો નજીક આવ !
Like this: Like Loading...
Filed under: અમર પાલનપુરી , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: અમર પાલનપુરી , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , છે પ્રેમનો સવાલ , જરા તો નજીક આવ ! , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | 1 Comment »
Posted on સપ્ટેમ્બર 6, 2012 by BHARAT SUCHAK
સોળવલ્લી ચૂપકીદીની અમસ્તી આણ મૂકી
હોઠ ઉપર આસમાની રંગની રસલ્હાણ મૂકી
અબઘડી એ નિસર્યા આવાગમનની જાણ મૂકી
ખૂશ્બૂઓ રમણે ચડી હો એવું કચ્ચરઘાણ મૂકી
છો હીરા-માણેકનું હો, કિન્તુ યે બાજાર હૈ ના ?
મૂલ્ય અંકાતા અહીં સૌ સામે પલ્લે પહાણ મૂકી
કૈં યુગોથી આ તુસાદી અશ્વ હણહણતા નથી, ને-
કૈં યુગોથી વિનવું છું નિત નવા જોગણ મૂકી
તેં તગઝ્ઝુલમાં જરા પરફ્યુમની મસ્તી ઉડાડી
તો તરન્નુમમાં અમે લોબાન જેવી ઘ્રાણ મૂકી
એવું તે શું વૃક્ષના આ છાંયડાઓ પાથરે છે ?
કેમ ખેંચે છે મને બેસી જવા પરિત્રાણ મૂકી ?
જલપરીઓની કથા જેવાં હતાં જે ભાવવિશ્વો-
એમાં ઉમેરણ કર્યું લ્યો ! વ્યાપ ‘ને ઊંડાણ મૂકી
ચંદ્રનું સત ઓગળ્યું, જળ ચાંદી ચાંદી થઈ ઊઠ્યાં, તો-
મેં ય મરજીવાઓ પાછળ જંપલાવ્યું વહાણ મૂકી
-*-
જોગણ=અશ્વોને તાકાત વધારવા ખવરાવતા અનાજ-કઠોળ.
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , સંજુ વાળા , સોળવલ્લી ચૂપકીદીની અમસ્તી આણ મૂકી -સંજુ વાળા , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 30, 2012 by BHARAT SUCHAK
દુનિયામાં પુણ્યકર્મનો અવળો હિસાબ છે,
સારા બનીને જીવવું એ પણ અજાબ છે…
બીજું શું આફતાબ અને માહતાબ છે,
કેવળ કોઇ રૂપાળા વદનના નકાબ છે…
ઓ નિંદકો, તમારી સમજફેર છે જરા,
હું નહિ પરંતુ મારું મુકદ્દર ખરાબ છે…
કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને,
સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે…
દિવાનગીનો કેફ નહીં ઊતરી શકે,
એકવારની નથી એ સદાની શરાબ છે…
ખૂદ એ જ એક સવાલ બનીને રહી ગયાં,
મારી તમામ જીંદગીનો જે જવાબ છે…
બસ એટલું કે એના ઉપર હક નથી મને,
મારો નહી તો સૌથી સરસ ઇન્તેખાબ છે…
રસ કોઇનેય ક્યાં છે નિખાલસ મનુષ્યમાં,
મારું જીવન નહીં તો ઉઘાડી કિતાબ છે…
કિન્તુ મરણની ઊંઘમાં જોઇ નહીં શકો,
બેફામ જીન્દગી હવે સાચે જ ખ્વાબ છે…
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , દુનિયામાં પુણ્યકર્મનો અવળો હિસાબ છે , બરકત વિરાણી 'બેફામ' , ghazal , gujarati gazal , gujarati git | 1 Comment »
Posted on ઓગસ્ટ 29, 2012 by BHARAT SUCHAK
ખાલીપાથી ખખડેલો છુ.
હું બંધ મકાનનો ડેલો છુ.
ખુદને શોધવાની પાછળ હું,
બહુ જગ્યાએ ભટકેલો છુ.
કોણ હવે સાચવશે મુજને,
હું દોસ્તીનો હડસેલો છુ.
ખબર નહી ક્યારે ફૂટી જઈશ,
ફુગ્ગાની જેમ ફૂલેલો છુ.
થોડો ઢાળ મળે ,વહી જઈશ,
વહેતા પાણીનો રેલો છુ.
કોઈ પૂછે મારે વિષે,
તો કહેજો કે બહુ ઘેલો છુ.
છુ હમસફર ઘણાનો ,કેમકે,
બેગ છુ,બિસ્તર છુ, થેલો છુ.
સાંભળવાનો મોકો જો મળે,
તો સાંભળજો ,ભલે છેલ્લો છુ.
સાવ અનોખી વાત લઈને,
હું ય લાઈનમાં ઉભેલો છુ.
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , સુધીર દત્તા | Tagged: ખાલીપાથી ખખડેલો છુ.-સુધીર દત્તા , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , સુધીર દત્તા , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 29, 2012 by BHARAT SUCHAK
Like this: Like Loading...
Filed under: કિરીટ ગોસ્વામી , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: કિરીટ ગોસ્વામી , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , યાદનુ એકાદ લીલુ પાન હો , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | 1 Comment »
Posted on ઓગસ્ટ 29, 2012 by BHARAT SUCHAK
Like this: Like Loading...
Filed under: કિરીટ ગોસ્વામી , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: કિરીટ ગોસ્વામી , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , લાગણી જ્યારે ખતમ થઇ જાય , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 29, 2012 by BHARAT SUCHAK
કદી મન આજ પ્હેરે છે, કદી ગઇ કાલ પ્હેરે છે,
કદી એ આવનારી કાલનાં કૈં ખ્યાલ પહેરે છે.
બિચારા માણસો ઇચ્છા પડે તે ક્યાં શકે પ્હેરી ?
સતત સંજોગ પ્હેરે છે, સમયની ચાલ પ્હેરે છે.
તમારે હાથ લાગે કઈ રીતે મખમલ પરમસુખનું,
તમારો જીવ કેવળ દુન્યવી જંજાળ પ્હેરે છે.
વલણ એ આદમીનું છે અનોખું ને અલગ સૌથી,
તરત એ એટલે સૌની નજરનું વ્હાલ પ્હેરે છે.
કણેકણમાં સમાયો છે તમારા નામનો જાદુ,
બધાં તવ નામની માળા, થવાને ન્યાલ, પ્હેરે છે.
Like this: Like Loading...
Filed under: કિરીટ ગોસ્વામી , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: કદી ગઇ કાલ પ્હેરે છે , કદી મન આજ પ્હેરે છે , કિરીટ ગોસ્વામી , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 29, 2012 by BHARAT SUCHAK
બધાંનું કૂળ છે એક જ, બધાંની જાત સરખી છે છતાંયે ક્યાં બધાંના હોઠ પરની વાત સરખી છે
બધાંની વારતા આગળ જતાં નોખી ઘણી પડશે બધાંની વારતાની છો અહીં શરૂઆત સરખી છે
નદી, પર્વત અને જંગલ : બધૈ વૈવિધ્ય છે અઢળક ચિતારો એક છે કિન્તુ બધી ક્યાં ભાત સરખી છે
તમારું મન ફક્ત બદલાય છે સુખમાં અને દુઃખમાં દિવસે સરખા બધા છે ને અહીં સૌ રાત સરખી છે
તમે આંસુ વહાવો છો, અમે ગઝલો રચી જાશું મળી છે ભાગ્યવશ જે બેઉને તે ઘાત સરખી છે
Like this: Like Loading...
Filed under: કિરીટ ગોસ્વામી , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: કિરીટ ગોસ્વામી , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , બધાંની જાત સરખી છે– કિરીટ ગોસ્વામી , બધાંનું કૂળ છે એક જ , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 29, 2012 by BHARAT SUCHAK
ક્ષણેક્ષણ ઉદાસી અકળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે,
અને આંખ બંને સજળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.
બધાંની વચોવચ અચાનક પડી જાઉં હું એકલો એમ ક્યારેક;
ન મારું મને પીઠબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.
ફરી જીવને ઝંખનાઓ રૂપાળી-રૂપાળી કરી દે પ્રભાવિત,
ફરી કોઇ ઇચ્છા પ્રબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.
લડ્યા હું કરું એકલે હાથ સંસારનાં સર્વ તોફાનો સામે,
ઊઠ્યું ભીતરે એક વમળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.
પઠન જિંદગીની ગઝલનું કદી થાય એકાંતમાં કે સભામાં,
અસલ દાદ દેવાની પળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.
Like this: Like Loading...
Filed under: કિરીટ ગોસ્વામી , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: કિરીટ ગોસ્વામી , ક્ષણેક્ષણ ઉદાસી અકળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , ગુજરાતીકવિતા ગઝલ શાયરી , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 28, 2012 by BHARAT SUCHAK
Like this: Like Loading...
Filed under: કિરીટ ગોસ્વામી , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: આ હાથીભાઇ ને મોજ , કિરીટ ગોસ્વામી , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતીકવિતા ગઝલ શાયરી , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal , love | Leave a comment »
Posted on ઓગસ્ટ 28, 2012 by BHARAT SUCHAK
આ બધી યે લાગણી આખર તો દુઃખનું મૂળ છે,
સર્વ ઈચ્છા આપણી આખર તો દુઃખનું મૂળ છે;
તૂટશે ત્યારે કણાની જેમ પલ-પલ ખૂંચશે,
સ્વપ્ન કેરી વાવણી આખર તો દુઃખનું મૂળ છે;
એક ટીપું ગેર-સમજણનું પડ્યે થઇ જાય ઝેર,
સગપણોની ચાસણી આખર તો દુઃખનું મૂળ છે;
હોય છે માટી જ કાચ સાવ મનની મૂળ તો,
જે થતી તે બાંધણી આખર તો દુઃખનું મૂળ છે;
મોત સામે હાર એની છે જ છે નક્કી “કિરીટ”;
શ્વાસની આ છાવણી આખર તો દુઃખનું મૂળ છે.
Like this: Like Loading...
Filed under: કિરીટ ગોસ્વામી , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: આ બધી યે લાગણી આખર તો દુઃખનું મૂળ છે , કિરીટ ગોસ્વામી , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 23, 2012 by BHARAT SUCHAK
વિધાતાથી ઘણી રકઝક કરી, એક જ રટણ માગ્યું,
તમારો પ્રેમ માગ્યો, રાત માગી, જાગરણ માગ્યું…
યુવાનીની ખરી કિંમત સમજવા બાળપણ માગ્યું,
યુવાનીની જ છાયામાં જીવન માગ્યું, મરણ માગ્યું…
બધાં છલબલ થકી નિર્લેપ રહેવા ભોળપણ માગ્યું,
વિના સંકોચ જે દેખાય તે અંત:કરણ માગ્યું…
પ્રણયની વાતમાં બુદ્ધિ ઉપર દિલનું ચલણ માગ્યું,
અને દિલબરનું મુજ પ્રત્યે ગમે તેવું વલણ માગ્યું…
જગત આ હો, અગર જન્નત, અગર દોઝખ, ગમે તે હો,
ખુદા પાસે અમે મહેફિલ તણું વાતાવરણ માગ્યું…
પછી સોડહમ તણા ગેબી મને પડઘાઓ સંભળાયા,
પરમ-આત્મા થકી આત્માનું જ્યાં એકીકરણ માગ્યું…
અમે ‘નાદાન’ રહીને વાત કહેવા માણસાઈની,
ગણો તો શાણપણ માગ્યું, ગણો તો ગાંડપણ માગ્યું…
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ | Tagged: એક જ રટણ માગ્યું , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ , વિધાતાથી ઘણી રકઝક કરી , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 23, 2012 by BHARAT SUCHAK
કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ,
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ…
કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને,
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ…
નિંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી,
સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ…
એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે,
પહેરો સતત ભર્યા કરો ઉંબરની આસપાસ…
હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ…
Like this: Like Loading...
Filed under: ગુજરાતી ગઝલ | Tagged: કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , મનોજ ખંડેરીયા , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 23, 2012 by BHARAT SUCHAK
નામ તારું કોઈ વારંવાર લે,
તું ખરો છે કે તરત અવતાર લે…
આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું?
તું કહે તો થાઉં ખુશ્બોદાર લે…
તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં?
તું મરણ છે, હાથમાં તલવાર લે…
હાથ જોડી શિર નમાવ્યું, ના ગમ્યું?
તું કહે તો આ ઊભા ટટ્ટાર લે…
શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર?
તું કરે છે ઠીક શિષ્ટાચાર લે…
બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
આ ફરી પાછો ફર્યો હુંકાર લે…
એ કહે ‘ઈર્શાદ, ઓ ઈર્શાદજી’,
ને હતો હું કેવો બેદરકાર લે…
Like this: Like Loading...
Filed under: ગુજરાતી ગઝલ | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , ચિનુ મોદી (ઈર્શાદ ) , નામ તારું કોઈ વારંવાર લે , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 23, 2012 by BHARAT SUCHAK
બીક છે બન્ને તરફ, બન્ને તરફ નુકશાન છે,
દોસ્ત છે દાના બધા, દુશ્મન બધા નાદાન છે…
એ ભલે જોતાં નથી, પણ સાંભળે તો છે મને,
એટલે તો મારા પ્રત્યે આંખ આડા કાન છે…
શી ગરજ સાકીની મારે શી મદિરાની જરૂર?
આમ પણ મારા જીવનનું ક્યાં મને કંઇ ભાન છે?
જે ગુલામી માથું ઊંચકવા નથી દેતી કદી,
નામ એનું સભ્ય ભાષામાં કહું? અહેસાન છે…
જુલ્મ કરનારા મળ્યા છે એટલા નાસ્તિક મને,
કહી નથી શકતો કે મારો પણ અહીં ભગવાન છે…
સર્વમાં ઇન્સાનિયતની શોધ ના કરશો કોઇ,
આ જમાનામાં ફક્ત એકાદ-બે ઇન્સાન છે…
માફ કરજો ઓ મનુષ્યો, હું નહીં માગું મદદ,
એ મહીં તો મારા પાલનહારનું અપમાન છે…
હોય સાગર કે કોઇ રણ, છે બધે સરી હવા,
નીર હો કે રાત, અહિંયા તો બધે તૂફાન છે…
કંઇ બધાં રડતાં નથી બેફામ મારા મોત પર,
કંઇક છે એવાય જેના હોઠ પર મુસ્કાન છે…
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , બન્ને તરફ નુકશાન છે , બરકત વિરાણી 'બેફામ' , બીક છે બન્ને તરફ , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | 1 Comment »
Posted on ઓગસ્ટ 21, 2012 by BHARAT SUCHAK
નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,
ફકીર લોક જમાનાની ચાલ સમજે છે.
પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી,
મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.
સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,
જમાનો એને કવિનો ખયાલ સમજે છે.
આ ભેદ ખોલશે એક દિન ખુદાપરસ્ત કોઈ,
કે કોણ કોને અહીં પાયમાલ સમજે છે ?
હસીખુશીથી જે વાતો નિભાવું છું તેથી,
આ લોક મારા હૃદયને વિશાલ સમજે છે.
મળે તો એમની આશાને સો સલામ કરું,
કે વર્તમાનને પણ જેઓ કાલ સમજે છે.
અમે એ જોઈને દિલની વ્યથા નથી કહેતા,
કે એને ઐશની દુનિયા સવાલ સમજે છે.
તને બતાવી શકે કોણ ઉડ્ડયનની કલા,
કે તું હવાને શિકારીની જાલ સમજે છે !
મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !
કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.
ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , મરીઝ | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે , મરીઝ , ghazal , gujarati gazal , gujaratigazal , gujaratikavitaanegazal | 1 Comment »
Posted on ઓગસ્ટ 21, 2012 by BHARAT SUCHAK
છે ફરજ પ્રેમની સાચી તે બજાવી ન શક્યો,
રહ્યો હું મુંગો છતાં ભેદ છુપાવી ન શક્યો.
જોતજોતામાં મેં દુનિયાને મનાવીય લીધી,
તમે કારણ વિના રૂઠ્યા છો,માનવી ન શક્યો.
ઝાડ તો રોપી શક્યો મારા જીવન-ઉપવનમાં,
ફૂલ કોઈ એની ઉપર હાથે ખિલાવી ન શક્યો.
જિંદગી વેડફી દીધી તેનું કારણ એ છે,
તક હતી એટલી મોટી કે પચાવી ન શક્યો.
સામે મંઝિલ હતી જોયા કીધી,જોયા જ કીધી;
હતી હિંમતમાં ઊણપ,પગ હું ઉઠાવી ન શક્યો.
એના અન્યાયની વાતો તો ઘણી કીધી ‘મરીઝ’,
હતા દુનિયાના જે ઉપકાર ગણાવી ન શક્યો.
Like this: Like Loading...
Filed under: ગુજરાતી ગઝલ | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , છે ફરજ પ્રેમની સાચી તે બજાવી ન શક્યો , મરીઝ , ghazal , gujarati gazal , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 21, 2012 by BHARAT SUCHAK
લાગણી જેમાં નથી,દર્દ નથી,પ્યાર નથી,
એવા દિલને કોઈ ઈચ્છાનો અધિકાર નથી.
કેવી દિલચશ્પ-મનોરમ્ય છે, જીવનની કથા,
ને નવાઈ છે કે એમાં જ કશો સાર નથી.
વેર ઈર્ષાથી કોઈ પર એ કદી વાત કરે,
કે કલમ એ જ છે બળવાન જે તલવાર નથી.
નાખુદા ખુશ છે કે કબજામાં રહે છે નૌકા,
એ ભૂલી જાય છે દરિયા પર અધિકાર નથી.
રસ નથી બાકી કોઈમાં કે હું સંબંધ બાંધુ,
આ ઉદાસીનતા મારી છે, અહંકાર નથી.
તમે મૃત્યુ બની આવો તો તજી દઉં એને,
મને દુનિયાથી કશો ખાસ સરોકાર નથી.
ભૂલી જાઓ તમે એને તો સારું છે ‘મરીઝ’,
બાકી બીજો કોઈ વિકલ્પ કે ઉપચાર નથી.
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , મરીઝ | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , દર્દ નથી , પ્યાર નથી , મરીઝ , લાગણી જેમાં નથી , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 21, 2012 by BHARAT SUCHAK
મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે, મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.
ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું, લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.
આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો, રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.
મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું, વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.
લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત, ‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.
– કૈલાશ પંડિત
Like this: Like Loading...
Filed under: કૈલાસ પંડિત , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: - કૈલાશ પંડિત , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે , ghazal , gujarati gazal , gujarati git , gujaratigazal , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 21, 2012 by BHARAT SUCHAK
સાંજના ડૂબી જતાં સૂર્યને
કે પછી જોયા કરું છું તને.
હું જવા નીકળું તમારે ઘેર ને
બારણાં ખુલ્લા મળી આવે મને … સાંજના
દૂરતા છે એટલી તારી હવે
આવવા છે જ ક્યાં રસ્તા મને … સાંજના
જીવતાં તો હાથ ના દીધો કદી,
ઉચકીને લઈ ગયા ‘કૈલાશ’ને … સાંજના
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: કૈલાશ પંડીત , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , સાંજના ડૂબી જતાં સૂર્યને , ghazal , gujarati gazal , gujarati git , gujaratigazal , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 21, 2012 by BHARAT SUCHAK
જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ?
સાકી જે મયકશીની અદબ રાખતા નથી
પામી શકે એ તારી નજરનો મુકામ શું ?
અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો
ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ?
મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામ
જે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ?
– શૂન્ય પાલનપુરી
Like this: Like Loading...
Filed under: ‘શૂન્ય’ પાલનપુરી , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , જેને ખબર નથી કે સુરા શું ને જામ શું , શૂન્ય પાલનપુરી , ghazal , gujarati gazal , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 17, 2012 by BHARAT SUCHAK
કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા
મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા
આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા
કેટલુ સમજાવશે એ લોકને તું પણ “આદિલ”
તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા
Like this: Like Loading...
Filed under: આદિલ મન્સૂરી , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: આદિલ મન્સુરી , કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતીકવિતા ગઝલ શાયરી , ghazal , gujarati gazal , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 13, 2012 by BHARAT SUCHAK
મારી નિત્ય પ્રાર્થના…
હે પૃથ્વીના પાલક પિતા તુજને નમું વરદાન દે;
નીરખું તને કણકણ મહી એવું મને તું જ્ઞાન દે ,
હું સત્યના પંથે સદા નીડર થઇ ચાલ્યા કરું
હો વિકટ પણ તુજને મળે એ રાહની પહેચાન દે ,
પરિશ્રમ મહી શ્રધા રહે , હિંમત તણી હો સંપતિ
મનના અટલ વિશ્વાસ પર આગળ વધુ ; ઉડાન દે,
કોઈ પીડીતજનની પીડ ને હરવાને મન ઝંખ્યા કરે
કોઈ આત્મા દુભે નહી મુજ કારણે, ઈમાન દે,
”આતુર” જગે રહું ધૂપ થઇ, જાતે બળી વહેંચું સુગંધ ;
મૃત્યુ પછીયે અમર રહું એવી મને તું શાન દે ….
અજીત પરમાર “આતુર”
Like this: Like Loading...
Filed under: અજીત પરમાર ''આતુર'' , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , પ્રાર્થના | Tagged: અજીત પરમાર ''આતુર'' , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુર્જર કાવ્ય ધારા , પ્રાર્થના , મારી નિત્ય પ્રાર્થના... , હે પૃથ્વીના પાલક પિતા તુજને નમું વરદાન દે; , gujarati git , gujaratikavitaanegazal | 1 Comment »
Posted on ઓગસ્ટ 13, 2012 by BHARAT SUCHAK
ઘૂંટ કડવા તે છતાં પણ જામ જેવી જીંદગી ;
લિફાફા માં બંધ કો’ ઇનામ જેવી જીંદગી ,
સાચવી ને એકઠું કરજો જે અહિયાં રહી જશે ;
સિકંદર ના આખરી અંજામ જેવી જીંદગી ,
એમને મળવા તણી કાયમ રહી છે ઝંખના ;
એ મળે તો થાય બસ આરામ જેવી જીંદગી
તોય શું લોકો પછી પુષ્પો ચડાવે પ્રેમ થી
એ સતત અહિયાં જીવ્યો ગુમનામ જેવી જીંદગી
અજીત પરમાર “આતુર”
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: અજીત પરમાર ''આતુર'' , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , ઘૂંટ કડવા તે છતાં પણ જામ જેવી જીંદગી ; , ghazal , gujarati gazal , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 13, 2012 by BHARAT SUCHAK
તારો અભાવ ત્યારે મને સાલશે સજન
કોઈ હાથ બે પરોવી મેળે મ્હાલશે સજન
તારો અભાવ આંખ ની ઝરમર બની જશે
આંબે અષાઢી ટહુકા જયારે ફાલશે સજન
તારો અભાવ એ ક્ષણે મુજ શ્વાસ રૂંધશે
નીશીગંધની સુગંધે પવન ચાલશે સજન
તારો અભાવ રોજ ના દેશે ઉજાગરા
અંધારું ઓરડામાં ખાટ ઢાળશે સજન
તારો અભાવ ઓઢણીની ભાત લઇ જશે
ને સુરજ થઇ મહેંદીના રંગ બાળશે સજન
અજીત પરમાર “આતુર”
Like this: Like Loading...
Filed under: અજીત પરમાર ''આતુર'' , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: અજીત પરમાર ''આતુર'' , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , તારો અભાવ ત્યારે મને સાલશે સજન , ghazal , gujarati gazal , gujaratikavitaanegazal | 2 Comments »
Posted on ઓગસ્ટ 13, 2012 by BHARAT SUCHAK
કેમ ગાગરમાં સમંદર સંઘરીને મોકલું !
પરબીડીયામાં કેટલી ઈચ્છા ભરીને મોકલું !
છે પ્રતિક્ષા તું જ મારી તું જ મારી ઝંખના
દરશ કાજે મુજ નયન બે કોતરીને મોકલું ?
ભેટ શું ધરવી તને? જ્યાં આયખું સોંપી દીધું
તું કહે તો શીશ આ , કલમ કરીને મોકલું ,
શું પુરાવા પ્રેમમાં આપું વધારે હું બીજા
શ્વાસ છેલ્લા દેહથી છુટ્ટા કરી ને મોકલું !!
– અજીત પરમાર ”આતુર”
Like this: Like Loading...
Filed under: અજીત પરમાર ''આતુર'' , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: અજીત પરમાર ''આતુર'' , કેમ ગાગરમાં સમંદર સંઘરીને મોકલું ! , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , ghazal , gujarati git , gujaratikavitaanegazal | 2 Comments »
Posted on ઓગસ્ટ 13, 2012 by BHARAT SUCHAK
એ નહીં આવે કદી વરસાદમાં,
આગ લાગી ગઈ સખી વરસાદમાં…
કોની સાથે જઈને ભીંજાવું હવે,
સાવ સૂની છે ગલી વરસાદમાં…
એક દુઆ માંગી કોઈએ રાતભર,
એક ગઝલ મેં પણ લખી વરસાદમાં…
દુઃખની રાતોમાં કોઈ મળતું નથી,
ક્યાં મળે છે ચાંદની વરસાદમાં…
છે તગ્ઝુલ રંગનો વૈભવ ‘અદી’,
શાયરી દુલ્હન બની વરસાદમાં…
-‘અદી’ મિરઝા
Like this: Like Loading...
Filed under: અદી મિર્ઝા , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: અદી’ મિરઝા , એ નહીં આવે કદી વરસાદમાં , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , ghazal , gujarati gazal , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 12, 2012 by BHARAT SUCHAK
VIDEO
સ્વર:- મનહર ઉધાસ
રચના:- અમૃત “ઘાયલ”
સહુને ગમી ગઈ હતી એવી અસલ હતી,
નાજુક હતી પરંતુ ગજબની ગઝલ હતી.
છે આબરૂનો પ્રશ્ન ખબરદાર પાંપણો,
જાણી ન જાય કોઈ કે આંખો સજલ હતી.
બસ રાત પૂરતી જ હતી રંગની ઋતુ,
જોયું સવારનાં તો રૂદનની ફસલ હતી.
‘ઘાયલ’ને સાંભળ્યા પછી લાગ્યું બધાને,
જે આજ સાંભળી તે ખરેખર ગઝલ હતી.
Like this: Like Loading...
Filed under: અમૃત ઘાયલ , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: અમૃત ઘાયલ , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતીકવિતા ગઝલ શાયરી , સહુને ગમી ગઈ હતી એવી અસલ હતી , ghazal , gujarati gazal , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 12, 2012 by BHARAT SUCHAK
સ્વપ્ન આવ્યું એક કાંઠાને કદી,
કે વહી ગઈ દૂર મારાથી નદી.
અશ્રુથી ભરવા મથે છે રાત-દી,
એક માણસ, એક કાણી બાલદી.
વર્ષ કેલેન્ડરમાં, ક્ષણ ઘડિયાળમાં,
તરફડે પંચાગમાં આખી સદી.
જિંદગી નામે ગઝલ જન્મી શકે,
શ્વાસ ક્ષણ સાથે કરે છે ફિલબદી.
– મુકુલ ચોકસી
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , મુકુલ ચોકસી | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , મુકુલ ચોકસી , સ્વપ્ન આવ્યું એક કાંઠાને કદી , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 8, 2012 by BHARAT SUCHAK
દય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે;
મળી છે દૃષ્ટિ જોવા કાજ, ને આંખો રૂદન માટે.
ધરા પર અશ્રુ વરસાવી કરે છે નાશ કાં એનો?
અનોખા તારલા છે એ, તું રહેવા દે ગગન માટે.
યુગે યુગેથી સકળ આ વિશ્વ એનું એ જ નીરખું છું,
હવે કોઇ નવી દૃષ્ટિ મને આપો નયન માટે.
સુધારા કે કુધારા ધોઇ નાખ્યા અશ્રુધારાએ,
ઊભો થા જીવ, આગળ સાફ રસ્તો છે જીવન માટે.
હૃદય મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી?
બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે.
તમે જે ચાહ્ય તે લઇ જાવ, મારી ના નથી કાંઇ,
તમારી યાદ રહેવા દો ફકત મારા જીવન માટે.
દયા મેં દેવની માગી , તો ઉત્તર એ મળ્યો ત્યાંથી –
ધરાવાળા ધરા માટે, ગગનવાળા ગગન માટે.
મને પૂછો, મને પૂછો – ફૂલો કાં થઇ ગયા કાંટા?
બગીચામાં તમે આવી ઊભાં છો, ગુલબદન, માટે.
વિચારી વાંચનારા વાંચશે, ને સાફ કહેશે કે,
ગઝલ ‘શયદા’ ની સાદી સાવ છે, પણ છે મનન માટે.
– શયદા
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , શયદા’ | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , દય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે; , શયદા , ghazal , gujarati gazal , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 8, 2012 by BHARAT SUCHAK
જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.
વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.
ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.
તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , શયદા’ | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે; , શયદા , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 8, 2012 by BHARAT SUCHAK
વાદળો ઉતર્યા બધા, હડતાળ પર
માનવી આવી ગયો છે, ગાળ પર
“વાહનો”, અ-વૃક્ષતા”, ને “પાપ” સૌ
કેટલા લેબલ લગાવ્યા આળ પર
જે હતી, ફર્નીચરોમાં લુપ્ત થઈ
કોયલો ટહુકે હવે કઈ ડાળ પર..??
જંગલે કોંક્રીટ, ટિટોડી ઝુરતી
બાંધવો માળો રે ક્યા ક્યા માળ પર..!!
બહુ હવે દોડ્યા કર્યું, બિંદાસ થઈ
ચાલ, ચડવાનુ હવે છે ઢાળ પર….
’મેઘલી કાળી ઘટા’, કોરે મુકી
માંડજે લખવા ગઝલ દુષ્કાળ પર
-ડૉ. જગદીપભાઈ નાણાવટી
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , ડૉ. જગદીપભાઈ નાણાવટી | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , ડૉ. જગદીપભાઈ નાણાવટી , વાદળો ઉતર્યા બધા , હડતાળ પર , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 7, 2012 by BHARAT SUCHAK
શ્હેરમાં ભીની ગલી ને ગામડે વરસાદ છે,
આગમનની શક્યતાનો બારણે વરસાદ છે.
એ હશે કેવી મિલનની તાજગી વરસો જૂની,
એક છાંટો થાય ને મન સાંભરે, વરસાદ છે.
જૂઈની વેલી સમી કન્યા વળાવી તે સમે,
ભર ઉનાળે એમ લાગ્યું, માંડવે વરસાદ છે.
એક-બે આંસુ છુપાવી ના શક્યા વાદળ જરી,
હર્ષથી બોલી ઉઠ્યા સૌ, ‘આવ રે વરસાદ’ છે.
રેતના દરિયા ઉલેચીને છુપાઈ લાગણી,
શી ખબર એને બધાની ભીતરે વરસાદ છે.
તગતગે એની સ્મૃતિ ‘ચાતક’ હજીયે આંખમાં,
લોક છો કહેતા ફરે કે આંગણે વરસાદ છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’ | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’ , શ્હેરમાં ભીની ગલી ને ગામડે વરસાદ છે , ghazal , gujarati gazal , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 7, 2012 by BHARAT SUCHAK
અજવાળું ખભ્ભે નાખીને ફાનસ ભાગે,
મૃત્યુના ચશ્મા પ્હેરીને માણસ ભાગે !
શૂન્યોના સરવાળા કરતા રાત પડે છે ,
દીવો સળગવા બેસો ત્યાં બાકસ ભાગે !
દિગંતોની વાટ પકડવા સંધ્યાટાણે,
ઢળતા સૂરજનું ઓઠું લઇ સારસ ભાગે !
એક ફરાળી શમણું વ્હેંચી દો મંદિરે
કોરા ઉપવાસીઓની અગિયારસ ભાગે !
સારા – નરસાનાં લેખાંજોખાં કયાં સુધી ?
સંસ્કૃતિની ખંડણી ભરતા વારસ ભાગે !
એની સામે બાળક જેવા થઇ જાઓ તો,
તીણા તીણા પોકાર કરી રાક્ષસ ભાગે !
– ભરત પટેલ
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , ભરત પટેલ | Tagged: અજવાળું ખભ્ભે નાખીને ફાનસ ભાગે , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , ભરત પટેલ , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 7, 2012 by BHARAT SUCHAK
શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા
અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા
આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ?
હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા
વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ
અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા
એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા
એ જ પેન પાટી લઇ ભણી ગયેલું ભણવા બેઠા
મેંય રોજ ખેતરમાં મારાં ‘કશું નથી’ ને વાવ્યું
દાતરડું લઇ નહીં ઊગેલું હું પદ લણવા બેઠા.
– અનિલ ચાવડા
Like this: Like Loading...
Filed under: અનિલ ચાવડા , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: અનિલ ચાવડા , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 7, 2012 by BHARAT SUCHAK
હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ?
ખુદને મળી શકાતું નથી એવું કેમ છે ?
ઝાકળની જેમ ક્ષણમાં ઊડી જઈશ હું છતાં
એ ફૂલને અડાતું નથી એવું કેમ છે ?
રાખી શકું છું સૂર્યમુખી જેવી દૂરતા
ને તો ય ત્યાં ટકાતું નથી એવું કેમ છે ?
એની નજીક વર્ષો લગોલગ રહીને પણ
અંતર હજુ મપાતું નથી એવું કેમ છે ?
પાણીની જેમ સરકી જવું છે, ખબર છતાં
એની ગલી વળાતું નથી એવું કેમ છે ?
બસ આંસુ આંખમાંથી વહેતા મૂકી શકું
ના પૂછ કે હસાતું નથી એવું કેમ છે ?
– મેગી અસનાની
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , મેગી અસનાની | Tagged: ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , મેગી અસનાની , હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ? , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 4, 2012 by BHARAT SUCHAK
સોળેસજી શણગાર મારું મનડું મલકાય,
આવે જો પ્રિતમ જીવન ધન્ય થઇ જાય.
એ આવ્યાના ભણકારે મારું હૈયું ભરમાય,
ને ઓઢણી નો છેડો મારો સરી સરી જાય.
ચાંદની જેવું ખીલતું મારું યૌવન કરમાય,
સ્પર્શ મળે તારો જો, એ ખીલીખીલી જાય.
વાટ જોતા ઉંબરે મારા નયનો છલકાય,
જોને વિરહની વેદના હવે સહી ના જાય.
મારી વેણીના મોગરા સાદ પાડી શરમાય,
આવ ને મારા પીયુ આ જિંદગી વહી જાય.
-કિરણ ચૌહાણ
Like this: Like Loading...
Filed under: કિરણ ચૌહાણ , ગઝલ , ગીત | Tagged: કિરણ ચૌહાણ , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , સોળેસજી શણગાર મારું મનડું મલકાય , ghazal , gujarati gazal , gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ઓગસ્ટ 4, 2012 by BHARAT SUCHAK
આવ્યો ઈશ્વરને વિચાર,કરું સુંદર કંઈ નિર્માણ,
સપનું સાકાર કરવા,કરી ઈશ્વરે નારી નિર્માણ.
આપી તેજસ્વી આંખો,ને સમદ્રષ્ટિનું નજરાણું,
અપાર સહનશક્તિ સાથે આપ્યું સુકોમળ હૈયું,
બે કુટુંબને ઉજાળવા આપી તેણે ઉદાર વૃત્તિ,
અમાપ ભરી મમતા ને આપી પદવી માતાની.
વહેતો રાખવા વહાલનો દરિયો કરી જાદુગરી,
હૈયે પ્રેમનું ઝરણું વહાવતી અવતારી દીકરી.
આપી ગુણ ત્યાગનો બનાવી ભાર્યા પુરુષની,
સુંદર નારી બનાવી શોભા વધારી પૃથ્વીની.
મૂકી ઈર્ષાનો ગુણ ભગવાન પડ્યો વિચારમાં,
સુંદર સર્જન કર્યા પછી ડાઘ પડ્યો ચાંદમાં.
-કિરણ ચૌહાણ
Like this: Like Loading...
Filed under: કિરણ ચૌહાણ , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ | Tagged: આવ્યો ઈશ્વરને વિચાર , કરું સુંદર કંઈ નિર્માણ , કિરણ ચૌહાણ , ગઝલ , ગુજરાતી કવિતા અને ગઝલ , ગુજરાતી ગઝલ , ghazal , gujarati gazal , gujarati git , gujaratikavitaanegazal | Leave a comment »