• Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,532 other followers

  • Follow ગુજરાતી કવિતા અને ગઝલ on WordPress.com
  • Blog Stats

    • 1,809,769 hits
  • JAY GANESH ESTATE AGENT

  • JAY GANESH ESTATE AGENT

    BHARAT SUCHAK

    BHARAT SUCHAK

    Call now for Best Deals JAY GANESH ESTATE AGENT Mr.Bharat suchakAbout UsWe have a most comprehensive database of buyers and sellers in Mumbai Bandra to Andheri We have a team of professional property consultants which gives us an opportunity to spend time with you to ensure the recommended property solution is appropriate and suit your financial plan. We are also able to organize funds for your property, if required. We want to grow and would like to solicit your business, try us. It's been some years since we established this property broking business. We have helped many people settle in their dream homes and offices. Our team is professionally qualified to understand your property requirements and propose a win-win solution. We believe, if given the opportunity, we will be able to obtain the best deal - for you. Our company is unique in that we are a full-service real estate outfit. My staff and I pride ourselves in the professional, personalized service we offer our clients and customers. If we can be of any assistance to you with finding or selling a home or investment property, please send us an e-mail/SMS through this web site and we will respond to your request. We look forward to helping you with you real estate needs. OFFICE ADDRESS: Shop No-3 Yashodhan bldg., Naheru road ,Opposite Dena Bank, Next to Green House Hotel, Vile Parle (East) Mumbai-400057 CONTACT US: JAY GANESH ESTATE AGENT Bharat suchak E-MAIL US AT: bharat0013@gmail.com

    Personal Links

    View Full Profile →

  • શ્રેણીઓ

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,532 other followers

  • Top Posts & Pages

  • Social

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ

વેબસાઇટ ઉપર મળે છે સનમ

ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો

અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

મૅમરીમાં ય હું સચવાયો નહીં

તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ

ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ

ડૉટ થઈને તું ઝળહળે છે સનમ

આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર

સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

શી ખબર કઈ રીતે ડીકોડ કરું

સિલિકોન ચિપ કશું કહે છે સનમ

ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો

ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ

દિલની ધડકન છે સૉફ્ટવેર હવે

એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ

લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે

ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

આંખ મારી આ થઈ ગઈ માઉસ

કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ

અદમ ટંકારવી

તૂટતા સંબંધની કેવી મઝા ?

તૂટતા સંબંધની કેવી મઝા ?
આવતી ઢીંચણ સુધી કાળી હવા

ધોમ તડકાના સિતમ પર છે સિતમ
ઝાંઝવાની જોઈ લે તું અવદશા

આ અરીસે થી નીકળવું શી રીતે ?
ક્યાં બીજે છે છુપાવાની જગા ?

તીવ્ર ઈચ્છાનો વખત ચાલ્યો ગયો
નખ વગરના શું કરું હું આંગળાં ?

કેમ ધ્રુજો છો તમે “ઈર્શાદજી”
કોન દરવાજે પે ઐસા હૈ ખડા ?

-ચિનુ મોદી (ઈર્શાદ )

દર્દ નામ કદી ન લે

ચોમાસે અજમો, લસણ ભલા
પણ, બારે માસ ત્રિફલા ભલા.

ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન,
શાકાઆહારને લીધે , તે ઘરડા પણ થાય જવાન.

રોટલા, કઠોળ અને ભાજી, — તે ખાનારની તબીઅત તાજી,
મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.

હિંગ, મરચું અને આમલી, સોપારી અને તેલ,
શોખ હોય તો પણ, સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.

આદુ રસ ને મધ મેળવી, ચાટે જો પરમ ચતુર,
શ્વાસ, શરદી, અને વેદના, ભાગે તેના જરૂર.

ખાંડ, મીઠું અને સોડા, એ ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા-પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય.

ફણગાવેલા કઠોળ જે ખાય, તે લાંબો, પોહળો અને તગડો થાય
દૂધ-સાકર, એલચી, વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય

લીંબુ કહે: હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો,
સેવન કરો જો મારું તો, પિત્ત ને મારું હું લાતો.

ચણો કહે: હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય,
ચણા દાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો થાય.

મગ કહે: હું લીલો દાણો અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ

કારેલું કહે: કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારો, ડાયાબીટીસની બાંધુ ચોટલી

આમલી કહે: મારામાં ગુણ એક જ, પણ અવગુણ છે પુરા ત્રીસ
લીંબુ કહે: મારામાં અવગુણ એક નહીં, પણ ગુણ છે પુરા વીસ

ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહે, દર્દ નામ કદી ન લે એ જોગીનું.

  – અનામી

“પ્રેમ” કાવ્ય સ્પર્ધા

પ્રિય સભ્યો,
આપ સૌનું ગુજરાતીઓ-સ્પર્ધા પર હાર્દિક સ્વાગત છે. સહર્ષ જણાવવાનું છે કે ગુરુપુર્ણીમા નાં શુભદિવસથી આપણી આ વેબસાઈટમાં માસિક સ્પર્ધા નું આયોજન કરવામા આવ્યું હતું તે માટે નો વાચકમિત્રો એ જે ઉત્સાહભર્યો અને અતિ સુંદર પ્રતિભાવ દાખવ્યો તે માટે આપ સૌ નો ખુબ ખુબ આભાર .
હવેથી આ સ્પર્ધા દર વખતે અલગ અલગ વિષય આધારિત રાખવાનું નક્કી કર્યું છે , તો આપ સૌ મિત્રો ને તેમાં ભાગ લેવા ભાવભર્યું આમંત્રણ છે. ખાસ કરીને આ સ્પર્ધાનો હેતુ નવોદિત સર્જકોને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે .
ગુજરાતી ભાષાના પ્રચાર માટે હવેથી નિયમિત રીતે સ્પર્ધાનું આયોજન કરવામા આવશે આથી, જેઓ લેખન ક્ષેત્રે પ્રથમ પગલું ભરી રહ્યાં હોય તેમને માટે આ સ્પર્ધા સુવર્ણતક સમાન છે.આ સ્પર્ધા આજના તારીખ ૧ ૬ જાન્યુઆરી … પોષ સુદ અગિયારસ ના શુભદિવસથી શરુ થાય છે.
આ વખતની સ્પર્ધાનો વિષય છે પદ્ય અને “પ્રેમ” ….પ્રેમ કાવ્ય / ગઝલ / ગીત / સોનેટ …. કે પ્રેમ અંગેની આપ કોઈ પણ પદ્ય રચના મૂકી શકો છો.
પ્રેમ નો પ્રકાર કોઈ પણ હોઈ શકે …. માતૃ પ્રેમ, પિતૃ પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, મિત્ર કે સખી નો પ્રેમ , દામ્પત્ય પ્રેમ , કે પ્રેમીજનો નો પ્રેમ !
પ્રેમની ના કોઈ પરિસીમા,
પ્રેમપંથમાં ના કાંઈ પારાવાર.
પ્રેમ પરસ્તીનો, પરવશ પરવરદિગાર,
પ્રેમપંથનો પ્રણેતા જ પ્રભુ પરમેશ્વર!
પારૂ કૃષ્ણકાંત “પિયુની”
આપ સૌ આપની પોતાની રચના આજના શુભ દિવસથી નીચેની લીંક ક્લિક કરીને બ્લોગ

પર મૂકી શકો છો અને ઇનામ જીતી શકો છો.

http://www.gujaratio.com/profiles/blog/new
પ્રથમ ઇનામ રૂ. ૫૦૧, દ્રીતિય ઇનામ રૂ. ૨૫૦,ત્રીજું ઇનામ રૂ.૧૦૧ આપવામાં આવશે
(આ ઇનામ”પરાર્થે સમર્પણ “ની રકમ માતૃશ્રી “સુરજબા” ના સ્મરણાર્થે …” સુરજબા મેમોરીયલ પબ્લિક ટ્રસ્ટ જેસરવા “મુ. જેસરવા. તા. પેટલાદ , જીલ્લો આણંદ – ૩૮૮૪૫૦ દ્વારા “સ્વપ્ન ” જેસરવાકર અને ચીમનભાઈ પટેલ તેમજ પરીવારનાસહયોગથી ………..)

આ સ્પર્ધાના નિયમોઃ
બધાજ સભ્યોને વિનતી છે કે નિયમ વાંચીને જ રચના બ્લોગ પર મુકે. તમારી રચનાનાં અંતમાં તમારૂ પુરુ નામ , સરનામું , કોન્ટેક્ટ નંબર અને રચના લખ્યાની તારીખ લખવી જરૂરી છે.

૧) રચના સ્વરચિત હોવી જોઇએ.અને સ્પર્ધામાં ભાગ લેવા તમે તમારી રચના સીધી બ્લોગ પર મૂકી શકશો જે આ સ્પર્ધાના નિયમ મુજબની હોવી જરૂરી છે (તમને બ્લોગ પોસ્ટ મુકતા તકલીફ પડે તો આ લીંક ક્લિક કરાવી
http://gujaratikavitaanegazal.ning.com/group/Help
૨) વધુ માં વધુ ૫ રચનાઓ બ્લોગ પર મૂકી તમે સ્પર્ધામાં ભાગ લઇ શકો છો.
૩) તમે તમારી રચનાનાં અંતમાં તમારૂ પુરુ નામ, સરનામું , કોન્ટેક્ટ નંબર અને અને રચના લખ્યાની તારીખ લખવી જરૂરી છે .
૪) રચના આ અગાઉ ક્યાંય પ્રસિધ્ધ થઇ હોવી ના જોઇએ.બીજે પ્રસિધ્ધ થયેલી રચના અહી મુકવી નહિ.
૫) અહી પોસ્ટ કરેલ બધી યોગ્ય રચના ગુજરાતી ગ્રુપની વેબસાઈટ પર મુકવામાં આવશે અને તેને પુસ્તક સ્વરૂપે પણ મુકવાનો વિચાર છે.
૬)આ સ્પર્ધાની આખરી તારીખ ૨૮.૨.૨૦૧૧
૭)સ્પર્ધાના નિર્ણાયકો ટુંક સમય માં જાહેર કરવામાં આવશે.
૮)સ્પર્ધામાં મુકેલ રચના ૩ મહિના સુધી બીજા બ્લોગો કે વેબસાઈટ કે બીજા કોઈ માંધ્યમમાં મુકવી (પબ્લીશ) કરવી નહિ
વિશેષમાં કોઇ સલાહ-સુચન કે સુધારા કરવા જેવુ લાગે તો જરુર કહેજો. તમારો અભિપ્રાય અમારે માટે બહુ કિમતી છે.

જય જય ગરવી ગુજરાતી

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

માનો પોલીસને મિત્ર ભાગ- ર

વાહનચોરી અટકાવવા વાહનમાલિકોએ ઘ્યાન પર લેવાની તકેદારીરૂપ બાબતો
• વાહનના પાર્કિંગ માટેની નિયત જગ્યામાં જ પાર્ક કરો.
• ૯૦ ટકા વાહનચોરી લોક કર્યાં વિનાનાં વાહનોની જ થાય છે. વાહનચોરી અટકાવવા માટે વાહનનું લોક કરવું તે અતિઆવશ્યક છે. વાહનને પાર્ક કરતી વખતે હંમેશા તેને લોક કરો. તેમ જ લોક થયાની ખાતરી કર્યા બાદજ આગળ વધો.
• વાહન નો પાર્કિંગ ઝોન, રોડ પર અડચણરૂપ રીતે. કે છૂટુંછવાયું ક્યારેય પાર્ક ન કરો.
• રાત્રીના સમયે પોતાનું વાહન કમ્પાઉન્ડ વોલ કે પાર્કિંગમાં મૂકી વાહનને લોક કરવા ઉપરાંત કમ્પાઉન્ડ વોલનો દરવાજો પણ લોક કરવાનો આગ્રહ રાખો.
• ટુ વ્હિલરમાં સ્ટિયરિંગ અને ઇગ્નિશન લોક ઉપરાંત ચેઈન લોક પણ લગાવી શકાય છે. જે વધારાની તકેદારી લેવામાં સંકોચ ન અનુભવો.
• વાહનચોરો વાહનની ચોરી કરી તત્કાલ નંબર પ્લેટ બદલે છે અને કેટલાક કિસ્સામાં વાહન છૂટું પાડી વેચે છે અથવા બોગસ રજિસ્ટ્રેશનના કાગળો બનાવી વેચે છે. ચોરી કરેલ વાહનનો અહીં જણાવેલ રીતે સરળતાથી નિકાલ ન થાય તે માટે આપના વાહનનો રજિસ્ટ્રેશન નંબર તેના સ્ટિયરિંગ, વાહનની રિંગો, ચેસીસ, એન્જિન વગેરે પર એમ્બ્રોસ કરાવો.
• આપની કારમાં કે ટુ વ્હિલરની ડેકીમાં રોકડ નાણાં કે કીમતી દસ્તાવેજો, લાઇસન્સવાળું હથિયાર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે છોડીને ન જાઓ.
• હાલમાં ન.ચક (વાહનનું લોકેશન દર્શાવતા) ઉપકરણો અને રિમોટ કન્ટ્રોલ/કોકથી વાહનના ઇગ્નિશન બંધ કરી શકાય તેમ જ વાહનને ચાવી વિના ચાલુ કરવામાં આવે તો વાહનમાલિકને વાહન શરૂ થયાની જાણ થાય તે પ્રકારના અદ્યતન સિક્યોરિટી ડિવાઇસ બજારમાં ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરવો.
• વીમો ઉતરાવ્યા વિના વાહનનો ક્યારેય ઉપયોગ ન કરો. વીમાની મુદ્દત પૂરી થતાં પહેલાં બિનચૂક પ્રીમિયમ ભરો.
• જૂનું વાહન ખરીદતાં પહેલાં તેની માલિકીના દસ્તાવેજની સંપૂર્ણ ખરાઈ કરો
સ્ત્રીઓમાટેસલામતીનાંસૂચનો
જાગૃતિ
• સ્ત્રીઓએ આસપાસનું વાતાવરણ અને જ્યાં જવાનાં હોય ત્યાંની જગ્યા અને ત્યાં કોઈની મદદ મળશે કે નહીં તે જાણવું જોઈએ અને નીચેના ત્રણ મોટામાં મોટાં જોખમી પરિબળો ઘ્યાનમાં રાખવાં જોઈએ.
• એકલતાની જગ્યા કે અંધારાની અથવા બંને
• બહાર નીકળવાના રસ્તા
• અજાણી જગ્યા કે જ્યાં કોઈની મદદ ના મળી શકે ત્‍યાં સિસોટી કે સ્વબચાવ માટે એલાર્મ સાથે રાખો.
• તમે તમારી કીચેઇનમાં સિસોટી લગાવી રાખો જે તમને અણધારી એકલ જગ્યાએ કામ આવશે. આ વગાડવાથી લોકોનું ઘ્યાન ખેંચાશે
• એકલવાયી જગ્‍યાએ વધુ સમય રોકાવવુ નહી
ઘ્યાનરાખો
• ખુલ્લી ઠંડા પીણાની બોટલ કે વસ્તુ કોઈ પણ પાસેથી ક્યારેય ન સ્વીકારો. પોતે જ બોટલ ખોલવાનો આગ્રહ રાખો.
• પ્રસંગ કે પાર્ટીમાં તમને જો ખાતરી ના હોય તો તમે જાતે નવું પીણું લઈ લો.
• પ્રસંગ કે પાર્ટીમાં અજાણ્‍યા ઇસમ પાસેથી કોઇપણ ખાધ્‍ય વસ્‍તુ લેવી નહી કે પીણુ પીવુ નહી.
• અજાણી જગ્યાએ કાળજી લઇ વાહનમાં મુસાફરી કરવી
વ્યક્તિગત તકેદારીનાં પગલાં
• હંમેશા થોભો અને જોખમ વિશે વિચારો.
• દરવાજો ખોલતાં પહેલાં મુલાકાતીને ઓળખો.
• નાનાં બાળકોને મુલાકાતી માટે દરવાજો ખોલવાનું કદી ના કહો.
• સેલ્સમેન પાસે હંમેશા ઓળખપત્ર માગો.
• રાત્રે એકલા ચાલવા જવાનું ટાળો.
• નિર્જન જગ્યાએ ચાલવા જવાનું ટાળો.
ઘરની સુરક્ષા અને સાવધાની માટેનાં પગલાં (Home Safety)
• ઘરના મુખ્ય દરવાજા અને પાછળના દરવાજા તેમ જ બારી અને તેની ગ્રિલો અતિ મજબૂત બનાવવાનો અને અંદરથી ફિટ કરવાનો આગ્રહ રાખો. ગ્રિલ, બારીબારણામાં મજબૂત સ્ક્રૂનો ઉપયોગ કરો.
• મકાનમાં સરળતાથી પહેલા માળે કે ગેલેરીમાં ચઢી ન શકાય તે માટે જરૂરી ગ્રિલ કે અવરોધો બનાવો. મકાન નજીક વૃક્ષ કે ઇલેક્ટ્રિક તેમ જ ટેલિફોનના થાંભલા ઉપરથી ઘરમાં પ્રવેશ શક્ય હોય તો ધાબાના દરવાજા સહિત જ્યાં જરૂર જણાય ત્યાં ગ્રિલ બનાવી જરૂરી તકેદારી લો.
• ઘરના મુખ્ય દરવાજા ઉપરાંત જાળીવાળો દરવાજો પણ અચૂક બનાવો જેથી અજાણ્યા મુલાકાતીને ઘરમાં પ્રવેશ આપતાં પહેલાં ઓળખાણ કે ઓળખની ખરાઈ થઈ શકે.
• ઘરમાં મુખ્ય દરવાજામાં આઇગ્લાસ, ડોરચેઇન ઉપરાંત શક્ય હોય તો વીડિયોડોર ફોન અને બહુમાળી મકાનમાં સિક્યોરિટી વ્યવસ્થા સાથે ઇન્ટરકોમની વ્યવસ્થા પણ રાખો. તાળાં ઊંચી ગુણવત્તાનાં અને મજબૂત પ્રકારનાં જ પસંદ કરો.
• ઘરના મુખ્ય દરવાજા અને રસોડાના/પાછળના દરવાજામાં બહારથી તાળાં ઉપરાંત ઇન્ટર્નલ લોક પણ રાખો. અહીં બારીબારણાંના નકૂચા સ્ક્રૂથી નહીં પણ નટ-બોલ્ટથી ફિટ કરાવો.
• દરેક એપાર્ટમેન્ટ, સોસાયટી તેમ જ બંગલાના આયોજનના તબક્કેથી જ સિક્યોરિટી હેતુથી અદ્યતન આયોજન કરો. મકાનની સલામતી માટે ઉપલબ્ધ મેગ્નેટિક સેન્સર, સ્મોક સેન્સર, અપપ્રવેશની કોશિશ કે અપપ્રવેશ રોકતાં એલાર્મ બંધ ઘરમાં પ્રવેશતાં માલિક-પોલીસ સહિત અમુક વ્યક્તિને જાણ કરતી સર્કિટ/ડિવાઇઝ વગેરે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરો.
• દરેક સોસાયટી અને એપાર્ટમેન્ટ તેમ જ ઓફિસ કોમ્પ્લેક્સ અને ગોડાઉન વિસ્તારમાં શિફટમાં વોચમેન રાખો. બહારથી આવતા મુલાકાતી માટે વિઝિટર્સ બુક રાખો. તેઓના વાહનના નંબર લખવાની પ્રથા અપનાવો.
• ઘરમાં નોકર રાખતાં પહેલાં તેની સાચી ઓળખ નક્કી કરો. તેના ફોટા સાથેનો રેકર્ડ (સંપૂર્ણ વિગત) અને તેની ભલામણ કરનારનું નામ વગેરે નોંધી રાખવું. તેના સંપર્કની વિગત પણ નોંધી રાખો. જરૂર જણાયેથી તેનું પોલીસ સ્ટેશન મારફત ચારિત્ર વેરિફિકેશન કરાવવું.
• ઘરમાં રિપેરિંગ (લાઇટ ફિટિંગ,પ્લમ્બિંગ વગેરે) જાણીતા માણસો/એજન્સી પાસે જ કરાવો. ઘરમાં રિપેરિંગ ચાલુ હોય ત્યારે ઘરની એક વ્યક્તિ કે નોકર હાજર રહો. ચેનલ/કેબલ, ઇન્ટરનેટ પ્રોવાઇડર, મોબાઇલ ફોન સેવા પૂરી પાડનાર, સેલ્સમેન, ફેરિયા વગેરેને ઘરમાં પ્રવેશ ન આપો. તેની ઓળખની ખાતરી કર્યા બાદ જ તેની સાથે વ્યવહાર કરો.
• મકાનના કમ્પાઉન્ડ અને સ્ટેરકેસમાં રાત્રી દરમ્યાન લાઇટની વ્યવસ્થા કરો. રાત્રે દૈનિકક્રિયા માટે જ્યારે પણ જાગવાનું થાય ત્યારે મકાન આસપાસ નજર કરવાની ટેવ પાડો.
• ઘરફોડ ચોરી કે લૂંટફાટ કરનાર ઘરમાં પ્રવેશની પહેલા કે પ્રવેશની સાથે ટેલિફોન તાર કાપી નાખવાની ટેવ ધરાવતા હોય છે. આપનો મોબાઇલ ફોન સૂવાની જગ્યાએ સાથે રાખો અને પોલીસ હેલ્પલાઈન (સ્થાનિક પોલીસ સ્ટેશન તેમ જ જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમના નંબર અવશ્ય રાખો. મુશ્કેલીના સમયે મદદ માટે સંકલન કરે તેવા મિત્રોની મદદ પણ લો. પરસ્પર મદદ માટે આપ પૂર્વ નિર્ધારિત સમયે મિત્ર સાથે રિહર્સલ પણ કરી શકો છો.
• ઘરના મહત્ત્વના કારોબાર તેમ જ કીમતી દાગીના વગેરે અંગે તેમ જ બહાર રહેતાં સગાં-સંબંધી અંગે અજાણ્યા માણસો સામે રૂબરૂમાં ચર્ચા ટાળો.
• મકાનની ચાવી મકાન બંધ કરતી વખતે મકાન આસપાસ છુપાવવાનું ટાળો. તેમ જ મકાનની ચાવી ભરોસાપાત્ર પાડોશી સિવાય અન્યને ક્યારેય ન આપો. ઘરના નોકરોના હાથમાં ચાવી આવે તે રીતે ચાવીઓ ન રાખો. જ્યારે ઘર બંધ કરીને બહાર જવાનું થાય ત્યારે પાડોશીને તકેદારી લેવા જાણ કરો.
• પાડોશી સાથેના સંબંધો સારા રાખો અને મિલકત સંબંધિત ગુના સંબંધે પરસ્પરની તકેદારી લેવાના સંબંધો રાખો.
• ઘરના સભ્યોને ઘર બહાર જવાનો સમય અલગ અલગ હોય અને વચ્ચે ઘર બંધ રહેતું હોય તો દરેક સભ્ય પાસે ચાવીનો અલગ સેટ રાખો. ચાવી અડોશપડોશમાં આપવાનું ટાળો. જો પ્રસંગોપાત્ત ચાવી આસપાસમાં આપવાનું થતું હોય કે નોકરોના હાથમાં ચાવી જતી હોય તો તાળાં અવારનવાર બદલતા રહો.
• કીમતી દાગીના-રોકડ વગેરે સુરક્ષિત રાખવા ઘરમાં મજબૂત કબાટ/સેફ રાખો, જેની ચાવી ક્યાંય આસપાસમાં કે ટીવી કેબિનેટ-ફોન નીચે છુપાવવાની ટેવ ન રાખો. શક્ય હોય ત્યાં સુધી દાગીના-રોકડ બેન્ક લોકર/બેન્કમાં જમા રાખો.
• સોસાયટીના આંતરિક રોડ પર સોસાયટી પ્રમુખ કે સિક્યોરિટીના માણસો મારફત ફેરિયાઓનો પ્રવેશ રોકી શકાય છે. આપની સોસાયટી અને એપાર્ટમેન્ટમાં જેના ચારિત્ર અંગે ખરાઈ કરેલ છે તેવા જ સ્વીપર, ધોબી, શાકભાજીવાળા, છાપાવાળા અને અન્ય ફેરિયાને પ્રવેશ આપો. ગેસ રિપેર કરનાર, પ્લમ્બર અને અન્ય રિપેરિંગ કરનાર પણ માન્ય અને જાણીતી વ્યક્તિઓ પાસે જ કામ કરાવો. આવા તમામનાં નામ-સરનામાં અને ફોનથી વાકેફ રહો.
• અનાથાશ્રમ, ઘરેણાં ધોઈ સાફ કરી આપનાર, સેલ્સમેન, બાળભિખારી વગેરે ઓળખ સાથે બપોરના કે એકાંતના સમયે આવનારથી ખાસ ચેતતા રહો. એકલી મહિલા કે વૃદ્વ સાથે તેઓ દ્વારા છેતરપિંડી કે ગુનો કરવાની શક્યતા હંમેશા ઘ્યાન પર લો.
• બાળકોના મિત્રો, શાળા/સ્કૂલનાં વાહનો તેમ જ અગત્યના અન્ય સંપર્કોની વિગત હાથવગી રાખો.
• આપનું મકાન વિકાસ પામી રહેલા વિસ્તારમાં આવેલું હોય, આપના મકાન પાસે કોઈ ખાલી પ્લોટ હોય કે મકાન છેવાડાના વિસ્તારમાં આવ્યું હોય તો તે જગ્યાએ મિલકત વિરુદ્ધના ગુના થવાની વિશેષ શક્યતા છે. આવા વિસ્તારમાં દિવસ દરમ્યાન મજૂરો, ભિખારી, સાધુબાવા વગેરેના સ્વાંગમાં ફરતા અજાણ્યા માણસો ઉપર ખાસ નજર રાખો. તેમ જ જ્યારે આપનું ઘર બંધ રહેનાર હોય તે વખતે ખાસ તકેદારી રાખો, જેમાં બિનજરૂરી રીતે કીમતી જણસ બંધ ઘરમાં ન રાખો અને પાડોશી તેમ જ સ્થાનિક પોલીસ સ્ટેશનને આપનું ઘર બંધ રહેવા અંગે ખાસ જાણ કરો.
• આપ ઘરમાં એકલા હોય ત્યારે આપને બેઘ્યાન બનાવવા અને ટેન્શનમાં મૂકી ચીલઝડપ કે ચોરી/ગુનો કરવાના આશયથી ગુનેગારો અકસ્માત અથવા તુરંત ઘર બહાર નીકળેલ સગાંસંબંધી તકલીફમાં છે તેવી માહિતી આપી બહાર બોલાવે છે, અકસ્માતમાં કોઈ સગાંવહાલાંને પૈસાની જરૂર છે વગેરે ખોટા સમાચાર આપે છે. જ્યારે પણ અજાણી વ્યક્તિ દ્વારા આવા સમાચાર મળે ત્યારે સ્વસ્થતાથી સાંભળી યોગ્ય પ્રતિભાવ આપો અને પાડોશી તેમ જ પોલીસની મદદ લો.
• આપના રહેઠાણ બહાર રોડ પર કે ગલ્લા વગેરે પર ટપોરી એકઠા થતા હોય તો પોલીસના ઘ્યાન પર મૂકો. તેઓની ત્રાસદાયક વર્તણૂકથી છુટકારો મેળવવા હંમેશા પોલીસની મદદ લો.
• આપે આપની મિલકતની ચોરી/લૂંટફાટ કરનાર સામે વાજબી પ્રતિકાર કરી તે ઘટના રોકવા વાજબી બળ વાપરવાનો આપને અધિકાર છે. આવા પ્રસંગે આમ કરતાં પહેલાં તક મળે તો પોલીસ અને અન્ય મિત્રોની મદદ લેવાનો પ્રયાસ કરો.
જ્યારે પણ મિલકત વિરુદ્ધના ગુના માટે ગુનેગાર નજરે પડે ત્યારે પ્રથમ પોતે અને આસપાસના રહીશો સતર્ક થઈ તત્કાલ પોલીસને જાણ કરો અને ગુનેગારને પડકારવાને બદલે તેની હરકત પર નજર રાખી પોલીસની મદદ માટે સ્થાનિક પોલીસ સ્ટેશન ઉપરાંત જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ પર જાણ કરો.

સલામતી માટે જરૂરી
વાહનની યાંત્રિક ખામીઓ (બ્રેક ખરાબ હોવી, હેડ લાઇટ ખરાબ હોવી, તીવ્ર પ્રકાશવાળી લાઇટ હોવી, વાહનમાં એન્જિન કે અન્ય ભાગમાં ડ્રાઇવરના જજમેન્ટને થાપ આપે તેવી ખામી હોવી), રોડની ખામીઓ (સાંકડા અને ખરાબ રોડ, સાઇડ શોલ્ડરમાં ખામી હોવી, અવરોધરૂપ વૃક્ષો હોવાં, ખરાબ વળાંકવાળા રસ્તા હોવા, શેડ ડિઝાઇનમાં ખામી હોવી, શેડ સાઇન અને રિફલેક્ટર ન હોવા) અને વાહનચાલક કે રોડ વપરાશ કરનારની વ્યક્તિગત ભૂલો (નશો કરેલી સ્થિતિમાં વાહન ચલાવવું, દૃષ્ટિની ખામી હોવી, ટ્રાફિક નિયમો અને સૂચનાનું ઉલ્લંઘન કરવું, બેઘ્યાન કે બેફામ રીતે વાહન ચલાવવું, રાહદારીની ભૂલ) વગેરે એક કે વધુ પરિબળોના કારણે રોડ અકસ્માત બને છે. રોડ અકસ્માતમાં કોઈ એકની ભૂલના કારણે અનેક નિર્દોષ નાગરિકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભોગ બને છે. દર વર્ષે વિશ્વમાં આશરે માણસો રોડ અકસ્માતમાં પ્રાણ ગુમાવે છે. અને મોટી સંખ્યામાં ગંભીર કે સામાન્ય ઈજા પામવા સાથે અબજો રૂપિયાનું નુકસાન થાય છે. માત્ર ભારતમાં જ દર વર્ષે એક લાખથી વધારે લોકોને રોડ અકસ્માત નડે છે, જેમાં મૃત્યુ, ઈજા, વાહન સહિત અન્ય મિલકતને નુકસાન, ઈજાના કારણે ભવિષ્યવર્તી અસર અને સારવારખર્ચ વગેરે સાથે નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આશરે પપ,૦૦૦ કરોડ જેટલી સામાજિક કિંમત (સોશ્યિલ કોર્ટ) આપણે ચૂકવીએ છીએ. આ બાબત કોઈ મોટી માત્રામાં રાષ્ટ્રીય નુકસાન અને દુ:ખએ વાજબી છે ?
તમામ સ્તરે ઉપરોક્ત બાબતે ગંભીરતાથી વિચારણા સાથે થોડી જાગૃતિ દાખવી તકેદારી લેવામાં આવે તો રોડ અકસ્માતની માત્રામાં અસારધારણ ઘટાડા સાથે અનેકના પ્રાણ અને લાખોની વ્યથા/દુ:ખ ઘટાડી શકાય તેમ છે. આપ સૌને રોડ અકસ્માત ઘટાડવા નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવા, વ્યક્તિગત અને સામૂહિક તકેદારી લેવા આ બાબતે જનજાગૃતિના પ્રયાસો કરવા અનુરોધ છે.
ટ્રાફિક સંબંધિત કાયદાઓ અને નિયમો આપની રોડ સલામતીને કેન્દ્રસ્થાને રાખી આ વિષયના ગહન અઘ્યયન બાદ ઘડવામાં આવ્યા છે. તેની મૂળભૂત જાણકારી રાખો, તેનો હેતુ સમજો અને તેનું સંપૂર્ણપણે પાલન કરો.
આ નિયમો વિરુદ્ધ અવિચારી, મૂર્ખતાપૂર્ણ અને ખોટું જનમાનસ ઊભું કરી સસ્તી લોકપ્રિયતાના પ્રયાસ કરનારના પ્રભાવમાં આવ્યા વિના હંમેશાં રોડ સલામતી અને જાહેર વ્યવસ્થાની બાબતે જ પ્રાધાન્ય આપી સ્વભાવગત રીતે ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરો. ટ્રાફિક નિયમો સંબંધિત જનજાગૃતિ લાવવાના પોલીસ અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રયાસોની સરાહના કરી તેનો વ્યાપ વધારવા વ્યક્તિગત યોગદાન સાથે ઉત્સાહભેર ભાગ લેવા ભારપૂર્વક અનુરોધ છે.

તમારા ઘર-મિલ્‍કતની સલામતી માટે સાવધાનીના પગલા

માનો પોલીસને મિત્ર, માંગો તેની સહાય મળે જો સહકાર આપનો, સુરક્ષા ખરે જ સ્‍થપાય.
તમારા ઘર-મિલ્‍કતની સલામતી માટે સાવધાનીના પગલા
(૧) તમે જો લાંબો સમય બહારગામ જવાના હો, તો તેની જાણ તમારા પડોશીને કરીને જાઓ (જેથી પડોશી તમારા ઘરનુ ધ્‍યાન રાખી શકે.)
(ર) બહાર કે બહાર ગામ જતાં તમારા ઘરના કબાટ, તિજોરી, દરવાજાની ચાવીઓ તમારી પાસે જ રાખો (જેથી પડોશી કે અન્‍ય પર શંકાનુ કારણ રહે નહી.)
(૩) પ્રવેશના મુખ્‍ય બારણા આગળ મજબુત જાળી બનાવો અને તેને અંદરથી બંધ રાખો (જેથી બારણુ ખોલવા છતાં અજાણી વ્‍યક્તિ ઘરમાં ઘુસી આવે નહી.)
(૪) જાળીમાં કે બારણામાં ફીટ કરેલી ડોકા બારીમાંથી બહાર નજર નાંખી વ્યક્તિ પરિચિત લાગે તો જ બારણુ ખોલવું. રાત્રે પ્રવેશ દ્વારની બહારની બાજુએ લાઇટ ચાલુ રાખવી જેથી ઘરમાં પ્રવેશ કરનાર વ્યક્તિને જોઇ શકાય.
(પ) કોઇપણ અજાણી વ્‍યક્તિ-સેલ્‍સ પર્સન્‍સ, ફેરીયાઓ, શાકભાજીવાળા વિગેરેને ઘરની અંદર કયારેય પ્રવેશ આપવો નહી.
(૬) સોના ચાંદીના ઘરેણા ધોઇ આપવાવાળા, જયોતિષી કે સાધુ-બાવાઓની વાતોમાં કયારેય ભરમાઇ જવુ નહી.
(૭) કોઇ અજાણી વ્‍યક્તિ તમારા બાળક કે અન્‍ય સગાના અકસ્‍માત કે અન્‍ય આઘાતજનક સમાચાર આપી તેની મદદ માટે પૈસા માંગે તો જરા પણ ગભરાયા વગર તે બનાવ અંગે જાત તપાસ કરવી. અજાણી વ્યક્તિને પૈસા આપવા નહી કે તેની સાથે જવુ નહી.
(૮) ગેસ રીપેરીંગ, ફોન રીપેરીંગ, ઇલેક્ટ્રીક કામ, સુથારી કામ, પ્‍લમ્બિંગ કામ કરનારા વિગેરે ઘરમાં કામ કરતાં હોય ત્‍યારે તેમની પર સતર્ક નજર રાખવી.
(૯) ઘરના નોકર, ડ્રાયવર, માળી, ધોબી કે અન્‍ય કામો માટે નિયમિત કે અવારનવાર આવતી અજાણી વ્યક્તિ (માલીસ કરનાર, યોગ વિ. શીખવનાર) ના ફોટોગ્રાફસ તથા ખાતરી પુર્વકના નામ સરનામા અવશ્ય લઇ રાખવા.
(૧૦) તમારા દર દાગીના, અગત્‍યના દસ્‍તાવેજ કે રોજબરોજની જરૂરીયાત સિવાયની રોકડ હંમેશા ઘરમાં ન રાખતાં બેંક લોકરમાં મુકવાનો આગ્રહ રાખો.
(૧૧) બેંકમાં પૈસા ભરવા કે અન્‍ય નાણાકિય વ્‍યવહારો માટે કયારેય નોકરો પર વિશ્વાસ રાખવો નહી. તમારી બેંક ચેકબુક, પાસબુક, ક્રેડીટકાર્ડ, તાળાવાળા કબાટમાં સલામત રાખવા.
(૧ર) ઘરના ઓટલાની બહાર મુકાતા દ્વીચક્રી વાહનોને વઘારાના ચેઇનવાળા તાળા મારવા, પેટ્રોલ લોક તેમજ સ્‍પેરવ્હીલ લોક રાખવા પણ હિતાવહ છે.
(૧૩) કાર પાર્ક કરીને જતી વખતે તમામ દરવાજા, કાચ વિગેરે અવશ્ય ચકાસી લેવા. કાચમાંથી દેખાય તે રીતે ડેશબોર્ડ પર કે સીટ પર બેગ, મોબાઇલ, લેપટોપ, વિગેરે ચીજ વસ્‍તુઓ મુકી રાખવી નહી (જેથી બહારથી જોનાર વ્‍યક્તિ ચોરી કરવા લલચાય નહી.) કારમાં સેન્‍ટર લોક સીસ્‍ટમ રાખવી હીતાવહ છે.
(૧૪) ઘરને તેમજ વાહનોને યોગ્‍ય કદના પ્રતિષ્‍ઠીત કંપનીના મજબુત તાળા મારવા.
(૧પ) ઘરના દરવાજા તેમજ સ્‍ટોપર્સ, નકુચા, ગ્રીલ વિગેરે અંદરથી સ્‍ક્રુ મારી ફીટ કરવા (જેથી બહારથી ખોલી શકાય નહી)
(૧૬) ચાવી ખોવાઇ ગઇ હોય તેવી પરિસ્‍થિતિમાં અજાણી વ્‍યક્તિને ઘરમાં બોલાવી દરવાજા, તીજોરી, વિગેરે ખોલાવતાં ખુબજ સતર્ક રહેવુ. ડુપ્‍લીકેટ ચાવીઓ બનાવવા કરતાં તાળુ બદલી નાંખવુ હિતાવહ છે.
(૧૭) હાઉસિંગ સોસાયટીમાં બહુમાળી ફલેટ્સમાં કે સ્‍વતંત્ર બંગલામાં વોચમેન તરીકે માત્ર વિશ્વાસનિય વ્‍યક્તિ કે સીકયુરીટી એજન્‍સીઓ પર જ આધાર રાખવો. વ્‍યક્તિગત ભલામણથી વોચમેન રાખવા નહી. તેમના ફોટોગ્રાફસ, નામ, સરનામા મેળવી લઇ તેની યોગ્‍ય ખાતરી કરવી.
(૧૮) ચેરમેન સેક્રેટરીએ, સોસાયટી કે ફલેટ્સના વોચમેનને દરેક મુલાકાતી પાસે રજીસ્‍ટરમાં મુલાકાત અંગે વિગતવાર નોંધ કરાવે અને સમય નોંધી લે તેવી કડક સુચના આપવી.
(૧૯) વોચમેન ઇન્‍ટરકોમથી સભ્‍યને મુલાકાતી અંગે જાણ કરી તેની ખરાઇ કરે તે અતિ આવશ્યક છે. શકય હોય તો મકાન માલીક કલોઝ સર્કીટ કેમેરાથી મુલાકાતીને જોઇ શકે અને પછી જ પ્રવેશ માટે પરવાનગી આપે તે ઇચ્‍છનીય છે.
(ર૦) ઘરમાં સિકયુરીટી સિસ્‍ટમ હોય તે ખુબ જ જરૂરી છે. ઘરના સભ્‍યોની ગેરહાજરીમાં પણ અજાણી વ્‍યક્તિ ઘરમાં પ્રવેશવા પ્રયત્‍ન કરે તો એલાર્મ વાગે તેવી ગોઠવણ કરવી.
(ર૧) ચેઇન સ્‍નેચિંગના બનાવો બને છે ત્‍યારે ભોગ બનનાર હેબતાઇ જાય છે. આવા પ્રસંગે બને તો જોરજોરથી બુમો પાડી લોકોનુ ટોળુ ભેગુ કરવુ. જેથી ચેઇન સ્‍નેચરને ભીડમાંનો કોઇ માણસ ટ્રેસ કરી શકે અને તેના વાહનનો નંબર લઇ શકે.
(રર) સાયકલ ચોરીના બનાવો અટકાવવા સાયકલને ડબલ લોક કરી રાખવી હિતાવહ છે થોડો સમય વેડફાશે પરંતુ સાયકલ ચોરી અટકાવી શકાય છે.
પોલીસની વિશેષ મદદ મેળવવા ઉપયોગી સુચનો.
બાળકો માટે
(૧)વિશેષતઃ પ્રાથમિક શાળાના બાળકોની શાળાના સંપર્ક સુત્રો, બાળકને શાળાએ લઇ જતાં વાહનોનો નંબર તથા વાહન ચાલકનો સંપર્ક નંબર નોંધી રાખવા અતિ આવશ્યક છે.
(ર) નાના બાળકનુ નામ, સરનામુ, ફોન નંબર વિગેરે દર્શાવતુ ઓળખપત્ર બાળકના યુનિફોર્મ પર લગાવેલુ હોય તે અંગે કાળજી રાખવી જરૂરી છે.
(૩)બાળકો કોઇ અજાણી વ્‍યક્તિ પાસે ચોકલેટ રમકડાં વિગેરેની લાલચથી જાય નહી તેવુ મા-બાપે તેને શીખવવું.
મહીલાઓ તથા યુવાનો માટેઃ-
(૧)તમારા ઘરે નનામો કે બિભત્‍સ ફોન અથવા પત્ર આવતાં હોય તે અંગે પોલીસને જાણ કરો. તમારૂ નામ ગુપ્‍ત રાખી પોલીસ તમને મદદરૂપ થશે. (ર)મહીલાઓની મશ્કરી, છેડતી કે અન્‍ય હેરાનગતિ(માનસિક કે શારીરિક ત્રાસ) જેવી બાબતોમાં મદદ માટે મહીલા પોલીસ સ્‍ટેશન કાર્યરત છે. કોઇપણ પ્રકારના ડર કે શરમ-સંકોચ સિવાય તેમનો તાત્‍કાલીક સંપર્ક કરવો. બેંકોમાં નાણાકિય વ્‍યવહારો કરતી વખતે ધ્‍યાન રાખવા જેવી બાબતોઃ-
પ્રજાજનો બેંકોમાં નાણાકિય વ્‍યવહાર કરતી વખતે આપ સુરક્ષીત રહો તેવી અમારી અંતરની લાગણી છે. આપના તરફથી થોડીક સાવચેતી ગંભીર બનાવને બનતો અટકાવી શકશે.
(૧)બેન્‍કમાં નાણાકિય વ્‍યવહાર કરતી વખતે આપની આસપાસના માણસો ઉપર આંધળો વિશ્વાસ કરશો નહી.
(ર)ઘણીવાર ચીલઝડપ વાળા તમારા પૈસા પડી ગયા છે. તેમ કહી રોડ ઉપર અગાઉથી નાંખેલ નોટો તમને બતાવી તમારૂ ધ્‍યાન તમારી વસ્‍તુ ઉપરથી હટાવી ચીલ ઝડપ કરતાં હોય છે. આ અંગે પણ સભાનતા દાખવવી.
(૩)બેન્‍કમાં રોકડ ઉપાડતી વખતે રોકડ મેળવી બેગમાં મુકતી વખતે ચીલ ઝડપીયા તમારૂ ધ્‍યાન બીજે કેન્‍દ્રિત કરવાનો પ્રયત્‍ન કરતાં હોય તે બાબતે સાવચેત રહો.
(૪)કેશ બેન્‍કમાંથી લઇ જતી વખતે સ્‍કુટરની ડીકીમાં કેશ મુકો ત્‍યારે ડીકી વ્‍યવસ્‍થિત લોક કરો. ચીલ ઝડપવાળા આવા ગ્રાહકોને ટાર્ગેટ બનાવી તેમનો પીછો કરતાં હોય છે. જેથી તમારો કોઇ પીછો કરે છે કે કેમ? તેની ખાત્રી કરવી. આવા વાહન ચાલકના નંબરો મેળવી લેવા.
(પ) મોટી કેશની લેવડ-દેવડ વખતે શકય હોય તો બે માણસોએ સાથે રહેવુ. કોઇ અજાણ્‍યા માણસોને કેશ ગણવા આપવી નહી.
(૬)કેશ લઇને જતાં બેન્‍કમાંથી તમારા નિર્ધારીત સ્‍થળ સુધી સ્‍કુટર કે વાહન બીનવારસી હાલતમાં મુકવુ નહિ.
(૭)તમે રોકડ રકમ કે ઘરેણા લઇને જતાં હો તે દરમ્‍યાન તમારો પીછો કરનાર ચીલ ઝડપીયા ઘણીવાર તમારા વાહનને જાણી જોઇને ટકકર મારી તમારી સાથે ઝઘડો કરી તમારૂ ધ્‍યાન અન્‍ય કેન્‍દ્રિત કરે છે અને તેની સાથેના અન્‍ય માણસો તમારી રોકડ કે ઘરેણાની ચીલ ઝડપ કરતાં હોવાના બનાવો ખુબજ બનેલ છે. આવા સમયે સભાન થઇ જીભા જોડી કરી બેધ્‍યાન કરનારા ઇસમોના વાહનોના નંબરો લઇ લેવાનુ ભુલશો નહી.
(૮)તમે રોકડ લઇને જતાં હોય ત્‍યારે ચીલ ઝડપીયા તમારો પીછો કરીને રસ્‍તામાં તક ન મળે તો તમારા ઘર સુધી આવી તમે વાહન પાર્કીંગમાં મુકો ત્‍યારે સરનામુ પુછવાના બહાને તમને વાતોમાં રાખતાં હોય છે અને તમારૂ ધ્‍યાન ભંગ કરી તેની સાથેના માણસો ચીલ ઝડપ કરી લેતા હોય છે જેથી આવા બનાવો વખતે પણ સાવચેત રહો.
અન્‍યઃ- (૧)ઘરધાટી(નોકર) રાખતી વખતે પ્રજાને નજીકના પોલીસ સ્‍ટેશન ખાતેથી ઘરધાટી અંગેનુ ફોર્મ મેળવી ફોટા સહીતની સંપુર્ણ માહીતી ભરી ફોર્મ ભરી પોલીસ સ્‍ટેશનમાં આપવું.
(ર)ભાડુઆત રાખવા અંગેઃ- મકાન માલીકે મકાન ભાડે આપતી વખતે સદર ભાડવાત અંગેનુ ફોર્મ મેળવી ફોટા સહીતની સંપુર્ણ માહીતી ભરી ફોર્મ ભરી પોલીસ સ્‍ટેશનમાં આપવું.
(૩)સાયબર કાફે અંગેઃ- સાયબર કાફે ચલાવનાર માલીકોએ ઇન્‍ફર્મેશન ટેકનોલોજી એકટમાં આપેલ સુચનાનુ ચુસ્‍તપણે પાલન કરી કાફેમાં આવતાં વ્‍યક્તિઓની સંપુર્ણ આઇડેન્‍ટીફાઇવાળી માહીતી તારીખ, સમય સાથેની મેળવી રજીરસ્‍ટરમાં નોંધ રાખી નિયમોનુ પાલન કરવુ.
(૪)આતંકવાદી પ્રવૃતિ અટકાવવાઃ-
— જાહેર સ્‍થળ ઉપર કોઇ બીનવારસી વસ્‍તુ કે વાહન જણાઇ આવે તો પોલીસ સ્‍ટેશને તાત્‍કાલીક જાણ કરવી.
— આપના વિસ્‍તારમાં કોઇ અજાણ્‍યા ઇસમોની શંકાસ્‍પદ પ્રવૃતિ ધ્‍યાનમાં આવે તો પોલીસ સ્‍ટેશનમાં તાત્‍કાલીક જાણ કરવી. — દરીયામાં માછીમારની પ્રવૃત્તિ કરતાં માછીમાર ભાઇઓને દરીયાઇ વિસ્‍તારોમાં કોઇ શંકાસ્‍પદ હિલચાલ જણાય તો પોલીસ સ્‍ટેશનમાં તાત્‍કાલીક જાણ કરવી.
—: ’’ આપના અન્‍ય સજેશનો પ્‍લીઝ મોકલશો ’’ —-

આ લેખ ગુજરાતીમાં યોગેશભાઈ એ મુકયો હતો

મેરા ભારત મહાન -જયકાંત જાની (USA)

કોઇ એ મને પુછેલુ ; ઇન્ડીયા અને અમેરીકામા શુ ફર્ક છે ?

મારો જવાબ હતો ઇન્ડીયા સ્વર્ગ છે અને અમેરીકા નર્ક છે.

કોઇ એ મને પુછેલુ ; તમારો અમેરીકામા રહેવા નો શુ તર્ક છે ?

મારો જવાબ હતો અમેરીકામા વર્ક એડીકટ ડોલરીઑ અર્ક છે.

કોઇ એ મને પુછેલુ ; અમેરીકામા કેમ કાર્ય ક્ષમતા કરતા વધારે વર્ક છે ?

મારો જવાબ હતો અમેરીકા જોબ ચાલ્યા જવાના વઘારે જર્ક છે

%d bloggers like this: