છે ઘોડાપૂર
યાદોનું, છલકાશે
બંધ, આંસુનો
********
ઉજાસ ઓઢી
અંધારે ઓગળવું
તે છે મરણ
*********
આસપાસ જે
દિસે, તે આભાસ કે
પછી આકાર?
**********
આંખોમાં વાવ્યાં
સપના, અને ઉગ્યા
ઉજાગરાઓ
*******
તસવીરમાં
કેદ કરવા, બાંધી
લઇ ગ્યા મને
********
તરસ્યા સ્વપ્નો
પી ગયા છે સઘળું
પાણી આંખોનું
*******
અરે સમય !
ત્રણ ત્રણ કાંટાઓ
એના નસીબે
-કલ્પેન્દુ વૈષ્ણવ
Filed under: કલ્પેન્દુ વૈષ્ણવ, હાઇકુ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, હાઈકુ, gujaratikavitaanegazal | Leave a comment »