તમારૂં મારા ભણી જોવું એ ગઝલ તો હતી,
દિવસનું રાત મહીં ખોવું એ ગઝલ તો હતી!
અનેક જન્મ સુધી આપણે મળ્યા જ નહી,
મિલનનું સ્વપન રૂપે હોવું એ ગઝલ તો હતી!
નજરની *બહાર બધાં *દશ્ય તો રહી જ ગયાં,
સયમનું આમ અરવ રોવું એ ગઝલ તો હતી!
વિચારવાનું પછી જે ઘડી સમાપ્ત થયું,
શબદનું મૌન જળે ધોવું એ ગઝલ તો હતી!
‘કિશન’ કહે તો હવે શું કહે તમારા કંઈ-
સ્મરણનું મારા મહીં હોવું એ ગઝલ તો હતી!
હરીકિશન જોશી
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, હરકિશન જોષી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, તમારૂં મારા ભણી જોવું એ ગઝલ તો હતી, હરીકિશન જોશી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a comment »