આવો તો કહી દઉં કાનમાં

આવો તો કહી દઉં કાનમાં

દિલ છાનું દઈ દે તું દાનમાં

આવો તો કહી દઉં શાનમાં

દિલ છાનું લઇ લે તું વ્હાલમાં ….આવો તો ….

છાનાં ને છપના હવે ક્યાં સુધી સપનાનાં સાજન સંભારણાં

ઘડી બે ઘડી હવે ક્યાં સુધી નયનોમાં વસંત વધામણાં

આવો હવે મુજ બાલમા

શાને તળાપાવો છો પ્યારમાં ….આવો તો …

પલ પલ તરસવું હજુ ક્યાં સુધી છેડ્યા મેં રાગ મલ્હારના

આમ ને આમ છેટે હજુ ક્યાં સુધી બાંધ્યા મેં મિલન માંડેવડા

પલકો પસરી તુજ રાહમાં

જીવન ઉપવન કેરા ધામમાં….અવોતો..

.સુભાષ ઉપાધ્યાય

%d bloggers like this: