યુગો પછી જોવા મળશે ચિર-પરિચિત ચહેરો
સંભાળજે ઓ દિલ મારા ! એ આવે છે.
ગંભીરતા તો એને લગીરેય ગમતી નથી
બની જા ઓ દિલ આવારા ! એ આવે છે.
ઝરણ બની ફૂટી નિકળશે સમય-શીલા પરથી
નદી, સંકોચી લે ધારા ! એ આવે છે.
પૂનમની રાત છે અને ચંદ્ર નથી ઊગ્યો ?
ચિંતા ન કરો સિતારા ! એ આવે છે.
ક્ષણ માટે આવશે ક્ષણમાં ચાલી જશે
થંભી જાઓ પલકારા ! એ આવે છે.
પદરવ સાંભળતી વખતે ખલેલ ન જોઇએ કોઇ
બંધ થઇ જા ધબકારા ! એ આવે છે.
– વિશાલ મોણપરા
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, વિશાલ મોણપરા | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, યુગો પછી જોવા મળશે ચિર-પરિચિત ચહેરો, વિશાલ મોણપરા, gujarati git, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a comment »