છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ.

છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ.
હતી આંસુથી આંખો નમ, તમારી યાદ આવી ગઈ.

પ્રણયના કોલ દીધા‘તા તમે પૂનમની એક રાતે,
ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઇ.

નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ,
બસ એ ઘડીએ, તમારા સમ, તમારી યાદ આવી ગઇ.

અધૂરી આ ગઝલ પૂરી કરી લઉં , એવા આશયથી,
ઊઠાવી જ્યાં કલમ પ્રિતમ, તમારી યાદ આવી ગઇ.

– વિનય ઘાસવાલા

કો’ક આવી દઈ ગયું તારી ખબર વરસો પછી-વિનય ઘાસવાલા

કો’ક આવી દઈ ગયું તારી ખબર વરસો પછી
થઈ ગયું રોશન ફરી, દિલનું નગર વરસો પછી

દિલમાં પોઢેલી તમન્નાઓ ફરી જાગી ઉઠી
સ્મિત જોયું આજ મેં હોઠો ઉપર વરસો પછી

લોક કહે છે કે દુઆઓમાં અસર તો હોય છે
પણ મેં જોઈ એ દુઆઓની અસર વરસો પછી

મારી ગઝલો આજ તારી, આંખ છલકાવી ગઈ
ચાલ આખર થઈ તને, મારી કદર વરસો પછી

વિનય ઘાસવાલા

છલકતી જોઈને મોસમ તમારી યાદ આવી ગઈ,

છલકતી જોઈને મોસમ તમારી યાદ આવી ગઈ,
હતી આંસુથી આંખો નમ તમારી યાદ આવી ગઈ.

પ્રણયના કોલ દીધા’તા તમે પૂનમની એક રાતે,
ફરીથી આવી એ પૂનમ તમારી યાદ આવી ગઈ.

નિહાળ્યો જ્યાં કોઈ દુલહનનો મેં મહેદી ભરેલો હાથ,
બસ એ ઘડીએ તમારા સમ તમારી યાદ આવી ગઈ.

અધુરી આ ગઝલ પુરી કરી લઉં એવા આશયથી,
ઉઠાવી જ્યાં કલમ પ્રીતમ તમારી યાદ આવી ગઈ.

વિનય ઘાસવાલા

%d bloggers like this: