દાઝે ભરેલા ને કડ્વા વેણલા રે લોલ
એથી છુટી તેની જીભડી રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
પિયરમા એ પ્રેમતણી પૂતળી રે લોલ
સાસરીએ જૂદેરી એની જાત રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
અગન ભરેલ એની આંખડી રે લોલ
વડ્કા ભરેલાં એના વેણ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
કાળાજુ કઠણ્ એના હાડ્મા રે લોલ
જીવ છપનીયો દુકાળ્ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
ભાઇઓ ને બહેન એનાં દોહ્યલા રે લોલ
સાસુએ સિંચેલ એની સોડ્ય રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
રીમોટ આધાર એની આંગળી રે લોલ
કાળજામાં કૈંક ભરી દાઝ
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
ચિત્તડું પિયર એનું ચાકડે રે લોલ
પિયરે જોડેલ એના ફોન રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
જીભે બડ્બડ રોજ બબડ્તી રે લોલ
બોલતા ખૂટે ન એની લવારી રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
પતિને એ હશે ધ્રૂજાવતી રે લોલ
ભવોભવ ન મળે આવી બાય રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
નયનો નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ આસુનો પ્રવાહ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
વરસે ઘડીક વ્હેમ વાદળી રે લોલ
લાડીનો વ હે મ બારે માસ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
ઢળતી ચ હે રે દીસે રોશની રે લોલ
એની નહિ ટુકાય ટીપટાપ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
જયકાંત જાની (USA)
ગુજરાતી માંથી
Filed under: ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ), રોમેન્ટીક | Tagged: ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયકાંત જાની (USA ), દાઝે ભરેલા ને કડ્વા વેણલા રે લોલ, gujarati, gujarati git, gujarati kavita, gujarati poem, gujarati website, gujaratigazal, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 2 Comments »