જીવનમાં જસ નથી, પ્રેમમાં રસ નથી;-રૂષી ઠાર

જીવનમાં જસ નથી, પ્રેમમાં રસ નથી;
ધંધામાં કસ નથી, જવું છે સ્વર્ગમાં, પણ એની કોઇ બસ નથી

દિલના દર્દોને પીનારો શું જાણે, પ્રેમના રીવાજોને જમાનો શું જાણે;છે કેટલી તકલીફ કબરમાં, તે ઉપરથી ફૂલ મુકનારો શું જાણે !

જીંદગીને જીવવાની ફિલસુફી સમજી લિધી,

જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી !

શું કરું ફરીયાદ તારી? ફરીયાદમાં યાદ છે ફરી ફરી ને યાદ તારી,

એજ મારી ફરીયાદ છે !

 તું હસે છે જયારે જયારે ત્યારે ત્યારે તારા ગાલમાં ખાડા પડે છે,

હું વિચારું છું બેઠો બેઠો કે મારા સીવાય આ ખાડામાં કેટલાં પડે છે !

 લોકો કહે છે કે- હસ્યા તેના ઘર વસ્યા !

પરંતુ એ કોણ જાણે છે કે -ઘર વસ્યા પછી કેટલા હસ્યા….??????

%d bloggers like this: