Posted on ઓગસ્ટ 12, 2012 by BHARAT SUCHAK
સ્વપ્ન આવ્યું એક કાંઠાને કદી,
કે વહી ગઈ દૂર મારાથી નદી.
અશ્રુથી ભરવા મથે છે રાત-દી,
એક માણસ, એક કાણી બાલદી.
વર્ષ કેલેન્ડરમાં, ક્ષણ ઘડિયાળમાં,
તરફડે પંચાગમાં આખી સદી.
જિંદગી નામે ગઝલ જન્મી શકે,
શ્વાસ ક્ષણ સાથે કરે છે ફિલબદી.
– મુકુલ ચોકસી
Like this:
Like Loading...
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મુકુલ ચોકસી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મુકુલ ચોકસી, સ્વપ્ન આવ્યું એક કાંઠાને કદી, ghazal, gujarati gazal, gujarati git, gujaratikavitaanegazal | Leave a comment »
Posted on માર્ચ 31, 2012 by BHARAT SUCHAK
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ…
તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…
તમે જો હોવ તો વાતાવરણ કેવુ સરસ લાગે
અરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે
તમો ને જોઇને પાણીને પોતાને તરસ લાગે
તમારી યાદમાં વીતે.. એક એક પળ.. વરસ લાગે ..
અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
ગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને
બે ગઝલની વચ્ચે ના ગાળામાં ચૂમી છે તને
સાચુ કહો તો આ ગણિત અમથું નથી પાકુ થયુ ‘મુકુલ ‘
બે ને બે હોઠો ના સરવાળામાં ચૂમી છે તને
બનું હું રાત તો શમ્મા તમારું નામ થઇ જાશે
તમે સાકી બનો તો મારુ હૈયું જામ થઇ જાશે
તમારા રૂપની ઝળહળ જો સુબહો શામ થઇ જાશે
સૂરજ ને ચાંદ બન્ને જણ બહુ બદનામ થઇ જાશે
બનું હું ફૂલ તો બનશો તમે શબનમ… તમારા સમ
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…
Like this:
Like Loading...
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, મુકુલ ચોકસી | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, જયકાંત જાની (USA ), તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, મુકુલ ચોક્સી., gujarati git | 1 Comment »
Posted on જાન્યુઆરી 6, 2012 by BHARAT SUCHAK
જગતના સ્નેહીઓ પણ સ્વાર્થમય વ્યવહાર રાખે છે,
ભીતરમાં ભાવનાની ભેદ ભારોભાર રાખે છે,
મહોબ્બત જોઇ ના લંબાવજે તું હાથ મૈત્રીનો,
કે અહીંયા તો ઘણાં ફૂલછાબમાં યે ખાર રાખે છે.
જે મને માની રહેલાં છે ભલો અથવા બૂરો,
રૂપ એ તો હોય છે એના જીવનસંસ્કારનાં,
આઇનો છું, મુજ ઉપર ગુણદોષ કંઇ હોતા નથી,
હોય છે તો હોય છે પ્રતિબિંબ એ જોનારાનાં.
દિલ વિનાની બંદગીમાં, આશિકીમાં તું જ છે,
રોશની રૂપે રહેલી તારીકીમાં તું જ છે,
આંધળી દુનિયા અને તારાં પ્રતિબિંબ ઓ ખુદા !
જે તને જોતી નથી એની કીકીમાં તું જ છે.
નિરખશો માર્ગ પર ત્યારે નકામાં લાગશે પથ્થર,
કદમ મૂકશો તો સંકટ જેમ સામા લાગશે પથ્થર,
પરંતુ વાગશે ને એ બહાને બેસવા મળશે,
તો મારી જેમ તમને પણ વિસામા લાગશે પથ્થર.
ના પૂછો કેવી રીતે જિન્દગી મારી ગુઝરી,
કલ્પો આ વાત ઉપર કેટલી સારી ગુઝરી,
કે મર્યો તોય મને એ રીતે ઊંચકી લીધો,
એક શહેનશાહની જાણે કે સવારી ગુઝરી.
મુકુલ ચોક્સી
Like this:
Like Loading...
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મુકુલ ચોકસી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જગતના સ્નેહીઓ પણ સ્વાર્થમય વ્યવહાર રાખે છે, મુકુલ ચોક્સી., ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ડિસેમ્બર 25, 2011 by BHARAT SUCHAK
તમારા રૂપની રેલાય છે મૌસમ, તમારા સમ !
જગત આખામાં ફેલાઈ જશે ફોરમ, તમારા સમ !
તમે જો હોવ તો વાતાવરણ કેવું સરસ લાગે,
અરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે;
તમોને જોઈને પાણીને પોતાને તરસ લાગે,
તમારી યાદમાં વીતેલ એક એક પળ વરસ લાગે,
અને તો પણ પડે છે આખુ જીવન કમ, તમારા સમ !
તમારા રૂપની…
બનું હું રાત તો શમ્મા તમારું નામ થઈ જાશે,
તમે સાકી બનો તો મારું હૈયું જામ થઈ જાશે;
તમારા રૂપની ઝળહળ જો સુબહો-શામ થઈ જાશે,
સૂરજ ને ચાંદ બન્ને જણ બહુ બદનામ થઈ જાશે,
બનું હું ફૂલ તો બનશો તમે શબનમ, તમારા સમ !
તમારા રૂપની…
તમે પહેલા આગળ રહીને પછી નજદીક આવો છો,
રડાવેલી એ આંખોને જ ખુશીઓથી સજાવો છો;
તમે અમને ડૂબાડીને પછી હોડી બચાવો છો,
ખરા માઝી તમે છો, કેવા સંયમથી સતાવો છો,
જખમ પણ આપ છો ને આપ છો મરહમ, તમારા સમ !
તમારા રૂપની…
-મુકુલ ચોક્સી
Like this:
Like Loading...
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, મુકુલ ચોકસી | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ, મુકુલ ચોક્સી., gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a comment »
Posted on ડિસેમ્બર 17, 2011 by BHARAT SUCHAK
પ્રિય પપ્પા હવે તો તમારા વગર
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર
આ નદી જેમ હું પણ બહુ એકલી
શી ખબર કે હું તમને ગમું કેટલી
આપ આવો તો પળ બે રહે છે અસર
જાઓ તો લાગે છે કે ગયા ઉમ્રભર
યાદ તમને હું કરતી રહું જેટલી
સાંજ લંબાતી રહે છે અહીં એટલી
વ્હાલ તમને ય જો હો અમારા ઉપર
અમને પણ લઇને ચાલો તમારે નગર
– મુકુલ ચોકસી
Like this:
Like Loading...
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મુકુલ ચોકસી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, પ્રિય પપ્પા હવે તો તમારા વગર, મુકુલ ચોકસી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a comment »
Posted on નવેમ્બર 27, 2011 by BHARAT SUCHAK
તમે દીવાલને ભૂરાશ પડતા રંગે રંગી કેમ ?
હવે આકાશની તમને પડી લાગે છે તંગી, કેમ ?
તમારું કાળરાત્રિએ ખીચોખીચ એકલાં હોવું
ભરે એકાંતની જાહેરસભાઓ ખૂબ જંગી કેમ ?
અચાનક મારી સામે આમ આ બપોરને વખતે,
ક્ષિતિજના સૂર્ય જેવું તે હશે છે રક્તરંગી કેમ ?
બની’તી જે હકીકત, વારતારૂપે તો ગમતી’તી,
હવે મારી કથારૂપે એ લાગે છે ક્ઢંગી કેમ ?
– મુકુલ ચોકસી
Like this:
Like Loading...
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મુકુલ ચોકસી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, તમે દીવાલને ભૂરાશ પડતા રંગે રંગી કેમ ?, મુકુલ ચોકસી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a comment »
Posted on નવેમ્બર 27, 2011 by BHARAT SUCHAK
ખુલ્લી હદથી વધારે જાત ન કર,
આંખ ભીની કર, અશ્રુપાત ન કર.
તું ભલે મારો પક્ષપાત ન કર,
પણ ગમે તેની સાથે વાત ન કર.
થોડા બીજાને માટે રહેવા દે,
સઘળા સત્વોથી મુજને જ્ઞાત ન કર.
બૂટ પહેરી નીકળતા પગ માટે,
આંગણે ફૂલની બિછાત ન કર.
જીતનારાઓને જ જીતી જો,
હારનારાઓને મહાત ન કર.
મારો ચહેરો બીજાનો ચહેરો હોય,
એવી રીતે તું દૃષ્ટિપાત ન કર.
કર, સવારો વિશે તું ચિંતા કર,
પણ એ ચિંતાઓ આખી રાત ન કર.
-મુકુલ ચોક્સી
Like this:
Like Loading...
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મુકુલ ચોકસી | Tagged: ખુલ્લી હદથી વધારે જાત ન કર, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મુકુલ ચોક્સી., ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a comment »